Sath Nibhana Sathiya - 13 books and stories free download online pdf in Gujarati

સાથ નિભાના સાથિયા - 13

ધારાવાહિક સાથ નિભાના સાથિયા-૧૩
“તેજલ ચાલ હવે વાત થઇ ગઈ. હવે આપણે પ્રદર્શમાં જઈએ.”
“જા તું ફ્રેશ થઇ જા. હું અહીંયા જ ઉભો છું.”
“ના ના તમે ચાલો પછી ત્યાં બહાર બેઠા રહેજો.”
“હું ન આવી શકું મેં તારું અલગ રૂમ કરાવ્યું છે.”
“એ બરાબર. તમે અંદર ન આવતા બસ.”
“ઠીક છે. ચાલ. હું બહાર બેઠો રહીશ.”
“હા. હું જલ્દી આવું. હજી તમને પણ ફ્રેશ થવાનું હશે.”
“વાંધો નહીં આરામથી ફ્રેશ થઇને આવ.”
“હા હું જેમ બને તેમ જલ્દી આવું છું.”
“ઠીક છે.”
“લો હું આવી ગઈ તમે પણ અહીંયાજ ફ્રેશ થઇ જાવ હું બેઠી છું.”
“ભલે પછી મારાે સામાન મારા રૂમમાં મુકીને આપણે પ્રદર્શમાં જઈશું.”
“ઠીક ફ્રેશ થઇ જાવ.”
“હા હમણાં જ આવું અહિયાંથી ક્યાં પણ જતી નહીં.”
“હા અહીંયાજ છું.”
ત્યાર બાદ તેજલ ફ્રેશ થઇ ને આવી ગયો.
“ગોપી આપણે મારું સામાન મુકી આવીયે અને પ્રદર્શન એકદમ ધ્યાનથી જોજે એટલે તને ખ્યાલ આવે કેવી ચિત્રકળા કરે છે સમજી ગઈ ને?”
“હા હા ચાલો અને એકદમ સમજી ગઈ.”
“સરસ ચાલ સામાન તો મુકાઈ ગયો. તને મારો રૂમ ખબર પડી ગઈ ને કેમકે રાતના અલગ રહેવું પડશે.”
“થોડી ખબર પડી. એ આપણે રાતના જોઈશું હમણાં આપણે જઈએ.”
“ઠીક ચાલ આખો દિવસ નીકળી જશે ચાલશે ને?”
“હા હા આપણે એના માટે તો આવ્યા છીએ.”
“ઠીક વચ્ચે ભૂખ લાગે તો કહી દેજે અને સાથે જ રહેજે છુટી ન પડતી કેમકે અહીંયા હું તને કેવી રીતે ગોતીશ.”
“હા તમે પણ બીજે ક્યાં ન જતા.”
“હા નહીં જાઉં.”
“ચાલ એક એક કરીને જોતી જા.”
“ઠીક આ ચિત્રમાં શું સમાજ પડે છે એ મને કહે.”
“આ તો બહુ સરસ રીતે કૃષ્ણ ભગવાન અને રાધાની રાસ લીલા બનાવ્યું છે.”
“હા એકદમ સાચી વાત છે.તને ચિત્ર ઓળખાતા આવડી ગયું શું વાત છે? આ તો મમ્મીને કહેવું પડશે તે કેટલા ખુશ થશે.”
“અરે આ તો સાવ આસાન હતું આગળ જોતા જઈએ પછી ખબર પડે.”
“ઠીક જે પણ હોય આ તે ઓળખી તો લીધું.”
“એમાં શું નવાઈ છે મુશ્કેલ ચિત્ર ઓળખું તો બરાબર કહેવાય”
“એ પણ ધીરે ધીરે ઓળખી જઈશ.”
“હા બરાબર. આખો દિવસ ક્યાં નીકળી ગયું ખબર જ ન પડી”
“હા સાવ સાચી વાત છે.”
“ચાલ તને મારો રૂમ ક્યાં છે બરાબર બતાવી દઉં.”
“હા બતાવી દઉં અને માસીને ફોન કરી દેજો તો તે શાંતિથી સુઈ શકશે.”
“ઓહ! તને તે બહુ યાદ આવતા લાગે છે?”
“હા આવે જ ને. એમને ચિંતા ન થાય એટલે કીધું નહીં તો વિચારમાં સુશે નહીં.”
“ અચ્છા બાબા કરી દઈશ અને તારી યાદ પણ આપીશ બસ.”
“હા એ વાત બરાબર રહશે. ગુડ નાઈટ સવારે મળીયે.”
“હા ધ્યાન રાખજે કાંઈ પણ કામ હોય તો ફોન કરજે.”
“હા જરૂર બાય.”
“બાય ગોપી.”
ત્યાર પછી બ્ન્ને પોતપોતના રૂમમાં ગયા.
ક્યારે બે દિવસ થઇ ગયા એમને ખબર જ ન પડી.
“તેજલ બે દિવસ પ્રદર્શન જોવાની મજા આવી ગઈ.”
“સારું થયું હું તને લઇ આવ્યો. ચાલ હવે મમ્મીને કહી દઈએ અમે નીકળીએ છીએ.”
“હા તમારો ખુબ આભાર અને માસીએ તમારી સાથે આવવાની પરવાનગી આપી. હા એમને તમે ફોન કરીને કહી દઉં અને પૂછી પણ લઉં કાકીએ એમને હેરાન નથી કર્યા ને?”
“હા હમણાં જ ફોન લગાડું છું.”
“હા લગાડો તમારી વાત થઇ જાય પછી આપણે નીકળીએ.”
“ઠીકે છે.”
