Bewafa books and stories free download online pdf in Gujarati

બેવફા

બેવફા' શબ્દ સાંભળતા જ મન ચકરાવે ચડે, ક્યારે માનસપટ પર અમુક ખાસ ચહેરાઓની આવન જાવન પણ શરુ થઇ જાય.્પીડા, શોક , લાગણીઓ મન પર હાવી થવા લાગે.ક્યાક એવું પણ બને કે ક્ષોભ અને બેચેની અનુભવાય.્દર વખતે સામે જ કોઇ વ્યક્તિ ઉભી હોય એ જરુરી નથી,ક્યારેક આઇનામાં આપણું પોતાનું પ્રતિબીંબ પણ દેખાય ! 'બેવફા'..'બેવફાઇ' એક એવો શબ્દ જે પગથી માથા સુધી ધ્રુજારી ફેલાવવા સમર્થ સાબિત થાય.
દિગ્દર્શક એડ્રીયન લાયનનુંં બહુ ચર્ચિત નાટક 'અનફેઇથફુલ. યાદ આવી ગયું૨૦૦૨ માં રીલીઝ થયેલ લગ્નેતર સંબંધ પર આધારિત આ નાટક્ને વિવેચકો તરફથી મીશ્ર પ્રતિભાવ મળ્યો હતો, પણ પ્રેક્ષકો એ સારુ બિરદાવ્યુ હતું.આપણે ત્યાં પણ થોડા સમય પહેલા'બેવફા' નામની હિન્દી ફિલ્મ આવી હતી. બન્નેની સામ્યતા એ હતી કે બન્નેમાં પત્નીની બેવફાઇની વાત કરવામાં આવી હતી.( જો કે ક્યાંય પણ વિરોધ પ્રદર્શિત નહતો થયો એ આડવાત છે)ભમરો તો બિચારો નાહકનો બદનામ થાય છે ....પરવીન શાકીર કહે છે તેમ..
'વો તો ખુશ્બુ હૈ હવાઓમે બિખર જાયેગા,
મસ્લા ફુલ કા હૈ ફુલ કિધર જાયેગા?'
પણ..્મુદ્દાની વાત એ છે કે સ્ત્રી હોય કે પુરુષ..્વાત જ્યારે સંબંધોની માવજતની હોય,્નજાકતની હોય ત્યારે બન્ને સરખા જવાબદાર છે.જેમ પ્રેમ શબ્દને વ્યાપક સ્વરુપે જોવામાં આવે છે એમ બેવફાઇને પણ ચકાસીએ તો માત્ર પ્રેમ સંબંધોમાં કે લગ્નેતર સંબંધો એટલે જ બેવફાઇ એવું જરુરી નથી. બેવફાઇ એટલે બિનવફાદારી,અપ્રમાણિકતા જે દરેક સંબંધમાં દરેક જગ્યા એ જોવા મળે છે.

શું સમય કે સંજોગો આપણી અપેક્ષા મુજબ સાથ ન આપે એટલે એને કહી શકાય ?સમય અને સંજોગોને આધિન આપણૂ પ્રિયજન આપણુ ન થાય એટલે એને બેવફા ગણી લેવુ એટલી જ આપણી પ્રેમોર્મિ સિમીત હોય છે ?

ક્યારેક એવુ પણ બને કે જેને આપણી નજરમા બેવફાઈ છે એ સામેના પાત્રને માટે એના સંજોગોને આધિન એનુ સત્ય પણ હોઇ શકે.જોકે સંજોગોની છણાવટ છટકબારી માટેનુ એક હથિયાર પણ છે જ છે એમા ના પણ નથી. પણ દરેક વખતે એવુ હોય જ એમ માની લેવુ એ પ્રિયજનને અન્યાય છે.સમય અને સંજોગો માનવીને એટલા વિવશ કરી દેતા હોય છે કે

જેને એક સમયે જિંદગી ગણતા હોઇએ એના જીવનમાથી અણધારી એક્ષીટ કરી જવી પડે છે.

હિન્દી ફિલ્મ શાલીમારનુ એક લોકપ્રિય ગીત છે જે ઘણું જ સૂચક છે, "હમ બેવફા હરગીઝ ન થે ,પર હમ વફા કર ના શકે "....બસ,ાને સમજ્યા વિચાર્યા વગર આપણે આપણા જ પ્રણયને 'બેવફા'નામે એક ગાળ ભેટ ધરી દઈએ છીએ.

