Adhinayak - 9 books and stories free download online pdf in Gujarati

અધિનાયક SCENE :- 9 (novel) (political thriler)

SCENE: - 9

- લગભગ સવારે 5 વાગ્યા હતાં. PI વાનાણી inquiry પુરી કરીને ઘરે આરામ કરવા ગયા. રાતભરમાં ધનરાજ mansion પર આવેલ 3-3 આફતો viral થઇ ગઇ. Social media માં છવાઈ જવું એ ગજેરા family માટે નવી વાત ન હતી. ધૃતિ લોનાવાલાથી આવી ગઇ. PI ને પોતે આવી છે તે inform કરતાં PI જેમતેમ તૈયાર થઇ આવ્યો. Civil ના special ward આગળ ધૃતિ બેઠી હતી. સીડી વાટે આવતા PI એ ધૃતિને બેઠેલ જોઇ અને ઝડપી ચાલવા લાગ્યો. ધૃતિની નજર PI વાનાણી પર પડતાં તેણીએ દોટ લગાવી અને PI પાસે આવીને ઉભી રહી. બન્ને એકબીજાને જોઇ રહ્યાં... અને ધૃતિ PI વાનાણીને ભેટી પડી. દ્દઢ આલિંગન આપ્યું. ધૃતિ ભાંગી પડતાં રડી પડી.

“ધનજંય! તું આજે ન હોત તો ખબર નહીં શું થાત... હું તારો આભ..” ધૃતિ બોલી ઉઠી. ધનંજયે તેણીને નજીકના બાંકડા પર બેસાડી.

“તને પ્રેમ કરૂં છું તો તારો પરીવાર એ મારો પણ પરીવાર ગણાયને! આપણો પ્રેમ માત્ર દેખાવ પુરતો થોડો છે?...” ધનંજયે ધૃતિને સ્પષ્ટતા કરી.

“અચાનક આમ કેવીરીતે થઇ ગયું? યશનિલ ક્યાં છે?...”

“ધૃતિ! ગઇકાલે સાંજે યશનિલ આવતો હશે રસ્તે વિરાગ મળ્યો હશે અને બન્નેનું કડોદ્રા road પર accident થયું. Doctors નું કહેવું છે કે યશનિલે પિધેલ હતો ને વિરાગ સાથે ઝપાઝપી થઇ હોય તેમ બન્ને શરીરે ઘા દેખાય છે. કદાચ તે કારણે જ વિરાગ પારડીવાળા...,”

“વિરાગ? શું થયું એ.. ને”

“ધૃતિ! મરી ગયેલ માણસને એમ ન બોલાય...,”

“What?” ધૃતિને ઝાટકો લાગ્યો. “તું સાચું જ બોલે છેને? વિરાગ ન મરી શકે...”

“પણ. આ સાચું છે અને આ news મળતાં તારી મમ્મી civil આવતાં હતાં ત્યારે વૈશાલી road પાસે વરાછા flyover પર તેમનું kidnapping કરાયુ. અને ધનરાજ mansion પર 4-5 માણસો ત્રાટકી Mr ગજેરા પર હુમલો કર્યો...” ધનજંયની કેફિયતથી ધૃતિ સ્તબ્ધ રહી.

“5 કલાકમાં આટલું બધું થઇ ગયું. I really can’t believe it! મારું તો મગજ ચકરાવે ચડી ગયું...” ધૃતિએ બન્ને હાથ વડે માથું પકડી રાખ્યું. ધનંજયે પાણી આપ્યું.

“પણ મને એક વાતે વિશ્વાસ આવે છે કે કોઇ તારા પરીવારને વેરવિખેર કરવા એક પછી એક પાસા ફેકી રહ્યું છે it” s all pre-planed!!!” PI વાનાણીની police નજરે આખી ઘટનાનો નજરીયો જ બદલી નાખ્યો. ધૃતિને કોઇપણ જાતની ખબર નહોતી પડી રહી.

***

- “12 કલાક થઇ ગયાં. પુરા સુરતમાં police ઘુમી વળી. નાકાબંધી. હજજારો વાહનોની checking. એક લુંટ-kidnapping-murder ના ગુનેગારો ત્થા લાગતી-વળગતી gang પકડી-પકડીને jail માં આકરી મહેમાનગતિ કરાવ્યા પછી પણ Mrs ગજેરાનો કોઇ પત્તો નથી મળ્યો. નાની અમથી lead નથી મળી કે ખબર પડે કે ગઇકાલે Mrs ગજેરા સાથે શું થયું હતું...” સવારે 10 વાગ્યાની આસપાસ PI વાનાણી office થી new civil hospital આવી ધૃતિ સાથે વાત કરી રહ્યો હતો. ધૃતિ સવારથી hospital જ હતી.

