Saraswati Chandra - Part 3 - Ch. 5 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૫

વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે

સુંદરગિરી અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઇ પડ્યાં હતા. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યા આ પ્રિયતાનું સ્પષ્ટ છે. ભરતખંડી આર્યોના ધર્મમાત્રના દેહમાં જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિ એ ચારમાંનાં એક અથવા અનકે પ્રાણરૂપે સ્ફુરે છે, અને એ સર્વ જાતના પ્રાણથી પ્રવર્તતા ધર્મ આ સ્થળે જુદે જુદે કાળે હતા અને તેમનાં સ્મરણસ્તૂપ૧ રૂપે મંદિરો સુંદરનાં શિખરો ઉપર તેમ તળેટી ઉપર વર્તમાન હતાં તેની પરિગણનાં જેવું સરસ્વતીચંદ્ર પાસે થયેલું તે આપણે જાણીએ છીએ. આ ચાર જાતના પ્રાણોમાંથી વિષ્ણુદાસ બાવાનો પંથ કેવા પ્રાણને ધારણ કરતો હતો તે જાણ્યાથી બે બાવાનો પરિચય કરવા આપણે અધિકારી થઇશું.

યોગ અને કર્મ, ઉભય આ યુગમાં ક્ષીણ થઇ ગયાં છે છતાં તેમના ઉપર આર્યોની સાહજિક પ્રીતિ છે. તેમાં ભેદ એવો છે કે કર્મમાર્ગમાં પ્રવર્તવા શ્રદ્ધા અને અવકાશાદિ હોય તો એ માર્ગ સાધ્ય હોવાથી હજી પ્રવર્તે છે, અને યોગની સાધના ઐન્દ્રજાલિક પ્રયોગ જેવી હોવાથી તેનો પ્રવર્તક કવચિત જ મળી આવે છે અને જ્યાં મળી આવ્યો લાગે છે ત્યાં અસાધારણ આદર પામે છે. જ્ઞાનમાર્ગની વાર્તા સર્વ બુદ્ધિઓને ગમ્ય છે અને કર્મમાર્ગનાં ફળની વાટ સ્વર્ગે પહોંચતાં સુધી જોવાની છે અથવા સાધકના જીવનમાં કાંઇ મોટો ચમત્કાર થાય અને તેની સાથે કર્મસાધનાને કારણ થયેલી માનવાનો શ્રદ્ધાળુને પ્રસંગ આવે ત્યાં સુધી કર્મસાધનાનું ફળ શીઘ્ર અને હસ્તગત થતું નથી; તેનાથી વિરુદ્ધ પ્રકારે જ્ઞાનના સાધકને યથાશક્તિ ફળ મોડુંવહેલું પણ નિશ્ચિતપણે આ જ ભવમાં મળે છે એ જ્ઞાનમાર્ગની લોકપ્રિયતાનું આ અંગ્રેજી યુગમાં ઉઘાડું કારણ છે. પરંતુ એ જ્ઞાનમાર્ગ આર્ય સંપ્રદાય પ્રમાણે તો વેદાંત જ છે અને તેનું રહસ્ય પામતા સુધી પ્રયત્ન કરવાનું ધૈર્ય રાખનાર વિરલ હોય છે, માટે જ્ઞાનમાર્ગના પંથમાં બે ઉપપંથ જ છે એમ કહીએ તો ચાલે. એક ઉપપંથ સાધારણ બુદ્ધિ અને પ્રયત્નવાળાઓનો અને બીજો રહસ્ય જાણનારાઓનો. સાધારણ ઉપપંથ જ લોકપ્રિય છે અને આપણા જ્ઞાનમાર્ગના મિત્રો અને શત્રુઓ સર્વ પ્રાયશઃ આ સાધારણ ઉપપંથ સાથે જ મિત્રતા કે શત્રુતા રાખે છે. હવે આ સર્વ માર્ગોમાં - જ્ઞાનમાં, કર્મમાં, અને યોગમાં, સાધન જોઇએ છે; પણ જ્યાં સાધનનો પણ ખપ ન પડે એવો ચોથો ભક્તિમાર્ગ આર્યોએ પ્રવર્તાવ્યો છે; અને બુદ્ધિ આદિ કાંઇ પણ સાધન ન હોય તેને વાસ્તે સ્વર્ગના દ્ધારા ઉઘાડવાનો આ માર્ગ અભિલાષ રાખે છે, આ જગતમાં સ્વર્ગનાં અમૃત જેવું અમૃત સાધનહીન સ્ત્રીપુરુષોમાં લ્હાય છે, અને રાસલીલાનું રહસ્ય જણાવનાર ગાય છે કે, કૃષ્ણબ્રહ્મને

‘સબ સાધનને રહિત જ્યું અબલા,

સો થેઇ થેઇ નાચ નચાવે,

બીરપેંડો પ્રેમકો નોખો કહાવે !’

આ ચારે માર્ગોનો અભ્યાસ વિષ્ણુદાસ બાવાએ કર્યો હતો અને એ ચારેની મેળવણી પોતાના પંથમાં કરી હતી અને તેથી સાધનહીન તેમ સાધનવાન જીવો એ પંથમાં લલચાતા અને દૃઢ રહેતા.

વિષ્ણુદાસસ્વામી પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા. તે કાળે કાશી અને બંગાળ દેશમાં ફરી વ્યાકરણ, સાહિત્ય, ગણિત, મીમાંસા, ન્યાય અને વેદાંતનો અભ્યાસ કર્યો હતો. હિમાચલનાં તીર્થો અને એકાંતસ્થાનોમાં જઇ યોગસાધનામાં ચંચૂપાત કર્યો હતો. અંતે શિવ, વિષ્ણુ અને શક્તિના ઉપાસકોમાં ભળી ભક્તિમાર્ગની ઇયતા પણ માપી હતી. સર્વ કામ કરી આ બ્રાહ્મણે ગેર આવી ગૃહસ્થાશ્રમ આરંભ્યો, અને માતાપિતા, ભાઇઓ, બહેનો, સ્ત્રીપુત્રાદિ કુટુંબવિસ્તારનાં સુખદુઃખ અને દ્રવ્યની પ્રાપ્તિ તથા હાનિના કલેશ એ સર્વના સ્વાદ ચાખ્યા. આ સર્વ અનુભવની પરિપાકદશા જેવું થતાં તેને બહુ વાર ન લાગી. બત્રીશેક વર્ષને વયે પોતાના ગામને પાદરે અકે તળાવના આરા ઉપર બેઠો બેઠો આ બ્રાહ્મણ સ્નાનસંધ્યા કરવાનું આરંભતોે હતો એવામાં ત્યાં એક મોટું જોગીલોકનું ટોળું આવ્યું. તેમની સાથે એને સમાગમાં થયો અને એ લોકોનો સહવાસી થવા તેને મન થયું. પ્રવાસના પરિચયવાળો બ્રાહ્મણ ઘેર જઇ કુટુંબને સર્વ દ્રવ્યાદિ વ્યવહારસાધનની સુપરત કરી આવ્યો અને સ્ત્રીને એકાંતમાં બોલાવી તેને કહ્યું : ‘જો હું આજ જાઉં છું તે ઘેર પાછો આવવાનો નથી. ઘરમાં સૌ ખાઓ પીઓ એટલી સંપત્તિ ઇશ્વરે આપી છે, તારે પુત્ર છે, માબાપને માટે મારો ભાઇ છે, સૌના સ્વાર્થ સારવાનું નિમિત્તે હું થઇ ચૂક્યો છે, માટે હવે અત્રે રહેવાનું મારે શિર બંધન નથી. માટે હું જાઉં છું.’ સ્ત્રીએ કલ્પાંત કર્યો, કુટુંબમાં સર્વને ખબર પડતાં રડારોળ થઇ રહી, અને સર્વ રાત્રિએ નિદ્રાવશ થયાં એટલે સર્વ વસ્તુનો ત્યાગ કરી લંગોટીભર ઘરમાંથી નીકળ્યો અને જોગીઓના ટોળામાં ભળી પ્રાતઃકાળ પહેલાં સર્વ સાથે કેટલાક ગાઉ સુધી આનંદ કરતો નીકળી ગયો. કુટુંબને દુ-ખી કર્યાનો વિચાર થતાં મને મનનું સમાધાન કર્યું : ‘પ્રવાસ કરવા નીકળનારની પાછળ રડારોળ તો નિર્મેલી જ છે પણ પ્રવાસી પાછો આવવાની આશાથી સૌ વહેલાં શાંત થાય છે. આ જરા મોડાં શાંત થશે. મારે મરણકાળે તેમને શોક થાત તેનાથી આ શોક ઘણો ઓછો થશે અને મારું મરણ તેમને વૈધવ્યને પ્રાપ્ત થનારી મારી સ્ત્રીને માથે દીર્ઘકાળનું દુઃખ તો રહેશે, - ’ આ દુઃખ દેવાનું પાપ પોતાને શિર કેમ નહીં તેનું બરોબર સમાધાન થયું નહીં. પણ ‘થયું થનાર નથી’ ગણી તે વાતનો વિચાર દૂર કર્યો અને વિષ્ણુદાસબાવાનું નામ ધારણ કરી, યજ્ઞોપવીતનું વિસર્જન કરી, જટા અને વિભૂતિ ધારણ કર્યાં. પોતાની વિદ્રતાથી અને પ્રવીણતાથી થોડે કાળે વિષ્ણુદાસ જોગીઓની ગુરુ-પદવી પામ્યો અને તેની સાથે યદુનંદનના મંદિરમાં ગુપ્ત રાખેલ ભક્તિમાર્ગનાં રહસ્ય દર્શાવનાર પુસ્તકોનો સ્વામી થયો.