દીલ ખોલીને ચાહનારા સ્ત્રી-પુરુષ સંજોગો સામે ઘૂંટણીએ પડી જાય છે,હારી જાય છે.ક્યારેક એમા એ લોકો એમના આપ્તજનની સલામતી પણ પારખતા હોય છે અને આપણે એમને ટુંકા માપદંડથી મૂલવવાની ભુલ કરી બેસીએ છીએ.શંકાનો કીડો પ્રેમ નામે મખમલી પણ મજબૂત દોરને કોતરી નાખે છે.

હા,જ્યાં પ્રેમ નામે કોઇ તત્વ જ નથી અને કેવળ વ્યભિચાર જ છે ત્યા વફાદારી નામના શબ્દને કોઈ સ્થાન નથી ,અને એવા કહેવાતા પ્રેમને રોવાનો કોઈ જ અર્થ નથી.ત્યા જિવન અટકી નથી જતુ,એને બમણા વેગથી આગળ વધારવાનુ જોમ કેળવી લેવુ એ પણ એક આવડત છે.બાકી તો એમ માનવુ જ રહ્યુ કે ઘાતક સંજોગો હોય છે ,વ્યક્તિ નહી.

અને જો વાત લગ્નેત્તર સંબંધોની જ હોય તો પતિ-પત્નિ વચ્ચે સન્માન,પ્રેમ અને વિશ્વાસના માપદંદ ક્યાક ટુંકા પડ્યા હોય તો જ કોઈ ત્રીજ પાત્રનો પ્રવેશ શક્ય છે.ભારતીય સંસ્કૃતિમા લગ્ન બે આત્માનુ મિલન કહેવાયુ છે.સ્ત્રી-પુરુષના અદ્વૈતને શીવશક્તિ સ્વરુપા ગણ્યા છે.પણ જો એ ખરેખર આત્માનુ બંધન હોય તો ?બાકી એ કેવળ બંધન છે.ીક સામાજીક ગોઠવણ છે એ પણ કડવુ છતા સ્વિકારવુ પડે એવુ સત્ય છે.

જો લગ્નજીવન સુખી છે અને જસ્ત ફૉર ઍ ચેંજ કોઈ ત્રીજી વ્યક્તિ જીવનમા આવે છે તો એ ચોક્કસ બેવફાઈ છે.અહીયા વાત બન્ને પક્ષની થાય છે.કોઈ પણ ગુણો ક્યારેય જેન્ડર બાયસ નથી હોતા એ સમજી જ લેવું.

જો લગ્નજીવન બોજ થઈ ચુક્યુ છે ,સંતાનો અને સમાજની શરમે એક છત નીચે વેંઢારવામા આવે છે તો મારુ સ્પષ્ટ માનવુ છે કે સામાજીક માળખાને સાચવીને કે ન સાચવીને પણ કોઇ ત્રીજી વ્યક્તિનો પ્રેમ પામવો એ પાપ નથી,એ બેવફાઈ નથી.સ્ત્રી-પુરુષ બન્ને પાત્રને સુખી થવાનો હક છે.હા,તમે કેટલે અંશે એ સ્વિકારી શકો એ તમારી અંગત બાબત છે.અહિં સામાજીક સંદર્ભો એ એક જુદો વિષય છે.

થોડુ આગળ વધીને કહુ તો સહશયન સમયે શારિરીક ઐક્ય હોવા છત્તાં પણ્ પતિ કે પત્નિ માનસિક સ્તરે પોતાના કોઇ પ્રિયપાત્રની કલ્પનામા રાચતા હોય છે.તો એને શું કહેશો ?

શું બેવફાઈ એટલે સામાજીક સ્તરે સ્પષ્ટ દેખાય એવી જ ચેષ્ટા ?

બેવફાઈ શબ્દ જેટલો સંવેદનાસભર છે એટલો જ પેચીદો અને વિવાદાસ્પદ પણ છે.કોઈના માટે પ્રેમ થવો સાહજીક છે,સ્વિકાર્ય છે.ીક જ સમયે અલગ લગ પાત્ર સાથે પણ પ્રેમ થઈ શકે છે.બેવફાઈ જુઠાણામા છે,છેતરપીંડીમા છે.બે સમજદાર વ્યક્તિ,પોતપોતાની જવાબદારી સમજીને પરસ્પર સ્નેહભાવે જોડાય છે એ કોઈની પણ સાથે બેવફાઈ નથી અને જો એ સમજદારીથી છૂટી પડે તો એ પણ બેવફાઈ નથી.જવાબદારી અને કર્તવ્યનુ મુલ્ય ક્યારેક આત્મિક સુખ કરતા વધી જતુ હોય છે ત્યારે વ્યક્તિએ અંગત સુખની આહૂતિ આપવી પડે છે.

