Amba nu zaad books and stories free download online pdf in Gujarati

આંબા નું ઝાડ

પંદર સો થી બે હજાર લોકો ની વસ્તી ધરાવતું એક નાનું એવું ગામ હતું. ગામ માં દસ પંદર જ્ઞાતી નાં લોકો વસતા હતા.સિતેર ટકા ઘર ગામ મા હતા,બાકી ના ત્રીસ ટકા ઘર ગામ ની હદ માં આવેલ વાડીયું માં હતા. પણ તેમનું હટાણું તો ગામ માંજ થતું હતું.

આવા ગામ ની હદ માં ઉગમણી દશ બાજુ વાડીયું નાં કાચા રસ્તા ની કાંઠે ૬૦‍‌✘૫૦ ની જગ્યા માં ૩૦✘૨૫ નાં ગાળા માં બે કાચા ઝૂપડાં જેવા ઘર બનેલા હતા. બંને ઘર માં આમ હિંદુ પણ અલગ-અલગ પેટા જ્ઞાતી નાં બે પરીવાર રહેતા હતા.

જેમાં નાં એક ઘર માં પતી પત્ની અને તેનો ચાર વર્ષ નો રાજકુમાર જેવો દિકરો. બીજા ઘર માં પતી પત્ની અને તેની ચાર વર્ષ ની ફૂલ જેવી રાજ કુમારી. બાળકો બંને બહું રૂપાળા, પણ અસુવિધા અને દેખરેખ વગર જુવો તો સાવ ગોબરા લાગે. પંડ પર સારા વસ્ત્રો નહિ, ન્હાયેલા ધોયેલા નહિ. જેનું કારણ હતું ગરીબી અને માવતર..

જેની પાસે ખેતરો માં કામ કરી પૈસા કમાવવા સિવાય નો સમય ન્હોતો.વાડી ભાગ રાખી તેમાં કામ કરતા. સારો પાક અને તેના સારા ભાવ આવે તો વળી બે પૈસા મળતા. નહિતર મહેનત'ય જાતી. પણ ભગવાન સૌનો હોય છે. બંને જોડી કામ કરવા થી થાકે નહિ. લીલા પાને થઈ સારી જીંદગી જીવવા નાં ચારેય ને કોડ હતા. એટલે તેવો તનતોડ મહેનત કરતા અને ભગવાન તેમને મહેનત નું ફળ આપતા પણ ખરા.

આસો-ડૂસો ખાઈ, પડતા-આખડતા છોકરા તેની રીતે મોટા થઈ રહ્યા હતા. અડખે પડખે બીજા ઘર ન્હોતા એટલે કોઈ બીજા બાળકો ન હોવા ને લીધે બંને છોકરાં સાથે જ રમતા. છોકરાં પાંચ વર્ષ ના થઈ ગયા હતા પણ આ બંને અભણ પુરૂષો ને તો ક્યાં થી ખબર હોય કે પાંચ વરસે બાળક ને નિશાળે બેસાડવા નો હોય. આતો એક ખેડૂતે સલાહ આપી કે બાળકો ને નિશાળે બેસાડો, પાંચ ચોપડી ભણશે તો તેમને કામ લાગશે!

ખેડૂત ની વાત માની તેવો એ બંને બાળકો ને નિશાળે બેસાડ્યા. નિશાળ ગામ માં હતી અને બાળકો નાં ઘર નિશાળ થી ઘણે દૂર હતા, એટલે બંને સાથે જ નિશાળે આવતા-જતા, ઘણા બધા બાળકો ને જોઈ તે બંને બાળકો નું મન ભણવા માં લાગ્યું તે રોજ નિશાળે જતા થયા. બાળકો ભણવા માં વ્યસ્ત અને તેના માવતર કામ માં વ્યસ્ત થઈ ગયા.

ધીમે ધીમે સમય વિતવા લાગ્યો. દહાડે'દિ જેમ જેમ બાળકો નવું નવું શિખતા ગયા તેમ તેમનાં મગજ નો વિકાસ થવા લાગ્યો. અને બંને બાળકો ભણવા માં ખૂબ હોશિયાર સાબિત થયા.

