વિરાજ પેલેસ

(29)
  • 26
  • 0
  • 7.3k

ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ એક ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખોફ બયાન કરતી હતી, પણ જ્યારે મારી નોકરી ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં લાગી, ત્યારે મને ખબર નહોતી કે હું ઈતિહાસના નહીં, પણ એક જીવતા-જાગતા ડરના સામ્રાજ્યમાં પગ મૂકી રહી છું.મહેલનો પ્રવેશદ્વાર જ કમકમાટી છૂટી જાય તેવો હતો—એક રાક્ષસી, લંબગોળ ગેટ. એ ગેટની અંદર પગ મૂકતાં જ એક સાંકડી, અંધારી ગલી આવતી, જ્યાં દિવસના બપોરે પણ સૂરજ

1

વિરાજ પેલેસ - પ્રસ્તાવના

ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખોફ બયાન કરતી હતી, પણ જ્યારે મારી નોકરી ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં લાગી, ત્યારે મને ખબર નહોતી કે હું ઈતિહાસના નહીં, પણ એક જીવતા-જાગતા ડરના સામ્રાજ્યમાં પગ મૂકી રહી છું.મહેલનો પ્રવેશદ્વાર જ કમકમાટી છૂટી જાય તેવો હતો—એક રાક્ષસી, લંબગોળ ગેટ. એ ગેટની અંદર પગ મૂકતાં જ એક સાંકડી, અંધારી ગલી આવતી, જ્યાં દિવસના બપોરે પણ સૂરજનો પ્રકાશ માંડ પહોંચતો. એ ગલી પૂરી થતી લોખંડના એક પ્રચંડ, કાટ ખાઈ ...Read More

2

વિરાજ પેલેસ - પ્રકરણ 1

’બપોરના એ કંપાવી દેનારા અનુભવ પછી મારો ડર બેવડાઈ ગયો હતો. એક દિવસ મેં પ્યુન દાદાને એકાંતમાં પૂછ્યું, "દાદા, દિવસે લોબીમાં જે થયું... એવું અહીં અવારનવાર થાય છે?"દાદાએ આજુબાજુ જોયું, જાણે કોઈ ત્રીજી આંખ અમને જોઈ રહી હોય. તેમણે ધ્રૂજતા અવાજે ચા ની પ્યાલી ટેબલ પર મૂકતા કહ્યું:બહેન, તમે તો હજી હમણાં આવ્યા છો. હું અહીં ત્રીસ વર્ષથી ફરજ બજાવું છું. આ મહેલ રાત્રે જ નહીં, પણ દિવસેય એના રહસ્યો જીવે છે.એ વાત તમે ના જાણો તોં સારુ તમને કામ કરતા ડરર સતાવશે, પણ મારા જિદ્દી સ્વભાવ આગળ શંભુ દાદા જુકી ગયા. વાત આજથી દસ વર્ષ પહેલાની છે, જ્યારે ...Read More

3

વિરાજ પેલેસ - પ્રકરણ 2

પ્યુન દાદાની એ હચમચાવી દેનારી વાર્તા પછી, પેલેસના રસ્તેથી પસાર થતાં પણ મારા પગ ધ્રૂજતા હતા. પણ આ મહેલના હજુ કેટલાય રહસ્યો ધરબાયેલા હતા, જેની મને કલ્પના પણ નહોતી. બીજો અનુભવ પેલેસની સુરક્ષા કરતા નાઇટ ગાર્ડ શંભુભાઈનો હતો. શંભુભાઈ જાડી મૂછોવાળા, પડછંદ કાઠું ધરાવતા અને અત્યંત હિંમતવાન માણસ હતા. આજુબાજુના પાંચ ગામમાં તેમની બહાદુરીના વખાણ થતા, પણ આ રાજ પેલેસની કાળી રાતોએ તેમની એ હિંમતના પણ લીધેલીરા ઉડાડી દીધા હતા.​એક સાંજે ઑફિસનું કામ પતાવીને હું નીકળતી હતી, ત્યારે મેં તેમને મહેલના ખૂણામાં આવેલી હનુમાનજીની નાની ડેરી પાસે અત્યંત વ્યાકુળ થઈને દીવો કરતા જોયા. રોજ રૂઆબમાં રહેતા શંભુભાઈના ચહેરા પર ...Read More

