Brahmarakshas - 27 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 27

બાવીશ વર્ષ પછી... હાલમાં....


આખરે અઘોરી દાદાએ શિવમને અમરાપુરનુ બાવીશ વર્ષ જૂનું રહસ્ય જણાવી દીધું.


“ એ દુષ્ટ દુર્લભરાજ જ બ્રહ્મરાક્ષક છે. પરંતુ તે કેમ રાક્ષક બન્યો અને તેનો અંત કેવી રીતે લાવીશું." શિવમને બધું જ જલ્દી જાણી લેવું હતું તે પોતાના મોટા ભાઈ દેવ અને તેની પત્નીના મોતનો બદલો લેવા માંગતો હતો.


“ બધાં જ સવાલોનો એક જ જવાબ છે; કાલિંદી." અઘોરી દાદાએ ટુંકમાં જવાબને પતાવતા કહ્યું.


કાલિંદી જે જગ્યાએ ઉભી હતી ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના કાનો ઉપર વિશ્વાસ નહોતો આવતો આખરે આવડી મોટી વાત એને બાવીશ વર્ષ પછી જો ખબર પડી. નંદિની અને વિરમસિંહની સાથે વિતાવેલ તેનું બાળપણ તેની આંખોની સામે ઉભરી આવ્યું.


“ કોઈ અન્યના સંતાનને આટલો બધો પ્રેમ આપવો શક્ય જ નથી, ના હું મારા મમ્મી - પપ્પાની જ દિકરી જ છું. એ દાદા જૂઠ પણ બોલતાં હોય ને એમની પાસે શું સાબિતી કે હું મારા મમ્મી - પપ્પાની સગી દિકરી નથી..? " કાલિંદી રડી પડી.


“ દાદા તમે કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો." દર્દ કાલિંદીને થયું પરંતુ તેની જાણ શિવમને પડી ગઈ. એ દર્દ કોનું હતું એ શિવમને ખબર ન્હોતી.


શિવમના શબ્દો સાંભળતાં જ કાલિંદી એ પોતાના મો આગળ હાથ લાવી દીધો જેથી પોતાનો રડવાનો અવાજ બહાર ના આવી શકે.


“ ના બેટા મને તો કંઈ જ ના સંભળાયું, શાયદ તારો વહેમ હશે. આખરે એક ભયંકર ઘટના વિશે તને જો જાણ થઈ છે." અઘોરી એ કહ્યું.


“ પણ, સાચેજ કોઈનો રડવાનો અવાજ આવ્યો હતો." શિવમે ચોમેર નજર ઘુમાવતા કહ્યું. પરંતુ તેને કોઈ નજરે ચડ્યું નહિ.


આખરે અઘોરી દાદાએ ઢળતી રાતને ધ્યાનમાં રાખીને શિવમ ની રજા લઈને પોતાના રસ્તે ચાલી નીકળ્યા. જતાં જતાં એકવાર અઘોરી એ કહ્યું કે કાલે મળીશું નવા રહસ્ય સાથે. અઘોરી પોતાનું વાક્ય શિવમ ની સમક્ષ મુકીને ચાલતો બન્યો. પરંતુ શિવમ ને વિચારોમાં ડુબાડીને ચાલ્યો ગયો જતાં અઘોરીને શિવમ ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી તેઓ દેખાતા બંદ ના થયા.



કાલિંદી પોતાની જાતને સંભાળતા ધીમે પગલે પોતાના ઓરડામાં જઈને પલંગ ઉપર બેસી ગઈ. શ્રેયા તો ઘસઘસાટ ઊંઘી રહી હતી પરંતુ કાલિંદી ને કોઈ પણ રીતે ઊંઘ આવતી નહોતી.


શિવમ નિવાસ્થાન ની અંદર આવ્યો કઈક અનુભૂતિ થતાં પાછળની તરફ એક નજર કરી પરંતુ તેને કઈજ ના દેખાયું. આખરે તે નવી સવાર, તેમજ નવા રહસ્યોની રાહમાં ઊંઘી ગયો.


તો આ બાજુ કાલિંદી પોતાના ભૂતકાળનની ઘટના વિશે ઊંડાણથી વિચારી રહી હતી. પોતાના મગજ ઉપર ખૂબ જ ભાર દેવા છતાં તેને ભૂતકાળની કોઈ જ ઘટના કે સવાંદો યાદ આવતા ન્હોતા. આવે પણ ક્યાંથી, ત્યારે તે ફક્ત થોડાક કલાકની જ હતી.


