Sukhi Baa books and stories free download online pdf in Gujarati

સુખી બા

સુખીબા....વાર્તા -૩

એરપોર્ટ પર ..ઉભો રે મારા વ્હાલા ઉભોરે કેહતા ધીરેથી થપકી મારતા વ્હીલચેરમાંથી ઉતર્યા...મારું હાળું આ અમેરિકા બહુ દુઉઉઉર....હાઈશ થઈ આવી ગયા...કેહતા એમના બાર વર્ષના ઢબૂરિયાને વ્હાલથી વળગી ગયા...! ઓ ગ્રાની...લવ યુ ટુ....હા હા હું ટુ કેહતા ગ્રાની તો બસ એના હાથને પંપાળતા રહ્યા...સાચુકલી ખુશી આંખોથી ટપકી પડી...મનુભાઈ ને ભાભીએ ચરણ સ્પર્શ કર્યા ને ઝુક્તા જ ચોંટી પડ્યા...હાય હાય આમાં સ્વાતિ તો સ્તબ્ધ ઉભી હતી...મન એનું માનતું ન્હોતું કે આવી ગયા સુખીબા.

ભૂરી ભૂરી આંખો ભૂખરા ભૂખરા વાળ ..તોય ઓળી ને વાળેલો અંબોડો એમના માથે ઓઢેલા બદામી રંગના સાડલામાં થી ડોકિયાં કરતો હતો. હજુયે બાએ કાન ઉપર ચેન ચડાવી ને ઠોળિયાં પહેર્યા હતા...ડાઢી પર છુંદણું ને હાથ પર પણ "શિવશંકર"નું

વ્હાલું નામનું છુંદણું..એ જોઈને 'કુલ ગ્રાની...વાઉવ ગ્રાની લવ્સ ટેટુ...લુક મા...લુક હીયર...'એક શ્વાસમાં શિવાન બોલી ગયો...ટમેટા જેવો લાલ લાલ ગાલ વાળો ગોળમટોળ ગલગોટો ને એની ચકળમકળ હસ્તી આંખો...પરાણે વ્હાલો લાગે...ફરી સુખીબા ને વળગી ગયો...મનુભાઈ એમના

સુખીબા શિવશંકર રાવળ ને જોતા રહ્યા.ગામ આખુ બીવે આ શિવશંકરજી ના ઉગ્ર સ્વભાવથી...ને પેટનુંય પાણી ના હાલે એવા જ ઠંડાગાર સ્વભાવના સુખીબા...નામે જ નહીં ગુણોથી સુખી હતા...ક્યારે ઉંચા અવાજે કદી બોલતા નહીં

મોઢેથી શિવ શિવ...નામની માળા ચાલુ રહેતી..વાહ પ્રભુના ભૂલાય ને પતિના નામની માળા પણ કરાય...!હસ્તિ સે જુડે હસ્તિ...વાહ રામજી !ચૂપચાપ ખૂણામાં રમતી સ્વાતિ રમકડાં ના વાસણ માં રસોઈ બનાવે...ઢીંગલી ને તેડે રડે તો છાની રાખે...રોજ રોજ નું એનું ઘરઘર રમવું ને બા ના રુમાલ નું ઓઢવાનું ને બીજાનું ઓશિકું બનાવી ને ઢીંગલીને સુવડાવે...બાગમાં ચોળી ઉગાડેલીને શિંગદાણા ફુટેલા...

તે લઈ ને ખાતા ખાતા રમત રમતી જોઈ બા ધરકામ પતાવતા. ત્યાં સુધીમાં મનુભાઈ સ્કુલે થી પાછા આવી ગયા

હોય.એક કાંકરે બે પક્ષી મારે લોકો પણ બા તો કાયમ એક સાથે ઘણા કામ કરવામાં પાવરધા....એમનું ધ્યાન બધે હોય..!! બસ થોડી મોટી થઈ ગઈ ...આજે સ્વાતિ એની મીનુ ને લઈને

સ્તબ્ધ ઉભી હતી..થીજી ગઈ ઠંડી ચોતરફ તોય સંસ્મરણો ઉપસી આવ્યા...ડંડાગાર પાણીમાં વહેણથી આઇસબર્ગ તરતા તરતા ભાંગ્યા કરે ને પોલારબેર સ્ટક થઈ જોયા કરે....તેમ..બંને જોતાજ

