Premno Sath Kya Sudhi - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 2

ભાગ....૨

(હું મારો મી ટાઈમ પાસ કરવા મનગમતી બુક લઈ બેઠો અને મારા ત્રણ મિત્રો આવ્યા. મારી પત્ની મિતા તેમની આવભગત માટે ચા અને ભજીયાની તૈયારી કરવા કીચન તરફ ગઈ અને અમે.... હવે આગળ...)

ઉમંગ જે મારા ઘરે મિતાના હાથની વાનગીનો સ્વાદ માણતો હતો અને મારા અનુભવ જાણીને શીખવા મથતો એક નવોસવો ડૉક્ટર હતો.

“અને હું એટલે સુજલ મહેતા... એક ફેમસ સાયક્રાટીસ. જોધપુરમાં મારી પ્રેક્ટિસ જોરશોરથી ચાલતી હતી. મારી પોતાની “માય માઈન્ડ” નામની હોસ્પિટલ. તેમાં મેં હાયર કરેલા બે-ત્રણ સાયક્રાટીસ અને જોડે ડાયેટિશન હતાં. એમાંનો એક ઉમંગ હતો. ઉમંગની શીખવાની ધગશના કારણે જ તે બધાથી અલગ પડતો અને એ આદતના લીધે જ મેં તેને હાયર કરેલો અને તે પણ મારા મિત્રો સાથે અને સ્ટાફ સાથે ભળી ગયેલો અને મારા ઘર સાથે ઘરોબો પણ કેળવી લીધેલો.”

“આમ તો અમારે બે બાળકો હતા પણ મારો દીકરો અવિ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્ટડી કરતો, એ પણ સાયક્રાટીસ્ટનું અને જયારે મારી દીકરી કેયા બોમ્બે યુનિવર્સિટીમાં એમબીએ કરતી હતી. એમ કહી શકાય  કે બંને બાળકો અમારાથી દૂર હતાં, એટલે આમ તો અમે બંને એકલા જ રહેતા હતા.  છતાં એક પરફેક્ટ લાઈફ હતી અમારી.’

“આમ તો હું અવનવી વાનગી ખાવાનો શોખીન હતો અને એ મજા લેવાનું હું કયારે ચૂકતો નહીં. પોતાની જાતને ફીટ રાખી જરૂર હતી અને એ માટે જરૂરી એક્સરસાઇઝ અને બાકીના સમયમાં ડાયેટ હંમેશાં ફોલો કરતો.’

“એક આડી વાત કહું કે મને આ બધા જ પરફેકશનનો થોડો અહમ ખરો અને કોઈ વાર તો વાત વાતમાં છલકાઈ જાય પણ ખરા. છતાંય બધું મળીને હું એક સ્ટેડી લાઈફ જીવી રહ્યો હતો.”

“જયારે રસેશ અને નચિકેત પ્રોફેશનમાં મારા જેવા જ પણ તેઓ ફક્ત કાઉન્સિલર અને હું એક સાયક્રાટીસ હતો. આ બંનેમાં થી રસેશ એક કાઉન્સિલર, ઢીંગણો, જાડો અને બેઠાડું જીવન જીવવા ટેવાયેલો હોવાથી બેઠી દડીનો લાગતો. તે કોર્ટમાં કાઉન્સલિંગ કરતો હોવાથી મોટાભાગે તેના હાથમાં કેસ પણ એવા જ આવતાં, જેમાં ડાયવોર્સ ના થાય તેના માટેના જ હોય. જયારે ક્યારેક એકાદ જમીનના કેસમાં કાઉન્સલિંગ કરેલું’

“નચિકેતે પણ કાઉન્સિલર જ હતો. તેને પણ આર્ટસ લઈને સાઇકોલોજી ભણીને કાઉન્સિલર બનાવવાનું કેરિયર સિલેક્શન કરેલું, પણ તે સાયક્રાટીસની નીચે કરતો હોવાથી તેને અવનવા અનુભવ મળતાં. તે થોડો લાંબો હતો એટલે જાડો ઓછો લાગે પણ તેનું પેટ બહાર દેખાતું. છતાં પોતાને ફીટ રાખવા જીમ જતો, એક્સરસાઇઝ, મેડીટેશન વગેરે કરતો.’

