Shamanani Shodhama - 23 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 23

          શ્યામ કશું વિચારવા માંગતો નહોતો. લેબ્રા કરતાં પણ એને પ્રીતુ વિશે વિચારવું ભયાવહ લાગ્યું. લેબ્રા... લેબ્રા... પ્રીતુ ઘણીવાર એને એના ડોગી વિશે વાત કરતી. એ કહેતી એને ડોગ બહુ ગમે છે. એને ત્યારે ખબર નહોતી કે ડોગ તો માત્ર વાતો કરવાનું બહાનું હતું. એને શ્યામ પણ કદાચ ગમતો હતો. શ્યામને હજુ ન સમજાયુ કે પ્રીતુને ખબર હતી કે એ અર્ચનાને પ્રેમ કરે છે છતાં એ એની પાછળ કેમ પડી હતી. એણે વિચારોને પાછા લેબ્રા તરફ વાળવાની કોશિશ કરી. ઘણા એવા સવાલો હોય છે કે તમને એના જવાબો નથી મળતા. પછી ભલેને એ સવાલો તમારી જીંદગી સાથે ગમે તેટલા જોડાયેલા હોય.

          “લેબ્રા જીતના વાયોલંટ હોતા હે ઉતના હી ફ્રેન્ડલી ડોગ ભી હે. પ્રીતુને કહા થા વો ગલતી સે ભી અપનો પે હમલા નહિ કરતા હે. લેકિન પીટબૂલ અપને માલિક પે ભી હમલા કર શકતા હે...” શ્યામે કહ્યું.

          “મીન્સ પીટબુલ જ્યાદા રિસ્કી રહેગા હમારે લિયે?” ચાર્મિ બોલી.

          “મેં સોચતા હું.” એણે કહ્યું.

          એ ફરી વિચારોમાં તણાવા લાગ્યો. પ્રીતુ... ડોગ... અને એ.. આમ તો પ્રીતુ એના ગળામાં પણ પટ્ટો પહેરાવવા માંગતી હતી અને કદાચ એમાં એ સફળ પણ થઇ હતી. એનો ઈરાદો શું હતો? ઓહ ગોડ. એને પ્રીતુ વિશે નહિ એના ડોગ વિશે વિચારવાનું હતું. પણ ડોગ અને એ બીચને અલગ અલગ રાખીને એ વિચારી શકે એમ નહોતો.

                                                                                                          *

          “શ્યામ...” એણે ઊંચું જોયું. રોશન બહલ એની કેબીનમાં ધસી આવ્યા હતા. એને ધ્રાસકો પડ્યો કેમકે કોઈ ખાસ કામ વગર બોસ એની કેબીનમાં આવતા નહિ. એને જ એમની કેબીનમાં બોલવતા. એ માન આપવા એની સીટ ઉપરથી ઉભો થયો.

          “બોલિયે બહલ સર...” એણે કહ્યું.

          “તુમ અપની સીસ્ટમ બઢા દો...” રોશન બહલ કઈક ઉતાવળમાં હોય એમ બોલ્યા હતા ત્યારે એણે કહેવાની ફરજ પડી હતી.

          “સર અભી તો ચાર બજે હે...”

          ત્યારે રોશન બહલે ઝડપથી એના હાથમાં પેન ડ્રાઈવ આપી, “ગુપ્તાકે વહાં ઇન્કમટેક્સ કી રેડ હુઈ હે. અભી મુજે પતા ચલા હે. તુમ યહ પેન ડ્રાઈવ લેકે અભી નિકલ જાઓ. કલ અગર મેં કોલ કરું તો હી ઓફીસ આના.”

          એ સમજી ગયો. આવું કોર્પોરેટ જગતમાં થતું હોય છે. ઇન્કમટેક્સ કે સેલ્સ ટેક્સની રેડ પડે એમ હોય એટલે સૌથી પહેલા અમુક ડેટા ઓફીસમાંથી બહાર કાઢવાની પ્રાથમિકતા હોય. એણે કશું બોલ્યા વગર સીસ્ટમ શટ ડાઉન કરી અને પેન ડ્રાઈવ લઈને નીકળી ગયો.

