Sapna no Rajkumar - 3 books and stories free download online pdf in Gujarati

સપના નો રાજકુમાર - ભાગ 3

પૂજા વિચારે છે કે જો રાહુલ ને રિયા ગમે છે તો તેને એ બંને વચ્ચે થી ખસી જવું જોઈએ,
એમ પણ રાહુલ અને પૂજા વચ્ચે મિત્રતા સિવાય પતિ પત્ની ‌નો‌ સંબંધ નથી એટલે પૂજા ને ભય રહે છે કે રિયા અને રાહુલ ના સંબંધ નો‌ સ્વિકાર ના કરી ને કદાચ એની અને‌‌ રાહુલ ની મિત્રતા ના તુટી જાય,
પૂજા, બહુ વિચાર્યા‌‌ પછી નક્કી કરે છે કે એક વાર‌ રિયા ને‌ મળવું જોઈએ,‌એટલે એ રાહુલ ને બોલાવી ને વાત કરે છે,‌રાહુલ ,. હું રિયા ને‌ મળવા માગું છું, શું તું મને મળાવીશ?
રાહુલ કહે છે કે, પૂજા,એમાં શું પૂછવાનું, હું જરૂર થી તને રિયા સાથે મળાવીશ, તું જ્યારે કહે ત્યારે, આપણે સાથે જ મળીશું,બસ!
પૂજા હસ્તે મોઢું રાખીને કહે છે કે, તો પછી આપણે ત્રણેય કાલે ૧ વાગ્યે સાથે લંચ લઈશું, ઓકે?
રાહુલ પણ‌ હસીને હાં ‌કહી દે‌ છે,અને પછી ત્યાંથી જતા જતા ‌જ રિયા ને‌ ફોન કરી ને લંચ પર પૂજા સાથે મળવાની વાત કરે છે,
રિયા થોડી નર્વસ થઈ જાય છે, રાહુલ ને પૂછે છે કે, તું સાથે
હોઈશ‌ ને??
રાહુલ એની મસ્તી કરી ને ચીડવે છે, ના હું નથી આવવાનો, તું અને‌‌ પૂજા જ હશો,એમ‌ પણ‌‌ તમારી બંને વચ્ચે મારી શું જરૂર છે?
હું નહીં હોઉં તો તમે જેમ‌ વાત કરવી હોય એમ કરી શકો છો, રિયા રાહ‌ુલ ની વાત સાંભળી ને નારાજ થઈ જાય છે,‌રાહુલ તું નહીં હોય તો પૂજા સાથે હું શું વાત કરીશ?
એમ પણ‌ હું ઘણી નર્વસ થઈ ગઈ છું,તારે અમારી‌ સાથે રહેવું જ પડશે, રાહુલ પણ કહે છે, તું ચિંતા ના કર, હું આવવાનો જ છું, હું તો મજાક કરતો હતો,
રિયા ગુસ્સે થઈ જાય છે, હમણાં તને મજાક સુજે છે?
મને તો ચિંતા થાય છે કે પૂજા, આપણા પ્રેમ‌ને સમજશે કે નહીં? રાહુલ એને સમજાવે‌ છે કે બહું નાં વિચારીશ, કાલ ની વાત કાલ પર છોડી દે,અને બંને થોડી હળવી વાતો કરી ને કોલ‌ કટ કરે છે.
બીજા દિવસે લંચ માટે રિયા રેડી થઈ ને એનાં મમ્મી પપ્પા ને કહી ને બહાર નીકળે છે,
રાહુલ અને પૂજા પણ‌ સાથે જ‌ લંચ માટે નીકળ્યા, જે રેસ્ટોરન્ટ માં મળવાનું હતું ત્યાં , ત્રણેય સાથે જ પહોંચે છે, રિયા એની સ્કૂટી પાર્ક કરતી હોય છે ત્યાં જ રાહુલ પૂજા ને લઇને આવે છે,‌‌ પૂજા, રિયા ને‌ જોઈને એની પાસે જાય છે હાય કહી ને એની સામે હાથ લંબાવે છે, ત્યાં જ રાહુલ આવી ને ‌રિયા અને‌ પૂજા બંને ને એક બીજા સાથે introduce કરાવે છે, રિયા ‌,આ છે પૂજા, મારી દોસ્ત,‌ અને (હસીને) નકલી પત્ની, પૂજા પણ‌ હસે છે, અને પૂજા,આ છે, રિયા, જેને હું પ્રેમ કરું છું,
રિયા અને પૂજા બંને હાથ મીલાવી ને સ્માઇલ કરે છે, ત્રણેય રેસ્ટોરન્ટ માં અંદર ‌જાય‌ છે,અને એક ટેબલ પસંદ કરીને બેસી જાય છે.
પૂજા,‌રિયા‌ને‌‌ પૂછે છે કે તમે, રાહુલ ને ‌જ કેમ પસંદ કર્યો?
રિયા એ‌ પૂજા ને બધું ‌વિગતવાર કહ્યું કે કેવી રીતે એ અને રાહુલ મળ્યા?
કઇ રીતે એમની લવ‌ સ્ટોરી આગળ વધી,
પૂજા ના સવાલ‌ નો જવાબ પણ આપ્યો કે કેમ રાહુલ ને ‌જ પસંદ કર્યો?
રાહુલ એક પ્રમાણિક છોકરો છે ,એને એ બધું જ કહ્યું છે જે સાચું છે, એની જગ્યાએ કોઈ બીજું હોત તો ટાઈમ પાસ પણ કરી શકતો હોત,
એને ક્યારેય ખોટી રીતે સ્પર્શ નથી કર્યું, એની સામે લગ્ન નો પ્રસ્તાવ, મેં જ પહેલા મૂક્યો હતો‌, તો ‌પણ,
