NRI Taralao books and stories free download online pdf in Gujarati

ભારતના NRI તારલાઓ

વિશ્વનાં ૨૫ તેજસ્વી

એન. આર. આઈ તારલાઓ

ઃ લેખિકા :

શ્રેયા પરીક

ધ બેટર ઇન્ડિયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.


વિશ્વનાં ૨૫ તેજસ્વી એન. આર. આઈ તારલાઓ

આ ભારતીયોએ દુનિયાનો ખૂણેખૂણો ખુંદી ને પોતાનાં એ દેશને ગૌરવ અપાવ્યું છે જે દેશમાં તેઓ જન્મ્યા છે. વિજ્ઞાનથી કળા અને વ્યાપારથી સાહિત્ય આ તમામ ક્ષેત્રોમાં આ અસાધારણરૂપે પ્રતિભાશાળી ૨૫ એવા ભારતીયો એટલેકે બિન-નિવાસી ભારતીયો એટલે કે એન. આર. આઈ એ ભારતને અને ભારતીયોને અભિમાન કરવા માટે કેટલાંય કારણો આપ્યા છે.

અનુક્રમ

૧.નારીન્દર સિંઘ કાપાની

૨.સલમાન રશ્દી

૩.એસ. ચંદ્રશેખર

૪.અમર્ત્ય સેન

૫.વિનોદ ખોસલા

૬.હર ગોબિંદ ખુરાના

૭.રોહિન્ટન મિસ્ત્રી

૮.પાન નલીન

૯.વેંકટરમણ રામક્રિશ્નન

૧૦.મીરાં નાયર

૧૧.અનીતા અને કિરણ દેસાઈ

૧૨.બી. રવિ પિલ્લાઇ

૧૩.કલ્પના ચાવલા

૧૪.લક્ષ્મી મિત્તલ

૧૫.પ્રણવ મિસ્ત્રી

૧૬.ઇન્દિરા નૂયી

૧૭.લક્ષ્મી પ્રાતુરી

૧૮.સબીર ભાટીયા

૧૯.ઝુબીન મહેતા

૨૦.રાઘવ કે. કે

૨૧.સી. કે. પ્રહલાદ

૨૨.અજીત જૈન

૨૩.દીપક. સી. જૈન

૨૪.અમર બોસ

૨૫.સત્યા નાડેલા

૧. નારીન્દર સિંઘ કાપાની

પંજાબમાં જન્મેલા આ અતિ પ્રતિભાશાળી વ્યક્તિ ફાઈબર ઓપ્ટીક્સનાં ક્ષેત્રમાં પોતાનાં ફાળા માટે ખુબ જાણીતા છે. ફોર્ચ્યુન મેગેઝીનના ‘બીઝનેસમેન ઓફ ધ સેન્ચુરી’ નાં અંકમાં તેઓ ‘સેવન અનસંગ હીરોઝ’ નાં લીસ્ટમાં સ્થાન પામ્યા હતા. તેઓ ફાઈબર ઓપ્ટીક્સનાં ક્ષેત્રનાં સહુથી પહેલાં શોધકારોમાંથી એક ગણાય છે અને એમને કારણે જ અત્યારે માહિતી અને પ્રસારણ આટલું ઝડપી બન્યું છે. કાપાનીએ પોતાની જીંદગીમાં અનેક કાર્યો કર્યા છે જેમાં એક બીઝનેસ સાહસિક હોવા ઉપરાંત એક દાનવીર અને જ્ઞાની તરીકેનો રોલ પણ તેમણે ભજવ્યો છે અને આ માટે એમને કેટલાય આંતરરાષ્ટ્‌રીય સન્માન પણ મળી ચુક્યા છે.

૨. સલમાન રશ્દી

મુંબઈમાં જન્મેલા આ કાશ્મીરી મુસ્લિમ લેખક અંગ્રેજી સાહિત્યમાં એમણે કરેલા કામ માટે વધુ જાણીતા બન્યા છે. એમની બીજી નવલકથા, ‘મીડનાઈટ્‌સ ચિલ્ડ્રન’ ને ૧૯૮૧નું બુકર પ્રાઈઝ મળ્યું હતું. આ જ નવલકથા માટે એમને ૧૯૯૩માં ‘બુકર ઓફ બુકર્સ’ નો પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૦૮માં લંડનથી પ્રકાશિત થતા ‘ધ ટાઈમ્સ’ અખબારે સલમાન રશ્દીને ૧૯૪૫થી ૨૦૦૮ સુધીના સર્વશ્રેષ્ઠ ૫૦ લેખકોમાં ૧૩માં સ્થાને મુક્યા હતા. રશ્દીએ પોતાની કારકિર્દી ઓગ્લીવી એન્ડ મેથર નામની એક એડવર્ટાઇઝીંગ એજન્સીમાં એક કોપી રાઈટર તરીકે શરુ કરી હતી. સલમાન રશ્દી પોતાનાં પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ ઉપર થયેલા વિવાદને લીધે પણ જાણીતા છે. અત્યારસુધી સલમાન રશ્દીએ ૧૧ નવલકથાઓ અને કેટલીયે લઘુકથાઓ લખી છે. એમનાં પુસ્તકો દુનિયાભરની ૪૦ જુદીજુદી ભાષાઓમાં ભાષાંતરિત થયા છે. ફ્રાંસ દ્વારા સલમાન રશ્દીને ૧૯૯૯નાં વર્ષમાં ‘કોમેન્દુર દ લ ઓદ્ર દ આર્ટસ એત લેટર્સ’ અને એજ વર્ષે ક્વીન એલિઝાબેથે એમને એમની સાહિત્ય પ્રત્યેની સેવાઓને ધ્યાનમાં લઈને નાઈટહુડ પણ એનાયત કર્યું છે. આવા અદ્ભુત વિદ્વાન પ્રત્યે આપણને ખુબ માન થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી બરોબરને?

