khjano books and stories free download online pdf in Gujarati

khjano

ખજાનો

લાલગઢ મહેલ

લાલગઢ મહેલ એ ભારતના રાજસ્થાન રાજ્યના બિકાનેરમાં આવેલો એક મહેલ છે. આ મહેલ ૧૯૦૨થી ૧૯૨૬ની વચમાં રજપૂત મોગલ અને યુરોપીય શૈલિના સંમિશ્રણ કરીને બંધાયો હતો.

આ ઈમારત બ્રિટિશ નિયંત્રિત રજવાડાના મહારાજા ગંગા સિંહ (૧૮૮૧–૧૯૪૨) માટે કાર્યાંવીત થઈ જે સમયે તેઓ હજી સગીર વયના હતાં અને તેમને લાગ્યું કે આધુનિક શાસક માટે જુનાગઢ અપુરતો છે. ગંગા સિંહે નક્કી કર્યું કે નવા મહેલનું નામ તેમના પિતામહારાજા લાલ સિંહની યાદગિરીમાં રખાય મહારાજા લાલ સિંહ.

આ સંકુલની પરિકલ્પના બ્રિટિશ વાસ્તુકાર સરસેમ્યુઅલ સ્વીંટન જેકબ દ્વારા કરવામાં આવી. ૧૮૯૬માં આજના જુનાગઢથી ૫ માઈલ દૂર અત્યારના ડો. કરણી સિંહજી રોડપ્ર આ મહેલનું બાંધકામ શરૂ થયું.

આ મહેલના બે પ્રાંગણ હતાં જેમાંથી સૌથી વૈભવી અને આકર્ષક ઈમારત લક્ષ્મી નિવાસનું બાંધકામ ૧૯૦૨માં પૂર્ણ થયું. બાકીની ત્રણ પાંખો ટપ્પામાં પૂરી કરવામાં આવી અને ૧૯૨૬માં આ આખું સંકુલ બનીને તૈયાર થયું.

લોર્ડ કરઝન આ મહેલના પહેલા ગણમાન્ય મહેમાન હતાં. ગંગા સિંહ તેમના ગજનેરના આખેટ વનમાં શિકાર આયોજ માટે જાણીતાં હતાં ખાસ કરીને ક્રિસમસના નાતાલ સમય દરમ્યાન (ઈમ્પીરાય સેંડ ગ્રાઉસના) તેતરના શિકાર માટે આને લીધે આ મહેલ ઘણાં મહેમાનોનું યજમાન બન્યું જેમાં જ્યોર્જ ક્લિમેંસ્યુ, રાણી મેરી, રાજા જ્યોર્જ-૫, લોર્ડ હાર્ડીઁગ અને લોર્ડ ઈર્વીન.

આ મહેલના બાંધકામનો ખર્ચ પહેલાં રૂ. ૧૦૦૦૦૦૦ અંદાજાયો હતો કેમકે તેમાં કોતરણી કરેલા પથ્થર ને બદલે સાદા પથ્થર સસ્તાં પદાર્થો અને સ્ટુકોવાપ્રવાનું પ્રાવધાન હતું. થોડા જ સમયમાં બધાં મૂલ્ય કપાત કાર્યક્રમને પડતં મૂકાયાં અને તેના પ્રથમ પક્ષનો ખર્ચ જ રૂ ૧૦૦૦૦૦૦ ને આંબી ગયો કેમકે તમાં સર્વોત્તમ પથ્થરો અને કોતરણીનું કાર્ય કરવામાં આવ્યું હતું.

રાત્રિના સમયે ત્રણમાળના આ મહેલની થરના રણમાં મળતાં લાલ પથ્થરથી મઢવામાં આવ્યો છે. આ મહેલમાં ૧૯મી સદીમાં એક મહેલમાં જરૂરી હોય એવી સર્વ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી.