રહેત..ભાભીએ ખેંચીને સ્વાતિને તંદ્રાવસ્થામાંથી જગાડી...પાય લાગું બા કેમ છો તમે? એમ બોલી મીનુને ઉપાડી બા ને આપી દીધી.....મીનુ એકદમ ચુપચાપ બા ની આંખોમાં આંખ પરોવી રહી હા....તમે આવી ગયા...ઢીંગલી જેવી જ છે હો..ને બંને હસી પડ્યા..ચાલો બા, પાર્કિંગલોટમાંથી

કાર લઈ આવી ને મનુભાઈ બધાને લઈ ને ઘરે આવી ગયા.મનુભાઈ ના આલિશાન બંગલાને બે ઘડી તાકતા રહી ગયા...બહુ રૂડો રૂપાળો તારો

મહેલ છે હોં...ભાભી ખુશ થતી બા ને રૂમ બતાવતી હતી...જુઓ બા આ તમારો રૂમ....ભગવાનના રૂમ ની બાજુમાં જ..અને હા, રૂમમાં બાથરૂમ છે...તમે ફ્રેશ થઈ જાઓ બા ચાય મૂકીને આવું હો..બા તો રાજીના રેડ થઈ ગયા એમના રણછોડજીને જોઈને...મનુ મારો ડાહ્યો ખરો...સ્વાતિ ત્યાં તો આવી ને કહે બા બાથરૂમમાં બધુ તૈયાર છે. આજ શબ્દો કંઇક ઓ્છા પડ્યા કે શું ગળું સુકાઈ ગયું

..સ્વાતિ તો ચૂપચાપ ભાભી સાથે હળી મળી ગઈ હતી. શિવશંકરજી નો ફોટો પણ તેમના રૂમમાં

ટેબલપર રાખેલો હતો. બા જોઈને બોલ્યા શિવાન તમારા જેવોજ લાગે છે ને ..મલકતા દાદાજી જાણે થોડું વધુ મલક્યા..વ્યક્તિને થાય અનુભૂતિ એહસાસથી..અને વ્યક્તિ માની પણ લે કે

એમણે વાત કરી ભગવાન સાથે....!! ભાભી ઓછી બોલી ને રૂપરૂપની અંબાર હતી..સ્વાતિ મધ્યમ કદની ને ઘંઉવર્ણી પણ નાજુક ને નમણી...! બંને ને ખુબ બનતું ...સગી બે બહેનો જેવું !! સુખીબા નો સ્વભાવ એવો સ-રસ હતો કે

બધે ભળી જતા...અને બધાના માટે મરી પડતા..બધાને એમ જ લાગે કે મારા જ બા છે..ઇવન

નેબર્સ હોય કે મિત્રમંડળમાં પણ કદી કોઈને કાંઇ ન કહે..કાયમ બધાના વખાણ કરે અને પૂછે તો

સાચી સલાહ દે...કહે બેટા આટ્લું દિકરી માટે ને આટલું આવનારી વહુ માટે રાખજે..કોઇ ને ઓછુ ના આવે...મધરાતેય કહો ને તમારું ભાવતું ખાવાનુ ચપટીવારમાં બનાવી આપે. બસ બધાના

સ્પેશિયલ સુખીબા બધાના વ્હાલા સુખીબા કદી ના કહેતા મનની વાત..આજ ફોટા ને ચોંટી પડ્યા...દડદડ્યા ભાવો ને આંસુમાં સરી ગયા..સ્વાતિ ને ભાભી આવે તે પેહલા શિવાન આવી ને ચોંટી
પડ્યો કે ગ્રાની ડોન્ટ ક્રાય પ્લીઝ ...મૈં હું ના.. ને બા પણ હસી પડ્યા...હા મારા વ્હાલા સમય નથી ત્યારે બંધનમાં મુક્તો જાય છે તું !!