૩. એસ. ચંદ્રશેખર

બ્રિટીશ ઇન્ડિયાનાં સમયનાં લાહોરમાં જન્મેલા એસ. ચંદ્રશેખરને બ્લેક હોલ વિષે તેમનાં ગાણિતિક સિદ્ધાંત માટે ૧૯૮૩નો નોબલ પુરસ્કાર મળ્યો હતો. આ સિદ્ધાંતને ‘ધ ચન્દ્રશેખર લીમીટ’ નામ અપાયું છે. એમનાં વિખ્યાત કાર્યોમાં તારાઓ ખાસ કરીને નાના સફેદ તારાઓમાંથી આવતાં કિરણોમાંથી મળતી ઉર્જા અને નિષ્પ્રાણ થયેલા એના કેટલાક ટુકડાઓ પરનું કાર્ય વિશેષતા ધરાવે છે. ધ રોયલ સોસાયટી ઓફ લંડનનાં આર. જે. ટેલર એમની આત્મકથાત્મક યાદગીરીઓમાં લખે છે કે, ‘‘ચંદ્રશેખર એક એવાં ગણિતજ્ઞ છે જેમની ગાણિતિક શોધો માત્ર અવકાશ વિજ્ઞાન પુરતીજ હતી પરંતુ આ વિષયમાં એમનાં જેવી શોધખોળો કદાચ ફરી ક્યારેય શક્ય નહી બને.

૪. અમર્ત્ય સેન

પશ્ચિમ બંગાળનાં શાંતિનિકેતનમાં જન્મેલા અમર્ત્ય સેન એક ભારતીય અર્થશાસ્ત્રી અને ફિલસૂફ છે જે એમનાં જીવન કલ્યાણ, આર્થિક અને સામાજિક ન્યાય, દુષ્કાળ અંગેનાં આર્થિક સિદ્ધાંતો અને વિકાસશીલ દેશોના નાગરીકોનાં સુખાકારી અંગેના તેમનાં અદ્ભુત યોગદાન માટે જાણીતા છે. સુખાકારી અંગેના અર્થશાસ્ત્ર વિષેના એમનાં વિવિધ સંશોધનો માટે ૧૯૯૮માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં અમર્ત્ય સેન નાલંદા વિદ્યાપીઠ નાં કુલપતિ તરીકે અને હાવર્ડ સોસાયટી ઓફ ફેલો માં ફેલોશીપ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યાં છે. તેઓ તેમનાં લેખન કાર્યમાટે પણ વિશ્વવિખ્યાત છે. ‘આર્ગ્યુમેન્ટીવ ઇન્ડિયનઃ રાઈટીંગસ ઓન ઇન્ડીયન હિસ્ટ્રી, કલ્ચર એન્ડ આઇડેન્ટીટી’ પુસ્તક એમનાં શ્રેષ્ઠ કર્યો માંથી એક છે.

૫. વિનોદ ખોસલા

વિનોદ ખોસલા સન માઈક્રોસિસ્ટમ્સનાં સહ-સ્થાપક છે જેણે જાવા પ્રોગ્રામિંગ અને નેટવર્ક ફાઈલ સીસ્ટમની શોધ કરી છે. વિનોદ ખોસલા ફોર્બ્સ મેગેઝીનનાં અબજોપતિઓ નાં લીસ્ટમાં શુમાર છે. સન માઈક્રોસિસ્ટમ્સ છોડ્યા બાદ એમણે ખોસલા વેન્ચર્સ નામની પોતાની અલગથી એક કંપની શરુ કરી છે. વિનોદ ખોસલા દિલ્હીમાં જન્મ્યા છે અને આઈ. આઈ. ટીમાંથી એમણે ટેકનીકલ શિક્ષણ મેળવ્યું છે. ડેઇઝી સિસ્ટમ્સ એન્ડ ટી. આઈ. ઈ ની સ્થાપનામાં તેઓએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ઇથેનોલ ફેકટરીઓ અને સૂર્ય ઉર્જા પાર્કની સ્થાપનામાટે વિનોદ ખોસલાએ ખાસ ૪૫૦ કરોડ અમેરિકી ડોલર ફાળવ્યા છે. આ બંને કાર્યો ગ્રીન વાતાવરણ માટે કાર્ય કરે છે અને વિશ્વભરનાં મીડિયામાં એમનું આ કાર્ય ખુબ વખણાયું પણ છે.

