Sangamsetu - 2 in Gujarati Love Stories by Rekha Shukla books and stories PDF | સંગમસેતુ - ભાગ-૨

Featured Books
Categories
Share

સંગમસેતુ - ભાગ-૨

સંગમસેતુ

ભાગ-૨

રેખા શુક્લ

કોર્પરેટ

' સ્મિતા ખબર છે આજકાલ મેન્યુફેક્ચર ના એરિયામાં કેટલી બધી ધમાલ ચાલે છે ? તું માનીશ નહીંપણ જે ફાઉન્ડરીઝ ઓપન હતી તે ઓવરસીઝ બીઝનેસ કરવાથી ધીમે ધીમે બંધ થતી ગઈ. હવે જેગણી ને ગાંઠે બંધાય એટલી રહી છે તેણે ભાવ વધારી દીધા. ને સરકાર ને જોઈએ છે કે દેશમાં જમાલ બનવો જોઈએ. પણ વેચાશે કેમ ? કોસ્ટનો જ વેચાણ કરતાં ભાવ વધે
છે. આમાં ઓલો નવો નિશાળિયો આવ્યો છે હરખપદુડો એને એમ છે કે એ બહુ હોશિયાર છે !!
પણ એ નિકુંજ ને શું ખબર હોય આમ ને આમ ધોળા નથી થયા. એની હાઉ..! આ બધુ ક્યાં જઈને અટકશે રામ જાણે...પણ દેશમાં તો રૂપિયાએ કાળો
કેર વરતાવ્યો છે, બહુ બધા મોદી જી ની વિરુધ્દ બોલતા થઈ ગયા છે.. બેંકો ની લાઈનમાં ઉભા રહી રહી ને કંટાળી ગયા છે ને હવે બેંકમાં પૈસા નથી કે શું પણ
૨૦૦૦ ની નોટ ના છૂટ્ટા નથી તેથી પૈસા નું ચલણ ઓછું થઈ ગયું, નવા હાઉસિંગ ની માર્કેટ ડાઉન થઈ ગઈ...લો હવે ક્યાંય શાંતિ ખરી ? '
' શાંતિ ની વાત ઉપરથી યાદ આવ્યું હો ...તમારા મામા નો ફોન આવેલો એમનાં મોટા નણંદબા
સ્વર્ગવાસી થયા છે. મેં ફોન માં ખરખરો કર્યો છે ઇશ્વર ઇરછા આગળ આપણું કાંઈ ન ચાલે પણ આ તમારી ઓફિસની વાતો મને શું કામ કહો છો ? ના, ના કહું છું બે ઘડી શું ખાઓ છો તે તરફ તો
ધ્યાન આપો ! આજે તો તમારું ભાવતું બનાવ્યું છે આપણા લગ્ન ને ચાર ચાર વર્ષથઈ ગયાં ને હવે તો હરખના દિવસો જોવા મળે તો સારું !! અમારા પણ કાંઈ કોડ હોય ને !'
સ્મિતા બોલી ગઈ એક જ શ્વાસે બધું ને અનિરુધ્ધ સ્તબ્ધ ને શાંત હતો પણ હવે ઉકળી ઉઠ્યો કે
ઃ ' આ બધી ધમાલ માં તને હરખનાં દિવસો જોવા છે ? અરે કંઈ રીતે કરીશું બધું પૂરુ ? અહીં તો જોબ ન હોય તો ય મરો છે ને ન જોબ હોય તો ય મરો જ છે...!!'
સ્મિતા મોઢું ફુલાવી ને રસોડામાંથી નિક્ળી ગઈ ને બેડરૂમમાં જ ભરાઈ ગઈ. અનિરુધ્ધે ખાવા નો
ડોળ પતાવ્યો ને અડધેથી ઉભો થઈ સીધ્ધો કામે ગયો. આજે તો મેન્ડેટોરી ઓવરટાઈમ હતો ને પૈસા તો મળવાના નહોતા પણ જે ન જાય ટાઇમસર તેનો પગાર કાપી લેવાશે ની લુખ્ખી દાદાગીરી હતી. એનો બોસ જ્હોન કાંઈ ઓછો નહોતો...ને જઈને પોતાના હેડ બોસ જીમી ને કેહતો બધીજ વાતો કે કોણ શું કરે છે ને શું નહીં ?
વર્કીંગ વર્લ્ડમાં આગળ આવવા માટે એક દેશી ને બીજા દેશી ની ટાંગ ખેંચવામાં મજા આવતી હોય છે. એવું એ માનતો ને ક્યારેક અનિરુધ્ધ ને પણ
બાતમી કઢાવવા પ્રેરતો. નામ હતું જનાર્દન પણ તેમાંથી જ્હોન કરી નાંખેલું ... આ પણ કંઈ નવીન વાત નહોતી. જીમી ને પ્રોડક્શનમાં જ ઇન્ટરેસ્ટ હતો, બધું સાંભળે પણ માર્જિનથી ઉપર પ્રોડક્શક્ન જોઈએ તો જ કોર્પરેટ મિટિંગ માં એનો ડંકો વાગે ને ?
આમાં નિકુંજે આવી ને ધડાકો કર્યો આજે, ઃ " સર આપણે ન્યુમેરિકલ એન્જિનિરીંગ માં પહેલાની
જેમ ઓફિસમાં જ પ્રોડક્ટ્સ બનાવીએ તો ? કેન યુ હેલ્પ મી …ફર્સ્ટ હીયર મી આઉટ. મને હાફ
મિલિયન સુધી ની રજા છે ખરચવાની. "આફટર લીસ્નીંગ અનિરુધ્ધેદસેક ફાઈલો ના થોથા નિકુંજ ના હાથમાં મૂક્યાં ને કહ્યું સાઉન્ડ્ઝ ગુડ ! ઇટ્સ યોર પ્રોજેક્ટ ગો ફોર
ઇટ , ટ્રાય ફર્સ્ટ ."
બે વીક નો સમય બરબાદ કર્યા પછી નિકુંજ મળ્યો ત્યારે નાસીપાસ હૈયે બોલ્યો, ઃ ' યુ આર રાઈટ, ઇટ્સ ટુ કોમ્પલીકેટેડ પ્રોજેક્ટ !!'
અનિરુધ્ધને કેહવું હતું કે આઈ ન્યુ ઇટ પણ કાંઈ ન બોલ્યો. માત્ર "હંમ્મ" કહી આગળ વધ્યો. અનિરુધ્ધ ને કંપની માં ઘણા વર્ષો વીતેલા ને અગાઉનો પણ વર્ષોનો અનુભવ હતો. ટ્રેનિંગ સમયે
બીજાની જેમ ડાફોળિયા નહોતો મારતો તેથી કાઇઝાન પ્રોજેક્ટ્સ નો ઇન્ચાર્જ હતો. એક વસ્તુ બનાવવી હોય તો તેની વસ્તુ થી માંડી બધી જ પધ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ ફાઈલ બનાવી કરતો.
ને તેમાં માણસોને કેટલો સમય લાગશે ને કંપની કેટલા પૈસા બચાવશે તે પણ ધ્યાન રાખતો. સ્મિતા ને ક્યારેક થતું કે પોતાની કંપની હોય તેમ અનિરુધ્ધ કામ કરે છે. ન કરે કામ ની કદી
ચોરી કે વસ્તુની પણ ચોરી. મનમાં તો સમજતી હતી જ અનિરુધ્ધ ઇઝ હર હીરો. ભલે ને કોર્પરેટ વર્લ્ડમાં એ ખૂબ ઉંચી પદવી પર ન હોય પણ જેટલી ઉંચી પદવી તેટલી ગાદી વહેલી ખસવા
ના ચાન્સીસ વહેલા. બિચારો કેટલું બધું કામ કરે છે !! સ્મિતા ને લાગી આવતું પણ ખબર નહોતી કે તે શું કરે ? તેણે ફેક્ટરીમાં કામ ચાલુ કરી દીધું
અનિરુધ્ધ પહેલા તો અકળાયો પછી બોલ્યો ; ' તારી ખુશી માં જ મારી ખુશી ' સ્મિતા પણ હવે
બીઝી રહેવા લાગી. સાથે કામ કરતી છોકરીઓ સાથે રોજ લંચ લેતી ને બધાની વાતો સાંભળતી
દરેક ની દુનિયા જુદી જુદી હતી. કોઈના પ્રેમ લગ્ન તો કોઈના આ જમાનામાં પણ એરેંજ મેરેજ , કોઈને મા-બાપ નહોતા તો કોઈને સાસુ સસરા- દેર-દેરાણી ને જેઠ - જેઠાણી પણ હતા.
કોઈની જરૂરિયાત પૈસાની ખૂબ હતી તો કોઇ ઘરમાંથી બહાર નીકળવા માત્ર જોબ કરતું હતું . અહીં બધાનો બોસ સારો હતો. સ્ત્રીઓને કદાચ સમજતો હતો. એમ્પલોઇ તરીકે નહીં પણ ફેમીલી
ના એક વ્યક્તિ તરીકે તેમને ગણતો. માન આપો તો માન મળે ખરું ને !! દિવાળીનું બોનસ ને સમર માં ઓવરટાઈમ ને શિયાળામાં વહેલા ઘરે જવા દેતો. પોતાના કામથી કામ નો મતલબરાખતો. અંગત જીવનમાં થાય તો મદદ કરતો બાકી નજરનો ચોખ્ખો હતો. ... નારી ને નારાયણી માનતો હતો.
હવે આમાં ગાંધીવાદી વિચારો લાગુ પડે કે ? મિત્રતા જાળવો, સંપીને રહો, જીવો અને જીવવા દો કે હિંમતે મર્દા તો મદદે ખુદા !! પણ હા પ્રેમથી કંઇ રીતે કોઈ પાસે કામ કરાવવું તે માત્ર
અનિરુધ્ધ જાણતો હતો. અને તેથી જ અત્યાર સુધી તો ચેસ જેવી રમત રમતા કોર્પરેટ ની બધીજ
ગેઇમ્સ ને જાણતો હોવા છતાં કોઈ પણ કાવાદાવા વગર પ્રમાણિક પણે હાર્ડ વર્ક થી જ
જીતતો આવ્યો છે. સ્મિતાને તે વાતનું ગૌરવ છે. ભલે લગ્ન મોડા થયા પણ અનિરુધ્ધ જેવો માણસ મળવો મુશ્કેલ છે. એ વાત સ્મિતા જાણતી હતી. તેથી વર્ક ઇઝ વર્શીપ માની ને બંને
લગનથી ને મહેનતથી પોતાનું ગૌરવ જાળવી રાખીને દશ વર્ષે મોટું આલિશાન ધર વસાવ્યું. આ
છેલ્લા દશ વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ હતી. એક દીકરો ને દીકરી ના મા-બાપ
પણ બની ચૂકેલા બંને ખુબ ખુશ હતા. ઘરમાં પ્રવેશો તો મોટા મેદાન વચ્ચે એક હિંચકો આવે આજે બાજુ થોડા ફૂલઝાડ ની ક્યારીઓ ને એક મોટો તુલસીક્યારો. પાછલા મેદાન માં પ્લે-ગ્રાઉન્ડ

