Dhup-Chhanv - 123 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 123

ઈશાનના પરત મળવાથી અપેક્ષા પણ પોતાનો ખોવાઈ ગયેલો પ્રેમ પાછો મળ્યો છે માટે ખૂબ જ ખુશ હતી અને તેને જાણે કોઈ પણ ભોગે છોડવા માંગતી નહોતી.
થોડી વારમાં લક્ષ્મી બા મંદિરેથી પરત ફર્યા અને તેમણે અપેક્ષાના હાથમાં મોબાઈલ જોયો અને અપેક્ષાને ખૂબજ ખુશ જોઈ...
હવે આગળ....
અપેક્ષાને આમ ખૂબજ ખુશ જોઈને લક્ષ્મી બાએ તરતજ પૂછ્યું કે, "કંઈ સારા સમાચાર છે બેટા કે તું આટલી બધી ખુશ દેખાય છે."
"ના ના માં એવું કંઈ નથી બસ એમ જ.." અને તે પોતાની માં લક્ષ્મીને વળગી પડી.
બે ત્રણ દિવસ શાંતિથી પોતાની માં લક્ષ્મી સાથે રહ્યા પછી તેણે ધીમંત શેઠને પોતાને લેવા માટે લક્ષ્મી બાના ઘરે બોલાવ્યા અને એ દિવસે તે બંને લક્ષ્મીબાને લઈને રજવાડું હોટેલમાં ગયા.. ત્યાંનું વાતાવરણ.. ત્યાંનું જમવાનું બધું જ ખૂબ એન્જોય કર્યું અને પછીથી લક્ષ્મીબાને તેમના ઘરે મૂકીને અપેક્ષા તેમજ ધીમંત શેઠ પોતાના ઘર તરફ રવાના થયા.
રાતના લગભગ દશેક વાગી ગયા હતા..
બંને પોતાના બેડરૂમમાં પ્રવેશ્યા..
અપેક્ષા હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ અને તેણે પોતાનું ડાર્ક મરુન કલરનું નાઈટ ગાઉન પહેર્યું અને તેણે બેડમાં લંબાવી‌..
અપેક્ષા આજે બે ત્રણ દિવસ પછી પોતાના ઘરે આવી હતી..
અને ધીમંત શેઠના હાથમાં પણ તે બે ત્રણ દિવસ પછીથી આવી હતી..
એટલે ધીમંત શેઠ તેને આમ સહેલાઈથી આરામ ફરમાવવા દે તેમ નહોતા..
અને તેમાં પણ તે આજે ફૂલ રોમેન્ટિક મૂડમાં હતા..
તેમણે પણ અપેક્ષાને પોતાની તરફ ખેંચી લીધી અને તેની સાથે પ્રેમભરી નજરે જોવા લાગ્યા..
તેને આઈ લવ યુ..માય ડિયર.. તું આમ મને છોડીને આટલા બધા દિવસ ચાલી જાય તે મને બિલકુલ પસંદ નથી..
તને ખબર છે હવે તને આમ આલિંગનમાં જકડ્યા વગર તો મને ઉંઘ પણ આવતી નથી...
અને તેમણે અપેક્ષાની ઉપર ચુંબનોનો વરસાદ વરસાવી દીધો..
"અરે પણ..અરે પણ.. મને શ્વાસ તો લેવા દે.."
"અંહ..હવે તને હું છોડવાનો જ નથી મારે તો તારાથી એક સુંદર દીકરી જોઈએ છે અને તે પણ તારા જેવી જ.."
"અરે પણ..એક મિનિટ.." અપેક્ષા બોલતી રહી..
પણ આજે તેનું સાંભળે તેમ કોણ હતું..??
જેમ તે બોલતી જતી હતી તેમ ધીમંત શેઠ તેને પોતાની વધારે નજીક ખેંચી લેતાં હતાં અને કસોકસ લગાવી દેતા હતા...
તેમના હોઠ ચુસ્તપણે અપેક્ષાના હોઠ ઉપર ગોઠવાઈ ગયા અને બંને એકબીજાના પ્રેમમાં તરબોળ બની જાણે ખોવાઈ ગયા..
સવાર પડજો વહેલી...
સવારે લાલજીભાઈએ બારણું ખખડાવ્યું ત્યારે અપેક્ષાની આંખ ખુલી અને પછીથી તેણે વ્હાલથી પોતાના ધીમંતને ઉઠાડ્યા..
બંને આજે ખૂબજ ખુશ હતાં..
બંનેને જાણે એકસરખો જ એકબીજાના પ્રેમનો અહેસાસ હતો...
લાલજીભાઈએ બંનેને માટે ગરમાગરમ પૌંઆ અને ચા બનાવીને તૈયાર રાખ્યા હતા..
બંનેએ ફટાફટ ચા નાસ્તો કરી લીધાં અને લાલજીભાઈએ ટિફિન પેક કરીને રાખ્યું હતું તે લઈને બંને સાથે જ ઓફિસ જવા માટે નીકળી ગયા.
અપેક્ષા આજે ઘણાં બધાં દિવસ પછી ઓફિસમાં ગઈ હતી એટલે તેને ખૂબજ કામનો લોડ હતો.
અને ધીમંત શેઠ પણ પોતાના કામમાં વ્યસ્ત હતાં...
અચાનક ધીમંત શેઠને એક અગત્યની મિટિંગ આવી ગઈ એટલે ઓફિસેથી છૂટ્યા પછી તેમણે અપેક્ષાને પોતાના ઘરે ડ્રોપ કરી અને પોતે મિટિંગ એટેન્ડ કરવા માટે નીકળી ગયા...
ટોપ કેડરના બિઝનેસમેનોની મિટિંગ હતી..
જેમાં દર વખતે ધીમંત શેઠ પ્રમુખ સ્થાને જ રહેતા અને અચૂક હાજર પણ રહેતા..
રાતના દશ વાગી ગયા હતા..
અપેક્ષા પોતાના આલીશાન બંગલાના વિશાળ બેઠકરૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી અને વારંવાર દિવાલ ઉપર લાગેલી મોંઘી દાટ ઘડિયાળના ટકોરા ગણી રહી હતી..
ઘડિયાળના કાંટાનું ટક ટક જાણે તેને મગજમાં વાગી રહ્યું હતું અને દિલમાં શૂળની માફક ભોંકાઈ રહ્યું હતું..
ક્યારેય ઘરે પહોંચવામાં આટલું બધું મોડું ધીમંત શેઠને થયું નહોતું..
હવે તેને ચિંતા થતી હતી..
ચાર થી પાંચ વખત તેણે ધીમંત શેઠનો મોબાઈલ ફોન લગાવ્યો હતો..
પરંતુ તે સ્વીચ ઓફ જ હતો..
લાલજી અપેક્ષાને ચિંતા નહીં કરવા અને જમવાનું જમી લેવા સમજાવી રહ્યો હતો..
પરંતુ ચિંતામાં મુકાઈ ગયેલી અપેક્ષાના ગળે એકપણ કોળિયો ઉતરે તેમ નહોતો..
લાલજીભાઈને જમવાનું કહીને પોતે જમ્યા વગર જ કંટાળીને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ..
અને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી...
વધુ આગળના ભાગમાં...
ધીમંત શેઠનો ફોન કેમ સ્વીચ ઓફ હતો?
તેમની સાથે કંઈ અણબનાવ તો નહીં બન્યો હોય ને?
એ તો હવે તેમના મોઢેથી સાંભળીએ ત્યારે જ ખબર પડે..
તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
31/12/23