Ajab Gajab books and stories free download online pdf in Gujarati

અજબ ગજબ

અજબ ગજબ

માચુપીચુ

માચુપીચુ ("જુનું શિખર") એક પૂર્વ-કોલમ્બીયન ઈંકા સામ્રાજ્યનું ક્ષેત્ર છે જે સમુદ્ર સપાટીથી ૨૪૩૦મી ઉંચાઈ પર આવેલૌં છે. આ સ્થળ આવેલ ઉરુબામાના ખીણ પ્રદેશ જ્યાંથી ઉરુબામા નદી વહે છે તેની ઉપરના શિખરની ધાર પર સ્થિત છે જે કુઝકોથી ૮૦ કિમી વાયવ્યમાં આવેલો છે. આને મોટે ભાગે ઈંકાના ખોવાયેલ શહેર તરીકે ઓળખવામાં આવે છે. માચુપીચુ ઈંકા સામ્રાજ્યનું એક ચિન્હ રૂપ બની ગયું છે.

આ સ્થલ પર લગભગ ઈ.સ. ૧૪૩૦ની આસપાસ ઈંકાઓએ બાંધકામ શરૂ કર્યું પણ તેના ૧૦૦ વર્ષ પછી ઈંકા સામ્રાજ્ય પર સ્પેનીશ વિજય પછી ઈંકનોએ આ સ્થળ છોડી દીધું. જો કે તે સ્થાનીક રીતે જાણીતું હતું, પણ ૧૯૧૧ પહેલાં તે વિશ્વ તેનાથી અજ્ઞાત હતું. હીરમ બીંગહૅમ નામના અમેરીકન ઇતિહાસકાર દ્વારા તેને દ્વારા તેના પર પ્રકાશ પડી આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષીત કર્યું. ત્યારથી, માચુપીચુ એક મહત્ત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ બની ગયું છે.

૧૯૮૧માં માચુપીચુમે પેરુકીય ઐતિહાસિક અભયારણ્ય અને ૧૯૮૩માં જાહેર કરાયું. સ્પેનીશોએ ઈંકા વિજય ઉપરાંત આ સ્થળને ધ્વસ્ત કર્યું નહતું આથી આ સ્થળને પવિત્ર સ્થળ અને સાંસ્કૃતિક ધરોહર મનાય છે.

માચુપીચુને પરંપરાગત ઈંકાશલિમાં બાંધવામાં આવ્યું હતું, ચકચકીત જેની ખાસિયત છે. આ ની મૂળ ઈમારતો છેઇંતિહુતાના,સૂર્યનું મંદિર, અને ત્રીબારી ખંડ. આ બધા સ્થળો પુરાતત્વીવિદો દ્વારા ઓળખાવાતા માચુપીચુના પવિત્ર જિલ્લામાં આવેલ છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં, પેરુ અને વચ્ચે એક થયેલ સંધિ અનુસાર હીરમ બીંગહેમ દ્વારા વીસમી સદીમાં લઈ જવાયેલ ઐતિહાસિક અવશેષો પરત કરવાની વાત છે.

નામની ફીલ્મ પેરામાઉંટ પીક્ચર્સ દ્વારા કુઝકો અને માચુપીચુ ના સ્થળે ચિત્રિત કરાઈ હતી,આ એક હોલીવુડની મહત્ત્વની ફીલમ હતી. આ ફીલમમાં કામ કરવા ૫૦૦ સ્થાનીકો લોકોને એક્સ્ટ્રા (વધારાના નાયકો) તરીકે બોલાવાયા હતાં. આ ફીમમાં પેરુવીયન ગાયક ય્મા સુમૅકને કોરી-ટીકાનું પાત્ર ભજવવા મળ્યું હતું. આ ફીલ્મ પછી પેરુમાં પ્રવાસ માં અપૂર્વ વધારો થયો.

પેટ્રા

પેટ્રા ( શાબ્દિક અર્થ: ખડક; ) એ મા'આન પ્રાંતમાં આવેલા 'અરબાહ' સ્થિત એક પુરાતત્ત્વ સ્થળ છે, જે હોર પર્વત નાં ઢોળાવ પર આવેલું છે. હોર પર્વત, વચ્ચે પથરાયેલા વિશાળ ખીણ પ્રદેશમાં આવેલી પર્વતમાળા-ઓનો એક ભાગ છે, જે અરબાહ (વાદી અરબા)નો પૂર્વ ભાગ છે. આ સ્થળ તેના ખડકો કોતરીને બનાવેલા સ્થાપત્યો માટે જાણીતું છે. પેટ્રા પૈકીનું એક છે. નાબાતીન નામની પ્રજાએ આશરે ઇ.પૂ. ૧૦૦ની આસપાસના ગાળામાં તેનું પોતાની રાજધાની તરિકે નિર્માણ કર્યું હતું.