કાલિંદી ઓરડાની ખુલ્લી બારી પાસે આવીને ઊભી રહી તેને બહારથી કોઈ ગામવાસીનો અવાજ સાંભળ્યો.


“ હાશ...! હવે ઘણાં દિવસ આપણે ડરી ડરીને નહિ રહેવું પડે. એ દુષ્ટ નો નાશ થશે અને ફરી આ ગામમાં ખુશી છવાઈ જશે." બહારથી કોઈ ગામવાસીઓ અવાજ આવ્યો.


“ હા અને રાત્રે આપણે જંગલમાં પણ ભમી શકીશું એ પણ કોઈ ભય વગર." બીજાએ તેની વાતમાં આનંદ ઉમેરતાં કહ્યું.


“ હા હવે તો કાલિંદી દિકરી આવી ગઈ છે હવે કોઈ જ ચિંતા નથી." પેલો વ્યક્તિ બોલ્યો.


“ પણ શું એ શૈતાન આગળ લડી શકશે, આપણે પણ તેને નથી હરાવી શક્યા તો એ કંઈ રીતે બ્રહ્મરાક્ષક નો વધ કરશે. અને ક્યાંય કાલિંદી ને કંઈ થઈ ગયું તો....." બીજા વ્યકિતએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.


“ અરે શુભ શુભ બોલ જીવા..." જીવાને અટકાવતાં પહેલાએ કહ્યું." વધુમાં ઉમેરતાં કહ્યું.....“ મા કાલીના આર્શીવાદ તેની સાથે છે તેને કઈજ નહિ થાય તું નાહક ચિંતા કર."


બંને ગામલોકો કાલિંદીના ઓરડાની નજીક થી પસાર થઈ ગયા. કાલિંદી બંનેની વાતોને ધ્યાનથી સાંભળતી હતી. એ લોકો થોડીક વારમાં જ ત્યાંથી જતા રહ્યા.


કાલિંદી પોતાના વિચારોને ત્યાં જ અટકાવીને ઓરડાની બારી બંદ કરીને સુઈ ગઈ. તેને ઊંઘ તો ન્હોતું આવતી પરંતુ સવારની રાહમાં ઊંઘવું જરૂરી હતું.



*****


શહેરથી દૂર ઘાટ જંગલમાં આવેલું આ ગામ અમરાપુર, સવારમાં પંખીઓના કલરવથી ગુંજી ઉડ્યું. જાણે તેમને પણ ખબર પડી હોય કે હવે ખુશીઓ ફરી આ ગામના પાદરે રમશે. મા કાલીના મંદિરની ઘંટડીઓ પવનના વધુ પડતાં જોરને કારણે રણકી ઊઠી.


સુમધુર સવારના વાતાવરણે ડોળતું એક દુઃખદ આક્રંદ આખા ગામમાં ફરી વળ્યું. ભર ઊંઘમાં સુતેલો કાલિંદીનો આખો પરીવાર જાગી ગયો. રડવાના અવાજ પરથી લાગી આવતું હતું કે ગામમાં કઈક અજુગતું બન્યું છે.


“ આ સવાર સવારમાં કોણ રડતું હશે." કાલિંદી એ સફાળા પોતાની પથારીમાંથી ઊભા થતા કહ્યું.

“ અરે યાર, શાંતિથી સુવા પણ નથી દેતાં." શ્રેયાએ પોતાના કાન પર ઓશીકું મુકતા કહ્યું.

“ ગાંડી છે કે શું... કઈક થયું હશે ત્યારે જ બધાં રડી રહ્યા હશે ને કઈ એમને શોખ તો થયો નહિ હોય ને. ચાલ આપણે બહાર જઈને જોઈ આવીએ." કાલિંદી એ કહ્યું.


“ યાર તારે જવું હોય તો જા, મને સુવા દે. આમેય સાંજે ઊંઘ તો આવી નથી." શ્રેયા એ નિરાશા ભર્યા સ્વરે કહ્યું.


“ ઓ... ગપ્પા ઓછા માર સવાર સવારમાં, જ્યારે હું મોડી રૂમમાં આવી ત્યારે તું ઘસઘસાટ ઊંઘી રહી હતી." કાલિંદી એ સ્પષ્ટતા કરતા કહ્યું.


