Kahani ek Call girlni - 3 books and stories free download online pdf in Gujarati

કહાની કોલ ગર્લની ભાગ - ૩

કહાની કોલ ગર્લની ભાગ - ૩

હવે આ દુનિયામાં મારું કોઈ હતું નહિ, રેશ્માનો અવાજ વિષાદથી ભરાઈ ગયો. મારા માં બાપુ મને રાજકુમારીની જેમ ઉછેરવા માંગતા હતા, પણ ઈશ્વરને એ મંજુર નહિ હોય. દીપેશજી સાચું કહું તો ક્યારેક મને ઈશ્વર હોવા વિષે જ શંકા જાગે છે. રેશ્માના બોલમાં કડવાશ ભળી.

હવે લોક લાજે પણ મારા કાકાઓને મને સાથે રાખ્યા વગર છૂટકો ન હતો, ત્યારે હું પાંચમાં ધોરણમાં ભણતી. મારે મારા મોટા કાકાને ઘેર રહેવાનું એવું મારા કાકાઓએ નક્કી કર્યું. અને એના બદલામાં મારા બીજા કાકાઓ મારા જોગ અનાજ, તેલ વગેરેના પૈસા મારા મોટા કાકાને આપે.

મારા સુખના દિવસો પુરા થયા અને દુઃખના દહાડા પહાડ બની ખડકાય ગયા. મારા કાકાની છોકરી પણ મારી સાથે પાંચમામાં ભણે, મારા કાકાના બે છોકરા જેમાનો મોટો ભણ્યો નહિ એટલે ખેતી કામે વળગ્યો હતો, તેનાથી નાનો શહેરમાં કોલેજ કરતો હતો. અને મારા કાકાની સહુથી નાની દીકરી હજુ પહેલા ધોરણમાં ભણતા હતી.

મારી માં અને મારા બાપુની હયાતીમાં મેં કોઈ કામ કર્યું નહોતું, તેઓ તો મને રાજકુમારીની જેમ સાચવતા. પણ હવે મારે દાસીની જેમ જીવવાનો સમય આવી ગયો. મારા કાકી મને સવારે પાંચ વાગે ઉઠાડી દેતા. ઢોરને ચાર નાખવી, વાસીદું વાળવું, પાણી ભરવા જવાનું એ બધા કામ મારે મારી કાકી સાથે કરવા પડતા.

પાણી ભરવા બહુ દુર સુધી જવું પડતું. ત્યારબાદ નાસ્તો કરીને શાળામાં જતી, નિશાળેથી આવ્યા બાદ ફરી કામ શરુ થઇ જતું તે મોડી રાત સુધી ચાલતું. બધાની પથારી મારે કરવાની. સાંજે કાકીને રસોઈમાં મદદ કરવી પડતી. હું એટલી થાકી જતી કે પથારીમાં પડ્યા ભેગી જ ઘસઘસાટ ઊંઘી જતી. રાતે ક્યારેક કામ કરતા કરતા ઝોકા આવતા.

કાકી મને શાળાએ જવાના સમય સિવાય દિવસ રાત કામ કરાવતા એટલે શાળામાંથી આપેલ લેશન ન કરવાને કારણે શાળામાં મને શિક્ષા કરવામાં આવતી. એટલે ધીરે ધીરે ભણવામાંથી મારો રસ ઓછો થતો ગયો. હવે શિક્ષક દ્વારા પુછાતા સામાન્ય સવાલના જવાબ પણ હું આપી શકતી નહિ. તેથી મારી સ્થિતિ હાસ્યાસ્પદ બનતી. અધૂરામાં પૂરું મારી કાકી મને તેની દીકરીના ઉતારેલા કપડા પહેરાવતી