એ પુસ્તકોમાંથી વિષ્ણુદાસને ઘણું ઘણું મનન કરવાનું મળ્યું. આ મંદિર ઘણું પ્રાચીન હતું અને તેના અધિકારી બાવાઓમાં પ્રસંગે પ્રસંગે સમર્થ વિદ્ધાનો આવેલા હતા. બે ચાર પુરુષો સાધારણ નીવડે ત્યારે તેનો અનુયાયી કોઇક સમર્થ નીવડતો. આ ગોસાંઇઓ અલખવાદી હતા અને તેમાં યદુનંદનની પૂજા જોડાવાથી તેમના અસલ પુરુષોએ કંઇ કંઇ શાસ્ત્રાર્થ કરીને અને કંઇ કંઇ પુસ્તકો રચીને પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો. પ્રાચીનતમ પુસ્તકોમાં અલખ એટલે અલક્ષ્ય એટલે નિર્ગુણ બ્રહ્મ એવો અર્થ કરેલો હતો. એક પુસ્તકમાંથી એવું જણાઇ આવ્યું કે તે કાળે આ મઠવાળા વેદાંતી હતા અને શુદ્ધ બ્રહ્મને બ્રહ્મ નામે માનતા. પણ પાસે જ જૈન આચાર્યો રહેતા તેમની સાથે આ ગોસાંઇઓને વાદ થતાં, અને વેદાંતના મત વિરુદ્ધ જૈનોએ એવી તકરાર ઉઠાવી કે ખરી કે ખોટી માયા અને તેથી ભિન્ન બ્રહ્મ એમ બે વાનાં માનનારા વેદાંતીઓ પોતાને અદ્ધૈતવાદી કહે તો ‘વદતો વ્યાઘાત’ના દોષમાં આવે છે. આ પક્ષનો પ્રતિક્ષણ સમર્થ ગોસાંઇઓએ શંકરાચાર્યના સમર્થ આધારે કર્યો અને ફાવ્યા; પરંતુ સાધારણ વર્ગના લોક એ વાદવિવાદ સમજી શક્યા નહીં જોઇ તેને અટકાવવા ગોસાંઇઓએ નવી યુક્તિ કરી, ને પોતાના મૂળ અલખવાદમાં લખવાદ ઉમેર્યો અને એમનો મત અલખ-લખવાદ કહેવાવા લાગ્યો. એક અલક્ષ્ય થાય છે અને પોતે પોતાની લક્ષ્યતાનો સાક્ષી થાય છે ત્યારે લક્ષ્ય કહેવાય છે તેને ઇશ્વર કહો, માયા કહો, કે ગમે તે નામે ઓળખો, પરંતુ એ સર્વ લક્ષ્ય એટલે લખ છે, અને તેમાં વિવિધ પરિણામને અંતે મનુષ્ય લખ થાય છે અને જ્ઞાનના સાધનથી એ લખમાં અલખ જાગે છે. આવી જાતનો સંપ્રદાય સામાન્ય લોકથી સમજાવા લાગ્યો તેની સાથે ગોસાંઇઓનું બળ વધવા લાગ્યું. વળી યદુનંદનની પ્રતિમા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, વિષ્ણુના અવતાર, એ આદિ અનેક કથાઓનો લખવાદમાં અંતર્ભાવ બહુ સુલભ થઇ પડ્યો. કૃષ્ણાવતારનું રહસ્ય પણ અલખ જગાવનારને સમજાવવામાં આવતું. આવી રીતે સાધારણ માણસોને પોતાના પંથમાં ભક્તિમાર્ગને પગથિયે પગ મુકાવી, તેમને રહસ્યના જિજ્ઞાસુ કરી, અંતે અદ્ધૈત અલખના સંપ્રદાયરૂપ શિખર ઉપર લઇ જવામાં આવતા.

વિષ્ણુદાસ અધિકારી થયા તે કાળે ભિન્ન ભિન્ન પંથવાળાની આ ચસામસી બંધ થઇ ગઇ હતી, અને જૈન લોકને બદલે શિવમાર્ગીઓ, શાકતો, અને વૈષ્ણવો ઘડીઘડી હુડુયુદ્ધો કરતા હતા. કેટલાક સારા માણસોને આથી આ સ્થળ ઉપર અનાસ્થા થતી હતી, ને વિષ્ણુદાસ અધિકારે ન આવ્યા હોત તો સુંદરગિરિ તેમ સુહગ્રામ ઉભયનું માહાત્મ્ય અસ્ત થાત. પણ એ બાવાએ શાંતિથી, સહનશીલતાથી, ઔદાર્યશ્રી અને ચાતુર્યથી, અસ્ત થતું માહાત્મ્ય ટેકાવ્યું, ધર્મયુદ્ધોને ઠેકાણે ધર્મસ્વભાવ પ્રવર્તાવ્યો, અને ‘નમ્રત્વેનોન્નમન્તઃ પરગુણકથનૈઃ સ્વાન્‌ ગુણાન્‌ ખ્યાપયન્તઃ’ આદિ પદોવાળા શ્લોકને અનુસરી, સર્વને તારી પોતે તર્યા, સર્વની પ્રતિષ્ઢા વધારી પોતાના પંથનો ઉત્કર્ષ કર્યો, અને પોતે સર્વ દેવને નમસ્કાર કરી પોતાના દેવને સર્વ પાસે નમસ્કાર કરાવવા લાગ્યા.

સરસ્વતીચંદ્ર મંદિર પાસે આવ્યો એટલામાં એને ત્યાં લાવનાર બાવાઓએ પોતાના ગુરુજીના અને તેમના પંથના આ ઇતિહાસનો કંઇક પરિચય કરાવ્યો અને ગુરુજીની સુજનતા અને શક્તિની સ્તુતિ એના શ્રવણમાં રેડી. આ નવીન અનુભવ અને નવીન વિનોદના બળથી મંદિર પાસે એ આવી ઊભો તે કાળે કુમુદસુંદરી એના મનમાંથી અગોચર થઇ ગઇ, ગોસાંઇઓા સુકીર્તિત સ્વામીને જોવા તેના મનમાં આતુરતા સજ્જ તઇ, અને જેના સેવકોએ પોતાના ઉપર આટલો ઉપકાર કર્યો હતો અને આટલો વિદ્ધદાનદ આપ્યો હતો, તેના આતિથેય અને સમાગમનું પાત્ર થવા એની ઉપકૃત વૃત્તિ વધારે ઉપકારના ભોગની કામુક બની. શોકતિમિર અદૃશ્ય થયું અને પ્રસન્ન મુદ્રા એના મુખ ઉપર સ્ફુરી આવી. મંદિર પ્રત્યક્ષ થયું તેની સાથે સર્વ બાવાઓ ગાજી ઊઠ્યા : ‘નંદકો નંદન એક આનંદ દેત હૈ !’

‘જય યદુનંદન !’ જય યદુનંદન કરતું સર્વ મંડળ મંદિરનાં પગથિયાં આગળ આવ્યું.

આ મંદિર દેવાલય આકારનું ન હતું, પણ એક વિશાળ મઠના આકારનું હતું. આ મઠને એક માળ પણ ન હતો. આગળ ચૂનાગચ્છીનો ઓટલો, તેમાંથી અંદર જવાનું એક દ્ધાર, દ્ધારમાં પ્રવેશ કરતાં એક મોટી છાપરાવાળી ઓસરી, ઓસરીનાથી આગળ એક મોટો છોબંધ ચોક, વચ્ચે મોટી ચતુષ્કોણ વેદિ, વેદિ ઉપર ચાર હાથ ઊંચો તુલસીક્યારો, ચોકની બે પાાસે બે મોટી શાળાઓ, તથા ચોકની પાછળ અને શાળાઓ વચ્ચે એક બીજી ઓસરી હતી, અને ઓસરીને મધ્યભાગે મોટી ઓરડીના આકારનું મંદિર હતું. પૂજાપ્રસંગે દ્ધાર ઉઘાડાં રાકી અને સમાધિ પ્રસંગે દ્ધાર બંધ કરી વિષ્ણુદાસ મંદિરમાં દોઢેક હાથ ઊચી યદુનંદનની પ્રતિમાની એક પાસ દર્ભાસન ઉપર બેસતા, અને અન્ય પ્રસંગે જમણી પાસની ઓસરીમાં બેસતા, ફરતા અને સૂતા. પ્રાપઃકાળે સમાધિ તથા પૂજા થઇ રહ્યા પછી પોતાની ઓસરીમાં આવી કથા કહેતા; તે થઇ રહ્યા પછી એકલા બેસી શાસ્ત્રવિચાર કરતા; તે પછી આગળની ઓસરીમાં સર્વ ગોસાંઇઓની સાથે એક પંક્તિએ બેસી ભોજન કરી, તે થઇ રહ્યા પછી, પોતાની મંડળી લેઇ, સુંદરગિરિ ઉપરથી નીચે ઊતરી, ચારે પાસનાં ગામમાં અલખ જગવવા તથા ભિક્ષા લેવા જતા. ત્યાંથી સંધ્યાકાળે પાછા ફરી પૂજાપાત્રી તથા જ્ઞાનવિચાર કરી, રાત્રે બાર વાગ્યે નિદ્રાવશ થતા. બહારથી પાછા મોડા આવે ત્યારે પૂજા બીજું કોઇ કરતું.