બેવફાઈ શબ્દને શા માટે સ્ત્રી-પુરુષ પુરતો કે પ્રેમ સંબંધો પુરતો જ સીમિત રાખવો ?વ્યાપક અર્થમા ચકાસીએ તો ક્યાંક્યાં આ શબ્દાનુઘોષ નહી સંભળાય ?

સમયચક્રને જરા પ્રતિબિંબિત કરીએ તો રાધાજી અને મીરાજી બન્ને કૃષ્ણઘેલી સ્ત્રીઓ હતી.બન્ને પરીણીત હતી.કૃષ્ણ પોતે પણ હ્રદયપૂર્વક રાધાને ચાહતા હતા,પણ એનો અર્થ જરા પન એમ નહોતો કે એ એની પત્નિને નહોતા ચાહતા.દ્રૌપદી પાંચ પતિની પત્નિ હતી,અર્જૂન માટે સવિશેષ સ્નેહ હતો અને કૃષ્ણને પ્રેમ કરતી હતી.(પ્રાતઃસ્મરણિય સતીઓમા એનુ સ્થાન છે ) અર્જૂને પણ દ્રૌપદી માટે અનન્ય પ્રેમ હોવા છતા બીજે લગ્ન કર્યા હતા.

આજીવન સ્ત્યનિષ્ઠ યુધિષ્ઠિર યુધ્ધ મેદાનમા 'અશ્વત્થામા મરાયો,નરોવ કૂંજરોવા" જેવા અર્ધ સ્ત્યને વર્યા હતા.ભિષ્મથી અર્જૂનને બચાવવા ખુદ કૃષ્ણે શિખંડી સ્વરુપ ધર્યુ હતું,કર્ણવધ માટે

કર્ણના રથનુ પૈડુ જમીનમા પ્રપંચથી ખુંચાવનાર કૃષ્ણને શું કહેવા ?અર્જૂન માતેના પક્ષપાતને કારણે એકલવ્યનો અંગૂઠો માંગી લેનારા દ્રોણાચાર્ય,સીતાની પવિત્રતા પર લેશમાત્ર શંકા ન હોવા છતાં રાજધર્મ માટે એનો ત્યાગ કરનાર રામ ,સીતાને વનભ્રમણના બહાને વનમા મુકી ચાલી આવનાર લક્ષમણ ...કેટકેટલા નામ યાદ કરી શકાય .આ બધી વાતોને શું કહેશો ?. ..મારો આશય અહી કોઈ લાગણી દુભવવાનો નથી જ.દરેક પાત્ર વંદનિય છે,પૂજનીય છે...પણ મારુ કહેવાનુ તાત્પર્ય એ છે કે રોજબરોજની જીંદગીમા પ્રત્યક્ષ કે પરોક્ષ એવા પાત્રો,એવી ઘટનાઓ સામે આવતી જ રહે છે જેની મૂલવણી લગભગ અશક્ય છે.

પારદર્શિતા, અપારદર્શિતા ,સત્ય,ાસત્ય,પ્રમાણિકતા ,અપ્રમાણિકતા ,પ્રેમ,બેવફાઈ -આ બધા વચે બહુ જ પાતળી ભેદરેખા રહેલી છે.જે ક્યારેક દેખાય છે તો ક્યારેક નથી પણ દેખાતી અને આપણે અજાનતા જ એને સમજ્વાની ચાહમા એને અન્યાય કરી બેસીએ છીએ.

પણ આ બધા પાસા તો વિષયનૂ વિષયાંતર કરી નાખશે ,એટલે એમા ઊંડા ના ઉતરતા અત્યારે તો એટલું જ કે ,

મેરા તાજુબ અજબ નહી હૈ,

વો શખ્શ પહેલે સા અબ નહી હૈ,

વફા કા ઉસસે ગીલા ક્યા કરું,

વો મેરા કબ થા,જો અબ નહી હૈ !!!(અજ્ઞાત )