          ચાર વાગ્યા હતા. છ વાગ્યે અર્ચના પણ ડ્યુટીથી પાછી આવી જવાની હતી. વહેલુ ઘરે જવા મળે કે રજા મળે અને એ પણ પેઈડ એટલે શ્યામને આવી રેડ કે રેડનો ભય ઉભો થાય એટલે આનંદ થતો. ઘરની ચાવી એની પાસે પણ રહેતી જ. એ સીધો ઘરે ગયો. ઘરને લોક ન હતું. એને થયું અર્ચના આવી ગઈ હશે કે પ્રીતુ કોલેજથી આવી ગઈ હશે. એણે ડોરબેલ મારી. પ્રીતુએ દરવાજો ખોલ્યો.

          “જીજુ, આપ...” એને જોઇને પ્રીતુના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. શ્યામને ખબર હતી કે પ્રીતુ એને ઝંખતી હતી પણ એ એને ઇગ્નોર કરતો હતો કેમ કે એ કોલેજના છેલ્લા વર્ષમાં હતી. એટલે એને એનાથી હવે છ મહિના બચવાનું હતું. એને ઘણીવાર થતું કે અર્ચનાને વાત કરું પણ એને ડર લાગતો કે અર્ચના એની વાત સમજશે કે નહિ.

          એ ઘરમાં દાખલ થયો. પ્રીતુએ દરવાજો બંધ કર્યો. ચંડીગઢ જેવા સિટીમાં દિવસે પણ દરવાજો અંદરથી લોક રાખતા કેમકે તેમને એક અજાણ્યો ડર રહેતો. પ્રીતુ દિલ્હીની હતી. અર્ચના સોનીપતની અને શ્યામ ગુજરાતનો. કોણ જાણે કેમ પણ તેમને હજુ પણ આ શહેર અજાણ્યું જ લાગતું. ગુજરાતમાં શ્યામની મમ્મી હમેંશા ફરિયાદ કરતી કે તમે એકેય ભાઈ ઘરે આવો ત્યારે મેઈન ગેટ બંધ કરતા નથી. ખુલ્લો જ છોડી દો છો.

          ગુજરાતમાં લોકો ઘરનો દરવાજો તો ખુલ્લો જ રાખતા હોય છે પણ શ્યામના ઘરમાં મેન ગેટ બંધ કરવાની પણ મમ્મી સિવાય કોઈને ફિકર રહેતી નહિ. પરંતુ ચંડીગઢમાં અલગ વાત હતી અને શ્યામ પણ વગર ભૂલ્યે મેઈન ગેટની સાથે સાથે દરવાજો પણ બંધ કરી નાખતો. શ્યામ બેગ સાઈડમાં મુકીને એ સોફા પર બેઠો.

          “મેં ભી અભી આઈ હું કોલેજ સે. હિસ્ટ્રીકા લેકચર બોરિંગ હોતા હે ઈસલીયે લાસ્ટ દો લેકચર મેંને છોડ દિયે. કોફી બનાઉં હમ દોનો કે લિયે...” શ્યામ કઈ બોલ્યો નહિ એટલે પ્રીતુ બોલી હતી.  

          ચાર ત્રીસ થઈ હતી અને એને અર્ચના ન આવે ત્યાં સુધી પ્રીતુને વેઠવાની હતી. અર્ચનાના જ ઘરમાં એને ડરીને રહેવું પડે. કેવું વિચિત્ર કહેવાય...?

          “હા, બના દે પર શક્કર કમ રખના.” એણે કહ્યું.