શાળામાં મારે મારી સાથે ભણતી કાકાની દીકરીના ઉતારેલા કપડા પહેરવા પડતા, અને મારી કાકી મને એટલું ઘર કામ કરાવતી કે નિશાળમાં આપેલ લેશન હું કરી શકતી નહિ એટલે મને વર્ગની બહાર બેસાડવાની સજા થતી. ધીરે ધીરે હું અભ્યાસમાં નબળી પડતી ગઈ. હવે વર્ગના બધા છોકરાઓ અને છોકરીઓ મારી મજાક ઉડાવતા. મજાક કરવા જેટલો સમય જ કોઈ મારી સાથે બોલતું, બાકીના સમય દરમ્યાન વર્ગનું કોઈ પણ મારી સાથે વાતચીત કરતુ નહિ. મારી કાકાની છોકરી પણ મારા ઠોઠ હોવાને કારણે મારી સાથે બોલતી નહિ. તેને હું તેની પિતરાઈ છું તેનાથી પણ તેને શરમ ઉપજતી.

આની મારા મન પર બહુ વિપરીત અસર થઇ, હું શાળામાં કોઈ સાથે ભળી શકતી નહિ. હું અંતર્મુખી બની ગઈ. અમારો વર્ગ પીટીના પીરીઅડ અને તે સિવાય પણ ઘણીવાર મેદાનમાં જુદી જુદી રમત રમતો હોય ત્યારે સર્વ વિદ્યાર્થી - વિદ્યાર્થીની તલ્લીનતાથી રમ્યા કરતા. હું મેદાનના કોઈ ખૂણે બેસી તેમને રમતા જોઈ રહેતી. મને મારી માં અને મારા બાપુની તીવ્ર પણે યાદ આવતી.ઈશ્વરને હું પૂછ્યા કરતી દુનિયાનું બધું જ દુઃખ મારે એકલીએ જ શા માટે ભોગવવાનું? મારી આંખોમાં આંસુઓની ધાર થતી.

શહેરમાંથી આવેલ મારા કાકાનો છોકરો તેને વેકેશન હોવાથી ગામમાં આવ્યો હતો. તે સહુને માટે કપડા લાવ્યો હતો મારે માટે ગુલાબી રંગનું ફ્રોક લાવ્યો હતો. તે પહેરીને હું શાળાએ ગઈ ત્યારે શિક્ષકો અને સહુ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓ મારી સામું જોઈ જ રહ્યા. સહુ કહેવા લાગ્યા કે હું પરી જેવી સુંદર લાગુ છું. મારો તે દિવસ બહુ આનંદમાં ગયો, તે દિવસે સહુએ મારી સાથે હસી હસીને વાતો કરી.

પણ આ આનંદ અલ્પજીવી નીવડ્યો, શાળાએથી ઘેર આવી મારી પિતરાઈ બહેને મેં જે ફ્રોક પહેર્યું હતું તે લેવાની જીદ કરી અને મારે તે જ વખતે ફ્રોક કાઢીને આપી દેવું પડ્યું. અને મને જુના કપડા પહેરાવી દેવામાં આવ્યા. મને આ વાતનું બહુ દુઃખ થયું, પણ હું કહું તો કોને કહું? આખી રાત મને ઊંઘ ન આવી, હું આખી રાત રડતી રહી, રડવાથી મારી આંખો સુઝી ગઈ.

મેં રાતે જ નિર્ણય લઇ લીધો, મેં મારા કાકાનું ઘર છોડવાનો નિર્ણય લઇ લીધો. હું ક્યાં જઈશ?, શું કરીશ? તે વિષે મેં કશું વિચાર્યું નહોતું, બસ આ નર્કમાંથી મારે છૂટવું હતું. અને સવારે જાણી જોઇને પાણી ભરવા હું એકલી જ જવાની હતી.. પાણી ભરવાની જગ્યા ગામથી ઘણી દુર હતી, અને પાણી ભરીને પાછા આવતા સહેજે કલાક કરતા વધુ સમય થાય એટલે કોઈ મને શોધે નહિ.