“ શું...? તું ક્યારે રૂમમાંથી બહાર ગઈ અને ક્યાં ગઈ હતી ?" શ્રેયા એકદમ પોતાની પથારીમાંથી ઊભા થતા બોલી.


“ અરે મારો જીવો... હવે અમે કોના સહારે જીવીશું." બહારથી જોર જોરથી રડવાનો અવાજ ચાલુ જ હતો.


જીવો નામ સાંભળતા જ કાલિંદી સફાળી બહાર ભાગી. શ્રેયા પણ કાલિંદીને આમ ભાગતા જોઈને તેની પાછળ પાછળ ભાગી.


વિરમસિંહ અને નંદિની પહેલેથી જ ત્યાં હાજર હતા. શિવમ પણ તેમની સાથે જ ઉભો હતો. ગામલોકો ટોળે વળીને ઉભા હતા અને વચ્ચેથી જીવાના નામ સાથે કોઈ રડી રહ્યું હતું.


કાલિંદી ગામલોકોના ટોળાને વિંધતી ત્યાં આવી પહોંચી જ્યાં કોઈ રડતું હતું. તેની નજર સમક્ષ જે ચહેરો હતો એને જોઈને કાલિંદી થંભી ગઈ. એ મૃત વ્યક્તિ બીજું કોઈ નહિ પણ કાલે રાત્રે જે ઓરડાની નજીકથી વાતો કરતો કરતો જંગલની તરફ પસાર થયો હતો એજ જીવો હતો.


એનું શરીર કોઈ જંગલી જાનવરે ફાડી ખાધું હોય એવું લાગતું હતું. શરીર પરના કપડાં ફાટી ગયા હતા અને આખા કપડાં લોહીમાં લથબથ હતા. તેના પેટમાં મોટો ખાડો હતો કોઈ જંગલી જાનવરે પોતાના મસમોટા પંજા દ્વારા હુમલો કર્યો હોય એવું લાગી આવતું હતું.


“ આમની આવી હાલત કોણે કરી અને આમની સાથે બીજો વ્યક્તિ હતો એ ક્યાં ગયો." ગામલોકોના ટોળા વચ્ચે કાલિંદી એ પોતાના શબ્દોને છોડ્યા. કાલિંદીનો અવાજ સાંભળીને આખા ટોળામાં શાંતિ છવાઈ ગઈ. નંદિની એકી ટસે કાલિંદી સામે જોઇને રહી જાણે કઈ કેટલુંય તેને કાલિંદીને પૂછવું હોય.


“ બેટા, તું આમને કેવી રીતે ઓળખે અને બીજું વ્યક્તિ...." વિરમસિંહ પોતાનું વાક્ય પૂરું કરે એ પેલા જ કાલિંદી વચ્ચે બોલી....“ કાલે રાત્રે જ મે આ અને અન્ય એક વ્યક્તિને જંગલની તરફ જતા જોયા હતા."


“ એ કાળ મારા દીકરાને ખાઈ ગયો. શું બગાડ્યું હતું મારા જીવે તેનું, હવે અમે કોના સહારે જીવીશું." જીવાના ઘરડા માતા - બાપ રડી રહ્યા હતા.


“ હવે એ બ્રહ્મરાક્ષકનો અંત નિકટ છે હું તેને નહિ છોડું." શિવમે આવેશમાં આવતાં કહ્યું.


“ બસ હવે બહુ થયું, હવે એક પણ માસૂમનું મોત તે રાક્ષકના હાથે નહિ થાય." કાલિંદી એ શિવમના સાદમાં સાદ પુરાવતા કહ્યું.



કાલિંદીના આ વાક્ય સાથે જ નંદિની કાલિંદીની પાસે ગઈ અને તેનો હાથ પકડી ટોળામાંથી બહાર નીકળી નિવાસ્થાન તરફ જવા લાગી.



આખરે નંદિનીના મગજમાં શું ચાલી રહ્યું હતું તે કેમ કાલિંદીને ગામલોકોથી દૂર લઈ ગઈ...? આવા અનેક રહસ્યો જાણવા માટે આગળનો ભાગ વાંચવાનું ના ચુકતા...😇



વધુ આવતા અંકમાં........