Artificial Intelligence - 26 books and stories free download online pdf in Gujarati

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 26

                      

                        : પ્રકરણ - 19  :     

           મારો અને ફ્લોરાનો પરિવાર સાથે પિકનિકમાં ગયો હતો. તે જાણીને લોકોને મરચું લાગી ગયું હતું..

          અમારા સંબંધને લઈને સપના અને કિશન ગંદી ટકોર કરી હતી..       

         " દિન કો સિસ્ટર રાત કો બિસ્તર!! "     

          સપનાએ સાથે રહીને પણ આવી અભદ્ર ટકોર કરી હતી.. તેથી મારો તેના પ્રત્યેનો વિશ્વાસ ઓસરી ગયો હતો.   

            કિશને પણ આ વાતને સમર્થન આપ્યું હતું.   

             " દિન કો દીદી રાત કો બીવી!!"       

                ઓફિસમાં અમને બન્નેને લઈ કાંઈ ને કાંઈ ખ્યાલી પુલાવ પકતો રહેતો હતો. 

                પૂરો દિવસ બેકાર સાબિત થયો હતો.            લંચ સમય થઈ  ગયો હતો. અમે બંને ટિફિન લઈ ગયા નહોતા. આ સ્થિતિમાં અમે બહાર લંચ કર્યું હતું..

                આ વાતે પણ ઉધામો મચી ગયો હતો. અને તેનો કર્તા હર્તા કિશન હતો!! મજાની વાત તો એ હતી સપના ખુદ એક છોકરા સાથે આવો જ સંબંધ ધરાવતી હતી. આ એ જ છોકરો હતો. જેના થકી હું ' શેઠ બ્રધર્સ ' માં જોડાયો હતો.     

               સ્ત્રીની બુદ્ધિ પાનીએ હોય છે આ વાત સપનાએ સાબિત કરી હતી. તે જાણતી નહોતી.. તેને માટે પણ કોઈ આવું વિચારી શકે છે.      

                 એક વાર મેં તેની પાસે પેન માંગી હતી. તો તેણે બિન્દાસ્ત કહ્યું હતું.        

                  " બહેન પણ જોઈએ તો મળશે! "       

                  હવે તેનો પોતાની આ સમજનો શું મતલબ. નીકળતો હતો? તે વાતથી ખુદ અજાણ હતી. 

                 એક બહેન રાતના તેને હિસાબે પત્ની બની જતી હતી!! મતલબ તે પોતાના જ શબ્દોમાં ' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર '  બનવા તૈયાર હતી!!       

                એક દિવસ સાંજના ફ્લોરાએ મને કહ્યું હતું..     

                " સંભવ ભૈયા! મેરા એક પાયલ કહી ખો ગયા હૈ! પરમેશ્વરને અપની સેવિંગ મેં સે મુઝે પાયલ ખરીદકર દિયે થે. વહ ખો ગયા હૈ જાનકર ઉસે બહુત બુરા લગેગા. મેં યહ સ્થિતિ સે ઉસે દૂર રખના ચાહતી હૂં. મૈં દુસરા પાયલ ખરીદના ચાહતી હૂં. "     

               " ઓ કે તુમ જાનતી હો, પાયલ કહાં સે લિયે થે? "                           

               " હા વહ મુઝે સાથ લે ગયા થા. આપ મેરે સાથ ચલેંગે? "           

                " ક્યોં નહીં મેરી બહના? " 

                અને અમે બસમાં જવેલર્સની દુકાને પહોંચી ગયા હતા.   

                સાંજનો સમય હતો. દુકાનમાં ભીડ હતી. અમારે થોડી વાટ જોવી પડી હતી.     

               દસ મિનિટ પછી અમારો વારો આવ્યો હતો..             

               સેલ્સ મેને ફ્લોરાને સવાલ કર્યો હતો.

               " આપ કો ક્યા ચાહિયે મેડમ? "     

               ફ્લોરાએ પોતાની હેન્ડ બેગમાંથી પાયલ બહાર કાઢી તેને બતાવતા સવાલ કર્યો હતો. 

           " ક્યાં ઐસા એક પાયલ મિલેગા? "   

           સેલ્સ મેન પાયલ લઈને ગોડાઉનની અંદર ચાલી ગયો હતો.      

           બે જ મિનિટની અંદર તે બે પાયલ લઈને કાઉન્ટર પર પાછો આવ્યો હતો.  ફ્લોરા તો ઓળખી પણ શકી નહોતી. ક્યું પાયલ તેનું હતું? નવું હતું??    

           તેણે પાયલ હાથમા લઇ નીચે નમીને પહેરવાની કોશિશ કરી પણ તેને ફાવ્યું નહીં. અને મેં તેને પાયલ પહેરાવવામાં મદદ કરી હતી.     