ને નાનો સ્વીમિંગ પુલ હતો. મોટા ફેમિલીરૂમ માંથી કિચન ને પછી લીવિંગરૂમ ને એક બાથરૂમ ઉપર જતા આવે મ્યુઝિકરૂમ કમ લાઈબ્રેરી કમ ભગવાનનો રૂમ. ને સાવ ઉપર જાવ તો પાંચ
બેડરૂમ નું વિશાળ ઘર. અનિરુધ્ધના મા-બાપ ઇંગ્લેન્ડ થી આવેલા તે સાથે જ રેહ્તા હતા તેથી જ આ ઘર ભર્યુ લાગતું. પણ જ્યારે
અનિરુધ્ધના બંને ભાઈ-ભાભી આવ્યા ને કોર્પરેટ રમત
રમી ગયા ત્યારે સ્મિતાને બહુ દુઃખ લાગેલું. અનિરુધ્ધે મન મનાવી લીધેલું આખરે એક લોહી હતું ને અશે કારો કરીને અવગણના કરી લીધેલી પણ સ્મિતા ની તબિયત પર અસર થઈ હતી.
તેણે હવે બે બાળકોનું વધારે ધ્યાન રાખવાનું હતું. પણ મગજ પર થયેલી અસર ના લીધે તેને
પેરેલેસીસ નો એટેક આવેલો. અનિરુધ્ધ ને અમિતાભ બચ્ચનનુ બાગવાન પીકચર યાદ આવ્યુંતેનો એક ડાયલોગ હતો કે મા-બાપ ને સીડી બનાવી આગળ ના વધશો. અહીં પણ એવું જ કંઈક હતું...ભોગ દેવાનો વાંધો નહોતો પણ ગરજવાન ને અક્કલ ના હોય ત્યારે શું થાય ? દીધેલા
ભોગ ની ગણતરી ના થાય તો ? સમજીને ના થાય તો ? ઉપરથી કેમ તમારું ખરાબ થાય તેમ હોય તો ? પેરેલેસીસ નો એટેક એમનેમ થોડો આવે છે ? પેરેલિસીસ માં જમણું અંગ નકામું થઈ ગયેલું. તો અનિરુધ્ધ ને ધીમે ધીમે સ્મિતા માટે વધારે ને વધારે સમય ઘરે જ કાઢવો પડતો. ઘરમાં જ એક રૂમમાં ઓફિસ થઈ ગઈ ને એણે ઘરેથી
કામ ચાલુ કરી દીધું. આઉટ ઓફ સાઈટ આઉટ ઓફ માઈન્ડ એ કહેવત ખોટી નથી. એના બોસ ને હેડ બોસ ને અનિરુધ્ધ ના હોવા ન હોવાનો કોઈ ફર્ક ના જણાયો. પણ બે મહિને અનિરુધ્ધને ખબર પડી કે એની જગ્યાએ નિકુંજ આવી ગયો છે. અને એણે નિકુંજ કહે તેમ કરવાનું છે. આવો સમય પણ આવશે તેવું તો કોઈ દિવસ નહોતું વિચાર્યું. નિકુંજે તેને સહાનુભૂતિ બતાવવા ખાતર બતાવી પણ સ્મિતા ને લીધે ઘરેથી કામ કરવું પડે છે તેની ટોક કર્યા વગર ના રહ્યો. આ વખતે અનિરુધ્ધ ને રીયલી લાગી આવ્યું. અત્યાર સુધી કોઈ દિવસ ન કરેલું કામ તેવું કામ,આઇ મીન કોર્પરેટ રમત રમવાનું ચાલુ કર્યું પોતાના માણસો દ્વારા. આખરે સ્મિતા તરફ નો ગુસ્સો આ રીતે નિકુંજ ઉપર ઉતર્યો. જ્હોને જઈને હેડ બોસ ને બધુ જણાવ્યું ને તેને જોબ માંથી છૂટો કરાવ્યો. અનિરુધ્ધ હવે ક્યાંય નો ના રહ્યો. લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં ને માંદો થાય. પોતાની ભૂલ સમજાઈ ગઈ ને તેણે નિકુંજ ની માફી માંગી. પણ આ શેરડીમાં રહેલી ગાંઠ માં
જેમ રસ નથી હોતો તેવું સંબંધ માં પડી ગાંઠ તો ગળપણ ક્યાંથી રહે ? નિકુંજે માફી આપી પણ હવે કામ પૂરતી જ વાતો થતી. લાંચ લેવી, કોઈની સ્ત્રી સાથે કે સ્ત્રી કલીગ્સ સાથે આડા સંબંધ રાખવા કે કામ માં દખલગીરિ કરીને વ્યક્તિગત નુકશાન ભરવું પડે તે બધી કોર્પરેટ ગેઈમ્સ પોતાના જેવા મધ્યમવર્ગી ને સારા માણસ ને ના શોભે તે સમજાઈ ગયું.
સ્મિતા ની સેવા ને તાત્કાલિક સારવારથી હવે સારું થઈ રહેલું જોઈ અનિરુધ્ધ પણ ખુશ છે. સ્મિતા બોલી ,ઃ ' ઉપરવાળો કાતર લઈને જ બેઠો છે, જેના નસીબનું છે તેટલું જ ભોગવવા મળશે'ને અનિરુધ્ધ પણ 'હા,સો ટ્રુ '' કહી હસી પડ્યો. પોવર્ટી ને રેસીઝમ ને વાયોલન્સ વચ્ચે આવશે તો
ક્રાઈમ રેટ વધતો જ જશે ને અબ્યુઝ સહી ને કામ કરશો કે કરપ્શન ચાલુ જ હશે તો આપણે તો માણસ છીએ તે પણ ભૂલી જઈશું ને આમાં જીન્દગી કઈ રીતે માણીશું તે પણ સમજાઈ જ ગયું.