૬. હર ગોબિંદ ખુરાના

૧૯૬૮માં આ ભારતીય અમેરિકન બાયોકેમિસ્ટ ને સાઈકોલોજી અને મેડીકલ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. જેમાં એમને રોબર્ટ હોલી અને માર્શલ નિરેનબર્ગ સાથે મળીને એક જીનેટિક કોડ નો તોડ શોધી કાઢ્યો હતો. પંજાબના રાયપુર માં હર ગોબિંદ ખુરાનાનો જન્મ થયો હતો. એમણે કેમીકલી ઓલીગોનુલકલીઓટાઇડસનું સંશ્લેષણ કર્યું હતું અને આને લીધે વિજ્ઞાનમાં એમનાં આ યોગદાનને લીધે એમને વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો.

૭. રોહિન્ટન મિસ્ત્રી

આંતરરાષ્ટ્‌રીય ખ્યાતિપ્રાપ્ત લેખક રોહિન્ટન મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં થયો હતો અને એમણે એમની બી. એ ની પદવી મુંબઈની જ સેંટ ઝેવિયર્સ કોલેજ માંથી લીધી હતી. ૧૯૭૫માં તેઓએ પોતાનાં પત્ની સાથે કેનેડા સ્થળાંતર કર્યું હતું. તેમનું પ્રથમ પુસ્તક ‘સ્વીમીંગ લેસન્સ’ ૧૧ લઘુકથાઓ નો સંગ્રહ હતો અને એમની અન્ય વાર્તાઓ ‘ફિરોઝશા બાગ’ નાં નામે ૧૯૮૭માં પ્રકાશિત થઇ હતી. રોહિન્ટન મિસ્ત્રીનું એક અન્ય પુસ્તક ‘સચ અ લોંગ જર્ની’ ૧૯૯૧માં પ્રકાશિત થયું હતું અને એને રાષ્ટ્‌રીય અને આંતરરાષ્ટ્‌રીય કક્ષાએ ખુબ પ્રસંશા મળી હતી. એમનું એક અન્ય પુસ્તક ‘અ ફાઈન બેલેન્સ’ એમની અત્યારસુધીની સ્વર્વ્રેષ્ઠ કૃતિ ગણાય છે અને આ પુસ્તકને બુકર પ્રાઈઝ આપવા માટે પણ વિચાર થયો હતો.

૮. પાન નલીન

આ એવોર્ડ વિજેતા નિર્દેશક, પટકથાકાર અને ડોક્યુમેન્ટ્રી બનાવનાર વ્યક્તિનો જન્મ ગુજરાતમાં થયો હતો. પાન નલીન તેમની અદ્ભુત અને એવોર્ડ વિજેતા દસ્તાવેજી ફિલ્મો જેવીકે ‘સમસારા’, ‘વેલી ઓફ ફ્‌લાવર્સ’ અને ‘આયુર્વેદા : આર્ટ ઓફ બીઈંગ’ માટે ખુબ જાણીતા છે. એમની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ સમસારાએ એની રીલીઝ પછી બહુ ટૂંકાગાળામાં જ એક પછી એક આંતરરાષ્ટ્‌રીય એવોર્ડ જીતવાના શરુ કર્યા અને છેવટે એણે કુલ ૩૦ જુદાજુદા આંતરરાષ્ટ્‌રીય અવોર્ડસ જીત્યા છે. આ પછીની એમની દસ્તાવેજી ફિલ્મ ‘વેલી ઓફ ફ્‌લાવર’ એની રીલીઝ પહેલાં જ ૩૫ દેશોમાં ખરીદાઈ ચુકી હતી અને એ એક ખુબ મોટી હીટ ફિલ્મ ગણાવાઈ હતી. ફ્રાંસ અને ભારતનાં ફિલ્મો બનાવવાનાં સહ ગોષ્ઠીમંડળ ‘સલોન દુ સિનેમા’ ની પેનલમાં એમને શ્રી. અમિતાભ બચ્ચન સાથે આમંત્રિત કરાયા હતા. શ્રી નલીન કાયમ એમ કહેતાં હોય છે કે, ‘‘ભારતીયોમાં એક સારી દસ્તાવેજી ફિલ્મો જોવાની ખુબ ઊંડી ભૂખ છે અને મારે આ ભૂખને કોઇપણ રીતે સંતોષવી છે.’’

૯. વેંકટરમણ રામક્રિશ્નન

તમિલનાડુનાં ચિદમ્બરમમાં જન્મેલા આ સ્ટ્રકચરલ બાયોલોજીસ્ટે થોમસ એ સ્તેઈત્ઝ અને એડા ઈ. યોનાથ સાથે મળીને ૨૦૦૯નો કેમિસ્ટ્રીને લગતો નોબેલ પુરસ્કાર જીત્યો હતો. એમને આ પુરસ્કાર એમનાં ‘સ્ટડીઝ ઓફ ધ સ્ટ્રક્ચર એન્ડ ફન્કશન ઓફ રીબોસોમ’ નામનાં અભ્યાસપત્ર માટે મળ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૭માં એમને મેડીકલ ક્ષેત્રે એમનાં પ્રદાન બદલ લુઈ-જોંતેત પ્રાઈઝ પણ એનાયત થયું હતું. તેઓ યુ.એસ નેશનલ એકેડમી ઓફ સાયન્સીસનાં એક અગ્રણી સભ્ય પણ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૦માં વેંકટરમણ રામક્રિશ્નનને ભારતનો બીજાં નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

