detective - 3 books and stories free download online pdf in Gujarati

ડીટેક્ટીવ - Part-3

Chaper-3

મોહિની ના મન માં વિકી પર હજુ સક છે.બંને મોહન ને મળે છે જે હજુ રમણીકલાલ ના ઘર માંજ કામ કરે છે. મોહન ને મોહિની એ ચાકુ વિશે વાત કરી. મોહન ખૂબ ડરેલો છે. એ શેઠ ના મારવાના ગમ માં છે. એને કીધું કે આ ચાકુ એક સુંદર રીતે મઢાવળવા આવેલું હતું જાણે કોઈને ગિફ્ટ આપવાની હોય મોહને એટલું કીધું કે એ ચાકુ લાવીને એ રમણીકલાલ ને આપી દીધું હતું. ખૂની મોહન પણ હોઈ શકે? બને કે એ જૂઠ બોલતો હોય એવો વિચાર વિકી ના મગજ માં આવ્યો. મોહને કીધું કે શેઠે એ ચાકુ નું સુ કર્યું એ એને ખ્યાલ નથી. વિકી એ પૂછ્યું સુ એ ચાકુ હજુ ઘર માં છે. તો મોહને જવાબ આપ્યો કે શેઠ ની તિજોરી માં હોય તો ખ્યાલ નથી.

વિકી અને મોહિની ત્યાંથી અલગ પડ્યા અને મોહિની એ આખી વાત ઝાલા અને ગઢવી સાહેબ ને જણાવી બંને માટે હવે બે શકમંદ હતા વિકી અને મોહન. ખૂની બંને માંથી કોઈ એક હોઈ શકે દીપિકા ના ખૂની નું જે રેકોર્ડિંગ હતું એમાં ખૂની નો જે પાછળ નો ભાગ દેખાતો હતો એ મોહન અને વિકી ના પાછળ ના ભાગ થી મેળ ખાતો હતો આવીજ કમર અને આવોજ બરડો અને કદ- કાઠી. ઝાલા અને ગઢવી સાહેબે બંને પર નજર રાખવાનું નક્કી કર્યું.

અવંતિકા અને રવિ વિદેશ થી આવી ગયા હતા અને રમણીકલાલ ની અંતિમ યાત્રા નીકળી અને એમને અગ્નિ દાહ આપી રવિ ઘરે આવ્યો એટલે અવંતિકા એ રવિ ને કીધું તું આઇયા થી નીકળી જ આ તારું ઘર નથી. રવિ એ એને સમજવા ઘણો પ્રયન્ત કર્યો પણ અવંતિકા ના માની. રવિ એ નજીક નું હોટલ માં રૂમ રાખી રહેવા ચાલ્યો ગયો.

પોતાનું ઘર હોવા છતાં રવિ કેમ હોટલ માં રહે છે? આવી આવ નવી વાતો થતી સમાચાર માં આવી વાતો ચાલતી હતી. કેમ બંને ભાઈ બહેન ને બનતું નથી.આવા અવ નવા સવાલો થી બજાર ગરમ હતું. રવિ હોટલ ના રૂમ માં સિગરેટ પિતા પિતા વિચાર માં હતો.રમણીકલાલ એના સગા પિતા નહતા એના પાલક પિતા હતા.

રવિ જયારે પાંચ વર્ષ નો હતો ત્યારે એક મંદિર માં દર્શન કરવા ગયા અને મંદિર ની નજીક ની ઝાડીઓ માં એમને નાના બાળક નો રડવાનો આવાઝ આવ્યો. રમણીકલાલ ત્યાં ગયા અને એમને રવિ માંડ્યો બસ ત્યારથી રવિ એમનો થઈ ગયો. અવંતિકા રવિ થી મોટી હતી અને રમણીકલાલ ને એક કાર અક્સમાત થયેલો જેમાં એમની પત્ની મૃત્યુ પામેલી એટલે એમને એક વારસદાર જોઈતો હતો એમાં રવિ મળી ગયો એટલે એમને બીજા લગ્ન નો વિચાર માંડી વાળ્યો. રવિ ના ઘર માં આવાથી રમણીકલાલ નું વધારે ધ્યાન એના પર હતું જે અવંતિકા ને ગમતું નહતું. એટલે નાનપણ થીજ એ રવિ ને ગમાડતી નહતી.