“નચિકેત અને હું બંને સ્કુલમાં સાથે ભણેલા જયારે રસેશ અને નચિકેત કોલેજમાં સાથે ભણેલા. અમારી મિત્રતા અવનવી વાનગી ખાવાના શોખ લીધે જ થયેલી. અને ઉમંંગ એકલો હોવાથી અમને જોઈન્ટ કરતો.

મેં ચૂપકીદી તોડતાં પૂછ્યું કે,

“શું ચાલે છે જીવનમાં અને કામકાજમાં, મિત્રો?”

રસેશે કહ્યું કે,

“અમારા જેવા કાઉન્સિલર પાસે નવું શું હોય... બસ એ જ બોરીંગ વાતો, એ જ કકળાટ, પત્ની પતિના ઝઘડા, ઘણી સમજાવટ પછી પણ તેમનો અહમ છોડવો એમના માટે મુશ્કેલ. એવું લાગે કે પ્રેમ નામનો શબ્દ છે જ નહીં... અને કંટાળીને ઘરે જઈએ તો પત્નીની કચકચ... અકળાઈ જવાય ક્યારેક તો...”

“આજકાલ આ નવું નથી, એરેન્જ મેરેજમાં આવું બનતું હોય કેમકે તેમને એકબીજાને સમજવાનો સમય જ નથી મળતો...”

હું બોલ્યો તો..

“ભૂલે છે ભાઈ, તું... આ પ્રોબ્લેમ તો વધારે લવમેરેજ કરનારામાં જ હોય છે. નવોસવો લવ સારો લાગે એટલે વેવલાવેડા કરે. અને જવાબદારી માથે આવે એટલે બધું ટાઢુંબોળ... બધો જ પ્રેમ હવામાં ફૂરર થઈ જાય. પાછું એ લોકો પાસે પોતાની વાત છોડવા માટે કે સમજવા માટે તેમની તૈયારી હોતી નથી.”

“હા, એ વાત પણ છે..”

તેનું સાંભળીને હું,

“પ્રેમ એ તો જાણે પતિ પત્ની બન્યા બાદ ખોવાઈ જાય છે.”

નચિકેત અકળામણ સાથે કહ્યું કે,

“શું તું પણ પાછો બોરીંગ સબ્જેક્ટ પર આવી ગયા. તમારા કરતાં તો મારી વધારે ખરાબ હાલત હોય છે. મોટાભાગે નાના બાળકોનું જ કાઉન્સલિંગ કરવું પડે.”

“અરે એ તો આસાન છે.”

રસેશ બોલ્યો તો,

“કેવી વાત કરે છે, મોટા કરતાં નાના બાળકોને સમજાવવા ખૂબ ભારે છે, ભાઈ. માનું છું કે બાળકના મગજ પર જેમ લખીએ તેમ લખાય અને જેમ વાળવા હોય તેમ વળાય એવા તેઓ કોરા કાગળ જેવા હોય. પણ બાળકોના મનમાં બેસેલી વાત કાઢવી એટલી સહેલી નથી હોતી, અઘરૂં કામ છે.”

નચિકેતે તેની વાત રસેશને સમજાવતાં કહ્યું.

“પણ મને એટલી ખબર પડે છે કે દરેક કેસમાં એક વાત કોમન હોય છે કે બાળકના માતા પિતા વચ્ચે તાલમેલ નથી હોતો. ખબર નહીં આ બધામાં પ્રેમ કયાંય ફુરર થઈ જતો હશે.’

“અરે ઘણા બાળકો તેમના માતા પિતાની લડાઈઓ થી કંટાળીને તેમને પોતાના તરફ આકર્ષિત કરવા જ તેઓ ઘણીવાર તોડફોડ અને અલગ બિહેવિયર કરતાં હોય છે. એમનું કાઉન્સલિંગ કરતાં જ મારે તેમના મમ્મી પપ્પાનું પણ કાઉન્સલિંગ કરવું પડે છે.”