વિષ્ણુદાસના અનુયાયી ગોસાંઇઓના ચાર ભાગ પાડેલા હતા. છેલ્લો વર્ગ ‘અનધિકારી’ પુરુષોનો હતો; તેમને માત્ર પૂજાપ્રસંગે સ્વામી સાથે ભક્તિ-ભજન કરવાનો અને ભોજનપ્રસંગે તેમનાં વચનામૃત સાંભળવાનો અને શંકા-સમાધાન કરાવવાનો અધિકાર હતો. બીજો વર્ગ કનિષ્ઢ અધિકારીઓનો હતો; તેવા અધિકારીઓ કથામાં અઠવાડિયામાં બે દિવસ શ્રવણ કરવા બેસતા અને બાકીના દિવસ શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રમનનમાં ગાળતા. આ બે દિવસ સ્વામી ભક્તિમાર્ગનું રહસ્ય બતાવતા. મધ્યમાધિકારીઓ આ બે દિવસ શ્રવણ કરતા અને તે ઉપરાંત બીજા બે દિવસ સ્વામી પાસે યોગાધ્યયન કરતા. ઉત્તમાધિકારી જૂજ હતા; તેઓ આ સર્વ દિવસોએ શ્રવણ કરવું હોય તો કરે, અને તે ઉપરાંત બાકીના દિવસોએ સ્વામી પાસે વેદાંતશ્રવણ કરતા. સ્વામી પોતાનુંં મંડળ લઇ નિમ્ન દેશમાં રોજ ફરવા જાય ને ઉગ્ર તાપને સમયે કોઇ છાયાવાળા મહાવૃક્ષ નીચે વિશ્રામ કરે અથવા કોઇ સરોવર અથવા નદીને તીરે સાયંકાળની રમ્યતામાં ‘લખ આનંદ’ પ્રગટ કરે તેવા તેવા પ્રસંગોએ ન્યાય, મીમાંસા, ગણિત આદિ શાસ્ત્રોમાં ગોસાંઇઓને પ્રવેશ કરાવતા. કાળક્રમે સ્વામીને યોગ્ય લાગે ત્યારે અનધિકારીને અધિકાર આપતા, કનિષ્ઠાધિકારીને મધ્યમાધિકારી અને મધ્યમને ઉત્તમાધિકારીનું પદ આપતા, અને ઉત્તમાધિકારીમાં ઉત્તમ હોય તેને પોતાના એકાંત શાસ્ત્રવિચાર પ્રસંગે એકાંતમાં બોલાવી પોતાના સમાન કરતા અને તેની સાથે ચર્ચા કરી જ્ઞાન આપી જ્ઞાન લેતા.

મંદિરની બીજી પાસની ઓસરીમાં ઉત્તમાધિકારીઓ બેસતા. એક પાસની શાળામાં મધ્યમાધિકારીઓ બેસતા, અને બીજી પાસનીમાં કનિષ્ઠાધિકારીઓ બેસતા. આગળની ઓસરીમાં અનધિકારીઓ બેસતા. મંદિરની પાછળ બીજી બે ઓરડીઓ હતી તેમાંની એકમાં પૂજાની સામગ્રી અને બીજીમાં પુસ્તકો તથા મઠનું દ્રવ્ય રહેતું. પોતાની ઓસરી પાછળ એક દ્ધાર હતું. તેમાં થઇ પાછળના ઉઘાડા ભાગમાં સ્વામીનાં સ્નાનશૌચાદિનાં સ્થાન હતાં. એ ભાગ વિશાળ હતો, પણ તેની ચોપાસ પર્વતના ઊંચાઊંચા ખડકની ભીંતો હતી અને મઠની બે પાસની ભીંતો તેને સાંધી દીધી હતી. આ વાડામાં પર્વતની સામી ભીંતે મોટી ગુફા હતી, અને ગુફાને મુખે મહાન ન્યગ્રોધ૧ વૃક્ષ હતો. આ વડ અને પર્વત વચ્ચેના ખૂણામાં એક સુંદર નિર્મળ અને મીઠા પાણીનો ઝરો નિરંતર વહેતો હતો અને પ્રવાહભૂમિમાં જ લીન થઇ જતો હત.ો આ ઝરામાં મોટા શતપત્ર કમળ તથાં. તેના ઉપર પર્વતની ભીંતોએ મધુર ગુંજારવ કરતા મધુકરોના બે પૂડા બાઝેલા હતા. વડ સિવાય એટલામાં તમાલ, આંબા, કેળ આદિ વૃક્ષો, કેટલાક વેલા અને પરાગવાન સુંદર સુગંધી પુષ્પો મધુર પવનને વશ થતાં હતાં. ઝરા આગળ હંસો, બતકો, મેના, પોપટ આદિ પક્ષીઓ રહેતાં. નાનાં હરણ અને સસલાં પણ હતાં. આમ સર્વ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્ત અને શાંત કરનાર પદાર્થ અત્રે એકત્ર થયા હતા. કોમળ સ્પર્શવાળું બારે માસ વીલું ઘાસ, ઝરા અને પક્ષીઓનું ઝીણું ગાન, નેત્રને શીતળ કરનાર સૃષ્ટિના રંગ અને ચિત્રો, નાસિકાને આહ્‌લાદ આપનાર પુષ્પગંધ, અને મિષ્ઠ જળ અને ફળો : એ સર્વ શાંતિ અને આનંદ આપતાં હતાં, અને કુતર્ક દાબી દઇ સુતર્કને સપક્ષ કરતાં હતાં. આ ઉપવનમાં સરસ્વતીચંદ્રને ઉતારો આપવો એવી વિષ્ણુદાસજીએ ગોસાંઇઓને આજ્ઞા કરી હતી, તેથી મંદિર-મઠના દ્ધારમાં પ્રવેશ કરી, આનંદગર્જના કરતાં જોગીઓ, ગુરુવચન ઉપર શ્રદ્ધા રાખી, તેમના આદરના પાત્ર ઉપર જાતે આદર રાખી, આગળની ઓસરીમાં આશ્ચર્ય પામતા અનધિકારીઓ વચ્ચે થઇને, ચોકના તુલસીક્યારાની એક પાસે થઇને, ગુરુજીવાળી ઓસરીમાં થઇ ઉપવનમાં સરસ્વતીચંદ્રને લઇ ગયા. ઝરા પાસે ન્યગ્રોઘની શાખાઓની છાયામાં પાથરી રાખેલા મૃગચર્મ ઉપર એને બેસાડ્યો અને એ મંડળીમાંથી મોહનપુરી અને વિહારપુરી ગુરૂજીની આજ્ઞા લેવા ગયા.

વિષ્ણુદાસ જ્યોતિઃશાસ્ત્ર ભણેલા હતા અને તેના ઉપર તેમ એવાં બીજાં શાસ્ત્રો ઉપર અત્યંત શ્રદ્ધા રાખતા હતા. તેમનું વય વૃદ્ધ થવા આવ્યું હતું અને પોતાનું સ્થાન સંભાળનાર કોઇ મહાત્મા જડી આવે તો હું અપશ્ચિમ સમાધિને પ્રાપ્ત થાઉં એવી ઇચ્છાથી નિત્ય ગણિત કરતા, અને ગઇ કાલ જે નક્ષત્ર-મુહૂર્ત-ક્ષણમાં કોઇ મહાત્મા જડવો જોઇએ એવું એમને ગણિતથી સિદ્ધ થયું હતું તે ક્ષણમાં જ સરસ્વતીચંદ્ર પ્રાપ્ત થવાથી તેમની શ્રદ્ધા દૃઢતમ થઇ હતી અને તેમને અત્યંત ઉત્સાહ થયો હતો. પ્રાતઃકાળમાં અતિથિની સાથે થયેલા ગોષ્ટીવિનોદનું વિહારપુરીએ વર્ણન કર્યું હતું તેથી આ શ્રદ્ધા અને ઉત્સાહમાં વૃદ્ધિ થઇ, અને આ નવા પુરુષની જાતે પરીક્ષા કરવા તેમને ઉત્સુકતા થઇ. અત્યારે વિષ્ણુદાસ પૂજા કરી રહેવા આવ્યા હતા અને વિહારપુરી તથા મોહનપુરીએ સમાચાર નિવેદન કરતાં જ આજ્ઞા આપી કે ‘એ પુરુષને સત્વર આ મંદિરમાં લાવો - એને ગીર્વાણભાષા આવડે છે; હું તેની પરીક્ષા પળમાં કરીશ.’

પળવારમાં સરસ્વતીચંદ્રને આગળ કરી બાવાઓ લાવ્યા. મંદિરના દ્ધારમાં પ્રવેશ કરી, વિષ્ણુદાસને પ્રણામ કર્યા, યદુનંદનની પ્રતિમા ભણી દૃષ્ટિ ન કરી, અને દ્ધારમાં જ ઊભો. સર્વને આ ખેલ વિચિત્ર લાગ્યો; ક્ષોભ ન પામતાં પોતાને સ્થાને બેસી રહી, અતિથિ ભણી ઊંચું જોઇ વિષ્ણુદાસ બોલ્યા :

૧‘કસ્ત્વં શિશો કસ્ય કુતોડસિ ગન્તા !

કિં નામ તે ત્વં કુત આગતોડસિ ।।

ણતન્મયોક્તં વદ ચાર્ભક ત્વં ।

મત્પ્રીતયે પ્રીતિવિવર્ધનોડસિ ।।’

આ અચિંત્યા વિચિત્ર ભાષાના પ્રશ્નનો સજાતીય ઉત્તર મેઘાવીએ ત્વરિત આપ્યો.

૨‘નાહં મનુષ્યો ન ચ દેવયક્ષો ।

ન બ્રાહ્મણક્ષત્રિયવૈશ્યશૂદ્રઃ ।।

ન બ્રહ્મચારી ન ગૃહી વનસ્થો ।

ભિક્ષુર્ન ચાહં નિજબોધરૂપઃ ।।

એટલું બોલી હાથનો સ્વસ્તિક રચી ઊભો રહ્યો અને મનમાં હસી મનમાં બોલ્યો.