પાશ્ચાત્ય જગતને આ સ્થળની જાણ સૌ પ્રથમ ઈ.સ. ૧૮૧૨માં મુસાફર જોહ્ન લુડ્વીગ બર્ખાર્ટે કરાવી. જ્હોન વિલિયમ બર્ગોને પોતાના ન્યુડિગેટ પુરસ્કાર વિજેતા સોનેટ (ચૌદ લીટીનાં કાવ્યનો એક પ્રકાર)માં તેને 'સમય કરતાં અડધી જ પુરાણી લાલ-ગુલાબી નગરી' ("a rose-red city half as old as time") તરિકે વર્ણવ્યું ત્યારથી તેની તે જ ઓળખ ખુબ પ્રખ્યાત થઈ ગઈ.

તેને "માનવીનાં સાંસ્કૃતિક વારસાની અતિ કિંમતી સાંસ્કૃતિક ચીજોમાંની એક" કહીને વર્ણવી છે. ઈ.સ. ૧૯૮૫માં પેટ્રાને ઘોષિત કરવામાં આવ્યું.

ક્રાઈસ્ટ ધ રિડીમર

ક્રાઇસ્ટ ધ રિડીમર (પોર્ટુગિઝઃO Cristo Redentor, પૂર્વે: Christo redemptor) એ શહેર આવેલી એક વિશાળ પ્રતિમા છે જેની ગણના વિશ્વની વિશાળતમ કલાત્મક પ્રતિમા તરિકે થાય છે.

પ્રતિમાની ઉંચાઈ ૩૯.૬ મી. (૧૩૦ ફુટ) છે, જેમાં તેની ૯.૫ મી. (૩૧ ફુટ) ઉંચી પિઠિકાનો પણ સમાવેશ થઈ જાય છે જ્યારે તેની પહોળાઇ ૩૦ મી. (૯૮ ફુટ) છે. તેનું વજન ૬૩૫ ટન (૬,૩૫,૦૦૦ કિલો) છે અને તે શહેરની સરહદ પર આવેલા તિજુકા વન રાષ્ટ્રિય ઉદ્યાનના કોર્કોવાડો પર્વતનાં ૭૦૦ મી. (૨,૩૦૦ ફુટ) ઉંચા શિખર પર બિરાજમાન છે.

તે વિશ્વની આ પ્રકારની બહુ જૂજ ઉંચામાં ઉંચી પ્રતિમાઓ પૈકીની એક છે. બોલિવિયાનાં શહેર કોચાબામ્બા સ્થિત પ્રતિમા આના કરતાં થોડીક જ ઉંચી છે, ૬.૨૪ મી. (૨૦.૫ ફુટ)ની પિઠિકા સહિત તેની ઉંચાઇ ૪૦.૪૪ મી. છે અને પહોળાઇ ૩૪.૨૦ મી. (૧૧૨.૨ ફુટ) છે. પ્રતિક રૂપ આ ક્રાઇસ્ટ ધ રિડીમરની પ્રતિમા રીઓ ડી જાનેરો અને બ્રાઝિલની ઓળખ સમાન બની ગઈ છે. આ પ્રતિમા બ્રાઝિલનાં એક અગત્યનું પ્રતિક છે. તે પ્રબલિત કાંકરેટ અને બનેલી છે.

કોલોસીયમ

કોલોસીયમ કે રોમન કોલીસીયમ જેને શરૂઆતમાં ફ્લેવીયન એમ્ફીથીએટર(: Amphitheatrum Flavium, Anfiteatro Flavioor Colosseo),કહેવાતો તે ઈટલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમી કે ઍમ્ફીથિએટર છે. તે રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. તે રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે.