4

વિરાજ પેલેસ - પ્રકરણ 3

ગઈકાલના એ અજીબ પવનના અનુભવ પછી પણ મારું મન માનવા તૈયાર નહોતું. બીજા દિવસે સવારે હું જેવી ઓફિસ આવી, દાદાએ મને જોઈને જ કહી દીધું, "દીકરા, હવે તો તારી જીદ છોડ. આ મહેલ સાંજ પછી આપણો નથી રહેતો, તું મોડે સુધી ન બેસ." પણ ફાઈલોનો ઢગલો જોઈને મેં ફરી મારી એ જ જૂની જીદ આગળ ધરી દીધી, "દાદા, કામ પૂરું કર્યા વગર મારાથી નહીં જવાય." ​મારી આ જીદ આગળ દાદાએ આખરે નમતું જોખ્યું. એમના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ. એમણે મારી સામે જોયું અને બોલ્યા, "તું એમ નહીં માને... ચાલ, આજે તને એક સાચો કિસ્સો કહું, જે આ ...Read More

5

વિરાજ પેલેસ - પ્રકરણ 4

હવે મારો રસ આ રહસ્યમય મહેલમાં વધુ ને વધુ જાગવા લાગ્યો હતો.​મને બરોબર યાદ છે, જ્યારે હું આઠ-નવ વર્ષની બાળકી હતી, ત્યારે અમારા વતનના ગામડામાં અમે બધા એક મોટા સંયુક્ત પરિવારમાં રહેતા. દાદા-દાદી, ચાર કાકા-કાકી, એમના બાળકો અને મોટા બાપુજી... આખો મેળો જામતો. રાતે જમવાનું પૂરું થાય એટલે ઘરના મોટા ફળિયામાં ઘટાદાર આંબા નીચે લાઈનસર ખાટલા ઢળાઈ જતા. પીળા લેમ્પના આછા, ધ્રુજતા અજવાળામાં મોટેરાઓ પોતાની આગવી શૈલીમાં વાતો માંડતા—ચૂડેલ, ભૂત-પ્રેત, ગામનું એ ભેદી ભુતિયા મકાન અને નદી કાંઠાના પ્રેતની વાર્તાઓ! એ બધી અવનવી વાતો સાંભળવામાં મારો જીવ અધ્ધર થઈ જતો, ડર પણ બહુ લાગતો. પણ એ વખતે મારા પિતાએ ...Read More

6

વિરાજ પેલેસ - પ્રકરણ 5

વિરાજ મહેલનું રહસ્ય: પ્રકરણ - ૨​હું અને તન્વી દોડીને અમારી ઓફિસના રૂમમાં પહોંચ્યા. તન્વી તો જાણે બેભાન થઈ ગઈ તેમ ખુરશી પર પછાડાઈ ગઈ. મારામાં પણ બોલવાની કોઈ શક્તિ રહી નહોતી, પણ મગજમાં વિચારો એક પછી એક આવી રહ્યા હતા.​આ બધી ગડમથલ ચાલી રહી હતી ત્યાં જ શંભુ કાકા ત્યાં આવી પહોંચ્યા. તેઓ તન્વીની આવી હાલત જોઈને બેબાકળા બની ગયા અને પૂછવા લાગ્યા, "શું થયું તન્વીબેન? શું થયું?" મેં ધ્રુજતા હાથે તન્વીને પાણીનો ગ્લાસ પકડાવ્યો.​મારી પાસે શંભુ કાકાને આ બધી વાતોમાં સાથે લીધા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મેં શંભુ કાકાને ભોંયરામાં બનેલી બધી વાત વિગતવાર કહી. એ સાંભળીને ...Read More

7

વિરાજ પેલેસ - પ્રકરણ 6

70 થી પણ વધુ વય વટાવી ગયેલા આઘેડ શામજીભાઈએ આંખો બંધ કરી, જાણે એ 1852ની એ કાળી રાતને પોતાની સામે જોઈ રહ્યા હોય. એમને ધ્રૂજતા અવાજે વાત આગળ વધાર્યું:​"બેનબા , આ વિરાજ મહેલ અને આનંદપુરની ગાદી પાછળ બહુ મોટો લોહીયાળ ઈતિહાસ છે. આ આનંદપુર મૂળ તો જહાંનઅલી ખાનના વડીલોએ રાજપૂતો પાસેથી છળ-કપટથી જીતેલું હતું. પોતાની હારેલી માતૃભૂમિને પાછી મેળવવા માટે રાજપૂતો અંદર જ અંદર સળગી રહ્યા હતા. બરાબર ૩૫ વર્ષ બાદ, રાજપૂતોએ આસપાસના રાજ્યોને ભેગા કરી એક અતિ શક્તિશાળી અને વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને આનંદપુર પર ચઢાઈ કરી દીધી!​એ રાત્રે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા હતા, ધોધમાર વરસાદ ...Read More