જેમકે: ડ્રોઈંગ રૂમ, સ્મોકીંગ રૂમ, ગેસ્ટ સ્યુટ, ઘણાં વિશાળ કક્ષો, વિષ્રાંતિ સ્થાન, ઘુમ્મટી, શામિયાના, બોજન કક્ષ જેમાં ૪૦૦ લોકો જમી શકે.આ સંકુલમાં જાજરમાન સ્તંભો, મોટા આગની સ્થાન, ઈટાલિયન સ્તંભમાળા અને મહીમ જાળીકામ અને ધાતુતાર નક્શી કામ. કરણી નિવાસ પક્ષમાં દરબાર હોલ છે અને આર્ટ ડેકો આંતરીક સ્વીમીંગ પુલ છે.

૧૯૭૨માં બિકાનેરના મહારાજા, ડો કરણી સિંહ એ ગંગાસિંહજી ચેરીટેબલ (ધર્માદા) ટ્રસ્ટની સ્થાપના કરી. તેમણે આ મહેલનો અમુક ભાગ ટ્રસ્ટના કામ કાજ માટે દાન કર્યો. આના બે પક્ષોને સ્વટ6ટ્ર હોટેલમાં ફેરવી દેવાઈ. આ હોટેલથી થતી કમાણીને ટ્રસ્ટના કામમાં વપરાય છે.

હાલમાં આ મહેલમાં શ્રી શાદુલ મ્યુઝીયમ જે મહેલની પશ્ચિમ પક્ષમાં આવેલ છે આમાં વિશ્વની ચોથું સૌથી મોટું નિજી પુસ્તકલય આવેલું છે. આ મ્યુઝીયમ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રવિવાર સિવાય ખુલ્લું રહે છે. આની એક પાંખમાં બિકાનેરનું રાજ કુટુંબ રહે છે. લાલગઢ પેલેસ હોટેલ. આ વૈભવી હોટેલ વેલકમ હેરીટેજ ગ્રુપ દ્વારા ચલાવાય છે. લક્ષ્મી નિવાસ પેલેસ. આ વૈભવી હોટેલ, ગોલ્ડન ટ્રાએંગલ કિલ્લો અને મહેલ પ્રા. લિ.

હવા મહેલ

જયપુર શહેર, જે રાજેસ્થાન રાજ્યનું પાટનગર છે, તેમાં આવેલો એક મહેલ છે. મહારાજા સવાઈ પ્રતપસિંહે ઇ. સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો.

આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી ૯૫૩ બારીઓ છે, જે સુંદર નક્શીદાર જાળીથી સુશોભિત છે. મહેલની રાણીઓ જે સખત રીતે પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદુ જીવન જોઈ શકે એ આ જાળીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

લાલ અને ગુલાબી રેતીયા પથ્થરનો બનેલો આ મહેલ જયપુર શહેરના હાર્દમાં આવેલ વાણિજ્યિક ક્ષેત્રમાં છે. આ જયપુર સીટી પેલેસનો એક ભાગ છે, તે જનાના (રાણીવાસ) સુધી વિસ્તરેલો છે. વહેલી સવારના પહોરમાં સૂર્યના સોનેરી પ્રકાશમાં તે સુંદર દેખાય છે.

રાજસ્થાનના કચવાહા વંશ ના આમેરના મહારાજા સવાઈ જય સિંહ, આ મહેલના મૂળ કલ્પના કર્તા હતાં જેમણે ઇ. સ. ૧૭૨૭માં જયપુર શહેર વસાવ્યું.

જોકે તેમના પૌત્ર સવાઈ પ્રતાપ સિંહ, સવાઈ માધવસિંહનો પુત્ર, એ મહેલના ના વિસ્તરણમાં ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો. પ્રતાપ સિંહ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતાં, આથી તેમણે તેમને સમર્પણ કરતાં મહેલનો અકાર શ્રી કૃષ્ણના મુગટ જેવો બનાવડાવ્યો.

જો કે આ વાતનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી, પણ કહેવાય છે કે રાજ પરિવારની મહિલાઓ જેમને સખત પડદા પ્રથામાં રખાતી તેઓ શહેરની ગલીઓનું રોજિંદુ જીવન, સરઘસ, તહેવાર આદિની રોનક ઈત્યાદિ જોઈ શકે તે હેતુથી આના ઝરૂખાની પથ્થરની નક્શીદાર જાળીઓ બેસાડવામાં આવી હતી.