ગામમાં શહેરમાં જવાની બસ આવી એટલે તરત પાણીનું માટલું લઇ પાણી ભરવા નીકળી. કાકી બોલ્યા કે એકલી જાય છે તો ધ્યાન રાખજે. હા, કહી હું ફટાફટ નીકળી. માટલું એક જગ્યાએ મૂકી હું બસમાં ચડી ગઈ, બસમાં ખુબ જ ગીરદી હતી એટલે કોઈનું ધ્યાન પણ ન ગયું અને ટીકીટ લેવાની જરૂર પણ ન પડી.

શહેરમાં આવીને હું મુંજાઈ ગઈ, મારા ગામમાં તો મારે કોઈ કાળે જવું નહોતું, એટલે બાજુમાં રેલ્વે સ્ટેશન હતું ત્યાં જતી રહી અને એક ટ્રેનમાં ચડી ગઈ. ટ્રેન ચાલુ થતા જ ઘસઘસાટ ઊંઘી ગઈ. કારણ કે આગળની આખી રાત સુતી નહોતી. સવારે ટ્રેન મુંબઈ પહોંચી, સ્ટેશનમાં થતા શોર બકોરથી મારી આંખો ખુલી ગઈ.

ટ્રેન આખી ખાલી થઇ ચુકી હતી. મારી બાજુમાં એક આધેડ દંપતી બેઠું હતું. તેઓએ મારા વિષે પૂછ પરછ કરી પણ તેમની મરાઠી કે હિન્દી ભાષા હું પૂરી સમજી શકતી નહોતી, પણ મને થોડું થોડું સમજાતું હતું. મેં ગુજરાતીમાં કહ્યું કે મારું કોઈ નથી. પુરુષ મને પોલીસને સોંપવા જતો હતો. પણ તેની સાથેની સ્ત્રી બોલી આપણને કોઈ સંતાન નથી. તમે આનો ફોટો પોલીસ સ્ટેશનમાં આપી આવો, જો તેમના માબાપ મળશે તો આપણે તેમને આપી દઈશું ત્યાં સુધી ભલે આપણી સાથે રહે.

આધેડ દંપતી મને પોતાના ઘેર લાવ્યું, અહીં બે છોકરીઓ ઘરમાં હતી એક યુવાન હતી બીજી કિશોરી હતી. તેઓ આધેડ દંપતીને અંકલ અને આંટી કહેતા હતા. મને તે વાતની ખબર પડી નહિ કે ટ્રેનમાં આંટી પોતાને નિસંતાન કેમ કહેતા હતા?

અહીં અંકલ અને આંટી મને સારી રીતે રાખતા, સારું ખાવાનું આપતા. મને એક સારી સ્કુલમાં દાખલ કરવામાં આવી. મારે કોઈ કામ કરવું પડતું નહિ, કામ કરવા માટે એક કામવાળી આવતી. અને ઘરમાં બીજી જે છોકરીઓ હતી તેને હું દીદી કહેતી, બંને દીદી મને બહુ વ્હાલ કરતી, મારા માટે કેડબરી લઇ આવતી.

મોટી દીદીનું નામ હેમા હતું, નાની દીદીનું નામ રેખા હતું, મારું નામ રેશ્મા રાખવામાં આવ્યું. મને સારી સ્કુલમાં મુકવામાં આવી. મોટી દીદી કોઈ બેન્ડમાં ગાવા જતી, તેનો અવાજ બહુ મધુર હતો, નવરાત્રી અને લગ્ન પ્રસંગે પણ હેમાદીદીનું ગ્રુપ પરફોર્મ કરતુ. દીદીને સારા પૈસા મળતા. તે અંકલને બધા પૈસા આપી દેતી.

રેખાદીદીને ડાન્સ શીખવા માટે એક ટીચર રાખેલ, રેખાદીદીનો અવાજ બહુ મધુર નહોતો પણ તે ડાન્સ સારો કરતી. તેની સાથે હું પણ ડાન્સ કરતી. એક વખત એક ટીવી ચેનલમાં પણ રેખાદીદી ડાન્સ શોમાં પસંદ થયેલ અને તેને બીજા નંબરનું ઇનામ પણ મળેલ. અમે બધા રેખાદીદીના લાઇવ પરફોર્મન્સમાં હાજર હતા. અને અમે સહુ બહુ ખુશ થયેલ.