“પપ્પાને ભાન નથી આવી. Doctors કહે છે 12 કલાક હજુ danger હજુ...” ધૃતિ માંડ બોલી શકી. “યશનિલ પણ critical માં છે.”

“સારું છે. બન્ને બેભાન પડ્યા છે. નહીંતર એકવાર ભાન આવ્યા પછી હું તેમને આ દુનિયા થી...” પાછળથી અવાજ આવ્યો. ધૃતિ-ધનંજયે પાછળ જોયું. ટુંકા વાળવાળો લંબગોળ ઘઉંવર્ણા ચહેરા પર specs,ઉંચો મજબૂત બાંધા પર shirt-pant with apron અને ગળે stethoscope ધરાવતા Dr વિનય પારડીવાળા નફરતથી તરબતર બોલ્યા. ધૃતિ-ધનજંય તેમની પાસે દોડી ગયા.

“કાકા! આ તમે શું બોલો છો. It’s just incident! ને પપ્પા શામાટે મારે વિરાગને ? અમારા બન્ને કરતાં તેમને વિરાગ પર વિશ્વાસ વધારે હતો. ને માન્યું કે મને-યશનિલને વિરાગથી નફરત હતી પણ તેને મારવા સુધીનો વિચાર અમારા મનામાં ન આવે...”

“તો શું વિરાગ એમજ મરી ગયો? અને તારો બાપ વિરાગ પર વિશ્વાસ કરતો હોત તો...” Dr વિનય પારડીવાળા આગળ બોલવા જતાં હતાં પણ કઇંક વિચારતા અટકી ગયા.

“તો શું? વિનય કાકા! તમે કઇંક જાણો છો?...”

“હું કશું જ જાણતો નથી. ધૃતિ! પણ મને લાગે છે તારો બાપ જે don ની માફક વર્તી રહીને વિરાગ પાસે પોતાના દુશ્મનો ખત્મ કરી રહ્યો હતો તે પરથી લાગતુ જ હતું કે એક ભયંકર દિવસ આવશે જ! Just like use and through!”

“Sir! તમારી પાસે proof...”

“Proof? વાહ! Inspector એ તો મારે તમને પુછવું જોઇએને! Don’t forget that you aren’t special police officer for someone! હું Complainant છું અને મારી ફરિયાદ પર proof તમારે શોધવાના હોય..! પ્રેમમાં અંધ થઇ કશું ભુલતાં નહીં... & જો તમે એ ન કરી શક્તા હો તો આ ખાખીને તમે લાયક નથી...” આજુબાજુ લોકો એકઠા થઇ ગયાં. Dr પારડીવાળાની મકકમતા પૂરા hospital છક્ક કરી ગઇ. ધૃતિ પોતાને રડતા ન રોકી શકી છતાં Dr પારડીવાળા ન પિગળ્યાં. તેઓ જતાં રહ્યા.

***

- “ધનજંય! પૈસા-ઝર-ઝવેરાત બધું જ સલામત છે પણ. તિજોરી તોડી અમારી જમીન-ઘર-તેમજ 2-4 companies ના power of attorney paper તેઓ લઇ ગયા છે!” ધનરાજ mansion આવ્યા બાદ Mr ગજેરાના room માંની તિજોરીને તપાસતાં ધૃતિને major shock લાગ્યો. Police એ રાતથી જ mansion ને cordon કરી secure કરી રાખ્યું હતું.

- “એનો અર્થ એ જ થયો કે white suit gang ની તમારા પરીવાર અને business ડોળો જમાવીને બેઠી છે. વિચારવી વાત એ પણ છે. તેમનું timing! Mr ગજેરા ગાંધીનગરથી આવ્યા પછી જ તેમણે આ ત્રણ કાંડને અંજામ આપ્યો. ધૃતિ! મને એ કહે કે થોડા દિવસોમાં એવું કાંઇ થયું છે જે તને doubtful લાગ્યું હોય.. અચાનક કોઇના વર્તનમાં ફેરફાર થયો હોય કોઇ..”