રોમન ફોરમના પૂર્વ ભાગની જમીને રોકતી આ ઈમારતનું બાંધકામ સમ્રાટ વૅસ્પેસિઅનના કાળમાં ઈ.સ. ૭૦ અને ૯૨ વચ્ચે ચલુ થયું અને ટાઈટસના કાળ દરમ્યાન ઈ.સ. ૮૦માં પૂર્ણ થયું. ડોમિશિઅનના કાળ દરમ્યાન (ઈ.સ. ૮૧-૯૬) સુધારા કરવામાં આવ્યાં. તેનું નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ વૅવૅસ્પેસિઅન અને ટાઈટસના કુળ નામ જેન્સ ફ્લૅવિઆ પરથે ફ્લૅવિયસ એવું ઉતરી આવ્યું છે.

૫૦૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા, ધરાવતું કોલોસીયમ ખાસ કરી ગ્લેડીએટર બાજીઓ અને જન પ્રદર્શન માટે થતો. ગ્લેડીએટર બાજીઓ સિવાય બનાવટી દરિયાઈ યુદ્ધો પ્રાણીઓનો આખેટ ફાંસીની સજા પ્રસિદ્ધ યુદ્ધોની પુન પ્રદર્શન કે રોમન પુરાણોની કથાઓના નાટકો આદિ અહીં ભજવાતાં. પૂર્વ મધ્ય યુગ સુધી આનો ઉપયોગ મનોરંજનમાટે થતો રહ્યો હતો. પાછળથી તે રહેણાંક કાર્યશાળા કારખાના ધર્મશાળા કિલ્લો ખાણ અને ખ્રીસ્તી દહેરા તરીકે સુદ્ધાં વપરાયો હતો.

એમ કહેવાય છે કે કોલોસીયમમાં ખેલાતા જીવલેણ ખેલ કે બાજીઓમાં પાંચ લાખ જેટ્લાં લોકો અને ૧૦ લાખ જેટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.

ભયાન ધરતીકંપ અને પત્થર ચોરોને લીધે આજે ૨૧મી સદીમાં આ એક અર્ધ ખંડેર અવસ્થામાંજ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે રોમના સામ્રાજ્ય વાદ અને ધરતીકંપ વિરોધી બાંધકામમાં તેમની મહારતનું ચિન્હ બની રહ્યો છે.

આજે રોમનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે અને રોમન કેથોલીક ચર્ચ સાથે નજીકથી સંકળાયેલ છે. દર ગુડ ફ્રાયડેના પોપની આગેવાનીમાં એક સ્ટેશન ઓફ ધ ક્રોસ કે વે ઓફ ધ ક્રોસ નામનું મશાલ સરઘસ કોલોસીયમ સુધી કાઢવામાં આવે છે.

કોલોસીયમ ઈટલી દ્વારા કાઢવામાં આવેલ ૫ સેંટના સિક્કાઓ પર પણ જોઈ શકાય છે.

કોલોસીયમનો ઉપયોગ ગ્લેડીએટૅરીય મુકાબલાઓ અને અન્ય મુકાબલાઓના આયોજન માટે થતો હતો. આ ખેલોને મુનેરા” કહેવાતા અને તે મોટે ભાગે સરકાર દ્વારા નહી પણ નીજી વ્યક્તિઓ દ્વારા કરાવાતા. તેની સાથે મજબુત ધાર્મિક અંશ તો જોડાયેલ હતો જ પણ તે પારિવારીક શાનના પ્રદર્શનનું સાધન પણ હતું. ટે સમયની જનતામાં તે ખૂબ પ્રિય પણ હતાં. એક અન્ય પ્રકારનો લોકપ્રિય ખેલ હતો પ્રાણી શિકાર - આખેટ. જેને વેનાટીઓ કહેવાતો.

આમાં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓનો ઉપયોગ થતો. તેમને ખાસ કરીને આફ્રીકા અને મધ્ય પૂર્વમાંથી આયાત કરાતાં ગેંડા, જળઘોડા, હાથી, જીરાફ, નામશેષ થયેલ આઓરક્સ. નીલ ગાય, (જંગલી બળદ જેવું પ્રાણી) સિંહ, ચિત્તા, દીપડા, રીંછ, અલીગેટર (ઘડિયાલ), મગર, શહામૃગ આદિ પ્રાણીઓ વાપરવામાં આવતાં.

