detective - 2 books and stories free download online pdf in Gujarati

ડીટેક્ટીવ - ભાગ-2

Chapter-2

રમણીકલાલ સવાર સવાર માં કોઈની જોડે બહેંશ કરી રહ્યા હતા. એ જેની સાથે બહેંશ કરતા હતા એ એમનો નાનો ભાઈ માણેકલાલ હતો. માણેકલાલ જોર જોર થી બરાડી રહ્યો હતો કે તમે કઈ રીતે જમીન દાન માં આપી શકો. આ ઝગડા નું કારણ એ હતું કે રમણીકલાલ શહેર ની નજીક એક હોસ્પિટલ ને દાન માં આપી દીધી હતી. એક એકડ જમીન હતી અને આ દાન માણેકલાલ ની જાણ બહાર હતું. માણેક લાલ આ જમીન એક કેમિકલ કંપની ને આપવા માંગતો હતો. આમતો જે રમણીકલાલ નું જે હાલ નું સામ્રાજ્ય હતું એ બનાવવા માટે માણેકલાલે પણ મેહનત કરેલી. પરંતુ, માણેકલાલ ને બે નંબર ના ધંધા માં વધારે રસ હતો એ મહેનત કરતા એક દમ સરળ રસ્તા એ પૈસા બનાવામાં માનતો હતો. એના લીધે બંને ભાઈઓ વચ્ચે વધારે બનતું નહતું. એટલે માણેક લાલ બીજા બંગલા માં રહેતા હતા. માણેકલાલ એ રમણીકલાલ ને ધમકી આપી કે જો એ જમીન દાન માં આપશે તો આ સોદો ખૂબ મોંઘો પડશે.

રમણીકલાલ થી અલગ થાય પછી માણેકલાલ પોતાનો ધંધો ચાલુ કર્યું. શહેર માં જુગાર રમાડવાના અડ્ડો અને દારૂ વગેરે, ધંધા માં માણેકલાલ નું મોટું સામ્રાજ્ય હતું. પૈસા પણ સારા એવા બનવતા હતા. મોટા મોટા પોલિટિશિયન ની એમના ઘરે આવન જવાન હતી.કેમ ના હોય એ પોલિટિશ્યન ને ફંડ આપતા ચૂંટણી લાડવા માટે અને ચૂંટાયા પછી એ લોકો એમને મદદ કરે. દરેક પોલીસ સ્ટેશન માં એ પૈસા રૂપી પ્રસાદ મોકલતા. માણેકલાલ હવે એટલું મોટું માથું હતું કે એમના દમ પર સત્તા પણ ફેરવી શકે.

મોહિની ના પપ્પા નો ગામડે થી ફોન આવ્યો કે મોહન આપડી બાજુ ના ગામ વાળો એ મોહન આપડા ત્યાં થી ચાકુ લઈ ગયેલો અને એમ કેતો હતો કે એ ચાકુ એ રમણીકલાલ માટે લઈ જાય છે. મોહિની ના પપ્પા ને એટલા માટે યાદ આવ્યું કે મોહને પાનસો રૂપિયા વધારે આપેલા અને રમણીકલાલ ની દરિયાદિલી ના એ ખૂબ વખાણ કરતો હતો. મોહિની એ તરત આ વાત વિકી ને જાણવાનું વિચાર્યું અને એને વિકી ને ફોન કર્યો પરંતુ, વિકી નો ફોન તો બંધ હતો. ઝાલા અને ગઢવી સાહેબ ને કોઈ પુરાવા વગર વાત કરવી વ્યર્થ હતી. રમણીકલાલ પર કોઈ પુખ્તા પુરાવા વગર સક કે ઇલ્ઝામ પણ ના લગાવી શકાય ગમે એમતો એ ખૂબ પ્રતિષ્ઠિત માણસ છે.

મોહીને એ ઓફિસ થી નીકળી સીધી વિકી ની ઓફિસ જવાનું નક્કી કર્યું. એ દિવસે એને કામ માં થોડું મોડું થયું એ પોતાનું સ્કુટર લઈને વિકી ની શહેર ના પરા વિસ્તાર માં આવેલી ઓફિસ પર પહોંચી. ત્યાં જોયું તો ઓફિસ બંધ હતી.એટલે મોહિની ને થયુ રમણીકલાલ ના બંગલા પર જઈને થોડી માહિતી મેળવે અને કઈ મળશે તો સીધી વિકી ને આપશે તો વિકી ની પણ થોડી મદદ થશે. એ રમણીકલાલ ના બંગલા પર જવા માટે નીકળી.

રમણીકલાલ ના બંગલા પર પહોંચતા એને મોડું થઈ ગયું હતું અંધારી અમાસ ની રાત હતી. આકાશ માં કાળા વાદળ હતા. અને અચાનક એક દમ વરસાદ વરસવા લાગ્યો.મોહિની ને ડર લાગતો હતો અને એને એક વાર વિચાર્યું ઘરે જતી રહે પાછો એને વિચાર આવ્યો હવે નજીક આવી ગઈ છે તો થોડી માહિતી મેળવીનેજ જાય.

