Andhari Raatna Ochhaya - 28 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૮)


ગતાંકથી....


તેના કહેવા મુજબ પવનસિંહે એ કડું ખેચ્યું અને બધા ના અચંબા વચ્ચે જ દિવાલનો થોડો ભાગ ખસી ગયો. બધા જ સજ્જડ નયને આ દ્રશ્ય નિહાળી રહ્યા. અંદર એક નાની અંધારી ઓરડી હોય એવું માલૂમ પડ્યું. એ ઓરડામાંથી એક મરવા પડેલા માણસને પવનસિંહ એ બહાર કાઢ્યો.


હવે આગળ...


બહાર આવ્યા બાદ ઘણી વાર તે માણસ બેભાન જેવી હાલતમાં થોડીવાર સુધી એમ જ બેસી રહ્યો .શ્વાસ રૂંધાઇ ગયો હોય ને ઘણા સમયથી ભુખ તરસ ને લીધે તે એકદમ અશક્ત બની ગયો હતો. તેનું મગજ બહેર મારી ગયું હોય તેવું લાગતું હતુ.થોડી વારે કળ વળતા એ કંઈક સ્વસ્થ જણાયો . થોડીવાર પછી એ માણસે કહ્યું : "હાશ,હવે મને લાગે છે કે હું જીવું છું.જરા નિરાંત મળી.કોઈ મને થોડું પાણી આપશો પ્લીઝ?"

પવનસિંહની પાસે શક્તિવર્ધક દવા હતી. તે પીધા પછી તેનામાં તાકાત આવી તેણે કહ્યું : " હું દિલ્લી ની ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ અધિકારી છું મારૂં નામ પૃથ્વીરાજ છે."
એક સિક્રેટ મિશન થી અહીં આવ્યો છું
તેને લઈ બધા સુરંગ છોડી મકાનમાં ઉપરના ભાગે આવ્યા
પૃથ્વી રાજની આંખ પર અને મોં પર પાણી છાંટયા બાદ તેને જરાક હોંશ માં જોઈ રાજશેખર સાહેબે પૂછ્યું : "મિ. પૃથ્વી,હવે કહો કે તમે આ માણસોના સકંજામાં કઈ રીતે સપડાયા.તમારી આપવીતી સાંભળવા માટે અમે બધા આતુર છીએ.
પૃથ્વીરાજે કહ્યું : "દિલ્હીમાં મને ખબર મળી હતી કે ડોક્ટર મિશ્રા નામનો એક ભયંકર બદમાશ શહેરમાં અડ્ડો જમાવી બેઠો છે .તે બદમાશ બળ , બુદ્ધિ અને કૌશલ્ય થી પૈસાદાર લોકોને પોતાના ફંદામાં ફસાવી અયોગ્ય માર્ગે પુષ્કળ ધન મેળવી રહ્યો છે. મને એ ડૉક્ટર વિશે બાતમી મેળવી લાવવા રોકવામાં આવ્યો છે. હું તેની પાછળ દિલ્હીથી ઠેઠ અહીં સુધી આવ્યો. મને ખબર મળી કે એ ડૉક્ટરે શહેરમાં એક વિશાળ અલાયદી હોસ્પિટલ ખોલી છે .ત્યાં કેવળ પૈસાદાર માણસોને જ દાખલ કરવામાં આવે છે .કારણ કે તેની ફી અતિશય મોંઘી હોય છે. હું 'રહેમાન સિદ્દિકી' નું નામ ધારણ કરી એક પૈસાદાર મુસલમાન બની તેની હોસ્પિટલમાં આવી રહ્યો."

