Prem ke Pratishodh by Vijay Shihora | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels પ્રેમ કે પ્રતિશોધ - Novels Novels પ્રેમ કે પ્રતિશોધ - Novels by Vijay Shihora in Gujarati Novel Episodes (3.3k) 54.6k 74.9k 119 આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવામાં ઘણો બધો સમય લાગ્યો. માતૃભારતી પર પ્રકાશિત થતી ધારાવાહિક અને નવલકથાઓ માંથી ...Read Moreમેળવી આજે તમારી સમક્ષ મારી પ્રથમ ધારાવાહિક પ્રેમ કે પ્રતિશોધ નો પ્રથમ ભાગ મુકવા જઈ રહ્યો છું.આ ધારાવાહિક સામાન્ય જિંદગી જીવતા એક કોલેજમીત્રોના સમૂહની જિંદગીમાં આવતી અસાધારણ સમસ્યાઓ અને તુફનોનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે.*********પ્રેમ કે પ્રતિશોધ-1અ Read Full Story Download on Mobile Full Novel પ્રેમ કે પ્રતિશોધ (107) 2.6k 4.8k આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવામાં ઘણો બધો સમય લાગ્યો. માતૃભારતી પર પ્રકાશિત થતી ધારાવાહિક અને નવલકથાઓ માંથી ...Read Moreમેળવી આજે તમારી સમક્ષ મારી પ્રથમ ધારાવાહિક પ્રેમ કે પ્રતિશોધ નો પ્રથમ ભાગ મુકવા જઈ રહ્યો છું.આ ધારાવાહિક સામાન્ય જિંદગી જીવતા એક કોલેજમીત્રોના સમૂહની જિંદગીમાં આવતી અસાધારણ સમસ્યાઓ અને તુફનોનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે.*********પ્રેમ કે પ્રતિશોધ-1અ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 2 (88) 1.7k 2.1k પ્રેમ કે પ્રતિશોધ-2(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન લોકઅપમાં એક યુવાનની પૂછપરછ કરી રહ્યો હતો અને શિવાની નામની છોકરીના ખુન વિશેની માહિતી મેળવી રહ્યો હતો)હવે આગળ...........અર્જુનની વાત સાંભળી તે યુવાન ગળગળો થઈ ગયો અને રડમસ અવાજે બોલ્યો,“સર, મારું વિશ્વાસ ...Read Moreમેં શિવાનીને નથી મારી. એ તો મારી મિત્ર હતી અને સેન્ડલ લાવવાનું મને તેણે જ કહ્યું હતું. તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો અમારા મિત્રોને પૂછી લેજો.”અર્જુનને તે યુવાનની આંખોમાં સચ્ચાઈ દેખાતી હતી પરંતુ બધા સબુતો તો આ યુવાન જ ખૂની છે તેવો ઈશારો કરી રહ્યા હતા.અર્જુને દીનેશને જેલના ખુણામાં રહેલા માટલાંમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવવા કહ્યું પછી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 3 (80) 1.5k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-3(આગળ તમે જોયું કે વર્લ્ડ ફેશન ઓર્ગે.માં શિવાનીનું મૃત્યુ થાય છે. અર્જુન અને તેની ટીમ ત્યાં જઈ કાર્યવાહી હાથ ધરે છે. શિવાનીના મૃત્યુના કેસમાં આગળ વધવા માટે અર્જુન પી.એમ. રિપોર્ટની રાહ જોઈ રહ્યો હોય છે. સંજય પી.એમ.રિપોર્ટ ...Read Moreઅર્જુન પાસે આવે છે.)હવે આગળ......પી.એમ.રિપોર્ટ જોઈ અર્જુનના ચહેરા ના ભાવ બદલાય જાય છે. અર્જુનના બદલાયેલા ભાવ જોઈ ત્યાં ઉભેલ સંજય પૂછે છે,“સર, શું છે રિપોર્ટમાં?"“એજ કે આ હત્યા છે, હત્યા માટે ખૂનીએ પણ અલગ જ રીત અપનાવી છે. એને એમ હશે કે એમ કરીને એ બચી જશે તો એજ એની ભૂલ છે."-અર્જુન મનોમંથન કરતા બોલ્યો.“સર, પણ મૃત્યુ કેવી રીતે થયું Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 4 (76) 1.4k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-4મારી આ નવલકથાના આગળના ત્રણેય ભાગમાં તમે જે સહકાર આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ આગળ પણ તમારો સહકાર મળશે તેવી અપેક્ષા રાખું છું.ધન્યવાદ......(આગળ તમે જોયું કે શિવાનીના ખુનના કેસમાં અર્જુન વિનયને ગિરફ્તાર કરે છે. વધારે ...Read Moreકરવા માટે તે દિનેશ અને રમેશને સીસીટીવી ફૂટેજ ચેક કરવા વિનય જે શોપમાંથી સેન્ડલ લાવ્યો હતો ત્યાં મોકલે છે. ત્યાંથી તેમને આશ્ચર્યજનક માહિતી મળે છે. જેના વિશે અર્જુનને જણાવવા રમેશ અને દિનેશ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે.)હવે આગળ...........રમેશના ચહેરા પરથી એને કંઈક નવીન જાણવા મળ્યું છે એમ અર્જુને કળી લીધું.અર્જુને પૂછ્યું,“હવે કંઈક જણાવીશ?"“સર, જણાવ્યા કરતા તમે જોઈ જ લો ને."આટલું કહી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 5 (79) 1.4k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-5(વર્લ્ડ ફેશન ઓર્ગે.માં થયેલ એક કોલેજીયન શિવાનીની હત્યાનો કેસને ઇન્સ. અર્જુન પુરી લગનથી સોલ્વ કરવાના પ્રયાસો કરે છે. વિનય ઘરે જઈ એક યુવતી જોડે ફોન પર થોડો સંવાદ કરે છે. અર્જુને વૃદ્ધ મહિલાને શોધવા માટે દિનેશ અને ...Read Moreતે શોપની આજુબાજુના વિસ્તારમાં મોકલ્યા હોય છે.)હવે આગળ.................ખુરશીમાં બેઠા બેઠા વિનયની આંખ લાગી ગઈ.......લગભગ કલાક પછી વિનયના મોબાઇલની સ્ક્રીન પ્રકાશિત થઈ....અને ફોન રણકી ઉઠ્યું...મોબાઈલના અવાજથી વિનયની ઊંઘમાં ભંગ પડ્યો તેના મુખ પરથી તો એવું લાગતું હતું કે વિનય ફોન કરનાર પર બરાડી ઉઠશે..... મોબાઈલમાં જોયા વગર ફોન રિસીવ કરત તો કદાચ એમ જ થાત. પણ મોબાઈલની સ્ક્રીન પર નામ વાંચીને Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 6 (73) 1.3k 1.5k પ્રેમ કે પ્રતિશોધ-6(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન પહેલી વૃદ્ધ મહિલાની શોધખોળ કરવા માટે દિનેશ અને રમેશને મોકલે છે. વિનય અને રાધી એક કેફે શોપમાં મળે છે. ત્યાંથી નીકળતા વિનયને કોઈ જાણીતી વ્યક્તિને ત્યાં જોઈ હોય એમ લાગે છે. ...Read Moreતે વ્યક્તિને શોધવા માટે કેફની બહાર મેઈન રોડ પર આવી આમતેમ નજર ફેરવે છે.)