          એ રસોડા તરફ જવા લાગી. પ્રીતુએ બ્લુ જીન્સ પહેરેલ હતું. જીન્સ જુનું હતું કે પછી એનો રંગ આછો હતો પણ જીન્સ જાણેકે દરજી જોડે સિવાડાવ્યું હોય એમ એના પગ પર હાથમોજાની જેમ ચુસ્ત ફીટ લાગતું હતું. જીન્સમાં ઇન કરેલું એનું રેડ ટી-શર્ટ પણ એટલું જ ચુસ્ત હતું. શ્યામ ચંડીગઢમાં આવ્યા પછી મેચિંગ, ક્રોસ-મેચિંગ જેવા શબ્દોથી હવે પરિચિત થઇ ગયો હતો એટલે બ્લુ-રેડ, બ્લુ-બ્લુ જેવા પેર એને હવે સામાન્ય લગતા હતા.

          પ્રીતુ દેખાવમાં એકદમ સુંદર હતી. એનું વજન સાઈઠેક કિલો હશે. ગુજરાતમાં એ જાડી કહેવાય પણ પંજાબમાં આવી છોકરી નોર્મલ ગણાય. વજન વધારે હતું પણ હોકીની ખેલાડી હતી એટલે એની કમર પર ચરબી કબજો જમાવી શકી નહોતી.

          જોકે શ્યામને પ્રીતુમાં કોઈ રસ નહોતો. એ ભલે એને જીજુ કહેતી પણ એ અર્ચનાની બહેન નહોતી. અરે, એની અને અર્ચનાની કાસ્ટ પણ અલગ અલગ હતી. અર્ચનાનો કઝીન ગુડગાંવમાં જોબ કરતો હતો. એ કઝીનના કોઈ દોસ્તની છોકરી હતી પ્રીતુ. એ અર્ચનાના સગાઓમાં ક્યારેય રસ લેતો નહિ. અર્ચનાએ એને એટલું જણાવ્યું હતું કે દિલ્હીમાં કોલેજમાં પ્રીતુને કંઇક પ્રોબ્લેમ થયો હતો એટલે છેલ્લું વર્ષ એ ચંડીગઢમાં પૂરું કરવાની હતી. જમવાના અને રહેવાના એ દર મહીને પાંચ હજાર આપશે. કંઈ એટલો ખર્ચ થવાનો નથી. શ્યામને પાંચ હજારમાં કોઈ રસ ન હતો પણ અર્ચનાએ કહ્યું કે પ્રીતુ એને રસોડામાં પણ હેલ્પ કરશે અને એનું વર્ષ પણ ન બગડે, એના કઝીન સાથે પણ સંબંધ જળવાઈ રહે એટલે શ્યામને પણ થયું કે ભલેને રહેતી.

          શ્યામે બુટ-મોજા કાઢીને સોફા નીચે મુક્યા. પ્રીતુ કોફી લઈને આવી. એણે કોફી પીવાનું ચાલુ કર્યું.

          “કોફી કેસી હે જીજુ?” એ બોલી.

          “અચ્છી હે..”

          “મેને શક્કર બિલકુલ કમ ડાલી હે ફિરભી મેરે દિલકી સ્વીટનેસ કોફીમેં આ ગઈ હો તો મુજે માફ કર દેના. મેં હર કામ દિલસે કરતી હું...” એણીએ પાસા ફેંકવાનું ચાલુ કર્યું.

          “નહિ, મુજે જેસી પસંદ હે વેસી હી હે...”

          “મેરી બાત કર રહે હો યા કોફી કી?” પ્રિતું શબ્દે શબ્દે સોગઠા ફેંકતી હતી.

          શ્યામને સમજાતું નહોતું કે એ છોકરી એને જીજુ તરીકે હેરાન કરતી કે પછી એના મનમાં કંઈ બીજું હતું. શ્યામની ઉમર ત્રીસેક વર્ષની અને પ્રીતુ હજુ માંડ બાવીસની એટલે શ્યામને એમ લાગતું કે એ જીજુ-સાલી તરીકે એને હેરાન કરતી હશે.

          “આપને જવાબ નહિ દિયા, જીજુ...” એ ફરી આંખો નચાવતા બોલી.