યુદ્ધો અને આખેત પ્રાય ચલિત વૃક્ષો અને એમારતોની પાર્શ્વ ભૂમિ પર ખેલાતાં. ક્યારેક આ ખેલો ઘણા મોટા સ્તરે આયોજવામાં આવતાં. કહેવાય છે કે ત્રાજન નામના રાજા એ ડાસિયા પરની વિજયનો ઉત્સવ મનાવવા જે ખેલ રચ્યો જ તેમાં ૧૦૦૦૦ પ્રાણીઓ અને ૧૧૦૦૦ ગ્લેડીએટરોએ ભાગ લીધો હતો. તે ખેલ ૧૨૩ દિવસ ચાલ્યો હતો.

કોલોસીયમના શરુઆતના સમયે પ્રાચીન લેખકોની નોંધ અનુસાર કોલોસીયમ નો ઉપયોગ નૌકાયુદ્ધો માટે પણ થતોજેને નૌમશીયા કે નૅવાલીયા પ્રોએલીયા કહેવાતા. ઈ.સ ૮૦માં ટાઈટસ દ્વારા આયોજેત ઉદ્ઘાટન રમતોમાં કોલોસીયમને પાણીથી ભરીને તેમાં તરવાની ખાસ તાલીમ પામેલા ઘોડા અને બળદોની બતાવ્યાનો ઉલ્લેખ મળે છે.

કોરફુ ગ્રીક અને કોર્નીથીયનોની વચ્ચે થયેલ યુદ્ધની પુનર્-રચનાનો ખેલ ખેલાયાનો પણ ઉલ્લેખ મળી આવે છે. જો કે ઇતિહાસકારો વચ્ચે આ એક વિવદનો વિષય છે. ભલે કોલોસીયમમાં પાણીનો પુરવઠો કરવો મુશ્કેલ ન હતો પણ કોલોસીયમ પાણીચુસ્ત કેમ બનાવાયુ હશે. વળી યુદ્ધ નૌકાઓના આવાગમનને સાબિત કરે તેવા કોઈ પુરાવા મળ્યાઁ નથી. કદાચ એમ મનાય છે કે આ લખાણમાં સ્થાન સંબધે કોઈ ચૂક રહી હોય. તેમ લણ મનાય છે કે કોલોસીયમની નીચે શરુઆતમાં એક કેંદ્રીય પાણી ભરતી નહેર હોય (જેને પાછળથી હાયપોજીયમમાં ફેરવી નખાઈ હોય).

સીલ્વી કે પ્રાકૃતિક દ્રશ્યોની પાર્શ્વ ભૂમિ પણ રંગભૂમિ માં રચાતી. કલાકાર અને કારીગરો સાચુકલા ઝાડ આદિને રંગભૂમિની જમીનમાં રોપીને પાર્શ્વ ભૂમિ તૈયાર કરતાં. પ્રેક્ષકોની રુચિમાટે તેમાં પ્રાણીઓ પણ વપરાતાં.

શહેરી જનતાને શિકાર વખતના જંગલના વાતાવરણનો ચિતાર આપવા કે પૌરાણીક નાટકમાં ઉપયોગમાં લેવાથી ઝૂંપડીઓ આદિની પાર્શ્વ ભૂમિ તરીકે પણ તે વપરાતાં. આપાર્શ્વ ભૂમિનો ઉપયોગ ક્યારેક મૃત્યૂ દંડની સજામાટે થતો જંગલી પ્રાણીઓ ઘસરડી જવું કે જીવતા બળી અરવા જેવી ભલે બિહામણી હોય પ્ણ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ યોગ્ય એવા ખેલમાટે પણ થતો.

આજે કોલોસીયમ રોમનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે. જેમાં યુરોપીયન યુનિયનના પ્રવાસીને સસ્તાદરે અને ૧૮થી નીચે અને ૬૫થી વધુ વય ધરાવતાં યુરોપીયન યુનિયનનના નાગરિકોને મફત પ્રવાસ મળે છે. હવે ત્યાં એરોસને સમ્ર્પિત એક સઁગ્રહાલય છે જે તેના બીજા માળે છે. રંગભૂમિના અમુક ભગની ફર્શ ફરી બનાવાઈ છે.

કોલોસીયમ ૨૦મી અને ૨૧મી સદીઓની રોમન કેથોલીક સમાજની અમુક ધાર્મિક વિધિઓનું કેંદ્ર છે. દા.ત. પોપ બેનેડીક્ટ ૧૬મા એ અહીં થી ક્રોસનો આધ્યાત્મીક પથ એટલેકે સ્ટેશન્સ ઑફ ધ ક્રોસ તરીકે ઓળખાતી વિધિ શરૂ કરી ગુડ ફ્રાયડે ના દિવસે.