આ રૂડો રૂપાળો સ્નો જોને મારો હાળો પાછળ જ પડી ગયો છે....આવું કાંઇક બોલતા બોલતા ન્હાવા ગયા..અરે હા બા..અહીં ના નળની ચકલી આ બાજુ ફેરવો તો ઠંડુ ને આ બાજુ ફેરવો તો ગરમ

પાણી આવે...આ લો તમારા માટે ખુરશી..પાણી ની બકેટ ને ટંબલર...અને બીજું કાંઇ જોઈએ તો કહો...અરે હા હુંય ભુલકણી આ સાબુ બ્રશ-ઉલિયું ને આ બાજુ ટુવાલ શેમ્યુ ને ઉતરતા ધ્યાન

રાખજો લપટાય નહીં હો...સુખીબા કહે હવે જઈશ તો હું સ્નાન કરવા જઈશ હો...!! ઓકે બા કહી સ્વાતિ ત્યાંથી નીકળી.

બા ના બેડ પર નવી નકોર ઝીણી ડિઝાઈનની પર્પલ સાડી મુકી હતી...સ્વરછ ચાદર ને બફલા જેવુ ઓશિકું..બાજુના ટેબલ પર માળા ને ગૌમુખી -એમના ચશ્મા, દાંતનો ડબ્બો ને

પાણી નો ગ્લાસ..શિવાન બધુ જોતો હતો..ગ્રાની આર યુ ડન ? તું ચલને...ત્યાં થી ઉપાડી ચોકઠું ને રમવા લાગ્યો..બા તો હુડહુડ કરતા શિવ-શિવ કરતા નાહીને તરત બહાર નીકળેલા.

ને કેહવા લાગ્યા...અલ્યા એ રૂપાળા મારા દાંત લાવ તો?? શિવાન કહે બટ વાય ?? તને કેમ ફેક

દાંત છે? યુ લુક ક્યુટ ગ્રાની..હા હા કહીને સાડલો પહેરતા બોલ્યા એ તો ચોકલેટ થી હો

..પણ હું લાવી છું તારા માટે ખુબ બધી ચોકલેટ...બટ પછી મારા ટિથ પડી જશે ને ...હા હા બહુ

નહીં ખાતો રોજ એક એક બસ...ઓહ ગ્રાની આઈ લવ યુ....હા હા હું ટુ....'ગ્રાની હુ ટુ નહી..

મી ટુ..આવતો રે મારા વ્હાલા આવતો રે કહી એકબીજાની આંગળી પકડી ને રસોડા તરફ

ચાલ્યા.. ભાભીએ તો મસાલેદાર ચાય ને ઢેબરા મુક્યા બધાએ હસ્તા હસ્તા વાતો કરતા કરતા લંચ

પતાવ્યું.સ્વાતિએ બધા વાસણો ડીશવોશરમાં મૂકી દીધા..ને બધાના ગંદા કપડા વોશરમાં...બા થોડીવાર આરામ કરવા આડે પડખે થયા..ત્યાં તો શિવાન આવી ગયો ગ્રાની ચોકલેટ..?? લે તે તો

ભૂલી જ ગઈ હોં..લાવ તો મારી નાની હેન્ડબેગ..એમાં છે..પછી તો આરામ આરામ ના ઠેકાણે રહ્યો...બા એ બધુ ખોલ્યું એમની મોટી બે બેગ્સમાં તો આંખુ ઈન્ડીયા લઈ ને આવેલા...જાણે

જાદુ થતુ હોય એમ એક પછી એક વસ્તુ નીકળે તેમ તેમ શિવાન નુ...વો...વાઉવ..ઓસમ...કેહ્તો જાય...બા એ લાલ લીલી બાંધણીઓ ને પુજાના ચાંદીના વાસણો ભાભી ને સ્વાતિ ને આપ્યા.

