sangam setu books and stories free download online pdf in Gujarati

sangam setu

SANGAM SETU{2}

1.હોવાપણા નો ભાર વળગે...........

ઉઝરડામાં વહે છે અસ્તિત્વ, રહી રહી વળગે

અક્ષરે વિંધાતુ શૈશવ, લસરકા રહી રહી વળગે

----રેખા શુક્લ

આપણા હોવાપણા નો ભાર, આખરે નડ્યો

સંબંધના કોરા આંગણે, ધોધમાર થૈ જડ્યો

---રેખા શુક્લ

2.આવતો રે ...ઝંખુ રે ઝાઝુ

પૂરવની પ્રિતડી નું બંધાણ રહ્યું રે ઝાઝુ

લાલજીનું બંધાણ રહ્યું જીગરમાં રે ઝાઝુ

ફોડી ટચાકા લંઉ ઓવારણા ઝંખુ રે ઝાઝુ

બીબા વિણ પાડુ ભાત્યું આવતો રે ઝાઝુ

----રેખા શુક્લ

3.જખ્મ નું વર્તુળ

મન ને તો રોજ ઉછેરવાનું, રૂડા છોડલાની જેમ

પાંદડા ના પંખીડા ઝૂલે, લ્હેરખીના ઝૂલાની જેમ

કિરણોની ઝારી એ ઝૂરે, ઝરમરી બંદગીની જેમ

મોગરાની સુગંધ, સંગ અનુભૂતી ધૂપદીપની જેમ

જખ્મ નું વર્તુળ વિસ્તરતું, છોડી ન નિશાનીની જેમ

સુક્કુ ખડખડતું પાન વાસંતી પ્રતિક્ષાએ ખરવાની જેમ

---રેખા શુક્લ

4.પ્રતિક્ષા

એક રજકણ કરે, ઉડી પ્રતિક્ષા

મોરલે રૂવે, ટહુકા સંગ પ્રતિક્ષા

ચાતક ની જેમ તરસી પ્રતિક્ષા

ભાગે ધડકન પલકે એ પ્રતિક્ષા

ધૂપસળી થૈ સળગી એ પ્રતિક્ષા

સજન માં ઓગળી એ પ્રતિક્ષા

મિલન માં પીગળી એ પ્રતિક્ષા

નૈન કટારી એ તૂટી રે પ્રતિક્ષા

----રેખા શુક્લ

5.આંખમિચોલી

નૈનો ની આંખમિચોલી ખીડકી એ બંધ કરી રે પ્રતિક્ષા

રૂહ ને અડી તો દિલના દરવાજે અંધ રહી રે પ્રતિક્ષા

-----રેખા શુક્લ

છલોછલ

છલકે ઉમળકા ની મજા....દિપિકા ખૂબ સરસ ..! અભિનંદન !!

નેપરવીલ , શિકાગો ના પ્રાંગણે "યુનિટી ઇન ડાયવર્સિટી" માં ખૂબ મજા આવી...દરેક પાર્ટીસિપંટ ને અભિનંદન !! જુદા જુદા પ્રાંત ના અભિનય ને સુંદર ભાવો સાથે મ્યુઝિકલ પ્રોગ્રામ ની માણી મજા ...બેંગોલી-મહારાષ્ટ્રીયન-ગરવી ગુજરાતણ-પંજાબી વગેરે વગેરે ની અનોખી ભાષા માં થયેલી રજુઆત નો આનંદ તો પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટે વધાવ્યો...નાની નાની

ઢીંગલીઓ થી દરેકે દરેક ભાગ લેનાર ના મુખે ઉત્સાહ ને આનંદ જોઈ ને ઝૂમી ઉઠયા બધા ...ફોટા પાડયા ને ઇનામ પણ મેળવ્યા સાથે ભળ્યો ભારતીય મેળો....જુદા જુદા સ્ટોલ્સ પણ ઉભરાણા..ખાંણા-પીણાં-ધાર્મિક ના બુથ-જ્વેલરી-પર્સીસ- એથનીક કોશ્ચ્યુમ્સ- હરે રામ હરે કૄષ્ણ અને યોગા બુથ પણ હોં.. દિલવાલો ની દુનિયા નો રંગ જ અલગ તરે !!