“ધનજંય! હું એક સામાન્ય છોકરી છું. કોઇ James bond થોડી છું કે બધી બાજુ શંકાની નજરે જ જોઉં? અને શંકા હોય તો પણ હું શું કરી શકું? અને નથી હું Police!!!! હવે તમે રહ્યા police! પુરા glass ની જગ્યાએ પોણો glass આપીએ તોપણ શંકા કરવાનાં...” ધૃતિએ PI વાનાણીની મજાક કરી. PI વાનાણીએ આંખ દેખાડી. “Sorry! Sorry! પણ! Seriously! કહું તો મને એક વ્યક્તિ મને day first થી doubtful લાગ્યો છે અને એ છે વિરાગ પારડીવાળા! પપ્પા સામે બકરીની જેમ મે-મે કરતો પણ. ધીમે-ધીમે એવું ચકેરડું ભમાવ્યો કે પપ્પા તેના વિશ્વાસે એટલા આવી ગયા હતા કે ઘરમાં નાની-નાની વાતે માથું મારવાં લાગ્યો અને એ જ કરે એ જ આખરી! તેમાં તો પપ્પાનું ન ચાલતું. મમ્મીએ તેની સાથે વાત કરવાનું જ બંધ કરી નાખ્યું હતું. એટલું ઓછું હોય તેમ તેની મારાં પર નજર હતી. એટલે જ યશનિલ-હું તેની સાથે ઝઘડતાં રહેતા..”

“But, વિરાગ તો મરી ગયો. હવે એ વિચાર કે આવી પરિસ્થિતિમાં કોને સૌથી વધારે ફાયદો થાય...? I mean uncle-auntie સાથે કોઇ અદાવત...”

“એટલાં બધાં લોકો સાથે અદાવત છે કે બસ! ગણી-ગણીને થાકી જઇશ! આટલી મોટી industry ને ચલાવવી એ નાની વાત તો નથીને!!! તે ઉપરાંત પપ્પા in politics! રાજકારણ ની રમત તો તું સમજે જ છેને! સુરતની બીજી ઓળખ છે ગજેરા family! Educationally. Socially પણ ગજેરા family અગ્રેસર છે એટલે દુશ્મની તો હોવાની જ! હાં! Family માં મમ્મીના નાના ભાઇ I mean મારા મામા Mr ૠષિકેશ મણિયાર સાથે પપ્પાને વર્ષોથી અબોલા છે પણ. ૠષિકેશ મણિયાર આટલી હદે જાય એ મને નથી લાગતું,! હાં! એક-બે કિસ્સા છે જે કદાચ આ ઘટનામાં involve હોય પણ શકે ને ન પણ!...”

“જેમકે?”

“એક gangster હતો, નામ?” ધૃતિ યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગી, બન્ને ધનરાજભાઇના room થી hall માં આવ્યા, “yes! અફરોઝ સટ્ટા! 3 વર્ષ પહેલાં કઇંક જમીનનો matter હતો જેમાં અફરોઝ સટ્ટાના ટટ્ટુઓને મમ્મીએ ખડેડી મુક્યા હતા. એકવાર પારડીમાં આવેલ અમારી college માં એક DySP ના નબીરાએ ranging કરી ત્યારે મમ્મીએ તેને jail માં પુરાવ્યો હતો. એક builder...”

“ધૃતિ. ધૃતિ! બસ! બસ! હવે રોકાય જા...!” ધનજંયને અંતે ધૃતિને અટકાવી પડી. “તું મને તે list બનાવીને આપી દે... હું track પર મુકી તેમને information એકઠી કરી લઉં છું. અફરોઝ સટ્ટા પણ ગુજરી ગયો છે એટલે એ પણ વિરાગની માફક list માંથી નીકળી ગયો. બાકી જે હશે તે પકડાઇ જશે. બીજું એ કે Dr પારડીવાળાએ કડોદ્રા police station એ FIR નોધાવી દીધી છે. હવે જ્યાં સુધી Mr ગજેરા કે યશનિલને ભાન નહીં આવે ત્યાંસુધી statement દર્જ નહીં થાય અને ત્યાંસુધી અમારી તપાસ હવામાં તીર ચલાવવા સમાન જ હશે...” PI વાનાણી આગળના પગલાં વિચારી રહ્યો હતો. Hall માં બન્ને સિવાય દુર સુધી કોઇ ન હતું. PI વાનાણી હવે જવાની તૈયારીમાં હતો ત્યારે ધૃતિએ હાથ પકડ્યો.

