Ek kalakni musafari roj ni books and stories free download online pdf in Gujarati

એક કલાક ની મુસાફરી રોજ ની...!

એક કલાક ની મુસાફરી રોજ ની...!

પ્રકરણ - 3

અત્યાર સુધી....

પહેલો ચહેરો જે રામ ઓળખતો થયો તે આ હિરેન પટેલ- એક બિન્દાસ્ત અંદાજ, ચહેરા પર સ્મિત, બધા ને હસાવ્યા કરવા અને આખા ક્લાસ ને મદદ કરવા દોડી જતો પેલો ને છેલ્લો છોકરો.

રામ નું એડમિશન થવા માં ખાસ્સું મોડું થયું હતું એના જવાબ માં તેણે બધા એસાઇનમેન્ટસ અને ટ્યૂટોરિઅલ લખીને પુરા કરવાના હતા. સાથે સાથે નવા નવા ચેહરાઓ ને ઓળખવાનો પણ સમય હતો.

દિવસો જેમ જેમ જતા ગયા તેમ તેમ રામ ના બસ માં અને ક્લાસ, કોલેજ માં ઘણા બધા મિત્રો બનતા ગયા. હવે તેને કોઈ નવું લાગતું નથી, કોઈ અજાણ્યું નથી હવે. બસ આ જ તો કોલેજ છે. દોસ્તો સાથે લેક્ચર માં કરેલી મજાક, સાથે એક ટેબલ પર એક જ ટિફિન માં ઘણા બધા હાથ અને ઘણું બધું....

પણ આ કોલેજ ના બગીચા માં હવે રામ નું એક ગ્રુપ બની ગયું હતું જે ગમે ત્યાં જાય તેની સાથે જ રેતુ હતું અને તે ગ્રુપ હતું - રામ, હિરેન, રિયા, ભાવિક, તોષલ અને નિધિ.

આ બધા જ દોસ્તો પોતપોતાની ખૂબી થી દોસ્તી નિભાવવા માં એક્કા હતા.

આગળ...

વરસતા વરસાદ માં કેન્ટીન માં સાથે બેસીને પીવાતી ચા. તોષલ ખાઈ ખાઈ ને પોતાનું પેટ ના ભરીલે ત્યાં સુધી બાકીના બધા ને જોવી પડતી રાહ, દુનિયા નો બેસ્ટ લોચો બનાવતા શૈલેષ ભાઈ નું ભાવિક ને ભણેશરી કહીને રોજ નું સંબોધવું, ભલે ગમે તેવા હોય પણ એકબીજાના ના ડિપાર્ટમેન્ટ અને ફેકલ્ટી નું ઊંચું રાખવામાં થતા ઝગડાઓ, અને ઘણું બધું. ગ્રુપ ને આમ જોઈને હરકોઈને થતું કે ફીલ તો બાકી આ લોકો ની જ છે, ભણવાની સાથે સાથે રોજ ની મેહફીલ તો ખરી જ. આમ ને આમ આ ગ્રુપ પુરા અઢી મહિના નું થયું.

જોત-જોતા માં હવે સમય હતો કોલેજ ના ટેક્નિકલ ફેસ્ટિવલ નો - "વિશ્વસ્મ્રુતી -૨૦૧૧" રામ નો અને એના ગ્રુપ નો પહેલો વહેલો ફેસ્ટિવલ. બાકીની બધી કોલેજ કરતા આ કોલેજ નું જરા અલગ હતું. કેમ કે આ ફેસ્ટિવલ ને એન્જીનીએર્સ ડે ના દિવસે રાખવા વાળી આ પહેલી ને છેલ્લી કોલેજ છે.

"હાઈ ગાઇઝ! તમે બધા કઈ કઈ ઈવેન્ટ્સ માં રહેલા છો?" નિધિ એ કાન માંથી હેન્ડ્સફ્રી કાઢીને ખુરશી પર ગોઠવાતા કહ્યું.

બધા નું ધ્યાન જમવામાં હતું પણ રિયા બોલી પડી.

"લેટ મી ગેસ! આપણા માંથી કોઈ એક ભી ઇવેન્ટ માં નઈ રહ્યું હોય. કેમ કે મોટા ભાગ ની ઈવેન્ટ્સ માં ઇંગલિશ માં પ્રેઝન્ટેશન આપવાનું છે અને આપણને બધા ને કેટલું ઇંગલિશ આવડે છે ખબર ને તને? હાહાહાહા!"