એક પછી એક વર્ષ નાં પાના ફરવા લાગ્યા. બાળકો ચોથા ધોરણ માં આવ્યા. દફતર, પેન, પેન્સિલ, નવનીત, નોટબૂક વગેરે... ખર્ચા માં વધારો થવા લાગ્યો જે બાળકો નાં પિતા નાં ગજવા માં સાફ સાફ દેખાઈ રહ્યો હતો. પણ એક સજ્જન માણસ ની સલાહ અને બાળકો ના ઉજળા ભવિષ્ય માટે બંને ના પિતા એ ગમે તેટલો ખર્ચો થાય તે ખર્ચો કરવાનું મન બનાવી લીધું હતું.

ચોથા ધોરણ ની વાર્ષિક પરીક્ષા માં બંને બાળકો સારા માર્કસે પહેલો બીજો નંબર લાવી પાસ થયા. પરિણામ લઈ બાળકો ઘરે ગયા એટલે ગળ્યું મો કરાવવા માટે ઘર માં કંઈ હતું નહિ પણ કેરી ની સિજન હતી એટલે ઘર માં કેસર કેરી લાવેલી પડી હતી તેનાથી બધા એ સાથે મળી પાસ થવા ની ખૂશી માં કેરી ખાધી. અને તેના ગોટલા ઘર ની પાસે રહેલ ઉકરડા માં નાખ્યાં.

ચોમાસું આવ્યું મેઘરાજા મનમૂકી ને વરસ્યા. એટલે ઉકરડા માં નાખેલા ગોટલા ઉગી નિકળ્યાં. બંને બાળકો રમતા રમતા ઉકરડે જઈ ચડ્યા. જ્યાં તેમની નઝર આંબા ના રોપડા પર પડી. તેમણે એક રોપડો ખોદી કાઢ્યો અને ઘરે લઈ જઇ ફળિયા ની બરોબર વચ્ચે તે રોપડો ખાડો કરી ને વાવ્યો. સાંજે માવતર કામે થી ઘરે આવ્યા એટલે બાળકો નું આ કૃત્ય જોઈ રાજી થયા. અને વાડી માંથી થોડુક દેશી તેમજ કૃત્રીમ ખાતર લાવી છોડ ના થડ માં નાખી પાણી પાઈ તેના વિકાસ માં વધારો કરવા લાગ્યા.

"પણ તે ભોળા માણસો ને ક્યાં ખબર હતી કે એક દિવસ આજ આંબા નું ઝાડ તેમનાં સંતાનો નાં મૌત નું કારણ બનશે."

છોકરાં ઓ ભણવા લાગ્યા, અને માવતર ખેતર માં કામ કરી બે પૈસા કમાવવા લાગ્યા. આંબા નો રોપડો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. સમય તેનું કામ કરી રહ્યો હતો. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ઋતુ પછી ઋતુ વિતવા લાગી. વરસ જાતા વાર ન્હોતી લાગતી.

વિતેલા સમય માં ગામ માં વિજળી (લાઈટ) નું આગમન થઈ ગયું હતું. પણ વાડી વિસ્તાર માં રહેણાંક હોય ત્યા હજી સુધી લાઈટ ન્હોતી પહોંચી.

નિશાળ માં પંખા ની હવા ખાઈ તેના આદિ બની ગયેલા બંને બાળકો એ એક દિવસ નિશાળે થી ઘરે આવી પોત પોતાના પિતા ને વાત કરી. બંને જણા એ છોકરાં ઓની વાત પર સર્ચા કરી અને એક દિવસ ટાઈમ લઈ ગામ માં જઈ સરપંચ ને મળ્યા અને પોતાના ઘર સુધી લાઈટ પહોંચાડવા વિશે વાત કરી.

ગામ નાં ગામ નાં લોકો ના વિકાસ માટે જીવતા ભોળા અને સ્વભાવ ના બહૂ સારા એવા સરપંચે તેનાથી બને એટલી જલ્દી લાઈટ તેમના ઘરે પહોંચાડવા ની જવાબદારી લીધી. અને મહિના પોતાના ખર્ચે તાલુકા મા રહેલ વિધુત બોર્ડ ના ધક્કા ખાઈ તેમણે ગામ ના સિમાડે રહેલ બંને ઘર સુધી વિજળી પહોંચાડી દિધી.

વિજળી આવવાથી બંને ઘરમાં અંજવાળા- અંજવાળા થઈ ગયા. બંને બાળકો બલ્બ નાં અંજવાળે સાત માં ધોરણ ની પરીક્ષા માથે હતી એટલે મોડે સુધી વાંચવા લાગ્યા. બંને બૈરાવો ઘર નાં કામ કરવા લાગ્યા, અને બંને પુરૂષો પંખા નીચે નિરાંત નીનીંદ લેવા લાગ્યા. પરીક્ષા આવી બાળકો એ પરીક્ષા આપી પણ પરિણામ જેવું ચોથા ધોરણ નું તેવું જ સાત માં ધોરણ નું. સાત મું ધોરણ પૂરૂ થયું એટલે બંને બાળકો તેર વર્ષ નાં થઈ ગયા. હોશીયારી અને સમજણ બંને ના ચહેર્ પર વર્તાતી હતી.

બાર થી પંદર વર્ષ ની ઉંમર નાતો બાળક માં ગણાય નાતો યુવાન માં ગણાય. બંને બાળકો ની આ અવસ્થા એ બંને ના પિતા એ અડધા અટધા પૈસા કાઢી ભાગીદારી માં એક કલર ટી.વી. લીધુ. અને ગામ ના કેબલ ઓપરેટર ને મળી કનેક્શન લીધું. પછી બધાય સાથે મનોરંજન માણવા લાગ્યા. છોકરા-છોકરી નાં માવતર આખો દિવસ વાડી મા કામ કરતા અને છોકરો છોકરી વેકેશન હતું એટલે ઘરે રહિ સાથે બેસી ટી. વી. જોતા અને ઘર નું ધ્યાન રાખતા.

બંને છોકરાં છોકરી એ એક મહિનો ટી.વી. જોઈ અને તેમાથી શીખવા નું તેમજ ના શીખવાનું ઘણુંય શીખ્યા. વેકેશન ખૂલ્યુ એટલે બંને ને તેમના પિતા એ બાજું ના ગામ મા રહેલ સરકારી હાઈસ્કુલ માં એડમિશન અપાવી આઠ મા ધોરણ માં બેસાડ્યા. બંને પાછા મન લગાવી ને ભણવા લાગ્યા.

છોકરા એ હાઈસ્કુલ માં ઘણાય બધા ભાઈબંધ બનાવ્યા, છોકરી એ પણ ઘણી બધી બહેનપણી બનાવી. સાંજે ઘરે આવી બંને લેશન કરતા કરતા ટી.વી. જોવે. જોત જોતા માં આ તેમનો નિત્ય ક્રમ બની ગયો.

ઉપરાં ઉપર ત્રણ ચાર વરહ ખેડ માં સારૂ રહેવાથી બંને છોકરાં છોકરી ના પિતા નાં ઘર માં પૈસા ની રેલમછેલ થઈ હતી. જેના લિધે બંને એ ટૂંકા ગાળા માં જૂના ઘર પાડી, એક ઓસરીએ વાસા પટ્ટીવાળા ચાર નવા મકાન બનાવ્યા. તેમજ બંને એ પોત પોતાના સમાજ માં સારા મોળા કામ કરી એક આગવી ઓળખ ઊભી કરી.

ચાર મકાન હતા એટલે....એક મકાન મા છોકરાં ના મા બાપ અને બીજા એક મકાન માં છોકરો રહેતો. તેવી જ રીતે એક મકાન માં છોકરી નાં મા બાપ અને બીજા એક મકાન માં છોકરી રહેતી. છોકરા નો રૂમ સાર્વજનિક હતો જેનું કારણ હતું ટી.વી. તેના રૂમ માં હતી.

સમય ધીમે ધીમે સરી રહ્યો હતો. અને પરિસ્થિતી દહાડે દિ સુધરતી જતી હતી. તેવો હવે સધર થઈ ગયા હતા. ફરતી દિવાલ નો ડેલા બંધ વંડો અને તેમા એક ઓસરીએ ચાર મકાન, ફળિયા માં લીલોછમ આંબો, ડેલા વાળી દિવાલે જાત જાત ના ફૂલ છોડ, દેશી હિંડોળો વગેરે એક શાંતી વાળી જગ્યા માં બે પરીવાર નાં કુલ છ સભ્યો એક સુખી જીવન જીવી રહ્યા હતા. જેના દ્રાર આ સુખ મળ્યું હતું તે ખેડ આ લોકો હજી પણ પેલા ની જેમ જ કરતા હતા.

હાઈસ્કુલ માં બે વર્ષ વિતાવ્યા પછી બંને ના તન મન નું પરિવર્તન થયું હતું. નાનપણ થી સાથે રહેલા, રમેલા, જમેલા, એક સાથે ભણવા બેઠેલા, એક રૂમ માં ભણેલા છોકરો અને છોકરી આજે દસ મું ભણી રહ્યા હતા. તે બંને લગભગ સોળ વર્ષ નાં થઈ ગયા હતા. ટૂંક માં બંને યુવાન થઈ ગયા હતા.

અને તેમણે રોપેલો આંબો પણ પોતાની મજબૂત શાખા ઓ અને લટલૂમ કેરીયું બતાવી ને કહિ રહ્યો હતો કે હવે હું પણ યુવાન થઈ ગયો છું. યુવાન થયા એટલે જેવો આંબા નો વિકાસ થયો તેવો જ વિકાસ આ બંને ના શરીર નો થયો હતો જેનો અનુભવ બંને એ પોત પોતાના વધતા અંગો ને પંપાળી ને કર્યો હતો. હાઈસ્કુલ માં ભણતા છોકરાં છોકરી અને ટીવી માં આવતી લવ સ્ટોરી વાળી ફિલ્મો જોઈ બંને ના મગજ માં પ્રેમ નું ભૂત ઘર કરી ગયું હતું. બંને ક્યારે એકબીજા નાં પ્રેમ માં પડી ગયા હતા તેનો પણ તેમને ખ્યાલ રહ્યો ન્હોતો.

દસ મું ધોરણ એટલે.... બોર્ડ ની પરીક્ષા નું ધોરણ. બંને મન લગાવી ને ભણવા લાગ્યા, પણ યુવાની તેમને ભણવા ન્હોતી દેતી. આંખ નાં ઈશારા અને કપડા સહિત શરીર છાળા કરી બંને એ વર્ષ પૂરૂ કરી બોર્ડ ની પરીક્ષા આપી દિધી.

લાંબા વેકેશન ને કારણે અને યુવાન થઈ ગયા હતા એટલે બંને પોત પોતાના માવતર ને ખેડ કામ માં મદદ કરવા લાગ્યા. છોકરી એ પોતાની વાડી માં દાડીયે આવતી ગામ ની ભાભીયું અને યુવા કાકીયું પાસે થી 'સહવાસ' કેમ, ક્યારે કેવી રીતે વગેરે નું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. અને હવે તે વાટ જોઈ રહિ હતી નાનપણ થી સાથે રહેલા પ્રેમી ને પોતાની અંદર સમાવી લેવાય તેવા સમય ની. તેને ઝંખના હતી પોતાના યુવા પ્રેમી ને નિરવસ્ત્ર જોવાની અને તેની સામે નિરવસ્ત્ર થવાની.

સામે છોકરો પણ કામ દેવ નો અવતાર બની રાહ જોઈ રહ્યો હતો વેકેશન ખૂલવાની. વેકેશન ખૂલ્યું એટલે વાડીયે જવાનું બંધ અને ભણવા નું શરૂ. ભણી ને આવી છોકરો ટીવી જોતો અને છોકરી ઘર નાં કામ કરતી, પણ ટીવી જોવામાં કે ઘરકામ કરવા માં એકેય નું મન લાગતું ન્હોતું. બંને વિચાર કરતા હતા કે શરૂઆત કેમ કરવી? થોડી શરમ લાગતી હતી.

એક દિવસ શનીવારે બંને સ્કુલે થી વહેલા ઘરે આવી ટી.વી. જોવા લાગ્યા. તેવા માં એક રેપ સીન આવ્યો જેને જોયા પછી બંને એ સીન પ્રત્યે નું જ્ઞાન એક બીજા ને શેર કર્યું. અને આંખ નાં ઈશારે બારી બારણા બંધ કરી સીન ભજવવા લાગ્યા. બપોર નાં બે વાગ્યે બંધ થયેલું બારણું સાંજ નાં પાંચ વાગ્યે ખૂલ્યું. બંને બહાર આવી સાથે સ્નાન કરી અન્ય પ્રવૃતી માં લાગી ગયા.

પછી તો બંને ને જ્યારે પણ સમય મળે એટલે ભેગા થતા અને આનંદ માણતા. અને રાત તો પતી પત્ની ની જેમ વિતાવતા. બંને આ ક્રિયા નાં બંધાણી થઈ ગયા હતા. "જેમ દારૂડીયા ને દારૂ વગર ના ચાલે, તેમ આ બંને ને ............ વગર ના ચાલે."

એક રાત્રે છોકરી ઉતાવળ માં પોતાનાં આં તરીક વસ્ત્રો છોકરા ની રૂમ માં ભૂલી ગઈ, જે સવાર માં વાળતી વખતે છોકરા ની માંના હાથ મા આવ્યા. તેને વસ્ત્રો જોઈને ખ્યાલ આવી ગયો કે આ વસ્ત્રો કોના છે! એટલે તેણે તરત સવાર સવાર માં સૂવા નો ઢોંગ કરી રહેલા પોતાના દિકરા નો કાન પકડી પૂંછયું, કે આ શું છે? છોકરાં એ બધું કબૂલ કર્યું. એટલે છોકરા ની માએ તે વસ્ત્રો લઈ, છોકરી ની માને એકાંત માં કહ્યું કે લ્યો આ વસ્ત્રો મારા છોકરાં ની રૂમ સુધી પહોંચી ગયા છે સંભાળો આને.

છોકરી ની માંએ વસ્ત્રો જોઈ રાડ પાડી છોકરી ને બોલાવી, છોકરી આવી એટલે લાલ આંખ કરી છોકરી ને પૂંછયું તો તેણે પણ કબૂલ કર્યું.

વાત છોકરા-છોકરી ના પિતા સુધી પહોંચી ગઈ. છોકરા છોકરી એ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે બંને નાં પિતા ની આંખ આડે જ્ઞાતી અને સમાજ માં રહેલ માન મોભા આબરૂ નાં વાદળો મંડરાણા અને તેમણે આ લગ્ન કોઈ કાળે શક્ય નથી તેવો આખરી નિર્ણય આપી દિધો અને બંને પોતપોતાના કામે જતા રહ્યા.

છોકરી નું ભણવાનું બંધ થયું. છોકરા નું ભણવામાં મન લાગતુ બંધ થયું. ત્રણ મહિના વિતી ગયા. ત્રણ મહિના માં લગભગ ત્રણ સો વાર બંને એ પોત પોતા નાં માવતર ને સમજાવ્યા પણ તેવો એક ના બે ના થયા.

ત્રણ મહિના થી સરખી વાત પણ નહિ થયેલી. એવા માં એક રાત્રે બંનેમળ્યા અને ખૂબ વાતો કરી....જેમા..નાત જાત ના પૂંછડા બાંધી ને બેઠેલા આપણા માવતર આપણ ને એક નહિ થવા દે, આપણ ને લગ્ન નાં બંધને નહિ બંધાવા દે, માટે હાલ આપણ અાજે અત્યારે જ લગ્ન કરી લઈએ. બંને હકાર ભણી એટલે વિધિ વત લગ્ન કરવા માટે અશોકે આંબા ની એક તિરખી ભાંગી તેના પાન જુદા કરી બે હાર રૂપે તોરણ બનાવ્યા. અને બંને એ ગળા માં પહેર્યાં. આંબાનીચે પડેલા સૂકા પાન નો ઢગલો કરી તેને સળગાવ્યા અને અગ્ની ની સાક્ષી એ બંને એ હાથ માં હાથ લઈ ચાર ફેરા ફર્યા.