હવે આગળ..........વિનય રસ્તા પર બંને બાજુ અવર જવર કરતા વ્યક્તિઓને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે. અચાનક તેની નજર કેફેની સામેની બાજુના રસ્તા પર કેફેથી લગભગ થોડાક અંતરે ઉભેલી એક ટેક્ષી પર પડે છે. તે ટેક્ષી ચાલક સાથે એક મહિલા વાતચીત કરી રહી હોય છે. તેનો પહેરવેશ હૂબહૂ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 7 (70) 1.2k 1.2k પ્રેમ કે પ્રતિશોધ-7(આગળ તમે જોયું કે વિનય કેફે શોપની બહાર એક મહિલાને જોઈ છે પણ એના વિશે કોઈને જાણ ન કરવાનું નિર્ણય કરે છે. બીજા દિવસે કોલેજે જઈ તેના મિત્રોને અર્જુને બતાવેલ વિડિઓ વિશે વાત કરે છે.રમેશ અને દિનેશ ...Read Moreમહિલા વિશે તપાસ કરતાં કરતાં એક પાનવાળા પાસે પહોંચે છે.)હવે આગળ....પાનવાળાની વાત સાંભળીને બંને ને આશ્ચર્ય થાય છે.દિનેશ પૂછે છે,“રહેતા હતા એટલે?"પાનવાળાએ જવાબ આપ્યો,“સાહેબ, રહેતા હતા એટલે કાલે સાંજે જ તેમનું અવસાન થયું. તેમના પરિવારમાં કોઈ ના હોવાથી આજુબાજુના લોકોએ જ તેમનું અંતિમ સંસ્કાર કર્યું."તેની વાત સાંભળી રમેશ અને દિનેશ વિસ્મયતાથી એકબીજા સામે જુવે છે.રમેશે પૂછ્યું,“આમ અચાનક અવસાન વાત કઈ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 8 (68) 1.3k 1.4k પ્રેમ કે પ્રતિશોધ-8(આગળ તમે જોયું કે શિવાનીના મર્ડર કેસની તપાસ કરતાં દિનેશ અને રમેશ વૃદ્ધ મહિલાના ઘર સુધી પહોંચે છે ત્યારે તેમને ત્યાંથી થોડી રોકડ રકમ અને એક ચિઠ્ઠી મળે છે.)હવે આગળ.........રમેશ અને દિનેશ ત્યાંથી મળેલ સામગ્રી લઈને સીધા ...Read Moreસ્ટેશને પહોંચે છે. અર્જુનની અત્યારે તેમની જ રાહ જોઈ રહ્યો હોય છે.“સર, આ ખૂની તો આપણાથી એક ડગલું આગળ ચાલે છે."રમેશે કેબિનમાં પ્રવેશતા જ કહ્યું.“કેમ?,એવું તે તમને શું મળ્યું ત્યાંથી?"અર્જુને પૂછ્યું.દીનેશે કવર આપતાં કહ્યું“તમે જ જોઈ લો સર."અર્જુને કવરમાં જોયું તો તેમાં એક ચિઠ્ઠી અને પાંચસો રૂપિયાની થોડી નોટો હતી.રૂપિયા ટેબલ પર મૂકી અર્જુને ચિઠ્ઠી વાંચવા માટે ખોલી ચિઠ્ઠી વાંચતા Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 9 (63) 1.2k 1.3k પ્રેમ કે પ્રતિશોધ-9(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન બંને કોન્સ્ટેબલને શિવાનીના મર્ડર કેસની તપાસ આગળ ધપાવવા માટે કાર્ય સોંપે છે. શિવાનીનો ખૂની ભવિષ્યમાં અન્ય એક ખુન કરશે તેમ સ્વયં સાથે નિશ્ચય કરે છે.)હવે આગળ......શિવાનીના મૃત્યુને લગભગ અઠવાડિયા જેટલો સમય ...Read Moreગયો હશે. અર્જૂન અને તેની ટીમ પૂરી લગનથી શિવાનીના કાતિલ સુધી પહોંચવાનો પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ તેમને ધારી સફળતા મળી ન હતી. રમેશ શિવાની વિશે લગભગ બધી જાણકારી એકઠી કરી લાવ્યો હતો પણ તેમાં કંઈ અજુગતું કે આશ્ચર્યજનક જાણવા મળ્યું નહીં. દિનેશ એ પણ ઘડિયાળના ગ્રાહકોની લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. અને તે આ લિસ્ટ માંથી શિવાનીના નજીકના કોઈ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 10 (67) 1.2k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-10(આગળના ભાગમાં તમે જોયું કે સુનિલ,વિકાસ અને નિખિલ વિકેન્ડમાં બહાર જવાનું પ્લાન બનાવે છે. રાધી સિવાય બધા જવા માટે તૈયાર થઈ જાય છે. વિનય રાધીને મનાવી લેશે એવું બધાને આશ્વાસન આપે છે.)હવે આગળ........રાધી કોલેજેથી ઘરે પહોંચી ત્યાં ...Read Moreમોબાઈલમાં મેસેજની નોટિફિકેશન ટ્યુન વાગી રાધીએ સ્ક્રીન પર જોયું તો વિનયનો મેસેજ હતો કે ટાઈમ મળે ત્યારે મેસેજ કરજે.રાધી કદાચ જાણતી હતી કે વિનય શા માટે મેસેજ કરવાનું કહી રહ્યો છે. એટલે તેણે ફોન પર્સમાં મૂકી સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ.રૂમમાં જઈ રાધીએ લગભગ અડધા કલાક સુધી પોતાના બેડ પર પડ્યા પડ્યા આંસુ સાર્યા હશે.થોડીવાર પછી રાધીએ સ્વસ્થ થઈ પોતાનો Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 11 (57) 1.3k 1.4k પ્રેમ કે પ્રતિશોધ-11( આગળના ભાગમાં તમે જોયું કે વિનય રાધીને વિકેન્ડના તેમના બહાર જવાના પ્લાન માટે મનાવી લે છે. તેમજ અર્જુન હવે શિવાની હત્યાનું કેસ એક અલગ કોણ થી તપાસવાનું શરૂ કરે છે)હવે આગળ......બીજા દિવસે સવારે કોલેજની બ્રેક પડતાં ...Read Moreપિકનિક ની પ્લાનિંગ કરવા માટે એકઠા થયાં.“તો કોઈએ વિચાર્યું ક્યાં જવું છે?"દિવ્યાએ પૂછ્યું.“આપણે અમદાવાદની બહાર તો ના જઈ શકીએ!"સુનિલે કહ્યું.નિખિલે તેની સામે જોઇને કહ્યું,“હા, એતો ખબર છે. અમદાવાદમાં પણ ક્યાં ઓછા સ્થળો છે?"“રિવરફ્રન્ટ!"અજયે અચાનક કહ્યું.“બીજું કંઈ વિચારને ભાઈ"નિખિલે કહ્યું.“મારી પાંસે એક આઈડિયા છે!"સુનીલે ઉત્સુકતાથી કહ્યું.“હા, એમ તો મારી પાંસે આઈડિયા પણ છે અને એરટેલ પણ છે. પણ એનાથી શું થશે?"