હવા મહેલે તે પડદા પ્રથાનું કાર્ય અનોખી અદાથી કર્યું. તેની જાહોજલલી અને આરમ તેપણ પડદા પાછળથી.

જયપુરનો રાજ પરિવાર આ મહેલને તેમના ઉનાળુ નિવાસ તરીકે પણ વાપરતો કેમકે તેની જાળીદાર રચના ઉનાળામાં જરુરી ઠંડક પુરી પાડતી.

લાલ ચંદ ઉસ્તા જેમણે જયપુર શહેરનું આયોજન કર્યું હતું તે આ મહેલના કાસ્તુવિદ હતાં, તે સમયે આ શહેર ભારતનું સૌથી સુંદર નિયોજિત શહેર ગણાતું. શહેરના અન્ય સ્મરકોની સાથે સુસંગતતા જાળવી રાખવા આને લાલ અને ગુલાબી રેતાળ પથ્થરથી બનાવવામાં આવ્યું હતું,

આ મહેલ આ શહેરને ગુલાબી શહેર બનાવવમાં મદદ કરે છે. આના સન્મુખ ભાગે ૯૫૩ ઝીણવટતાથી કોતરેલા ઝરુખા છે (અમુક લાકડાના બનેલા છે) આ બાહરનો વૈભવી દેખાવ અંદરના સાવ સામાન્ય માળખાથી એકદમ વિપરીત છે.

આની સાંસ્કૃતિક અને સ્થાપત્ય ધરોહર હિંદુ અને ઇસ્લામિક મોગલ શૈલિના સમંવયનું ઉદાહરણ છે; ઝરૂખાની ઉપર ઘુમ્મ્ટ ખાંચો પાડેલા સ્તંભો, કમળ અને ફૂલોની ભાત રજપૂત શૈલિ દર્શાવે છે. પથ્થર પરની તારક્શી અને મીના કારી અને કમાન મોગલ શૈલિ બતાવે છે (ફતેહ પુર શૈલિના આની સમાન પંચ મહલથી જુદી પડતી)

હવા મહેલમાં સીટી પેલેસ તરફથી પ્રવેશવા માટે એક મોટા શાહી દરવાજામાંથી પસાર થવું પડે છે. આ દરવાજો એક મોટા આંગણાં માં ખૂલે છે, જેની ત્રણ તરફ બે માળની ઈમારત આવેલ છે, અને પૂર્વ તરફ હવા મહેલ આવેલો છે. આના આંગઁઆંમાં એક સ્થાપત્ય સંગ્રહાલય પણ આવેલું છે.

હવા મહેલ મહારાજા જય સિંહના શે દુર્વે (મહત્વ પૂર્ણ શીલ્પ) તરીકે પણ ઓળખાય છે કેમકે આ તેના લાલિત્ય અને આંતરિક ઉંદરતાને કારણે તેમનું માનીતું હતું. આના ઝરુખાની જાળીઓમાંથી વહેતો પવન આંગણાં માંના ફુવારાઓને કારણે ખંડોને વધુ ઠંડક આપે છે.

આ મહેલની છત પરથી દેખાતું દ્રશ્ય અત્યંત આકર્ષક છે. પૂર્વે આવેલી સેરેદેઓરી બજાર પેરિસની ગલીઓ જેવી લાગે છે.પશ્ચિમથી ઉત્તર તરફ લીલી ખીણ અને આમેરનો કિલ્લો દેખાય છે. પૂર્વનએ દક્ષીણ તરફ થરનું રણની “અનંત રેખા ઊંચાનીચી વરાળ” દેખાય છે.

એક ભૂતકાળની શુષ્ક અને વેરાન ભૂમિ, ભૂપૃષ્ઠમાં થતો આ ફેરફાર, જયપુરના મહારાજાના સંગઠિત પ્રયાસોને આભારી છે. આ મહેલને વર્સેલ્સ નો ભાઈબંધ પણ કહે છે. આ સ્મારકને અગાશી પરથી Views of the જંતર મંતર અને સીટી પેલેસ પણ જોઈ શકાય છે.