6.તુજ ની સંગ...

આછી છાલક ને ગમશે મીઠી રે વાંછટ

ધકધકતા હ્રદયને ગમે વર્ષાની રમઝટ

--રેખા શુક્લ

મળ્યા વગર છૂટ્ટા પડ્યા એવું જ કેમ લાગે છે

આ તે કેવું બંધન છે જે રોજ વ્હાલું લાગે છે ?

----રેખા શુક્લ

સમજ ના સમજે એ જ લાગણી

અને સમજી ને કરે તોય માંગણી

સમજુ અણસમજ વીંધી કોરાણી

સ્પર્શી આયુ ને મૌસમી લાગણી

----રેખા શુક્લ

7.શબ્દો દાણા...

પડ્યા ઘસરકા જળે છે !
શબ્દો જ્યાં રમત રમે છે
----રેખા શુક્લ

ચણ ચણે મોતીના દાણા

અક્ષર એના હસ્તા દાણા

લખે છે ઝૂરતા, એ દાણા

સેવે છે સપના, લે દાણા

----રેખા શુક્લ

8.સૂર્યમુખી..!!

ભીની રેતમાં ચાલ ચાલતાં
હાથમાં હાથ લઈ પરોવતાં

આંખોમાં ચાળા ઉછાળતાં
દરિયા તટે આપણે ચમકતાં

સવારે સૂર્યમુખી બની સાંજે
સિંદુરી મોજાં ઉલાળતા

રાત પડે ફીણ માં બેસતાં
એક બીજા માં જઈ ખોવાતા
----રેખા શુક્લ

9.એક વેલ...!!

હું રેત ની એક વેલ છું
લીલી છમ્મ ધબકી છું

પળપળ તું ચીમળીશ
રતુંબડી થૈ મુરઝીશ હું

સંબંધ નામે ફૂલ નહીં ઉગે
તરસ નામે પ્યાસ વધે

હું તો છૂટ્ટી પડેલી વેલ છું
આંસુ એ નીકળી ઉગી છું

----રેખા શુક્લ

10.બાળક એક ગીત .....!!


લીપ્સ એના રેડ રેડ
ગાલ ગુલાબી રૂઝ કર્યા હોય તેવા

નાની શોર્ટ્સ ને બકુડુ ટોપ
ભૂખરાંયાળા વાળ ની લટો

તંગ થઈ ઉંચા કર્યા કરે
તોય વાળ એના વળગ્યાં કરે

ડીમ્પલ પડેલ ફૂલેલા ગાલુ
બ્લોન્ડ હેર ને બ્લ્યુ આંયખુ

ટગર ટગર જોયા કરે
એની ઢીંગલી ને વ્હાલ કરે

પલક ઉઠાવી જોઈ લે
ટોઝ પકડી ઉંચી થાય

મીઠુ મુસ્કાન ધરી લે
નાનકાં ફ્લીપ-ફ્લોપ સેંડલ ને

ટપુકડો એનો ફ્લાવરી ડ્રેસ
મન મોહી લે દૂરથી ડેડીના ખોબામાં આળોટી લે

બીજો ગોળમટોળ "મોમ" ના ખભે બ્લેન્કેટમાં
"ફીશ" જેવુ મોઢું કરી મોમ ને કીસ કરે

વાંકડિયાળા વાળ એના ફરફર ઉડે
ભૂરી આંખો પગલાં ગોતે

નીચે વળી શંખલા શોધે
દરિયાના મોજાં પકડે

નીચે લપસતી રેતી અડકે
વ્હાલું લાગે, વ્હાલ આવે

હસાવુ તો મા ને વળગે
કુતુહુલતા એની નિહાળી

બતકુ-બગલું-કુરકુરિયું લલચે
ઘૂટુરઘુ ઘૂટરઘુ કબુલુ ભાળે

પકડવા જાય ને કબૂતર ઉડે
મગજ માં એના શું શું ઉડે...!!
-----રેખા શુક્લ

11.ચલ દરિયો જ ભરી લંઉ

બંધ સુટકેસ માં ચલ, દરિયો જ ભરી લંઉ

ડગલાં માંડી રેતે સૂતું, ધુમ્મસ જોઈ લંઉ...