એમાંથી ઘંટડી લઈને શિવાન વગાડતો વગાડતો ગોળગોળ ભાગતો હતો...એને રમત સુઝી હતીને..બા એ ચોકલેટ આપી ઘંટડી લઈ લીધી..પછી મીનુ ના ઝભલાં બકુડા ચણિયાં ચોળિ ને શિવાન

માટે શર્ટ ને નાનકો ઝભ્ભો...બસ બસ બા તમે તો કેટકેટલું લઈ આવ્યા છો...બેટા વહુ મોટા ખુશ થઈ ને આપે ને તે લઈ લેવાનુ...પેહરો ઓઢો ને સુખી થાવ ને અખંડ સૌભાગ્યવતી ના સુભાષિશ

માથે ઓઢીને આપ્યા...!પાછળ થી દેશનો ગોળ-મસાલા- પેક અથાણાં ને મીઠાઈ કીચનમાં

પાપડ સંગ જોયા...બે જ દિવસમાં તો કીચનમાં બધું જાણી પણ લીધું કઈ વસ્તુ ક્યાં ક્યા છે શું છે ને શું નથી...એ ક્યાં ક્યાં મુકવાનુ છે...માઇક્રોવેવ -ફ્રીજ-બ્લેન્ડર બધું શીખી લીધું...

સુખીબા ખુશ હતા..અઠવાડિયામાં તો બધુ રાબેતામુજબ ચાલવા લાગ્યું ...બા સૌ સાથે એટલા બધા હળી મળી ગયા હતા જાણે કેટલાયવખતથી ના રેહતા હોય...ગાડીમાં બેસીને ફરવું કોને ના ગમે

પણ મંદિરે જાવાનું થાય ત્યારે સુખીબા ખરેખર ખુશ થઈ જતા...મંદિરમાં બેઠેલા લાલજીની પરિક્ર્મા કરતા કરતા બોલતા મારા વ્હાલા મારી લાજ રાખજે..બધા નું ભલું કરજે..!

ગ્રાની ની પાછળ પાછળ શિવાન પણ ...બોલતો...મારા વ્હાલા મારી લાજ રાખજે...બધાનું ભલું

કરજે..બટ મી ફર્સ્ટ...! જે સાંભળે તે હસી પડે..બેયને એક બીજા વગર ચાલે નહીં...શિવાનની

પાછળ ગ્રાની ને ગ્રાની ની પાછળ શિવાન...!!! એક દિવસ ગ્રીલ ચિઝ સેન્ડવિચ..બીજે દિવસે મેક્રોની, ત્રીજે દિવસે પીનટબટર સેન્ડ્વિચ..બસ આમ રોજ રોજ શિવાન બાબુની ફરમાઈશ ચાલુ

રહે ને ગ્રાની સુખીબા ખુશ ખુશ થાતા બધુ બનાવી દેતા..બાને એની કમપ્યુટર ગેમ બતાવે ને બાને સમજાવે બે ય એક્બીજા સાથે રમે જમે. સ્વાતિનું ઘર પણ નજીક જ હતું તે મીનુ ને લઈ ને

આવે તો બાને શિવાન એક બીજા ના ખોળામાં મીનુ રમે ને સ્વાતિ સાથે વાતો કરે..કેટકેટલી વાતો જાણે ભેગી થઈ ગઈ હોય કે વાતો ખૂટેજ નહીં...દસ્તો-ખાયણી લઈને શેકેલા શિંગદાણા ને

ખાંડી ને ફરાળ માટે લાડુ બનાવતી...બારીમાંથી દેખાતા બટમોગરાના ફુલ રોજ વીણતી...ઘરના

ગાર્ડનમાં પાછળ પારિજાત ની પથારી હોય...આજુબાજુના માસી પણ પોતાના ભગવાનને

ચઢાવવા વીણી જતા...પારિજાતના કેસરી દાંડી તોડી ચંદન સાથે વાટે...ને શંકર ભગવાન ને માટે વાટકી માં એના નાના હાથે ભરે...આવી આવી જૂની વાતો વાગોળતા ક્યાં સમય પસાર થઈ જાય કોઈ ને યાદ પણ ના રહે.

ક્યારેક મેથી વિણાતી તો ક્યારે લસણ ફોલાય..બધી જુદી જુદી જાતભાત ની ચટણીઓ બને..ફુદીનાની-કોથમિર ની- આંબલીની તો ગળચટી લસણની...બધુ રોજ પીરસાય...વીકેન્ડમાં ફરસાણ

માં લેવાય ને ઉજાણી કરાય...બા ના હાથના ઢોકળા-દાળ ઢોકળી ખાવાની મજા કઈ ઓર જ

આવે..બધાને ભાવે..એમાંય સુખડીના ચોસલા પડતા જોઈ ને શિવાન વેંત વેંત કુદે ને બા હસે..!!