એક રાતે અચાનક જ હેમાદીદીએ વાત કરી કે તેને છોકરો પસંદ કરી લીધો છે અને તે લગ્ન કરવા જઈ રહી છે. અંકલ અને આંટીને સખત આંચકો લાગ્યો, આંટી કહેવા લાગ્યા કે તું આવી રીતે જતી રહેશે તો પછી અમારે ઘર કેવી રીતે ચલાવવું? તારું કોઈ નહોતું ત્યારે અમે તને આશરો આપ્યો તે તું ભૂલી ગઈ?

હેમાદીદીએ એક એક વાતનો જવાબ આપ્યો, જ્યારથી હું સમજણી થઇ છું કમાતી આવી છું. મારે પણ મારું જોવાનું કે નહિ? ગૌરાંગ અમારા જ બેન્ડમાં છે. તે મને પસંદ કરે છે, હું તેને પસંદ કરું છું. કાલે અમે સિવિલ મેરેજ કરવાના છીએ. તમે મારો ઉછેર કર્યો તેના કરતા દશ ગણું મેં ચૂકવી દીધેલ છે. અને હવે રેખા પણ કમાય છે.

ત્યાર પછી ક્યારેય હેમાદીદીએ અમારા ઘરમાં પગ મુક્યો નહિ. હવે રેખાદીદીને ડાન્સના શોમાં સારી કમાણી થતી તેનાથી અમારું ઘર ચાલતું. હું પણ હવે કિશોર અવસ્થાએ પહોંચી ગયેલ, હું પણ રેખાદીદી સાથે ડાન્સ શો માં જતી.

હવે હું પણ રેખાદીદી સાથે ડાન્સ કરવા જવા લાગી, અમને સારા એવા પૈસા મળતા. રેખાદીદી અમારા ગ્રુપમાં ડાન્સ કરતા જ્યોત સાથે પ્રેમમાં પડ્યા. જ્યોતે રેખાદીદીને લખેલો પ્રેમ પત્ર મેં પહોંચાડેલ. પત્ર વાંચીને રેખાદીદીનો ચહેરો શરમથી લાલ થઇ ગયો. દીદીએ મને બાહોમાં લઈને કચડી નાખી. મારા મુખમાંથી ચીસ નીકળી ગઈ ત્યારે દીદીએ મને છોડી.

પુરા બે વર્ષ રેખાદીદી અને જ્યોત પ્રેમ કરતા રહ્યા, હવે હું તેમને જીજુ કહેવા લાગી. તેઓ મારી બહુ છેડ છાડ કરતા. હું વિરોધ કરતી તો કહેતા કે સાળી તો આધી ઘરવાળી કહેવાય. તેઓ મારે માટે આઈસ્ક્રીમ, મીઠાઈ, કપડા વગેરે લઇ આવતા. અને મને ત્યારે તેમના ગાલે કિસ કરવાનું કહેતા. હું કિસ કરતી ત્યારે મને ભેટી પડતા.

હોળીના દિવસે હું ને રેખાદીદી તેના રૂમ પર ગયેલ તેમને રંગવા ગયેલ, પણ ઉલટું જીજુએ અમને બંનેને આખા શરીરે રંગી દીધેલ. તે દિવસે અમે બહુ મજા કરી, જમવાનું હોટલમાંથી મંગાવ્યું હતું. જમ્યા પછી બપોરે અમે તેમના રૂમમાં જ એક જ પલંગમાં સુઈ ગયા.