સુહાગ

શિવાંગી ને ઉમાકાંત કોલેજ માં મળ્યા ત્યારે તો સામે થી આવતો ઉમાકાંત ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હોય રૂપાળો રિશ્તો કદી,એ જ સમજી શકે, એ જ જાણી શકે. આ શું કે બધા દૂરથી રસ્તા જબતાવે. લાગે કે હમદર્દ બની જાય જરા સાથમાં આવે તો કેવું સારું લાગે.
વિચારમાં સ્તબ્ધ ઉભેલા ઉમાકાંત ને ચપટી વગાડી ને તોફાની સુહાગે જગાડ્યો...જાણે હાંફળો ફાંફળો શિવાંગી ને ગોતતો થોડો હસ્યો ને સુહાગ તરફ
લીટરલી તાડુક્યો ઃ ' તું ..જરા આઘી ખસ તો, પછી મળું છું તને !'
' ઓકે, હીરો ...મળીશ તો મળીશ હું તો કેહવા આવેલી કે હું કુનુમનાલી જવાની છું બધા કઝીન્સ આવે છે કાલે !! બાય ' ધુંઆફૂંઆ થતી પોનીટેલ હવામાં ઉલાળતી સુહાગ ત્યાંથી ખસી ગઈ.
' હાય , હાય ક્યા ચાલ હૈ ! ગુસ્સો તો જાણે જોઈલો ઝાંસીની રાણી...!! આંખો તો લખોટી જેવી ગોળમટોળ છે' ધીરજે ધીરે રહી ને સાત્વિક ના કાનમાં આવું કહ્યું પણ ક્યાંથી સુહાગ
સાંભળી ગઈ કે ફટાક કરતી વળતા પગે પાછી ફરી ને ધડ દઈને ધીરજને એક ચોડી દીધી..અવાક સાત્વિક આભો થઈ ગયો...ત્યાં તો અવળા હાથની એને પણ પડી.
' ઓહ માય ગોડ ' બોલતી મોહિની આવી ને ઉપરથી મરચું ભભરાવી મોં મચકોડીને ચાલી ગઈ કેશ નો હાથ પકડી ઃ ' એ જ લાગના છે બેય, વાંઢા ના વાંઢા જ રહેવાના ' બોલી.
કેશ ની ગાડી પાર્કિંગ લોટ માંથી નીકળતી ધીરજ જોઈ રહ્યો. સાત્વિક તો વગર વાંકે ધોવાયો તો બાથરૂમમાં ભરાઈ ગયો.
ઉમાકાંત આગળ વધ્યો. શિવાંગી ને બોલાવી ને પોતાની ઓળખ આપતા બોલ્યો કે ઃ ' નાઈસ ટુ મીટ યુ ! આપનું નામ શિવાંગી જ ને !! આપના બ્રધર ને ભાભી અમારી સોસાયટી
માંજ રહે છે તેમને ત્યાં તમારો ફોટો જોયેલો. બંને જણા તમારા ખૂબ વખાણ કરતા હતા.બાય ધ વે આઈ એમ ઉમાકાંત '
મધુમાલતી ના ફૂલ ખોસી ને વાળેલો લાંબો ચોટલો ને નીચે ના વળ વળી ગયેલા વાંકડિયા વાળ સાથે રમતા રમતા નીચી નજરે જ શિવાંગી બોલી ' નાઈસ ટુ મીટ યુ ટુ ઉમાકાંત …જી !'
નૄત્યનાટિકા ભજવાશેનું એલાન તારીખ,વાર ને સમય, સ્થળ સાથે બુલેટિન બોર્ડ પર મૂકાયું ફ્લાયર. .. નીચે જેને ઇન્ટરેસ્ટ હોય તેના નામ લખવા વિનંતી . ઉમાકાંતને પોતાનું ને શિવાંગીનું
નામ લખવું હતું પણ એકાદ બે પિરિયડ જવા દેવા તે પછી ચેક કરીશ એમ વિચારી તે કેન્ટીન તરફ વળ્યો. ત્યાં મોહિની ને કેશ સાથે એક્સ્પ્રેસો પીતા જોયા. પોતે ઓરેંજ જ્યુસ મંગાવી પે
કરતો હતો ત્યાંજ સુહાગ રડ્તી રડતી આવીઃ' કઝીન્સ નથી આવવાના ને કોઈક ના વડીલ ગુજરી જવાથી પ્રોગ્રામ કેન્સલ થયો છે...ને કુનુમનાલી ની પત્તર રગડી નાંખી યાર ! વોટ વોઝયોર પ્રોબ્લેમ યસ્ટરડે ? બાય ધ વે ચાય તો પીવડાવ ચિંગુસ '
' નથીંગ મચ સુહાગ, આઈ વોઝ જસ્ટ બીઝી ' ઉમાકાંતે ચાય નો કપ ને ઓરેંજ જ્યુસ નો ગ્લાસ એક ટેબલ મૂકયો ને બેસતા બોલ્યો.
‘ સો ધીસ ટાઈમ તું નૃત્ય નાટિકામાં ભાગ લેવાની ને કે ?'
વાત ને ઉડાડતા જ બોલી ઃ ' અરે ! મુડ ઓફ છે...નો મોર કુનુમનાલી...!! સો માય ફૂટ નૄત્ય
નાટિકા ..!' ચાય ની ચૂસકી લગાવતાં બોલી.
ઉમાકાંતે ભજવ્યો ભાગ ક્રિશ્ના નો અને શિવાંગી બનેલી રાધા. સુહાગ જલી ઉઠેલી પણ કંઈ કરી શકી નહોતી... હા ત્યાર પછી સુહાગ ને શિવાંગી જરા પણ નહોતી ગમતી. સ્ટેજ સુંદર સજાવેલું ને સૌ પ્રેક્ષકગણે ખુબ માણેલી નાટ્યકારોની કલા. સુહાગે મનમાં ગાંઠ વાળી લીધી કોઈ પણ રીતે
ઉમાકાંત ને શિવાંગીથી દૂર રાખવી. કેશ સાથે મોહિની પણ ભળી ગઈ સુહાગ સાથે ને ત્રણેભેગા થઈ પ્લાન રચવા માંડ્યા. આ તરફ શિવાંગી ના મધર-ફાધર નો વિમાન ક્રેશમાં અકસ્માત થયો ને આકસ્મિત મૄત્યુ ની ખબર શહેરના જાણીતા અખબારોમાં છપાઈ. સ્તબ્ધ , સૂનમૂન,એકાંત ઓરડામાં દિવાલો એને ખાવા દોડતી... ભાઈ-ભાભી આવી ગયા પાસે તો પણ શિવાંગી ભૂલી નથી શકતી કંઈજ . અચાનક કિચન તરફ ધસી જાય છે ઃ' આવી મમ્મી !' જઈને સૂના કિચનમાં મમ્મી તો નથી…. પાછી રડે છે. ક્યારેક શાલ લઈને પપ્પાની ખુરશી પર પાથરવા ચાલી જાય છે. સમય અટક્યો નથી પણ
સભાનતા ભૂલાઈ રહી છે. શિવાંગી યાદ રાખવા મથે છે.
સુહાગ દિલગીરી બતાવવાનો ડોળ કરે છે. મોહિની ને કેશ પણ આવી ને સાંત્વન આપી જાય છે નામનું જ. સુહાગ હજુ પણ ગુસ્સામાં જ છે પણ બહાર બતાવતી નથી. મન ફ્રેશ કરવા ઉમાકાંતશિવાંગી ને લઈને બહાર નીકળવાનું જણાવે છેઃ'બીજે કયાંય નહીં પણ ચાલ શિવના મંદિરે જઈએ ત્યાં નાનક્ડી નદી પણ છે. દર્શન કરી ને કિનારે થોડો આંટો મારીને પાછા આવીએ, ચલ ને પ્લીઝ. ફોર મી....વીથ મી ? '