પોલીસ તપાસ માં નોકરો એ આપેલી માહિતી અનુસાર રમણીકલાલ અને માણેકલાલ ને જમીન બાબતે ઝગડો થયેલો અને માણેકલાલે રામણીકલાલને ધમકી પણ આપેલી. એટલે ગઢવી સાહેબ અને ઝાલા એ માણેકલાલ ની પૂછતાછ કરવાનું નક્કી કર્યું. એ સીધા માણેકલાલ ના ઘરે ગયા અને ત્યાં માણેકલાલ ના બંગલા ના કંપાઉન્ડ માં વીસેક લોકો હતા અને બધા ગુંડા જેવા દેખાતા હતા. ઝાલા અને ગઢવી સાહેબ એમના બંગલા માં ગયા. અને માણેકલાલ ની પૂછ-તાછ સારું કરી અને એમને રમણીકલાલ સાથે થયેલા ઝગડા ની વાત પૂછી.માણેકલાલ એ કીધું ભાઈ જમીન ની બાબત માં બોલ ચાલી થયેલી અને ભાઈઓ વચ્ચે ઝગડા તો થાય. ગમે એ એ મારા મોટા ભાઈ હતા હું એમને સુ કામ મારું? ઝાલા અને ગઢવી સાહેબ ના સવાલો થી માણેકલાલ થોડા અકળાયા.

એવા માં અવંતિકા બહાર આવી માણેકલાલે કીધું અવંતિકા બેટા આ ઝાલા અને ગઢવી સાહેબ છે. મોટા ભાઈના ખૂન ની તપાસ માં આવેલા છે. એમને લાગે છે મેં મોટા ભાઈ નું ખૂન કર્યું. અવંતિકા ખૂબ રડવા લાગી એવા માં અંદર ના રૂમ માંથી એક છોકરો બહાર આવ્યો. માણેકલાલે એની ઓળખાણ આપી આ રાહુલ છે અવંતિકા નો મંગેતર. ઝાલા અને ગઢવી સાહેબ ની ઓળખાણ આપી અને માણેકલાલ સિગરેટ સળગાવી.

અવંતિકા ને માણેકલાલ સાથે સારા સંમ્બન્ધ હતા.માણેકલાલ પણ એને ખૂબ વહાલ થી રાખતા હતા. માણેકલાલ ને આમ પણ કોઈ સંતાન નહતું એમાં મને અવંતિકાજ બધું હતી.અવંતિકા ને એ ખૂબ જ વહાલ થી રાખતા.

ઝાલા અને ગઢવી સાહેબે રાહુલ ને સવાલો પૂછવાના ચાલુ કર્યા તું શું કરે છે? તારા પિતાજી શું કરે છે?

રાહુલે જવાબ આપ્યો એના પિતાજી ને એક કેમિકલ કંપની છે અને એ મુંબઈ માં રહે છે. એ એના પિતાજીને કંપની માં મદદ કરે છે. સુ નામ છે કંપની નું? રાહુલે કીધું ડીલક્સ કેમિકલ, વાત કરતા કરતા રાહુલ ને પસીનો છૂટી ગયો. રાહુલ ને થોડું અસહજ લાગવા લાગ્યું.એટલે માણેકલાલે ઝાલા અને ગઢવી સાહેબ ને કીધું બસ હવે બૌજ સવાલ થઈ ગયા હવે કોઈજ સવાલ રાહુલ ને નઈ પૂછો. અને માણેકલાલે રાહુલ ને લીધું બેટા તું અને અવંતિકા અંદર જાવ.