          “તુમ મુજે જીજુ બોલતી હો વો મુજે અચ્છા લગતા હે.” એણે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

          “મેરી સિસ્ટર અગર આપકો જીજુ બોલે તો આપકો પસંદ નહિ આયેગા? એ હસીને બોલી.

          “મેં તેરા જીજુ હું તો તેરી સિસ્ટરકા ભી જીજુ હી રહુંગા ના.” શ્યામે હસતા હસતા પ્રીતુના ચાલાકીભર્યા પ્રશ્નનો જવાબ આપ્યો.

          “મુજ મેં કોઈ કમી લગતી હે આપકો?” એ બોલી. એ ઘણી ચાલાક હતી. એને જે કહેવું હતું એ કહી દેતી અને છતાં પણ પોતે નિર્દોષભાવે વાત કરી રહી હોય એવી રીતે. પણ છ મહિનાથી પ્રીતુ અર્ચનાની સાથે રહેતી હતી એટલે શ્યામ પણ એવી જ રીતે નિર્દોષ જવાબ આપતા શીખી ગયો હતો.

          એક કમી હે. તુમ બોલ બોલ જ્યાદા કરતી હો - એમ એને કહેવાનું મન થયું પણ એ બોલ્યો નહિ. બધો વાંક અર્ચનાનો હતો. એનો પણ ખરો. એક દિવસ એ ઓફિસથી અર્ચનાને ત્યાં ગયો. જમીને ટી.વી. ચાલુ કરવા જતો હતો ત્યાજ અર્ચનાએ કહ્યું હતું, ‘પ્રીતુ એનાથી નારાજ થઇ ગઈ છે. એણે એને ધમકાવી હતી. એણીએ બપોરે પણ ખાધું ન હતું. પ્લીઝ તમે જઈને એને મનાવીને ખવડાવો. એ જમી ન લે ત્યાં સુધી એની જોડે જ રહેજો.’ તેમના ઘરમાં કોઈ ભૂખ્યું ઊંઘે એવું અર્ચનાને ગમતું નહિ.

          એ પ્લેટ લઈને પ્રીતુના રૂમમાં ગયો હતો. એણે એને મનાવી અને જમાડી. ત્યારથી આ છોકરીનો ડર ગાયબ થઇ ગયો હતો. ભગવાન જાણે એના મનમાં શું હશે પણ હવે શ્યામને એનાથી ડર લાગતો હતો. કદાચ અર્ચનાને એના ઉપર કોઈ શક જાય તો વગર વાંકે એ લેવરાઈ જાય એવો એને ડર લાગ્યા કરતો. આમ પણ અર્ચના એના સાથે ઝઘડવા માટે કોઈને કોઈ બહાનું શોધતી જ રહેતી. શ્યામને ગમતું પણ ખરું જયારે અર્ચના એની સાથે ઝઘડતી અને એ અર્ચનાને મનાવતો. પણ આ બહાનામાં જો ઝઘડો થાય તો એને કે અર્ચનાને એકેયને ન ગમે એ શ્યામ જાણતો હતો.

          શ્યામ એ દિવસે પ્રીતુથી છટકવા ઉભો થયો. સેક્ટર-11માં જ્યાં એમનું ઘર હતું ત્યાંથી થોડેક જ દુર પબ્લીક ગાર્ડન હતો. એને થયું કે ગાર્ડનમાં આંટો મારી આવું. અર્ચના આવે પછી આવીશ. એ પ્રીતુથી દુર રહેવા માંગતો હતો. એ પ્રીતુ બેઠી હતી ત્યાંથી ચાલીને ઘરના દરવાજા પાસે જઈને દરવાજો ખોલવા જતો હતો ત્યાજ એને પાછળથી પ્રીતુએ પકડી લીધો.

          એ હેબતાઈ ગયો. જેની એને આશંકા હતી એ જ થયું. એની આંગળીઓ એના કાંડા પર હતી. એણીએ એના હાથને નીચે ખેચ્યા અને એ એની પાછળ એકદમ અડીને વળગી ગઈ.

