Bandh muththi books and stories free download online pdf in Gujarati

બંધ મુઠ્ઠી

બંધ મુટ્ઠી

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


બંધ મુટ્ઠી

શૈષવ હોસ્પિટલના બાંકડા પર આઈસીયુમાં પિતાજી જલદી સાજા થાય તેનીજ ચિંતામાં હતો. આમ તો પિતાજીની પ્રવૃત્તિ બાબતે એને કાંઈ જ ખબર નહોતી, પણજ્યારે ખબર પડી કે આજે આપણે ઠાઠથી રહીયે છીએ, સ્કૂલમાં પણ વટથી જતા હતા.સારૂ ભણતા હતા, ઘણા બધા પૈસા ભરી ટ્યુશનમાં જતા હતા એ મા-બાપની મહેનતઅને એ પણ કેવી મહેનત, કે જેને છૂપી કહેવાય...? ખાનગી કહેવાય છે...? અબોલકહેવાય...? એની મુલવણી થાય જ નહીં.

ઘણા બાળકોને ખબર નથી હોતી કે મા-બાપ કઈ રીતે બાળકનો ઉછેર કરે છે,હસતા રમતા મોટા થઈ જાય, ઘણા મા-બાપ સતત ખ્યાલ રાખતા હોય છે કે એમની કોઈપ્રવૃત્તિથી બાળકને મિત્રોમાં નીચું ન જોવું પડે, શરમાવું ન પડે, લોકોથી અલગ ન પડીજાય, એટલે જ તો પોતાનું સ્થાન ઉંચું બતાડે. મેં જોયું છે કે એક બાળક ઘણું જ હોંશિયારહતું. કપડામાંય વ્યવસ્થિત. એ બધા સાથે ભળેય નહીં કારણ એને લઘુતાગ્રંથી હતી.એને સતત એવું લાગ્યા કરતું કે હું અન્ય વિદ્યાર્થીઓ કરતા ઘણો નીચો છું. ભલે રીક્ષામાંજ આવતો કપડાં વ્યવસ્થિત, ચોપડીઓ, નોટ અરે દફ્તર પણ સારામાનું. આમ જુઓતો ક્યાંય નોખો ન પડે. પણ એને એ વાતની ખબર હતી કે મારી મા સ્કૂલમાં પાણીપીવડાવવાનું કામ કરે છે. બસ, એને એમ થઈ ગયું કે, હું પાણીવાળી બાઈનો છોકરોછું. બીજાના પિતા તો કેટલી ઉંચી પોસ્ટ પર છે જ્યારે કોક તો ધંધાના માલિક છે અનેહું...? પિતા છે નહીં અને મા પાણીવાળી બાઈ, આ એના જ મનની વાત હતી. બાકીકોઈને ખબર નહોતી. એ તો એકવાર એની ક્લાસના બીજા છોકરા સાથે બેઠો હતોએકલો ત્યારે બીજા છોકરાએ એને પૂછ્યું કે, તું કેમ ઉદાસ ફર્યા કરે છે...? લોકોથીઅતડો રહે છે...? તો પેલો કહે કોઈને કહેતો નહીં તો કહું તમારા બધા કરતા હું નીચોછું. ભલે અપ-ટુ-ડેટ દેખાતો હોઉ પણ મારી મા સ્કૂલમાં પાણી પીવડાવવાનું કામ કરેછે. મારા પિતા નથી. તમારા મા-બાપ તો મોટી જગ્યાએ નોકરી કે ધંધો કરતા હશે. તોબીજો છોકરો કડવું હસ્યો અને કહે, આ માનસિક્તા છોડ, તારી મા ની તારા પ્રત્યેનીલાગણીને બિરદાવ. એ ગમે તે છે નોકરી છે, પાણીવાળી બાઈ છે, પણ તને વ્યવસ્થિત મોકલે છે ને...? તારા ટિફિનમાં પૂરી વસ્તુ હોય છે ને...? એ ભલે રોટલોને મરચુંખાય, પણ તારા ડબ્બામાં તો જે શોભે એ જ હોય છે. જેમ મારા ડબ્બામાં હોય છે,દોસ્ત, મારે પણ પિતા નથી, મારી મા લોકોના ઘરના વાસીદા કરે છે, કચરા-વાસણ પોતા-કપડાં ધોવાનું. તને ખબર છે...? નહીં ને...? દોસ્ત મુઠ્ઠી બંધ જ રાખવી. મનમાંદુઃખી નહીં રહેવાનું. આપણે સારૂ ભણી કમાતા થાઈએ પછી વટથી મા ને કહેવાનું કેબસ મા બહું થયું, હવે બંધ કર, આરામ કર, સારૂં ઘર લેવાનું, એને સારા કપડામાં જરાખવાની, એણે જીંદગીમાં હોટલમાં નહીં ખાધું હોય એ બધું જ કરાવવાનું. એને સંતોષથઈ જાય, પછી વહૂ પણ એવી પસંદ કરવાની જે પહેલા મા ને સાચવે. જે મા એ તમારામાટે જીંદગી આપી દીધી, એને નવી જીંદગી સુખની આપવાની. લોકોની ચિંતા છોડ,દુનિયાની ચિંતા છોડ, ભણવામાં જ ધ્યાન આપ અને સતત વિચાર કે તું બધાની સમકક્ષછે. એની આંખ ઉઘડી ગઈ એને થયું હું એકલો નથી, ઘણા હશે, બંધ મુઠ્ઠી રાખનારા.

