hu nasibdar chhu ke Mane paralysis thayu books and stories free download online pdf in Gujarati

હું નસીબદાર છું કે મને પેરાલિસિસ થયું

ભાવનગર માં છેલ્લા ઘણા સમથી Physiotherapist તરીકે પ્રેક્ટિસ કરું છું. ઘણા દર્દી જોયા એમને સારવાર આપી, પણ આ દર્દીએ કહેલા શબ્દો ખૂબ જ મૂલ્યવાન અને એક સચોટ મારગદર્શન આપે છે.

આપણે એ વાત હકીકતમાં સમજીએ તો ખરેખર એમ થાય કે આપણે ભાગ્યશાળી છીએ કે આ વાત થી પરિચિત થયા. ક્યાંક ને ક્યાંક આપનું જીવન એટલું વ્યસ્ત બની ગયું હોય કે અમુક સૂક્ષ્મ સૂક્ષ્મ વાત નો અંદાજ પણ નથી હોતો.

ખરેખરતો આપણે ઘણું જીવન માંથી માણવાનું ભૂલી જતા હોય છે જેનો અંદાજો આ દર્દી એ આપ્યો અને કદાચ આ જ અંદાજ સ્મશાન ના દેહ ને પણ થયો હોય પણ એ બિચારો કેમ કહી શકે. હવે તો જીવ શરીર ને છોડી ચુક્યો હોય છે.

એક ૩૫ વર્ષ ના દર્દી ને stroke નો અટૅક આવ્યો પછી એક દિવસ હોસ્પિટલ માં દાખલ કર્યા ને પછી Physiotherapy ની સારવાર શરૂ કરી. લગભગ બે ત્રણ દિવસ treatment આપ્યા પછી દર્દી એ મને કહ્યું કે સાહેબ હું ખૂબ નસીબદાર છું કે મને પેરાલિસિસ થયુ.

હું થોડી વાર મન માં વિચારતો રહયો કે કદાચ stroke નો અટૅક આવ્યાના કારણે થોડા માનસિક રીતે ડિસ્ટર્બ થયા હશે. કેમ કે મોટા ભાગના પેરાલીસિસના દર્દી બસ એમ જ વિચારે કે મારા ભાગ્ય જ ખરાબ છે, હું ખૂબ તકલીફમાં છું, મને ક્યારે સારું થશે, ઘણા તો પથારીવશ રહીને પોતાનું માનસિક સંતુલન ખોય બેસે.

પણ આ દર્દી પોતાની જાતને કેમ આટલું નસીબદાર માને છે?

પછી મે આશ્ચર્ય સાથે પૂછ્યું કે કાકા કેમ એવું લાગે છે ત્યારે એ પેરાલિસિસ થી પીડાતા અને પથારીવશ એવા દર્દીએ કહેલા શબ્દો મને બરાબર યાદ છે. કે

સાહેબ હું જિંદગી ની દોડ માં એટલો વ્યસ્ત હતો કે મારા પોતાનાં કે જેના માટે હું કમાતો હતો તેનાથી જ દૂર થઇ ગ્યો. બાળપણ થી લઇ ને અત્યાર સુધી ઍક જ વસ્તું શીખવી છે કે ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. અને એ વાત ને ધ્યાન માં રાખી ને સતત આગળ વધતા ગયા પણ ક્યાય ક્યાંય સંતોષ તો મળ્યો જ નહી, અને આ દોડ એટલે મહ્ત્વ બની ગઇ કે સાલું થોભી જવાનો વિકલ્પ તો મળ્યો જ નહી.

આજે પથારી વશ થયા પછી સમજાનું કે,
ભણતર, પ્રગતિ, પ્રસઘ્ધિ કે પદવી મેળવવાની દોડ પૂરી જ નથી થવાની અને પછી મૃત્યું ક્યારે ભેટી પડે એનો અંદાજ જ પણ નથી રહેતો.

હવે સમાજાણુ કે આ જીવન ના અદભુત અકલ્પનીય ચમત્કારો નિહાળવા બસ થોભી જવા નું હતું.

એ બાળક નું હાસ્ય, માતા પિતાનો સ્પર્શ, વ્હાલ, અને સંતોષ, પત્ની નો પ્રેમ, બહેન નો સ્નેહ, મિત્રો સાથે પીવાતી ચા, ચાલુ વરસાદે બાઇક લઇને બહાર જવાની મજા, કે સાંજની ઘસ ઘસડાત ઊંઘ આ દરેક સૂક્ષ્મ વસ્તુ નો આનંદ મને આજે દેખાયો.

પેરાલિસિસ થયા પછી મને બરાબર સમજાયું કે જીવન અકલ્પનીય ચમત્કારો જોવા માટે બસ ધીમું પડવું જરૂરી હતું. ક્યારેક તો જિંદગી ને ટાઇમ પ્લીઝ કહી ને થોભી જવાનું હતું.

એટલે જ માટે પેરાલિસિસ થયુ હોવા છતાં હું નસીબદાર કે લકી અનુભવું છું. આ stroke એટેકે જ મને સમજાવ્યું કે જીવન માં ઘણી વસ્તુ નો આનંદ બસ થોભી જવા માં છે. હું ચાલતો થાવ એ પેહલા અને હાલ પથરીવશ ની પરિસ્થિતિ માં પણ હું જીવન ની દરેક સૂક્ષ્મ વસ્તુ નો આનંદ નિહાળવાનું ક્યારેય ચૂકીશ નહી.

ડૉ. રો હ ન પ ર મા ર
કન્સલ્ટન્ટ ફિઝીયોથેરાપીસ્ટ
(ભાવનગર)