Chorono Khajano - 53 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 53

आठवां अजूबा

ડૉ.સિમા સાથે થયેલી વાતચીત યાદ આવતાની સાથે જ જાણે ડેની હોશમાં આવ્યો હોય તેમ સફાળો બેઠો થયો. તેણે જોયું કે તે એક બંધ અને બધી જ સુવિધાઓ ધરાવતા આલીશાન મકાનના એક રૂમમાં કેદ હતો. આમ તો તે આઝાદ હતો પણ માત્ર અને માત્ર રૂમની અંદર જ હરવા ફરવાની તેને મંજૂરી હતી. તેની દરેક જરૂરિયાતને પૂરી કરવા માટે ત્યાં ઘણાબધા માણસો હતા, પણ ડેનીને કોઈની સાથે પણ કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી.

ડેની બેડ ઉપરથી ઊભો થયો અને તેણે રૂમની બહાર જવા માટે બારણાં તરફ નજર કરી. તે બારણાં પાસે જઈને બારણાને ખોલવાનો નાકામ પ્રયાસ કરવા લાગ્યો પણ બારણું ન ખૂલ્યું એટલે વળી પાછો બેડ ઉપર આવીને બેસી ગયો.

રૂમમાં દરેક પ્રકારની સુવિધાઓ હતી પરંતુ, રૂમમાં એકપણ બારી ન્હોતી. રૂમને ખાસ કોઈને કેદ કરવાના હેતુથી જ બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું હતું. ડેનીએ જોયું કે રૂમના દરેક ખૂણામાં એક એક સીસીટીવી કેમેરા લાગેલા હતા, જેના વડે ડેની ઉપર નજર રાખવામાં આવી રહી હતી. ડેની ગુસ્સામાં વળી પાછો બેડ ઉપર બેસી ગયો.

તેણે જોયું કે રૂમની જે દિવાલને અડીને બેડ રાખવામાં આવેલું હતું તેની સામેની દિવાલ ઉપર એક ટીવી લાગેલું હતું. ટાઇમ પાસ કરવા માટે ડેનીએ ટીવીનું રિમોટ હાથમાં લીધું અને ટીવી ચાલુ કર્યું. બેડ ઉપર બેસીને તે ટીવી જોવા લાગ્યો. ટીવીમાં એક ઇંગ્લિશ રોમેન્ટિક મૂવી ચાલી રહ્યું હતું. મુવિની અંદરનો નાયક અને નાયિકાનો રોમાન્સ જોઇને ડેનીને સિરતની યાદ આવી. તેને સિરત પાસે જવું હતું પણ અત્યારે કોઈ રીતે શક્ય હતું નહિ, એટલે તેણે સિરતના સપના જોતા જોતા બેડ ઉપર લંબાવ્યું.

આ તરફ દિવાન અને સુમંત મળીને રાજ ઠાકોર સાથે જહાજ લઈને પાકિસ્તાન બોર્ડર પાસેના ઈલાકાઓમાંથી આગળ વધી રહ્યા હતા. બલીએ પોતાની ગોદમાં પોતાની વ્હાલી દિકરી રજનીને ઊંચકેલી હતી. તે ખુબ જ ક્યૂટ હતી એટલે ત્યાં ઉપસ્થિત દરેક જણ તેને ખુબ જ વ્હાલથી રમાડતા અને સાથે સાથે તેમણે જે જરૂરી પ્રાણીઓની વ્યવસ્થા કરી હતી તેમને પણ એક અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. રજની એ પોતાની સાથે પોતાની પ્રિય બકરી બિન્નીને પણ સાથે લીધી હતી જેને તે પોતાની સાથે પોતાની ચેમ્બરમાં રાખતી હતી. તેમની ચેમ્બરમાં અત્યારે તો બલીની પત્ની રાધા અને પુત્રી રજની પોતાની સાથે બિન્નીને લઈને રોકાયા હતા.