“્‌રૈજ ૈજ ટ્ઠ ર્ષ્ઠિિીષ્ઠં ટ્ઠહજુીિ, ર્ષ્ઠિિીષ્ઠં ૈહ ટ્ઠ ર્ઙ્ઘેહ્વઙ્મી જીહજી, િંેી ર્ં દ્બઅ ઁરૈર્ઙ્મર્જરઅ, ટ્ઠહઙ્ઘ િંેી ર્ં દ્બઅજીઙ્મક - ૈં ટ્ઠર્ઙ્મહી ાર્હુ દ્બી ટ્ઠહઙ્ઘ ંરટ્ઠં ૈં ટ્ઠદ્બ. ૈં હ્વીર્ઙ્મહખ્ત ર્ં ટ્ઠઙ્મઙ્મ ષ્ઠટ્ઠજીંજર્ િ ર્ં ર્હહી, ટ્ઠહઙ્ઘ દ્બઅ જંટ્ઠખ્તીર્ ક ઙ્મૈકી ર્ષ્ઠદ્બિીરીહઙ્ઘજ ટ્ઠઙ્મઙ્મ જંટ્ઠખ્તીજ. ૈં ટ્ઠદ્બ દ્બઅ ૈહહીિ જીઙ્મક ટ્ઠહઙ્ઘ ૈં ાર્હુ ૈં. ્‌રીર્ ુઙ્ઘિજ ટ્ઠિી િંેી ટ્ઠજ ંરીઅ ુીિી કૈજિં જરીહ ટ્ઠહઙ્ઘ ટ્ઠઙ્મર્જ ટ્ઠજ ૈં જીટ્ઠા ંરીદ્બ ર્હુ.’

‘વાહ, વાહ, વાહ, વાહ !’ વિષ્ણુદાસજી ગાજી ઊઠ્યા : ‘દેખો, દેખો, મેરા શાસ્ત્રબચન સિદ્ધ હુઆ !’

‘અચ્છા નવીનચંદ્રજી-’

પોતાનું નામ વિષ્ણુદાસ જાણે છે જાણી સરસ્વતીચંદ્ર કંઇક આશ્ચર્ય પામ્યો, પણ પ્રશ્ન સાંભળવા સામું જોઇ રહ્યો. વિષ્ણુદાસનો વચનપ્રવાહ ચાલ્યો :

‘નવીનચંદ્રજી, આ મંદિરમાં પ્રવેશ કરનાર પ્રથમ આ અમારા દેવ યદુનંદનને નમે છે.’

‘સત્ય છે - પણ હું મારા ઇષ્ટદેવને જ નમું છું.’

‘ભૈયા, તમારા ઇષ્ટદેવ કોણ ?’

‘તે નિરંજન નિરાકાર છે.’

‘તો તો, નવીનચંદ્રજી, વ્યક્તિ અને આકૃતિ ઉભય તે નિરંજન નિરાકારથી જ થાય છે.’

‘સત્ય છે. પણ આપને તુલસીભક્તની મમતા વિદિત હશે.’

‘તે કઇ, ભૈયા ?’

સરસ્વતીચંદ્ર ઉત્સાહથી બોલ્યો : ‘આપ તો વિદ્ધાન છો, પણ ભક્ત પણ છો, અને તુલસીદાસે કૃષ્ણચંદ્રને નમસ્કાર ન કર્યા ને કહ્યું કે

‘ભલી બની છબિ આજકી, બેશ બને હો નાથ,

તુલસી-મસ્તક તબ નમે, ધનુષ્ય બાન લો હાથ.’

યદુનંદનનો તિરસ્કાર થયો સમજીી બાવાઓમાં કોપ સળગતો હતો તે આથી કાંઇક અટક્યો ને એટલામાં તેમની રગ વર્તી જનાર અને તેમનું ઔષધ જાણનાર વિષ્ણુદાસ તરત બોલી ઊઠ્યા :

‘વાહ વાહ, નવીનચંદ્રજી, બોત કિયા !’ બીજા મંડળ સામે જોઇ બોલ્યા : ‘દેખો ભૈયા, યહ પુરુષ તો શ્રી અલખકુ પ્રાપ્ત હુવા હૈ; ઉસકુ તો અબ અલખ ઓર લખકા અભેદ દેખનેકા માત્ર બાકી હૈ; શ્રી તુલસીદાસજીએ નવીનચંદ્રજી શ્રેષ્ઠ હુઆ; જો લખ અલખ હોકર દર્શન દેવે તો નવીનચંદ્રજી નમસ્કાર કરે. જો શ્રી કૃષ્ણચંદ્રજી શ્રી રામરૂપ હુઆ તો શ્રી લખ અલખ હો જાવે ઓ તો અપના ઉત્તમાધિકારીકા અધિકારકી બાત હૈ. - કેમ વિહારપુરી, સાચું કે નહીં ?’

‘બહુત સત્ય, ગુરૂજી ! ઓ તો ભક્તનકા ટેક હૈ.’

સર્વ ગોસાંઇમંડળ પ્રસન્ન થયું. સરસ્વતીચંદ્ર પણ પ્રસન્ન થયો ને મનમાં બોલ્યો :

“્‌રી દ્બટ્ઠહ’જ ઙ્મેષ્ઠા ૈજ ીૂેટ્ઠઙ્મ ર્ં દ્બઅ ુૈજર. ૐી રટ્ઠજ ખ્તટ્ઠિજીઙ્ઘ દ્બઅ ર્જૈર્ૈંહ ટ્ઠહઙ્ઘ ખ્તટ્ઠિષ્ઠીકેઙ્મઙ્મઅ ટ્ઠજજૈજીંઙ્ઘ દ્બી ૈહ ીષ્ઠટિંૈષ્ઠટ્ઠૈંહખ્ત દ્બી કર્િદ્બ ંરી ીિઙ્મીટૈહખ્ત ર્ષ્ઠહકઙ્મૈષ્ઠં હ્વીુંીીહ દ્બઅ ઙ્ઘેંઅ ર્ં દ્બઅ ર્ષ્ઠહજષ્ઠૈીહષ્ઠી ટ્ઠહઙ્ઘ ર્ં જેષ્ઠર ૌહખ્ત ટ્ઠહઙ્ઘ ખ્તીહંઙ્મી ર્રજંજ ટ્ઠજ ંરીજી. હ્લટ્ઠિ હ્વી ૈં કર્િદ્બ દ્બી ર્ં જીટ્ઠા ટ્ઠ જૈહખ્તઙ્મી જઅઙ્મઙ્મટ્ઠહ્વઙ્મી ંરટ્ઠં ુૈઙ્મઙ્મ ીૈંરીિ હ્વી ેહિંેી ર્કિ ર્ષ્ઠેિીંજઅર્ િ ર્કિ કીટ્ઠિ,ર્ િ ુૈઙ્મઙ્મ રટ્ઠીહ ર્ંર્ કકીહઙ્ઘ ૈહ ંરી જઙ્મૈખ્તરીંજં ઙ્ઘીખ્તિીી ંરી જેજષ્ઠીૈંહ્વૈઙ્મૈૈંીજર્ ક જેષ્ઠર ર્હહ્વઙ્મી ટ્ઠહઙ્ઘ ૈહર્હષ્ઠીહં ર્જેઙ્મજ ટ્ઠજ ંરીજી. ય્ટ્ઠિર્ષ્ઠૈે ર્ય્ઙ્ઘ !’

એક ગોસાંઇએ વિષ્ણુદાસે પ્રશ્ન પૂછ્યો.

‘ગુરુજી, જો એમ હોય તો નવીનચંદ્રજીને આપણો ભેખ, જટા અને વિભૂતિ ધરાવો.’

આ સૂચનાથી સરસ્વતીચંદ્ર ભડક્યો. વિષ્ણુદાસ પ્રશ્નની મૂર્ખતા અને અતિથિનોે ગભરાટ ઉભય સમજી ગયા, અને ઉભયનું નિરાકરણ થાય એવો માર્ગ કાઢ્યો. પ્રથમ તો તેમને પુષ્કળ હાસ્ય કર્યું અને પછી બોલ્યા : ‘વિહારપુરી, આ ગોસાંઇ હજી અનધિકારી છે એટલે કનિષ્ઠાધિકારીને જાણવાની વાત પણ જાણતો નથી. પણ એને જિજ્ઞાસા થઇ તો તૃપ્ત કરીશું. એ છે તો અનધિકારી, પણ અધિકારીઓ સર્વ બોલો :’

વિષ્ણુદાસે પ્રથમ પદ ગાયું તેની સાથે ઊભા થઇ સર્વ અધિકારી બાવાઓ હાથ ઊંચા કરી ઊછળી ઊછળી બૂમો પાડી કપાળે કરચલીઓ ચડાવી ગાવા લાગ્યા.

‘જુલમ મત કરના રે બચ્ચા !

અલખકા ખેલન સબ સચ્ચા. જુલમ૦ (ધ્રુવ)

ધોલે રે પહેરો, ભગવે રે પહેરો,

પહેરો સુરંગી જામા;

અબધૂત હો, અરુ હો સંસારી,

નર હો, અરુ હો રામા !-જુલમ૦ ૧

અલખ લખત હૈ સબ હી ખેલન,

હોેને દો, હૈ જૈસા !

અલખ જગાવનકો અધિકારી ન

વિર્ભૂત ધરેગા કૈસા ?-જુલમ૦ ૨

ચોપાસ તાળીઓ પડી રહી અને ચપડીઓ વાગી રહી. જોગીઓએ ત્રણ વાર કૂદી કૂદીને ગાયું અને એવે ઉચ્ચ સ્વરે ગાયું કે પર્વતમાં અને ગુફામાં તેનો પડઘો ઊઠી રહ્યો, અને અલખ ગાજી રહ્યો. એ ગર્જનાથી જ પ્રશ્ન પૂછનાર ગરીબ ગાય જેવો થઇ શાંત પડ્યો અને ગુરુજીની ક્ષમા માગી.

“ર્ન્ર ટ્ઠં ંરૈજ જંર્િહખ્ત ર્ઙ્ઘષ્ઠિંૈહીર્ ક ર્ંઙ્મીટ્ઠિર્ૈંહ !” સરસ્વતીચંદ્રનું મન મનમાં બોલ્યું.