ચલ દરિયો જ ભરી લંઉ


તારલિયા ની ઓઢણી, સફેદી પહેરી લંઉ

ઉમળકા ના ઉગે ફૂલ, ફરફર મહેંકી લંઉ...

ચલ દરિયો જ ભરી લંઉ

ભરી શ્વાસમાં મોજાં, તુજ ને ઓઢી લંઉ

ઘૂઘવતાં પાણી ના, છિપલાં વીણી લંઉ...

ચલ દરિયો જ ભરી લંઉ

ઉગ્યું કુમળું કિરણ, સોનેરી સિંદુર ભરી લંઉ

છ્મ્ છમ નાચે રશ્મિ, સંગસંગ નાચી લંઉ...

ચલ દરિયો જ ભરી લંઉ

----રેખા શુક્લ

12.તૂફાની ચિપકુ.....!!

ચિપકુ હોઠે વિસ્ફોટ શામત
ચાંદપે હૈં આશિકી આફત

હાય, છા ગઈ લો કયામત----
રેખા શુક્લ

તૂફાની શામ છાઈ..... બત્તી બત્તી ગલે લગી
ક્વોલિટી વિજલી ચમકી ફિર બાદલમે સિમટી----
રેખા શુક્લ

શ્વાસ લેવા આવી ગઈ, કવિતા થઈ જીવી ગઈ

આપ સૌ મળ્યા અહી, પ્રેમ થકી ભિંજાઈ ગઈ

-----રેખા શુક્લ

13.બેહકાવે

ઉગી સવાર અંગડાઈ લઈ ને...

શરમ ના શેરડા રાતા ચોળ થઈ ને !!

કહું છું, સાવ એકલા સાથે ચાલો ..

સહિયારા થઈ ને ભળતા રહી ને !!

પોપટ મેના રાહ જુવે ને કોયલડી કૂહુ કૂહુ ગાયે,

નાચે આંગણીએ મોરલો કળા કરી...

ટહુકી ને બેહકાવે રે મને...

કહું છું, સાવ એકલા સાથે ચાલો...

સહિયારા હાથ માં હાથ ભેરવી ને !!

----રેખા શુક્લ

14.ચરણે

કશાય કારણ વગર શું આવી શકું

ખુલ્લા હશે શું દ્વાર? કે આવી શકું

અધુરા કરમાઈને ફોરમ બની શકું

ફૂલ સમું કાળજું ચરણે શું ધરી શકું

----રેખા શુક્લ

હથેળીએ

મખમલ જેવી એક-બે ગઝલ મૂકી દે હથેળીએ

પ્રતિબિંબ જોઈ પાની, પુણ્ય મૂકી દે હથેળીએ

ક્યાંક ચીથરેહાલ આંખલડી, રડી રે હથેળીએ

ટગર ટગર ટપકયાં કરે રે મોતીડાં હથેળીએ

---રેખા શુક્લ
ટેરવે ઇશ્વર બેઠો, રંગ ભરે પીંછુ કેનવાસે
ભેળવે પ્રેમ બેઠો, અંગ હસે તુજ કેનવાસે
-----રેખા શુક્લ

15.સંભાળી લેજો !!

ભીંત ને વાગે બારણું...સંભાળી લેજો !!

ગગનવાસી ધરા પર ખોબા જેવડું પંખીડાનું આ પાંજરું

પ્રેમાળ જ્યોતિ ના ઉઘાડી દ્વાર મનાવી લેજો આ પંખીડું

---રેખા શુક્લ

અમારી તમારી....

કરવાની રહે ના વિનંતી, ગણો છો જ્યારે મુજને તમારી

અમાનત અમે રહ્યા છીએ જાણીલો વાત અમારી તમારી

શક્તિ છે મા , તેજ છે દિકરી, ઉજાળવા દુનિયા તમારી

ગુડ્ડા-ગુડિયાં જેવા ચેહરા જોઈ પ્રેમે સાંભળે વાત તમારી

----રેખા શુક્લ

16.સ્મૄતિમેઘ ની વેદના ....!!

