Facebookni Foram books and stories free download online pdf in Gujarati

ફેસબુકની ફોરમ

ફેસબુકની ફોરમ

સનમ રે....સનમ રે...., ચાહે જો બાત હો બસ તેરા સાથ હો.... આવા લવ સોન્ગ સાંભળવાનો ખુબ જ શોખ છે. બહું જ વધારે મન થાય તો બેસુરા અવાજમાં થોડું ગવાય પણ જાય છે. સવારે યાદ આવેલી ગીતની એક લાઈન સાંજ સુધી મગજમાં ભમતી રહે હો!!!. દોસ્તો, હું આદિત્યનારાયણ કમલદાસ પારેખ. માફ કરજો નામ થોડું મોટું છે પણ "આદિત્ય" કહેશો તો ચાલશે. પરીક્ષાનું રીઝલ્ટ આવ્યું ત્યારથી મારી જીદ નવો-નકોર અને થોડો મોંધો મોબાઈલ ખરીદવાની. બધા નવી ટેકનોલોજીનાં ફીચર્સ(મતલબ સુવિધા) આવી જાય તેવો જ લેવાનો નિર્ણય એટલે બજેટમાં સહેજે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ રૂ. સુધીની ગણતરીનું. જીદ્દ થોડી મુસીબતવાળી, કેમ કે પહેલાં મનાવવાનાં હતાં પપ્પાને અને પછી મમ્મી પાસે પ્રશ્ન જતાં થોડો સહેલો બને એવું લાગતું હતું. આમ તો મારા મમ્મી-પપ્પા એટલે મારા લાડમાં બાકી ન રહે કાંઈ!!! હા, વસ્તુ થોડી મોડી-વહેલી મળે પણ મળે એની સૉ ટકા સાથે બસો ટકાની ખાત્રી. તો મારી આ મોબાઈલની ઈચ્છા જરૂરથી પુરી થવાની હતી કેમ કે મારી કોલેજનાં કોમર્સનાં B.com માં ત્રીજા સેમેસ્ટરમાં બીજા નંબરે પાસ થયો હતો. શનિવાર - પપ્પાની છુટ્ટીનો દિવસ, કેમ કે તેમની બેન્કમાં શનિવારે રજાનો દિવસ ગણાય. મને બધાં કહે(અને તમે પણ કહો તો વાંધો નથી..ચાલશે!) કે "આદી એટલે એક નંબરનો આળસુ વ્યક્તિ". વાત સાચી છે એ પણ પચાસ નહીં પુરેપુરી સો ટકાની. હું વધુ નહીં (મારી નજરમાં) થોડો આળસુ તો છું જ પણ ભણવામાં સહેજ નહીં એટલે ગાડી ચાલી જાય મારી બધે. શનિવારે ઊઠવામાં થયું મોડું, તો કોલેજ જવાણું નહીં - રાખી રજા, ફુલ ઈન્જોય વીથ પાપા.

"ઓય!! તારી હવે સવાર પડી હોય તૉ તૈયાર થા હવે"

"શું છે પપ્પા પણ અત્યારમાં" - આળસ ખંખેરીને આદિ બોલ્યો.

"બેટા!! અત્યાર નથી, ઘડીયાળમાં તો જો ખબર પડે, આ સાડા અગિયારને અત્યાર ના કહેવાય".

ધીમેથી આદિ બોલ્યો....."કેમ બહાર જવું છે ક્યાંય??"

"હા, બહાર જવું છે. પણ સરપ્રાઈઝ છે, એટલે પુછતો નહીં તું મને" - તેમના પપ્પા આટલું બોલ્યા

"સારું ચાલો તો તૈયાર થઈ જાવ હમણાં થોડીવારમાં".

