Chhappar Pagi - 33 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 33

છપ્પરપગી ( ભાગ-૩૩)
—————————-
અને હા… વુ ઈઝ ધ સ્વામીજી ? મોમ ટોલ્ડ મી ધેટ હી વોઝ ઈન ટીંચીંગ પ્રોફેશન ઈન હિઝ પાસ્ટ ?

પલ આવા ઘણા પ્રશ્નો પૂછતી રહે છે એટલે પ્રવિણે કહ્યુ,
‘… કદાચ અહીં આ થોડા દિવસોમાં લગભગ બધા જ ને પોતપોતાનાં કેટલાંય પ્રશ્નોના જવાબ મળી જશે… જો પાત્રતા હશે તો કદાચ પૂછ્યા વગર પણ કેટલાંક જવાબ મળી જશે… બસ અહીં મોઢું શક્ય તેટલું બંધ, આંખો જરુર જણાંય ત્યાં જ ખુલ્લી, કાન સતત ખૂલ્લા, મગજ કૂતુહલતા પુરતુ જાણવા-સમજવા વાપરવું અને હ્રદય પ્રફૂલ્લિત અને વિશાળ રાખવું… કદાચ આપણાં જીવનમાં અત્યાર સુધી આપણે જે પણ કંઈ જાણતા કે સમજતા હોઈએ તેમાંથી કંઈ પણ ડિલીટ કે અડિટ કરવુ પડે અને કદાચ ઘણું સેવ પણ કરવુ પડે.. અહીં આપનારની પાત્રતા ઓછી કે અપૂરતી નથી…આપણું પાત્ર વિશાળ હોવું જોઈએ..’

‘બાપુ..તમે શું કહેવા માંગો છો.. મને તો બહુ કંઈ અત્યારે ક્લિયર નથી થતું પણ મને એટલું સમજાય છે કે મારે અહીં શાંત રહેવું કે લોજીક બહુ ન કરવુ હે ને ?’
‘ બસ.. દિકરા શાંત રહેવું પૂરતું છે.. શંકા નિવારણ માટે યોગ્ય સમયે, યોગ્ય માહોલમાં ચોકક્સ ડિસ્કસ કરવી જોઈએ … પણ અત્યારે તો થોડો રેસ્ટ કરી લે અને પછી બપોરે લંચ લેવા જઈશું ત્યારે સ્વામીજી મળશે.. જમતી વખતે તો વાત નહીં કરે, પણ કોઈવાર વીચરણ માટે નિકળશે તે વખતે ચાલતા ચાલતા વાત કરશે અને દરરોજ રાત્રે સૂતાં પહેલા થોડી વાતો કરશે..તારે જે કંઈ પૂછવું હોય તે પૂછજે ને..!’

મુંબઈથી આવેલ બધા જ લોકો બે એક કલાક જેવો આરામ કરી.. ન્હાઈ ને પરવારીને વિશ્વાસરાવજીની સૂચના મૂજબ બાર વાગે ભોજનશાળામાં એકત્ર થઈ જાય છે… સામાન્યતઃ અન્ય આશ્રમોમાં જે કંઈ સૂચનાઓ લખી હોય એવું અહીં ખાસ કંઈ લખેલું ન હતુ પણ કેટલાંક શ્લોકો લખ્યા હતા જે ભોજન સંબંધિત હતા….