માણેકલાલ એ સિગરેટ નો કસ ખેંચાતા ગઢવી સાહેબ ને કીધું સાહેબ જો તમે પોલીસ માં છો અને સરકારી માણસ છો એટલે આટલા સવાલો કરવા દીધા તમારા સિવાય બીજું કોઈ હોત તો દરવાજા બહાર ફેંકી દેતા. તમે હવે નીકળી જાવ ગઢવી સાહેબ અને ઝાલા ઉભા થઈ ને બહાર જતા હતા ત્યાં ઝાલા ની નજર ત્યાં પડેલા જૂતા પર ગઈ. એને જોયું મોહિની એ જે જૂતા નું કીધું હતું એવાજ એક જોડી જૂતા ત્યાં પડ્યા હતા. ઝાલા એ લોકો ની નજર ચૂકવી ને નંબર પણ જોઈ લીધો એ જ નંબર જે મોહિની એ કીધી હતો.

બહાર નીકળતા હતા ત્યાં સામે થી મને સરિતાદેવી આવતા દેખાય.સરિતા દેવી એક સોસીઅલ વર્કર હતા અને એક એન. જી.ઓ. ચાલવતા હતા.રમણીકલાલ સરિતા દેવી એ કરેલા પ્રસ્તાવ થીજ જમીન આપવાના હતા. રમણીકલાલ ના મૃત્યુ પછી હવે માણેકલાલ જ એ જમીન નો નિર્યણ લઈ શકે એટલે સરિતા દેવી એમની પાસે આવેલા જો માણેકલાલ માની જાય તો એ જમીન લઈને આગળ કામ વધે. ઝાલા એ કીધું નમસ્કાર સરિતા દેવી કેમ છો? સરિતા દેવી એ નમ્રતા થી જવાબ આપ્યો મજામાં. અને મન માણેકલાલ પાસે આવાનું કારણ બતાવ્યું.

સરિતા દેવી એ માણેકલાલ ને ખૂબ વિનંતી કરી અને જમીન આપવા કીધું માણેકલાલે કીધું કે એ એના ભાઈ જેવો દાનવીર નથી એ જમીન નઈ આપે. આવી બધી બહેંશ ચાલતી હતી એવામાં અવંતિકા બહાર આવી અને માણેકલાલ ને કીધું કે એ ને બધું સાંભળી લીધું છે. પપ્પા ની આ અધૂરી ઈચ્છા આપ પૂરી કરો.અવંતિકા કે માણેકલાલ ને વિનંતી કરી. માણેકલાલે કીધું સારું દીકરી તારા માટે આપીશુ બસ ખુશ. જાહવે રાહુલ ને શહેર બતાવી આવ.માણેકલાલે કમને જમીન આપવાનું વચન આપ્યું સરિતા દેવી એમનો આભાર માની અને ચાલવા લાગ્યા.

વિકી બહાર થી આ બધી ગતિ વિધિ પર નજર રાખી રહ્યો હતો કોણ ક્યાં જાય છે. વિકી એ રવિ ની માણેકલાલ ની બધી માહિતી એકઠી કરી લીધી હતી.મોહન પર પણ એ નજર રાખી રહ્યો હતો. એવા માં એને સરિતા દેવી ને બહાર આવતા જોયા. એને થયું સરિતાદેવી માણેકલાલ ના બંગલામાં કેમ આવ્યા હશે. બે ખૂન થઈ ગયા હતા શહેર ના લોકો માં ભય હતો અને ખૂની હજુ બહાર ફરી રહ્યો હતો કોઈ સાબૂત પણ મળતા નહતા.

સવાર માં વિકી એની ઓફિસ ની નીચે આવેલી ચાની લારી પર ગયો એને ચાની લારી વાળા નું પેપેર લીધું અને એક સિગરેટ લીધી. પપેર વાંચતા વાંચતા એની નજર સરિતા દેવી ના લાસ સાથે છપાયેલા સમાચાર પર ગઈ. એતો એકદમ સ્તબ્ધ થઈ ગયો. સરિતાદેવી નું કોઈએ ખૂન કરી નાખ્યું. ખૂની એ એક દમ બે રહેમી થી આખા શરીર માં અનેક ઘાવ મરેલા હતા. અને સમાચાર ની મુખ્ય લાઈન હતી કોઈ માનસિક રીતે બીમાર ખૂની નો કત્લેઆમ. આખા શહેર માં બસ એકજ વાત હતી કોણ છે આ હત્યારો?

દીપિકા, રમણીકલાલ અને સરિતા દેવી ત્રણ ત્રણ ખૂન થઈ ચુક્યા હતા. લોકો ગભરાહટ માં હતા ખૂન કરવાની રીત અને ખૂન કરવાનું સાધન એક જ હતું. એવું ડોક્ટર નું પોસ્ટ મોર્ટમ પરથી કહેવું હતું. સરિતા દેવી ની જ્યાં હત્યા થઈ હતી ત્યાં થી પોલીસ ને થોડા વધારે પુરાવા માંડ્યા હતા. જેમ એક સિગારેટ નું ઠુંઠુ માંડ્યું હતું. ઝાલા અને ગઢવી સાહેબ ની સાથે હવે થોડા સીનીઅર પણ તપાસ માં જોડાયા હતા. આખા રાજ્ય માં આ માનસિક રોગી હત્યારા નાજ સમાચાર હતા.

જે સિગારેટ નું ઠુંઠુ માંડ્યું હતું એજ બ્રાન્ડ ની સિગરેટ રવિ, માણેકલાલ અને વિકી ત્રયનેય પિતા હતા. રવિ અને માણેકલાલ ને તો એ પુખ્તા પુરાવા સિવાય પકડી શકાય એમ નહતું. વિકી ને પહેલા બાન માં લેવાનું વિચાર્યું. અને વળી એનીજ માશુકા મોહિની એ વિકી પર સક કરેલો સક કરવાનું કારણ પણ વ્યાજબી જણાતું હતું. એટલે ઝાલા અને ગઢવી સાહેબે વિકી ની ધડપકડ કરી. એને જેલ માં પૂરી દીધો વિકી ઘણું કગર્યો એને કીધું કે એને આ હત્યા નથી કરી. પણ મીડિયા અને લોકો ના દબાણ ને વસ થઈ કેસ સોલ્વ કરવા વિકી ને હિરાસત માં લેવામાં આવ્યો.

ઝાલા નું મન માનતું નહતું એને લગતું હતું કે વિકી આવું ના કરી શકે. અને એ માનસિક રોગી હોય એવું પણ જણાતું નહતું.

વિકી ની બરાબર પૂછતાછ અને રિમાંડ લેવામાં આવ્યો વિકી કરગરી રહ્યો હતો. મેં હત્યાઓ નથી કરી મને ફસાવામાં આવેલો છે. પોલીસ વાળા આ વાત માનવા તૈયાર નહતા.

પોલીસ સ્ટેશન માં ફોન ની રિંગ વાગી અને સામે થી કોઈ અજાણ્યા માણસે કીધું આજે સાંજે માણેકલાલ ની હત્યા થવાની છે બચાવી શકો તો બચાવી લ્યો. ફોન ક્યાંથી આવ્યો છે અને કોને કર્યો એ બધી માહિતી પોલીસ ભેગી કરતી હતી.તપાસ માં માહિતી મડી ફોન કોઈ પબ્લિક બુથ માંથી થયો છે. એટલે વધારે માહિતી મળવાનો કોઈ સવાલ નહતો. ઝાલા એ અને ગઢવી એ માણેકલાલ ને આવેલા ફોન વિશે માહિતી આપી. પરંતુ માણેકલાલ એ કીધું મારે પોલીસ ની મદદ ની જરૂર નથી હું પોતે પોતાની મદદ કરી શકું એમ છું. પોલીસે માણેકલાલ ના ઘર ની ચારે બાજુ નઝર ગોઠવી દીધી.

એવા માં અડધી રાત્રે માણેકલાલ ના ઘર માંથી જોર જોર થી બૂમો નો અવાજ સંભળાયો પોલીસ વાળા માણેકલાલ ને ઘર માં ગયા અને એમને જોયું રવિ ના હાથ માં ચાકુ હતું અને માણેકલાલ લોહી ના ખાબોચિયા માં પડેલા હતા. એકદમ બે રહેમી થી એમને રહેંસી નાખેલા હતા. પોલીસે રવિ ની ધડપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. રાહુલે અવંતિકા ને સાંત્વના આપી. અવંતિકા પર તો દુઃખ નો પહાડ તૂટી પડ્યો હતો. એના પિતા, પછી પિતા સમાન કાકા અને એની ખાસ મિત્ર દીપિકા હવે આ દુનિયામાં નહતા.અને અને વધારે એ વાત નું દુઃખ હતું કે રવિ એ પોતાના પાલક પિતાને પણ ના છોડ્યા. એને રવિ પર એટલો ગુસ્સો હતો એ પોતાના હાથે એને મારી નાખવા માંગતી હતી.

પોલીસ સ્ટેશન માં સવારે ઝાલા બેઠા હતા ત્યાં ગઢવી સાહેબ આવ્યા ઝાલા આજે થોડી શાંતિ થઈ ખૂની પકડી લીધો છેવટે. ઝાલા એ કીધું સાહેબ મને હજુ શંકા છે.રવિ કે વિકી બંને માંથી કોઈ હત્યા ના કરી શકે. અરે ઝાલા દીવા જેવી વાત છે મિલકત માટે રવિ એ બધા ખૂન કર્યા. હવે બૌ વિચારીશ નઈ અને રવિ જોડે ગુનો કબૂલ કરવી લઈએ. રવિ એકદમ સદમામાં માં હતો. એ ના પર પોતાના પિતા નું અને કાકા ની હત્યા નો આરોપ હતો. રવિ એક પણ શબ્દ બોલતો નહતો. એ રમણીકલાલ ને પોતાની જાન થી પણ વધારે પ્રેમ કરતો હતો.

વિકી એ કીધું ઝાલા સાહેબ મને તો હવે જવાદો તમારો કાતિલ હવે પકડાઈ ચુક્યો છે. ઝાલા એ ગઢવી સાહેબ ને કીધું સાહેબ હવે વિકી ને તો છોડી દઈએ. આપડી પાસે હવે સાચો કાતિલ છે તો. વિકી ને બહાર નીકળવા માં આવ્યો એને ઝાલા સાહેબ ને કીધું સાહેબ મેં ઘણી તપાસ કરી છે આ કેસ માં અને મનેજ ખૂની ઠોકી બેસાડ્યો. સાહેબ મને જે નવા ખૂન થયા એ ના ફોટા અને તમારી તપાસ માં બહાર આવેલી બધી માહિતી મને જણાવો. ઝાલા એ અને ગઢવી સાહેબે કીધું ભાઈ રવિ ને રંગે હાથ પકડ્યો છે હવે તું સુ આમ ચેક કરવાનો?

વિકી એ કીધું સાહેબ મને તો પણ ખાતરી કરવી છે. દીપિકા, સરિતાદેવી, રમણીકલાલ અને માણેકલાલ આ બધા ની લાસ ના ફોટા વિકી એ એક દમ બારીકાઇ થી ચેક કર્યા. ઘણા સમય પછી વિકી એ કીધું સાહેબ રવિ હત્યા ના કરી શકે. ઝાલા અને ગઢવી સાહેબે કીધું. ભાઈ હવે તું કઈ નવી વસ્તુ ના કાઢ આને અમે રંગે હાથ પકડેલો છે. વિકી એ બધા ફોટા બતવતા કીધું સાહેબ ખૂની કોઈ ડાબોડી છે. તમે દરેક લાસ ને ધ્યાન થી જોવો તમને ખાતરી થઈ જશે. અને રવિ તો જમનોણી છે. રવિ ને કીધા વગર એની તપાસ કરી ખરેખર એમ જ હતું. રવિ ડાબોડી નહતો. ઝાલા ગઢવી અને વિકી ત્રણેય હજુ દુવિધા માં હતા તો આ ખૂન કોને કર્યું.

વિકી એ રવિ સાથે વાત કરી અને એને ખાતરી આપી કે એ ખૂની ને જરૂર પકડાશે તું મદદ કર તું તારા પપ્પા ના ખૂની ને પકડવા નથી માંગતો. રવિ એ થોડા હોશ માં આવીને કીધું હું મારાથી બનતી બધી મદદ કરીશ. રવિ જયારે દીપિકા નું ખૂન થયું ત્યારે તું ક્યાં હતો. રવિ એ કીધું એ વિદેશ માંજ હતો. એટલે રવિ એ ઝાલા ને તપાસ કરવા કીધું અને પાસપોર્ટ પરથી ખાતરી પણ થઈ ગઈ કે એ ક્યારે ઇન્ડિયા માં આવેલો એટલે દીપિકા નું ખૂન તો એ નાજ કરી શકે.

રવિને તો પણ જેલ માંજ રેવાનું હતું કારણ એતો માણેકલાલ ના ખૂન કેસ માં પકડાયેલોને તો હવે સૌથી મોટો સવાલ એ હતો કે દીપિકા નું ખૂન કોને કર્યું. દીપિકા નું ખૂન જેને કર્યું એનેજ આ બધા ખૂન કરેલા આવું ડોક્ટરો અને તપાસ માં સાફ દેખાતું હતું. તો રવિ એ દીપિકા નું ખૂન નથી કર્યું તો ખૂની કોણ હોય શકે?

વિકી ઘણા સમય પછી એની ઓફિસ પર જતો હતો એને ઓફિસ માં જઈને આરામ થી પોતાની ખુડ઼સી માં બેસી ને વિચારતો હતો. એને બધા ખૂન ના ફોટો અને ખૂન સંબંધિત પુરાવાઓ ને બરાબર ધ્યાન થી જોતો હતો. ક્યાંય તો કઈ એના થી છૂટી રહ્યું છે. એ દરેક ખૂન ને એક બીજા સાથે સુ સંમ્બન્ધ હોય એ વિચારતો હતો. માણેકલાલ અને રમણીકલાલ નું તો સમજ માં આવે કે મિલકત કે પૈસા માટે કોઈ ખૂન કરે પરંતુ, સરિતા દેવી અને દીપિકા ને કેમ મારવા માં આવેલી એ હજુ એની સમજ બહાર હતું.

એવા માં એને એક ચિઠ્ઠી પોસ્ટ માં આવી આ ચિઠ્ઠી મોહિની ની હતી મોહિની એ એને લખ્યું હતું કે તું હવે મને મળવા નો પ્રયન્ત ના કરતો. હું હવે લગ્ન કરી લેવાની છું. એક ખૂની સાથે હું લગ્ન ના કરી શકું. અને મને તારો આ વ્યયસાય પણ પસંદ નથી. વિકી એમદમ તૂટી ગયો એની પરવા કરવા વાળું આ દુનિયામાં એકજ હતું મોહિની, હવે એ પણ એનો સાથ છોડી ને જાય છે.એને ખૂબ દુઃખ હતું પરંતુ થોડી વાર પછી એને આ સીરીઅલ મર્ડર કેસ સોલ્વ કરવો હતો એના વિચારો ચાલુ થઈ ગયા. અને એ મોહિની ને કેસ સોલ્વ થાય ત્યાં લગી યાદ નઈ કરવાનો નિર્ણય લીધો.

વિકી ને એક દમ વિચાર તા યાદ આવ્યું હવે જો મિલકત માટે જ ખૂન થયું હોય તો અવંતિકા સિવાય શેઠ પરિવાર માં કોઈ જીવતું નથી. એનો મતલબ કે અવંતિકા એ કાંતો ખૂન કરાવ્યા હોય કાંતો એને કર્યા હોય. એટલે વિકી એ જ્યાંથી શરૂઆત થઈ તી એ ટેપ ફરી જોયી દીપિકા ખૂન ની એ રાત ની ટેપ ઘણી બધી વાર જોવા થી એને ખ્યાલ આવ્યો કે હત્યારો કોઈ મહિલા નથી કારણ કે એની હાથ ની મજબૂતી અને દીપિકા ને એક દમ સરળ તા થી ઉપાડી હતી.એટલે એ નક્કી થઈ ગયું કે અવંતિકા નથી આ બધા ખૂન પાછળ. વિકી નું મગજ એક દમ વિચારો માં હતો આખો દિવસ વિચાર કર્યો. બધા પુરાવા પર નજર કરી.

ઝાલા સાહેબ અને ગઢવી સાહેબ બંને સાથે બેઠા હતા એવામાં વિકી આવ્યો અને અત્યાર સુધી ની આખી ઘટના બની અને એમની તાપસ ની વર્ણન કરવા કીધું. વિકી એ પોતાની તાપસ સામે રાખી. એના માટે અનુસાર ખૂની કોઈ પુરુષ છે અને એના હાથ માં એક નાનું ટેટુ છે. જે દીપિકા ના ખૂન ના વિડિઓ માં સાફ દેખાય છે. ટેટુ નાનું છે એટલે ઝૂમ કરી ને જોવાથી દેખાય છે. વિકી એ ટેટુ તા ફોટા બતાવ્યા. એવા માં ઝાલા ને મગજ માં લાઈટ થઈ.એને વિકી ને કીધું જે દિવસે એ લોકો માણેકલાલ ને મળવા માટે ગયા હતા. એ દિવસે ત્યાં રાહુલ પણ હતો.વિકી એ કીધું આ રાહુલ કોણ છે? એની આપડી પાસે કોઈ માહિતી છેકે નઈ ઝાલા એ કીધું નથી પણ આપડે મુંબઇ થી તપાસ કરાવી લઈએ.

તરત ઝાલા એ ફોન કર્યો અને રાહુલ ની તપાસ કરવાનું કીધું. મુંબઈ માં રહેલા એના એક મિત્ર ડિસોઝા ક્રાઇમ બ્રાન્ચ માં હતા. ઝાલા એ બનેલા બનાવ અને સેરીઅલ કિલિંગ ની માહિતી આપી. અને રાહુલ વિશે તપાસ કરાવવા માટે કીધું. ડિસોઝા એ કંપની નું નામ પૂછ્યું. ઝાલા એ કીધું ડીલક્સ કેમિકલ ડિસોઝા એ કીધું સાંજ સુધી માં બધી માહિતી માંડી જશે.

હાઇવે પર ઝાલા, ગઢવી સાહેબ અને વિકી ચા પીવા માટે ગયા. એમાં અચાનક વિકી ની નજર સામે એક કાર જતી જોઈ વિકી ને લાગ્યું આ કાર મોહિની ચલાવી રહી હતી. એને ઝાલા અને ગઢવી સાહેબ ને કીધું તમે પેલી જે કાર ગઈ એ જોઈ એ મોહિની હતી. ઝાલા એ પણ હાકરો આપ્યો અને માથું હલાવ્યું. વિકી ના મગજ માં એક સવાલ આવ્યો એટલા બધા પૈસા મોહિની પાસે ક્યાંથી આવ્યા હશે. એટલે એ સીધો મોહિની ની ઓફિસ પર ગયો અને તાપસ કરી તો ખબર પડી કે મોહિની એ નોકરી છોડી દીધી છે.

મોહિની ની આ ગતિ વિધિ શંકા પેદા કરે આવી હતી. વિકી ના મગજ માં એક જ સવાલ હતો આટલા બધા પૈસા મોહિની ક્યાંથી લાઈ.વિકી ના મગજ માં હાલ તોફાન ચાલી રહ્યું હતું.રાહુલ ની શંકા સ્પદ હરકત અને મોહિની ની શંકા પેદા કરે એવો બનાવ. ક્યાંય આ બધાને કોઈ સંબંધ તો નઈ હોય ને. મોહિની અને રાહુલ ને લેવા દેવા.એ મોહિની ને ઘણા સમય થી ઓળખે છે.એને ક્યારેય રાહુલ ની વાત કરી નહતી. વિકી એ કીધું ચાલો કઈ નઈ એક વાર મુંબઈ થી આ રાહુલ ના સમાચાર આવે તો કઈ ખબર પડે.પછી એ આરામ થી મોહિની ની તપાસ કરશે. મોહિની ને મડીનેજ વાત કરશે.