સૌ સંપૂર્ણ થતાં વિષ્ણુદાસ પ્રશ્ન પૂછનાર સામું જોઇ બોલ્યા :

‘સમજ્યો, બચ્ચા ? આપણે શું વિભૂત ધરાવવાના હતા ? જો કોઇ વિભૂત નહીં ધરે તો તે શ્રી લખનો ખેલ છે, અને જો શ્રી અલખ પરમાર્થે જાગશે તો તે વિભૂતને જ લખ કરશે ને ધરનાર વગર કહ્યે ધરશે, આ વિભૂત તો શ્રી અલખની માત્ર સંજ્ઞા છે; બાકી સત્ય વિભૂત તો માનસિક છે તે તો માત્ર ઉત્તમાધિકારીને જ છે. તું હાલ એટલું જ શીખ કે સર્વ જોવું અને સર્વ લખરૂપ અલખની વિભૂતિ છે જાણી તેનો તિરસ્કાર ન કરવો અને જુલમ ન કરવો. એવો જુલમ એ આસુરી માયાનો અહંકાર છે. પરંતુ આપ આપકા વિભૂત જો ધરતા હૈ ઔર સ્વધર્મકા ત્યાગ નહીં કરતા હૈ યહ ભક્તનકો ટેક શ્રી લખ-આત્માકુ બોત પ્રિય હૈ ઔર ઇસ રલિયે તુલસીકી પાસ શ્રી કૃષ્ણચંદ્રને રામરૂપ ધર દિયા ! નવીનચંદ્રજીને ટેક છે ને તને અલંકાર થયો !! આજ તો ક્ષમા કરું છું. બીજી વાર એ દુષ્ટ અસુરનો સ્પર્શ તને થયો તો આ મઠના આશ્રયની યોગ્યતા તારામાં નહીં ગણું.’

આ વાર્તા પૂરી થતાં વિષ્ણુદાસ બોલ્યા : ‘મોહનપુરી, પૂજા સંપૂર્ણ થઇ તો હવે આપણે ઉપવનમાં ચાલો. આજે અનધ્યાયનો દિવસ છે માટે માત્ર શાસ્ત્રવિનોદ કરીશું અને અતિથિને એ વિનોદનું આસ્વાદન કરાવીશું. આજ સર્વ અધિકારીમંડળને સાથે રહેવા અનુજ્ઞા છે.

સર્વ મંડળ ઉપવનમાં ગયું. ત્યાં સ્થળે સ્થળે મૃગચર્મ, વ્યાઘ્રચર્મ અને શિલાઓનાં આસન તૈયાર થઇ ગયાં અને એક શિલા પર વ્યાઘ્રચર્મ નંખાવી વિષ્ણુદાસ બેઠા અને પાસે બીજી શિલા ઉપર મૃગચર્મ નંખાવી અતિથિને બેસાડ્યો.’

‘નવીનચંદ્ર, તમારા સંબંધમાં અત્યાર સુધીમાં જે જે સાંભળ્યું તેથી સર્વને પ્રસન્નતા થઇ છે. પણ મારા સાંભળ્યામાં એમ પણ આવ્યું કે તમારા હ્ય્દયમાં કાંઇક ઊંડું દુઃખશલ્ય છે.’

સરસ્વતીચંદ્ર હસ્યો અને વાક્ય પૂરું થતાં પહેલાં બોલ્યો : ‘સ્વામીજી, એ તો જેનું જેવું અનુમાન થયું તેવું તેણે કલ્પ્યું અને તેમ કલ્પવાનું કારણ તેમને લાગે એમ હતું. એમ છતાં મને દુઃખ જ હોય તો તેમાં મને કાંઇ બાધ લાગતો નથી. દુઃખના અનુભવ વિના સુખનું મૂલ્ય થતું નથી. અંધકાર વિના પ્રકાશનો મર્મ સમજાય એમ નથી. દુઃખનો અનુભવ વૈરાગ્યનું કારણ થાય છે. દુઃખનું અવલોકન દયા ઉત્પન્ન કરે છે, દયાથી પરમાર્થ થાય છે, અને પરમાર્થવૃત્તિ વ્યક્તિઓનો ભેદભાવ નષ્ટ કરી તેમના ઐકાત્મ્યનું ભાન કરાવે છે. ‘શોભનં ખમિતિ સુખં તદ્યદ્યપિ શોભનં સ્યાત્તથાપિ શૂન્યમેવ’ માટે સુખ એટલે દૃષ્ટિને પ્રિય શૂૂન્ય આકાશ, અને દુઃખ એટલે અપ્રિય આકાશ. સુખ અને દુઃખ ઉભય શૂન્ય છે અને શૂન્ય વસ્તુઓ જુદી જુદી હોતી નથી તો પ્રિય-અપ્રિય શી રીતે હોય ? એ તો આપણાં મન એ શૂન્ય પદાર્થને પ્રિય અપ્રિય ગણે છે; માટે સુખદુઃખમાં ગ્રાહ્યતા કે હેયતા આવતી નથી અને તેમાંથી જે આવે તેનું હું આતિથેય કરું છું. પરંતુ દુઃખ પર મારો કાંઇ પક્ષપાત છે, કારણ દુઃખ મારી બુદ્ધિને સતેજ કરે છે. મેં દુઃખ શોધ્યું ન હોત તો આપનાં દર્શન થાત નહીં !’

આ વિચિત્ર ભાષણપ્રવાહથી સર્વને આશ્ચર્ય લાગ્યું. સર્વ આશ્ચર્યસ્તબ્ધ હતા તેમાં વિહારપુરી વચ્ચે બોલી ઊઠ્યો : ‘ન રમ્યં નારમ્ય પ્રકૃતિગુણતો વસ્તુ કિમપિ’ એ શ્લોકનું રહસ્ય આમાં આવી ગયું. વાહ ! નવીનચંદ્રજી, વાહ ! પણ હું તમને એક પ્રશ્ન પૂછું તેનું સમાધાન કરો. આ શ્લોક હું તમને ન ઉદ્દેશી કહું છું એમ સમજો :

‘ત્વયા સાધુ સમારમ્ભિ નવે વયસિ યત્તપ : ।

હિયતે વિષયૈઃ પ્રાયો વર્ષાયાનયિ માદૂશઃ ।।

શ્રેયસીં તવ સંપ્રાપ્તા ગુણસંપદમાકૃતિઃ ।

સુલભા રમ્યતા લેકે દુર્લભં હિ ગુાણાર્જનમ્‌ ।।

શરદમ્બુધરચ્છાયાગત્વર્યો યૌવનશ્રિયઃ ।

આપાતરમ્યા વિષયાઃ પર્યન્તરિતાપિનઃ ।

અન્તકઃ પર્યવસ્થાતા જન્મિનઃ સંતતાપદઃ ।

ઇતિ ત્યાજ્યે ભવે ભવ્યો મુક્તાવૃત્તિષ્ઠતે જનઃ ।।

ચિત્તવાનસિ કલ્યાણી યત્તે મતિરુપસ્થિતા ।।

વિરુદ્ધ કેવલં વેષઃ સંદેહયતિ મે મનઃ ।।

આ શ્લોકોનો અર્થ તો સમજ્યા હશે.’

સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યો : ‘વિહારપુરીજી, આપે એ શ્લોક કિરાતમાંથી કહ્યા. અર્જુનના વેષ વિશે સંદેહનું કારણ હતું તે સંદેહનું સમાધાન અર્જુને કર્યું હતું. મારા વેષ વિશે કૌપીનના અભાવને લીધે આપને કાંઇ ન્યૂનતા લાગતી હોય તો મારે તો એટલું કહેવાનું છે કે મારામાં બીજી અનેક ન્યૂનતાઓ છે તેવી આ એક વિશેષ ગણજો. બાકી મારે મન તો ધોળાં ને ભગવાં સર્વને સારુ સમદૃષ્ટિ છે. આટલો આપણો ઉત્તર આપું છું. અને બાકી હું હવે પ્રશ્ન પૂછું છું. આપે કહેલા ત્યાગનું સાધન લેઇ મુક્તિ સારુ ઉત્થાન કરવાની વાત છે. પરંતુ જો આપના સંપ્રદાયમાં લખ-રૂપને પણ અલખની વિભૂતિ ગણો છો તો ત્યાગ વિના મુક્તિ ન કેમ થાય તે સમજાવો; અને સર્વ લખરૂપનો આત્મા એક અલખ છે, રૂપ તો જડ જેવાં ઉત્થાનાદિ ક્રિયાનાં અનધિકારી છે અને આત્મા એક પુરાણ છે તો મુક્ત કોને થવાનું બાકી રહ્યું અને એ મુક્તિને વાસ્તવે ઉત્થાન કરનાર એ એક આત્માથી બીજો કોણ છે, તે ક્યારે કોનાથી બંધાયો, અને કાલથી અનવચ્છિન્ન આત્માને ભૂતમાં બંધનકાાલ અને ભાવિમાં મોક્ષકાલનો અવચ્છેદ કેવી રીતે અવસ્થિત છે એ સમજાવો.’

સર્વ બાવાઓ એક બીજાનનાં સામું જોઇ રહ્યો અને ગુરુ વિના આ પ્રશ્નનો ઉત્તર કોેઇ નહિ આપે એમ સિદ્ધ થયું. વિષ્ણુદાસ ઉત્તર દેવા આતુર બની પ્રસન્ન ઉત્સાહથી બોલ્યા : ‘વાહ, શો ઉત્તમ પ્રશ્ન છે ? નવીનચંદ્ર ! આ પ્રશ્નોનો ઉત્તર જાણનાર અમારા ઉત્તમાધિકારીની પૂર્ણ દશાને પામે છે અને અમારા અલખ-લખ-સિદ્ધાંતનું આના ઉત્તરમાં રહસ્ય છે. અધિકારીઓ, ઉત્તમાધિકારીઓ અત્રે રહો અને બાકીના સર્વ નિવૃત્ત થાઓ.’

પળવારમાં તેમ થયું. ચારપાંચ બાવાઓ, સ્વામી, અને સરસ્વતીચંદ્ર રહ્યા. વિષ્ણુદાસે એક બાવાને કહ્યું : ‘અલખપુરી, અલખરહસ્યમાંથી સિદ્ધાંતમંત્ર બોલો.’