નચિકેત ફરિયાદના સૂરમાં કહ્યું, એટલામાં તો મિતા પણ ચા અને ભજીયાની પ્લેટસ બનાવીને અમારી સાથે વાતોમાં જોઈન્ટ થઈ અને બોલી કે,

“સાચી વાત છે તમારી, આજે જ અમારી સિવિલમાં આવેલો કિસ્સો જોઈ લો ને... એક બહેનને બે દિકરીઓ છે અને પતિ નવા લફરા કરવા લાગ્યો. તેને ઘણું સમજાવ્યું પછી પણ ના સમજયો અને તે બહેને અગ્નિસ્નાન કરી લીધું.”

હું કયારનો જે આ વાત સાંભળી રહ્યો હતો, મને ફરી એ જ મારા કવોટ વાળી વાત યાદ આવતાં મારા હોઠ પર હાસ્ય આવ્યું અને જતું રહ્યું. એટલામાં જ ઉમંગના હાથમાં મારી સાયક્રાટીસની બુક્સ જે વાંચતો હતો તે તેના હાથમાં આવી અને ઉત્સુકતાવશ તે વાંચવા લાગ્યો. મારી અન્ડરલાઈન કરેલ કવોટ વાંચતા જ બોલ્યો કે,

“સર, કયારના તમે આ વાતો સાંભળી મલકાઈ રહ્યા છો, તમે શું માનો છો, એ તો કહો અને તમે આ બુકસમાં અન્ડરલાઈન કરેલી વાત માનો છે?”

મારા અન્ડરલાઈન કરેલ કવોટ બતાવીને તેને પૂછ્યું તો

મેં કહ્યું કે,

“નાસ્તો અને ચા લો...”

બધાએ તેને ન્યાય આપ્યા બાદ મિતા કીચનમાં ગઈ,  મારો કંઈ જ જવાબ ના મળતાં જ તેને વાત ફરી એ જ અનુસંધાને કહ્યું કે,

“સર આ લોકો ભલે કહે કે પ્રેમ જલ્દી ખોવાઈ જાય છે, જીવનમાં? પણ સર તમને ક્યારેક તમારી કેરિયરમાં કોઈ એવો અનુભવ થયો હશેને કે પ્રેમ માટે કોઈ મરી મટે, કોઈ પોતાના સાથીથી દૂર જાય તો જીવનનું બલિદાન દેવા તૈયાર હોય? એવો કોઈ અનુભવ હોય તો કહોને આ લડાઈ ઝઘડા અને આ દુ:ખભરી વાતોમાં અમને કંઈક નવું જાણવા મળશે.”

મારી પત્ની મિતા પણ તેમાં હામી ભરતાં બોલી કે,

“હા, સુજલ તારી પાસે અવનવા અનુભવ હોય અને અવનવા કેસ આવે છે. તો એમાંથી કોઈ પ્રેમની પરિભાષામાં ફીટ બેસે એવો જોયો છે?”

મેં પણ મારા મનને આનંદ આપતો કહો કે ના માનતા કવોટ માની જાઉં તેવી વાત કહું કે ઉમંગની ઈચ્છા મુજબ વાત કહેવા હું તૈયાર થયો.

“હા, બની હતી આજથી દસ વર્ષ પહેલાં મારી પાસે આવેલો એક કેસ. બિલકુલ ઉમંગ અને મિતા કહે છે તેવો અલગ જ પ્રેમની પરિભાષામાં ફીટ બેસે એવો. એક પાત્ર બીજા પાત્ર માટે મરી ફીટવા તૈયાર અને તે પાત્રને....”

(શું હશે એ ઘટના જે પ્રેમની પરિભાષામાં ફિટ બેસશે? તેમાં વિયોગ કે સંયોગ હશે? તે મિતાએ કહ્યા મુજબ અલગ વ્યાખ્યા હશે કે નહીં?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી.......૩)