કાળા કાન ની રાધા દીવાની

કાળા કાન ની ગોરી રાધા દીવાની….

રંગ રૂપ તો છે દેખાડો,પ્રેમ તો છે પ્રેમ નો દિવાનો,જે પણ કહે આ જમાનો,પણ ઇતિહાસ સાક્ષી છેરંગ રૂપ ને પાછળ મુકતો,રાધા ને શ્યામ ના આ પ્રેમ નો.....

રાધા હતી રંગ રૂપ ની રાણી ....રૂપ હતો એનો સોનેરી...જોઈ એને હંસ પણ શરમાય.... ને કાગડા ની તો આંખો અંજાય....

આવી રૂપ ની રાણી ને અપ્સરા જેવી સુંદર રાધા હંમેશા પોતાના ની આસપાસ પણ તેના જેવા ગોરા ને રૂપાળા લોકો ને જોવા નું પસંદ કરતી. પણ કુદરત નું કર્યું ... જે ઇચ્છીએ એ મળે નઇ ને જે મળે એને ઇચ્છતા ન હોઈએ.

રાધા સુંદર હતી ને શુશીલ પણ ... પણ તેના માં એક અવગુણ હતો કે તે પોતા થી ઓછા રંગ રૂપ ધરાવતા મનુષ્યો ને પસંદ ન કરતી. અનેઆ વાત રાધા ના પિતા ને રાશ નતી પડતી, અને બસ રાધા ને સબક શીખડવા ને પિતા તરીકે પોતાની દીકરી નું ભલું ઇચ્છતો એ બાપ ગમે એ કરવા તૈયાર બેઠો હતો... ઘણી સમજાવી થોડા ઘણા ઉદાહરણો આપી ને સમજાવી પણ ઘર કરેલી વાત એમ થોડી નીકળે....

હારી થાકી ને તે એક વખત નદી કિનારે બેઠા હતા ... આટલા માં જ એક મધુર ધૂન ની રણકાર રાધા ના પિતા ના કાને એ પડી... ધૂન આટલી માનમોહિત હતી કે તે બસ બેઠા બેઠા બધું ભૂલી સાંભળતા રહ્યા, થોડી વાર પછી ધૂન સાંભળવા ની બંધ થઈ ગઈ... રાધા ના પિતા આજુ બાજુ શોધતા રહ્યા કે આવાજ આ આવ્યો ક્યાં થી....

તેમને સામે એક શ્યામળા રંગ ના મનુષ્ય ને જોયો, તે કોઈક સ્ત્રી ને સમજાવતો હતો ને રાધા ના પિતા છાને થી સાંભળતા હતા,

"જો આપણે કોઈ મનુષ્ય ને એક વખત દિલ થી આપણો માની લઈએ ને તો એની મોટી ભૂલ પણ આપણને એક નાદાની લાગે, ને પ્રેમ તો એવી લાગણી છે જે દાનવો ને પણ દેવ બનવા મજબૂર કરી દે છે ... અને પ્રેમ જેને જેના પ્રત્યે થઈ ગયો ને એ જીવતા તો શું મર્યા પછી પણ ઓછો થતો નથી....

સ્ત્રી, તો શું મને મારા પતિ ની મોટી ભૂલ, ભૂલ જ લાગી તો શું હું તેમને અને તે મને પ્રેમ નથી કરતા ...

" વાત બસ નજર ની છે .. તારા પતિ એ તને છોડવા ની ભૂલ કરી ...ત્યારે તને ગુસ્સો આવ્યો, જયારે તેને પસ્તાવો થયો, તો ગુસ્સો તારો એ શાંત પડી ગયો ને ..એની ભૂલ પછી પણ તું એને છોડવા તૈયાર નથી ... કારણકે તું એને પ્રેમ કરે છે, આ પ્રેમ છે તો તાકાત જ ... પણ બીજી બાજુ જોવા જઈએ તો એક કમજોરી પણ છે....બહેન અહીંયા તારા પતિ ને અફસોસ થયો ત્યારે સાથ તે ન છોડ્યો તો આ પ્રેમ તાકાત છે તારી માટે. ..

બને નો સંવાદ ચાલુ જ હતો ને રાધા ના પિતા બસ કંઈક વિચારી મન માં મલકાઈ ને ત્યાં ને ત્યાં તે વ્યક્તિ ની રાહ જોઈ ઉભા રહ્યા ...