૧૦. મીરાં નાયર

આ અદ્ભુત ફિલ્મકારનો જન્મ ઉડીશાનાં રાઉરકેલામાં થયો હતો અને એમણે પોતાની કારકિર્દી એક સ્વતંત્ર લઘુ ફિલ્મ નિર્માતા તરીકે શરુ કરી હતી. એમની મુંબઈની સ્ટ્રીપ ડાન્સર્સ ઉપરની એક ખોજી દસ્તાવેજી ફિલ્મને અમેરિકન ફિલ્મ ફેસ્ટીવલનાં ઇન્ડિયા વિભાગ અંતર્ગત શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી નો અવોર્ડ મળ્યો હતો. મીરાં નાયર એમની પોતાની એક ફિલ્મ નિર્માણ સંસ્થા ચલાવે છે જેનું નામ છે, ‘મીરાબાઈ’. એમની પહેલી ફીચર ફિલ્મ ‘સલામ બોમ્બે’ (૧૯૮૮) ને કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ગોલ્ડન કેમેરા અવોર્ડ મળ્યો હતો અને એકેડેમી અવોર્ડસ (ઓસ્કર) માં તેને ‘બેસ્ટ ફોરેન ફિલ્મ’ ની કેટેગરીમાં નોમીનેટ પણ કરાઈ હતી. ૨૦૧૨માં મીરાં નાયરને ભારતનાં ત્રીજા સહુથી મોટાં નાગરિક અવોર્ડ, પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરાયા હતા. મીરાં નાયર વિશ્વભરમાં ખ્યાતી પામેલા છે અને એથીજ એમને ‘હેરી પોટર એન્ડ ધ ઓર્ડર ઓફ ફીનીક્સ’ ફિલ્મને નિર્દેશિત કરવાની ઓફર પણ થઇ હતી જે એમણે નકારી દીધી હતી.

૧૧. અનીતા અને કિરણ દેસાઈ

માતા-પુત્રીની આ જોડી એમની અદ્ભુત લેખન શૈલી માટે ખુબ જાણીતી છે. કિરણ દેસાઈની નવલકથા, ‘ધ ઇનહેરીટન્સ ઓફ લોસ’ ને ૨૦૦૬માં ધ મેન બુકર પ્રાઈઝનું સન્માન મળ્યું હતું અને આ ઉપરાંત તેણે નેશનલ બુક ક્રિટીક્સ સર્કલનો બેસ્ટ ફિક્શન એવોર્ડ પણ મળ્યો છે. અસામાન્ય લેખનશૈલી કદાચ એમને વારસામાં મળી હોય એમ કિરણ દેસાઈનાં માતા અનીતા દેસાઈ પણ બુકર પ્રાઈઝ માટે ત્રણ વખત શોર્ટ લીસ્ટ થયા હતા. પોતાનાં પ્રથમ પુસ્તક બહાર પડ્યાના અમુકજ દિવસોમાં કિરણ દેસાઈને દુનિયાના ઘણા મહત્વના વ્યક્તિઓ તરફથી પ્રશસ્તિ મળી હતી. અનીતા દેસાઈને ૧૯૭૮ના સાહિત્ય અકાદમી અવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા, જેમાં તેમની નવલકથા, ‘ફાયર ઓન ધ માઉન્ટન’ની આ પુરસ્કાર માટે પસંદગી થઇ હતી. એમની અન્ય નવલકથા, ‘ધ વિલેજ બાય ધ સી’ ને બ્રિટીશ ગાર્ડિયન પ્રાઈઝ થી પણ નવાજવામાં આવી હતી. અનીતા દેસાઈ ધ રોયલ સ્કુલ ઓફ લીટરેચર અને ધ અમેરિકન એકેડમી ઓફ આર્ટસ એન્ડ લેટર્સની ફેલોશીપ ધરાવે છે અને આ ઉપરાંત તેઓ ધ ન્યુયોર્ક અખબાર માટે બુક રીવ્યુ પણ લખે છે. એમની નવલકથા ‘ઇન ધ કસ્ટડી’ એ અનીતા દેસાઈની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે.

૧૨. બી. રવિ પિલ્લાઇ

કેરેલાનાં એક ગરીબ ખેડૂતને ત્યાં જન્મેલા બી. રવિ પિલ્લાઇ અત્યારે ભારતની બહાર રહીને સહુથી વધુ ભારતીયોને નોકરી આપી રહ્યાં છે. અત્યારસુધી બી. રવિ પિલ્લાઈએ ૭૦ હજારથી પણ વધુ ભારતીયોને ભારતની બહાર નોકરીઓ આપી છે, જેમાં એમનાં નેજાં હેઠળ કામ કરતાં ૨૨ અલગ અલગ પ્રકારનાં સંસ્થાનોનો સમાવેશ થાય છે. આ સંસ્થાનોમાં ધંધાકીય સંસ્થાઓ સહીત કેટલીય શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, સમાજસેવી સંસ્થાઓ, અખબારો, અને હોસ્પીટાલીટીની સંસ્થાઓ નો સમાવેશ થાય છે. બી. રવિ પિલ્લાઇ એ દુનિયાની સહુથી મોટી ઔદ્યોગિક બાંધકામો કરતી કંપનીઓનાં સ્થાપક અને મેનેજીંગ ડીરેક્ટર છે. આ તમામ કંપનીઓમાં લગભગ ૬૦ હજારથી વધુ કર્મચારીઓ એમનાં હાથ નીચે કામ કરે છે, એમની કંપની, નાસર અલ હજરી એ ઔદ્યોગિક બાંધકામ નો કોન્ટ્રેકટસ લેતી મધ્ય પૂર્વ ની સહુથી મોટી કંપની છે. બી. રવિ પિલ્લાઇને એમનાં આવા અસાધારણ યોગદાન માટે ભારતનાં રાષ્ટ્‌રપતિ દ્વારા પ્રવાસી ભારતીય સન્માન પણ આપવામાં આવ્યું હતું.