બપોરે ભોજન સામાન્યતઃ સાડાબાર વાગ્યે હોય છે એટલે હજી વાર હતી તો પણ સ્વામીજી થોડાં વહેલા આવી રહ્યા હતા.. કેમકે આ લોકોને મળીને થોડી વાત થઈ શકે..
સ્વામીજી ભોજનશાળામાં પ્રવેશી રહ્યા છે એવો મેસેજ વિશ્વાસરાવજીએ આપ્યો એટલે અભિષેકભાઈ, એમનાં પત્ની વિગરે થોડા સજાગ થઈ ગયા… એમને એવું કે હમણાં એમની છડી પોકારશે, બે ત્રણ એટેન્ડન્ટ જોડે હશે, એમની મહત્તા ઉભી કરાશે, સ્વામીજીની બેઠક કે બીજી તૈયારીઓ માટે ચારે બાજુ ચહલપહલ દેખાવા લાગશે.. વિગેરે જે એમણે યુટ્યુબ કે ન્યુઝમાં જોયું હોય તેવુ વિચારવા લાગ્યા..
પણ લક્ષ્મી અને પ્રવિણ બિલકુલ સહજ હતા. એ લોકો બધા વાતોમાં અને વિશ્વાસરાવજી પલને પેલાં શ્લોકો સમજાવવામાં પ્રવૃત હતા તે વખતે સ્વામીજી આવીને રસોઈકક્ષમાં જઈ અંદરનાં માણસોને મદદ કરવા લાગી જાય છે.. અને અન્ન ભરેલ પાત્રો બહાર લાવવા અને ગોઠવવા લાગે છે..લક્ષ્મીનું ધ્યાન પડે છે એટલે એ પણ એમને મદદ કરે છે.. અને પ્રવિણ પણ દોડી જાય છે..
પણ સ્વામીજીએ જણાવ્યુ,
’રહેવા દો તમે…કંઈ મોટું કામ નથી.. પાંચ મિનીટમાં તો બધુ ગોઠવાઈ જશે..’
આ બન્ને ત્યાં ગયા એટલે બધાનુ ધ્યાન એ તરફ ગયુ… એટલે અભિષેકભાઈ બોલ્યા, ‘ કદાચ સ્વામીજી આવી રહ્યા હશે એટલે આ બધુ ગોઠવાઈ રહ્યું છે.. હવે કદાચ લંચની તૈયારીઓ થઈ રહી છે..’
વિશ્વાસરાવજીએ જવાબ આપ્યો કે સ્વામીજીતો કયારનાં આવી ગયા છે અને પેલાં પાત્રો ગોઠવે છે તે જ છે.. હમણાં એ કામ પતાવીને આ તરફ આવશે જ પછી આપણે બધા જોડાઈએ..
એ દરમ્યાન પલે કેટલાંક શ્લોક વંચાવીને પ્રશ્ન કરેલ એટલે વિશ્વાસરાવજી એની અધુરી વાત સમજાવતા કહે છે,

‘…સનાતન -હિન્દુ ધર્મમાં દરેક કાર્ય સાથે કોઇને કોઇ પરંપરા જરૂર જોડાયેલી હોય છે. આ પરંપરામાં જમવાનું જમતા પહેલા આચમન કરવામાં આવે છે. એટલે કે, થોડું પાણી ગ્રહણ આવે છે. શું તમે એ જાણો છો કે આ માત્ર એક પરંપરા નથી. પણ આ પરંપરા પાછળ કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ છૂપાયેલા છે….’
‘આપણાં સનાતન ધર્મની કેટલીક પરંપરાઓ વિજ્ઞાન પર આધારિત છે અને વર્તમાન શોધોથી તે વાત સિદ્ધ થતી જ રહી છે. એવી જ એક પરંપરા ભોજન સાથે પણ જોડાયેલી છે. આ પરંપરા અંતર્ગત ભોજન શરૂ કરતા પહેલા થોડું જળ ગ્રહણ કરવામાં આવે છે. તેને આચમન કહેવામાં આવે છે. આધુનિક વિજ્ઞાને આ વાતને સિદ્ધ કરી છે કે જમવાનું શરૂ કરતા પહેલાં થોડું પાણી પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આ વાતને પુષ્ટિ મળેલી છે. એટલે આ પરંપરા પૂર્ણ રીતે વિજ્ઞાન સાથે સિદ્ધ થયેલી છે ! પણ, એનો અર્થ એ નથી કે આપ ભોજન પહેલાં ગ્લાસ ભરીને પાણી પી લો. તે માટે આચમનની યોગ્ય વિધિને અનુસરવું જરૂરી છે.

હિન્દુ ધર્મ અનુસાર ભોજન પહેલા આચમન જરૂર કરવું જોઇએ.આચમનની આ વિધિ માટે ભોજન શરૂ થાય તે પહેલાં હાથમાં થોડું જળ લઇને તેને પહેલાં 3 વાર જમવાની થાળીની ચારે તરફ ફેરવવું.ઇશ્વરને ધન્યવાદ કરવા અને તેમને પણ ભોજન ગ્રહણ કરવાની પ્રાર્થના કરવી. 3 વાર હાથમાં થોડું થોડું જળ લઇને તેને ગ્રહણ કરવું….ત્યારબાદ ભોજન મંત્ર બોલવો જોઇએ અને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ.અત્યારે આ પરંપરા લુપ્ત થઇ રહી છે. પરંતુ, દક્ષિણ ભારતમાં આજે પણ આ પરંપરા પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવામાં આવે છે.’