બાપ - બેટાની જોડી ઘરની બહાર નીકળી તૈયાર થઈને. બાઈક લઈને બંને પહોંચ્યાં શહેરની પ્રખ્યાત મોબાઈલની દુકાને. આદિત્ય સમજી ગયો કે આજે પપ્પા મહેરબાન છે, આજે મોબાઈલ મારો પાક્કો જ. પછી પાંચ - દસ અલગ અલગ કંપનીનાં ફોન જોયાં બાદ જાણીતી કંપનીનો મોબાઈલ ખરીદ્યો. બંને હોશથી રાજીપાથી ફરી ઘરે પાછા આવ્યા. આદિત્ય પાસે નવો મોબાઈલ આવ્યો એટલે ટાઈમપાસનું રમકડું મળી ગયું. થોડુંધણું પોતાનું કામ પુરું કરી નવરૉ થયૉ અને હાથમાં એ નવો મોબાઈલ લઈને પાછો એ બેસી ગયો. એમાં તેમણે દુનિયાનું સૌથી મોટું કામ કરવાનું હોય તેવા ઊમંગ અને હોશથી સૌપ્રથમ તો "ફેસબુક" અને "વોટ્સએપ" ડાઉનલોડ કરી ઈનસ્ટોલ કર્યા. નવું બનાવ્યું ફેસબુક આઈ.ડી. અને મો. નંબર વૉટ્સએપ સાથે કર્યો એટેચ. આવી બે કલાકની સોશિયલ મીડીયા પર મથામણ પછી જાણીતાં સગાં-વહાલાઓને અને મિત્રવર્તુળને તેમનાં નવા મો. નંબરની જાણ કરી દીધી. બીજો દિવસ થાય છે - રવિવાર. રજામાં આખો દિવસ મચળમચળ કર્યો મોબાઈલ. જેવું બધાં કરે તેમ તેણે પણ કર્યું. ફેસબુકમાં જાણીતાં કે અજાણ્યાને બંનેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી. પાંચ-છ નવાં મિત્રો સાથે બણગાભર્યું ચેટીંગ અને એ જ રીતે પોતાનાં ફોટો અને સ્ટેટ્સ અપલોડ કર્યા. સોમવારે સવારમાં આદિત્યભાઈ પારેખ પહોંચ્યાં નવાં મોબાઈલ સાથે કોલેજ. ખુશીનાં સમાચાર મો. ના આપ્યાં પછી કોલેજનાં મિત્રો સાથે મો. નંબરની આપલે કરી. હા, તેમાં તેમની કોલેજની ગર્લ્સ પણ આવી ગઈ. આમ બસ આદિ થયો વ્યસ્ત. આખો દિવસ ફેસબુક, વોટ્સએપનાં ચેટ અને મિત્રો સાથેનો વાર્તાલાપ સીવાય બીજું કાંઈ નહીં. વધુમાં ગીતોનો શોખ તો હેન્ડસ ફ્રી ભરાવી કાનમાં બહેરું થઈ જવાનું. કોલેજમાં છોકરીઓ સાથે દોસ્તી ધણી પણ "પ્રેમ" અને "ગાઢ મિત્રતા" જેવું કોઈ સાથે નહીં.

હવે વાત છે ત્રણ-ચાર મહીનાં પછીની...ફરી રજાનો રવિવાર. આખો દિવસની નવરાશ. સવારમાં નવરો પડીને આદિત્યએ પહેલાં જ ફેસબુક ખોલી. નવું સ્ટેટ્સ અપલોડ કર્યું સારા સેલ્ફીનાં તેનાં ફોટા સાથેનું - અને નજર પડી ગઈ સ્ક્રીનનાં નોટીફીકેશન(FBનાં) પર. એક ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલ હતી. આઇ.ડી. નેમ "ફોરમ ગોસ્વામી" નાં નામની. બસ રોજિંદી ટેવ મુજબ આદિત્યએ કાંઈ જ વાંચ્યાં જાણ્યાં વગર કરી લીધી એસેપ્ટ(Accept). ફરી મશગુલ એ તો એનાં કામમાં. રજાનાં દિવસે તેમનાં મિત્રો સાથે ચેટીંગ ચાલું હતું. એમ જ બપોર પાડી. જમ્યાં બાદનો આરામ. ઘડીયાળમાં ઉઠતાં વાગ્યાં હશે - સાડાચાર કે પાંચ. મોબાઈલ હાથમાં લીધો અને જોયો તો ફેસબુક નોટીફીકેશન સ્ક્રીનમાં જોવાં મળ્યું. લખેલ આવ્યું....