વરસાદ ખૂબ વરસી રહ્યો હતો અને અડધી રાત હતી. બંગલા ની આજુ બાજુ ના વિસ્તાર માં કોઈ નજર નહતું આવતું. મોહિની એ ડરતા ડરતા એક ઝાડ પર ચઢી અને ઝાડ ની મદદ થી બંગલા માં પ્રવેશ કર્યો. એ અંધારા માં આગળ વધી રહી હતી ત્યાં એને એવું લાગ્યું કે એની પાછળ કોઈ છે. એને પાછળ વળી ને જોયું કોઈ દેખ્યું નઈ. એના શરીર ના રુંવાટા ઉભા થઈ ગયા. શરીર આખું કંપન કરતું હતું. હાથ એના સુન્ન પડી ચૂકયા હતા.છતાં એને હિમત્ત કરી આગળ વધવાનું વિચાર્યું. એને પાછળ ઝાડીઓ માં કોઈ છુપાયું હોય એવો અવાજ આવ્યો એટલે એને પાછળ વળી ને જોયું ત્યાં કોઈ હતું નહીં.

એ થોડી આગળ વધી તો એને પગ માં કઈ આવ્યું અને થોડું ગરમ મહેસુસ થયું એને નીચે વીજળી ના ચમકારા માં જોયું તો કોઈ પડેલું હતું. એને ત્યાં બરાબર નજીક થી જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ અને મોઢા માંથી નીકળી ગયું અરે આતો રમણીકલાલ! એ તરત ત્યાંથી ભગાવનું વિચાર્યું એને જતા જતા ઝાડીઓ માં નઝર નાખી ત્યાં કોઈના પગ ના બૂટ ના નિશાન હતા. મોહિની ને ખ્યાલ આવી ગયો કે આ જેના નિશાન છે એ જ ખૂની છે અને એ આજુ બાજુ માંજ છે ક્યાંક એને બૂટ ના નિશાન એક દમ નજીક થી જોયા. એ નવ નંબર ના બાટા ના બૂટ હતા.આટલું જોઈ ને મોહિની ત્યાંથી ભાગી સવારે એ ઓફિસ જવાને બદલે સીધી વિકી ની ઓફિસ પર પહોંચી.

વિકી એની ઓફિસ માં પડેલા બેડ પર સૂતો હતો અને વિકી ના જૂતા જોયા એજ નંબર અને એજ બાટા ના જૂતા હતા. એના જૂતા પર માટી ચોંટી હતી અને એ માટી પણ એક અલગ પ્રકારની લાલ માટી હતી. એવીજ માટી રમણીકલાલ ના ગાર્ડન માં એને જોઈ હતી એટલે મોહિની ને સક થયો કે પાક્કું ખૂની વિકી જ છે. એટલે મોહિની એ એને જગાડી અને કીધું કે કાલે રાત્રે તું ક્યાં હતો.વિકી એ જવાબ આપ્યો તપાસ માં હતો. મોહિની એ કીધું ના તું કાલે રાત્રે રમણીક લાલ ના ત્યાં હતો અને તે રમણીકલાલ ની હત્યા કરી નાખી. વિકી શું? રમણીકલાલ ની હત્યા થઈ ગઈ? તું સુ બોલે છે તને કઈ ભાન છે. મને તો લાગે છે દીપિકા ને પણ તેજ મારી છે. વિકી મોહિની સામે એક અચરજ ભરી નજર નાખીને જોવે છે.અને એને કહે છે એવું કેમ લાગે છે તને. મોહીને એ જૂતા વળી વાત કરી અને કીધું કે આવી માટી પણ ત્યાંજ હતી.વિકી એ જવાબ આપ્યો મોહિની પાગલ જેવી વાતો ના કર આ બ્રાન્ડ ના જૂતા હું એકલો નથી પહેરતો અને આ નંબર મારા એકલાનેજ થોડી હોય દુનિયામાં કેટલા લોકો આવા નંબર ના જૂતા પહેરતા હશે.

મોહિની ના મન માં હજુ શંકા હતી એને કીધું તો માટી ક્યાંથી આવી મોહિની આવી માટી રમણીકલાલ ના ગાર્ડન સિવાય શહેર માં ઘણી જગ્યા એ છે. મહેરબાની કરીને તું આવી વાતો ના કર. મોહિની વિકી ને કહે છે મેં તો તને મજાક માં કીધું હતું કે તું ખૂન કાર અને અને તુજ સાબિત કર. તેતો એને એક દમ સિરિયસલી લઈ લીધું.વિકી એ મોહિની ને કીધું એવું કઈ નથી અને તું મારા પર સક કારવાનું બંધ કર.

મોહિની એ થોડી વાર પછી એના પપ્પા એ જે મોહન ની વાત કરી હતી એ વિકીને કરી અને વિકી એ તુરંત મોહન ને મળવા માટે નીકળી ગયા.

આખા શહેર માં સન્નાટો છવાઈ ગઈ હતો અને જાણે સ્વયં ભુ કર્ફ્યુ હતો. આખું શહેર બંધ હતું અને દરેક ના મોઢા પર એકજ વાત હતી રમણીકલાલ ને કોને માર્યા હશે? કેમ માર્યા હશે? કોને આવા ભલા માણસ સાથે દુસ્મની હશે? દરેક ન્યૂઝ ચૅનલ માં એકજ સમાચાર આવતા હતા.પોલીસ ને ઉપર થી ખૂબ પ્રેશર હતું ખૂની પકડવા માટે.ઝાલા આ દિપક કેસ માં હજુ આપડે કઈ નિર્યણ પર આવ્યા નથી અને આ બીજું ખૂન કાતિલ ને કેમ પકડવો કઈ સમજાતું નથી.

રમણીકલાલ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જે પ્રકારના ચાકુ થી દીપિકા નું ખૂન થયેલું એના જેવાજ એજ પ્રકારના ચાકુ થી રમણીકલાલ નું ખૂન થયું હતું.અને રમણીકલાલ ના શરીર પર એટલા ઘા મરેલા હતા કે જાણે કોઈ એ એક દમ બે રહેમી થી વીસ પચીસ ઘા માર્યા હોય.