મહેલના સૌથી ઉપરના બેમાળ પર માત્ર ઢાળ દ્વારા જ જઈ શકાય છે. આ મહેલનો રખરખાવ રાજસ્થાન સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

૫૦ વર્ષના લાંબા અંતરાલ પછી ઈ. સ. ૨૦૦૫માં રૂ. ૪૫ લાખના ખર્ચે આ મહેલનો જીર્ણોદ્ધારા અને નવીની કરણનું કર્ય હાથ ધરવામાં આવ્યું.. જયપુરની ઐતિહાસિક સ્થાપત્ય ધરોહરના સંકર્ધન માટે નિગમ ક્ષેત્ર પણ આગળ આવી રહ્યું છે. ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઈંડિયાએ હવા મહેલના રખરખાવની જવાબદારી સંભાળી છે.

આ મહેલ, જેને “કાલ્પનીક વાસ્તુકળાનો નમૂનો” કહે છે, તે જયપુર શહેરની ઉત્તરમાં આવેલાં બડી ચૌપાડ નામના એક મુખ્ય નાકા પર આવેલ છે. દેશના અન્ય સ્થળોથી જયપુર સડક, રેલ અને હવાઈ માર્ગે જોડાયેલું છે. જયપુર રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેની બ્રોડગેજ લાઈન પર આવેલ એક કેંદ્રીય મહત્ત્વપૂર્ણ સ્થાનક છે. શહેર રાસ્ટ્રીય ધોરી માર્ગ અને શહેરથી ૩ કિમી દૂર સંગનેર ખાતેના એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા જોડાયેલ છે.

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલિમાં કરવામાં આવી હતી. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા.

આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું. મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું . સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં.

મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે. દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે. કોરીન્થીયન થાંભલા, યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ, મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે.

હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે.

૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું. ૨૦૦૬માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં. આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે.

આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.

આઈના મહેલ

આઈના મહેલ એ ભારતના પશ્ચિમ ભાગના એક ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા. મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.

૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે.

ઉમેદ ભવન મહેલ

ઉમેદ ભવન મહેલ, એ રાજસ્થાનમાં આવેલ જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સ દ્વારા વ્યવસ્થાપિત છે. આ મહેલનું નામ તેના અત્યરના માલિકના દાદા મહારાજા ઉમેદ સિંહ,પરથી રખાયું છે. આ ઈમારતમાં ૩૪૭ ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે.

ઉમેદ ભવન મહેલને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તરનામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઓંચુ સ્થળ છે. આ મહેલના બાંધકામ કાટે ભૂમિપુજન ૧૯૨૯માં મહારાજા ઉમેદસિંહએ કરાવ્યું અને તેનું બાંધકામ ૧૯૪૩માં પૂરું થયું.

જોધપુરની અગ્નિ દિશામાં આવેલ ચિત્તર ટેકરી પર આવેલ આ મહેલના બંધકામ માટે ૫૦૦૦ કારીગરોએ ૧૫ વર્ષ કામ કર્યું. આ મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેંટ વપરાઈ નથી; આના પથ્થરો કોતરેલા છે જેમાં પથ્થરના ધન અને ઋણ છેડાઓના અંતર્ગથનથી પથ્થરો એક બીજાને જકડી રાખે છે.

આ પથ્થરના વહન માટે ખાસ બંધાયેલી દ્વારા તેને લવાતાં હતાં. ઉમેદ ભવન મહેલને એવીરીતે બાંધવામાં આવ્યો છે કે જેથી તેમાં દરેક સમયે ૨૩ અંશ સે. જેટલું તાપમાન જળવાયેલું રહે..

આ મહેલ સંકુલ ૨૬ એકરની જમીન રોકે છે તેમાં ૩.૫ એકર પર મહેલ બંધાએલો છે અને ૧૫ એકર પર બગીચા છે એદવર્ડીયન વાસ્તુકાર હેનરી લૅંચેસ્ટર દ્વારા પરિકલ્પિત આ મહેઅલ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઈમારતનો કેંદ્રીય ગુમ્બજ, જાજરમાન ૧૦૪ ફૂટ ઊંચુ ઘુમ્મ્ટ-મિનારો, એ પુનરુજ્જીવન કાળના વાસ્તુ શૈલિનું ઉદાહરણ છે, જ્યારે મિનારાઓ રાજપૂત શૈલિથી પ્રેરિત છે.