બધુજ ખાય ને કોઈ દિવસ એકેય છોકરાં રુવે નહીં ભાભી ને સ્વાતિ બંને કેહતા બા ના હાથમાં જાદુ છે જાદુ...શિવ શિવ એમનું કદીય ના છૂટે...ને બધી જ વાનગી ટોપની બને...સુખી બા સુખી

રેહતા ને બધાને સુખી કરતા...!

લાકડાના વહેર ને રંગી ને બનાવેલી રંગોળી ગાલિચા ની જેમ ઉપસેલી તે સ્વાતિએ યાદ કરીને કહ્યું બા તમારા લીધેજ હું પ્રથમ આવેલી..બા પીકનીકમાં લીંબુ -ચમચો..કોથળાદોડ-ને ખો -ખો

રમાડે..બધાના બા હતા ને બધાને બા ગમતા...સ્વાતિને ગાવાનો શોખ...તો પોતાના ઉપર મુકી ને કાપ દિકરી ને વિશારદ કરાવેલ...જેના લીધે સ્કુલમાં સંગીત ટીચર તરીકે રહેલી.હવે તો

હાલરડાં પણ ઇંગ્લીશમાં ગાય છે આવ્યા પછી...ઘણું બધું છૂટી ગયું ..ભુલાઈ ગયું..ને ગમે ન ગમે બદલાવુ પડે..ન ગમતું ગમાડવું પડે...સાસરું છે તો શીખવુંય પડે..અને બા કહેતા...ગમાડો

ને કરો ને બધાને વ્હાલા લાગો..બા ની વાત સાવ સાચી હતી આમેય કરવાનું તો હોય જ તો પછી શા માટે હસ્તા હસ્તા નહીં?? આખરે બા ની દીકરી તો ખરીજ ને..!! તેથી તે પણ ભાભી સાથે

ખૂબ હળી મળી ગયેલી...!! હવાઈ ફરવા ગયા ખુબ બધા ખુશ હતા...પાછા આવ્યા રોતા રોતા...

મજા કોઈને ના સદી...શરદી ફેફસાં માં ભરાઈ ગયેલી ને હોસ્પીટલે ૨ દિવસમાં જ બા ધામે

સીધાવ્યાં...શ્વાસમાં ખુબ તકલીફ પડી ન કોઈ આગાહી ના કોઈ હતી બીજી કોઈ તકલીફ..પણ ધાર્યું ધણીનું -ઉપરવાળાનું થાય.માયાજાળમાં બાંધી અનુભવે કરાવું અનુભૂતિ..જેને ગોતે બહારે

આવી વસું તુજમાં ભળી...!! નાની કંઠે માળા રૂદ્રાક્ષની ઉપરથી લાગે છબી...તે પર ચડી સુખડનો હાર વળગ્યા સદસ્યો ચંદન થઈ...બરફના માળામાંથી પંખી ઉડી ગયું...માળો સાવ ખાલી !

અલગ અતડો વ્હવહાર છે ક્યારેક રોકડો હિસાબ છે..ચાલ્યા જ્યાં જ્યાં ત્યાં ત્યાં તમામ ફૂલડાં ઉગ્યા પાછળ ચાલ્યા

દોડ્યા જ્યાં જ્યાં ત્યાં ત્યાં આંસુડા ટપક્યાં થઈ નદી -સરોવર ગયા...બા નું જવું સાચે જ પાનખર હતું ગયા ચાલ્યા

બધું જ ફૂંટેલ વસંતે જે જે વાવ્યું હતું આવે છે રહી રહી ને યાદ થઈ જ્યારે..શબ્દો ટપકે કાગળે ને પત્ર માની વંચાય

ભળી ગયા શ્વાસોમાં.. અલગ ક્યાંથી થાય કોઈ..વ્યવહારૂ દિકરો-વહુ ! સમજુ સ્વાતિ, શિવાન મીનુ અડીઅડી મુંઝાય

.....રેખા શુક્લ