“બસ! આમ જ ચાલ્યો જઇશ?...” ધૃતિએ આંખોનો ઇશારો કર્યો. ધનજંયને પોતાની તરફ ખેચ્યો પણ. ધનજંય ન ખેંચાયો. પણ. ધનજંયના એક ઝટકામાં ધૃતિ તેની બાહોમાં આવી ગઇ. ધનંજયે તેણીની કમરેથી ડાબો હાથ પીઠ પર પસાર્યો. ધૃતિનો ડાબો હાથ ધનજંયના જમણા ખભે લટક્યો. ધનજંય તેણી પર વિટળાઇ ગયો. બન્નેની નજરોથી નજર મળી. ધૃતિએ ઉંડો શ્વાસ લેતાં ધનંજયે તેણીની ઉપસેલ છાતી પર પોતાના હોઠ મુક્યા. ધૃતિને ચુમતો ગયો. ઉભાર-છાતી-ગળું-દાઢી અને છેલ્લે તેણીના ગુલાબી પાતાળ હોઠ સાથે પોતાના બરડ હોઠ સ્પર્શ્યા. ન ગાઢ અંધકાર એ ન ગાઢ પ્રકાશ એવો સાંજનો સમય! જેમ-જેમ હાથની બાહુપાશ વધતી ગઇ તેમ હોઠથી હોઠ પર દબાણ વધતું ગયું. કલ્પનાને પાંખ અને આવેગોને ધક્કો મળ્યો. અને...,!

- થોડીવાર પછી.

- “તન-મન recharge થઇ ગયાં. ધૃ! હવે તો office માં પણ મન નહીં લાગે. પણ. જવું તો પડશે... તુ ઘરે જતી રહેજે. અહીં તારું એકલું રહેવું જોખમી છે ઘરે ધર્મા સાથે તારો સમય પસાર થઇ જાશે...” ઉભો થઇ shirt ના button બંધ કરતો ધનજંય બોલ્યો. ધૃતિ પાસે ઉભી હતી.

“યાદ રાખજે. હજુ trailer જ આવ્યું છે climax ન આવે ત્યાંસુધી હું તને છોડવાની નથી...” બન્ને hall બહાર door પાસે આવ્યા. બન્ને ફરીથી ભેટ્યા. ફરીથી હોઠ ચુમ્યાં. “મમ્મી-પપ્પા-યશનિલ પછી તું જ છે જેના પર મને મારા કરતાં પણ વધારે trust છે નહીંતર આવા સમયે કોને close થયું ગમે? પણ. આ હુંફાળા ક્ષણ માણવાના કારણે મારામાં વિશ્વાસ વધ્યો...” ધૃતિ છુટી થતી બોલી.

“I always with you!” ધનંજયે વિશ્વાસ અપા અને બહાર નીકળી ગયો. Staff ને સાથે વાતો કરી ત્યારે ધૃતિ hall માં પાછી વળી.

“કેવું હતું ને કેવું થઇ ગયું... આ ધનરાજ mansion!!! પપ્પાનો wheelchair માં બેઠાં-બેઠાં થતો વ્હાલ-મજાકિયા સ્વભાવ! મમ્મીનું love with discipline! ને યશિયાની સાથેની ધમાલ-મસ્તી-ઝઘડા...! યશિયા! તને તો છોડવાની નથી.! તારી પથારીમાં વાટ જોતી હશે. સાજો થા. એટલે તારી વાત છે...” ધૃતિ Hall માં જ બેસી રહી. ત્યાં jeep ના horn નો અવાજ સંભળાયો. ધનજંય નીકળી ગયો.

- થોડીવાર પછી અચાનક બહાર ઘોંઘાટ વધી ગયો. એક સાથે અનેક વાહનોની કાફલો ખડકાઇ ગયો. બધો staff main gate તરફ ધસી ગયો. ગોળીબારનો અવાજ આવતા ધૃતિ ભડકી ગઇ. Hall ની બહાર દોડી ગઇ. ત્યાં જોયું તો staff અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર થતો હતો. ધૃતિ તો ડરની મારી hall તરફ જતી હતી ત્યાં loudspeaker નો અવાજ આવ્યો.

“હમકો સિર્ફ ધૃતિ ગજેરા હી ચાહિએ. firing બંધ કર દો. ઔર ધૃતિ કો હમે ભેજ દો. વર્ના કોઇ ઝિદા નહી બચેગા...” ધૃતિ ગભરાઇ ગઇ. ફરીથી એ જ ધમકી આવી. Staff તો ધૃતિ પાસે દોડી ગયો. તેણીને cordon કરી. હુમલાખોરો ground થી આગળ fountain સુધી ધસી આવ્યા. ફરી loudspeaker થી ધમકી! હવે ધૃતિ કંઇક વિચારીને હુમલાખોરો તરફ ચાલવા લાગી. Staff ના રોકવા છતાં ન રોકાઇ. હુમલાખોર ગુન્ડાઓ આગળ surrender થઇ ગઇ. એક ગુન્ડો ધૃતિના કપાળે gun તાકી રાખી જેથી police કોઇ હિલચાલ ન કરે! ધીમે-ધીમે પોતાના વાહનો પાસે પહોંચ્યા. વાહનોમાં બેસી ને ચાલ્યા ગયા.