રૂમમાં અંધારું હતું, લાઈટ બંધ કરી નાખી હતી, બધા સુઈ ગયા. હું ઘસઘસાટ ઊંઘી ગઈ. પણ દીદી અને જીજુની છેડછાડથી મારી આંખ ખુલી ગઈ. હું સુઈ ગઈ છું તેમ સમજી બાજુમાં રેખાદીદી અને જીજુ એક બીજાને કિસ કરતા હતા. એક બીજાને વળગીને પડ્યા હતા જાણે જન્મો જન્મની પ્યાસ બુજાવવાની હોય. જીજુ દીદી પર બળ જબરી કરતા હતા. દીદી કહેતા હતા કે રેશ્મા જાગે છે અત્યારે નહિ. જીજુએ મારા આખા શરીરને હલબલાવ્યું, હું સુવાનો ઢોંગ કરી પડી રહી. દીદીને ખાતરી થઇ ગઈ કે હું સુઈ ગઈ છું.

બસ પછી તો પૂછવાનું જ શું? દીદી અને જીજુ બંને એક બીજાને વળગી પડ્યા, તસતસતા ચુંબનો, અને ક્યારેક જીજુ દીદીને બચકું ભરી લેતા તો દીદીથી ઉંહકારો નીકળી જતો, હું સહેજ આંખો ખોલીને જોઈ લેતી. મારા શરીર માં એક અજબ ઉતેજના પ્રસરી ગઈ. લગભગ પંદર મિનીટ સુધી તેઓ પ્રેમ કરતા રહ્યા. અને એક આંચકા સાથે બંને એક બીજાએ ચીપકી ગયા.

થોડી વાર દીદી અને જીજુ એમજ પડ્યા રહ્યા પછી એકદમ ધીરેથી દીદી બાથરૂમાં ગઈ. દીદી જેવી બાથરૂમમાં ગઈ કે જીજુને મને બાથમાં લીધી મને ગમ્યું, જીજુએ મારા કુંવારા હોઠ પર પોતાના હોઠ સજ્જડ ચિપકાવી રાખ્યા, મારા આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ, મારા સહેજ ઉપસેલા સ્તનોને જીજુએ હાથથી દબાવ્યા. ખબર નહિ કેમ પણ આ બધું મને ગમતું હતું, હું વિચારતી હતી કે જીજુએ દીદી સાથે જે કર્યું તે મારી સાથે કરે.

અચાનક જ બાથરૂમ ખુલવાનો અવાજ આવ્યો અને તરત જ જીજુ મારાથી અલગ થઇ ગયા. અને બાથરૂમમાં ગયા. દીદીએ મને હલબલાવી રેશ્મા ઓ રેશ્મા તું તો ભારે ઊંઘણશી. ચાલ હાથ મોં ધોઈ લે આપણે ઘેર જવાનું છે. હું જાણે ઊંઘમાંથી હમણા જ ઉઠી હોય તેમ મેં આળસ મરડી, દીદી સામે જોયું તે સંતૃપ્ત થયેલી દુલ્હન જેવી લાગતી હતી. હું હાથ મોં ધોવા બાથરૂમ તરફ ગઈ.

હવે મને પણ ડાન્સ શોમાંથી સારા પૈસા મળતા, હું હવે યુવતી બની ગઈ હતી. અને મને તો ખબર જ હતી કે રેખાદીદી ઘરમાંથી એક દિવસ ભાગી જવાના છે. અને એક દિવસ આ થઇ ને જ રહ્યું. જયારે આ બાબતની જાણ અંકલને થઇ તો અંકલને હાર્ટ એટેક આવી ગયો, તેઓ કોમામાં જતા રહ્યા.

હોસ્પીટલનો બહુ ખર્ચ કર્યો છતાં પણ અંકલ ન બચ્યા. હવે હું અને આંટી જ ઘરમાં રહ્યા. આંટીને આઘાત પર આઘાત લાગતા રહ્યા. અંકલની દવાઓમાં બહુ ખર્ચ થયેલ એટલે ઘર વેચવા આપી દઈ જે પૈસા આવ્યા તે લઇ અમે બીજી જગ્યાએ ભાડેથી રહેવા લાગ્યા.