          શ્યામે પોતાને છોડાવવા પ્રયાસ કર્યો. એ બાવીસ વર્ષની છોકરી હતી પણ હોકીની ખેલાડી હતી અને એનું શરીર કસાયેલું હતું. શ્યામની ત્રીસ વર્ષની ઉમર યુવાન જ કહેવાય પણ પ્રીતુ એના કરતા વધુ યુવાન હતી અને કદાચ પ્રીતુમાં એનર્જી પણ વધુ હતી. એ બિચારો પોતાની જાતને ફસાયેલો, અશક્ત અને લાચાર માની રહયો હતો.

          “પ્રીતુ યે ગલત હે, અર્ચના આ જાયેગી તો... પ્લીઝ...” એ માંડ માંડ બોલ્યો.

          શ્યામે એની તરફ જોવાનો પ્રયત્ન કર્યો. પ્રીતુના વાળમાંથી મેહંદીની સુગંધ આવતી હતી.

          “મુજ મેં કયા કમી હે?”

          “કુ.. છ... ન.. હી.. તુમ... પરફેક્ટ... હો.. આઈ લાઈક યુ.” એ તુટક તુટક બોલ્યો. એને લાગ્યું હશે કે એ એની વાત માની ગયો છે. કદાચ એના જવાબથી એ સંતૃષ્ટ થઇ હશે એટલે એણીએ જરાક પકડ ઢીલી કરી કે શ્યામે જોરથી એના હાથ છોડાવ્યા અને સાથે જ એના શરીરને પાછળ ઝાટકો માર્યો. કદાચ પ્રીતુને એના શબ્દો ‘આઈ લાઈક યુ...’ સાંભળ્યા પછી શ્યામ તરફથી આવા અણધાર્યા પ્રતિકારની આશા નહિ હોય એટલે એ લથડી. એ જેવી લથડી એવો જ એ પાછળ ફર્યો અને કંઈ વિચાર્યા વિના શ્યામે એને ધક્કો માર્યો.

          એ ધડામ અવાજ સાથે જે સોફા પર શ્યામ થોડીવાર પહેલાં બેઠો હતો તેના પર પડી. એની પીઠ સોફાની ધારને અડી હશે એટલે એણીએ ચીસ પાડી. એણે એના મો પર હાથ દઈને એની ચીસને અડધેથી જ દબાવી દીધી. શ્યામે એના મો પરથી હાથ લીધો. એને હજી કળ વળી હોય એવું લાગતું ન હતું.

          શ્યામે એને સોફા પર બેસાડી.

          પ્રિતુએ પોતાની પીઠ પર હાથ ફેરવ્યો અને ફરીથી ચીસ પાડી ઉઠી. પ્રિતુંએ હાથ આગળ લાવીને એને બતાવ્યો. એનો હાથ લોહીથી ખરડાયેલો હતો. શ્યામ ડરી ગયો. એણે એની પીઠ તરફ જોયું. એની પીઠ પર રેડ ટી-શર્ટ હવે વધુ રેડ અને ભીનું થઇ ગયું હતું. ટી-શર્ટની આરપાર લોહી નીકળીને નીતરી રહ્યું હતુ . હવે એને એની ભૂલ સમજાઈ. એણે પ્રીતુને ધક્કો મારવો જોઈતો ન હતો. એણે તરત દોડીને ટીવી શોકેસનું ડ્રોઅર ખોલી ફસ્ટ એડ બોક્સ કાઢ્યું.

          “આઈ એમ સોરી, પ્રીતુ.”

          એણે રૂ કાઢીને એના ઘા પર દબાવ્યું.

          “આઈ એમ સોરી.. પ્રીતુ. મેરા એસા ઇન્ટેનશન નહિ થા. પ્લીઝ ફર્ગીવ મી.”

