Love marriage or arrangement in the time of social media? books and stories free download online pdf in Gujarati

સોશ્યિલ મીડિયા ના ટાઈમ મા લવ મેરેજ કે અરરેન્જ ?



હાલનો સમય કરંટ discussion અથવા ચર્ચાનો વિષય હોય તો એ છે કે લવ મેરેજ અથવા અરેન્જ મેરેજ .આપણે જોવા જઈએ તો આજકાલ રિલેશનશિપ બહુ તૂટે છે અથવા આપણે તેમને ટકાવવા મહેનત નથી કરતાં. એમાં પણ જો કોઈના લવ મેરેજ તૂટે તો ત્યારે લોકો તરત જ કહેશે કે લવ મેરેજ હતા એટલે જ તૂટ્યા ચાર દિવસની ચાંદની હોય પછી સાચી ખબર પડે .પોતાની જાતે લાઈફ પાર્ટનર શોધી એટલે જ આવું થાય. દુનિયાદારીની શી ખબર પડે. જો અરેન્જ મેરેજ તૂટશે તો પણ લોકો બોલતા અટકાતા નથી. તો પણ લોકો બોલશે જ એમ કહેશે કે પૈસા મિલકત જોઈને કર્યું હતું એટલે તૂટ્યા. દિલથી કઈ રિલેશન જ ન હતા. મનમેળ જ ન હતો પ્રેમ જ ન હતો. માતા-પિતા ના દબાણ થી કર્યા હતા. લેવલ પણ કંઈ સરખું ન હતું. એકબીજાને ઓળખતા પણ ન હતા વગેરે વગેરે. આવું લોકો કહેશે જ લોકોનું તો કામ છે બોલવાનું જ. હવે સવાલ થશે કે લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ? વાસ્તવિકતામાં આપણે મેરેજના પ્રકાર પર ધ્યાન આપીએ છીએ એ મહત્વનું રાખીએ છીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે મેરેજ કોઈ પણ હોય સબંધનું મહત્વ છે. પાર્ટનર નું મહત્વ છે. એમાં બંને વચ્ચે રહેલી લાગણી, પ્રેમ, કાળજી, ચિંતા, પારદર્શકતા, હું ફ એનું મહત્વ છે .એકબીજાની અપેક્ષા, ગુસ્સો, મૌન, ગુસ્સા પાછળ નો પ્રેમ અને ફિકર, ખામોશી પાછળનું દર્દ એનો અહેસાસ હોવો જોઈએ.ખરેખર આપણે અત્યારે પ્રેમ શોધવા જઈએ છીએ. અરે યાર, પ્રેમ કઈ વસ્તુ નથી કે ખરીદી શકીએ કે શોધી લઈશું. પ્રેમ તો થવો જોઈએ. દિલથી થવો જોઈએ. અત્યારે સૌથી વધુ બ્રેક અપ થાય છે એનું કારણ છે કે આપણે facebook કે ઇન્સ્ટા પર સારી profile પિક્ચર જોઈ અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીએ છીએ. વાતચીત કરી પ્રેમ શોધીએ છીએ. આ તો એક લોભામણી લાલચ છે. હા હું એમ પણ નથી કહેતી કે જે લોકોએ facebook પરથી મળ્યા અને મેરેજ કર્યા એ ખોટા છે પરંતુ કેટલાક લોકો સાથે વાતચીત કરી પછી whatsapp નંબર લઈ વિડીયો કોલ કરી ફોટો શેર કરી પછી અંતે શું તો? એકબીજા સાથે બોન્ડિંગ નથી રહેતું .આમ અત્યારનો શબ્દ વાપરીએ તો ઇન્ટરેસ્ટ નથી રહેતો. એકબીજાને બ્લોક કરી અને પાછું મ્યુચલ ફ્રેન્ડ્સ માંથી કોઈ ન્યુ આઈડી શોધી એ જ પ્રક્રિયા કરવી. આ એક આકર્ષણ છે. જોવાથી થાય એ આકર્ષણ છે સમજવાથી થાય એ પ્રેમ છે. એકબીજાની ખૂબી અને ખામી સાથે સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. એકબીજાને ગમવું સહેલું છે પણ આજીવન ગમતા રહેવું અથવા ગમતા રાખવું એ શીખવાનું છે." આઇ લવ યુ" બોલવું સહેલું છે પરંતુ એને નિભાવતા આવડવું જોઈએ." આઈ એમ વિથ યુ "લખવું અથવા બોલવું સહેલું છે પરંતુ સમય આવે ત્યારે સાબિત કરતા આવડવું જોઈએ .બાકી તો બર્થ ડે કે એનિવર્સરી માં સ્ટેટસમાં ફોટા રાખી લાંબા લાંબા વાક્યો લખીએ છીએ., એ સારું તો છે લાગણી વ્યક્ત કરવી પરંતુ જે લખેલ છે એ અમલ કરવો જોઈએ. બાકી તો લવ મેરેજ તૂટે છે અને સમૃદ્ધ છોકરા સાથે નક્કી કરેલ અરેન્જ મેરેજ પણ તૂટી શકે છે. આમ કોઈ વાર લવ મેરેજ માં મહોબ્બત ના સહારે રિલેશન નિભાવવામાં આવે છે અને ખરાબ પરિસ્થિતિ આવતા અરેંજ મેરેજમાં પણ પાર્ટનરનો સાથ મળે છે. કોઈપણ મેરેજ હોય માત્ર સંબંધ નિભાવવાની દાનત હોવી જોઈએ . જઝબાત વ્યક્ત કરવા કરતા તેને નિભાવવાની કોશિશ કરીએ .પ્રેમ શોધીએ નહીં પરંતુ પ્રેમ કરીએ .થોડું સહન કરીએ, થોડું જતું કરીએ, થોડુ બોલી પણ નાખી. પરંતુ છેવટે સબંધ તો આપણો છે ને એ વસ્તુને મહત્વ આપીએ સંબંધને જીવંત રાખી." જિંદગી જીવીએ અને માણીએ".