છોકરાં એ આંબા ની ઝાડી ધારદાર છાલ સાથે અંગૂઠો ઘસી થોડૂક લોહિ કાઢી છોકરી ના સેંથા માં પૂર્યું અને મંગળસૂત્ર રૂપે પોતાનાં ગળા માં રહેલ પોતાના નામવાળું પેન્ડલ છોકરી નાં ગળા માં પહેરાવ્યું.

સમાજ અને માવતર થી હારી ગયેલી અને જાત જાત ની ચિંતા માં રહેલ છોતરી સાવ રડવા જેવી થઈ બોલી..આપણે લગ્ન તો કરી લીધા પણ શું આપણો સમાજ આ લગ્ન ને માન્ય ગણશે? આપણ ને સાથે રહેવા અને જીવવા દેશે? પ્રેમ માં આંધળો બનેલો અને જીવન સંગીની ની સાથે જીવવા-મરવા માટે જનમેલો છોકરો (પ્રેમી) બોલ્યો... "સાથે જીવવા ના દે તો કંઈ નહિ પણ સાથે મરવા તો દેશે ને?" 'હા, દે જ ને" પણ મરવું કેવી રીતે? છોકરી ઉત્સાહી થઈ બોલી. શું સાચે જ મરી જવું છે? છોકરા એ ફરી સવાલ કર્યો.

હા, મરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. અહિથી ભાગી ને દૂર જઈ આપણે જીંદગી ની શરૂઆત તો પણ આ સમાજ આપણ ને નિરાંતે જંપવા નહિ દે. માટે મરવું એજ આપણા માટે હિતાવહ છે. છોકરી ના આવા વચન સાંભળી, છોકરો ઊભો થયો અને ઓસરી માં પડેલું પંદર સત્તર ફૂટ લાંબૂ સિંસણ (દોરડું) લઈ આવ્યો અને દોરડું લઈ પોતાનાં હાથે રોપેલા આંબા પર ચડી ગયો અને એક મજબૂત ડાળ પર બેઠા-બેઠા દોરડા નાં બંને છેડે ગાળિયા બનાવ્યા. એક ગાળિયો નીચે ફેંક્યો એટલે છોકરી એ ક્ષણ ભર માં ગાળિયો પહેરી લીધો. તે ર્દશ્ય જોઈ છોકરાં એ પણ ગાળિયો પહેર્યો અને આંબા ની ડાળ ને વચ્ચે રાખી છોકરી ની વિરૂધ દિશા માં કૂદકો માર્યો. ગળા માં રહેલા ગાળિયા ને કારણે છોકરી ઉપર ઉસળી જેથી બંને સામ સામે આવ્યા અને એક બીજા ની આંખો માં જોવા લાગ્યા. આંખો આંસું થી ભરાણી, બંને ના શ્ર્વાસ રૂંધાવા લાગ્યા, અને જીવન ની દોર ટૂંટી ગઈ.

આ રીતે બંને એ નાનપણ માં પોતાના નાજુક હાથો થી રોપેલા આંબા ની ડાળી એ ફાંસો ખાઈ ને મૌત ને વ્હાલું કર્યું. દિ ઉગતા ની સાથે ગામ મા દેકારો બોલી ગયો. ગામ ના લોકો એ સાથ આપી અંતિમ વિધી પતાવી.

બંને માવતર આજે નિ:સંતાન થઈ, ઓસરી માં બેઠા બેઠા ઓસિયાળી આંખે આંબા ના ઝાડ ને નિહાળી રહ્યા છે.

દુઃખદ અંત