૧૩. કલ્પના ચાવલા

આ નામને કોઈ ઓળખાણની જરૂર નથી. કલ્પના ચાવલાનો જન્મ ભારતનાં પંજાબ પ્રાંતનાં કરનાલમાં થયો હતો અને તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા અવકાશયાત્રી હતાં જેઓ અવકાશમાં ગયાં હતા. તેમણે પોતાનું કાર્ય નાસાનાં એમેસ રીસર્ચ સેન્ટરમાં ૧૯૮૮માં શરુ કર્યું હતું. કલ્પના ચાવલાએ પોતાની કારકિર્દીમાં બે અવકાશ મિશનમાં ભાગ લીધો હતો. કલ્પના ચાવલાએ અવકાશમાં કુલ ૩૦ દિવસ, ૧૪ કલાક અને ૫૪ મિનીટ વીતાવી હતી. ૨૦૦૩માં અવકાશમાંથી પરત થઇ રહેલા કોલમ્બીયા સ્પેશ શટલ દુર્ઘટનાગ્રસ્ત થતાં કલ્પના ચાવલા સાથે તેનાં અન્ય ૬ ક્રૂ મેમ્બર્સનાં મોત થયાં હતાં. ભારતનાં પ્રથમ સેટેલાઈટ નું નામ પણ કલ્પના ચાવલાના માનમાં ‘કલ્પના — ૧’ રખાયું છું. કલ્પના ચાવલા વિશ્વભરની યુવતીઓ માટે એક રોલ મોડલ છે અને તેણે અવકાશી ઈન્જીનીયરીંગ માં કારકિર્દી બનાવવા ઈચ્છતા કેટલાંય લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

૧૪. લક્ષ્મી મિત્તલ

બીઝનેસ ટાઈકૂન શ્રી લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલ દુનિયાની સહુથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે. લક્ષ્મી મિત્તલ આર્સેલર મિત્તલ નાં સી. ઈ. ઓ છે. તેમનો જન્મ રાજસ્થાનનાં સાદુલપુરમાં થયો હતો. તેમણે પોતાનો બી. કોમ સુધીનો અભ્યાસ કલકત્તા (હાલનું કોલકાતા) ની સેંટ ઝેવિયર્સ કોલેજથી કર્યો પૂરો હતો. ૨૦૦૬માં મિત્તલને યુનાઇટેડ કિંગડમનાં એશિયાઈ મૂળના સહુથી ધનવાન વ્યક્તિ જાહેર કરાયા હતાં અને ૨૦૧૧માં ફોર્બ્સનાં દુનિયાનાં સહુથી ધનવાન વ્યક્તિઓમાં તેમનું સ્થાન છઠ્ઠે નંબરે હતું. ફોર્બ્સનાં ૨૦૧૨ના ‘વિશ્વનાં સહુથી શક્તિશાળી લોકો’ નાં લીસ્ટમાં મિત્તલને ૪૭મું સ્થાન અપાયું હતું જયારે ૨૦૦૭ના ‘ટાઈમ મેગેઝીન’ નાં ૧૦૦ સહુથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓ’નાં લીસ્ટમાં પણ મિત્તલને સ્થાન મળ્યું હતું. ઇંગ્લેન્ડની ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબમાં મિત્તલ ૩૪% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ભારતનાં ૧૦ આશાસ્પદ ખેલાડીઓને આગળ લાવવા માટે લક્ષ્મી મિત્તલે ૯ મીલીયન ડોલર્સ રોકીને એક ‘મિત્તલ ચેમ્પિયન્સ ટ્રસ્ટ’ પણ બનાવ્યું છે.

૧૫. પ્રણવ મિસ્ત્રી

ગુજરાતનાં પાલનપુરમાં જન્મેલા ૩૩ વર્ષનાં આ વિજ્ઞાનિક અને સંશોધક અત્યારે સેમસંગની રીસર્ચ વિંગનાં વાઈસ પ્રેસીડન્ટ છે અને આ ઉપરાંત તેઓ સેમસંગની થીંક ટેંક નાં હેડ પણ છે. કમ્પ્યુટરની લગભગ આઠ જેટલી વિવિધ શાખાઓમાં પ્રણવ મિસ્ત્રીનું પ્રદાન નોંધપાત્ર બન્યું છે. આ ઉપરાંત તેઓ રોબોટીક્સમાં પોતાનાં પ્રદાન માટે પણ જાણીતા છે. ૨૦૧૩માં પ્રણવ મિસ્ત્રીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ‘યંગ ગ્લોબલ લીડર’ તરીકે સન્માનવામાં આવ્યાં હતા. એમની ‘સિકસ્થ સેન્સ’ ટેકનોલોજીની શોધે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી. સિકસ્થ સેન્સ એક એવી ટેકનોલોજી છે જે માનવીય હાવભાવને ઓળખીને ડેટા પ્રોજેક્શન અને કેમેરાને સંચાલીત કરી શકે છે.