“Don’t firing! Bolero માં ધૃતિ ગજેરા છે આપણે જરાપણ હિલચાલ કરી તો તેઓ,” એક સમજુ officer એ staff ને રોકી રાખ્યો ને બીજી જ ક્ષણે control room ને જાણ કરી.

***

- “આંખો ખોલ ની...” અચાનક અવાજ સંભળાયો. આંખો આગળ ગાઢ અંધકાર છવાયો હતો. આસપાસ ઠઠ્ઠા-મશ્કરી અને ગજેરા family વિશે કાનના કિડા ખરી પડે તેવી અભદ્ર વાતો સંભળાઇ રહી. હાથ વાળીને પીઠ પર બંધાયા હતા. મોઢે ડુચો માર્યો હતો. જરાક હલનચલન કરે કે કમરે gun ખૂંચતી હતી. પોતે ઉભી હતી અને પાછળ કોઇએ હાથ પકડી રાખ્યો હતો. અચાનક! પાટ્ટો ખોલાયો. આંખો અંજાઈ જાય એટલો પ્રકાશ આંખોમાં ધસી આવ્યો. થોડીવાર અંધકાર છવાઈ ગયો આંખોમાં! આંખો ખોલ-બંધ-ખોલ કરી ત્યારે થોડું દેખાતું થયું. આસપાસ ગુન્ડાઓ ઠઠ્ઠા-મશ્કરી કરી રહ્યા હતાં. તેમની સાથે યુવતી પણ અભદ્ર વાતો કરતી હતી. એક મોટા લંબચોરસ hall માં પોતાની આગળ મોટી લંબચોરસ black glass wall પર ગોઠવાયેલ હતો. Wall આગળ એક પઠાણી suit ધારી અન્ય તમામ ગુન્ડાઓથી અલગ તરી આવતો હતો. મતલબ એ જ આ સૌનો boss હશે. ધૃતિએ વિચારી લીધું. “ચુપ મરોને,!”

“Welcome ધૃતિ baby!” ધૃતિને અવાજ સંભળાયો. પણ. ક્યાંથી આવે છે એ પારખી ન શકી. આમતેમ જોઇ રહી. “Relax! ધૃતિ baby! આમતેમ ઘુવડની માફક ચારેબાજુ જોવાથી તને કશું નહી મળે. કારણકે હું તને જોઇ શકું. તારી જમણી છાતી પરના ધનજંયના હોઠની છાપ જોઇ શકું... Tight shirt ની બહાર આવવા મથતા તારા ઉભાર તો મને...”

“! કોણ છે તું? મારી મમ્મી ક્યાં છે? પપ્પા પર attack કેમ કર્યો? બધા papers ક્યાં છે?... બોલ!...” ધૃતિ ગાળ આપી ઘણું બધું બોલી ગઇ. પાછળ gun ખૂંચી.

“હવે જ્યારે તે મને એ કહી જ દિધો છે તો એકવાર trial મારવામાં શું જાય છે...”

“____ you ___” ધૃતિમાં સુરતીપણું આવી ગયું. પણ. ત્યાં પાછળ ધક્કો મારીને પાડી દિધી. ધૃતિની પીઠ પર ગડદા-પાટુ મારવા લાગ્યા. પણ. ધૃતિએ ઉંહકારો સુધ્ધાં ન કર્યો. ખાસ્સાં સમય ગડદા-પાટુ માર્યે રાખ્યા.

“બસ! બસ! બહુત મારા...” ફરીથી અવાજ આવ્યો. “ધૃતિ તારી ખમવાની શક્તિને સલામ કરું છું. તે મને નારાજ કરી નાખ્યો. હવે તો તારા પરીવારને...”

“નહીં! મારા પરીવારને કશું ન કરતો... તું જે કહીશ એ હું કરવા તૈયાર છું...”

“હવે આવીને line પર! તારે સૌથી પહેલાં તો તારા આંશિકને તારાથી દુર કરવાનો છે અને Mr ગજેરા પાસેથી 2nd October 1997 ના secure documents મને લઇ આપવાનાં છે...”

“What? તે માત્ર એક documents માટે આ બધું કર્યું છે? શું છે એ documents માં? હુ શામાટે તને documents લઇ આપું?...”

“Good question!” ફરીથી અવાજ આવ્યો. “તૌકિર! જરા મારી darling ને આપણો power તો દેખાડી દે...”