બીજા બાળકો અને સ્ત્રીઓ હતા પણ તેમની સાપેક્ષે રજની ઘણી વધારે ક્યૂટ અને સમજદાર હતી, જેના કારણે તે બધા વચ્ચે પોતાનું સ્થાન બનાવી શકી હતી.

જલંધર જહાજ જ્યારે રણની રેતીમાં આગળ વધી રહ્યું હતું ત્યારે આસપાસની જમીનમાં ભૂકંપ આવતો હોય એવી ધ્રુજારી આવી જતી હતી. જમીન ઉપર ચાલીને જહાજ જ્યારે આગળ વધતું તો એના મોટા મોટા ચિલા(નિશાન) બની જતા. જહાજ ચાલતું એનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો. જેના લીધે તેઓ માણસોના વસવાટથી બને એટલા દુરી બનાવ્યે રાખતા.

રાજ ઠાકોર પોતાની ચેમ્બરમાં પેલા બે આર્કિટેક્ટ સાથે બેઠો હતો. તે દરેક દિશામાં નજર કરતો જહાજને આગળ ચલાવ્યે જતો હતો. ચેમ્બરની અંદર એકદમ મોડલ ગ્લોબલ પોજીશનિંગ સિસ્ટમ હતી. તેના સિવાય રડાર, ઈકોસરાઉંડિંગ અને ઓટોપાયલટ જેવા સાધનો આવેલા હતા. અહીં વધારાનું એક એન્જિન વિદ્યુત ઊર્જા પૂરી પાડવા માટે તેમજ જહાજની બેટરીઓને ફરીથી ચાર્જ કરવાનું મહત્વનું કાર્ય કરતું હતું. તેમાં સૌર જનરેટર પણ રાખવામાં આવેલા હતા. ઊર્જા પૂરી પાડવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એના સિવાય ઈમરજન્સી માટે ઇંધણ ઉપર જહાજ ચાલી શકે તેના માટેની પણ તેમની પૂરી તૈયારી હતી.

जब वो कह रही है की वो तुम्हे डेनी को छुड़ाने का रास्ता बता सकती है, तो तुमने मना क्यों किया। क्या तुम नही चाहती की डेनी हमारे साथ आए? ડૉ.સિમા જ્યારે સિરતને એકલી જોઈ એટલે તેણે મીરાએ કરેલી વાત સિરતને યાદ કરાવતા પૂછ્યું.

मेरे चाहने न चाहने से कुछ नही होगा। वो इस सफर में जरूर आयेगा। तुमने उसे जहां भेजा है, वहां से जब वो आयेगा तो अपने साथ दुश्मनों की फौज लेकर आयेगा। हमे उनका सामना करने केलिए तैयार रहना होगा। जैसा मीरा ने कहा, अगर वो सब सच है तो जंग छिड़ने वाली है। बहोत ही बड़ी जंग। और फिर मिराने जो कहा वो तुमने सुना न? उनका जो प्लान है उसके मुताबिक वो हम तक जरूर पहुंचेंगे। हमे उस केलिए तैयार रहना होगा। સિરત કદાચ સમજી ગઈ હતી કે હવે શું થવાનું હતું એટલે તે બધી વાત સીમાને સમજાવતા બોલી.

सरदार, बाहर गेट पर एक गाड़ी आई है। वो आपका इंतजार कर रहे है। તેઓ બંને જ્યારે વાત કરી રહ્યા હતા ત્યાં જ ત્યાં વિનાયક જે તેમનો એક સાથી હતો તેની બહેન શ્રુતિ આવી અને તેણે સમાચાર આપ્યા.

ठीक है, चलो। जाने का वक्त हो गया है। हम कल सुबह तक निकलेंगे। सारी तैयारियां कर लो। अपने साथ जितनी दवाइयां और इंस्ट्रूमेंट ले सकते हो ले लेना। वहां हमे जरूरत पड़ेगी। હવે સિરતે સિમાને નીકળવાની તૈયારી કરવા માટે કહ્યું. તે કદાચ જાણતી હતી કે બહાર કોણ આવ્યું હતું.