સુનીલને Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 12 (65) 1.2k 1.2k પ્રેમ કે પ્રતિશોધ-12(આગળના ભાગમાં જોયું કે વિનય અને તેના મિત્રો વિકેન્ડમાં કાંકરિયા જવાનું પ્લાન બનાવે છે. જ્યારે બીજી બાજુ અર્જુનને શિવાનીના ખૂની સુધી પહોંચવામાં હજી સફળતા મળી નથી.)હવે આગળ.......“અરે એને કોઈ કામ આવી ગયું હશે એટલે તું નાહકની ચિંતા ...Read Moreછે?"નિખિલે દિવ્યાને ચિંતાતુર અવસ્થામાં જોઈને કહ્યું.“ના, અજયને કોઈ કામ હોય તો એ પહેલા જ જણાવી દે, આમ કોલેજે ક્યારેય લેટ નથી આવ્યો?"દિવ્યાએ મોબાઈલમાં અજયનો નંબર ડાઈલ કરતાં કહ્યું.નિખિલ અને દિવ્યા કોલેજના ગેટ પાસે ઉભા હતા.“સુનિલ અને વિકાસ ગયા છે એના ઘરે તપાસ કરવા હમણાં આવી જશે!"નિખિલે કહ્યું.“પણ હજી નથી આવ્યા. અને અજય કયારેય આવું કરતો નથી."દિવ્યાએ ચિંતિત સ્વરે કહ્યું.દિવ્યાને વ્યાકુળ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 13 (65) 1.2k 1.1k પ્રેમ કે પ્રતિશોધ-13(આગળ જોયું કે અજય સોમવારે કોલેજે ન આવતાં સુનીલ અને વિકાસ તેના ઘરે તપાસ કરવાં માટે જાય છે. સુનીલ ત્યાંથી નિખિલને મેસેજ કરીને બધા મિત્રો સાથે અજયના ઘરે જવાનું કહે છે. તેમજ બે દિવસ પહેલાં એટલે કે ...Read Moreવિનય અને રાધીની વચ્ચે થયેલ વાતચીત જોઈ.)હવે આગળ........વાચકમિત્રોને જણાવી દઉં કે આ પાર્ટની શરૂઆત આપણે લાસ્ટ(12મું) પાર્ટ જ્યાંથી છોડ્યું ત્યાંથી જ કરવાની છે...*રવિવારની સવાર*દિવ્યાના મોબાઈલમાં એલાર્મ ટ્યુન વાગી રહી હતી. દિવ્યાએ બેડ પર સૂતાં સૂતાં હાથ લંબાવી મોબાઈલ હાથમાં લઈ, એલાર્મ ઓફ કરીને મોબાઈલ બાજુમાં જ મૂક્યું, આજે રવિવાર હોવાથી વહેલું ઉઠવાનો તો પ્રશ્ન જ નહોતો પણ આજે ફ્રેન્ડ્સ સાથે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 14 (59) 1.2k 1.2k પ્રેમ કે પ્રતિશોધ-14(આગળ જોયું કે અજય સોમવારે કોલેજે ન આવતાં સુનીલ અને વિકાસ તેના ઘરે તપાસ કરવાં માટે જાય છે. સુનીલ ત્યાંથી નિખિલને મેસેજ કરીને બધા મિત્રો સાથે અજયના ઘરે જવાનું કહે છે. તેમજ રવિવારે સવારે નિખિલ,અજય અને દિવ્યા ...Read Moreપર જવા નીકળે છે.)હવે આગળ........*કાંકરિયા-અમદાવાદ*કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતુંકાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 15 (67) 1.2k 1.2k પ્રેમ કે પ્રતિશોધ-15(આગળ જોયું કે વિનય અને બધા મિત્રો રવિવારના દિવસે કાંકરિયા ગયા હોય છે. જ્યાં અજય દિવ્યાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો હોય છે.)હવે આગળ.......વિનય, અજય અને નિખિલ ત્રણેય જ્યાં રાધીને બીજા મિત્રો હતા ત્યાં પહોંચે છે.“સુનીલભાઈ, હવે આગળનું ...Read Moreપ્લાન ખરું?"નિખિલે સુનિલ પાસે પહોંચતા જ કહ્યું.સુનિલે એકાદ મિનિટ વિચારીને કહ્યું“ના, કંઈ નહીં ચાલો તળાવ ફરતે એક રાઉન્ડ થઈ જાય?"વિકાસ-“એ ભાઈ, તને ખબર છે લગભગ અઢી કિલોમીટર છે હો!"સુનિલે જવાબ આપતાં કહ્યું,“હા ખબર છે. પણ થોડીક વોક જેવું થઈ જાય ને."રાધીએ વચ્ચે કહ્યું,“તમારે જવું હોય તો જાવ, હું અને દિવ્યા અહીં જ થોડેક સુધી જઈશું"“તો તો વિનયને પૂછવાનો પ્રશ્ન જ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 16 (59) 1.1k 1.1k પ્રેમ કે પ્રતિશોધ-16પ્રેમ કે પ્રતિશોધ-16(આગળ જોયું કે અજય દિવ્યાને પ્રપોઝ કરે છે. અર્જુન શિવાનીના મર્ડર કેસને ઉકેલવાના પ્રયત્નો કરી રહ્યો હોય છે.)હવે આગળ........સુનિલ અને વિકાસ બાઈક લઈને ઘર તરફ પ્રયાણ કર્યું. વિનયના કહેવાથી નિખિલ વિનય અને રાધી સાથે નીકળે ...Read Moreહવે બાકી રહ્યા અજય અને દિવ્યા.બંને એ ત્યાંથી એક ટેક્ષીમાં બેસીને દિવ્યાની હોસ્ટેલ બાજુ પ્રયાણ કર્યું.દિવ્યા અને અજય બંને માંથી એક કંઈ પણ બોલ્યા વગર બસ જાણે આંખોથી વાતચીત થતી હોય તેમ છેક હોસ્ટેલ પહોંચ્યા ત્યાં સુધી મૌન રહ્યા.ટેક્ષીમાંથી નીચે ઉતરી અંતે દિવ્યાએ મૌન ભંગ કરી કહ્યું,“થોડો સમય હોય તો અહીં બાજુમાં જ એક પાર્ક છે. ત્યાં જઈનેબેસીએ થોડી વાર."અજયે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 17 (67) 1.2k 1.3k પ્રેમ કે પ્રતિશોધ-17(આગળના ભાગોમાં જોયું કે એક તરફ અર્જુન શિવાનીના મર્ડર કેસને સોલ્વ કરવાના પ્રયાસો કરી રહ્યો હોય છે તેમજ ખૂની પોતાના આગલા શિકારની તૈયારી અને બીજી બાજુ દિવ્યા અજયને જવાબ આપવા માટે કોલેજે જવાની તૈયારી કરવા લાગે છે....)હવે ...Read Moreમેસેજ કરીને દિવ્યા કોલેજ જવા માટેની તૈયારી કરવા લાગી..આજે દિવ્યા સામાન્ય કરતા કંઈક વિશેષ તૈયાર થઈ, હવે તો અજયના નામ માત્રથી તે રોમાંચિત થઈ ઉઠતી હતી. પરંતુ સાથે સાથે તે મૂંઝવણ પણ અનુભવતી હતી કે હું અજયને કેવી રીતે જવાબ આપીશ...અચાનક તેને કંઈક યાદ આવતા રાધીને કોલ કર્યો.....“રાધી, તું કોલેજે ક્યારે આવીશ?"રાધીએ કોલ રિસીવ કર્યો કે તરત દિવ્યાએ કહ્યું.“હજી તો Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 18 (62) 1.2k 1.3k પ્રેમ કે પ્રતિશોધ-18(આગળના ભાગમાં જોયું કે દિવ્યા અને બાકીના મિત્રો અજયના ઘરે પહોંચે છે. અજયના રૂમની અંદરનું દ્રશ્ય જોઈને દિવ્યા ત્યાં જ ઢળી પડે છે.)હવે આગળ.......રૂમમાં રમેશ,દિનેશ અને અન્ય બે કોન્સ્ટેબલ હાજર હતા. અર્જુન હજી ઘટના સ્થળે પહોંચ્યો નહોતો.