મંદિરે નામની પવિત્ર જગ્યામાં એકાંતમાં પોક મૂકીને શિવાંગી રડતી જ રહી. ઘણાંય એના સપનાં જાણે અચાનક ઉદાસ મનની મરુભૂમિમાં જીવીત રહેશે કે નહી...મા વિના નો

ને પપ્પા વિના કેમ જીરવાશે સંસાર ? કેમ જીવાશે જીવન ! નદી પાસેની રેતીમાં વાંકી વળી બે-ચાર ડગલાં આગળ ચાલી. ભૂંસાયાં વગરના પગલાં વણાંકે પૂરાં થતાં જોયા. ભ્રમછે કે સાચું ? ઉમાકાંત નીચે રેતીમાં મહલ ચણી રહ્યો હતો. ને નદીમાંથી બચાવો બચાવો ની ચીસ

સંભળાઈ.

' ઉમાકાંત, નદીમાં કોઈ તણાઈ રહ્યું છે !! જુઓ જુઓ ' ત્યાં તો વહેણ ગોળ ગોળ ફરી અંદર ખેંચતું દેખાયું..!! એક ભેખડ જેવું હાથમાં આવતાં વળગી ને બેઠેલ ફરી ચીસો પાડતું હતું બરાબર તાકી ને જોયું તો બીજું કોઈ નહીં તે સુહાગ જ હતી.ઉમાકાંતે એક પળની પણ રાહ જોયા વિના ઝંપલાવ્યું ને ખેંચી લાવ્યો કિનારે. સુહાગને બચાવી શિવાંગી ને મનાવી

પોતે આખરે પા્છો ફર્યો. મનમાં બે સ્ત્રીઓ વચ્ચે નહોતી કરવી છંતાય સરખામણી થતી રહી. એક તરફ ઇમોશનલ યેડુ (પગલી) સુહાગ ને બીજી તરફ ઠરેલી પણ અત્યારે ભાંગી પડેલી શિવાંગી હતી.

