Sapna no Rajkumar - 2 books and stories free download online pdf in Gujarati

સપના નો રાજકુમાર - ભાગ 2

નમસ્તે મિત્રો!

કેમ છો‌ તમે?
આજે‌ હું તમારા માટે‌ ૨‌ જો ભાગ લઈને પ્રસ્તુત છું.
મેં તમને પૂછ્યું હતું કે શું રિયા અને રાહુલ એક થઇ શકશે?

તો ચાલો, જોઇએ કે આગળ શું થવાનું છે?

રિયા અને રાહુલ એકબીજા ને મળતા રહ્યાં, એકબીજા ના સાથ થી‌ બંને ‌બહુ‌ જ ખુશ હતા, પણ‌ રાહુલ ‌બધા ની‌ નજર‌ માં તો‌ પરણિત હતો.
રાહુલ પોતાના ઘરમાં બધા ને હકીકત જણાવવા નું નક્કી કરે છે અને રિયા ને પણ કહે છે ‌કે‌ હુ ઘરમાં બધા ને આપણી અને મારા‌ જૂઠાં લગ્ન ની હકીકત જણાવી દઈશ.

રિયા, રાહુલ ને પૂછે છે કે તું ખરેખર આ કહેવા માંગે છે?
રાહુલ રિયા નો‌ હાથ હાથમાં લઈને હળવેકથી કહે છે,હા, રિયા, આ રીતે આમ ક્યાં સુધી ચાલશે?? ક્યારેક તો કહેવું ‌પડશે જ ને!

બીજા દિવસે સવારે રાહુલ પોતાના પપ્પા ની પાસે બેસીને થોડી હળવી વાતો કરતા કરતા, પોતાની વાત રજૂ કરે છે, કે કેવા સંજોગોમાં પોતાના લગ્ન ની વાત કરી હતી,
એ‌ બધું જ એનાં પપ્પા ને કહી દીધું જે‌ આજ સુધી ન'તો કહી શક્યો.

રાહુલ ના પપ્પા એ‌ બધી‌ જ વાત શાંતિથી સાંભળી,અને રાહુલ ને પૂછ્યું કે તું આગળ શું કરવા માંગે છે??
રાહુલ એ‌ કીધું કે પપ્પા , હું એક છોકરી ને પ્રેમ કરું છું,એનું નામ રિયા છે,સારા‌ ઘર ની‌‌ છે એ,પણ‌ એનાં પપ્પા ને પસંદ નથી‌ કે એ મને મળે , કેમ કે એમની નજર ‌મા હું મેરિડ છું,
જો તમે ‌વાત કરો તો કદાચ એ માની જશે,
પપ્પા, તમે મારી ‌મદદ કરશો?
રાહુલ ના માથા પર હાથ ફેરવીને પપ્પા ‌કહે છે કે , રાહુલ, તે આ બધું મને પહેલા જ કહ્યું હોત તો તારા જીવન ‌મા આ‌ પ્રોબ્લેમ આવતા જ નહીં,પણ ઠીક છે, જાગ્યા ત્યારથી સવાર, હું કરીશ , તારી મદદ.
રાહુલ,આ સાંભળીને એકદમ ખુશ થઈ જાય છે, અને એના પપ્પા ને ગળે લગાવી લે છે, એનાં પપ્પા કહે છે, બહુ ‌ખુશ નાં થઇ જ‌ઈશ, હજુ આપણે ‌પ્રશ્ર્ન ઉકેલવા નો છે,
આપણે પૂજા ને પણ કહેવું પડશે,
(પૂજા,‌ રાહુલ ની‌ દોસ્ત છે જેની‌ સાથે જૂઠા‌ લગ્ન માં છે)

રાહુલ કહે છે કે, ઓકે પપ્પા, તમે જેમ‌ કહો એમ,
પૂજા ને ‌બોલાવી ને બધી વાત એની સામે ‌મુકે‌ છે,અને‌‌ પૂછે છે કે ‌આમા તારે શું કહેવું છે?
પૂજા કહે છે કે, પપ્પા, તમે જેમ‌ કહો એમ‌ , મને કોઈ વાંધો ‌નથી‌ પણ‌ જો‌ રાહુલ‌ જેને‌ પ્રેમ‌ કરે‌ છે એની સાથે લગ્ન કરી લેશે તો મારૂં શું?
હું ક્યાં ‌જ‌ઈશ?
રાહુલ ના પપ્પા કહે છે કે તું ખરેખર રાહુલ ને મિત્ર માનતી હોય તો રાહુલ ની‌ ખુશી માટે વિચાર,અને‌ એમ‌ પણ તમે બંને મિત્ર નો‌ જ સંબંધ નિભાવો‌ છો, તમારી બંને વચ્ચે મિત્રતા સિવાય પતિ પત્ની ‌નો‌ સંબંધ છે ‌જ નહીં તો ‌સાથે‌ રહીને શુ‌ કરશો?
એનાં કરતાં વધુ સારું ‌રહેશે‌‌ કે તું એની સાથે રહે છે‌ જે તને ‌મજબૂરી‌‌ મા નહીં,દિલ‌‌ થી‌ સાથે ‌રાખે, જે તને પ્રેમ કરે,

રાહુલ ના પપ્પા ની વાત સાંભળી, પૂજા વિચાર માં પડી જાય છે અને રાહુલ ને પૂછે છે કે તું ખરેખર રિયા ને‌ પ્રેમ કરે છે?
રાહુલ,હા‌ કહે છે,એ‌ સાંભળીને પૂજા ત્યાંથી જતી‌ રહે છે, રાહુલ પૂજા ને જતી જોઈ ને ચિંતા માં ‌મુકાય‌ જાય છે.


દોસ્તો, તમને શું લાગે છે, પૂજા , રાહુલ અને રિયા ‌ના પ્રેમ ને‌ સમજશે?
શું તે‌ પોતાની મિત્રતા નિભાવશે?........




જય‌ શ્રી રામ 🌹🙏