આ પરિયોજનાનો ખર્ચ રાજાને રૂ ૯૪,૫૧,૫૬૫ આવવાનો હતો.હીરાનંદ યુ ભાટીયા આ પરિયોજનાના આવાસી ઈજનેર હતાં. આ મહેલની આંતરીક સજાવટ ની પરુયોજના લંડનના મેપલ્સને હતી પણ આ માટેનો સામાન લાવતી આગબોટને ૧૯૪૨માં જર્મનો દ્વારા ડુબાડી દેવામાં આવી. પરિણામે, રાજાએ પોલીશ આંતરીક સજાવટકાર સ્ટીફન નોર્બ્લીનને કામે લગાડ્યાં.

આ મહેલની વૈભવી સોનેરી રાચરચીલું ડેકો પદ્ધતિનું છે, જેને વિદેશી ભીંતચિત્રો શોભાયમાન બનાવે છે. નવું ચિત્તર મહેલ તેના પૂર્વજ મેહરગઢ કે જેને રાવ જોધાએ બંધવ્યો અને આજ સુધી અજેય રહ્યો છે તેની જાહોજલાલીને ને યોગ્ય તેવી ભવ્ય શ્રદ્ધાંજલી સમાન હતો.

મેહરગઢ રાઠોડ વંશની આત્મા હતું જેને ક્યારેય બદલશે નહીં. પણ તેમના જેવા ક્યારેય ન થાકાનારા સ્થાપકો, દ્વારા અસલના નાહરગઢમાં ફરી ફરી ફેર બદલ કરતાં રહ્યાં.

આમાના ઘાણાં ફેરફારો તો અસલ મોગલ શૈલિના હતાં જેનો તે સમયે સંપૂર્ણ ભારત વર્ષ પર દબદબો હતો. ઝાલર વાળી કમાન, ગુમ્બજ, ફૂલોની નક્શી, વનસ્પતિની ચિત્રકારી, પાણી ના તળાવ વિગેર. ઉમેદ સિંહનો ચિત્તર મહેલ, બીજી તરફ, રજપૂત શૈલિને ફરી પાછી લઈ આવ્યો.

આ મહેલ આટલું વૈભવી તો બનવાનું જ હતું. છેવટે તૂ આ મહેલ બંધાવનારાની ધમનીઓમાં રાષ્ટ્રકૂટ રવંશનુંનું લોહી વહેતું હતું જેમણે એક જ ખડકમાંથી કૈલાશનાથનું મંદિર કોતરાવ્યું હતું. વિશ્વના સંક્રમિત કાળ વચ્ચે ઉમેદ સિંહ મોટા થયાં હતો. ભારતની સૈનિક ક્રાંતિ ના કારણે ઈસ્ટ ઈંડિયા કંપની (જ્-હોન કંપની) નું અભિમાન ઘવાયું હતું બ્રિટિશ સામ્રાજ્ય કાળમાં વિદ્રોહ જાગી ઉઠ્યો હતો, અને કેમકે રજપૂતો જઝોન કંપનીને વફાદાર રહ્યાં.

આથી બ્રિટિશ ઉમરાવશાહી એ કમને આ રજવાડાઓને પોતાની મંડળીમાં શામિલ કર્યું. ઉમેદ સિંહ, જે પહેલેથી ભૂતકાળની પરંપરાથી સમંવિત હતાં,અને જેઓ બ્રિટિશ રાજાની પરંપરાની ઈટોન, રગ્બી અને વિંચેસ્ટરની કોલેજો અને અન્ય બ્રિટીશ શાળાઓમાં અભ્યાસ કર્યો. તેઓ, તે સમયના અન્ય શાસકોની જેમ, તેઓ ભણેલા અને સુસંસ્કૃત હતાં,

દુંન્વયી અને સ્પ્રધાત્મક હતાં. ૧૬ વર્ષની નાની ઉમરે તેમને રાજાના પદ પર અચાનક આરુઢ થવું પડ્યું. પાંચ વર્ષ પછી, તેમને પૂર્ણ સત્તાધીશના હક્કો મળ્યાં. બ્રિટીશો અને તેમના નીમેલા કારભારી, સર પ્રતાપસિંહ, આ વચગાળાના વર્ષોમાં મારવાડમાં કાયદો અને અને નોકરશાહી લાવવાનો વિચાર રાજાના મનમાં રોપ્યો.