ઘણા માણસો કોણીયે ગોળ લગાડે પણ વખત આવે ત્યારે કોઈ કામ ન કરે ને તેમને સારુ લગાડવાનો ડોળ કરે. ભાઈ ને ત્યાં જ્યારથી નાનકી આવી ગઈ ભાભી ને ભાઈ જાણે શિવાંગીથી અલગ વ્યવહાર કરવા લાગ્યા. વક્ત વક્ત કી બાત હૈં કોઈ કાયમ નાનુ નથી રહેતું બોલે નહીં તેનો મતલબ તે નથી ને કે ખબર પણ નથી પડતી કંઈ. આ બાજુ ઉમાકાંત એની પાસે આવવા માંગતો હતો એની ખબર હતી. કેહવાયું છે કે દિવાલો ને પણ કાન હોય છે તો સુહાગ નો પોતાના
તરફનો અણગમો અને ઉમાકાંત તરફનો પ્રેમ એનાથી છૂપો કેમ રહે ?
' આજે મારે શોપિંગમાં જવાનું છે ઉમાકાંત ફરી ક્યારેક મળીયે ' શિવાંગીએ ટૂંકમાં પતાવી ને ફોન કટ કર્યો. ઉમાકાંત વિચારમાં પડ્યો. પણ આવું વારંવાર થવા લાગ્યું ને આ બાજુ સુહાગ ને ઉમાકાંત નજીક આવતા ગયા.
' ઉમાકાંત આજે મારી તબિયત નથી સારી તમે આવશો ને ? ' સુહાગે કહ્યું ને ઉમાકાંતને તેના ઘરે જવું પડ્યું . ગયો ત્યારે બારીના પડદા બંધ જોયા ને ફ્રંટ ડોર થોડો ખુલ્લો જ હતો. ધીમેથી તે અંદર પ્રવેશ્યો ને તેણે સુહાગ ને સાદ દીધો ઃ ' સુહાગ તું ક્યાં છે ? ' કોઈ જવાબ ના આવ્યો. અંદરના બેડરૂમ તરફ ધડકતાં
હ્રદયે દાખલ થયો ને ફાટી નજરે થંભી ગયો. સુહાગે કાંડાની નસ કાપી હતી ને લોહી ફર્શ ઉપર વહી રહ્યું હતું ને તે બેહોશ પડેલી હતી.
હોસ્પિટલે પહોંચતા ડોકટરે પૂછતાછ કરતાં માલુમ પડ્યું કે તે ઘણી ડિપ્રેસ રહે છે. "ઇમોશન યેડુ તું ક્યારે સમજીશ ?' ઉમાકાંત બોલ્યો.
સુહાગના મનની વાત એની આંખો ચાડી ખાતી હતી છંતા ઉમાકાંતે પૂછ્યું ત્યારે સુહાગે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. વ્યક્તિ વત્તા વ્યક્તિ એટલે પ્રેમ કે વ્યક્તિ વત્તા સંજોગ નો સમજોતો એટલે પ્રેમ.
સુહાગ ને ઉમાકાંત ના લગ્ન લેવાયા ત્યારે શિવાંગી ફોઈ ને ત્યાં હતી બહારગામ. કંઈ રીતે મનને સમજાવે કે હવે જ્યારે પોતે જ તેમના જીવનથી દૂર જતી રહી છે તો લગ્ન માંહાજરી પૂરાવે...? ઉમાકાંતે સુહાગનો નિર્ણય અપનાવી લીધો.
બાલ્કની માં ભૂલકાંઓને ટ્યુશન આપતી શિવાંગી પોતાના પગ પર ઉભી થઈ ગઈ છે તે ભાઈ ભાભી ને ગમ્યું. ઉમાકાંતે પણ જોયું. ચાલો તે જે રીતે સુખી રહે સુહાગ ને ખુશ રાખવીતે મારું કામ છે હવે. સમયની ફાળ ભરાય ત્યારે સાથે ચાલતો સમય ક્યારેક ભાગે છે ને ક્યારેક ના
ગમતું બંધન રિશ્તો નું પણ ખુબ સારું લાગે છે. જીવન ના કારખાનામાં સગપણ ના બળતણ પણ
હોમાય છે તો ક્યારેક બંધનના આવરણ ને મુક્તિ પ્રાપ્ત થાય છે.
ભાઈ ભાભી ની નાનકી તે તેમનું રોતું હસતું મહેકતું સપનું ...ખુશ છે પેલાટહુકતા મોર જેવું ! આ બાજુ શિવાંગી ભૂલકાંઓને રોજ ઘૂંટાવે અક્ષર ને આંકડા ને
અનુભવતી રહે મોહમાયા ના જાળા. સમરમાં વડલાની છાંયડી માં પાટીપેન થી લખતા છોકરાંઓ
ની વચ્ચે બેઠેલી શિવાંગી જુઓ હા તે જ તેનું સાચું સરનામું. સરી જાય આંસુ ને ચાલ્યા જાય આપણા, ખરે પુષ્પો ને પર્ણ તેમ વીતે વર્ષો...સંતાકૂકડી જીવન રમે દઈ દે 'ખો' ને તમે વિશ્વના મેળામાં એકલા અટૂલા.
પંખીના વૄંદ ઉડે, ઉગમણી પરોઢ ઉઠે ... ઓઢણી અડી નડે ને શરમાતી સવારઉઠે !! આજે કાંઈ જ એજંડા નથી ...શાંતિથી ઉઠી ને બગીચામાં કોફી લઈને બેઠી. છાપુ ખોલી ને
પાનાંઓ ઉથલાવા લાંગી. સ્પીડ રીડરથી ક્યારે પતી ગયું વાંચવાનું તે પોતાને પણ ના સમજાયું. બે વર્ષ ઉપર થઈ ગયા ઉમાકાંત ને જોયે.
' શિવાંગી.. !' પરિચિત અવાજ સાંભળતા જ શિવાંગી એ પાછળ જોયું પ્રેગનન્ટ સુહાગ વોક કરવા નીકળેલી, એકલી હતી.
' ઉમાકાંત જોબના લીધે આઉટ ઓફ ટાઉન છે ને આજે ફોર અ ચેંજ આઈ વોન્ટેડ ટુ કેચ- અપ વીથ યુ ટુ...કેન વી વોક એન્ડ ટોક ? પ્લીઝ ફોર ઓલ્ડ ટાઈમ સેઇક ! ' સુહાગ બોલી
' શ્યોર, ગીવ મી જસ્ટ ટુ મિનિટ્સ !' કહી શિવાંગી કપ કિચનમાં મૂકી પાછી ફરી. ' વ્હેન ઇઝ ધ
ડ્યુ ડેટ ? હાઉ આર યુ બોથ ?' શિવાંગી બોલીને ્ચૂપ થઈ ગઈ. સુહાગ બોલતી રહી લગભગ
પંદર મિનિટ સુધી ને પછી બોલી ઃ ' હાઉ અબાઉટ યુ ? એવરીથીંગ ઓ. કે ? '

' યસ, યસ.. પણ મારી વાત છોડ ! ઇઝ ઇટ બોય ઓર ગર્લ ? ડુ યુ નો ધેટ ? ' શિવાંગીએ વાત ને વળાંક આપ્યો. સ્થિર થઇ ગયેલું સંગીત અને લોપ પામેલ પ્રકાશ ફક્ત સ્તબ્ધ હોય છે,શાંત નહીં.ભરઅજવાશમાં પોતાના અંધકારને સ્વયંભૂ મમળાવતું મૌન .પ્રકાશની ઉષ્માનો સહવાસ ફાનસની કાચનીપરત પર તડકાનો પ્રસ્વેદ પાડે એ આંસુ ફક્ત એમાં જ શોષાયેલું હશે...ચળકાટ આપવાનો ઉછીનો ભ્રમઅહીં વિખેરી નખાયેલા સૂરોમાં પોતાનો મોક્ષ શોધે

છે. બસ આમ ને આમ કલાકેક જેટલું ચાલીને બંને છૂટા પડ્યા. શિવાંગી તો જાણતી જ હતી.
અંતિમ અસ્તિત્વ તો રહે જ છે..સ્મૃતિ એ નામશેષનું નામકરણ થવા દેતી જ નથી...ચળકાટ હંમેશાનૂતન બાબતોને જ સ્પર્શે એવું ક્યાં જરૂરી છે?શેષ સ્મૃતિઓને આગવી તેજસ્વીતા હોય છે....અત્યંતગુપ્ત...બહુ કોલાહલ કે ભરચક ભીડમાં નહીં