સ્મૄતિમેઘ ની વેદના પ્રયાણ ટાણે

લુપ્ત થાય પડછાયા સંધ્યા ટાણે

ખળખળ વહે જીવન કેસરી ટાણે

પંખી વળે ઘર તરફ સાંજ ટાણે

લહેર સતરંગી ચુનર અસ્ત ટાણે

અમરત કટોરી ગંગાજળ ટાણે

----રેખા શુક્લ

17.તું તો છે ધબકાર ....

તું તો છે ધબકાર ....

પાત્ર એવું ભજવાણું લાગ્યું થયો ઝબકાર

માત્ર એવું સંભળાયું કેવો થયો ચમત્કાર

બળતા દિલે ઉભરો ઠાલવ્યે થયો છમકાર

હસતા હોઠે લૂંછી આંખો પગલી કરે રણકાર

---રેખા શુક્લ

18.સાદ પાડે પગલાં....

પટરાણી રાધા ના જાન પગલાં

ગોકુળના મારગે કૄષ્ણ પગલાં

સુખના ઝાંઝર રણક્યા પગલાં

સીવેલા હોઠ ગણગણે પગલાં

સૌરભના ઉઘાડે દ્વાર પગલાં

કેડી વૄંદાવનની માણ પગલાં

----રેખા શુક્લ

19.પર્ણ અભિષેક

કુંપણ વિણ ઉગ્યું પાન

ઝાંકળ વિણ રોયું પાન

લચી પડી જોઈ પાન

ડાળી રડી ખોઈ પાન

---રેખા શુક્લ*

કરે પર્ણ અભિષેક ઝાંકળે

---રેખા શુક્લ*

રચાયું તારામંડળ કે પરફેક્ટ સ્નોફ્લેક્સ ધરણીએ

---રેખા શુક્લ*

મિની વ્હીલબેરો ને આવે શરમ

પ્યાસી તરસ ઘાસ ની

ભમરાં ને કહો છોડી દે ફૂલડાં નો ભરમ

----રેખા શુક્લ*

20.અસલી પોતને વણીએ..લઈ ને પર

શબનમ નો રહ્યો રૂઆબ ફૂલો પર

ફૂલોની રોનક ઝાંકળભર્યા પર્ણો પર

ચારેકોર કાંટા તોય ઉગ્યા ડાળ પર

સુગંધ ની રોનક લઈ ઉડી હવા પર

મુક્ત થઈ ઉડ્યું રે પંખી આશ પર

જોઈ માનવ પાછુ ફર્યું પંખી કાપી પર

----રેખા શુક્લ

21. રૂઆબ

શબનમ નો રહ્યો રૂઆબ ફૂલો પર

ફૂલોની રોનક ઝાંકળભર્યા પર્ણો પર

ચારેકોર કાંટા તોય ઉગ્યા ડાળ પર

સુગંધ ની રોનક લઈ ઉડી હવા પર

મુક્ત થઈ ઉડ્યું રે પંખી આશ પર

જોઈ માનવ પાછુ ફર્યું પંખી કાપી પર

----રેખા શુક્લ

22.વચ્ચોવચ્ચ....

લટાર મારવા નીકળી કૂંપણ રસ્તા વચ્ચોવચ્ચ

કાળ રહ્યો છે કરગરી ઇન્દ્રજાળ છે વચ્ચોવચ્ચ

----રેખા શુક્લ

*****************************************************

થઇ ગયું કન્ફર્મ... નિંરાતી રાતવાસો,ટાઢા ધુમ્મસી ગિરિમાળે...સંકોચવું છે અંતર !!

--રેખા શુક્લ

*****************************************************

યાદ નો સ્ટીલ નો ગ્લાસ..થંડક દે તૂટ્યા વગર ..કબર્ડ માં અકબંધ પડ્યો....ગટગટાવું આવે તો

--રેખા શુક્લ

***********************************************************

મોતી સાર્યા વૄક્ષે ....ભિંજ્યો મોર પાંજરે !! યાદ ના પથ્થર ફંગોળ્યા ખળખળ વેહતી જિંદગીએ..

તટ પર પારધી ને બીજા તટે હરણું ...તાંકવાનું, હાંફવાનું ને માણવાનું વેહતી જિંદગીએ...!!!