આટલું વિવેકથી સાંભળ્યા પછી પલે થોડી વધારે કુતૂહલતાપૂર્વક પૂછ્યું, ‘
ભોજન પહેલાં આચમનના શું લાભ છે ? એની સ્પેશિયલ રીઝન્સ..!?’
એટલી વારમાં તો સ્વામીજી બધુ ગોઠવીને આ તરફ આવી ગયા હોય અને પલે જે પુછ્યુ તે સાંભળી ગયા હોવાથી તરત એને પુછે છે… ‘ તમે જ પલ છો ને બેટા..? ચાલ આજે મારી પાસે બેસ જમવા માટે.. એમ કહી પલને માથે હાથ મુકી જમવા માટે લઈ જાય છે અને જમવાની થાળી પીરસાય છે તે દરમ્યાન કહે છે… ‘જો.. દિકરી..આપણાં આયુર્વેદ અનુસાર ભોજન ગ્રહણ કરતા પહેલા થોડું જળ ગ્રહણ કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. ભોજન પૂર્વે થોડું જળ ગ્રહણ કરવાથી જમવાનું ઝડપથી પચી જાય છે. જમ્યા પહેલાં પાણી ગ્રહણ કરવાથી ગળાની શુષ્કતા દૂર થાય છે…. એટલે કે ગળુ સુકાઇ જવાની સમસ્યા દૂર થઈ જાય છે. જેનાથી સરળતાથી આહાર ગળાથી ઉતરીને પેટમાં પહોંચે છે. આ ક્રિયાને લીધે ભૂખ પણ સારી લાગે છે. ભોજન ગ્રહણ કરતા પહેલા પાણી પીવાથી ગેસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ભોજન ગ્રહણ કરતા પહેલા પાણી પીવાની આ પરંપરા તમને વજન વધવાની સમસ્યાથી પણ રાહત અપાવે છે…અને બીજી પણ ઘણી વાતો છે જે સમય મળ્યે કરીશું પણ ચાલો દિકરી અત્યારે તો હવે શાંતિથી જમી લઈએ…’
બધાએ શાંતિથી ખૂબજ સરસ રીતે સાત્વિક ભોજનનો અદ્ભુત આનંદ લીધો.. ભૂખ તો બધાને જોરદાર લાગી હતી.. વળી અહીંનુ વાતાવરણ એવુ… મોબાઈલ, બિનજરુરી વાતો.. કંઈ જ નહીં માત્ર ને માત્ર અન્ન પર જ મન… એટલે એક નવો જ અનુભવ હતો.. ખરેખર બધાને ખુબ ભાવ્યું પણ ખરું અને માણ્યું પણ ખરું …

બધા જ જમીને ઉભા થઈ ગયા પછી..વિશ્વાસરાવજીએ કહ્યુ,
‘અત્યારે આપણે બધા થોડી વામકુક્ષિ કરી લઈએ.. પછી તમે લોકો આશ્રમ જોજો.. અને પછી સ્વામીજી આપણને પાંચ વાગે એક નાનકડો ટ્રેક કરાવવા લઈ જવાનાં છે… ગંગામૈયાની જોડે જોડે જ પણ મોટેભાગે કોઈ લોકો એ તરફ જતાં જ નથી… એટલે બિલકુલ અનએક્સપ્લોર્ડ છે… મજા આવશે.. તમારામાંથી જેને પણ આવવું હોય તે પાંચ વાગે અહીં જ આવી જજો.. ચા, દૂધ કે કોફી વિગેરે જે પીતા હોય તે પી ને પછી નિકળીશુ સૌ જોડે…’
લગભગ બધાને જ જવુ હતુ…પણ શેઠ-શેઠાણીનુ શું ..?

ખાસ વિનંતીઃ વાર્તા ગમતી હોય તો પ્લીઝ ફોલો કરજો, કેટીંગ પણ કરશોજી 🙏🙏🙏

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા