પ્રેમ કે પ્રતિશોધ - 3

પ્રેમ કે પ્રતિશોધ-3


(આગળ તમે જોયું કે વર્લ્ડ ફેશન ઓર્ગે.માં શિવાનીનું મૃત્યુ થાય છે. અર્જુન અને તેની ટીમ ત્યાં જઈ કાર્યવાહી હાથ ધરે છે. શિવાનીના મૃત્યુના કેસમાં આગળ વધવા માટે અર્જુન પી.એમ. રિપોર્ટની રાહ જોઈ રહ્યો હોય છે. સંજય પી.એમ.રિપોર્ટ લઈ અર્જુન પાસે આવે છે.)

હવે આગળ......
પી.એમ.રિપોર્ટ જોઈ અર્જુનના ચહેરા ના ભાવ બદલાય જાય છે. અર્જુનના બદલાયેલા ભાવ જોઈ ત્યાં ઉભેલ સંજય પૂછે છે,“સર, શું છે રિપોર્ટમાં?"
“એજ કે આ હત્યા છે, હત્યા માટે ખૂનીએ પણ અલગ જ રીત અપનાવી છે. એને એમ હશે કે એમ કરીને એ બચી જશે તો એજ એની ભૂલ છે."-અર્જુન મનોમંથન કરતા બોલ્યો.
“સર, પણ મૃત્યુ કેવી રીતે થયું એતો કહો?"સંજયે ઉત્સુકતાથી પૂછ્યું.
અર્જુને કહ્યું“એ જાણવા માટે શિવાનીની બોડી પાસે થી આપણે જે એવીડેન્સ એકઠા કર્યા છે તે અહીં લઈ આવ."
સંજય એવીડેન્સ રૂમમાંથી એવીડેન્સ લઈ અર્જુન સામે ટેબલ પર મૂકે છે.
તેમાં ખાસ તો કઈ નહોતું બસ રેમ્પ વોક સમયે શિવાનીએ પહેરેલા આભૂષણો, ફેશન ડ્રેસ,સેન્ડલ વગેરે હતા.
તેમાંથી અર્જુને જમણા પગનું સેન્ડલ ઉપાડી બારીકાઈ થી નિરીક્ષણ કરે છે.સેન્ડલનું તળિયાને અંદરની બાજુથી ચેક કરી એક ધારદાર ચાકુ વડે કટ કરે છે.
તેમાંથી ઇન્જેક્શનની સિરિન્જ જેવી ધારદાર પિન કાઢી ટેબલ પર મૂકે છે.
આ બધું વિસ્મયતાથી જોઈ રહેલા સંજયે પૂછ્યું,“આ શું છે સર?"
તેનો જવાબ આપતા અર્જુને કહ્યું,“શિવાનીનું મૃત્યુ તેના સેન્ડલમાં રહેલ તીક્ષ્ણ પિન દ્વારા થયું છે, શિવાનીએ જ્યારે રેમ્પ પર વોક ચાલુ કરીને થોડું ચાલી હશે એટલે સેન્ડલમાં રહેલી પિન સ્પ્રિંગ દ્વારા તેના જમણા પગમાં બરાબર વચ્ચે વાગી હશે, અને પિન વાગી કે તરત મિનિટોમાં પોઇઝને તેનું કામ કર્યું."
“એતો સારું થયુંને સેન્ડલ ખૂનીએ સંતાડયું નઈ,નહીંતર ખબર જ ના પડતને કે ખુન ક્યાં હથિયાર થી થયું છે"-સંજયે કહ્યું
અચાનક સંજયની વાત સાંભળીને અર્જુનને કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યો,“ફટાફટ જીપ કાઢ, આપણે અત્યારે જ કોલેજે જવું પડશે"
“ok sir."સંજય આટલુ કહી સ્ટેશનના પાર્કિંગમાં પડેલી જીપની ચાવી ઉપાડી ચાલતો થયો.
પાછળ અર્જુને દિનેશ અને રમેશને બોલાવીને કહ્યું,“તમે બંને અત્યારે ફોરેન્સિક લેબમાં જઈ શિવાનીના પરિવારને શિવાનીનું મૃતદેહ સુપ્રત કરી ત્યાંની પ્રોસેસ પતાવી મહેતા કોલેજે આવી જાઓ હું સંજયને સાથે લઈને ત્યાં જ જવ છું"
રમેશ અને દિનેશ અર્જુનના કહ્યા મુજબ ફોરેન્સિક લેબ તરફ ચાલ્યા.તેમણે શિવાનીના પરિવાર જનોને પણ ત્યાં આવવાનું ફોન કરી જણાવી દીધું.
અર્જુન સંજયને સાથે લઈને મહેતા કોલેજે પહોંચે છે.જ્યાં શિવાનીના મૃત્યુને લઈને બધા ચિંતાતુર હોય છે.આખી કોલેજનું વાતાવરણ ગમગીન થઈ ગયેલ હોય છે. ખરેખર તો તેમને ખબર પણ નથી કે તેમની કોલેજના વિદ્યાર્થીઓ પર ભવિષ્યમાં આવનારી આફ્ટની આ માત્ર એક શરૂઆત જ છે.

થોડીવારમાં અર્જુન અને સંજય કોલેજે પહોંચે છે. ત્યાં જઈ બંને સીધા પ્રાધ્યાપક પાસે જઈ પ્રાધ્યાપક,સ્ટાફ અને શિવાનીના મિત્રોને સ્ટાફ રૂમમાં જવાનું કહે છે.
થોડીવારમાં બધા સ્ટાફરૂમમાં હાજર થઈ જાય છે.
અર્જુન કઈ કહે તે પહેલાં જ વિકાસે કહ્યું,“સર, શિવાનીએ આત્મહત્યા કરી હતી કે હત્યા કઈ જાણવા મળ્યું."
તેના પ્રશ્નના જવાબમાં અર્જુને કહ્યું,“અમે તમને તે જણાવવા જ અહીં આવ્યા છીએ, થોડીવાર શાંતી રાખો હમણાં તમને બધી ખબર પડી જશે."
“પેહલા તમે મને શિવાની વિશે વિસ્તૃત માહિતી આપશો?"-અર્જુને ત્યાં હાજર રહેલા તમામની સામે દ્રષ્ટિ ફેરવતા કહ્યું.
“સર, આજથી બે વર્ષ પહેલાં શિવાનીએ અમારી કોલેજમાં એડમીશન લીધું હતું. શરૂઆતથી જ તેણે પોતાના લક્ષ્ય તરફ જ સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. તેની ઈચ્છા મોડેલ બનવાની હતી. તે વધારે કોઈ સાથે વાતચીત કરતી નહીં, આ બે વર્ષના સમયગાળામાં અહીં રૂમમાં ઉપસ્થિત આટલા વિદ્યાર્થીઓ સાથે જ સમય વ્યતીત કર્યો હતો. અને બસ આખી કોલેજમાં તેના આટલા જ મિત્રો હતા."-પ્રાધ્યાપક મેડમે શિવાની વિશેની જાણકારી આપતા કહ્યું.
“શિવાનીના પિતાની આર્થિક સ્થિતિ સારી અને આધુનિક વિચારધારા ધરાવતા હોવાથી તેના માતા-પિતા તરફથી પણ તેને પૂરતું માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું હતું."-શિવાનીની મિત્ર રાધીએ કહ્યું.
“સર, શિવાની હંમેશા ખુશ જ રહેતી તેને કોઈ વાતનું દુઃખ હોય તો તે અમારી હારે વાત કર્યા વિના રહે જ નહીં."-દિવ્યાએ કહ્યું.
“તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારી મિત્ર શિવાનીની કોઈએ હત્યા કરી છે.અને એ પણ ખૂબ ચાલાકી થી!"-અર્જુને ચોખવટ કરી.
અર્જુનની વાત સાંભળી બધા આશ્ચર્યથી અર્જુન સામે જોઈ રહ્યા.
થોડીવાર આખા રૂમમાં સન્નાટો છવાઈ રહ્યો.
“પણ સર, શિવાનીની હત્યા કોણ કરે? અમને ખબર છે એને તો કોઈ સાથે આજ દિવસ સુધી ઝગડો પણ નથી થયો."-સુનિલે દુઃખમિશ્રિત સ્વરે કહ્યું.
અર્જુને બધાની સામે દ્રષ્ટિ ફેરવી પ્રશ્ન પૂછ્યો“તમારી કોલેજમાં શિવાનીની સૌથી નજીક કોણ હતું? મિત્ર કે એનાથી વિશેષ...?"
અર્જુનના પ્રશ્ન સાંભળીને નિખિલે કહ્યું,“સર, કોઈની હત્યા થાય તો સામાન્ય રીતે કોઈ દુશ્મનની વાત કરતા હોઈ છે અને તમે મિત્રનું પૂછો છો."
તેની વાત સાંભળી અર્જુને તેની પાસે જઈને કહ્યું,“અત્યારે માણસને પોતાનાથી જેટલો ખતરો છે એટલો બીજાઓથી નથી, કોઈને કોઈ કારણસર લગભગ 75% મર્ડર કેસમાં માણસનું પોતાનું અંગત કોઈ વ્યક્તિ જ તેની પાછળ હોય છે."
અર્જુનની વાત સાંભળી નિખિલે કહ્યું,“આમ તો શિવાનીની અમારી બધાની સાથે સારી એવી મિત્રતા હતી પણ સૌથી વધારે તેની નજીક કોઈ હોય તો તે રાધી....."
“ok, શિવાની આમ બધા ફેશન શો માં ભાગ લેતી હતી?"-અર્જૂને રાધીને ઉદ્દેશીને પ્રશ્ન પૂછયો.
“હા, સર"રાધીએ જવાબ આપ્યો.
“તો તેના ફેશન શો માટેના ડ્રેસિસ અને અન્ય સામગ્રી પોતે જાતે જ સિલેક્ટ કરતી કે...અન્ય કોઈ દ્વારા?"
“શિવાનીના દરેક ફેશન શો માં તેના આઉટફિટ થી લઈને નાનકડી ઈયરરિંગ સુધી જાતે જ સિલેક્ટ કરતી."-રાધીએ કહ્યું.
“તો આ લાસ્ટ ફેશન શોમાં પણ..."
“yes, sir."
“અને આ વખતે શિવાનીના સેન્ડલ પણ તે જ લઈ આવી હતી"
“ના સર, એતો...."-રાધી આગળ કઈ બોલે તે પહેલાં સુનિલે વચ્ચે કહ્યું,“પણ આ વખતે અમે જ્યારે ફેશન શોમાં જવા માટે નીકળ્યા ત્યારે લાસ્ટ મોમેન્ટમાં કોલેજે થી નીકળતી વખતે તેનું એક સેન્ડલ તૂટી ગયેલું, ત્યારે તેને ઇમરજન્સી હોવાથી વિનયને સેન્ડલ લેવા મોકલ્યો હતો કારણ કે ત્યાર હું રાધી અને શિવાની સાથે જ હતો."
“એક મિનિટ પણ વિનય ક્યાં છે? આજે કોલેજ નથી આવ્યો"-સંજયે આમ તેમ નજર ફેરવી વિનય ન દેખાતા પ્રશ્ન પૂછ્યું.
“સર, વિનય કોલેજે તો આવ્યો હતો. પણ અચાનક તેના ઘરેથી ફોન આવ્યો કે તેના મમ્મીની તબિયત બગડતા દવાખાને લઈ જવામાં આવ્યા છે એટલે તે તમે આવ્યા તેની થોડીવાર પહેલા જ હોસ્પિટલ બાજુ ગયો છે."-રાધીએ કહ્યું.
“અને તને કોણે કહ્યું?"
“સર,ત્યારે હું વિનય સાથે જ હતી."
“કઈ હોસ્પિટલમાં ગયા છે? વિનયનો કોન્ટેક્ટ નંબર આપ તો?"
“સિવિલ હોસ્પિટલમાં, સર”-રાધીએ કહ્યું.
સંજયે રાધી પાસેથી વિનયનો નંબર લઈ કોલ કર્યો પણ મોબાઇલ સ્વિચ ઓફ આવી રહ્યો હતો.
“સર, વિનયનો નંબર બંધ આવે છે."-સંજયે આશ્ચર્યપુર્વક કહ્યું.

“ok, ફરી જરૂર પડી તો પૂછપરછ કરવા અહીં આવશું."-અર્જુને કહ્યું.
“Ok sir"-પ્રાધ્યાપકે કહ્યું.
અર્જુન કોલેજેથી નીકળી જીપ થોડી આગળ ગઈ હશે ત્યાં સંજયને કહ્યું,“સંજય, જીપ સિવિલ હોસ્પિટલ બાજુ લઈ લે મારા ખ્યાલથી આપણા આ કેસનો ગુનેગાર ત્યાં જ મળી જશે."
અર્જુનના વિચાર મુજબ વિનયે જ શિવાનીનું મર્ડર કર્યું હતું.અને તેના થોડાઘણા પુરાવા પણ અર્જુન પાસે હતા.
સિવિલ હોસ્પિટલમાં પહોંચી થોડી તપાસ કરતા વિનયના મમ્મી જે વોડમાં દાખલ હતા ત્યાં અર્જુન અને સંજય પહોંચે છે. 
ત્યાં વિનયના પપ્પા,તેની નાની બહેન માહી અને તેના દાદા ત્યાં હાજર હતા.
વિનય નજરમાં ન આવતા સંજયે પૂછ્યું. વિનય ક્યાં છે. વિનયના પપ્પાને શિવાનીના મૃત્યુ વિશે વિનયે જણાવ્યું હતું એટલે પોલીસને જોઈને તેમને વિશેષ આશ્ચર્ય થયું નહીં.
તેમણે કહ્યું,“વિનય બસ હમણાં જ તેની મમ્મી માટે દવા લઈને મારે થોડુંક કામ છે એમ કહી અહીંથી નીકળ્યો છે. કેમ ઓફિસર કઈ પ્રોબ્લેમ તો નથી ને?"
“અરે ના આતો આજે કોલેજે રાધીએ કહ્યું કે વિનયના મમ્મીની અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એટલે એમ થયું કે વિનયને કોલેજે બોલાવ્યા કરતા અમે જ અહીંથી જતા જતા વાત કરી લેશું"-અર્જુને વિનયના મમ્મીની સ્થિતિ જોઈને વાત  બદલી નાખી.
“વિનય આવશે એટલે ચોક્કસ કહીશ કે તમારો કોન્ટેક્ટ કરે."
“ok" આટલું કહી અર્જુન હોસ્પિટલમાં પાર્ક કરેલી જીપ પાસે જઈને સંજયને કહ્યું,“સંજય, ડિપાર્ટમેન્ટમાં જાણ કરી વિનયના મોબાઈલનું લોકેશન ફટાફટ મેળવી લે. મારા ખ્યાલથી આપણે અહીં તેને મળવા આવશું તેણે એવો અનુમાન લગાવી અહીં થી ક્યાંક નીકળી ગયો લાગે છે."
“ok sir,"
“મારે અત્યારે વડોદરા કમિશનર સાહેબને મળવાજવાનું હોવાથી હું ત્યાં નીકળી જઈશ, તું રમેશ અને દીનેશને જાણ કરી દેજે અને આજે સાંજ સુધીમાં વિનયની ધરપકડ કરી તેની પૂછપરછ કરજો, જો જણાવી દેશે તો ઠીક નહીંતર હું કાલે આવીશ પછી આગળ શું કરવાનું છે તે વિચારીશું."
***************

આ બાજુ દિનેશ અને રમેશ શિવાનીના મૃતદેહને તેના પરિવારને સોંપી પોલીસ સ્ટેશનને પહોંચે છે. જ્યાં સંજય પહેલાથી જ તેમની આવવાની રાહ જોતો હોય છે. તેમના આવતાં જ સંજયે અર્જુને તેમના માટે સોંપેલાં કામ અને કોલેજમાં શું થયું તે વિગતે જણાવે છે.
વિનય જ્યારે ફરી હોસ્પિટલમાં જાય છે ત્યારે તેના પપ્પા તેને અર્જુન ત્યાં આવ્યો હતો તેમ જણાવે છે.એટલે વિનય સીધો અર્જુનને મળવા પોલીસ સ્ટેશન બાજું નીકળે છે.
તે પોતાનો મોબાઈલ જે હોસ્પિટલ જતી વખતે પડી ગયો હોવાથી બંધ પડી ગયો તે સ્વિચ ઓન કરે છે. 
વિનયનો મોબાઈલ ચાલું થતા સંજય,દિનેશ અને રમેશ એના મોબાઈલનું લોકેશન જ્યાં બતાવતું હતું ત્યાં જીપ મારી મૂંકી......
આગળ રસ્તામાં જતા તેમને વિનય તેમની તરફ આવતા એક ઓટોરીક્ષામાં દેખાય છે તેઓ ઓટોરિક્ષાની સામે જીપ રોકી રીક્ષા વાળાને રીક્ષા રોકવાનો ઈશારો કરે છે.
રિક્ષાવાળાએ રીક્ષા રોકી કે તરત દીનેશે વિનયને પકડી જીપમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઇ જાય છે.
વિનયને તો શું થઈ રહ્યું છે તે કઈ સમજાતું જ નથી. ત્યાં જઈ સીધો વિનયને લોક અપમાં ધકેલી દિનેશ લોકઅપનું લોક બંધ કરે છે.
“અરે, પણ સર મને શું કામ લોકઅપમાં પૂરો છો મેં શુ કર્યું છે......"વિનયે આશ્ચર્યમીશ્રીત સ્વરે કહ્યું.
“પોતાની મિત્ર શિવાનીનું ખૂન કરી ને હજી પૂછે છે મેં શુ કર્યું."-દીનેશની બાજુમાં ઉભેલા સંજયે કહ્યું.
સંજયની વાત સાંભળીને વિનયની હાલત તો કાપો તો પણ લોહીના નીકળે તેવી થઈ ગઈ.
તેણે આજીજી પૂર્વક કહ્યું,“સર, હું શા માટે મારી મિત્રનું ખૂન કરું, અરે મેં કઈ કર્યું જ નથી મને કંઈ ખબર જ નથી."
આટલું બોલતા તે ત્યાંજ બેસી રહે છે. શુ થયું?કેમ થયું? કે કેવી રીતે થયું? તેને કંઈ સમજ જ નથી પડતી.........

થોડીવાર પછી દિનેશ,રમેશ અને સંજય ત્યાંથી ચાલ્યા જાય છે.વિનય હજુ પણ અર્ધી બેહોશી હાલતમાં મેં કઈ નથી કર્યું.... એવું રટણ ચાલુ જ રાખ્યું હતું.

બીજા દિવસે સવારે અર્જુન જયારે પોલીસ સ્ટેશનમાં આવ્યો ત્યાંથી આગળ શું થયું તે તમે પેહલા ભાગમાં વાંચી ચુક્યા હશો.(હવે એ કહેવાની તો જરૂર નથી કે કેદમાં હતો તે યુવાન બીજું કોઈ નહીં પણ વિનય હતો)

*********

અર્જુન પોતાની કેબિનમાં અત્યારે ઊંડાણ પૂર્વક મનોમંથન કરી રહ્યો હતો.અચાનક કંઈક યાદ આવતા તેને રમેશને બોલાવ્યો.
રમેશના આવતા જ અર્જુને કહ્યું,“જો વિનયે આ ખુન કર્યું હોય તો તે આપણા માટે સેન્ડલ ત્યાં છોડતો ન જાય, મને લાગે છે આ મામલો કંઈક બીજો જ છે."
“સર, વિનય શિવાનીના સેન્ડલ લેવા ગયો હતો ત્યાં અન્ય કોઈએ પણ....."રમેશે પોતાનો તર્ક રજૂ કર્યો.
“એક કામ કર રમેશ વિનય જે શોપમાં ગયો હતો ત્યાં સીસીટીવી કેમેરા તો હશે જ ત્યાં જઈ વિનય સેન્ડલ લેવા ગયો હતો તે સમયગાળાની ફૂટેજ ચેક કરી આવ....
કદાચ બીજું કંઈ સામે આવી જાય અને સાથે દિનેશને પણ લઈ જા."
“ok sir."
દિનેશ અને રમેશ વિનય જ્યાં સેન્ડલ લેવા ગયો હતો તે શોપમાં જઈ ચેક કર્યું તો શોપના મેઈન ડોર પાસે એક સીસીટીવી કેમેરો હતો તે કેમેરાની ફૂટેજ બારીકાઈથી જોઈ લગભગ 2 કલાક પછી બંને પોલી સસ્ટેશનમાં પાછા ફરે છે.

રમેશ તાત્કાલીક અર્જુનની કેબિનમાં ગયો.
રમેશના ચહેરાના ભાવ જોઈ અર્જુને કહ્યું,“શુ મળ્યું, તારો ચહેરો જોઈને લાગે છે કંઈક તો નવીન હશે જ"
રમેશે ઉત્સુકતાથી કહ્યું,“તમારો શક સાચો હતો સર....
અમે સીસીટીવી ફૂટેજ જોયું તેમાં.............

વધુ આવતા અંકે........


શું હતું સીસીટીવી કેમેરાની ફુટેજમાં?
શું વિનય નિર્દોષ હતો? તો પછી શિવાનીની હત્યા કોણે કરી?
અર્જુન કેવી રીતે શિવાનીના ખૂની સુધી પહોંચશે?.....
જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર......
*********


આ નવલકથાના પ્રથમ બે ભાગમાં આપનો સહકાર મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર.........

આપના અમૂલ્ય મંતવ્યો અવશ્ય આપશો.....
તેવી આશા સાથે.....
ધન્યવાદ.....
વિજય શિહોરા-6353553470***

Rate & Review

Verified icon

Ila 1 month ago

Verified icon

RAJENDRA 2 months ago

Verified icon

Umesh Donga 3 months ago

Verified icon

ATULCHADANIYA 3 months ago

Verified icon