ठीक है, चलो चले। હવે સિરત અને શ્રુતિ બંને રૂમની બહાર નીકળીને જવા લાગ્યા.

પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર પાસે એક ગામ આવેલું હતું. ત્યાંની સરકારી સ્કૂલમાં સાતમાં ધોરણના ક્લાસમાં એક શિક્ષિકા મેડમ બાળકોને અમુક પ્રશ્નો પૂછી રહ્યા હતા. તેમાં હાલમાં વિશ્વની અજાયબીઓમાં સમાવેશ થતો હોય તેવી માનવ નિર્મિત રચનાઓ વિશે પૂછવામાં આવ્યું.

નીચે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક બાળક ફટાફટ જવાબ આપવા લાગ્યો. જ્યારે તેણે એકદમ સાચો જવાબ આપ્યો એટલે શિક્ષિકા મેડમ પણ થોડીવાર માટે ખુશ થઈ ગયા.

चीन की महान दीवार (चीन)
पेट्रा (जॉर्डन)
क्राइस्ट द रेडिकल (ब्राजील)
माचू पिचू (पेरू)
चिचेन इट्ज़ा (मेक्सिको)
रोमन थिएटर (इटली)
ताज महल (भारत)
मिस्र का महान पिरामिड (मिस्र)

જ્યારે પેલો બાળક આ જવાબ આપી ચુક્યો ત્યાં જ અચાનક જાણે ભૂકંપ આવ્યો હોય તેમ જમીન અને આસપાસની દરેક વસ્તુઓ ધ્રુજવા લાગી. શિક્ષિકા મેડમ પહેલા તો થોડીવાર માટે ડરી ગયા, પણ તેમને સમજતા વાર ન લાગી કે આ નક્કી ભૂકંપ જ છે એટલે તરત જ તેઓ બધા બાળકોને લઈને બહાર ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જવા લાગ્યા. થોડીવાર માટે તો બધા બાળકો વચ્ચે ધક્કામુક્કી થઈ પણ અંતે તેઓ બધાને બહાર લાવવામાં સફળ થયા. તેમણે બાકી બધા ક્લાસમાંથી પણ બીજા શિક્ષકો અને બાળકોને ઝડપથી બહાર આવવા માટે કહ્યું.

જ્યારે તેઓ બધા બહાર ગ્રાઉન્ડમાં આવી ગયા ત્યારે અચાનક જ માની ન શકાય એવું દ્રશ્ય તેમની નજરે ચડ્યું. કાયમ ફિલ્મોમાં જેવા જહાજને તેમણે પાણી ઉપર ચાલતા જોયેલું તેવું જ જહાજ અત્યારે તેમની સ્કૂલની પશ્ચિમ દિશાએથી જઈ રહ્યું હતું અને એ પણ પાણીને બદલે જમીન ઉપર ચાલીને. તેઓ બધા સમજી ગયા કે આ જે ભૂકંપ આવ્યો હતો તે આ જહાજના લીધે આવેલો.

આજના આ આધુનિક યુગમાં લગભગ કોઈક જ એવું હશે કે જેની પાસે મોબાઈલ ફોન નહિ હોય. ત્યાં ઉભેલા જેમણે પણ આ દૃશ્ય જોયું તેમણે આ જહાજને કેમેરા વડે મોબાઈલમાં કેદ કરવા માંડ્યું.