એવી જ કાંઈક વાત હતી શૈષવની, શૈષવના પિતા આનંદ અને માતા અરૂણાનીવાત જ અનોખી હતી. બંને મજબૂત રીતે સારા ખાનદાનના પણ વાત વટની હતી,પ્રેમની હતી. જનમોજનમના બંધનના વચનની હતી. આનંદના પિતા બહુ જ મોટાઉદ્યોગપતિ હતા અને અરુણાના પિતા સુપ્રસિધ્ધ રાજકારણી હતા. આ બંને કોલેજસમયના મિત્રો હતા પછી પ્રેમીઓ થયા અને લગ્ન કરવાનું વિચાર્યું પણ બેમાંથી એકેયનામા-બાપ તૈયાર થાય એમ ન હતા. તેમ છતાં એ લોકોએ પોતાના મા-બાપને વાત કરીઅને દાવાનળ ફાટ્યો, એ દાવાનળ બે માસ માટે ઠંડો પડવા દીધો અને પછી બંને ઘરછોડી ભાગી નીકળ્યા. બંને ઉંમરલાયક હતા. રાજીખુશીથી કર્યા હતા. અને કાયદાકીયરીતે કોઇ જ કશું કરી શકે એમ નહોતું. એમાં આનંદ અને અરુણાએ સરસ કામ કર્યું.મેરેજ સર્ટીફીકેટ ફોટા અને સાક્ષીઓ સાથે પોલીસ સ્ટેશનમાં જ અરસપરસની કે અન્યકોઇની પણ જબરદસ્તીથી લગ્ન નથી કર્યા, રાજીખુશીથી જ કર્યા છે. અમારા માબાપનો વિરોધ છે એ લોકો પહોંચેલા છે જે અમને કાંઇ થાય તે એમણે જ કરાવ્યું હશેવિગેરે, અને એટલે જ જ્યારે એમના પિતાશ્રીઓ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયાત્યારે પોલીસે કહ્યું કે, તમે ફરિયાદ કરશો જ એવું એ લોકો લખાવીને ગયા છે એ લોકોનોકોઇ દોષ નથી. આ બંનેના પિતાજીઓ સમજી ગયા કે જો કાંઇ કરશું તો છાપે ચડશું અનેકાંઇ કર્યું તો અંદર જાશું, એટલે એ લોકો શાંત રહ્યા પણ અરુણાના પિતાએ એવું ગોઠવ્યુંકે આનંદને કોઇ નોકરીએ રાખે જ નહીં, આ બંને શહેર છોડી બીજા નાના શહેર જતારહ્યા. બંનેના પિતાએ છાપામાં, ચેનલમાં ફોટા સાથે જાહેર કર્યું હતું કે, આમની સાથેકોઇ વહેવાર કરવો નહીં અને આનંદે અરુણાને સમજાવ્યું કે, કોઇ નોકરીએ ના રાખેપણ રીક્ષા તો ચલાવી શકાયને...? તો અરુણા કહે, બાળકો થશે તો બાળકોને એમથાશે કે, મારો બાપ રીક્ષા ચલાવે છે...? તો આનંદ કહે, રીક્ષા ચલાવવી નાનું કામનથી. ઘણાં ગ્રેજ્યુએટને નોકરી ન મળે તો રીક્ષા ચલાવે છે. ખોટું શું છે...? એને તેમછતાં હું અપડાઉન કરીશ બીજા શહેરમાં રીક્ષા ફેરવીશ. મારી પાસે એટલા બચતના પૈસા છે. નાનો ફલેટ લેવાય અને રીક્ષા લેવાય, લઇ લઇએ. અને આનંદે એમ જ કર્યું.બીજા શહેરમાં રીક્ષા લીધી, મિત્રના બંગલાનું સરનામું, રોજ સવારે બે કલાકની મુસાફરીકરી એ શહેર જાય, સવારે નવ વાગ્યાથી રીક્ષા ચલાવે, સાંજે સાત વાગ્યા સુધી. પછીએબંગલામાં રીક્ષા મૂકી ત્યાંથી જ બસ પકડી પોતાના ગામ, ટીફીન લઇને જાય. બપોરેઝાડ નીચે જમી લે, રાત્રે ઘેર આવી જમે. અને રોજની કમાણી પત્નીને આપીને કહે,સવારે બેંકમાં ભરી દેજો, ખર્ચાના રાખી લે.