અલખપુરી બોલવા લાગ્યો : ‘જેવી આજ્ઞા :

નાહ જાયે મ્રિયે નૈવ ન બદ્ધો ન ચ મુક્તિભાક્‌ ।।

મુક્તવાણગતિપ્રાયઃ સંસરસ્તુ શરીરિણામ્‌ ।।૧।।

ણકોડહમદ્ધિતીયોડહં સ્વસ્મિન્નેલ વિહારવાન્‌ ।।

વિહત્ય માયારૂપેણ શાન્તિરૂપેડપિ લક્ષ્યટ્ટક્‌ ।।૨।।

ન વિહારેષુ નો શાન્તૌ દ્ધૈષ્ટિ વા રજ્યતેડપિ વા

તમિમં નિર્ગુણંપ્રાહુર્નિષ્કર્માણં ચ તત્ત્વતઃ ।।૩।।

લક્ષ્યધર્માંન્‌ સમાટ્ટત્ય લક્ષ્યાત્મા લક્ષ્યતે સ્વયમ્‌ ।।

અલક્ષ્યં ચાવગાહેત સોડયમાત્મપ્રબોધવાન્‌ ।।૪।।

લક્ષ્યરુપઃ પ્રબુદ્ધશ્ચેદલભ્યં લક્ષયેન્ન કઃ ।।

ત્રયાણામિત્થમદ્ધૈતં યુજ્જતેડલક્ષ્યયોગિનઃ ।।૫।।

ગીતાાયામિદમેવાહ ભગવાનર્જુન પ્રતિ ।।

યુદ્ધે હિચોદયન્નેનં લક્ષ્યધર્મધુરંધરઃ ।।૬।।

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છંત સમાઃ ।।

શ્રુતિરેષાડપિ લક્ષ્યાન્વૈ ધર્માન્‌ લક્ષયતિ સ્ફુટ મ્‌ ।।૭।।

અલક્ષ્યયોગી લક્ષ્યેડસ્મિન્‌ વિહરન્નાત્મન્યાત્મના ।।

અલક્ષ્યોડસાં પરાનન્દઃ સ્વપ્રકાશં સ્વંય ન કિમ્‌ ।।

અબદ્ધમુક્તઃ કેનાપિ ન વિરક્તો ન રાગવાન્‌ ।।

ઇશાનઃ સોડમૃતત્વસ્ય સ્ફુલિંગોડપિ સ પૂરુષઃ ।।૯।।

નિત્યાન્તઃસ્થોડતિ રોહોડયમનિત્યો લક્ષ્યસંજ્ઞક : ।।

પ્રઝવલન્યજ્ઞરુપેણ દ્ધૈતાભાસસ્ય કારણમ્‌ ।।૧૦।।

અહઃ કાલો નિશાકાલો લોકઃ પશ્યત્યહર્નિશાઃ ।।

અનિત્યા અવ નો કાલં કાલં પશ્યન્તિ સૂરયઃ ।।૧૧।।

પ્રાકૃતાસ્ત્વેવમીક્ષન્તે દ્ધૈધં જ્વલનશાન્તિષુ ।।

ન તત્સંપૃકતમદ્ધૈતમનિત્યં તૈસ્તુ લક્ષિતમ્‌ ।।૧૨।।

અક્ષિભિસ્તૈં સહસ્રાક્ષઃ સ્વયંભૂરતિરોહતે ।।

અલક્ષ્યાત્મન્યલક્ષ્યેણ ન ચાસૌ નાભિનન્દિતઃ ।।૧૩।।

લક્ષ્યસ્તયાન્તર્ગતઃ સ્થાણુર્લક્ષ્યાતિષ્ઠો દશાઋુલમ્‌ ।।

અલક્ષ્યઃ પ્રાકૃતેર્નિત્યો યોગિલક્ષ્યઃ પરાવરઃ ।।૧૪।।

આ અનુષ્ટુપછંદ અલખપુરીએ ગાયા; તે આગળ આગળ આવ્યો તેમ તેમ બીજા યોગીઓ તેની સાાથે ગાવામાં પ્રથમ મનમાં, પછી કંઠમાં, અને અંતે મુખથી ભળ્યા.

અંતે વિષ્ણુદાસ રહસ્યમંત્રનો અર્થ દર્શાવતાાં વિસ્તારતાં બોલ્યા : ‘અમે વેદાંતના બે ભાગ પાડીએ છીએ : એક શ્રુતિ-ઉક્ત અને બીજું વૈયાસક, શાંકર, આદિ. ક્ષુતભાગમોં સર્વ સંપ્રદાયરૂપ નદીઓનું મૂળ છે. શાંકર વેદાંતમાં સંન્યાસને ઉત્તમ પક્ષ આપ્યો છે અને માયાને ત્યાજ્ય ગણી છે. ભગવાન શંકર અમારે પૂજ્ય છે, પણ આ ઉભય વાતમાં અલક્ષ્ય સિદ્ધાંત એ વેદાંતમાં જીવ, ઇશ્વર, અને બ્રહ્મ એ ત્રણની ત્રિપુટી છે તે અમે સ્વીકારીએ છીએ, પણ એ ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્ય એવી દ્ધિપુટી અમને વધારે અનુકૂળ છે, કારણ તેમાં લાઘવ-ગુણ છે. જીવ અને ઇશ્વર ઉભયને ઉપાધિનો અવચ્છેદ છે માટે એ ઉભયને અમે એક પક્ષમાં મૂકીએ છીએ અને ઇતર પક્ષમાં લક્ષી શકે છે માટે જીવ-ઇશ્વરને અમે લક્ષ્ય અથવા લખ કહીએ છીએ, અને એ પ્રાકૃત ચર્મચક્ષુ ઉપાધિહીન બ્રહ્મને દેખતું નથી માટે બ્રહ્મને અને અલક્ષ્ય અથવા અલખ કહીએ છીએ. લક્ષ્ય અને અલક્ષ્ય એ અમારી દ્ધિપુટી છે.

‘જીવસૃષ્ટિ તે મનોરાજ્ય અને ઇશ્વરસૃષ્ટિ તે માયા એ ઉભય જીવ અને ઇશ્વરના અવચ્છેદ છે અને તેને અમે લક્ષ્યથી જુદા ગણતા નથી. અમે માયાને ત્યાજ્ય અથવા હેય ગણતા નથી. હેપોપાદેયતા એ પણ રાગદ્ધેષનો એક પ્રકાર છે અને એના સ્વીકારથી તૈગ્રાહનો દોષ આવે છે. માટે સંસ્કાર અથવા માયાનો સ્વીકાર અથવા ત્યાગ એક પણ ઉત્પન્ન ન કરવો અને જનક, કૃષ્ણચંદ્ર આદિનું જ્ઞાનમાહાત્મ્ય તેમના આ રીતના અદ્ધૈતગ્રાહને લીધે અમે ગણીએ છીએ. આ પ્રમાણે વ્યવસ્થા કરવાથી અમને બીજો લાભ છે. લક્ષ્ય ઇશ્વરથી લક્ષ્ય જીવનો ભેદ કરવો એ અમને રુચતો નથી. જીવરૂપ લક્ષ્ય ઇશ્વરરૂપ લક્ષ્યયંત્રનું ચક્ર છે, અને ચક્ર યંત્રથી અવળું રુચતો નથી. જીવરૂપ લક્ષ્ય ઇશ્વરરૂપ લક્ષ્યયંત્રનું ચક્ર છે, અને ચંક્ર યંત્રથી અવળું ચાલવા માડે તો આખું યંત્ર નષ્ટ થાય. માટે ઇશ્વર જે લક્ષ્ય યંત્ર ચલાવે છે તેની સાથે જીવરૂપ લક્ષ્યચંક્રનું અમે અદ્ધૈત રાખીએ છીએ; સુખદુઃખ, સંસારવૈરાગ્ય આદિ દ્ધૈતભેદમાં અભેદ એટલે એદ્ધૈત-બુકિ કરીએ છીએ; અને આ પ્રમાણે સંન્યાસ ઉત્પન્ન ન કરતાં લક્ષ્યધર્મ પાળીએ છીએ, અને લક્ષ્યધર્મ પાળવામાં ધુરંધર જે શ્રીકૃષ્ણ તેની પૂજામાં કનિષ્ઢાધિકારીઓને પ્રવર્તાવીએ છીએ કે કાળક્રમે પૂજ્યની ભક્તિથી પૂજ્યમાં જાગેલો અલખ અગ્નિ પૂજકમાં જાગ્રત થાય અને લક્ષ્યધર્મનો ભંગ થાય નહીં.’

‘જ્યારે લક્ષ્યરૂપ જીવાભિધાન સ્ફુલિંગ પ્રબોધને પામે છે ત્યારે પ્રાકૃત દૃષ્ટિએ સ્થાને દિવ્ય દૃષ્ટિ થાય અને એ તદવધિ સુપ્ત લાગેલો અલક્ષ્યરૂપ પરાવર પોતાના લક્ષ્યરૂપ સ્ફુલિંગમાં જાગ્રત થાય છે, પ્રજ્વલે છે, અને ત્યાં અલખ જાગ્યો એમ એમ કહીએ છીએ.’

‘લક્ષ્યરૂપ એટલે લક્ષ્ય છે રૂપ જેનું તે. લક્ષ્યરૂપ જીવનું લક્ષ્યરૂપ ઇશ્વર સાથે ઐક્ય; તે ભક્તિથી, અને ગાર્હસ્થ્યધર્મ, રાજધર્મ, સ્ત્રૈણધર્મ આદિ જન્માદિથી પ્રાપ્ત થયેલા લક્ષ્યધર્મનું પાલન કરીને, જીવઇશ્વરનું અદ્ધૈત રચી, જ્ઞાનથી-સમાધિથી-અલક્ષ્યયોગ કરી, અલખ જગાવી, એ લક્ષ્યનો આ અલક્ષ્ય સાથે યોગ કરી, લખમાં અલખ જગાવી, લક્ષ્યા-લક્ષ્યનું અદ્ધૈત અનુભવીએ છીએ.’