મોબાઈલમાં કેદ થયેલો જમીન ઉપર ચાલતા જહાજનો વિડિયો ખુબ જ ઝડપથી વાઇરલ થવા લાગ્યો. કોઈએ તેને ભૂતિયા જહાજ કહ્યું તો કોઈએ તેને દૈવી જહાજ કહ્યું. તો અમુક તો એને એલિયનની કરતૂત કહીને વધાવવા લાગ્યા. પણ હકીકતથી સાવ અજાણ તેઓ બીજું કંઈ વિચારે તેના પહેલા તો તે જહાજ તેમની આંખો સામેથી અદ્રશ્ય થઈ ગયું. તે જહાજ ખુબ જ ઝડપથી જમીન ઉપર ચાલી રહ્યું હતું એટલે થોડી વારમાં જ તે તેમની નજરથી ખુબ દૂર ચાલ્યું ગયું.

क्या हम इसे आठवां अजूबा नही कह सकते मेम? શિક્ષિકા મેડમની સામે જોઇને પેલો બાળક કે જેણે સાત અજાયબીઓ વિશે જવાબ આપેલો તે અનાયાસે જ પૂછી બેઠો. મેડમ થોડીવાર માટે પેલા બાળકે પૂછેલા પ્રશ્ન વિશે વિચારવા લાગ્યા.

જ્યારે જહાજ ત્યાંથી પસાર થઈ ગયું ત્યારબાદ અમુક વિદ્યાર્થીઓ અને શિક્ષકો તે જહાજે પાછળ છોડેલા નિશાન જોવા માટે અને તેમણે જે જોયું છે તે હકીકત હતી, કોઈ વ્હેમ ન્હોતો તે વાત કન્ફર્મ કરવા માટે ત્યાં સુધી ગયા. તેમણે તે નિશાનને પણ કેમેરામાં કેદ કરીને વાઇરલ કરી દીધા.

આ વીડિયો વાઇરલ થયાના ટુંક સમયમાં જ અનેક પત્રકારો અને વૈજ્ઞાનિકો તેમજ બીજા લોકો જાણકારી મેળવવા માટેની આકાંક્ષા સાથે ત્યાં આવવા લાગ્યા. અમુક તો જહાજના પડેલા નિશાનનો પીછો કરવા લાગ્યા તો અમુક તે નિશાન કઈ જગ્યાએથી આવ્યા છે તેનો તાગ મેળવવા માટે દોડવા લાગ્યા.

જો કે તેઓની ગમે એટલી કોશિશો ઉપરાંત રાજ ઠાકોર જહાજને તેમની પહોંચથી અતિશય દૂર લઈ આવ્યો હતો.

જ્યારે તેમને સમાચાર મળ્યા કે તેમનો વિડિયો વાઇરલ થઇ રહ્યો છે ત્યાર પછી તેઓ બને એટલી એવી કોશિશમાં રહેવા લાગ્યા કે તેઓ માનવ વસવાટથી બને એટલા દૂરથી જ નીકળી જાય. જો કે એમ કરવા માટે તેમને ઘણીવાર બોર્ડર નજીકના ગામડાઓ વટાવવા માટે ખુબ જેહમત ઉઠાવવી પડતી. તેમ છતાં તેઓ બને એટલી એવી કોશિશ કરતા કે તેઓ લોકોની નજરમાં ન આવે.

રોજના લેટેસ્ટ ન્યૂઝ અને કરંટ અફૈર્સના અપડેટથી વાકેફ રહેતા ડેનીએ જ્યારે જહાજનો વાઇરલ થઇ રહેલો વિડિયો ન્યુજમાં જોયો એટલે તે સમજી ગયો કે હવે તેને ગમે એમ કરીને તે જહાજ સુધી જવામાં ઉતાવળ કરવી પડશે. પણ કઈ રીતે..? તેને કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું.

ત્યાં જ તેને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો તે રૂમનો દરવાજો ખૂલ્યો અને પેલો નારાયણ અને અંગ્રેજ વિલિયમ બંને રૂમની અંદર દાખલ થયા.


પેલા અંગ્રેજનો પ્લાન શું હતો?
આ સફર કેવી હશે?
ડેની પેલા અંગ્રેજની ચંગુલમાંથી કેવી રીતે બચશે?

આવાં અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'