તો તમે જ કહો, કે ‌આ‌ વાત‌ કઇ છોકરી ને પસંદ ના આવે??!!!
પૂજા, ખૂબ જ ધ્યાન થી રિયા ને‌ સાંભળતી‌ હોય છે,‌થોડી વાર‌ માટે વાતાવરણ માં એકદમ‌ ચુપ્પી છવાઈ જાય છે,
પછી પૂજા મૌન તોડતા બોલે છે, કે રિયા તું ‌બહુ‌ ઈમોશનલ છોકરી છે, તારી વાત થી હું સહમત છું,
તું બહુ નસીબદાર છે કે તને તારો પ્રેમ મળ્યો,આ‌ દુનિયામાં પ્રેમ ની વાત માં બધાં નસીબદાર નથી હોતા,
તમારા બંને ના પ્રેમ નું ‌માન રાખી, તમારા બંને ના લગ્ન માટે મારી હાં છે,
એટલું સાંભળતાં જ ,રિયા ની આંખો મા હર્ષ ના આંસુ આવી જાય છે, અને પૂજા નો‌ આભાર વ્યક્ત ‌કરે છે, રાહુલ પણ ‌ખુશ‌ થઇને ‌ઈમોશનલ‌ થઇ‌ જાય છે, અને પૂજા ને થેન્ક યુ કહી ને ગલે લગાવી લે છે,
પૂજા કહે છે, બહુ થયું ‌હં, તમારા બંને ના તો પેટ ભરાઈ ગયા હશે, હાં ‌ સાંભળીને, પણ મને બહુ જ ભૂખ લાગી છે, જમી લઈએ???!!
બધાં સાથે હસી પડે છે અને મસ્તી કરતા કરતા જમવા લાગે છે,
ત્યાંથી રિયા ને‌ બાય‌ કહીને પૂજા અને રાહુલ ઘરે આવે છે,આવી ને પપ્પા ને બોલાવે છે અને બાકીના બધા સભ્યો ને બોલાવી ને, વાત કરે છે, પૂજા રાહુલ ના પપ્પા ની પાસે જઇને ‌કહે છે, પપ્પા, હું ‌રાહુલ‌ ની સાથે દોસ્તી નિભાવીશ,
રિયા ને મળી ને આવી રહી છું , રિયા સારી છોકરી છે, હું રિયા અને રાહુલ‌ ના લગ્ન માટે તૈયાર છું, આટલું સાંભળતા જ રાહુલ ના પપ્પા પૂજા ના માથે હાથ ફેરવીને કહે છે,તું ખરેખર, રાહુલ ની મિત્ર‌ છે, અને તારા‌ આ પપ્પા, તારી આ‌ સમજદારી ને વ્યર્થ નહીં જવા દે, તમે જ્યારે રિયા ને મળવા ગયા હતા ને ત્યારે હું પણ કોઈક ને મળવા ગયો હતો,
જે તને અધવચ્ચે છોડી જતો રહ્યો હતો એને, પૂજા અને બાકીના બધા આ સાંભળીને ચોંકી ગયા, પૂજા કહે છે કે તમે એને કેવી રીતે મળ્યા?
પપ્પા કહે છે કે, આટલાં વર્ષો મેં આમ જ‌ પસાર નથી કર્યા, અને તું એ બધું છોડ ને, વાત તો એમ છે કે મોક્ષ‌ તને વર્ષો પહેલાં જ મળી ગયો હોત, પણ તમને મળે એ પહેલાં જ અહીં તમે બંને એ અમારી સામે તમે પતિ પત્ની છો એમ કહી દીધેલું હતું,
એ‌‌ આજે પણ‌ કુંવારો છે, પૂજા આ બઘું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ,‌‌અને સવાલ કરે‌ છે,તો‌ એ‌ ત્યારે મને મૂકીને કેમ જતો‌ રહ્યો હતો?
પપ્પા જવાબ આપે છે કે, ત્યારે એને ખબર પડી હતી કે એના દાદા હોસ્પિટલ માં છે, એટલે એ અચાનક ત્યાંથી ગયો હતો, હોસ્પિટલ પહોંચ્યા પછી તારો કોન્ટેક્ટ કરવાની ઘણી કોશિશ કરી પણ, કોન્ટેક્ટ ના થયો,
આ સાંભળી ને પૂજા રડવા લાગી, રાહુલ ના પપ્પા એને શાંત કરાવીને કહે છે, જે થયું એ થયું, હવે ‌મોક્ષ ની સાથે નવી જીંદગી શરૂ કર, રાહુલ ને રિયા મળી, તો તને મોક્ષ મળ્યો, તમારા બંને ના લગ્ન ‌થશે,પણ તમારા મનગમતા પાત્ર‌ સાથે,
આ સાંભળતા જ રાહુલ અને પૂજા બંને ‌હસી પડે છે,
રાહુલ,આ બધી જ ઘટના રિયા ને‌ જણાવે છે, રિયા પણ પૂજા માટે ‌બહુ‌ જ‌ ખુશ થાય છે, આ બાજુ રિયા ના પપ્પા ને આ બધું જાણવા મળે છે, રાહુલ ના પપ્પા દ્વારા, એ પણ ખુશ થાય છે અને રાજી ખુશીથી રાહુલ અને રિયા ના લગ્ન માટે હાં પાડી દે છે,

દોસ્તો, જ્યાં સાચ્ચી લાગણીઓ ‌હોય ત્યાં કશું જ અશક્ય નથી,..
આ દુનિયા માં જોડીઓ તો ‌ઉપર થી જ બની ને આવે છે,
આપણે તો નિમિત્ત માત્ર છીએ.