હવે આંટીને મારી પર પણ અવિશ્વાસ આવવા લાગ્યો, તેમને લાગ્યું કે હું પણ હેમાદીદી અને રેખાદીદી જેમ છોડીને જતી રહીશ. પણ હું તો તેમને માં સમાન જ ગણતી. મેં ક્યારેય એવો વિચાર સરખો પણ નહોતો કર્યો. પણ આંટીને ક્યારેય મારા પર વિશ્વાસ ન આવ્યો.

તેઓ આખો દિવસ સુનમુન રહેવા લાગ્યા. ડોકટરને બતાવવા ગઈ તો નિદાન થયું કે તેઓ ડીપ્રેશનમાં જતા રહ્યા છે. તે આપઘાત કરવાનો પ્રયત્ન કરતા,હવે તેમને એકલા છોડીને જવાય તેમ નહોતું.

એક વખત એક ડાન્સ ગ્રુપનો ફોન આવ્યો, ત્યાં જવું જરૂરી હતું, કારણ કે છેલ્લા છ મહિનાથી મેં પરફોર્મ કર્યું નહોતું. મારે ના છુટકે ડાન્સ કરવા જવું પડયું. ઘેર પાછી ફરી તો મારા ઘર આગળ ટોળું જમા થઇ ગયું હતું, જોઇને જોયું તો આંટીએ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો.

મારા પર આભ તૂટી પડયું હવે હું તદ્દન એકલી થઇ ગઈ, રેખાદીદી અને હેમાદીદીનો કોઈ પતો નહોતો. પોતાના ગામ તે પાછી જઈ શકે તેમ નહોતી. છ મહિના સુધી હું ઘરમાંથી ભાગ્યે જ બહાર નીકળતી. મારા ખાવા પીવાના કોઈ ઠેકાણું નહોતું, ક્યારેક બહુ ભૂખ લાગતી ત્યારે હોટેલમાં જઈ જમી લેતી. ડાન્સ ગ્રુપ વાળા મને ફોન કરી કરીને થાક્યા હતા.

હવે પૈસા ખલાસ થવા આવ્યા હતા, હું એક હોટેલમાં જમવા ગઈ તેની બાજુમાં જ એક સુંદર છોકરી જમવા આવી હતી, મેં તેને પોતાની તકલીફ જણાવી. તેનું નામ વીણા હતું. વીણા મને પોતાની સાથે લઇ ગઈ. વીણા એક બાર ડાન્સ ગર્લ હતી, તેણે મને એક બારમાં કામ અપાવ્યું.

હવે મારી ગાડી ફરી પાટા પર ચડી ગઈ હતી, આ માટે ઈશ્વરનો આભાર માન્યો, પણ આ આનંદ પણ મારે માટે અલ્પ જીવી નીકળ્યો. મહારાષ્ટ્ર સરકારે આ વ્યવસાય પર પ્રતિબંધ લગાવી દીધો. ફરી હું દુઃખની ગર્તામાં ધકેલાય ગઈ.

મારા ગ્રાહકો પાસે મારો મોબાઈલ નંબર હતો. મારે હવે ખાવાના પણ સાંસા હતા, દરમ્યાન બાર ગ્રાહકોના શરીર સબંધ બાંધવા બાબતના ફોન કોલ આવતા જ રહ્યા અને એક દિવસ મારું નૈતિક પતન થઈને જ રહ્યું. હવે હું કોલ ગર્લ બની ગઈ. હું બીજું કામ કરી શકું તેમ જ નહોતી.

એક દિવસ અચાનક રેડ પડી, પોલીસ મારી આજુ બાજુ વાળી કોલ ગર્લ અને ગ્રાહકોને પકડીને લઇ ગઈ, હું તેમાંથી છટકી આ શહેરમાં આવી ગઈ. અને અત્યારે તમારી સામે છું. રેશ્માની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ નીકળ્યા. તે હિબકે અને હિબકે રોઈ પડી.

દીપેશ પરમાર સ્તબ્ધ થઇ ગયો.

( સમાપ્ત ................વાંચકો ભાગ ૧ અને ૨ જરૂર વાંચે આપના અભિપ્રાય આવકાર્ય છે. )