"ફોરમ ગોસ્વામી અનફ્રેન્ડ ટુ યુ"....દસ મિનિટ જેવું થયું એફ.બી. મેસેન્જરમાં મેસેજ આવ્યો એ ફોરમ ગોસ્વામીનાં આઈ.ડી. પરથી કે..,

"સોરી, તમને ભુલથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાઈ ગઈ'તી...Once again SORRY!!"

પહેલાં અનફ્રેન્ડનું નોટીફીકેશન અને બાદમાં આવેલાં મેસેજથી આદિત્યનું મગજ ચમક્યું. મનમાં ગણગણ્યો....કોણ છે આ?? મને સામેથી રીકવેસ્ટ મોકલી ને' ફરી અનફ્રેન્ડ!, -- મેસેજ ફરી પુરો વાંચ્યો ધ્યાનથી. મનમાં જીજ્ઞાસા આવી ગઈ એ અજાણ વ્યક્તિને જાણવાની. તરત જ એફ.બી.ની તેમની પ્રોફાઈલ ચેક કરી આખી અને એ રીતે જાણે ડિટેક્ટિવ એજન્સીનો કોઈ કેસ પતાવવાનો હોય એમ...આખું પ્રોફાઈલ જોઈ - તેમને માંડ પાંચ ફોટા જોવા મળ્યાં. એ ફોટામાં બે કુદરતી દશ્યનાં બાકીનાં ત્રણ ફુલઝાડનાં હતાં. તેમાં કોઈ વ્યક્તિનો પોતાનો પર્સનલ ફોટો જોવા ન મળ્યો. જે પાંચ ફોટા હતા તેની કમેન્ટ અને લાઈક ચેક કરી. બધામાં એક જ વ્યક્તિ " રિધ્ધી રાણપરા" ના નામથી લાઈક અને કમેન્ટમાં ઈંગ્લીશમાં 'GOOD' આટલું જ મળ્યું. છેલ્લે અકળાયને પ્રોફાઈલ પિક્ચર એકીટશ નજરે જોયે રાખ્યું. ફક્ત એક જ બ્લેક બેકગ્રાઉન્ડમાં ઈંગ્લીશમાં લખેલ.."મને જે માન આપે છે, તેને હું માન આપું છું". બસ અહીંથી વધારે કાંઈ જ નહીં. થોડી મહેનત કરી આ બધું તપાસવા પણ મળ્યું કાંઈ જ નહીં જાણવા જેવું તો આખરે નકારી કાઢી એ વાતને. થોડીવાર ફરી મોબાઈલમાં મથ્યો પણ મનમાં ખટકતું લાગ્યું કે કોઈ એવું કરે રીકવેસ્ટ મોકલે પછી અનફ્રેન્ડ કરે અને એની જ ભુલ છે એવો સ્વીકાર કરી મેસેજ લખવો પડે. અનફ્રેન્ડ તો ધણાં બધાં કરતાં હશે પણ મેસેજ લખવાની શી જરૂર??. વાતનાં વિચારો ચાલતાં હતાં, ત્યાં ફરી મેસેન્જર ખોલ્યું..… (વધુ આવતાં અંકે.. જાણો "ફેસબુકની ફોરમ" ભાગ - ૨ માં - જોડાયેલાં રહો મારી સાથે..)

- રવિ ગોહેલ

નોંધ : આ સ્ટોરીનાં બધાં જ પાત્ર કાલ્પનિક છે. જેને કોઈ વ્યક્તિ કે તેનાં નામ સાથે વાસ્તવિક સરખામણી ન કરવી.