બસ ચાલ્યું, બધું જ સરસ, બાળકો થયા, એમને તો એમ જ કે, પપ્પા શહેરમાંસારી નોકરી કરે છે, બાળકોને તો જલસામાં જ રાખેલા, આનંદ અને અરુણા વટ્ટવાળા,કોઇનો પૈસો લીધો નહીં, મદદ લીધી નહીં, હાથ ના લંબાવ્યો, પોતે બંને બે જોડ જકપડામાં રહે, ક્યાંય જાય નહીં ફરવા, રવિવારે બાળકોને આનંદ કરાવવા લઇ જાય,બાળકો ખુશખુશાલ રહે, આમ વર્ષોના વર્ષો ચાલ્યું, બાળકો મોટા થવા માંડ્યા, આનંદનીનીતિપૂર્વકની આવકના હિસાબે બચત ઘણી થતી એટલે ઘર પણ મોટું લીધું. કોઇ આડાશોખ નહીં, ખર્ચા નહીં, મોજશોખ નહીં, એ લોકોએ એમ વિચારેલું કે બાળકો મોટાથઇ જાય પછી જલસા કરીશું.

આમને આમ આનંદ-અરુણાએ દીકરીના લગ્ન પણ સારા ઘરમાં કરી નાંખ્યા,એ વખતે તો આનંદે બે રીક્ષા એક ટેક્ષી વધારાની લીધેલી જે ભાડે ચલાવતો હતો. અનેઆવકનું ધ્યાન આનંદનો મિત્ર રાખતો હતો. આનંદે દીકરીના લગ્ન વખતે વેવાઇને પેટછૂટી વાત કરી દીધી હતી, પછી જ સંબંધ બાંધ્યો હતો. એ લોકોએ પણ માણસ જોયા હતા, એની નીતિ અને સંસ્કાર જોયા હતા.

દીકરીના લગ્ન પછી આનંદ-અરુણાએ વિચારેલું કે, બસ હવે પેલી રીક્ષા અનેટેક્ષી ભાડે આપીશું, ભાડું મળ્યા કરશે, બહું થયું. દીકરાને જ્યાં નોકરી મળશે ત્યાં જતોરહેશે, આપણે અહીં પછી બે જણા આનંદ કરીશું. અત્યાર સુધી બાળકો માટે જીવ્યા, હવે આપણા માટે જીવીશું.

આ વિચારતા હતા, એ દિવસોમાં જ આનંદને શહેર જતા બસનો અકસ્માતનડ્યો, આનંદ ઘાયલ થયો અને હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવો પડ્યો, અકસ્માતહતો એટલે લખાણ બહુ જ થાય, અને લખાયું કે આનંદ રીક્ષાવાળો. શૈષવ તો વિચાર કરે કે, મારા પિતાજી રીક્ષાવાળા...? એ તો નોકરી કરતાં હતા, શહેરમાં અને એને આશું...? માં જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે માં એ આખી વાત કરી, અને કહ્યું, મુઠ્ઠીબંધ રાખવાની. શું કરીને કમાઇએ છીએ એ અગત્યનું નથી, ઇજ્જત, આબરુ અનેનીતિથી કમાઇએ છીએ ને એ અગત્યનું છે. શૈષવને એના મા-બાપનું આ ઋણ કેવીરીતે ચુકવવું એ વિચારતો હતો, એને થયું કે, એમના પગ ધોઇને પીએ તો ય મેળ ના પડે, હવે પિતાજીને કાંઇ નહીં કરવા દઉં, ત્યારે અરુણાએ દીકરા શૈષવને કહ્યું, તારાપિતાને કાંઇ કહેતો નહીં, મુઠ્ઠી બંધ જ રાખજે, એને ખબર ન પડવી જોઇએ કે તને બધીખબર છે.

આનંદ સાજો થઇ ગયો, હરતો ફરતો થયો, પછી શૈષવે કહ્યું, પપ્પા... હવેનોકરી નથી કરવી, આરામ કરો. કંપનીમાં રાજીનામું મોકલી આપો, આનંદે મિત્રનેકહી રીક્ષાઓ, ટેક્ષી વેંચી નાંખ્યા. પૈસા આનંદને મોકલ્યા ત્યારેય શૈષવે કહ્યું કે આતમારી બચતના પૈસા કંપનીએ મોકલાવ્યા હશેને...? તો આનંદે હા પાડી, કોઇએકોઇને કહ્યું નહીં, મુઠ્ઠી બંધ રહી, સુખ-શાંતિ અકબંધ રહ્યાં.જે કરો સાચું કરો, નીતિથી કરો, ખોટું ના કરો, મહેનતનું કમાવ, ભલે મુઠ્ઠી બંધ રાખો,કોઇ કામ નાનું નથી, હાં ખોટું કરશો તો તમે સમાજ-બાળકો સામે નાના અને વામણાંથઇ જશો.