‘આ સર્વ ખેલમાં જીવ અને ઇશ્વર એ બ્રહ્મરૂપ અલખસાગરના લખતરંગ છે, અને સંસારમાં એમની લક્ષ્યતા એટલે લખાતા છે. આ જીવઇશ્વરના અવચ્છેદરૂપ દેહાદિથી આરંભી બ્રહ્માંડ સુધીના સંસાર, ધનુષ્યમાંથી છૂટેલા બાણની ગતિ જેવા છે, તેની ગતિને આરંભ અને અંત છે. સ્થૂલમાં સૂક્ષ્મ અને સૂક્ષ્મમાં કારણ, એમ ત્રણ દેહની પરંપરા છે અને જન્મે જન્મે મરણે મરણે એ કારણદેહની સ્થૂલ શરીરેથી સ્થૂલ શરીરે લક્ષ ચોરાશી જન્મરૂપ સંક્રાંતિ એટલે અવતાર થાય છે, પણ કારણનો ખરો આરંભ તો સૃષ્ટિકાળે માયાના જન્મ સાથે થયો ને કાર્યસમષ્ટિનો ખરો અંત પ્રલયકાળે આવશે. એ આરંભકાળથી થયેલો ને એ અંતકાળ સુધી રહેનારો અવચ્છેદ તેથી અવચ્છિન્ન સંસારના આરંભે બંધ અને અંતે મોક્ષ. પણ એ બંધમોઓક્ષ સંસારના છે; અથવા કેટલાક કહે છે કે એ બંધમોક્ષ બુદ્ધિના છે, જેમ કે શ્રીયોગવાસિષ્ઢમાં ઉપદેશ છે કે, ‘સંન્યાસયોગયુક્તાત્મા કુર્વત્મુક્તમતિર્ભવ.’ આમ ગતે તો સંસારને કે ગમે તો મતિના બંધમોક્ષ હો, પણ આત્માના તો નથી જ. એ બંધમોક્ષ એવાં એ આરંભ અને અંતની કોટિઓનાં નામ છે, એ બંધ કે મોક્ષનો કોઇ કરનાર નથી, એને વાસ્તે તદ્રૂપ એટલે તમે જે આત્મા છો તેનું ઉત્થાન થાય એમ જ નથી. બંધમોક્ષ સંસારના અવચ્છેદક છે. આત્મા સાથે તેમને લેવાદેવા ન મળે. કિરાતમાંથી જે મુક્તિ સારુ ત્યાગના સાધનથી ઉત્થાન થવાનું તમને કહ્યુે તે અમારા સિદ્ધાંતનું વચન નથી. અમારા સિદ્ધાંત પ્રમાણે પરાવર પરમાત્માના તરંગરૂપ જીવોમાં માત્ર પ્રબોધ થાય છે અને તેમાં અલખ જાગે છે, બાકી તેના બંધમોક્ષ તો છે જે નહીં. શ્રી ગૌડપાદાચાર્યના વેદાંતમાં પણ આત્મા અબદ્ધ-મુક્ત છે.’

આ પ્રસંગે અધીરા થઇ સરસ્વતીચંદ્રથી પૂછ્યા વિના રહેવાયું નહીં : ‘ત્યારે આ સર્વ મંડળ અને આપ ત્યાગી નહીં ?’

વિષ્ણુદાસ હસીને બોલ્યા : ‘બચ્ચા, સારી વાત પૂછી - તો સાંભળ. અલખપુરી ! અલખયોગીનું વેષરહસ્ય આને સમજાવ.’ - પ્રીતિ ઊપજતાં સરસ્વતીચંદ્રને તુંકાર બોલથી ઉચ્ચાર્યો.

અલખપુરી બોલ્યો :

‘ગોપીજનવલ્લભની ભક્તિ ઘર છોડી ગોસાંઇ કરે,

વિભૂત લગાવે, અલખ જગાવે, ગોકુલને વશ રાખી ફરે.

ગોવ્રજમાં પરિવ્રાજક જોગી જોગ ધરે હરિ અલખ તણો;

અલખ કરે લખ; વિભૂત કરે ભવફેર જ લક્ષયુર્યાશીતણો.

સહુ સંસાર જટિલ જટારૂપ બાંધી દીધો, શિર રાખી લીધો;

રક્ત દીસે પણ અરકત એવો એક જ ભગવો ભેખ કીધો.

અજ્ઞાનની જન સબ સોતે હૈં ઉસમે સંયમી જાગત હૈ,

વિષ્ણુદાસજી લોટત લોટત સબમેં અલખ જગાવત હૈ.’

અલખપુરીની પાસે આ વચન સરસ્વતીચંદ્રે ત્રણ વાર બોલાવ્યાં અને અંતે અર્થ સમજી પ્રસન્ન થયો, અને મનમાં બોલ્યો :

“્‌રૈજ ૈજ િંેી. ્‌ર્રજી ટ્ઠિી ર્હં ટ્ઠટ્ઠંરીૈંષ્ઠ ર્ં ંરીર્ ુઙ્મિઙ્ઘ ંરટ્ઠં જર્રુ ંરીૈિ ર્ં ઙ્મૈદૃી ૈહ ૈં હ્વઅ હ્વીૈહખ્ત ેજીકેઙ્મ ર્ં ંરીૈિ કીઙ્મર્ઙ્મુ દ્બીહ ૈહ ર્જદ્બી ર્કદ્બિ; ટ્ઠહઙ્ઘ ંરી ટ્ઠજષ્ઠીૈંષ્ઠ, ંરટ્ઠં ઙ્ઘીઙ્મેખ્તીજ ંરીર્ ુઙ્મિઙ્ઘ ુૈંર રૈજ ર્ીિંઅ ટ્ઠહઙ્ઘ રૈર્ઙ્મર્જરઅ ુૈંર્રેં ઙ્ઘીજંર્િઐહખ્ત ૈં, ર્ઙ્ઘીજ ટ્ઠ ઙ્ઘેંઅ; ટ્ઠહઙ્ઘ ૈક રી ર્ઙ્ઘીજ ંરટ્ઠં, રી ૈજ ર્હં ર્હ્વેહઙ્ઘ ર્ં ર્ષ્ઠહૈંહી રૈદ્બજીઙ્મક ુૈંરૈહ ંરી ર્િર્દ્બજ ુરીિી રૈજ કટ્ઠંરીિ રટ્ઠજ ઙ્મીકં ર્રટ્ઠઙ્ઘિજર્ ક ર્દ્બહીઅ ટ્ઠહઙ્ઘ ુરીિી રૈજ ુૈકી ુટ્ઠહંજ રૈદ્બ ર્ં ર્િદૃૈઙ્ઘી ર્કિ રીિ ષ્ઠરૈઙ્મઙ્ઘિીહ. ડ્ઢેંઅ ૈહ ંરી હ્વીજં ર્કદ્બિ ૈજ ંરી ર્દ્બંર્ંર્ ક ંરીજી દ્બીહ, ટ્ઠહઙ્ઘ ંરીઅ ટ્ઠિી ર્હં ર્હ્વેહઙ્ઘ ર્ં હ્વી ર્રદ્બી-ાીીૈહખ્ત ર્એંરજ, ુૈંર ર્રદ્બીઙ્મઅ ુૈંજ. ્‌રી ર્ૈહં ૈજ ડ્ઢેંઅ, ટ્ઠહઙ્ઘ, ૈહ ંરૈજ ષ્ઠટ્ઠજી ટ્ઠં ઙ્મીટ્ઠજં, ટ્ઠજષ્ઠીૈંષ્ઠૈજદ્બ ર્ઙ્ઘીજ ર્હં દ્બેઙ્ઘિીિ ડ્ઢેંઅ ! મ્ીટ્ઠેૈંકેઙ્મ !’

વિષ્ણુદાસ બોલ્યા : ‘નવીનચંદ્ર, અમે જેમ રક્ત નથી તેમ વિરકત પણ નતી. અને તો માત્ર અરકત છીએ. પછી વ્યવહારમાં અરકત અને વિરકત પર્યાયરૂપ હોવાથી ગમે તે બોલીએ તે જુદી વાત. અને કાંઇ સંસારનો ત્યાગ કરતા નથી - અમે તો તેને જટામાં બાંધી રાખીએ છીએ, તેને ભસ્મરૂપ બનાવી શરીરે ચોળીએ છીએ, અને એ વિભૂતિ ચોળી અલખ જગાવીએ છીએ. અલખ લખને ત્યજતું નથી; માત્ર ભસ્મના ભાર નીચે જાણતા અલખનો ભડકો કરી જોનારને દેખાડીએ છીએ ! અને એને સારુ અમારી આ માથાફૂટ; સંક્ષેપમાં લખને પૂજીએ છીએ, અલખને દશે દિશ જગાવીએ છીએ; અને તેને સારુ વાસનાઓની જાળમાં ગૂંચવી રાખનાર, ગૃહસ્થધર્મરૂપ સંસારને વાસનાહીન સંસારનું રૂપ આવી ભસ્મસંજ્ઞાથી અમારે શરીરે ચોળી રાખીએ છીએ અને સંસારના જેવું જટાનું મોટું ગૂંચળું વાળી શિર પર રાખીએ છીએ એ પણ સંજ્ઞા જ છે. વ્યવહારમાં પણ કાંઇ મહાન કાર્ય સાધવામાં પણ કેટલો ઉચ્છેદ આવશ્યક થાય છે તેમ અલખ જગાવવાને અમે કરીએ છીએ - પણ સંસારનો ઉચ્છેદ દુઃખનો ત્યાગ સાધવાને કરવો એ અમારો આશય નથી તે જણાવવા આ સંજ્ઞાઓ રાખીએ છીએ. જગતનો નાશ કરી લક્ષ્યનાશ અમે કરતા નથી. અમે તો ગોવ્રજમાંના પરિવ્રાજક છીએ, ગોસ્વામી છીએ, અને શ્રી લખની વિભૂતિ ધરી, ગૃહાદિનો તે સાધનાર્થે ત્યાગ ધરી, અજ્ઞાની લોકમાં અજ્ઞાન-નિશામાં જાગ્રત રહી પોલીસવાળા પેઠે રોન ફરવા નીકળીએ છીએ, અને સર્વત્ર અલખ જગાવીએ છીએ. નવીનચંદ્ર, તારા લખ જીવમાં અમે અલખ જગાવીશું. બોલો અધિકારીઓ -બોલો

‘વિભૂત લગાવ્યો, અલખ જગાવ્યો,

ખલક કિયો સબ ખારો વે !’