દેખાય..! પણ આજે સુહાગને પણ લાગ્યું કે પોતે ખોટી હતી. ઇર્ષા ને બદલાની

ભાવના રાખવાથી પોતાને જ વધુ ડંખે છે આખરે તો. ઉમાકાંત ને હંમેશા લાગતું બંને ના જીવનમાં પોતે સમાઈ જશે. એક નિર્દોષ લાગણી નહીં દૂભાય......ને

થોડી આંખોની ઓળખાણ થાય એની સાથે..પ્રકાશની દિવેટને ફાનસના કિલ્લામાં પેટવી શકું...સ્થિરથયેલું સંગીત ફરી સૂર રેલાવી શકે...એના સંન્યાસની અઘોરી અવસ્થા પારખીશકું.... કેમ કે ખાતરી પૂર્વક દાવો કરું છું કે બંને ના જીવનમાં

અંતે તો એ શેષભાવમાં મારી હાજરી હશે જ...જામી ગયેલી ધૂળની પરત પર હળવા સ્પર્શથી તારાટેરવાને ત્યાં ટેકવી જોજે મને ક્યાંક રોમાંચિત કરવાનો અંતિમ અવસર મળી જાય!! સુહાગ હવે મા બની ગઈ છે. ને ઉમાકાંત રીશી નો પિતા ને શિવાંગી ' આંટી ' આ ત્રિપુટી હવે કાયમ સાથે જ જોવા મળે છે. કોઈ હિપ્સ્ટર ટીચ મારી ' થ્રી-સમ '

કહે તો સુહાગ અટકાવી કહે છેઃ ' યુઝ્વલી ટુ ઇઝ કંપની હોય પણ અમારા માં થ્રી ઇઝ કંપની ! '

માય ગ્રાની


' આજે તો આપણે બહુ બીઝી છીએ ડોક્ટર ' નર્સ સ્ટેલા બોલી ને ડોક્ટર બ્રાઉનેમલકાઈને સ્ટેલા તરફ નજર ફેરવી લેતા બોલ્યા' ધેન ઇટ મસ્ટ બી ફૂલ મુન ટુ નાઈટ !!'
હાંફળી ફાંફળી મેટ્રન આવી ને બોલી 'ડોક્ટર યુ આરે નીડેડ ઇન આઈ સી યુ ડિપાર્ટ્મેન્ટ, પ્લીઝ હરી ! '
ઓપરેશન ટેબલ પર એલીઝાબેથ કણસતી હતી. બાળકની ડીલીવરી માટે ડોકટર સ્મીથ સ્ટ્રગલ કરી રહ્યા હતા. પણ નર્સ કહી રહી હતી એનું બી.પી ખૂબ ઉંચુ છે ' શી ઇઝ ઇન ડેન્જર ! '
તરફડતી એલીઝાબેથ ' માય બેબી, ઓહ ગોડ ! ' બોલી ન બોલી ને મશીન પર હાર્ટબીટ્સ ની લાઈન સળંગ થતી રહી ને બીપ બીપ અવાજ આવતો રહ્યો. ડોકટર બ્રાઉન ઉતાવળા લેડી
એલીઝાબેથ તરફ ધસ્યાં ને બોલ્યા. ' કેન આઈ ડુ સમથીંગ ? લુક્સ લાઇક ઇટ્સ બ્રીચ બેબી. એન્ડ નર્સ ગીવ એક્સ્ટ્રા ઓક્સિજન ટુ હર ! '
' બટ ડોકટર શી ઇઝ નો મોર !! ' બેબી બહાર આવી ગઈ પણ એલીઝાબેથ ની આંખો મિંચાઈ ગઈ. ..! ઓલમોસ્ટ ચાર મિનીટો પસાર થઈ ગઈ. ડોકટર ડીડવોટેવર ધે કેન પણ એલીઝાબેથ ની હાલત એમજ રહી.
નર્સ બેબી લઈને એલીઝાબેથ ના કાન પાસે ઉભી હતી. બેબી નો હાથ એલીઝાબેથ ના કપાળ ઉપર હતો. ને તે જોર જોરથી ' મા મા મા ' પુકારતી રડી રહી હતી. ઉંવા ઉંવા ઉંવા ભૂખની
ન્હોતી એની મા ને જગાડતી એની ચીસો કે શું ? ચમત્કાર જાણે થયો કે વિધાતા ને આવી ગઈ શરમ કે એક મૄતમા એ સાંભળી બાળકની ચીસો. ..!! ધીમે રહી એલીઝાબેથે આંખો ખોલી
ને મશીન ફરી ઉંચી નીચી લાઈન માં ધબકારા બતાવવા લાગ્યું ..! બધાની આંખો ભીની હતી પણ મા ને વળગેલું બાળક તો હજુય રોતું જ હતું.
' માય બેબી, માય બેબી.' બોલતાં ફરી આંખો મીંચી દીધી. એલીઝાબેથ ને મોત ના મુખમાંથી બચાવનાર બેબી ને બધા ' મિરેકલ બેબી ' તરીકે જ બોલાવવા લાગ્યા. સેરા નામની નર્સ ઉપર
થી તેનું અસલી નામ તો સેરા પડાયેલું હતું. સેરા વોઝ ક્યુટ-સ્માર્ટ-સ્ટ્રોંગ-ફેર ને વેરી લવિંગ હતી એની મોમ એલીઝાબેથ ની ડુપ્લીકેટ જ જોઈલો. ..!
ડોકટર એક બીજા ને શેક હેન્ડ કરી છૂટા પડ્યા.
અચાનક રીન્કુ નો હાથ પકડી દાદાજી બોલ્યા 'આ એજ તારી દાદી મિરેકલ બેબી કહેવાતી હતી. શી ઇઝ રીયલી મિરેકલ બેબી..!!'
રિન્કુ હાથ છોડાવતાં એની કાલીધેલી ભાષામાં બોલ્યો ઃ ' નો બેબી ..માય ગ્રાની એન્ડ મી બેબીબોય દાદુ ! '' યસ યસ યુ આર !! ડુ યુ નો શી વોઝ વેરી ગુડ મોમ ઓફ યોર ડેડી ટુ ! એક વાર અમે ફેમીલી પીક પડાવવાના હતા. રીમેમ્બર ઓલ્ડ સ્ટાઇલ બીગ બોક્સ -કેમેરા ? કેમેરામેન કવર્સ હીઝ
ફેસ વીથ બ્લેક ક્લોથ. '
'હા દાદુ, ડેડી વન્સ શો મી ધેટ કેમેરા પીક ' ઉત્સાહિક 'રીન્કુ' બોલે તે પેહલા ઢેબલી 'મીનુ' બોલી ને 'મોન્ટી'-' પિંકુ' એ હા મા સુર પૂરાવ્યો. દાદી હસી પડ્યા. સેરા ની મોમ એલીઝાબેથે
ઇન્ડ્સ્ટ્રીયાલીસ્ટશ્રીમાન પારેખ સાથે લગ્ન કરેલા. તેથી છોકરાઓ કાલુ કાલુ ગુજરાતી બોલતા ને એલીઝાબેથ સાથે અંગ્રેજી પણ બોલતા.
ચતુર પિંકુ ચુપચાપ સાંભળી રહ્યો હતો તે કહેઃ 'પછી શું થયું દાદુ ?'
'યસ પિંકુ સેરા ગોટ રેડી એન્ડ આઈ વોઝ ઓલમોસ્ટ રેડી. શી વોઝ લુકીંગ સ્ટનીંગ ઇન પીંક સારી એન્ડ આઈ વોઝ વેરીંગ સુટ...યોર ડેડ વોઝ નો વ્હેર ઇન સાઇટ..!'
' જય ...જય ' વી કોલ્ડ હીમ યોર પાપા વોઝ નો વ્હેર !
' જય, બેટા વ્હેર આર યુ ? ફોટોગ્રાફર વીલ બી કમીંગ એની મિનિટ ...લેટ્સ ગેટ રેડી ' ગ્રાની સેરા કોલ્ડ યોર ડેડ જય અગેઇન !!
સ્લોલી જય સેઇડ ઃ ' મોમ આઇ એમ સ્કેર્ડ !! '
સેરા એ જોયું કે જય ખાટલાં નીચે સંતાયો છે. તેની પાસે જતા વ્હીસ્પર કરતાં બોલી ' કેન યુ ટેલ મી વ્હાય ? '
' મોમ ધેટ કેમેરા મેન ઇઝ ગોઇંગ ટુ કેપ્ચર મી ઇન હિઝ કેમેરા સો આઈ એમ સ્કેર્ડ... આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો વીથ હીમ ઇન ધેટ બોક્સ કેમેરા..પ્લીઝ મોમ આઈ લવ યુ .. !! '
અને સેરા ખડખડાટ હસી પડી ને બોલી ઃ ' ઓહ નો સિલી બોય...નો વન ઇઝ ગોઇંગ ટુ કેપ્ચર એન્ડ ટેઇક યુ અવે...!! ફોટો ગ્રાફર જસ્ટ ટેઇક્સ યોર ઇમેર ઇન કેમેરા !!'
જય હસી પડ્યો ને શાંતિથી પડેલા તે ફોટા ની પાછળ હજુ એક બે ચકલીઓના માળા છે ખરા હો ! દાદુ હજુ તાકી રહ્યા હતા એ પિકચર ને કે જેમાં જય સેરા ને વળગી ને ઉભો હતો પણ
હસતો હતો ખરો. દાદુ તો ખુશ હતા જ પણ સાથે સાથે ગ્રાની સેરા પણ ખુશ થતા બોલી. ' યોર દાદુ ટેલ્સ મી ઓલકાઈન્ડ્ઝ ઓફ સ્ટોરીઝ - સમ ઓફ ધેમ આર શોર્ટ એન્ડ સ્વીટ !!'
રિન્કુ બોલ્યો ઃ ' કેવી સ્ટોરીઝ ? અમને પણ કહો ને પ્લીઝ ગ્રાની ! '