          “ઇટ્સ ઓકે. ગલતી મેરી ભી થી જીજુ. મુજે શરારત નહિ કરની ચાહિયે થી.”

          શ્યામ તો સોરી ભગવાનને કે કદાચ એની જાતને ઉદેશીને બોલી ગયો હતો પણ એણીએ ઇટ્સ ઓક કહ્યું એટલે એને થયુકે એ એને માફ કરી રહી છે અને પોતાની ભૂલ પણ કબુલી રહી છે.

          સોફા પરની ચાદર પર પણ લોહીના ડાઘ પડી ગયા હતા. એને અર્ચના યાદ આવી. એ હવે આવતી જ હશે.

          “પ્રીતુ, અર્ચના કો મત બતાના. પ્લીઝ...” શ્યામ વિનંતી કરવા લાગ્યો.

          “મે તો બોલુંગી કી આપને મુજે ધક્કા દિયા ઔર મેં ગીર ગઈ...”

          “પ્લીઝ, પ્રીતુ, તુજે પતા હે ના અર્ચના બાતકો સમજેગી નહિ ઔર કુછ ઉલટા સમજ બેઠેગી.” એવું કહ્યું ત્યારે શ્યામના મનમાં તો અનેક વિચારો ઉમટ્યા હતા. અર્ચના એમ જ ધારણા કરશે હું હેન્ડીકેપ છું દેખાવડી નથી એટલે શ્યામે આ રૂપાળી છોકરી સાથે ગંદા સંબંધો બાંધ્યા હશે! ઓહ ઈશ્વર અર્ચના ભાંગી પડશે એ વિચારે શ્યામ પ્રીતુને કરગરવા લાગ્યો.

          “એક શરત પે નહિ બતાઉંગી.”

          “કયા...?”

          “મુજે પાંચ હજાર ચાહિયે.”

          “હમને તુજે રખ કે બડી ગલતી કર દી...” એણે કહ્યું. હવે એને સમજાતું હતું કે પ્રીતુ એને ફસાવીને પૈસા પડાવવા માગતી હતી. એ કેમ નખરાં કરતી હતી એની સામે એ એને હવે સમજાતું હતું. મનમાં રોષ ઉભર્યો એક તરફ હેન્ડીકેપ હોય તો સારી હોય ને આ સાજી નોર્મલ કેવી ચારિત્ર્ય હીન છે?

          “જીજુ, મેં આપકો વાપસ દે દુંગી. મુજે એક ડોગી લેના હે...”

          “ઈસીલીયે તું સિર્ફ પેસો કે લિયે મુજસે ફલર્ટ કર રહી થી?” શ્યામે ગુસ્સાથી કહ્યું હતું.

          “જીજુ, આપ મુજે ગલત સમજ રહે હો. હર મહીને થોડે થોડે કરકે મેં આપકો વાપસ દુંગી.”

          “કોનસા પપ્પી લાના હે તુજે?”  

          શ્યામને ન જાણે કેમ પણ એ છોકરી ઉપર દયા આવતી હતી. એના માતા-પિતાએ ડિવોર્સ લીધેલા હતા. એ એના પિતા સાથે રહેતી. એ દસેક વર્ષની હશે એ સમયે ડિવોર્સ થઇ ગયા હતા એવું અર્ચનાએ એને કહ્યું હતું. મા વગર એક છોકરીનો ઉછેર બાપ કરે તો છોકરી વધુ લાગણીશીલ બની જાય છે એવું એણે કયાંક વાંચેલું. એને એના પર દયા આવતી.

          અર્ચનાએ પ્રિતુંને રાખી ત્યારે એકાદ બે મહિના એની જોડેથી પૈસા લીધા હતા પછી પ્રીતુ જોડેથી પૈસા લેવાનું બંધ કર્યું હતું. ખાવા-પીવા રહેવાનું કંઈ લેતી નહિ. એ કોલેજ ગઈ હોય અને શ્યામ આઈસક્રીમ લઈ આવ્યો હોય તો પણ ત્રીજો ભાગ પ્રીતુ માટે ફ્રીજમાં મૂકી દેતા. કદાચ તેઓ એને ઘરનું સભ્ય માનવા લાગ્યા હતા. જેમ જેમ અર્ચના એના પર લાગણી બતાવતી એમ એમ પ્રીતુ એની તરફ વધુ ખેચાતી હોય એમ એને લાગતું હતું.