૧૬. ઇન્દિરા નૂયી

તેઓ નેટ રેવન્યુની દ્રષ્ટીએ બીજાં નંબરે આવતી ફૂડ અને બેવરેજ કંપની પેપ્સીકો કંપનીનાં ચેરપર્સન અને સી. ઈ. ઓ છે. ચેન્નઈમાં જન્મેલી આ મહિલા દુનિયાની ૧૦૦ શક્તિશાળી મહિલાઓમાં કાયમ સ્થાન પામતી હોય છે. આમ છતાંપણ ઇન્દિરા નૂયી એમની કાર્યક્ષમતા કાયમ વધારવા માટે અને પોતાનું અંગત જીવન વધુ સુખરૂપ કરવા હમેશાં કાર્યરત હોય છે. બીઝનેસ વિક મેગેઝીન અનુસાર જ્યારથી ઇન્દિરા નૂયીએ પેપ્સીકોની કમાન સાંભળી છે કંપનીની વાર્ષિક કમાણીમાં ૭૨% નો વધારો જોવા મળ્યો છે અને તેનાં નફામાં બે ગણો વધારો પણ જોવા મળ્યો છે. ઇન્દિરા નૂયી ૨૦૦૦માં પેપ્સીકોનાં સી. એફ. ઓ બન્યા હતા. ૨૦૦૭ અને ૨૦૦૮માં તેઓ વોલ સ્ટ્રીટ જનરલની ‘૫૦ ધ્યાનમાં લેવા જેવી મહિલાઓ’નાં લીસ્ટમાં શુમાર થયા હતા.

૧૭. લક્ષ્મી પ્રાતુરી

આ મજબુત મહિલા ૨૦૦૯ના ટેડ ઇન્ડિયા સંમેલનમાં કો-હોસ્ટ હતા અને ધ આઈ. એન. કે. કોન્ફરન્સ અને ઇક્સોરા મીડિયા નાં પણ હોસ્ટ અને ક્યુરેટર રહી ચુક્યા છે. આ મહિલાનો મુખ્ય ધ્યેય ભારત અને અમેરિકા વચ્ચે, ધંધાકીય, સંસ્કૃતિક અને મીડિયા સંમેલનો યોજીને સંબંધો સુધારવાનો છે. ૨૦૧૦ના ફોર્બ્સ એશિયાનાં ‘૧૦૦ સહુથી વધુ શક્તિશાળી મહિલાઓ’ માં એમનો સમાવેશ થયો હતો. અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનમાં તેઓ મહત્વનો રોલ ભજવી રહ્યાં છે અને આ સંસ્થા માટે એમણે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન લગભગ ૩૦ મીલીયન ડોલર્સ એકઠા કર્યા છે જેના દ્વારા તેઓ ભારતનાં વિકાસનાં કાર્યો કરી રહ્યાં છે.

૧૮. સબીર ભાટીયા

ચંડીગઢમાં જન્મેલા આ ભારતીય-અમેરિકને હોટમેલ ઈમેલ સર્વિસ અને જાક્સટરની શોધ અને શરૂઆત કરી હતી. સબીર ભાટીયાનો ઉછેર બેંગ્લોરમાં થયો હતો અને એમણે પોતાની બેચલર્સ ડીગ્રી બી. આઈ. ટી. એસ પીલાનીમાંથી કરી હતી. આ પછી તેમને બી. આઈ. ટી. એસ દ્વારા જ કેલીફોર્નીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં વધુ અભ્યાસ માટે મોકલી આપવામાં આવ્યાં જ્યાં તેમણે પોતાનું ગ્રેજુએશન પૂરું કર્યું હતું. એક સમયે સબીર ભાટીયા દ્વારા સ્થપાયેલ હોટમેલ દુનિયાની બીજી સહુથી વધુ વપરાતી ઈ મેઈલ સર્વિસ હતી જેના ૨૦૧૧માં ૩૬૯ મીલીયનથી પણ વધુ વપરાશકર્તાઓ હતા. ૧૯૯૭માં સબીર ભાટીયાએ હોટમેલને માઈક્રોસોફ્‌ટને લગભગ ૪૦૦ મીલીયન ડોલર્સમાં વેંચી નાખ્યું હતું અને ત્યાર પછી તેને એમ. એસ. એન હોટમેલ તરીકે ઓળખવામાં આવતું હતું. સબીર ભાટીયાએ જાક્સટર એસ. એમ. એસ નામની મેસેન્જર સર્વિસ પણ શરુ કરી હતી. વેન્ચર કેપિટલ કંપની ડ્રેપર ફિશર જુર્વેટસન એ તેમને ૧૯૯૭માં ‘એન્ટરપ્રેનર ઓફ ધ યર’ તરીકે નવાજ્યા હતા. એમ. આઈ. ટી એ એમને ૧૦૦ યુવાન સંશોધકો માં સ્થાન આપીને એમને ભવિષ્યના એવાં વ્યક્તિ તરીકે જોયા જેમની ઇન્ફોટેક ઇન્ડસ્ટ્રીમાં ખુબ માંગ રહેશે અને એમને ‘ટીઆર ૧૦૦’ નો એવોર્ડ પણ આપ્યો હતો.