8

વિરાજ પેલેસ - પ્રકરણ 7

શામજીભાઈની આ વાત સાંભળતા જ મારા મગજમાં બધી કડીઓ જોડાવા લાગી. ભૂતકાળમાં જે લોહી વહ્યું હતું, કપટી રાણીઓનો જે અંત આવ્યો હતો અને સુહાના બેગમની જે તડપ હતી—એ બધું જ ક્યાંક ને ક્યાંક આ મહેલની જમીનમાં અને દીવાલોમાં દફન હતું. અને અત્યારે એ બધી નકારાત્મક ઉર્જા તન્વીને પોતાના સિકંજામાં લઈ રહી હતી.​મારા દિલના ધબકારા વધી ગયા હતા. મેં શંભુ કાકા સામે જોયું અને અમે એકપણ ક્ષણ બગાડ્યા વગર ઝડપભેર ઓફિસ તરફ ભાગ્યા.​અમે જેવા ઓફિસના એ અવાવરું રૂમ પાસે પહોંચ્યા, અમારા પગ ત્યાં જ થંભી ગયા. અંદરથી તન્વીનો અવાજ આવી રહ્યો હતો. એ કોઈની સાથે ખૂબ જ ગંભીર અને અજીબ, ...Read More

9

વિરાજ પેલેસ - પ્રકરણ 8

ભેજવાળી અને સડેલી હવાનો એ જોકો અમારા આખા શરીરમાં ધ્રુજારી પેદા કરી ગયો. નીચે કાળોડીબાંગ અંધારું હતું. ગુફાના મુખમાંથી એ અવાજ એવો હતો જાણે કોઈ અંદર બેસીને ધીમા અવાજે ડસકાં ભરી રહ્યું હોય.​"અજય, તું તન્વી પાસે જ અહીં બહાર રહે. એ હજુ બેભાન છે, એને એકલી મૂકવી સેફ નથી," મેં એના ખભા પર હાથ મૂકતા કહ્યું. અજયનો ચહેરો ડરથી ફિક્કો પડી ગયો હતો, પણ એણે હિંમત ભેગી કરીને માથું હલાવ્યું. એણે તન્વીને કામિની વૃક્ષના થડને અઢેલીને બેસાડી અને એની રખેવાળી કરવા લાગ્યો.​મેં મારા ફોનની ટોર્ચ ચાલુ કરી. શંભુ કાકાએ પણ એમની પોકેટ ટોર્ચ ઓન કરી. અમે બંનેએ એકબીજા સામે ...Read More

10

વિરાજ પેલેસ - પ્રકરણ 9

અમે જેમ-જેમ ગુફામાં ઊંડે ઉતરતા ગયા, તેમ-તેમ પેલી ભેજવાળી હવા ગાયબ થતી ગઈ. ગુફાની પથરાળ દીવાલો પર પેલો પીળો કંપતો હતો. આખી ટનલમાં હવે માત્ર અમારા પગલાંનો અવાજ જ ગુંજતો હતો.​ટનલના છેડે પહોંચતા જ સામે પેલી કાચી ઈંટોની અવાવરું દીવાલ દેખાઈ. પણ આ વખતે દ્રશ્ય અલગ હતું. સદીઓ વીતી જવાને કારણે અને કદાચ હમણાં જ સર્જાયેલી એ અકુદરતી હલચલને લીધે, દીવાલનો એક ભાગ જર્જરિત થઈને તૂટી પડ્યો હતો. એ તૂટેલા પોલાણની અંદરથી જ પેલો દિવ્ય પ્રકાશ વહી રહ્યો હતો.​મેં ધ્રૂજતી આંગળીઓ સાથે ટોર્ચ અંદર ફેરવી. ઓરડાની મધ્યમાં ધૂળ અને કાટમાળ વચ્ચે સેંકડો વર્ષ જૂનું એક હાડપિંજર બેઠેલી અવસ્થામાં પડ્યું ...Read More