“મમ્મી તેજલ બોલું છું કેમ છે?”
“હાશ તમે બરાબર છો. મને ગોપીના કાકી કહી ગયા બરોડામાં એનો અકસ્માત થયું છે એટલે જરા ચિંતામાં હતી.”
“ અરે મમ્મી એવું કાંઈ નથી. એમને તમને હેરાન કરવા કહ્યું હશે. ફોન કરીને પૂછી લેવાય ને? આમ ચિંતા થોડી કરાય.”
“હા મારે તમને ફોન કરવો હતો પણ તમે પ્રદર્શનમાં હોવ એટલે ન કર્યો ”
“એવું કાંઈ ન હતું. મેસેજ કરી દેવું હતું. ઠીક જે થયું. હવે અમે આવીએ છીએ પપ્પા છે કે ગયા?”
“હમણાજ ગયા.”
“ભલે ધ્યાન રાખજે ચિંતા ન કર અમે થોડીવારમાં પહોંચી જઈશું.”
“હા સંભાળીને આવજો.”
“હા મમ્મી. જરા મોડું થાય ટ્રાફિકને કારણે તો ફિકર ન કરતી. હવે હું ફોન મુકુ.”
“હા બેટા.”
“તેજલ શું થયું માસી કેમ ચિંતામાં હતા?”
“મને તારી વાત સાચી લાગી. કાકી કંઈક તો કરશે. એમને મમ્મીને કહ્યું બરોડામાં તારો અકસ્માત થઇ ગયો છે કેમકે એમને ખબર ન હતી કે તું મારી સાથે છે.”
“ઓહો કાકીએ આવું કર્યું . માસીને તો મારી ચિંતા થઇ ગઈ હશે.”
“એજ તો અને પપ્પા પણ હમણાજ નીકળી ગયા અને મમ્મીએ ફોન પણ ન કર્યું કેમકે એમને લાગ્યુ આપણે પ્રદર્શનમાં હશું.”
“અચ્છા જોયું હું કહેતી હતી ને કાકી એમ ચૂપ ન બેસે કાંઈક તો કરશે જ.”
“હા જયારે મમ્મીએ કહ્યું તારી વાત એકદમ સાચી લાગી.”
“ઠીક સારું થયું આપણે ફોન કરી દીધું નહીં તો આપણે પહોંચત નહીં ત્યાં સુધી તે ચિંતામાં રહેત.”
“હા તારી વાત સાચી. ચાલ હવે નીકળીએ.”
“હા ચાલો આપણે ક્યાં પણ વચ્ચે રોકાવું નથી. સીધા ઘરે જ પહોંચીયે.”
“હા ગોપી બરાબર. જેમ મમ્મીએ પહેલા કીધું હતું. હવે તું આગળ જજે. હું ગાડી લોક કરીને આવીશ.”
“હા ઠીક છે પણ કોઈને ખબર ન પડવી જોઈએ આપણે સાથે ગયા હતા નહીં તો કાકીને ખબર પડશે તો ધમાલ કરી નાખશે.”
“હા કોઈને ખબર નહીં પડે. હવે તને કાંઈ જોઈતું નથી ને હવે ગાડી સીધી ઘરે જ ઉભી રાખીશ. તું ઘર પહેલા ઉતરી જજે અને હું પાર્ક કરું ત્યાં સુધી તું મારા ઘરે પહોંચી જજે કાકીના ઘરે ન જતી.”
“હા મને કાંઈ નથી જોઈતું સીધા ઘરે જ ચાલો. માસી બહુ ઉદાસ હશે.”
“હા એ વાત સાચી. મમ્મીને શું ખબર કે તેમને ખોટું કીધું હતું.”
“હા હવે જલ્દી મને પપ્પાનું સરનામું અને ફોન નંબર મળે તો સારું.પપ્પા જ એમને સીધા કરશે. કેટલા વખત ડરી ડરી ને રહેવાનું. જીવનમાં શાંતિ તો જોઈએ ને?”
“હા તારી બધી વાત સાચી. આશા છે તને તારા પપ્પાનાે સંપર્ક થાય.”
હા એવું થાય તો સારું કેટલા દિવસ તમારે ત્યાં રહીશ. માસીને તકલીફ ન અપાય.”
“આવું ન બોલ . એમાં શું થયું. મમ્મીને તો તારી સાથે બહુ ગમે છે.”
“હા મને ખબર છે અને મને પણ એમની સાથે બહુ ગમે છે. એમને ન કહેતા હું આવું બોલતી હતી એમને નથી ગમતું. તે મને એમની દિકરી જ માને છે.”
“હા મમ્મી બરાબર કહે છે. હવે આવું ન બોલતી ને વિચારતી. એમપણ તું ક્યારેક તો મારી પત્ની બનીશ એટલે તારું જ ઘર કહેવાય.” અને હસવા લાગ્યો.
“ અચ્છા તમને વિશ્વાસ છે આપણા સંબંધ જોડાશે?”
“હા મમ્મી કહે એટલે થઇને જ રહે.” અને હસ્યો.
“ઓહ! જોઈએ. એના માટે આપણે મળવું પડશે. આપણા ઘર આગળ નહીં બીજી જગ્યાએ મળીશું.”
“ઠીક છે મને ચાલશે.”
“સરસ ક્યારે મળીશું તે પછી નક્કી કરીશું.”
“હા બરાબર.”
જે અફા લીલાબનને ગોપી માટે ફેલાવેલી. એ પરિસ્થિતિમાંથી શું ગોપી એને તેજલ રીનાબેનને શાંત રાખવામાં સફળ રહશે? એના માટે આગળનું ભાગ વાંચજો.
ક્રમશ: