Rahashya book and story is written by DIPAK CHITNIS. DMC in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rahashya is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્ય. - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Fiction Stories
કારતક માસ દરમિયાન વર્ષના પ્રારંભે જ મકાન બદલી નાખ્યું. અને નવા મકાનમાં રહેવા આવી ગયા હતા. બે માળનું મકાન હતું. જેમાં ઉપરના માળે મકાન માલિક પોતે રહેતા હતા. નીચેના માળે બે રૂમ રસોડાનો મકાન હતું. જે મકાનના નીચેના બારી-બારણાંમાંથી આજુબાજુના નાના છાપરાવાળા મકાનો તેમ જ સામેનું ખુલ્લું ચોગાન નજરે પડતું હતું.
મકાનના ઉપરના માળે રહેતા મકાનમાલિક અજય શર્મા જેઓ રાજસ્થાનના વતની હતા, તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. અજય શર્મા સરકારી કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની શ્યામવર્ણી અંજલી બહુ જ ખુલ્લા દિલની હસમુખી હતી. ત્રણ બાળકો મકાન ની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા.
રહસ્ય.....(SECRET) પ્રકરણ-૧ કારતક માસ દરમિયાન વર્ષના પ્રારંભે જ મકાન બદલી નાખ્યું. અને નવા મકાનમાં રહેવા આવી ગયા હતા. બે માળનું મકાન હતું. જેમાં ઉપરના માળે મકાન માલિક પોતે રહેતા હતા. નીચેના માળે બે રૂમ રસોડાનો ...Read Moreહતું. જે મકાનના નીચેના બારી-બારણાંમાંથી આજુબાજુના નાના છાપરાવાળા મકાનો તેમ જ સામેનું ખુલ્લું ચોગાન નજરે પડતું હતું. મકાનના ઉપરના માળે રહેતા મકાનમાલિક અજય શર્મા જેઓ રાજસ્થાનના વતની હતા, તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. અજય શર્મા સરકારી કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની શ્યામવર્ણી અંજલી બહુ જ ખુલ્લા દિલની હસમુખી હતી. ત્રણ બાળકો મકાન ની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. જ્યારે હું મકાન ભાડે રાખવા માટે મકાનની તપાસ કરવા આવેલ ત્યારે મકાન બતાવનાર દલાલની સાથે પ્રથમ વખત આવેલ તે સમયે મારી
રહસ્ય.....(SECRET) પ્રકરણ-૨ આ નવા મકાનમાં રહેવા આવ્યા બાદ થોડા દિવસો વીતવા લાગ્યા હતા. આ દરમિયાન મારા અંતરમાં અંજલી તરફ કંઈક વધુ આકર્ષણ થઈ રહ્યું હતું. અંજલી વયસ્ક હતી, ત્રણ બાળકોની માતા હતી, આમ છતાં ...Read Moreતરફ આકર્ષણ હતુ તે સ્વભાવિક હતું. આમ છતાં તે સ્વીકાર કરવા હું અંદરથી તૈયાર ન હતો. ત્રણ બાળકોની માતા બન્યા બાદ પણ તેનામાં સુરભી કરતાં વિશેષ આકર્ષણ હતું. તેની શ્યામવર્ણી સુરેખ કાયા, મંદ-મંદ તેનું હાસ્ય, આ બધુ નિરખતો તેની તરફ લક્ષ્ય આપતો હતો. પરંતુ અંદરથી મને હુંગુનેગાર છું તેવું થતું હતું. કોઈક સમયે તો એવો વિચાર મનમાં આવતાં ચમકી પણ જતો, કે કોઈ દિવસ સુરભી ઘરમાં નહી હોય ને એકદમ અંજલી મારા મકાનમાં આવી જશે, બારી દરવાજો બંધ કરી દેશે, સંધ્યાકાળનો સમય હશે- આવા
રહસ્ય.....(SECRET) પ્રકરણ-૩ આમ જ આ મકાનમાં રહેવા આવે એક-બે નહિ પણ છ માસ જેવો સમય પૂરો થવા આવ્યો અને અંજલિએ મારા મનમાં સખત એના વિચારોથી મને જકડી દીધો હતો. રાત-દિવસ તેના વિચારો આવ્યા કરતા હતા. ...Read Moreમારા ઘરમાં આવવા જવાના સમયે તેનું ગેલેરીમાં ઉભા રહેવું અને મને જોતા રહેવું એમ તેનો ચહેરો વાંચતા મને પણ સતત એમ થયા કરતું હતું કે અંજલી મારી સાથે વાત કરવાની તક શોધ્યા કરતી હોય તે હું સમજી શકતો હતો. રજાના દિવસ દરમિયાન હું ઘરે હોઉ ત્યારે તે તેના ઘરમાંથી નીચે ઉતરે ત્યારે કોઈને કોઈ બહાને હું તેની આંખોમાં મને એકાંતમાં મળવાની તેની ઈચ્છાને તેની આકાંક્ષાને જોતો હતો. સુરભી ઘરમાં આખો દિવસ રહેતી હતી. અને અંજલિ ને પણ ઘરમાં તમામ કામનો અને તેના બાળકોને કારણે સમય મળતો