પાસે ઊભેલા જોગીઓએ આ શબ્દો ઝીલી લીધા, ગર્જના કરી ગાયા, અને ઉપવન બહાર મંદિરમાંના જ્યાં જે હતા ત્યાં તે સર્વ જોગીઓએ એ શબ્દો ઝીલી ગર્જના મચાવી, અને ચારે પાસ અલખ ગાજી રહ્યો. ગર્જના શાંત થતાં વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રને ખભે હાથ મૂકી, તેના સામું જોઇ, દૃષ્ટિકટાક્ષ કરી, પૂછ્યું : ‘કેમ બચ્ચા, તારામાં અલખ જાગ્યો કે નહીં ?’

ફરી એક વાર વિષ્ણુદાસ નિરાશ થયા. એમણે યદુનંદનને નમવાનું કહ્યું હતું ત્યારે અતિથિ જડ જેવો દ્ધાર વચ્ચે ઊભો રહ્યો હતો અને મસ્તક ઊંચું રાખ્યું હતું. અત્યારે નિરાકાર નિરંજન અલખ જગવવાનું કહ્યું તેના ઉત્તરમાં પણ આ વિચિત્ર અતિથિ સ્તબ્ધ રહ્યો. સરસ્વતીચંદ્ર હસ્યો અને બોલ્યો : ‘મહારાજ ! હું તો કોઇ સ્થાને પણ અલખને સુપ્ત દેખતો નથી તો આજ સુધી મારામાં સુપ્ત હતો એવો સ્વીકાર કેમ કરું ? અને અવો સ્વીકાર કર્યા વિના મારામાં અલખ આજ જ જાગ્યો કેમ કહું ?’

વિષ્ણુદાસના મુખ ઉપર કાંઇક ખેદ જણાયો, તે જણાતાં સરસ્વતીચંદ્રને દશ ગણો ખેદ થયો, અને આવા સુજન પુરુષને ખેદ થવાનું પોતે સાધન થયો તે અનિષ્ટનું નિવારણ કરવાનો માર્ગ મનમાં શોધવા લાગ્યો. ‘સ્વામીજી, આપને લેશ પણ ખેદનું હું સાધન થયો હોઉ તો ક્ષમા કરજો. આપના રહસ્યમંત્રનું શ્રવણ આજે કર્યું, પણ મનન કર્યા વિના ઉત્તર શી રીતે આપું ? એ રહસ્યનું મનન કરી, આપણે અનુવાદ કરી બતાવું, અને મને કાંઇ શંકા ઉત્પન્ન થાય તેનું આપ સમાધાન કરો તે સર્વ વિધિ વડે મારી બુદ્ધિ પારિપાક પામે ત્યાં સુધી અનુકૂળ અવકાશ મને મળે ત્યાં સુધી આપને નિરાશ થવાનું કારણ નથી.

વિષ્ણુદાસ પ્રસન્ન થયા. મંદિરમાં ઘંટાનાદ થતાં દેવનો નૈવેદ્યસમય આવ્યો સમજાતાં સર્વ યોગીીઓને વિષ્ણુદાસે બહાર મોકલ્યા, અને એકલો પડતાં વિશ્રમ્ભથી વાર્તા માંડી :

‘નવીનચંદ્ર, હું પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતો અને તમારા જેવા વિદ્ધાન બ્રાહ્મણને સ્વાભાવિક રીતે અલખમત સ્વીકારતાં વિચાર કરવો પડે તે હું સમજી શકું છું. પરંતુ મારે આ સર્વ જટાઘર મંડળને વશ રાખવું પડે છે અને તેઓ મારી આજ્ઞા પાળે છે ખરા, છતાં કિયે પ્રસંગે મારી આજ્ઞાને પણ તેમનો ઉગ્ર સ્વભાવ નહીં માને તે હું સમજું છું અને એ પ્રસંગ જ ન આવે તેની સંભાળ રાખું છું. કેટલાક કારણથી મારો તમારા પર પક્ષપાત છે તે આ મંડળ જાણે છે અને તમે તે પક્ષપાતને યોગ્ય નથી એવું તેમના મનમાં આવ્યું તો ગમે તો મારા ઉપર અશ્રદ્ધા રાખશે અને ગમે તો તમે પીડશે. એમના વિચાર પ્રમાણે અને આ મઠમાં સંપ્રદાય પ્રમાણે જે કોઇ અલખ જગાવે નહીં તેને આ મઠમાં બહુ રહેવાની અધિકાર નથી. આ હઠવિચારર ઉપર મને તિરસ્કાર છે, પણ તે હાલ નકામો છે. તમે અત્રેથી જશો તો મને અતિશય ખેદ થશે. માટે મારી વિજ્ઞપ્તિ સ્વીકારવાની ના પાડશો નહીં.

‘કેવે પ્રકારે ?’ સરસ્વતીચંદ્રે આતુરતાથી પૂછ્યું.

‘સંન્યસ્ત લેનાર ગૃહસ્થાશ્રમમાં પાછો જઇ શકતો નથી, પણ અમારો ભેખ લેનાર પાછો ગૃહસ્થ થઇ શકે છે. આ વિભૂતિ આખે શરીરે ધારણ કરવી એવો કાંઇ મેળ નથી; એક વેળા મસ્તક પર વિભૂતિ ધરવાથી ચાલે છે. અમારી વિભૂતિમાં ગોપીચંદનનું મિશ્રણ છે. અમારા યદુનંદનને તમે નમશો નહીં તે ચાલશે; તેમનો તિરસ્કાર ન થાય તે જોજો. છે એવાં ને ્‌વાં વસ્ત્ર માત્ર ભગવાં કરી ધારશો તો બસ છે બાકી સંપ્રદાય ગમે તે રાખજો; અલખનું નામ પૂજ્યું, અને આ મઠના ચાર અધિકારમાંથી ગમે તે સ્વીકારજો. ઉત્તમાધિકારમાં તમારે મત ગમે તે હશે તોય ચાલશે. આટલું કામ કરી તમે પરણશો તોયે આ મઠમાં બાધ નથી. પાસેના ઉપમઠમાં વિવાહિત વેરાગીઓ અને વેરાગણો વસે છે, તે આ મઠનાં આશ્રિત છે, યદુનંદનનો પ્રમાદ લેવા અમારી સાથે અત્રે આવીને ભોજન કરે છે, અને તમને સંસારવાસના હશે ને ત્યાં રહેશો તોપણ ચાલશે. માટે હાલમાં આટલા વિજ્ઞપ્તિ સ્વીકારજો. અતે અમારે આ સ્થાન છોડી તમારે લેવી પડશે - આજ પ્રસાદકાળે. પછી અલખ સ્વીકાર કરવાને મનનપર્યત અવધિ છે.’

‘જો આટલાથી તમારું ચિત્ત પ્રસન્ન થતું હોય તો મને જીવનદાન દેનારનું એટલું વચન હું પાળીશ. માત્ર અલખવાદ સ્વીકારવો એ મારા મતવિરુદ્ધ છે.’

‘એટલે નભાવી લઇશું. તમને મનન કરવા અવકાશ આપેલો છે

ને એવો અવકાશ અને એકવર્ષાવધિ આપીએ છીએ.’

વિષ્ણુદાસને આટલાથી સંતોષ થયો. અતિથિને એકાંતમાં મૂકી મંદિરમાં ગયા. જતાં કહેવા ગયા : ‘ભોજન પછી અમે સર્વ મંડળ ભિક્ષાપર્યટન કરવા બહાર જઇશું. થોડાક જોગી અત્રે રહેશે તેની સાથે તમે પણ રહેજો. મરજી પડે તો કોઇને લેઇ સૂર્ય નમે ત્યારે સુરગ્રામ જોવા જજો. અમારા રહસ્યમંત્રનું વિવરણ છે તે અલખપુરી તમને આપી જશે.’

એકલો પડેલો સરસ્વતીચંદ્ર વિચારમાં પડ્યો, હસવા લાગ્યો, ઊભો થયો, ચારે પાસ ફરવા લાગ્યો; અંતે એક મહાન શિલા ઉપર વડની છાયા નીચે સૂતો. પળવાર આંખ ઉઘાડી રહી એટલામાં ચંદ્રકાંત સાંભર્યો અને તેને પત્ર લખવાનો અને સુરગામ જઇ તે ટપાલમાં નાખવાનો વિચાર કર્યો. તે વિચાર પૂરો થયો એટલે અલખના રહસ્યમંત્ર સાંભર્યા. આ મંત્ર બેત્રણ વાર સ્મરી સ્મરણમાં ઉતાર્યા. રાત્રિએ તેનો વિચાર કરી પ્રાતઃકાળે સ્વામીને એ શ્લોકના અર્થનો અનુવાદ કરવા અને તે ઉપર પોતાનો અભિપ્રાય જણાવવા સંકલ્પ કર્યો. નેત્ર મીંચાયાં અને નિદ્રા આવી તેની સાથે પોતે સૂતો હતો ત્યાં એક પાસ હસતી હસતી કુમુદસુંદરરી બેઠી છે એવું સ્વપ્ન થયું. સ્વપ્નના પુરુષનો હાથ ઝાલી બોલતી હતી :

‘જોગી, તું જોગણનો ગુરુ થાજે,

જોગણને તું જોડે સોડે સ્હાજે.

જોગી જ્ઞાન ભેગો તું રસ લ્હાજે !

રૂડા સ્વપ્નસાગરમાં તરજે,

જોગી, જોગ પ્રિયરસનો ધરજે.’