" ' એક હતો ચકો ને એક હતી ચકી ' ' ઉંદર સાત પૂંછડીઓ ' ' રાક્ષસ કહે માણસ ખાંઉ માણસ ગંધાય - રાક્ષકની જાન પોપટ ની ગરદનમાં ' ' મિયાં ફૂસકી' ' વેતાળની વાર્તા ' રામાયણ ની
બાળક રામ ની વાર્તા ' પણ ખરી હોં.."
' ભગવાન રામ નાના હતા તે વાર્તા કહો ને ગ્રાની ! પ્લીઝ .' રિન્કુ બોલ્યો ને બધાએ હા માં હા ડોકી ધૂણાવી ને આતુરતા બતાવી.
દાદુ ને ગ્રાનીએ દૂધ પીતા પહેલાં રામે કરેલી ચાંદની માંગણી વાળી વાર્તા ધીમે ધીમે લડાવી લડાવી ને કહી. થાળી માં દેખેલા ચાંદ ની સાથે રમતાં રામ કેટલાં ખુશ થયાં તે સાંભળી બધા
ખૂબ રાજી થયા. દાદુએ દૂધની મહત્વતા જણાવી ને બધા વાર્તા પછી નિંદરમાં પોઢ્યાં...બીજા દિવસે બીજી વાર્તા નું પ્રોમિસ લઈને !!

'કલમ' - એક કલ્પવૃક્ષ...

વિચારોના વનમાં એક કલ્પવૄક્ષ ઉગ્યું. શિયાળાની સિઝનમાં એ ખૂબ ફાલતું ભલે ને એને ઠંડી નડે તો ય એ ફાલતું ને કાગળે જઈને કલમે અક્ષર મહીં રોપાતું. હા, જાનકી ને ખૂબ યાદ આવતું એનું ઘર.એક મોટા ચોકમાંથી પસાર થાવ પછી સરોવર કાંઠે બેકયાર્ડ પડતું મોટું ફળિયું ફરતે કોટ ને ફળિયે
ઉગે રૂદ્રાક્ષ. હા, એ ઘર ની શાંતિ, સગવડતા કરતા એકાંત માં ભોગવેલી કુટુંબસંગની મજા યાદ આવતીને કલમ રણકી ઉઠતી. અક્ષરો પકડાપકડી કરતા ને માંડમાંડ ચૂપ કરાવીને એક લાઈનમાં બેસાડતા જાનકી ક્યારેક ઠપકો પણ આપતી કે જ્યારે હોય ત્યારે પતંગિયાની જેમ ઉડાઉડ ને ભાગંભાગ જ કરો છો આજે તો પકડી જ લંઉ !! જ્યારથી થોડાં શું વખાણ થઈ ગયા કે કલમને ફૂટી કૂંપણ. ક્યારેક મળે કવિતા ક્યારેક વાર્તા ને લાગણીઓનો પ્રવાહ પકડે ગતિ. જાણે કે એ માત્ર ગતિભાસ
છે પણ ગતિ થી વહેવાનો આભાસ એને ગમતો. ફળિયામાં દાદા ને બાપુનો જાન રોપાયેલો. હા,
નટવરભાઈ ને વિજયભાઈ એ આસોપાલવથી માંડી મની
પ્લાન્ટસ ને રંગબેરંગી ફૂલો વાવેલા. સરોવર કિનારે થોડું વેજીટેબલ્સ પણ ઉગાડતા. તમે ક્યારેય જાવ તાજા શાકભાજી ઘરની વાડીના માંથી જ ભોજન મળે હોં. એમાં જે મિઠાશ તેની શું થાય વાત !! યુનીવર્સિટી માં ભણવા ગઈ ત્યારે તો ખૂબ મીસ થયું બધું પણ લગ્ન ક્યાં થશે કોને ખબર...!! પરદેશ થશે તો બધુંય છોડી જ દેવાનું ને, પણ યાદ તો બધું જ રહેવાનું.
'જાનકી , સાંભળતો ઃ ' વિરલે ઘરમાં પ્રવેશતાંવેંત જ સાદ પાડ્યો.
' એ આવી હોં...! રસોડામાંથી હાથ લૂંછતા લૂંછતા રૂમમાં પ્રવેશતાં જાનકી બોલી ઃ ' બોલો આવી ગઈ હું... પહેલાં પાણી પી લો. '
'ટેબલ ઉપર તું મૂક ને આ પચાસ જમા કરી આવજે કાલે ને કાલે જ.' વિરલે પચાસ હજાર ની થોકડી ટેબલ ઉપર રાખી હતી તે પર આંગળી ચીંધતા કહ્યું. આંગળી માં પહેરેલી મંગળની
વીંટી ચમકતી હતી. કે જે જાનકી ની તબિયત સારી રહે તે માટે પહેરતો હતો...જયોતિષજીના કહેવાથી.
થાકેલી લાગતી જાનકી વાળની લટો ને કાન ની પાછળ ફેરવતી આવી ને સોફામાં ફસડાઈ પડી.
ધીમેથી બોલી ઃ' ભલે હું જઈ આવીશ હોં. પણ મારે તમને એક વાત કહેવી છે જો તમે મને
સાથ દો તો. આપણો મહારાજ રામુ કહેતો હતો કે બેનબા તમારી તબિયત આ ભેળસેળવાળા અનાજ મસાલાથી બગડી છે... મારું માનો, મારી જેમ તમે ધાન ઉગાડો ને ખાવો તો સાચું કહું છું
આ ડોકટર ને દવાદારૂ બધું ખલાસ થશે.'
' પૈસા ના પાણી થતા બચતા હોય ને તારી તબિયત સારી રહેતી હોય તો તું કહે તે કરવા તૈયાર છું. આ કમાણી , આ ઘરબાર આખર છે કોના માટે ! જ્યારે તને આમ જિંદગી ને ઘસડીને
ચલાવતાં જોંઉ છું મારું હૈયું કંપી જાય છે. જો તને કંઈ થશે તો દુનિયા ને આગ લગાડી દઈશ હોં..! ' પાસે બેસી વિરલે એનો હાથ પકડતા કહ્યું ને કપાળે બીજો હાથ ફેરવ્યો. લાગ્યું કે એને
તાવ પણ છે. જાનકી ને ગ્લુટન-ફ્રી અનાજપાણી ની રજા હતી. તે છેલ્લા
રીપોર્ટમાં આવેલું. તેથી વિરલે કહ્યું ઃ ' બોલ તું કહે તે કરીએ આપણે. '
' મને મારું ઘર સાંભર્યું છે , લઈ જશો ને ?' જાનકી આશાભરી નજરે પૂછતી રહી.
રોજબરોજ કથળતી તબિયતથી વિરલ ને જાનકીની ખૂબ ચિંતા હતી જ. ઝટ 'હા' બોલી તેને બાથમાં પકડી લીધી ને આગળ કંઈ બોલે તે પહેલા તો જાનકી સોફા ઉપર જ બેહોશ થઈ ગઈ હતી.રણમાં મીઠી વીરડી જેવું કંઈક સાંભળ્યું ન સાંભળ્યું ને બેહોશ બનેલી જાનકી ને પંપાળતો વિરલ
ચિંતાગ્રસ્ત દેખાતો હતો તે રામુએ જોયું. 'શું થયું બેનબા ને ?' બોલતાં ટેબલ પર પડેલો
પાણીનો ગ્લાસ ધરી ને બોલ્યોઃ' સાહેબ તમે જરાય ચિંતા ના કરશો મારી ઘરવાળી આવી જશે બેનબાનું ધ્યાન રાખશે. અમારી વાડીનું ધાન ખાશે તો બેનબા અઠવાડિયામાં હરતાં-ફરતાં ને
હસતાં દેખાશે...જો જો ને તમે. 'ઘરે ઉગેલા ઘંઊના લાંબા દાણા નો લોટ પણ ઘરે દળીને લઈ આવેલી શાંતા ને સાથે વાડીના શાકભાજી પણ ! અશક્તિ આવેલી તેથી તેને ગાયના દૂધની કોઈ પણ વસ્તુ ખાવાની મના હતી.
બાકી ચોખ્ખા ઘંઊના લોટની ફૂલકાંરોટી ને લીલોતરી ની રજા હતી. સાથે ફ્રેશ નાળિયેરનું પાણી બે થી ત્રણ વાર દિવસમાં પીવા લાગી ને જાનકી ને એકાદ વીક માં જ ફેર વર્તાયો. બધા ખૂબ
ખુશ થયા. ' કહું છું, આપણે પણ આપણા દેશમાં જઈને આપણા ઘરે ઘંઉ વાવીએ તો ?' જાનકી બોલી ' આ દવા દારૂ નું કાંઈ કામ નથી મારો માહ્યલો હવે માંગે છે મારી જન્મભૂમિ. શું તમે
નહીં આવો મારી સાથે ? ' તરસી આંખે જાનકી વિરલ ને તાંકતી રહી.
' ખોબામાં ભરવા મૄગજળીયા પરપોટા માણી લઈએ.. હા, ચાલ જિંદગી થોડું બેસી લઈએ !!' જાનકી ની નજરૂં બોલી.
બોલતા બોલતાં બંનેની આંખોમાંથી ટપ ટપ આંસુઓ સરી પડ્યા. આ સાચી લાગણી જુઓઅર્થના આકાશમાં લખી મુખોમુખ જઈ પરખાણી,તાજી તાજી કાચી ગબડી તોય ગઝલ થઈ જાણી’
ને તે આગળ બોલ્યો :’જાનકી તું બોલ હું લખું જ છું ને વારંવાર વાંચુ છુ.’ જાનકી આગળ બોલતી
રહી ને વિરલ લખતો રહ્યો.

'કલમની કમાલ ગુંજવી કોને ત્યારે તે સંભળાણી,આરઝુ ખોળી અક્ષરે અક્ષર બર્ફ થઈ પીગળાણી

દઈ દીધું દિલ દીઠા મહીં પછી ફૌજી થઈ પીંજાણી,અજવાળ્યું અચાનક દિપે જો ઉધાડો બારણે જાણી

મૌતનો દરિયો છે પારદર્શક શબ્દની નૌકા ભરાણી, નામના સાગરમાં જોયો પરપોટો આંગણે ધરાણી'
ખૂણામાં ઉભેલા રામુ ને શાંતા ભીની આંખે આ મધુર દ્રશ્ય માણી રહ્યા હતા. ને છેવટે અત્યારે અહીં બંને ઘંઊ ઉગાડી ફાર્મ પર જ ફ્રેશ

દળીને લોકોને ચોખ્ખા ઘંઊનો લોટ ને ફ્રેશ શાકભાજી પૂરા પાડે છે. (સત્યઘટના પર આધારિત )