૧૯. ઝુબીન મહેતા

ઝુબીન મહેતાનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેઓ દુનિયાના સહુથી મોટાં મ્યુઝીક કંડકટર તરીકે ખ્યાતી પામી ચુક્યા છે. આ અદ્ભુત ઓરકેસ્ટ્રા કંડકટર અને સંગીતકાર પોતાનાં સ્ટેજ પરના હાવભાવ માટે અતિ પ્રસિદ્ધ છે. તેઓ લાઈફ ઓફ ધ ઇઝરાયેલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાનાં સંગીતકાર તેમજ વેલેન્સિયાનાં ઓપેરા હાઉસનાં મુખ્ય મ્યુઝીક કંડકટર છે. એમની સંગીત કંડકટ કરવાની રીતને ઝાકઝમાળ ભરી, જોશીલી અને પ્રબળતાભરી ગણવામાં આવે છે. તેમનાં નામનો ઉલ્લેખ ૧૯૭૨માં પ્રકાશિત થયેલા ‘જસ્ટ અનધર બેન્ડ ફ્રોમ એલ.એ’ નાં ફ્રેંક ઝાપ્પા અને ધ મધર્સ ઇન્વેન્શન બેન્ડ નાં ગીત ‘બીલી ધ માઉન્ટેન’ માં કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રામાં તેમનાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલા ઇઝરાયેલની સરકાર તરફથી એક વિશિષ્ટ પુરસ્કારથી પણ એમને નવાજવામાં આવ્યાં હતા. ઝુબીન મહેતાને ૨૪૩૪મો હોલીવુડ વોક ઓફ ફેમ નો સ્ટાર પણ મળ્યો હતો અને આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા.

૨૦. રાઘવ કે. કે

બેંગ્લોરમાં જન્મેલા આ સમકાલીન કલાકારને સી. એન. એન નાં ‘૧૦ સહુથી રસપ્રદ લોકો જેના વિષે હજી આપણે જાણવાનું બાકી છે’, તેવા લીસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાઘવની કલાકારી, ચિત્રકળા, ફિલ્મો, ઇન્સ્ટોલેશન, મલ્ટીમીડિયા, અભિનય અને ખુદના લગ્નમાં પણ ઉડી ને આંખે વળગે તેવી છે. એમણે તેમની કારકિર્દી એક ભારતીય પ્રકાશનમાં કાર્ટુનીસ્ટ તરીકે શરુ કરી હતી. ત્યારબાદ તેઓ ન્યુયોર્ક યુનીવર્સીટી માં અને દુનિયાની અસંખ્ય કળા સંસ્થાનોમાં પોતાનાં ભાષણો આપી ચુક્યા છે. ફ્રાંસનાં શહેર નીમ્સમાં તેમની કળા પ્રદર્શિત કરવા માટે તેમને કેર દ’આર્ત મ્યુસી દ’આર્ત કોન્તેમપોરેઈન દ્વારા આમંત્રિત કરાયા હતા.

૨૧. સી. કે. પ્રહલાદ

દુનિયાના સહુથી વધુ પ્રભાવક વ્યવસાયિક ચિંતકોમાં શ્રી. સી. કે. પ્રહલાદનો સમવેશ થાય છે. આપ કોર્પોરેટ સ્ટ્રેટેજી એટ યુનીવર્સીટી ઓફ મિશિગનનાં એક નામાંકિત પ્રોફેસર પણ રહી ચુક્યા હતા. ભારતનાં તમિલનાડુ રાજ્યમાં આવેલા કોઇમ્બતુર શહેરમાં તેમનો જન્મ થયો હતો. એક ‘બીઝનેસ ગુરુ’ તરીકે સી. કે. પ્રહલાદનું નામ ત્યારે જાણીતું થયું જયારે તેઓ સાવ ભંગાણને આરે આવેલી ફીલીપ્સ કંપનીને પોતાની સલાહથી ફરી બેઠી કરી હતી. ૨૦૧૦ સુધી એક અગ્રણી વ્યવસાયિક બાબતોનાં લેખક તરીકે પણ તેમનું નામ જાણીતું બન્યું હતું. તેમનાં પુસ્તકો ‘ધ ફ્‌યુચર ઓફ કોમ્પીટીશન’ ( વેંકટ રામાસ્વામી સાથે સહ-લેખક તરીકે) અને ‘ધ ફોર્ચ્યુન એટ ધ બોટમ ઓફ ધ પીરામીડ : ઈરેડીકેટીંગ પોવર્ટી થ્રુ પ્રોફીટસ’ ખુબ જાણીતા બન્યા હતા. તેઓ ખાનગી ક્ષેત્ર અને તેનાં વિકાસ માટેની યુનાઇટેડ નેશન્સની સંસ્થા બ્લ્યુ રિબન કમીશનનાં પણ સદસ્ય રહ્યાં હતા. ૧૯૯૯માં તેમને તેમનાં મેનેજમેન્ટ અને જાહેર વહીવટનાં પ્રદાન માટે ભારતનો લાલ બહાદુર શાસ્ત્રી અવોર્ડ પણ મળ્યો હતો.