           તે જ વખતે ના જાણે સાપ ફૂંફાડા મારતો દરમાંથી બહાર નીકળે તેમ રાયજી એકાએક ફૂટી નીકળ્યો હતો..   

          તેણે દુકાનમાં પગ મુકતા જ કહ્યું હતું :      

          " તમે ટેક્સીમાં આવવાના હતા તો મને કહેવું હતું ને. હું પણ તમારી ભેગો આવી જાત.. મારો દીકરો અહીં જ કામ કરે છે. તમને ડિસ્કાઉન્ટ પણ અપાવી દેત. "     

           મને તો સાંભળીને ગુસ્સો આવ્યો હતો.. અમે લોકો બસમાં આવ્યા હતા. તો એણે  કઈ રીતે કીધું અમે ટેક્સીમાં આવ્યા હતા.!.       

           આ તેની વિચિત્ર ખોપડીની બેહતરીન ઉપજ હતી ..             

            મને તો આ માણસ એટલો હલકો અને ગયો ગુજર્યો લાગતો હતો. છતાં પણ તે સદાય અમારી જોડે આત્મીય થવાની કોશિશ કરતો હતો.   

            અમે હિસાબ ચૂકતે કરી તેના કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વિના  દુકાનમાંથી નીચે ઊતરી ગયા હતા..       

           તે તરત જ અમારી પાછળ આવ્યો હતો.. અને દીવાલ પર પાનની પિચકારી મારતા સવાલ કર્યો હતો!   

            " હવે ક્યાં જશો? "   

            મેં તેના સવાલનો કોઈ જવાબ ના આપતાં પહેલા ફ્લોરા ને ટેક્સીમાં બેસાડી હતી અને તે કોઈ બીજી સ્ટોરી અમારે માટે ના લખે તેનો વિચાર કરી હું ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો હતો. અને તેને આદેશ આપ્યો હતો.   

          " ચર્ની રોડ સ્ટેશન! "   

           ડાઇવરે મીટર ડાઉન કર્યુ હતું અને ટેક્સી સ્ટાર્ટ થઈ ગઈ હતી..   

           અને પાંચ મિનિટની અંદર અમે ચર્ની રોડ સ્ટેશન પહોંચી ગયા હતા!  ત્યારે મને રાયજીનો સવાલ યાદ આવ્યો હતો.  તેની આંખોમાં શકના સાપોલિયા સળવળી રહ્યાં હતા.   

           " હવે ક્યાં જશો? "       

           આ સવાલમાં તેના દિમાગની ગંદકી ખદબદી રહી હતી. જાણે તે પૂછી રહ્યો હતો 

         " હવે કઈ હોટલમાં જશો? "     

         તે ઓફિસમાં જરૂર કોઈ સ્ટોરી બનાવશે?  તેની મને ચિંતા થતી હતી. તે કિશન અને સપનાનો બાપ હતો.   

          ટેક્સીમાંથી નીચે ઊતરી અમે પ્લેટફોર્મમાં દાખલ થયા હતા. અને સીઢી ચઢી એક નંબરના પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા. ફ્લોરા ને લેડીઝ કંપાર્ટમેન્ટમાં ચઢાવી હું જેન્ટ્સ ડબ્બામાં ચઢી ગયો હતો. 


                       0000000000      

             ફ્લોરા એકાએક ચિંતાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગઈ હતી. તેને વિશ્વની દસમી જીવલેણ બીમારી લાગું પડી ગઈ હતી..       

             પરમેશ્વર ત્યારે દુબઈમાં હતો.. તેની કથની હું વિસરી શકતો નહોતો.. તેનો સારો ઇતિહાસ જાણે મારી આંખો સામે નર્તન કરી રહ્યો હતો..     

            એક દિવસ તેણે મને સમાચાર આપ્યા હતા. 

            " મારો દુબઇમાં જોબ લાગી ગયો છે. મારે અઠવાડિયાની અંદર ડ્યુટી પર હાજર થવું પડશે. "     

           અને તે ત્રીજે જ દિવસે દુબઈ જવા માટે નીકળી ગયો હતો. અમે તેને 'સી ઓફ ' કરવા એર પોર્ટ ગયા હતા. ત્યારે તેની દીકરી મુસ્કાન ઘણી જ નાની હતી.. તે પિતાની હેવાઈ હતી. તે પિતાને જવા દેતી નહોતી. તેને ગમે તેમ પટાવી, સમજાવી પરમેશ્વર નીકળી ગયો હતો. 

          અમે મોડી રાતે ફ્લોરાના ઘરે ગયા હતા. ત્યાં તેના ભાઈ બહેન પણ મોજુદ હતા.      