રાજશેખર સાહેબે પૂછ્યું : "ડૉક્ટરના સંબંધમાં તમને શી ખબર મળી હતી ?તેને કાર્યપદ્ધતિ કેવી રીતની હતી ?"
પૃથ્વી રાજ બોલ્યો : " તે દાણચોરીનનો ધંધો કરતો પરંતુ એ તો ગૌણ બાબત હતી.તેનું મુખ્ય કામ તો મોટા માણસોના સંબંધમાં આવી તેઓને ફસાવી ખાસ પ્રકારના ડ્રગસના આદિ બનાવી તેને વશ કરી તેના જીવનની છૂપી વાતો કઢાવી લેવી. ત્યારબાદ જ્યારે એ પૈસાદાર માણસો જાણે કે ડૉ.મિશ્રા અમારા જીવનની છૂપી કલંકકથાઓ જાણે છે અને તે વાતો જાહેરમાં મૂકી અમારી આબરૂ હલકી પાડવા તૈયાર થયો છે ત્યારે તેઓ તેને પુષ્કળ પૈસા આપી તેનું મુખ બંધ કરવાના પ્રયત્નો કરતા આ પ્રમાણે ડૉક્ટર મિશ્રા મોટા મોટા પૈસાદાર અને આબરૂદાર માણસોના પૈસા લૂંટ્યા છે. તેનો છેલ્લો શિકાર બન્યા છે મિ. વિશ્વનાથ બાબુ! આ મકાનના માલિક !"
"વિશ્વનાથ બાબુ ?"
"હા ; તે જ !"
બધા મળી વિશ્વનાથ બાબુ પાસે આવી પહોંચ્યા.
પોતાની દીકરી ગાયબ થઈ છે એ વાત સાંભળી વિશ્વનાથ બાબુ ગુસ્સાથી ધૂંવાંપુંવાં થઈ ગયા.હાથ પછાડવા લાગ્યા
રાજ શેખરે સાહેબે કહ્યું : " બાબુ,શાંત થાવ. અમારા પર વિશ્વાસ રાખો .તમારી દીકરીને છોડાવવા માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું જમીન આસમાન એક કરીશું
બસ હમણાં તો આપ અમેં પૂછીએ તે પ્રશ્નના જવાબ આપવાની મહેરબાની કરશો."
"આપ શું પૂછવા માગો છો ?"
રાજશેખર સાહેબે પોતાની સાથેના બધા જ માણસોને કહ્યું : " તમે બધા બહાર જાઓ."

બધા બહાર ગયા પછી તેમણે વિશ્વનાથ બાબુ ને કહ્યું : "જુઓ મિ. વિશ્વનાથ આપ ઘણા દિવસથી દુશ્મનના અપમાન સહન કરતા આવ્યા છો. તેમાં વળી આજે અમે આપની પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ. હું સમજી શકું છું કે આપને અમારું આ વર્તન પસંદ પડશે નહીં. પરંતુ આપ કૃપા કરી અમને બધી માહિતી આપશો તો જ અમે આપને વધુને વધુ ઝડપથી મદદ કરી શકીશું. મને આપનો મિત્ર જ માનજો. હું આપની છુપી વાત કદી ક્યાંય પણ બહાર પાડીશ નહીં."
વિશ્વનાથ બાબુ રાજશેખર સાહેબના બંને હાથ પકડી બોલી ઉઠ્યા : "મિ. રાજશેખર આપની સમક્ષ હું મારું હૃદય ખુલ્લું કરીને શાંતિ મેળવીશ. મને એમ લાગે છે ; પરંતુ મારી દીકરી આપે શોધી આપવી પડશે ખબર નહીં એ બદમાશ એને ક્યાં ઉઠાવી ગયો હશે ? મને વચન આપો છો! સારુ ,ત્યારે સાંભળો મારી દર્દ ભરી આપવીતી !"