“જી. હુજુર!...” પઠાણી suit વાળા તૌકિરે હાથમાના remote ને દબાવ્યો અને black wall screen માં ફેરવાઇ ગઇ. Screen માં સૌપ્રથમ એક dark room માં વચ્ચોવચ્ચ એક chair પર બંધાયેલ અવસ્થામાં બેઠેલા બેભાન ધર્મિષ્ઠાબહેન ગજેરા દેખાયા. “Mummy...” ધૃતિની આંખો ફાટી રહી. બીજા એક scene માં special ward માં સુતેલા Mr ગજેરા અને ત્યારબાદ યશનિલ સુતેલા દેખાયા.

“ધૃતિ..!” black glass wall પરથી screen અદ્રશ્ય થઇ ગઇ અને ફરીથી અવાજ આવ્યો. “હવે તો તું સમજી ગઇ હશે કે તારે શું કરવાનું છે નહીંતર અમે શું કરી શકીએ. એ તો તે જોઇ જ લીધું હશે. અત્યારે તું અહીંથી ઇજ્જત સાથે એટલાં માટે જાય છે કારણકે તું અમારું કામ કરી શકે.. નહીંતર તને કબ્જે કરવાનો ખ્વાબ ફરી ક્યારેક પુરુ કરીશ..” આદેશ વછુટ્યો અને ધૃતિને આંખે પાટ્ટો બાંધી લઇ ગયા. થોડીવાર પછી એક highway પર વાન અટકી અને ધૃતિનો રસ્તા પર ઘા કર્યો. ધૃતિ રાડો પાડી રહી.

***

- “સાગા! મને હમીર મીરનવાઝની info મળી ગઇ છે...” રાત્રે office બંધ થવાને સમય હતો ત્યારે પિન્ટુ એક હાથમાં “બાલાજી વેફર” અને બીજા હાથમાં poster લઇને 3rd floor પરની સાગરીકાની cabin પર આવ્યો.

“શું છે info. મારા પાડા...?” સાગરીકા પીન્ટુ પાસે જઇને તેના વાકડીયા વાળ પર હાથ ફેરવવા લાગી.

“એ જ કે 1997 પછી એ wanted છે અને 1996 પહેલા નો તેના વિશે કોઇ record નથી...” પિન્ટુએ જાણે મોટી ધાડ મારી હોય એવી મોટી smile કરતો બોલ્યો. સાગાએ માથું કુટ્યું.

“Info માંગી હતી. જાડીયા! આમાં જાણવા જેવું શું છે...” સાગરીકા બોલી. પિન્ટુનો મોટો જીભડો નીકળી ગયો.

“હાઁ! એ વાત સાચી તો છે. તો સાગા! આ poster...”

“સાગરભાઇએ કહ્યું”તું. એમ માત્ર દેખાડો કરવા police poster જારી કરે છે, info ન મળી તો વાંધો નહીં. આમપણ. મને ખબર હતી કે તને info નહીં મળે...”

“ખબર હતી તો પછી મને કુચ્ચે કેમ માર્યો? Info કઢાવવામાં 500 ₹ ની જય બોલાઇ ગઇ ને નાસ્તા-પાણીના અલગ...” પિન્ટુ ગરમ થઇ ગયો. સાગરીકા હંસી.

“ચોર-મવાલીની info મળે. suit-boot માં ફરતા લૂંટારૂઓની કદમબોશી થતી હોય છે અને મને હવે ખબર પડી ગઇ છે કે મારે હવે શું કરવાનું...” સાગરીકા પટેલના ચહેરા પર આત્મવિશ્વાસ છલકાતો”તો, “પિન્ટુ! સ્વામીજીના આશ્રમના 20મો પ્રાગટય મહોત્સવના reporting માટે reporter ની list તૈયાર થઇ ગઇ...?”

“લગભગ final જ છે, પણ મને નથી લાગતું કે આપણે હોઇએ...” પિન્ટુએ જવાબ નકારાત્મક આપ્યો. સાગરીકાએ તેના ગાલ તાણ્યા. “પાડી...”

- બન્ને office થી જવાની તૈયારી કરવા લાગ્યા. Police station ની જેમ જ press નું પણ 24*7 નું work હોય છે માત્ર staff બદલાઇ જાય. કામ તો એનું એ જ! સાગરીકા ચાલીને જ સાગર-villa જતી. વધારે અંતર ન હતું. Office થી સાગર-villa 3-4 KM જ અંતર હતું. એ બ્હાને સાગરીકાની કસરત થઇ જતી. Jupiter moped નું ઇંધણ બચતું ને કકડીને ભુખલાગે એ નફામાં! પિન્ટુ જેવા jumbo friend ના સગંતની અસર તો થવાની જ! સાગરીકા આવા કઇંક વિચારે હંસતી-હંસતી ઘેર આવી. ઘરે આવી ત્યારે શાંતિ પથરાયેલી હતી. સાગરીકાને “હાશ...” થઇ. રૂક્મિન ઘરે નથી!!! બધાં જમીને પોતાના ઓરડામાં આરામ ફરમાવતા હશે. All r married couples! “હાશ. મારે તો એવું નથી. આપણે તો ટેશથી જ્યારે આવવું હોય ત્યારે આવવાનું! ન રોક કે ન ટોક,” સાગા sofa પર ટેશથી બેઠી. થોડીવારમાં પાછળ હંસવાનો અવાજ સંભળાયો. સાગરીકાએ પાછળ જોયું તો ગંગા!!! “અરે! ભાભી! તમે સુતાં નથી...”