          “જીજુ, પપ્પી નહિ હે. સાત આઠ મહિને કા લેબ્રા હે. અભી બડા ડોગ નહિ લગતા હે પર પપ્પી ભી નહિ લગતા હે.”

          “પાંચ હજાર મેં તુમે સાત આઠ મહીને કા લેબ્રા કોન દેગા...?”

          ચંડીગઢ ગયા પછી શ્યામને એ બધા વિદેશી કુતરાઓના ભાવની અંદાજે ખબર પડવા લાગી હતી. અહી મોટા ભાગના લોકો કુતરો રાખવાને ગર્વ કે પ્રતિષ્ટા માનતા હોય એમ એને લાગ્યું હતું. લોકોને મોઢે એમના કુતરા, કેટલામાં લીધો, આગળ હતો એ કેટલામાં વેચ્યો કે પછી એનું શું થયું એટલે આ નવો લીધો એ વાતો સાંભળીને એ કંટાળી ગયો હતો.

          “મેરી ક્લાસમેટ ફોરેન જા રહી હે સ્ટડી કે લિયે. ઉસે વિઝા ભી મિલ ગયા હે. વો રીચ લડકી હે.”

          “ફોરેન પઢાઈ કે લિયે જા રહી હે તો રીચ હી હોગી. બાત કયા હે બતા?” શ્યામે પૂછ્યું.

          “ઉસકા ડોગી હે યે. પચાસ હજાર કા ડોગી હે... પન્દ્રા હજાર કા તો જી.પી.એસ. ટ્રેકર લગા હુઆ હે.... વો ચેન, રસ્સી, એક મહીનેકા ઉસકે પાસ બચા હુઆ ફૂડ પેકેટ ભી મુજે દેગી. વો ડોગી કો બહુત ચાહતી હે પર ફોરેન નહિ લે જા શકતી ઔર યહાં ઉસકે ઘરમે કિસીકો ડોગીમેં ઉસકે અલાવા ઈન્ટરેસ્ટ નહિ હે. વો બેચના નહિ ચાહતી. વો મુજે ડોગી એસે હી દે રહી હે. મુજે સિર્ફ હફ્તેમેં એક બાર ડોગીકી એક ફોટો ખીચકે યા વીડીઓ બનાકે ઉસે ભેજના હોગા. જીજુ વો ઇમોશનલ હે. વો ડોગીસે બાઈ ફીલિંગ્સ એટેચ હે. મેને ફોરમાલીટી કે લિયે કહા થા મેં મુફ્તમેં નહિ લે શકતી તો વો બોલી પાંચ હજાર દે દેના. બસ અબ તો મુફ્ત નહિ રહા ના પર પ્રોમિસ કર તું કિસીકો બેચેગી નહિ. અબ પાંચ હજાર મુજે ચાહિયે. પ્લીઝ. એસા ડોગી મુજે ફિર નહિ મિલેગા.” એટલું કહેતા પ્રિતું ઉછળી પડી હતી ત્યારે તો જાણે એ શ્યામને હમણાં વળગી હતી એ કેરેક્ટર લેશ છોકરી જ ન હોય એવું લાગતું હતું.

          “ઓકે..” એણે કહ્યું, “કબ ચાહિયે?”

          “કલ હો જાયેગા?”

          “કલ શામકો મિલ જાયેગે પર અર્ચનાકો કયા બોલેગી તું?”

          “મેં કહુંગી મેં ડાન્સ કા સ્ટેપ કરને જા રહી થી ઔર ફિસલ ગઈ. ફિકર મત કરો. થેન્ક્સ જીજુ ફોર હેલ્પ.”