એકાદ ક્ષણ કંઈક ઊંડો વિચાર કરી વિશ્વનાથ બાબુ બોલવા લાગ્યા : "આ ડૉ.મિશ્રા જેવો બદમાશ, લુચ્ચો લફંગો મેં મારી જિંદગીમાં બીજો એકેય માણસ જોયો નથી .કોણ જાણે ! કયા ખરાબ મુહૂર્ત માં હું તેના સંપર્કમાં આવ્યો હોઈશ. માનવ માત્ર નો ભૂતકાળ ઓછા વળતા પ્રમાણમાં કલંકિત બનેલો હોય જ છે. દરેક મનુષ્ય જુવાનીમાં ન કરવા જેવી ભૂલો કરી બેસે છે. મારા જીવનમાં પણ એવી એકાદ બે ભૂલો થઈ ગયેલી .
દિલ્હીમાં મને જ્ઞાનતંતુને લગતું દર્દ થયું હતું.અનેક ઉપચાર બાદ પણ સારૂં ન થતાં . તેને પ્રખ્યાત ડૉક્ટર ધારી મેં દિલ્હી બોલાવ્યો. થોડા દિવસ ની દવા કર્યા બાદ એક દિવસે એણે મને કહ્યું કે તે મારા કલંકિત રહસ્યથી પુરેપુરો માહિતગાર છે અને જરૂર પડતા એ જાહેર કરીને સમાજ સમક્ષ મૂકવા તૈયાર છે.
રાજશેખર સાહેબ માથું હલાવી બોલ્યા : "ત્યાર પછી ?"

"સાહેબ, કલકત્તા, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં મારા નામના પુષ્કળ ધર્માદા હોસ્પિટલો ચાલે છે. આવા વખતે જો મારી એક કલંકિત વાત પ્રગટ થાય તો હંમેશને માટે મારી આબરૂ જાય અને તે સાથે મારા નામે ચાલતા ધર્માદાના દવાખાના પણ બંધ પડે તેવો સંભવ હતો.એટલું જ નહીં , સોનાક્ષી મારી દીકરી જ્યારે તેના પપ્પા ના સંબંધમાં આવી હલકી વાત સાંભળે ત્યારે અવશ્ય તે આપઘાત કરવા તૈયાર થાય એવું હતું. આમ હોવાથી મેં નિશ્ચય કર્યો કે ના મારે એ વાતો કદી ખુલ્લી થવા દેવી જોઈએ નહીં. ડોક્ટર મિશ્રા નું મુખ બંધ કરવા તેની મુઠ્ઠીમાં રહેવું પડ્યું તે મારી પાસેથી પુષ્કળ પૈસા શોષવા લાગ્યો ;એટલું જ નહીં પણ તેના કહેવાથી મેં આ મકાન ખરીદી ,તેમાં રહેવાનું શરૂ કર્યું . ડૉ. મિશ્રા મારા જ મકાનમાં મારા જ પૈસા તેનો છૂપો દાણચોરી ને બીજા તેના ખોટા કામ નો ધંધો કરવા લાગ્યો ;છતાં પણ હું મુંગા મોઢે બધું સહન કરતો રહ્યો ને જરા પણ કોઈને કંઈ કહી શકુ એવું રહ્યું નહોતું."
થોડીવાર અટકીને વિશ્વનાથ બાબુ કહેવા લાગ્યા :"ડૉ. મિશ્રા જેવો પિશાચ,શયતાન બીજો ભાગ્યે જ કોઈ હશે. સાચું કહું તો તેમણે આ મકાનમાં મને કેદ કરી નાખ્યો છે. ચાંઉ ચાંઉ નામના ચીનાને તેણે મારા ને મારી દીકરી પર પહેરો ભરવા રાખ્યો હતો. ઘણી વખત હું વિરોધ કરી જરા બળવો કરવા પ્રયત્ન કરતો ત્યારે ચિનો આવી મને એવો તો શારીરિક પીડા આપતો હતો કે એ યાદ આવી જાય તો પણ હું થથરી ઉઠું છું.
રાજશેખર સાહેબ વિશ્વનાથ બાબુ ના હાથ પર હાથ મૂકી કહેવા લાગ્યા બાબુ, હવે એ ચીનો તમને કોઈ પણ રીતે ઇજા કરી શકશે નહીં થોડા દિવસમાં તેને ફાંસી ને માંચડે લટકવું પડશે આપ એ બધી બાબતો માં નચિંત થાઓ.

શું ખરેખર ચાંઉ ચાંઉ પકડાઈ જશે?
સોનાક્ષી ને શોધવામાં મિ.રાજશેખર સફળ થશે?
વિશ્વનાથ બાબુ નું કંલકિત રહસ્ય શું હશે?
જાણવાં માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ...........