“જ્યાસુધી ઘરમાં તમામ સભ્યો ઘરે આવી ન જાય. પેટભરીને આનંદનો ઓડકાર ન ખાય ત્યાંસુધી મને ઊંઘ કેમ ન આવે? એમાં પણ આ તો પટેલ પરીવારની princess! નણદ! ચાલો! ચાલો! જમવા બેસી જાવ...” ગંગાએ સાગાને dining table પર ખેચી ગઇ. ટુંકા પાતળા લાગતા વાળ. લાંબો એકવડિયા બાંધા પર gown પહેરેલું. શ્યામવર્ણ પાતળો પણ ઊજળા ચહેરા પર થાક દેખાતો જ ન હતો. સાગા જમવા બેસી ગઇ.

- “ખરેખર! ભાભી! અમે તો ધન્ય થઇ ગયાં. તમને મેળવીને! તમારી પરીવાર પ્રત્યેની નિષ્ઠા-પ્રેમ અને લાગણીનો કોઇ તોલ ન આવે. મને તો આજેય એ સમય યાદ છે જ્યારે તમારા આ ઘરમાં કુમકુમના પગલા થયા હતા...” સાગાએ એ ક્ષણો યાદ કરવા લાગી અને ગંગાની આંખો નમ થઇ ગઇ.

“લગ્નમંડપમાં એ વ્યક્તિના બાપે બાપુ પાસે અમારી ત્રેવડ કરતાં ત્રણ ગણું વધાર દહેજ માગ્યું. બાપુએ તો અગાઉથી જ પોતાની જીવનભરની મૂડી તેમના પગે મુકી દિધી હતી. છતાં એ વ્યાજ-દહેજના ભૂખ્યા વરૂઓને સંતોષ નહોતો. આજે પણ યાદ છે, શેરીના ઝાંપા સુધી બાપુ તેમને રોકવા કરગર્યા. પગ ઢસડાયાં. બાપુની પાઘડી તેમના પગતળે કચડાઇ. ત્યારે સાગરે એ પાઘડીને પોતાની માથે લીધી હતી ને મારી સાથે લગ્ન કર્યા. નાની જ્ઞાતિમાંથી આવતી હોવા છતાં આ પરીવારે મને સ્થાન આપ્યું તેનું ૠણ હું 7-7 જન્મ સુધી નહી ચુકવી શકું...”

“ભાભી! માણસ તેની જાતિથી નહી. તેના કામથી મહાન બને છે. કાશ! આ વાત પરીવારના બીજા સભ્યો સમજી ગયા તેમ રેવા તપસ વાઘોડીયા પણ સમજી ગયા હોત તો...? ઘરની મોટી દિકરી હોવા છતાં તેમને મન તમારા પ્રત્યેની નફરત હજુ એવી ને એવી રહી...” સાગરીકાએ ગંગાને જવાબ વાળ્યો. ગંગા ચુપ રહી.

“એ બધું ઠીક, પણ. સાગા! તું આવી ત્યારે શું બોલી? તારે તો ટેશથી આવવાનું ને જવાનું! ન રોક કે ન ટોક! એમ??? લાગે છે princess ને Prince મેળવી દેવાનો સમય આવી ગયો છે પપ્પાને વાત કરીશ કે એ તારા માટે...” ગંગાએ પુરી વાત જ બદલી નાખી. “પછી જોઇશ. તારે કેવી ટેશ થાય? અચ્છા સાગા! એ તો કહે કે તારો Prince charming કોણ છે I mean તારા સપનાંનો રાજકુમાર કેવો છે?” ગંગાએ ગંભિર થઇને પુછ્યુંપણ સાગા તો હંસવા લાગી. ઉબી થઇને હાથ ધોવા kitchen ના washbasin એ ગઇ. ગંગા પાછળ-પાછળ એકને એક સવાલ પુછ્યે રાખી...