બને નો એકબીજા પ્રત્યે પરિચય થયો ... ત્યારે રાધા ના પિતા એ તે વ્યકતિ નું નામ પૂછ્યું...

"નામ તો મારું કિશન છે પણ હુલામણે બધા શ્યામ કહે છે,તમારી સુપુત્રી જેવા લોકો  રંગ ને લીધે...."ને થોડું મલકાય છે

રાધા ના પિતા... તું મારી પુત્રી વિશે જાણે છે એ જાણી મને આનંદ થયો, હવે તું શાયદ એ પણ જાણતો હશે કે હું અહીંયા શા માટે આવ્યો છું...

શ્યામ,"હા, શાયદ  તમારી દીકરી નો હાથ મને સોંપવા આવ્યા છો".…

રાધા ના પિતા બસ શ્યામ તરફ જોતા રહ્યા એટલા માં શ્યામ બોલી ઉઠ્યો કે ... 

"અરે મતલબ કે તમારી દીકરી ને લઇ ને જે તમારી ચિંતા છે એનું નિવારણ હું કરું એવી ઈચ્છા સાથે મને તમારી સાથે લઈ જવા આવ્યા છો."

રાધા ના પિતા,"કિશન, તું સમજદાર દેખાય જ આવે છે, ને અમારા વિશે આટલું જાણે પણ છે, કેમ અને કેવી રીતે એ હું તને નહીં પૂછું,પણ આટલો જવાબ દઈ દે કે મારી દીકરી ના મન નું એ ખોટું વાકય દૂર કરી ને બતાવીશ ને તું, ?

શ્યામ," તમે નિષ્ફિકર રહો, આજ થી તમારી પુત્રી મારી અમાનત ...." આટલું કહી ને રાધા ને તેના પિતા ત્યાં થી ચાલ્યા જાય છે ...

રાધા ના પિતા ને અતૂટ વિશ્વાસ હતો શ્યામ પર, હવે એ શ્યામ ની વાતો, તેની ચતુરાઈ, સમજણ શક્તિ કે આંખો માં દેખાતી સચ્ચાઈ ઉપર થી આવ્યો કે કયા થી એ નથી ખબર .....

રાધા ના પિતા એ રાધા ને શ્યામ સાથે મળાવી, ત્યારે રાધા એક નજરે શ્યામ ને બસ જોતી રહી ગઈ, ને શ્યામ પણ રાધા ના ગોરા સફેદ રૂપ માં નહીં પણ તેની ચમકતી આંખો માં ખોવાઈ ગયો .થોડી વાર પછી અચાનક રાધા એ તેની આંખો હટાવી, ને શ્યામ ને પણ નઝર હટાવા નું કહ્યું,

ત્યાર બાદ રાધા તેના પિતા ને કહે છે કે " તમે પણ કેમ આમને અહીંયા લઈ આવ્યા, મને નથી પસંદ,તો પણ તમે સમજતા કેમ નથી, ?

રાધા ની વાત ને વચ્ચે રોકતા કિશન એટલે કે શ્યામ એ કહ્યું," કેમ અમે તમને પસંદ નથી, એનો પણ જવાબ આજે આપી દ્યો ...."

રાધા,"એનો જવાબ તમે સાંભળી નઇ શકો, કારણકે એ તમને કડવો લાગશે,

શ્યામ,"તમારી કડવી વાતો પણ અને મધ જેવી લાગે છે "

રાધા,"હા, ને હું મધમાખી જેવી લાગીશ .."

શ્યામ,"તો આજે તો ડંખ મારી જ દ્યો .....

રાધા,"તો સાંભળો ...

રંગ જેનો હોઈ જેવો,દિલ પણ હોઈ એનું એવું,ગોરી રાધા હું ને કાળો શ્યામ તું,વિચાર હવે તું જ કે કોણ છે

આપણા બને માંથી સારું ......."

આમ કહી રાધા ત્યાં થી નીકળવા લાગી ...

ત્યાં જ શ્યામ બોલી ઉઠ્યો ....

"રંગ રૂપ તો બસ બહાનું છે,દિલ માં તો કંઈક અલગ જ વાત દબાયેલી છે,વાત એ પણ એવી છે જે દિલ ને દિલ થી અલગ રાખી ને બેઠી છે,પણ દિલ એ એવું છે,

જે ગોરી રાધા ને પણ કાળા શ્યામ ની દીવાની બનાવી અત્યાર સુધી રાખી છે, જિદ્દી રાધા માનશે નહીં આ વાત ને જ્યાં સુધી હું સ્વીકારીશ નહીં કે ત્યારે ભૂલ હતી મારી પણ અત્યારે ભૂલ તો  રાધા ની છે ....."

રાધા ને હવે થોડો ગુસ્સો આવ્યો ....ને તરત જ બોલી ઉઠી કે," મારી શેની ભૂલ, શ્યામ મૂકી ને ગયો હતો મને એકલી ને ...  એ શ્યામ એમ પણ કહેતો હતો કે હું તને અપરંપાર પ્રેમ કરું છું..પણ એવી તો શું મુસીબત આવી કે મૂકી ને મને એકલી થઈ ગયો ગાયબ અચાનક થી જ, પછી ના તો ખબર આવી કે  ન આવ્યો તું,

લોકો એ કીધું મને કે મૂર્ખ બનાવી ને મને તું છૂમંતર થઈ ગયો તો પણ હું ન માની, રાહ જોઈ ને બસ રાહ જોતી રહી હું તારી,પણ  પછી તો મને  લોકો ની વાતો સાચી લાગી ને ભૂલી તને હું આગળ વધી...... તો મારી શુ થઈ આમાં ભૂલ ...બોલ

શ્યામ,"રાધા મેં તને કાઈ કીધું નહીં, એ મારી ભૂલ છે, ને એ જ સુધારવા આવ્યો છું ... પણ લોકો નું માની ને મને ખોટો સમજી ને ભૂલાવી દીધો એમાં તો બસ થઈ ને એક તારી ભૂલ... ભરોસો રાખી ને જો જોયું હોત તે તારા મોરપંખ વાળા થેલા માં તો  મળત એક મારી ચિઠ્ઠી તને ત્યાં.… લખ્યુ હતું મેં કે હું જાવ છું અત્યારે હળબળી માં રાહ જોજે મારી હું ફરીશ પાછો થોડા સમય માં, જરૂર છે  મારા મિત્ર અર્જુન ને મારી ... તો જાવ છું વગર કહ્યે, ને હું તેની માટે માફી માંગુ છું …

પણ જો કીધું હોત તને તો તું પણ બધું તારું કામ મૂકી ને મારી સાથે આવત... ને હું મારી માટે તું તારી જિંદગી માં ખોટો ફેરફાર કરે એ મને પસંદ નથી..… તારા માટે જ તને કીધા વિના નો જાવ છું...

આ સાંભળી રાધા તેના રૂમ માં દોડતી ગઈ ને તે ચિઠ્ઠી શોધવા લાગી ... અને તને મળી ગઈ.... પછી તો રાધા ની આંખો માં થી શ્રાવણ નો વરસાદ ચાલુ થયો... અને તે વરસાદ માં શ્યામ પર નો ગુસ્સો પણ વહી ગ્યો....

રાધા ના પિતા ને બધી વાત ની જાણ થઈ કે રાધા ને શ્યામ એક બીજા ને પેહલા થી જ અપાર પ્રેમ કરે છે ....પણ થોડી અણસમજ ને લીધે રાધા એ શ્યામ ને દૂર કરી દીધો હતો.....પણ શ્યામ ની રાહ જોવા માં જ તેને આજ સુધી કોઈ ને લગ્ન માટે હા પણ પાડી ન હતી......

આગળ શું ... હવે તો રાધા ને શ્યામ વચ્ચે ગેરસમજ દૂર થઈ ગઈ.... ને બને એક બીજા ના બની રહેવા માંગતા હતા ... પણ મેં પેહલા કીધું તેમ ... જે ઇચ્છીએ એ મળે નહીં ને ... તેમ બંને ના લગ્ન ન થઈ શક્યા ... રાધા ને શ્યામ એક બીજા ના બની રહી ગયા પણ લગ્ન ન થાય

કેમ?

એ તો આપણે બધા જાણીએ જ છીએ ને ... . કે નહીં....

***

Rate & Review

Verified icon

HarShU 10 months ago

Verified icon

Anurag Shihora 10 months ago

Verified icon

patel 10 months ago

Verified icon

Nikita panchal 11 months ago

Verified icon

Pratiksha Chhaparia 12 months ago