"હું એવી ઇવેન્ટ માં રહેલો છું કે જેમાં ઇંગલિશ ની બિલકૂલ જરૂર નથી. અને એ છે ફ્લોટિંગ સ્ટ્રક્ચર" રામે ગોસિપ માં ભાગ લેતા કહ્યું.

"એમાં સ્ટ્રો થી ઘર બનાવાનું અને એને પાણી માં તરતું મૂકીને એના પર વજન ગોઠવવાનું જેનું ઘર વધુ વજન સહન કરે તે જીતે અને હિરેન મારી જ ટિમ માં છે." તેને ઉમેર્યું.

ભાવિક: ફેસ્ટિવલ પહેલા ના બે દિવસ કોઈ જ લેક્ચર ચાલવાના નથી. (અફસોસ સાથે કહ્યું.)

નિધિ: ઓહ્હ ગ્રેટ! મારી જેવા ને તો જલસા જ પડી જવાના છે. તું જોયા કર ભાવલા આખા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ને દુલ્હન ની જેમ સજાવીશ.

હિરેન: કેમ નિધિ તમારા પેલા કાળીયા સર ના લગ્ન છે કે શુ? અને એની સાથે ફેરા ફરવા રેડી કોણ થયું પણ (હિરેને નિધિ ની મજાક ઉડાવતા કહ્યું.)

"હલ્લો, કોઈ મારુ તો સાંભળો, યુ નો અમારા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માં બહુ બધી ઈવેન્ટ્સ એવી છે જેમાં ફુલ ફન અને મસ્તી થવાની છે. અને બેસ્ટ વાત તો એ છે કે હું એની કોર્ડીનેટર છું એટલે તમે બધા આવજો હું તમને જીતાડી આપીશ, હાહાહા!" તોષલ બધા ની વચ્ચે બોલી પડી.

(લંચ ટાઈમ પૂરો થયો ને બધા હસતા હસતા પોતાના ક્લાસ માં ગયા.)

લેક્ચર વગર ના ફેસ્ટિવલ પેહલા ના એ દિવસો માં કઈ ખાસ મળવાનું થયું નઈ કેમ કે બધા જ પોતાના ડીપાર્ટમેન્ટ ને શણગારવામાં લાગેલા હતા.

અને આખરે પહેલો ટેક્નિકલ ફેસ્ટિવલ આવી ગયો. રામે બસ માં ચડતા ની સાથે જ આજે કંઈક અલગ જ નોંધ્યું. આજે બગીચા ની બધી જ કળીઓ અપ્સરાઓ થી કમ નહોતી. એ એક એક સીટ પર નજર ફેરવતો હતો ત્યાં જ એની નજર પોતાને જોઈ રહેલા સર પર પડી.

અને પછી એ ભમરો નીચું જોઈને સીટ માં ગોઠવાયો.

કોલેજ પહોંચતા ની સાથે જ તેણે કેમ્પસ માં ઉભેલા તેના દોસ્તો ને જોયા.

"નકામાં! કેટલી રાહ જોવડાવી તે, રોજ તારી જ બસ બાકીની બધી કરતા લેટ હોય" નિધિ એ આવતા જ વધાવ્યો.

"ઓહો! આજે તો આ ત્રિદેવી સજી-ધજી ને આવેલી છે ને કઈ? આજે જ બોયફ્રેન્ડ શોધી લેવાના કે શું?"

રામે મજાક માં કેહતા નિધિ ને શાંત પાડી.

પણ રામ ની નજર એની બાજુ માં એક પતંગિયા ઉપર ગઈ. રામ ની નજર જરા અટકાવી દીધી. પણ નિધિ ની એક પછી એક વાતો એ રામ નું ધ્યાન ભંગ કરી નાખ્યું.

"વૃક્ષ માંથી લાકડું થઈને બારણું બની ગયેલા તમારા સમય ને કોઈની નજર નું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે."

આમ કહીને રામે એની ખુબસુરતી ના વખાણ કર્યા.