રૂમની ...Read Moreપર જાણે કોઈએ પાણી ઢળ્યું હોય તેમ લોહી વહેલું હતું. અને એ પણ ફર્સ પર જામી ગયું હતું. બેડ પર અજય હતો પણ મૃત અવસ્થામાં... જમણો હાથ બેડ પરથી નીચે તરફ લટકી રહ્યો હતો. જમણા હાથની નબ્સ પર કટ મારેલું હતું. અને ડાબા હાથ પાસે લોહીવાળી બ્લેડ પડી હતી. અજયના કાકા-કાકી બેડ પાસે તેમજ તેના મિત્રો તેમની બાજુમાં બેસીને આક્રન્દ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 19 (61) 1.2k 1.5k પ્રેમ કે પ્રતિશોધ-19(આગળ ના ભાગોમાં જોયું કે અજયના ઘરે એની લાસ મળે છે. કાતિલ દ્વારા ચાલાકીથી હત્યાને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અર્જુનના મત પ્રમાણે શિવાની અને અજયના મર્ડરમાં જરૂર કઈ સબંધ હોવો જોઈએ.)હવે આગળ....રાધી જાણે કંઈક બોલવા ...Read Moreહતી પણ વિનય અને બીજા મિત્રો સામે એક દ્રષ્ટિ કરીને નીચે જોઈને દિવ્યા પાસે બેસી રહી. પરંતુ તેની વ્યાકુળતા અર્જુનની અનુભવી દ્રષ્ટિથી છુપી શકી નહીં. ત્યાં તો રમેશે બહાર આવી અજયનો મોબાઈલ અર્જુન ને આપ્યો.“તમારા માંથી કોઈને અજયના મોબાઈલનો પાસવર્ડ ખબર છે?"અર્જુને અજયનો મોબાઈલ હાથમાં લઈને પૂછ્યું.વિનયે અર્જુન પાસે જઈ મોબાઈલ હાથમાં લઈને પાસવર્ડ નાખ્યો અને મોબાઈલનો લોક ખોલીને અર્જુનને Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 20 (73) 1.1k 1.4k પ્રેમ કે પ્રતિશોધ-20(આગળના ભાગમાં જોયું કે અર્જુન હજી શિવાની મર્ડર કેસમાં આગળ વધે તે પહેલાં એ જ ગ્રુપમાંથી અજયની હત્યા કરવામાં આવે છે. બંને હત્યા એક વ્યક્તિએ કરી હશે એમ અર્જુન અનુમાન લગાવે છે. સાંજે રમેશ પી.એમ. રીપોર્ટ લઈને ...Read Moreકેબિનમાં આવે છે.)હવે આગળ......“જેમ શિવાનીનું થયું હતું તેમ જ!"અર્જુને કહ્યું.“મતલબ પોઇઝન..."રમેશ આટલું બોલી અટકી ગયો.“હા રમેશ, એજ પોઇઝન જે શિવાનીના બ્લડમાં મળ્યો હતો. તે અજયના હાથમાં ઇન્જેકટ કરવાંમાં આવ્યો જેથી તેનું મૃત્યુ થયું. અને અજયને બેહોશ કરવા માટે ક્લોરોફોમ પણ યુઝ કરવામાં આવ્યું છે.. પછી આત્મહત્યાનું સ્વરૂપ આપવા બ્લેડથી હાથમાં કટ મારવામાં આવ્યું"“સર, ખૂની બહુ ચાલાક છે. આપણાં માટે એક Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 21 (72) 1.2k 1.5k પ્રેમ કે પ્રતિશોધ-21(આગળના ભાગમાં જોયું કે વિનય કેફેમાં બનેલ બનાવની અર્જુનને જાણ કરવા પોલીસ સ્ટેશને જાય છે. જ્યાં અનાયાસે જ અર્જુનને રાધી કોઈ વાત કે ઘટનાથી ભયભીત છે એવું જાણવા મળે છે. રમેશ અને દીનેશ એટીએમની બહાર રહેલ કેમેરાની ...Read Moreઅર્જુન પાસે લઈ આવે છે. કેમેરામાં કેદ થયેલ દ્રશ્ય જોઈને ત્રણેય અવાચક રહી જાય છે.)હવે આગળ......“સર, આ તો....." આટલું બોલીને રમેશ અટકી ગયો.“હમ્મ રમેશ, આ એજ બુરખા વાળી મહિલા છે જેણે વિનયના બેગમાંથી શિવાનીનું સેન્ડલ ચેન્જ કર્યું હતું, અને અહીં થી અજયને કોલ પણ તેણે જ કર્યો હતો."“પગથી કરીને માથા સુધી આખું શરીર ઢંકાયેલું છે અને આંખો પર બ્લેક ચશ્માં, Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 22 (67) 1.1k 1.4k પ્રેમ કે પ્રતિશોધ-22(કોલ રેકોર્ડીંગ સાંભળીને અજયનું મૃત્યુ કેવી રીતે થયું તેનો અંદાજ તો અર્જુનને આવી ગયો હતો. પણ કોણે અને શા માટે તેની હત્યા કરી એનો જવાબ હજી સુધી અર્જુન મેળવી શક્યો નહોતો.)હવે આગળ......“હું અંદર આવી શકું સર," હાથમાં ...Read Moreકપ લઈને રમેશ કેબિનના દરવાજે ઉભો હતો.“હમ્મ" અર્જુને હકારમાં જવાબ આપતાં કહ્યું. અને ઈશારો કરી રમેશને સામે પડેલી ખુરશી પર બેસવા કહ્યું.ચાનો કપ અર્જુન તરફ લંબાવતા રમેશે કહ્યું,“સર, અજયે દિવ્યાને પ્રપોઝ કરી હતી એટલે તો કદાચ..... કોઈએ...?"“હોઈ શકે, તો શિવાનીનું મર્ડર પણ એક પ્રશ્ન જ છે."અર્જુને રમેશના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નનું નિરાકરણ કરતાં કહ્યું.“અજય તેના ભક્ષકને જ રક્ષક સમજવાની ભૂલ કરી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 23 (68) 1k 1.2k પ્રેમ કે પ્રતિશોધ-23(અર્જુન વિનય અને રાધીને મળવા કેફેમાં પહોંચે છે. કોલેજમાં વિનયના ગ્રુપમાં એક પ્રેમ નામનો છોકરો હતો. જે રાધીને પસંદ કરતો અને બધાની વચ્ચે તેણે રાધીને પ્રપોઝ કરી એવું વિનય દ્વારા અર્જુનને જાણવાં મળ્યું)હવે આગળ.....વિનયે પોતાની અધૂરી વાત ...Read Moreવધારતા કહ્યું,“ સર, બધાની વચ્ચે તેણે રાધીનો હાથ પકડી એક ઘૂંટણ પર બેસી પ્રપોઝ કરી, પહેલી વખત મેં રાધીનો ગુસ્સો જોયો, તેણે જોયું તો આજુબાજુ બધા તેમને જ જોઈ રહ્યા હતા. રાધીએ બધાની સામે તેને એક સણસણતો તમાચો ચોળી દીધો..લગભગ ત્યાં ઉભેલા તમામ વિદ્યાર્થીઓ પ્રેમની હાંસી ઉડાવી રહ્યા. રાધીએ તેને કહ્યું હતું કે તારી હિંમત કેમ થઈ મારો હાથ પકડવાની, Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 24 (73) 1k 1.3k પ્રેમ કે પ્રતિશોધ-24પ્રેમ કે પ્રતિશોધ-24(આગળના ભાગોમાં જોયું કે અજયની પણ શિવાનીની જેમ હત્યા કરવામાં આવી હતી. તેને પણ મારી અને આત્મહત્યા કરી હોય તેવો સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી હતી. અને અર્જુનને વિનય અને રાધી દ્વારા પ્રેમ વિશે જાણવાં ...Read Moreછે.)હવે આગળ.......અર્જુન સામે અત્યારે ઘણા બધા પ્રશ્નો હતા. શિવાની અને અજયની હત્યામાં કદાચ પ્રેમ સામેલ હોઈ શકે એમ વિચારી અર્જુને તપાસ આગળ વધારવાનું વિચાર્યું.પોલીસ સ્ટેશને પહોંચી તેણે રમેશને કેબિનમાં બોલાવીને વિનય સાથે થયેલ વાતચીત વિગતે જણાવી.“પણ સર, આ ખાલી રાધીનો વહેમ પણ હોઈ શકે ને?"રમેશે કહ્યું.અર્જુને કહ્યું,“હા પણ આપણે એક વખત ચકાસવું પડશે. આ પ્રેમ અત્યારે ક્યાં છે? શું કરે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 25 (67) 1k 1.3k પ્રેમ કે પ્રતિશોધ-25પ્રેમ કે પ્રતિશોધ-25(આગળના ભાગોમાં જોયું કે શિવાની અને અજયના મર્ડરનો સબંધ પ્રેમ સાથે છે એવું અર્જુનને રાધી અને વિનય દ્વારા જાણવાં મળે છે. અર્જુન પ્રેમ વિશે જાણકારી મેળવવા માટે કોલેજેથી તેનો એડ્રેસ લઈને ત્યાં જવા માટે રમેશ ...Read Moreનીકળે છે.)હવે આગળ.....અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં મહેસાણા-વિસનગર હાઇવે પરનું એડ્રેસ હતું.પ્રેમના કોલેજના ફોર્મમાં લખેલું એડ્રેસ હતું...રાજેશભાઈ ધીરજભાઈ ખત્રી,પ્રેમ વિલા,ઓન મહેસાણા-વિસનગર હાઇવે,નિયર- સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ,મહેસાણાઅર્જુને મહેસાણા પોલીસની મદદથી એ સ્થળ વિશેની જરૂરી માહિતી મેળવી લગભગ દોઢ કલાક જેટલા સમયમાં અર્જુન અને રમેશ તે સ્થળે પહોંચ્યા. વિસનગર પોલીસ સ્ટેશનથી બે કોન્સ્ટેબલ તેમની પહેલા જ ત્યાં પહોંચી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 26 (68) 1k 1.4k પ્રેમ કે પ્રતિશોધ-26પ્રેમ કે પ્રતિશોધ-26(આગળના ભાગમાં જોયું કે કોલેજમાંથી પ્રેમ વિશેની ડિટેઇલ મેળવી અર્જુન મહેસાણા પહોંચે છે. અને નિખિલ વિનયને કોલ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરે છે)હવે આગળ......રમેશે દીવાલ સામે આંગળી ચીંધતા અર્જુનને દીવાલ બાજુ જોવાનું કહ્યું.દીવાલ સામે જોતા ...Read Moreઆશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે દીવાલમાં એક ફોટો હતો જેના પર માળા ચઢાવેલી હતી જેમ કોઈનું અવસાન થયા બાદ ઘરમાં ફોટો પર માળા ચઢાવેલી હોય તે રીતે...અને એ ફોટો હૂબહૂ કોલેજના ફોર્મમાં જે પ્રેમનો ફોટો હતો તેની સાથે મળતો હતો.રમેશે કહ્યું,“સર, આનો મતલબ પ્રેમ...."રમેશને આમ વિસ્મયતાથી પ્રેમનો ફોટો જોતા જોઈને બાજુમાં ઉભેલા ગિરધરે કહ્યું,“સાહેબ, આ ફોટો પ્રેમનો છે. રાજેશભાઈનો Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 27 (66) 963 1.3k પ્રેમ કે પ્રતિશોધ-27(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ બીજા બે કોન્સ્ટેબલ સાથે રાજેશભાઈના ઘરે પહોંચે છે. ત્યાં તેમને જાણવાં મળે છે કે પ્રેમનું તો 6 મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ રાજેશભાઈ સાથે આ વિષયે વાતચીત કરી ...Read Moreહતા....)હવે આગળ....રાજેશભાઈએ પોતાની અધૂરી વાત આગળ વધારતા કહ્યું, “ મે વિચાર્યું કે પ્રેમના મિત્રો જોડે આ બાબતે વાત કરું, પણ મારી પાસે પ્રેમના એક પણ મિત્રના કોંટેક્ટ નંબર નહોતા એટલે મે પ્રેમને કહ્યા વગર એના મોબાઇલમાંથી નંબર લઈ વાત કરવાનું વિચારી એને જાણ ન થાય એ રીતે એનો મોબાઈલ લઈ કોંટેક્ટ લિસ્ટ ચેક કરી એના કોલેજના અમુક મિત્રોના નામ મે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 28 (74) 1.1k 1.8k પ્રેમ કે પ્રતિશોધ-28(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રાજેશભાઈ વચ્ચે પ્રેમ વિશેની વાતચીતમાં રાજેશભાઈએ જણાવ્યું કે પ્રેમને એના મિત્રના ઘરે મોકલવો એ એમની ભૂલ હતી)હવે આગળ......અર્જુને પૂછ્યું,“ભૂલ, એવું તે શું થયું હતું?"રાજેશભાઈએ જવાબ આપતાં કહ્યું,“મને એમ હતું કે પ્રેમ ...Read Moreથોડા દિવસો રહેશે એટલે એની મનોસ્થિતિમાં થોડો સુધારો થશે, પણ મને ક્યાં ખબર હતી કે ત્યાં જઈને ખરાબ આદતોમાં સંડોવાઈ જશે... અને એ પણ મારા મિત્રના દીકરા સાથે રહીને દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવા લાગ્યો."“ઓહ!, તો તમને ક્યારે ખબર પડી કે પ્રેમ નશાકારક પદાર્થોનું સેવન કરે છે?"રમેશે પૂછ્યું.“એ જ્યારે પંદરેક દિવસ ત્યાં રહીને અહીં આવ્યો ત્યારે, શરૂઆતમાં Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 29 (65) 1.1k 1.5k પ્રેમ કે પ્રતિશોધ-29(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈને ફોન દ્વારા જાણવા મળે છે કે પ્રેમનો એક્સિડેન્ટ થયો છે અને તેઓ તુરંત જ ત્યાં દોડી જાય છે..)હવે આગળ.......“હું ત્યાં પહોંચ્યો ત્યારે રોડ પર એક બાજુ એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેની બાજુમાં ...Read Moreપોલીસ જીપ. હું ત્યાં પહોંચ્યો ત્યારે એ લોકોએ પ્રેમને એટલે કે એની દેડબોડીને કારમાંથી કાઢીને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં.... પણ હું તો સીધો ઇન્સ.દિલીપ પાસે દોડી ગયો અને હાંફતા સ્વરે પૂછ્યું,“ઇન્સપેક્ટર, પ્રેમ...?"ઈન્સ. દિલીપે એમ્બ્યુલન્સની અંદર સ્ટ્રેચર તરફ સંકેત કર્યો. સ્ટ્રેચરમાં પ્રેમ હતો અને ઉપર સફેદ વસ્ત્ર ઓઢાડેલું. મારી સાથે ઇન્સ. દિલીપ પણ એમ્બ્યુલન્સ અંદર જઈ પ્રેમના મુખ પરથી સફેદ વસ્ત્ર ઊંચક્યું, Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 30 (75) 1k 1.4k પ્રેમ કે પ્રતિશોધ-30(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ પ્રેમના એક્સિડેન્ટ વિશેની વિગતે માહિતી મેળવી અમદાવાદ તરફ રવાના થાય છે. જ્યારે રાજેશભાઈ કોઈ વ્યક્તિને અર્જુન ત્યાં આવ્યો હતો એવી જાણકારી આપે છે.)હવે આગળ..... અર્જુન અને રમેશ લગભગ સાંજે ...Read Moreવાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચે છે. એટલે આ કેસ બાબતે વધારે ડિસ્કશન કાલે કરશું એમ નક્કી કરી બંને છુટ્ટા પડ્યા. બીજી બાજુ રાધી અને દિવ્યા એક કેફે શોપમાં વિનયના કહ્યા મુજબ સાંજે 7 વાગ્યે ત્યાં પહોંચીને બાકીના બધા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. લગભગ પાંચેક મિનિટમાં સુનિલ અને વિકાસ પણ ત્યાં આવી ગયા અને અંતે નિખિલ અને વિનય પણ કેફેમાં Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 31 (69) 997 1.4k પ્રેમ કે પ્રતિશોધ-31(આગળના ભાગમાં જોયું કે વિનય અને તેના મિત્રો એક કેફે શોપમાં બેઠા હોય છે. અને અર્જુન પણ જરૂરી કામ હોવાથી ત્યાં આવે છે. અને બધાને જણાવે છે કે પ્રેમનું એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.)હવે આગળ...અર્જુનની વાત જાણે બધા ...Read Moreગળે ઉતરે તેવી નહોતી કારણ કે અત્યાર સુધી પ્રેમ જ બધા મર્ડર કરે છે બધાના મનમાં એ જ આશંકા હતી. પણ પ્રેમનું અવસાન થયું છે એ જાણીને બધા આશ્ચર્યમાં પડી ગયા.અર્જુને યોગ્ય જણાય તેવી માહિતી આપતાં બધાને પ્રેમના એક્સિડેન્ટ વિશે વિગતે વાત કરી.રાધીએ કહ્યું,“ જે પણ થયું ખોટું થયું, એના મનમાં ભલે અમારાબધા પ્રત્યે નફરત હોઈ, પણ એ અમારો જ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 32 (68) 1k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-32(આગળ જોઈ ગયા કે દીનેશને અર્જુન વધારે તપાસ માટે મહેસાણા મોકલે છે. રમેશ રાજેસભાઈના કોલ હિસ્ટ્રી લઈને અર્જુન પાસે આવે છે.)હવે આગળ....અર્જુનને ફાઈલ આપતાં રમેશે કહ્યું,“સર આ બ્લુ કલરથી હાઈલાઈટ કરેલ નંબર અમદાવાદના છે."“hmm, આ જેટલા પણ ...Read Moreનંબર અમદાવાદના છે. તે કોના નામે રજીસ્ટર છે. તેના વિશે તપાસ કરી."રમેશે કહ્યું,“હા સર, મોસ્ટ ઓફ તો કોઈ ને કોઈ બિઝનેસમેનના જ નંબર છે. મારા મતે તો કોઈ બિઝનેસ રિલેટેડ જ વાત કરી હશે."“ok, પણ એક વાત થોડી વિચિત્ર લાગે છે કે આટલા બધા અલગ અલગ S.T.D નંબર.... અને જો કોઈ કારણોસર અથવા કામથી કોઈએ કોલ કર્યા હોય તો પણ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 33 (62) 1k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-33(સિગારેટના ધુમાડા અને અંધકાર સિવાય એ ખંડમાં કઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. બંને વ્યક્તિઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.)“તારી મુર્ખતાના કારણે ક્યારેક હું પણ મુસીબતમાં મુકાઈ જવાનો. જો પકડાઈ ગયો હોત તો?"થોડીવાર રૂમમાં શાંતિ પ્રસરી વળી ફરી ...Read Moreએશ-ટ્રેમાં પધરાવી તે વ્યક્તિએ કહ્યું,“હવે અહીં શુ કરવા આવ્યો છો તે બોલ, મેં તને કહ્યું હતું ને કે હું જ્યાં સુધી કઈ ના કહું ત્યાં સુધી તું કોલેજ બાજુ કે ક્યાંય પણ જતો નહીં."“બીજી વાર આવી ભૂલ નહીં થાય. અને સાહેબે તમને મેસેજ આપવા માટે જ મને મોકલ્યો છે કારણ કે હવે ફોન પર વાત કરવી કદાચ શક્ય નહીં બને."“એ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 34 (68) 1.1k 1.7k પ્રેમ કે પ્રતિશોધ-34( આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ ટેક્ષીના નકલી નંબર વિશે જાણકારી મેળવે છે. અને ત્યારે જ દીનેશનો મહેસાણાથી કોલ આવે છે.)હવે આગળ....અર્જુન અને રમેશ મોબાઈલ સ્પીકર મોડ પર રાખીને દીનેશ જોડે વાત કરી રહ્યા હતા.“સર, ...Read Moreનામ છે. જેણે લગભગ થોડા મહિના પહેલા 14 જુલાઈના રોજ આ સિગ્મા વોચ ખરીદી હતી. અને એ પણ એક-બે નહીં પણ એક સાથે 200."દીનેશની વાત પૂર્ણ થતાં અર્જુને કહ્યું,“અને એ નામ છે રાજેશભાઈ, બરાબર ને?"રમેશ વિસ્મયતાથી અર્જુનના ચહેરા સામે જોઈ રહ્યો, અને દીનેશે પણ આશ્ચર્યચકિત થઈ ને પૂછ્યું,“સર, તમને કેમ ખબર પડી."“બસ મેં થોડું વિચાર્યું એટલે, એ પછી હું જણાવીશ, Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 35 (73) 1k 1.6k પ્રેમ કે પ્રતિશોધ-35(આગળના ભાગમાં જોયું કે વિનય કોલેજે ન પહોંચતા રાધી વ્યાકુળ થઈ જાય છે. અને વિનય સવારથી ઘરે પણ નથી એમ માહી કોલ કરીને જણાવે છે.)હવે આગળ....રાધી અને દિવ્યા બંને વિનયના ઘર તરફ જાય છે જ્યારે નિખિલ સહિત ...Read Moreમિત્રો કોલેજે જ રહીને વિનયની રાહ જોવાનું નક્કી કરે છે.રાધી અને દિવ્યા વિનયના ઘરે પહોંચે છે ત્યારે વિનયના મમ્મી-પપ્પા અને માહી બધા ચિંતિત અવસ્થામાં આમતેમ સંભવતઃ વિનય જે પણ જગ્યાએ જતો ત્યાં ફોન દ્વારા તપાસ કરી રહ્યા હતા.“શું થયું, કઈ કોન્ટેકટ થયો?" રાધીએ માહી પાસે જઈને કહ્યું.માહીએ જવાબ આપતાં કહ્યું,“ના, હજુ તો કઈ... અને ભાઈ આમ કહ્યા વગર ક્યાંય જાય Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 36 (76) 972 1.4k પ્રેમ કે પ્રતિશોધ-36(આગળના ભાગમાં જોયું કે અર્જુનને વિનયનો મોબાઈલ અને એક ચીઠ્ઠી મળે છે. વિનયની આંખ ખુલે ત્યારે તે એક ખુરશીમાં બંધાયેલી અવસ્થામાં હતો)હવે આગળ.....વિનયે ખુરશીમાંથી છૂટવા માટે પ્રયત્નો કર્યા પણ તેના સઘળા પ્રયત્નો વ્યર્થ નિવડયા, અંતે થાકીને તેણે ...Read Moreપાડી,“કોઈ છે?, જે હોઈ તે સામે આવે...."પરંતુ એક બે વખત મોટા અવાજે બોલવા છતાં કોઈ પણ ત્યાં આવ્યું નહીં એટલે વિનયે થાકીને બૂમ પડવાનું બંધ કરી તેને અહીં શા માટે અને કોના દ્વારા લાવવામાં આવ્યો તે વિચારવા લાગ્યો.*****પેલી ચિઠ્ઠીના આધારે અર્જુનને એ તો સમજાય ગયું કે વિનયના ગાયબ થવા પાછળ પણ અજય અને શિવાનીના ખૂનીનો જ હાથ છે. તેણે આખી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 37 (70) 1k 1.5k પ્રેમ કે પ્રતિશોધ-37(આગળના ભાગમાં જોયું કે વિનય કોઈ જગ્યાએ બાંધેલી અવસ્થામાં હતો જ્યાં એક અપરિચિત વ્યક્તિ તેની દેખરેખ રાખી રહ્યો હતો. જ્યારે રાધી ઘરે વિનયની યાદોમાં ખોવાઈ જાય છે અને એને કોલેજના પ્રથમ દિવસો યાદ આવે છે.)હવે આગળ.... ...Read More વિનયના શરમાળ સ્વભાવને કારણે તે વધારે કોઈ જોડે વાત કરતો નહીં પણ રાધીને તો બાળપણથી વિનયનો આ સ્વભાવ જ આકર્ષિત કરતો હતો. થોડા દિવસો બાદ તો દિવ્યા અને શિવાની સાથે પણ રાધીની સારી એવી ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી અને બીજી બાજુ વિનયને પણ અજય, પ્રેમ, સુનિલ તેમજ નિખિલ સાથે સારું બનતું હતું. આમ જ કોઈને કોઈ ફંક્શન કે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 38 (63) 911 1.5k પ્રેમ કે પ્રતિશોધ-38(આગળના ભાગમાં જોયું કે રાધીને વિનયની સાથે વિતાવેલી કેટલીક ખાટી-મીઠી પળો યાદ આવવા લાગે છે.)હવે આગળ....જેમ જેમ કોલેજના દિવસો પસાર થતાં જાય છે. તેમ તેમ વિનય અને રાધી એકબીજાની વધારે નજીક આવતાં જાય છે.“વિનય તું રાધીને કહી ...Read Moreને કે તું એને પસંદ કરે છે."અજયે કોલેજ પાર્કિંગમાં બાઈક પાર્ક કરતાં કરતાં કહ્યું.“અરે યાર, મારી ઈચ્છા તો છે. પણ..."“પણ શું વિનય?"“મને બસ એજ વાતનો ડર છે કે જેમ પ્રેમને આખી કોલેજ વચ્ચે તમાચો માર્યો તેમ મને પણ...."“એ વાત જ અલગ છે યાર, તમે તો વર્ષોથી એકબીજાને ઓળખો છો.. અને રાધી પણ તને પસંદ કરે જ છે."“એ વાત જુદી છે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 39 (67) 968 1.6k પ્રેમ કે પ્રતિશોધ-39(આગળના ભાગમાં જોય ગયા કે રાધી ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. પણ વિનયની યાદ એને કોરી ખાતી હતી, ટૂંકમાં એની આંખો સામે જાણે કે એનું ભૂતકાળ રિવાઇવ થતું હતું...)હવે આગળ.... એક તો કોલેજના વિદ્યાર્થીઓ અને ...Read Moreવેલેન્ટાઈન ડે.... કૉલેજીયન્સ માટે વેલેન્ટાઈન ડે કંઈક વિશિષ્ટ જ હોય છે. તે દિવસે ઘણા બધા મન-મેળા થાય અને અમુક વિદ્યાર્થીઓના મન-ભંગાણ પણ થતા જ હશે!. સવારે કોલેજે જતી વખતે તો રાધીએ વિચાર્યું હતું કે આજ તો કદાચ વિનય એના મનની વાત કહી દેશે, પણ એવું બન્યું નહીં, વિનય કોલેજે તો આવ્યો પણ રાધીએ ધાર્યું હતું એવું કંઈ વર્તન કર્યું જ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 40 (76) 1k 1.9k પ્રેમ કે પ્રતિશોધ-40(આગળના ભાગમાં જોયું કે વિનય અને રાધી કેફેશોપમાંથી નીકળીને રિવરફ્રન્ટ પર જાય છે અને અંતે થોડા સંકોચ બાદ વિનય રાધીને પ્રપોઝ કરે છે.)હવે આગળ....રાધીનો હાથ પકડીને વિનય એની એ જ સ્થિતિમાં બેઠો હતો. વિનયનો હાથ હજી ધ્રૂજતો ...Read Moreએના હૃદયના ધબકારા વધી ચુક્યા હતા. એણે આંખો ખોલી પણ શરમ અને સંકોચના કારણે રાધી સામે જોયા વગર નીચે જ જોઈને રાધી શું જવાબ આપે છે તેની રાહમાં એમ જ બેસી રહ્યો. પરંતુ રાધી દ્વારા કઈ પણ પ્રત્યુત્તર ન મળતા તેણે રાધીના ચહેરા તરફ દ્રષ્ટિ કરી પણ રાધીની આંખોમાંથી દળ દળ સ્વેતબિંદુઓ વહી રહ્યા. હજુ તો વિનય કઈ સમજે એ Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 41 (71) 900 1.6k પ્રેમ કે પ્રતિશોધ-41(આગળના ભાગમાં જોયું કે રાધી સામે પ્રથમ વખત જ્યારે વિનયે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો તે ઘટના યાદ આવે છે. બીજી બાજુ વિનય પોતાને કેદ કરનારને તેના અવાજ પરથી ઓળખી લે છે....)હવે આગળ...સવારના સાત વાગ્યે અર્જુનના ફોનની રિંગ ...Read Moreતેણે જોયું તો દીનેશનો ફોન આવી રહ્યો હતો. અર્જુને કોલ રિસીવ કર્યો. સામેથી દીનેશનો પરિચિત અવાજ સંભળાયો.“સર, તમે કહ્યું હતું એ રીતે, તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજેશભાઈનો એક નોકર ગિરધર પહેલાં નાટક મંડળીમાં કામ કરતો હતો અને એ પણ સ્ત્રી પાત્ર બખૂબી ભજવતો હતો, પણ સર એ ન સમજાયું કે તમે એ બધું જાણવાનું શા માટે કહ્યું હતું?"“પેલી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 42 (71) 937 1.6k પ્રેમ કે પ્રતિશોધ-42*સૌ પ્રથમ તો દિવાળી વેકેશનમાં માતૃભારતી ઓફીસ પર રજા હોવાથી ભાગ-41 સમયસર પ્રકાશિત થઈ શક્યો નહીં, તે બદલ હું માફી ચાહું છું.(આગળના ભાગમાં જોયું કે દીનેશ અને સંજય ગિરધરના ઘરે તપાસ કરે છે. બીજી બાજું અર્જુનને કોઈ ...Read Moreજ જાણકારી મળે છે. અને નવા જ ઉમંગ સાથે તે કેસ સોલ્વ કરવાના કામમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ જાય છે.....)હવે આગળ...દીનેશ અને સંજય તેના ઘરે તેની રાહ જુવે છે એ વાતથી અજાણ ગિરધર રાજેશભાઈના ઘરેથી પોતાના ઘર તરફ રવાના થાય છે. તે પોતાના ઘરે પહોંચીને ઘરની સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સૌ પ્રથમ તો તેણે ઘરની દરેક વસ્તુની તપાસ કરી Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 43 (46) 829 1.5k પ્રેમ કે પ્રતિશોધ-43(આગળના ભાગમાં જોયું કે દીનેશ અને સંજયની યુક્તિ ગિરધરનો પર્દાફાશ કરવામાં સફળ રહે છે. તેઓ ગિરધરની આગળ વધારે પૂછ-પરછ કરી રહ્યા હતા.)હવે આગળ...“મેં કહ્યું તેમ એક વખત સેન્ડલ બદલ્યા, એક વખત એક ફોન કર્યો તો બસ..."ગિરધરે કરગરીને ...Read Moreતને આ બધું કરવાનું કોણે કહ્યું હતું?"“સાહેબ એ હું નથી જાણતો."“મારા પ્રશ્નનો જવાબ આપ?"“હું જો નામ આપીશ તો એ મને જીવતો નહીં છોડે....એટલે આપને જે સજા આપવી હોય તે આપો..."“તું સીધી રીતે નહીં માને, સંજય આને પોલીસ સ્ટેશને લઈ જઈએ. પછી અર્જુન સર જ આની વિધિ કરશે"દીનેશે સંજયને ઉદ્દેશીને કહ્યું.“લોકઅપમાં સીધો દોર થઈ જશે, અને પોપટની જેમ બધું બોલવા લાગશે...."સંજયે Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 44 (75) 948 2k પ્રેમ કે પ્રતિશોધ-44(આગળના ભાગમાં જોયું કે સંજય અને દીનેશ ગિરધરને પકડીને અમદાવાદ બાજુ રવાના થાય છે. જ્યારે ગિરધર ના પકડાય જવાના સમાચાર મળે છે ત્યારે રાજેશભાઈ પણ અમદાવાદ જવા નીકળે છે.)હવે આગળ...આ બાજુ રાધી વિનય ગાયબ થયો તે દિવસ ...Read Moreકોલેજ નહોતી ગઈ જ્યારે દિવ્યા, નિખિલ, સુનિલ અને વિકાસ કોલેજે તો જતા હતા પણ વિનયની ચિંતા તો એમને પણ એટલી જ હતી. એટલે દિવ્યા કોલેજેથી ફ્રી થઈને રાધીને મળી આવતી. જ્યારે બાકીના મિત્રો વિનયના ઘરે પણ જઈ આવ્યા હતા. અને બને એટલી પોલીસની મદદ પણ કરતા હતા.*****સાંજના 4 વાગ્યા જેટલો સમય થયો હતો. દીનેશ અને સંજય ગિરધરને લઈને અમદાવાદ પહોંચ્યા. Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 45 (52) 929 1.7k પ્રેમ કે પ્રતિશોધ-45(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈ અમદાવાદ પહોંચે છે. બીજી બાજુ સંજય અને દીનેશ પણ ગિરધરને લઈને અમદાવાદ આવે છે. ગિરધરે બધું રાજેશભાઈના કહેવાથી કર્યું હતું એમ કબૂલ કરી લે છે. )હવે આગળ....એક તરફ અર્જુન ટ્રેકરની મદદથી એક ...Read Moreપીછો કરી રહ્યો હતો. એ ટ્રેકર મુજબ એ ગાડી અમદાવાદથી લગભગ 5 કિમી જેટલા અંતરે કોઈ સ્થળ પર ઉભી રહી ગઈ હતી. તો બીજી બાજુ રાજેશભાઈ પણ પોતાની કાર લઈને અમદાવાદ સિટીથી થોડું આગળ એક ફાર્મ હાઉસ પાસે કાર ઉભી રાખી, ફાર્મ હાઉસ કેટલા સમયથી એમ જ નિર્જન અવસ્થામાં હોય એવું પ્રતિત થતું હતું. રાજેશભાઈએ ફાર્મહાઉસ અંદર પ્રવેશીને કાર કોઈને Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 46 (73) 919 1.8k પ્રેમ કે પ્રતિશોધ-46(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈ પણ અમદાવાદમાં આવીને જ્યાં વિનયને કેદ કરવામાં આવ્યો હતો ત્યાં પહોંચે છે. અને અનાયાસે વિનયને પકડનારને તેઓ પ્રેમના નામથી સંબોધવા જાય છે. પણ વિનયને જોઈને તેઓ આગળ કશું બોલતાં નથી)હવે આગળ...“પ્રેમ...!" વિનયનું ...Read Moreઆશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું.“હા, પ્રેમ..."રાજેશભાઈએ જવાબ આપતાં કહ્યું.“તો પ્રેમ જીવિત છે. અને તેણે જ આ બધું ....અને તું જ પ્રેમ છો...."વિનયે સામે ગન પકડીને ઉભેલા વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું.“હા, હું જ પ્રેમ છું...અને તમે બધા તમારા જ કર્મોની સજા ભોગવી રહ્યા છો."સામેથી દાંત ભીંસતા પ્રેમે ઉત્તર આપ્યો.“પણ તારું તો ઍક્સિડન્ટમાં.... ઓહ અચ્છા તો આ વ્યક્તિ રાજેશભાઈ છે. અને તેમણે પોલીસને Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 47 (44) 861 1.6k પ્રેમ કે પ્રતિશોધ-47(આગળના ભાગમાં જોયું કે અર્જુન પણ ટ્રેકરની મદદથી ફાર્મહાઉસ પર પહોંચે છે. બીજી બાજુ પ્રેમ વિનયને મારવા માટે વિનય સામે ગન તાંકીને ઉભો હતો...)હવે આગળ....“ધડામ...." કરતો અવાજ આખા ફાર્મહાઉસમાં ગુંજી ઉઠ્યો.પણ એ ધડાકો ગોળી ચાલવાનો નહોતો. પણ ...Read Moreદરવાજો સ્ટોપર સહિત નીચે પછડાયો હતો. અને દરવાજે ચાર ખાખીધારીઓ હાથમાં ચમકતી રિવોલ્વર લઈને ઉભા હતા. થયું એવું કે બહારથી અર્જુને દરવાજાને સહેજ ધક્કો મારી અને ખોલવાનો પ્રયત્ન કર્યો. એટલે એને અંદાજ આવી ગયો કે અંદરથી સ્ટોપર બંધ કરેલું હશે.. અને બાકીનું કામ રમેશ અને દીનેશે એક સાથે દરવાજાને લાત મારીને કરી દીધું.રાજેશભાઈ જે-સે થઈ સ્થિતિમાં જ અવાચક બનીને ઊભા Listen Read પ્રેમ કે પ્રતિશોધ - 48 (અંતિમ) (82) 928 2k પ્રેમ કે પ્રતિશોધ-48(અંતિમ)(આગળના ભાગમાં જોયું કે અર્જુનની ચાલ કામયાબ થતા, તે વિકાસ એટલે કે પ્રેમ સુધી પહોંચી જાય છે. અને તેમની બંનેની લોકઅપમાં પુછપરછ કરી રહ્યો હતો.)હવે આગળ...રાજેશભાઈએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું,“બદલાની ભાવનાએ પ્રેમને ગાંડો કરી મુક્યો હતો. ...Read Moreતો બસ રાધી અને તેના મિત્રો સાથે તેના અપમાનનો બદલો લેવા સિવાય કંઈ દેખાતું જ નહોતું. અને એ દરમિયાન જ એને દારૂ અને ડ્રગ્સની લત લાગી ગઈ. મેં તમને પહેલા કહ્યું તેમ તે જે દિવસે તેના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયો અને પછી નશાની હાલતમાં જ ત્યાંથી નીકળ્યો. અને હોટલ ગ્રીનવિલાથી લગભગ થોડોક જ આગળ વધ્યો ત્યાં રોડ પર સાઈડમાં એક Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Vijay Shihora Follow