૨૨. અજીત જૈન

જયારે આ ઉડીશા માં જન્મેલ સજ્જને આઈ. બી. એમ માં નોકરી સ્વીકારી હતી ત્યારે તેમને વીમા બાબતે કશીજ જાણકારી ન હતી પરંતુ અત્યારે તેઓ બર્કશાયર હેથવે ઇન્શ્યોરન્સ ગ્રુપ નાં પ્રેસીડન્ટ છે. વોરન બફેટે એકવાર અજીત જૈનનાં મગજને ‘આઈડિયાની ફેક્ટરી’ કહ્યું હતું. અજીત જૈન અને વોરન બફેટ નો સંબંધ હવે ત્રણ દાયકા પણ વટાવી ચુક્યો છે અને તેઓને આ અમેરિકન બીઝનેસ ટાઈકૂનનાં વારસદાર તરીકે પણ જોવાઈ રહ્યાં છે. અજીત જૈને તેમનું ગ્રેજુએશન આઈ. આઈ. ટી. ખડગપુરથી કર્યું હતું અને અત્યારે બર્કશાયરનાં ઇન્શ્યોરન્સ બજારમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે.

૨૩. દીપક. સી. જૈન

આસામનાં એક નાનકડા શહેર તેઝપુરમાં દીપક જૈનનો જન્મ થયો હતો. તેઓ અત્યારે બેંગકોકનાં સાસીન ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન ઓફ ચુલાલોંગકોર્ન યુનીવર્સીટી માં ડીન તરીકેની સેવા આપી રહ્યાં છે. આ પહેલાં તેઓ ણિશઈસ્ડ નાં ડીન રહી ચુક્યા છે અને અત્યારે પણ તેઓ ત્યાં માર્કેટિંગ વિષયના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. કેલોગ સ્કુલ ઓફ મેનેજમેન્ટમાં પણ તેઓએ ડીન તરીકેની સેવાઓ આપી છે. આ ઉપરાંત તેઓ અત્યારે સ્વતંત્ર ડાઈરેક્ટર તરીકે ઇન્ડીયન કોન્ગલોમરેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ માં એક જવાબદારી ભર્યું સ્થાન સાંભળી રહ્યાં છે. શિક્ષક તરીકે દીપક જૈનને મળેલાં અસંખ્ય સન્માનોમાં સિડની લેવી અવોર્ડ ફોર એકસેલન્સ (૧૯૯૫) અને ધ જોહન ડી. સી. લીટલ બેસ્ટ પેપર અવોર્ડ (૧૯૯૧) નો સમાવેશ થાય છે.

૨૪. અમર બોસ

બંગાળી હિંદુ કુટુંબમાં જન્મેલા અમર બોસ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અને સાઉન્ડ એન્જીનીયર બાબતે મેસેચ્યુસેટ્‌સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં (એમ. આઈ. ટી) ૪૫ વર્ષ સુધી પ્રોફેસર તરીકે સેવાઓ આપી ચુક્યા હતાં. તેઓ બોસ કોર્પોરેશનનાં સ્થાપક હતાં જેને બાદમાં તેમને એમ. આઈ. ટી ને દાન કરી દીધું હતું. ૨૦૦૭ના ફોર્બ્સનાં દુનિયાના સહુથી વધુ ધનવાન વ્યક્તિઓમાં અમર બોસનું નામ ૨૭૧મું હતું. તેમને પોતાનાં જીવનકાળ દરમ્યાન શિક્ષક તરીકે કેટલાંય અવોર્ડસ મળ્યા હતા. એમનાં સન્માનમાં એમ. આઈ. ટી એ ધ બોસ અવોર્ડ ફોર એકસેલન્સ પણ શરુ કર્યો છે અને આ ઉપરાંત આ સંસ્થા એક જુનીયર બોસ અવોર્ડ પણ એનાયત કરે છે. તેઓ ઓડિયો એન્જીનીયરીંગ સોસાયટીનાં માનદ્દ સભ્ય પણ રહી ચુક્યા હતાં. ૨૦૧૩માં અમર બોસનું અવસાન થયું હતું.

૨૫. સત્યા નાડેલા

એપલનાં આ અત્યારના કર્તાધતા એવાં સત્યા નડેલા આ પહેલાં માઈક્રોસોફ્‌ટ માં સી. ઈ. ઓ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને એમણે સન માઈક્રોસિસ્ટમ્સમાં પણ કામ કર્યું હતું અને તે પછી તેઓ ૧૯૯૨માં માઈક્રોસોફ્‌ટમાં જોડાયા હતા. માઈક્રોસોફ્‌ટ કોર્પોરેશનમાં તેમણે કલાઉડ ટેકનોલોજીને લગતા વિભાગમાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને સર્વર અને ટુલ્સ ડીપાર્ટમેન્ટમાં પ્રેસિડેન્ટ તરીકે સેવાઓ આપી હતી. ફેબ્રુઆરી ૨૦૧૨માં તેઓએ માઈક્રોસોફ્‌ટનાં સી. ઈ. ઓ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને કલાઉડ ટેકનોલોજીને વિશ્વનાં ધંધાદારી વર્તુળોમાં પગ જમાવવા માટે ખુબ મહેનત કરી હતી. માઈક્રોસોફ્‌ટનાં તમામ મહત્વના નિર્ણયોમાં સત્યા નાડેલા આગળ પડતો ભાગ ભજવતા હતા.