બધા પોતાના ડિપાર્ટમેન્ટ માં ગયા અને ગઈ કલ નું બાકી રહેલું ડેકોરેશન પતાવ્યું. પછી બધા ને ઓડિટોરિયમ માં જવાનું હતું ફેસ્ટિવલ ના ઉદ્ઘાટન માટે.

"ઓ તેરી!... આટલો મોટો ઓડિટોરિયમ?" ભાવિક ની આંખો પહોળી થઇ ગઈ જોઈને.

"ભાઈ એટલે જ હું કેતો હતો તને આટલું બધું ના ભણ્યા કર બહાર ની દુનિયા પણ જો" રામે મજાક ના મુડ માં કહ્યું.

"નિધિ માટે આ બધું કઈ નવું નહીં હોય ભાવિક એને ક્લાસ બતાવ કોઈ દિવસ તારી જેમ જ ઝાટકો લાગશે એને કેમ કે કોઈ દિવસ લેક્ચર ભર્યા જ નથી. હાહાહા!" તોષલે રામ ની વાત માં સુર પુરાવ્યો.

કોલેજ ના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ એ પોતાના લેક્ચર આપ્યા અને ફેસ્ટિવલ ને અમારા બધા માટે ખુલ્લો મુક્યો.

ઉદ્ઘાટન પછી તરત જ રામ અને હિરેન ની ઇવેન્ટ શરુ થવાની હતી તો બધા પોતાના ડિપાર્ટમેન્ટ માં ગયા.

એટલા માં જ બાકીના પણ આવ્યા આખરે ગ્રુપ તે ગ્રુપ.

ઇવેન્ટ શરુ થઇ રામ અને હિરેન સ્ટ્રો માંથી ઘર બનાવા લાગ્યા

વચ્ચે વચ્ચે કોઈને ખબર ના પડે તેમ તોષલ અને રિયા બાકીની ટિમ માંથી થોડી થોડી સ્ટ્રો લઈને રામ ની બાજુ માં મુકવા લાગ્યા.

"પણ એ લોકો એ સ્ટ્રો ગણેલી હશે તો?" નિધિ થી રોજ ની જેમ ચૂપ ના રહેવાયું. અને કોર્ડીનેટર સાંભળી ગયો. ગળા માં સ્પીકર લઈને ફરતી નિધિ ને ગ્રુપ માં એક કલાક કઈ જ નઈ બોલવાની સજા મળી.

હવે વારો હતો તોષલ ની ફન ઈવેન્ટ્સ નો. નવરા ની ફોજ હવે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ માં ગોઠવાઈ.

પઝલો, કોલેજ વિશે ની કવીઝ, પગ થી ફુગ્ગા ફોડવાની રમત અને ઘણી બધી રમતો એન્જોય કરીને ફેસ્ટિવલ નો પહેલો દિવસ પૂરો કર્યો.

હવે બીજો દિવસ હતો ફ્રેશર્સ પાર્ટી નો. કોલેજ ના એન્ટ્રન્સ માં જ સ્પીકર ગોઠવાયા, એક પછી એક ડાન્સ અને સિંગિંગ ના પરફોર્મન્સ રજુ થયા. અને છેલ્લે ડી.જે. સ્ટાર્ટ થયું.

કોઈ કોઈ ના કંટ્રોલ માં નથી હવે તો, વરસતા વરસાદ માં લાઉડ સ્પીકર નો અવાજ સાથે સાથે બગીચા ની કળીઓ અને ભમરા નો ઉછળતો કૂદતો અવાજ.

રામ ને ડાન્સ માં ખાસ કઈ ગતાગમ પડતી નઈ તે એનું ગ્રુપ પણ હવે જાણી ગયું હતું. એટલે જ રામ હવે ચસમિસ રિયા અને ભાવિક ના ચશ્મા અને આખા ગ્રુપ ના બેગ સંભાળીને ખૂણા માં ઉભો હતો અને એક કળી ને એકીટસે જોયા કરતો હતો.

નાચતા નાચતા એકાદ વાર તે કળી ની નજર રામ ની નજર સાથે અથડાઈ પણ ખરી પણ હળવું સ્મિત આપીને ફરી નાચવા માં મગ્ન થઇ ગઈ.

કોણ હતી એ કળી?

તે હવે બીજા દિવસ ની કલાક ની મુસાફરી માં