“Oh! ભાભી...” સાગાની હંસી હજુ રોકાતી નથી, sofa પર બેઠી. ગંગા પાસે બેઠી. “Prince charming તો શું Prince કુતરો પણ નથી...”

“સાગા! દુનિયામાં એવી કોઇ છોકરી નહીં હોય જેના સપનાંમાં ભાવી ભરથાર કે મનનો માણીગંર કે રાજકુમાર ન આવતો હોય...! હાં એ મળે ન મળે એ અલગ વાત છે.”

“દુનિયામાં અપવાદ પણ હોયને...? હું અપવાદ છું મને કોઇ ભાવી ભરથા કે મનનો મણીધર સપનાંમાં નથી આવતો! અત્યારે સુઇ જાવ એટલે સીધી સવાર થાય! કામ ભલું ને આપણે ભલા! આમપણ લગ્ન કરીને હું શું ઉકાળી લેવાની! મમ્મી-પપ્પા-સાગરભાઇ-તમે બધા તો છો મારી સાથે! સવારના પ્હોરમાં ઝરણાંને રમાડીને office એ જાવ તો આખો દિવસ મારો સારો જાય. પૈસા તો હું કમાઇ લઉં છું. Socially active છું સારૂં એવું friend circle છે પછી મારે કોને જરૂર છે?”

“સાગા! દલિલ તો પાક્કી કરે છે આજે એક યુવતી તરીકે આપણે એટલા independent છીએ કે પ્રેમી-પતિ-દોસ્ત! ટૂંકમાં પુરૂષોની આખી નાતની આપણે જરૂર જ નથી! ભવિષ્યની ચિંતા જેવું રહ્યું નથી...” ગંગા સાગાની દલિલથી ખુશ થઇ. “પણ! સાગા! તને ખબર છે સાગર મારી life માં શું Important ધરાવે છે. સવારે પોતે કસરતે જાય એ પહેલાં મને ઊઠાડે, મારા દિવસની શરુઆત જ સાગર સાથે થાય, ઘરના કામ શરૂ થઇ જાય ત્યારથી લઇને સાંજ સુધી સરખું બેસવાનો વારો ન આવે, ત્યારે દિવસ દરમ્યાન એકબીજાને call કે what’s app કરીએ ત્યારે થોડી પળ હસવાની મળે, કામનો થાક ઉતરી જાય! ઝરણાંને રમાડું ત્યારે યાદ આવ્યા વગર ન રહે કે સાગરે એ યાદગાર 9 મહિનામાં મારી કેવી દેખભાળ રાખી હતી, મારા માટે સાગરે paternity leave લીધી હતી, મારૂં શરીર નબળું હોઇ ત્યારે ઝરણાં આવશે કે નહી એ બીક સાગરે મને નહોતી રાખવા દિધી, આજે પણ સાંજે એકબીજાને એવી રીત મળીએ જાણે પહેલી જ મળતાં હોય! સાગા! મેં લગ્ન ન કર્યા હોત તો કદાચ તારી માફક job કરતી હોત, પણ, સાગરનો પ્રેમ ન મળ્યો હોત તો હું શું કરત એનૈ જવાબ મને ક્યારેય નહીં મળે...” ગંગા સાગરમાં ખોવાઇ ગઇ.

“બધા સાગરભાઇ જેવા ન હોયને!! મને એવાં over smart અને કામધંધો કાંઇ નહીં ને બાપના પૈસે તાગડધિન્ના કરતો, આખો દિવસ what’s app-Facebook માં મોઢું નાખી રાખતો, girlfriend હોય તો shopping mall-multiplex માં લઇ જાય, ખોટો ખર્ચાનો દેખાડો કરતાં, body builder હોવા છતાં સાચા-પિડીત લોકો સાથે ઉભા રહેવાની. તેનો પક્ષ લેવાની કે તેમને ન્યાય અપાવવાની ત્રેવડ ન હોય તેવા છોકરાનાં પ્રેમમાં પડીને હું શું ઉકાળી લઇશ! પ્રેમ તો એવો હોવો જોઇએ કે માત્ર બે શરીરને જ નહીં પણ. બે પરીવાર-સમાજને નજીક લાવે! જે જવાબદારીઓથી ભાગે નહી. જે પૈસાથી નહી. પણ. દિલથી- સંસ્કાર-વિચારથી અમીર હોય. જેના માટે virtual world કરતાં real world ના લોકો સાથે communication વધારે હોય...”

“સાગા! તો-તો તારે 7 જન્મ લેવા જ રહ્યા. આ જન્મમાં તો આવો છોકરો મળવો અશક્ય જ છે...”

“એટલે તો સપનાં નથી જોતી...” બન્ને હંસતી-હંસતી સુવા ગઇ.

***