.....રેખા શુક્લ

23.બાંધી સાંકળો

ઝીલું આકાશી રોમાંચ

નીલગગને પૂરૂષનો

બુંદન છત્રીલો રોમાંસ

----રેખા શુક્લ

તુષારી રે ક્ષણનું

ટીપું

ટટળે પ્રાણ જણનું

---રેખા શુક્લ

શરદપૂનમ નો તોફાની ચાંદો

વ્હાલ કરી ભરમાવે રે ચાંદો

----રેખા શુક્લ

મેં કેમ બાંધી સાંકળો

હવાએ રણકી સાંકળો

તૄપ્ત ના અધૂરી પાળો

પંખેરૂનો સૂનમૂન માળો

---રેખા શુક્લ

પાણીમાં કેશ પલળે

વાંછટીયું રે વળગે

શાંત પાણી વમળે

કામિની રે તું કમળે

---રેખા શુક્લ

24.લટાર ...!!

ઉગ્યો તું ...પ્રકાશવા મુજ ને !

ઉગ્યા આપણે ...ફેસબુકે ફૂલો પથરાણા સુગંધ પાથરવા કાજ !

ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો !!

વળગી લાગણી એ વેલ ટપાલ ની રાહે !

લટકાળી કાકડી લટકાણી રે લોલ વાડીએ !

ના આવે મજા મરચાં વગર રસોઈમાં !

વાલી બા ની મીઠી લીમડી...૭ ફૂટ ઉંચી થઈ ગઈ !

આજ ની લટાર સાર્થક નીકળી...!!

---રેખા શુક્લ

દિકરી લઈ ગઈ બાળપણમાં...કરી મજા ફરી કાગળ ની ઝૂલ બનાવામાં ..

હા તારી સખી ની બર્થડે નું ડેકોરેશન છે પણ મને આવી મજા બનાવામાં..

----રેખા શુક્લ

25.વ્હાલી

આમ આજ પગલી થઈ ખબર ગઈ ચાલી

બેફિકર ડંખી ગુલાબી અસર થઈ ને મ્હાલી

પાંદડી ના પડદે રહી કળી શર્મીલી વ્હાલી

મોતી ની સેજ સજાવી ઉષા ગઈ રે ચાલી

ઉપવન જર્જરિત જગતે રંગીન નૈને મ્હાલી

છેડતો અનિલ કૂંપણે સહજ મુસ્કાને વ્હાલી

----રેખા શુક્લ

26.લે ગયો

નૈનો મે બસકે પિયો
લે ગયો મોહે બાવરિયો

જીયરો મારો થડકે પિયો
લે ગયો કાહે બાવરિયો

થારો નજરોમે શર્મ ખોયો
લે ગયો બાંકે બાવરિયો
-----રેખા શુક્લ

27.મેઘધનુમાં રંગાઈ

માણુ મીઠ્ઠી સોડમ વરસાદ ની...ટપ ટપ ગીરતી બુંદો માં ભીંજાઈ

લટો ઉડાડતી વાંછટ ની...પડે નજરૂં કોઈ ની નૈન જાય લજ્જાઈ

પ્રકૄતિના ખોળે બેસી કાગળની નાવ તરતી મૂકી મોર સંગ ટહુકાઈ

છત્રી રંગબેરંગી ઉંચી કરી તુજ સંગ સતરંગી મેઘધનુમાં રંગાઈ

----રેખા શુક્લ

28.

પારણિયે ઝૂલ્યો નંદકિશોર

નટખટ ખિલ્યો માખણચોર

---રેખા શુક્લ

શબ્દ ના માળા માં ઈંડા કવિતા ના

ભાવ ના જાળા માં દંડા સુંદરતાના

---રેખા શુક્લ

રોપવાનું ટીપું આંસુ, લોહી સીંચું ખાસ્સુ

પગલે ઉગે વેલ ફૂલ, કોમળતાને ભાસુ

---રેખા શુક્લ

દેવ ઉઠ્યા પૂરબે, લંઉ લોટી-દીવડી- પરભાણી

ઘંટડી-આચમન-ધૂપ-પ્રસાદી, નજરું હરખાણી

---રેખા શુક્લ

સમયના કારખાને બળી બળીને સ્વાહા થાતું મન

બસ થોડી ઠંડી સુખી વાંછટની તમન્ના રાખતું મન

---રેખા શુક્લ