જોધપુરને ૨૧મી સદીમાં દોરી જનાર મુખ્ય આયોજન તરીકે મહેલનું બાંધકામ કરવું એમ નથું. તે એટલો મોટો અને મહાન હોવો જોઈએ કે જે નાહરગઢનું સ્થાન લઈ શકે અને જોધપુરની ઓળખ બની શકે. ૧૯૨૪માં મહારાજા હેનરી વોગહન લાંચેસ્ટરને મળ્યાં. તેમણે ઘણાં દાયકા વિશ્વ પ્રવાસમાં અને શહેર આયોજક તરીકે ગાળ્યાં હતાં, અને તેઓ હિંદુ વાસ્તુ કળાથી પણ અજાણ ન હતાં.

આ મહેલની યોજનાની ચર્ચા કરતાં, લાંચેસ્ટરે આ વખતે મોગલ શૈલિના સૌંદર્યશાસ્ત્ર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કર્યો, તેણે દલીલ કરી કે રાજસ્થાનનું રાજ્ય મુસ્લીમ વર્ચસ્વ નીચે અલ્પ સમય માટે આવ્યો, અને તેમની પરંપરાએ મોગલ વસ્તુઓનો ખૂબ ઓછો ભાગ અપનાવ્યો હતો. ઉમેદ સિંહે જાણ્યું કે તેમને જે વ્યક્તિની શોધ હતી તે મળી ગયો હતો.

પરંપરા અને ભૂમિની સાઅંસ્કૃતિક વિરાસતને પોતાના કાર્યમાં દર્શાવવા દૃઢ સંકલ્પ એવા લાંચેસ્ટરએ પોતાના કાર્યની પ્રેરણા પામવા ભારતના પર્વત મંદિરોના પ્રવાસે નીકળ્યાં. ઉમેદ સિંહ જાણતા હતાં કે આ મહેલ તેમના પૂર્વજો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલી બનશે.

પણ તે કોઈ પણ રીતે એક અર્વાચીન પુરાતન મુલ્યવાન ઈમારત ન બનવું જોઈએ. ઉમેદ સિંહ ઓગણીસમી સદીની જીવન પદ્ધત્તિના આદિ હતાં અને વિકાસ તેમને પ્રિય હતો. ભલે તેમનો મહેલ પરંપરાથી પ્રેરિત હોય, પણ તે, આધુનિક વિચારસરણી ધરાવતાં રાજાની ઓળખ હતું જે વિકાસની ધારે બંધાયું હતું.

ડેકો કળા અને સહસ્ત્રાબ્દી જૂની હિંદુ વાસ્તુ શૈલિના મિશ્રણ સમો આ મહેલ આજે પણ રાઠોડ વંશની મજબુત ઓળખ બનેલું છે. કિપલિંગના શબ્દોમાં મેહર ગઢ, “દેવદૂત , પરીઓ અને મહારથીઓનું કામ છે”, જ્યારે ઉમેદ ભવન,એક અનામી કવિની શબ્દોમાં, “એક જાજરમાન, મોહક લડવૈયો છે, જેના પ્રેમાળ હાથ ફેલાયેલા છે.”

અત્યારના મહેલના માલિક મહારાજા ગજ સિંહ છે. તેમણે મહેલને ત્રણ કાર્યાંવીત ખંડમાં વિભાજિત કર્યું છે- આરામદાયક વૈભવી હોટેલ (૧૯૭૨થી) - તાજ, રાજ પરિવારનું આવાસ, અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે. આ સંગ્રહાલય ૧૦.૦૦ થી ૪.૦૦ ખુલ્લું રહે છે અને રવિવારે બંધ રહે છે.