          સવારના બરાબર સાત વાગે પરમેશ્વરનો ફોન ઉપાડ્યો હતો.    

          " હલ્લો કોણ? "     

         ફોન પર રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.. સાંભળીને હું ચિંતિત થઈ ગયો હતો.  મેં તેને રડવાનું રોકીને વાત કરવાની ભલામણ કરી હતી.     

          " સંભવ ભૈયા! મૈં લૂંટ ગયા બરબાદ હો ગયા.. એપોઇન્ટમેન્ટ લેટર ફેક નિકલા.. યહાં કોઈ ઐસી કોઈ જોબ પ્લેસમેન્ટ ઓફિસ નહી હૈ.. ઉન્હોને તો મુઝે યહાં તક કહાં થા. મેરા વિઝા ભી તૈયાર હૈ. યહાં તો ઉસ એજેન્સી કા કોઈ મુલાજીમ ભી હાજીર નહીં હૈ ના તો કોઈ વિઝા! એર પોર્ટ કસ્ટમ ઓફિસરે મને એરપોર્ટ પર જ રોકી લીધો છે. "     

            ત્યારે ના જાણે કેમ મને આવી દયનીય સ્થિતિમાં પહેલી વાર મને પરમેશ્વર પર ગુસ્સો આવ્યો હતો. તે દરેક વાતમાં મારી જેમ રઘવાયો બની જતો હતો.      

           તે વખતે મને યાદ આવ્યું હતું. શેઠ બ્રધર્સના કમિશન એજેન્ટ અબ્દુલ ભાઈ દુબઈ એજેંટ હતા.. તેઓ મને સારી રીતે ઓળખતા હતા. તેમનો નંબર પણ મારી પાસે હતો.   

          મેં તરત જ તેમને ફોન લગાવ્યો હતો.      

          મારું નામ અને અવાજ સાંભળી તેમને તાજુબ થયું હતું. તેમણે તરત જ મને સવાલ કર્યો હતો.   

          "  મિસ્ટર દેસાઈ! ઇસ સમય ઐસા ક્યાં હો ગયા? "           

           મેં તેમને ખોટા સમયે ફોન કર્યો હતો.. તે બદલ ખેદ વ્યક્ત કરી સારી અથઇતિ જણાવી દીધી હતી.. 

           તેમણે મને આશ્વસ્ત કર્યો હતો.   

           " આપ ફિકર મત કરો! મૈં અભી એરપોર્ટ જાતા હું ઔર તુમ્હારે દોસ્ત કા આફત સે છુટકારા કરાતા હૂં."

           સાંભળીને મારા હૈયે ટાઢક વળી હતી.   

          ત્રણ કલાકની અંદર જ પરમેશ્વરનો ફોન આવ્યો હતો.         

          " સબ સલામત હૈ અબ્દુલ ભાઈને મુઝે મુસીબતસે ઉગાર લિયા હૈ ઇતના હી અપની ઓઇલ મિલ મેં જોબ ભી દે દિયા હૈ. "     

             જયારે તે દુબઈ જવા નીકળ્યો ત્યારે ફ્લોરાને સાધારણ પેટનો દુખાવો થતો હતો.  તેણે આ વાત પરમેશ્વરથી છુપાવી હતી.      

            ત્રણ મહિના બાદ પરમેશ્વર મુંબઈ આવ્યો હતો, ત્યારે તેના સાળાએ તેને પોતાની બહેનની બીમારી વિશે માહિતી આપી હતી.  તેનો દુખાવો વધી ગયો હતો.

             આમ તો દરેક બીમારીના મૂળમાં ચિંતા જ છુપાયેલી હોય છે, ફ્લોરાને અલ્સરની બીમારી લાગુ પડી ગઈ હતી. 

             સાંભળીને તેણે ખેદ વ્યક્ત કર્યો હતો.. અને પોતાની પત્નીને સલાહ આપી હતી. 

             " ચિંતા કરવાનું બંધ કરી દે.. તે જ આ બીમારીનો શ્રેષ્ઠ ઈલાજ છે.. "   

            મેં પણ તેને વારંવાર આ જ સલાહ આપી હતી.              

            વિશ્વની દસમી  જીવલેણ બીમારી પુરવાર થઈ ચુકી હતી. આ વાત તેના દિમાગમાં ઘૂસી ગઈ હતી.  કોઈએ આવી નઠારી હરકત કરી હતી..

           અને હું આ વાત તેના દિમાગમાંથી કાઢવાની કોશિશમાં કામયાબ નીવડ્યો હતો. અને તેની તબિયતમાં નોંધનીય સુધારો આવ્યો હતો.           

                    0000000000   ( ક્રમશ : )