          “વેલકમ.”

          બીજા દિવસે સાંજે એણે પ્રીતુને પાંચ હજાર આપ્યા. બે ત્રણ દિવસ પછી એ લેબ્રા અર્ચનાના ઘરમાં આવી ગયો. સરસ મજાનો કુતરો હતો. ટ્રેઇન્ડ ડોગ હતો એટલે કઈ તકલીફ ન પડી. અર્ચના, પ્રીતુ અને એ એકાદ અઠવાડિયું ડોગમાં વ્યસ્ત રહ્યા હશે.

          ધીરેધીરે શ્યામ અને અર્ચના ડોગથી દુર થઇ ગયા હતા પણ પ્રીતુ ડોગ પાછળ ઘણી ઓળઘોળ થઇ ગઈ હતી. એ કલાકો સુધી ડોગ સાથે વાતો કરતી. સવાર સાંજ ડોગને ફરવા લઇ જતી. પ્રીતુ શ્યામ સાથે ઘણીવાર ડોગ વિશે વાતો કરતી.

          શ્યામને લાગતું કે માતા-પિતાના ડિવોર્સને કારણે આ છોકરી એકલવાઈ થઇ ગઈ હશે એટલે ડોગ સાથે વાતો કરીને, પોતાને મુગ્ધભાવે હેરાન કરીને પોતાની એકલતાને ભુલાવતી હશે. એને પ્રીતુ પાસેથી લેબ્રાની ઘણી ખૂબીઓ અને ખામીઓ જાણવા મળી હતી. સાથે સાથે એ એને બુલ ડોગ, પીટબુલ, મસ્ટીફ વિશે પણ જ્ઞાન આપતી હતી.

          “પ્રીતુ, રાતકો તેરા ડોગ અંધેરેમેં મુજે અજનબી સમઝકે કાટ દે તો?” એણે એકવાર પૂછ્યું હતું.

          “જીજુ, લેબ્રા એક કલેવર ડોગ હોતા હે. વહ ઇન્સાન કો ગંધ સે પેહચાન લેતા હે. અગર કિસીકો હમારે ઘરમે રાતકો ચોરી કરને ઘુસના હે તો પહલે ઉસકો હમારે કપડે ચુરાને હોગે. ફિર વહ કપડે પેહેન કે ઘુસેગા તો હી હમારા લેબ્રા ઉસકો ફેમીલી મેમ્બર માનકે હમલા નહિ કરેગા. પર કપડે ચુરાને કે લિયે ઉસે પહલે ઘુસના પડેગા હમારે ઘરમે ઔર હમારા લેબ્રા ઉસે ખા જાયેગા.” એ જોક માર્યો હોય એમ જોરથી ખખડાટ હસી હતી.

          “ચલ ડોગી કો નહલા દેતે હે આજ સંડે હે. મેં ભી ફ્રી હું. બોર હો રહા હું. અર્ચના દો બજે સે પેહલે નહિ આયેગી કયુંકી આજ વિધાનસભાકા સેશન લગા હુઆ હે.”

          “નહિ...” પ્રીતુ રીતસર ચીસ પાડી ઉઠી હતી..

          “કયું?”

          “ઠંડી મેં લેબ્રા કો કભી નહિ નેહલાના ચાહિયે. વો બીમાર હો જાયેગા. મર ભી જાયે અગર ઠંડમેં આપ ઉસે નહલા દો તો.”

          “તો...?”

          “ગીલે કપડે સે ઉસે પોછા હી લગાના ચાહિયે. ઔર બાદમે સુખે કપડેસે.”

          “અચ્છા હુઆ તુને મુજે બતા દિયા વરના મેં બેચારે કો કોઈ દિન નહલા દેતા.”

          “ગલતીસે ભી મત નહલાના ખાસ કરકે ઠંડમેં વરના મર જાયેગા.”

ક્રમશ: