Adhinayak - 10 books and stories free download online pdf in Gujarati

અધિનાયક SCENE :- 10 (Novel) (Political thriller)

SCENE: - 10

- “તમે શું આ case ને રમત સમજો છો? દાવ પછી દાવ આવે એટલે રમવા આવી જવાનું! મારા જીવનનાં 17 વર્ષ મેં કાઢ્યા છે એ તમે શું જાણો? સવાણી સાહેબ! સરકાર સાથે સંયુક્ત ફરિયાદી હોવાં છતાં અમારે અલગ વકીલ રાખવો પડે. પૈસા રોકવા પડે... એ શું અમારા માટે ઓછું હતું??” મધબપોરે ખડિયા વિસ્તારના બુખારાની પોળમાં જમાવડો થયો. જ્યારે lawyer સમીર સવાણી તેના કાફલા સાથે આવ્યા. તસ્લિમાખાલાએ તેમનો ઉધડો લીધો.

“જુઓ! ખાલાજાન! 5 વર્ષ પહેલાં મને તમારી જોહુકમી પસંદ નહોતી. પણ. મને હજુ પણ case ની ગંભીરતાનો ખ્યાલ છે. તમને ન્યાય મળશે તો ગુજરાતનો ઇતિહાસ ફરીથી લખાશે. ઇતિહાસમાં તમારું સુવર્ણ અક્ષરે નામ લખાશે...”

“મારે ઇતિહાસમાં નામ નથી લખાવવા! સવાણી સાહેબ!... અને મેં શું જોહુકમી કરી? તમે સાહેદોને વારંવાર જુબાની લેવડાવો. વારંવાર સાબિતીઓ બદલાવો. તારીખ પર તારીખ માંગો ને વારંવાર પૈસા માંગો, અમારી આર્થિક પરીસ્થિતીના જાણતલ હોવા છતાંય...” તસ્લિમાખાલાએ સવાણી સાહેબને આડેહાથ લીધાં. સવાણી સાહેબ પાસે કોઇ દલિલ ન રહી.

“ખાલા! આ વખતે હું એવું કશું નહી કરું. આ વખતે તો એટલો સમય પણ નહી લઉં અને ખાલા! પૈસા પણ નહી લઉં. આ વખતે બધો ખર્ચ હું ઉઠાવીશ. સાહેદો-સાબિતીઓથી એ ઘટનાથી વાકેફ છું એટલે. બસ!...” સવાણી સાહેબ તસ્લિમાખાલાના ઘૂંટણીયે પડ્યા. અકરમ-વહાબ-ઇશરત સહિતના પરીવાર સભ્યો. પોળવાસીઓ. સવાણી સાહેબ સાથે આવેલ કાફલો પણ આ દ્રશ્ય જોઇ રહ્યાં. “ખાલા! મને છેલ્લી તક આપો...”

- અલબત્! છેલ્લા બે કલાકથી તસ્લિમાખાલાને મનાવતા સવાણી સાહેબ સૌનાં માટે કુતુહલનું કારણ બની ગયા. તસ્લિમાખાલા સવાણી સાહેબને જોઇ રહ્યાં.

- “ભલે! સવાણી સાહેબ! નફીસાબાનુએ case છોડ્યો તે કારણે નામદાર court એ આપણને 2 અઠવાડિયાનો સમય વધુ આપ્યો છે. તૈયારી કરવા માટે તમારી પાસે 2 જ અઠવાડિયા છે. તમારા ગયા પછી જે કાંઇ પણ કાર્યવાહી થઇ છે એ તમને અકરમ સમજાવી દેશે. અને... સવાણી સાહેબ!...” ઘણું વિચારીને તસ્લિમાખાલાએ સવાણી સાહેબને તેમનો case લડવા સહમતિ આપી. સવાણી સાહેબ તો ખુશ થઇ ગયાં. “પુરી case ની કાર્યવાહી દરમ્યાન અકરમ સતત તમારી સાથે રહેશે. Case ની નાનામાં નાની વિગત તમારે અકરમને આપવી પડશે...”

“ભલે ખાલા તમે જેમ કહેશો એમ...” સવાણી સાહેબ ઉતાવળમાં ખુશીના માર્યા વચ્ચે બોલી ઉઠ્યાં.

“હજુ મારી વાત પુરી નથી થઇ, સવાણી સાહેબ...” તસ્લિમાખાલાએ હાથ ઉંચો કરી સવાણી સાહેબને રોક્યા, “એટલું જ નહીં, સવાણી સાહેબ! જો તમે આ case ફરીથી છોડ્યો તો અમે તમારા વિરુદ્ધ પણ case કરશું... વળતર પણ માંગીશું, એટલે સમજી વિચારીને સહમત થજો...” તસ્લિમાખાલાની શરતે સવાણી સાહેબને સ્તબ્ધ કરી દિધા. પોળમાં સોપો પડી ગયો. અકરમ-વહાબ મુંછે હંસવા લાગ્યા.

- ‘આ તો ભારે કરી.’ સવાણી સાહેબ વિચારમાં પડ્યા, “ભલે! ખાલા! તમને જે યોગ્ય લાગે એ.. હું કાલથી જ...”

“કાલથી નહી, સવાણી સાહેબ!” વહાબે પણ અદબ વાળી. “આજથી, અત્યારથી જ!” પોળવાસીઓ કિલ્લોલ કરતાં વહાબને વધાવી લીધો. પોળમાં ખુશી છવાઈ ગઇ. સવાણી સાહેબ અકરમ-વહાબને સાથે લઇ ગયા. પોળવાસીઓ પોતાના કામે ગયા. તસ્લિમાખાલા નમાઝ પઢવા ગયા. આ બધા વચ્ચે ઇશરત સૌથી વધારે ખુશ હતી.

“Thank you! Vicky! સવાણી સાહેબ માટે અમ્મીજાન રાજી થઇ ગયાં. Finally હું તેમના કામે તો આવી. હવે અમારો case આગળ વધશે ને અમે case જીતી જશું. આ બધું તારી મહેનતથી શક્ય થાશે. નહીંતર સમીર સવાણી જેવા lawyer ને મનાવવા આટલું સરળ તો નથી જ...” ઘરથી દુર પણ પોળના જ કોઇ ખુણેથી ઇશરતે vicky ને call કર્યો.

“અરે! જાનેમન! જાનેજીગર! જાનેબહાર! તારા માટે તો હું આકાશમાંથી તારાઓ પણ ખરીદી લાવું...” Vicky બાફ્યે જતો હતો. “પણ શું છે ને કે અત્યારે ભગવાન star વેચવાની આનાકાની કરે છે એટલે એ માંડી વાળ્યુ...” Vicky ના બફાટને ઇશરત ન સમજે એટલી ભોઠ ન હતી.

“હવે રે’વા દે, રે’વા દે! સવાર-સવારમાં પીને બેઠો છે કે...”

“અરે! ના! ના! જાનશીન! એવું નથી...” Vicky લુલો બચાવ કરવા લાગ્યો. “અરે! Mobile નું શું થયું. Auntie ને કેમ મનાવી?”

“તને છોકરી બનાવીને! પહેલાં તો માનતાં જ નહોતા. પણ. વહાબ ને અકરમભાઇજાને મનાવ્યા...” ઇશરતે જવાબ આપ્યો. પછી અટકી ગઇ.

“ઇશરત! ઇશરત!”

“હ...”

“કેમ બોલતી નથી...”

“શું બોલું ને કેટલું બોલું...” ઇશરત બોલી. “Vicky! આમ ને આમ ક્યાં સુધી સંતાઇને વાતો કરવી. આમને આમ ક્યાં સુધી સંતાઇને મળતાં રહિશું...! Vicky! હવે તું કહે કે ક્યારે મળીશ અમ્મીજાનને...”

“અઆઅઆ! ઇશરત!...” vicky ગેગેફેફે કરવા લાગ્યો. “મને શું લાગે છે કે તમે case જીતી જાવ એટલે હું અમ્મીજાનને મળી...”

“અને ન જીત્યા તો...” ઇશરતે સણસણતો સવાલ કર્યો.

“ન્યાલ થઇ ગયાં...” Vicky બબડ્યો. પણ. ઇશરતને સંભળાયું.

“શું બોલ્યો? ન્યાલ થઇ ગયાં? મતલબ તું મને પ્રેમ...”

“કોણ તને પ્રેમ નથી કરતું...” પાછળ ઉભેલ કોઇ યુવકનો અવાજ સંભળાતાં ઇશરત ભડકી ગઇ. Mobile હાથમાંથી પડ્યો. પાછળ જોયું તો પોળનો જ યુવાન હતો.

“અરે! રફીકભાઇજાન!...” ઇશરત જવાબ વિચારવા લાગી. “શું છે ને કે college માં annual event યોજાવાની છે... અને... અને એક friend ભાગ લેવાની આનાકાની કરે છે એટલે તેને emotional કરતી હતી કે તું મને પ્રેમ...”

“હાં! હાં! ઠીક છે ઠીક છે...” રફીકભાઇજાને વાત માંડી વાળી. “તું ઘરે જા, ખાલા તારો ઇન્તજાર કરે છે...”

“ભલે!” ઇશરત મનમાં ને મનમાં હંસતી ચાલતી પકડી.

***

- ગુરૂવારનો પવિત્ર દિવસ હતો. અને સતત ધબકતુ અમદાવાદ આજે પણ એવું જ દોડવાનું હતું. પણ. તેની મંઝિલ એક જ દિશા તરફ વળતી અને એ મંઝિલ હતી અમદાવાદથી ગાંધીનગર જતાં સાબરમતી માઁ ના કાંઠે આવેલુંજુના કોબા ખાતે આવેલ ૐ સત્ય આશ્રમ!!! જેનો આજે 20મો પ્રાગટય મહોત્સવ હતો. આજે આશ્રમમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમોની વણઝાર હતી. ગુજરાત સરકાર. ગુજરાતના શિર્ષ ઉદ્યોગપતિઓ. નામી-અનામી દરેક ક્ષેત્રના હસ્તિઓ. વિવિધ સંસ્થાઓ. NGOs તેમજ સામાન્ય પ્રજાજન આજે આશ્રમમાં ભક્ત બનવાના હતા. આવો તો સતત 4 દિવસ મહેરામણ ઉમેટાય તેવા કાર્યક્રમો હતા.

- લગભગ 2-3 KM લંબાય તેવું Parking area. ત્યારબાદ 2 KM દુર gate જ્યાં સુધી ચાલીને જ જવાનું. ખાસ મહોત્સવ હોવાથી ગુજરાત police એ ખડેપગે રહીને 3 layer high security રચી હતી. ભક્ત હોવાની identity આપ્યા પછી જ entry મળતી. Gate માં પ્રવેશ્યા બાદ તો જાણે મેળો ભરાયાનો માહોલ હતો. આશ્રમમાં ઠેર-ઠેર પુજા-આરતી માટે જરૂરી સામગ્રી-પ્રસાદી-ધાર્મિક(!) પુસ્તકો. આશ્રમ દ્વારા ઉત્પાદિત જીવનોપયોગી વસ્તુઓના વિવિધ store ઉભા કરેલ હતા. જેના સંચાલકો આશ્રમના સેવકગણ જ હતા. સવાર 4 વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેના કારણે ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિર ત્થા પ્રસાદીગૃહ બન્ને ખોલી નખાયા હતાં. આશ્રમ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આશ્રમ કેશરીયા ભક્તિના રંગ રંગાયું હતું.

- સવારના 7 વાગ્યે મુખ્યમંત્રી સહિત રાવળ પરીવાર. AGP ના કાર્યકરો. સરકારના પ્રતિનિધિમંડળ આવી પહોચ્યા. મુખ્ય સેવિકા ગૌરાંગીજીએ દિવ્યરાજદાદાનું આરતી સાથેહારતોરા કરી સ્વાગત કર્યું. CM રાવળ-ગૃહમંત્રી નવિન પટેલ વગેરેનું એ રીતે સ્વાગત કરાયું. ત્યારબાદ ગૌરાંગીજી જ પ્રમુખ મહેમાનોને સ્વામી સત્યાનંદની ઞુપડી સુધી લઇ ગઇ. સ્વામી સત્યાનંદ પણ સૌનાં સ્વાગત માટે ઉભા જ હતાં.

- “ગુરૂદેવ...” સ્વામી સત્યાનંદ દિવ્યરાજદાદાના પગે લાગ્યા. “તમે આવીને મારા આશ્રમને પવિત્ર કરી દિધો. 20 વર્ષથી તમારી રાહ જોઇ રહ્યો હતો. આજે મારી સૌથી મોટી ઇચ્છા ત્રીલોચનેશ્વર મહાદેવે પુરી કરી... ધન્ય આ ઘડી-ધન્ય આ મારૂં આશ્રમ! “

“સ્વામીજી! મારા કારણે તો નહીં. પણ. મારો દિકરો. અભિનવ ગુજરાત પક્ષના નવનિયુક્ત પ્રમુખ યુવરાજ રાવળના પગલાંથી તેમજ તેના પવિત્ર વિચારો આ આશ્રમમાં યેમજ આ વાતાવરણમાં પસરવાથી આશ્રમ ધન્ય થયું છે...” દિવ્યરાજદાદાએ પાસે જ ઉભેલા યુવરાજને મહત્તા આપીને યુવરાજને આગળ કર્યો. યુવરાજે સ્વામીજીના ચરણસ્પર્શ કર્યાં. તેને અનુસરીને અભિનવ-અધિવેશ-vicky અને નકુળ પણ સ્વામીજીને પગે લાગ્યા.

“વાહ! રાજકુમારો! વાહ! તમારા સંસ્કારો મને હૈયામાં ધરપત આપી છે કે આપણા દેશનું ભવિષ્ય સુરક્ષિત છે, એક સંત તરીકે આથી વિશેષ આનંદ બીજો ક્યો હોય...?” સ્વામી સત્યાનંદ ગદગદિત થયાં.

“સ્વામીજી! આ રાજકુમારો આગળ જતાં પોતે પસંદ કરેલા ક્ષેત્રમાં આગળ વધે અને પોતાના માઁ-બાપ-ગુરૂઓ-ગરવી ગુજરાત અને ભારતવર્ષનું નામ રોશન કરે તેવા આર્શીવાદ આપો. વિકસિત કરેલાં ગુજરાતના યુવાનોને પ્રગતિ કરતાં જોઇ મને મારી મહેનતનું ફળ પાકતું દેખાય છે આથી વિશેષ સંતોષની વાત મારા માટે અન્ય શું હોય?...” સ્વ-પ્રશસ્તિમાં રત એવા CM રાવળ હંસતા-હંસતા બોલ્યા.

“ચાલો! ચાલો! મહાઆરતીનો સમય થઇ ગયો છે...” ગૌરાંગીજીએ સૌને મંદિર તરફ વાળ્યા. સૌ આશ્રમ તરફ આવ્યા. આ દરમ્યાન ગૃહમંત્રી પટેલની યુવરાજ સાથે 2-3 વાર નજર મળી. પણ. ગૃહમંત્રી પટેલની નારાજગી સ્પષ્ટ દેખાય આવતી હતી. જનમેદની ઉમટી પડી. સ્વામી સત્યાનંદનો જયજયકાર શરૂ થયો. વિશાળ ત્રીલોચનેશ્વરના સભામંડપ-નૃત્યમંડપ ભક્તોથી ઉભરાઈ ગયું. મહશંખના નાદથી મહાઆરતી શરૂ થઇ. ઢોલ-નગારાથી સંગીત અને ગાયન થી શરૂઆત થઇ. સ્વામી સત્યાનંદ પોતાની ઝુપડાથી 108 દિવાઓની વટી લઇ પુરા આશ્રમ ફર્યા,મંદિરના નૃત્યમંડપથી શરૂ કરીને આશ્રમના મુખ્ય દરવાજા સુધી ભારી સંખ્યામાં ભક્તો એકઠા થયાં છતાં તેમને ઉભવાની-બેસવાની વ્યવસ્થા એવી રીતે કરાય કે સ્વામી સત્યાનંદને આશ્રમના કોઇપણ ભાગે જવા તકલીફ ન પડે. આશ્રમના દરેક દેવીસ્થાનનું પુજન કર્યું. અંતે ત્રીલોચનેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં જઇને મહાઆરતી કરી. 45-60 minutes ની મહાઆરતી ખુબ ભવ્ય રીતે કરાઇ. સૌ ભક્તો આંખો બંધ કરી ઇશ્વરમાં ધ્યાનમાં લીન થઇ ગયાં. મહાઆરતી બાદ સ્વામી સત્યાનંદનો જયજયકાર થવા લાગ્યો. સ્વામી સત્યાનંદ ગર્ભગૃહમાંથી આવીને સૌને આરતીના આર્ધ આપવા લાગ્યા. તેમના પર સતત ફુલ-હારની વર્ષા થવા લાગી અને કંકુ-અબીલ-ગુલાલની છોળો ઉડી. સ્વામી સત્યાનંદ સૌને આરતીનું આર્ધ આપતાં-આપતાં તેમના ધ્યાનગૃહની પાછળના વિશાળ વડવૃક્ષ આગળ બંધાયેલ સમરાંગણમાંના મુખ્ય મંચ પર મુકી. ભવ્યતાથી મંચ બનાવેલો હતો. મહાનુભાવો માટે અલગ મંચ હતો તો સ્વામી સત્યાનંદ માટે ઊચું આસન હતું. જેથી ભક્તો તેમનાં દર્શન કરી શકે. આર્શીવાદ લઇ શકે.

- મહોત્સવની શરુઆત દિવ્યરાજદાદા દ્વારા દિપ-પ્રાગટયથી થઇ. મુખ્ય ઉદ્ઘોષક દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું. કાર્યક્રમની શરૂઆત દિવ્યરાજદાદાના વક્તવ્યથી થઇ. ત્યારબાદ CM રાવળથી લઇને ગૃહમંત્રી. અન્ય બુદ્ધિજીવી કક્ષાના મહેમાનોના પ્રવચન બાદ યુવરાજ અને સ્વામી સત્યાનંદના વક્તવ્ય બાકી હતાં. સરકારી પ્રતિનિધિઓએ નવી યોજનાઓ જાહેર કરી તો ઉદ્યોગપતિઓએ પોતાની જાહેર સંપતિમાંથી કેટલીક આવક દાનમાં આશ્રમને આપવવાની જાહેરાતો કરી.

- “મંચ પર બિરાજમાન સર્વ આદરણીય વડિલો-ગુરૂદેવો. આશ્રમવાસીઓ. દિવ્યરાજદાદા. માનનીય મુખ્યમંત્રીશ્રી. ગૃહમંત્રીશ્રી. ગુરૂતુલ્ય સ્વામી સત્યાનંદજી! આ પવિત્ર દિવસે મને સ્વામી વિવેકાનંદજી શબ્દો યાદ આવે છે કે ‘the fear of god is the beginning of religion. But the love of God is the end of religion’ તેનો મતલબ આપ સૌ સમજતા જ હશો છતાં હું મારી રીતે આપને કહેવા ઇચ્છું છું. દરેક ધર્મ ભલે તે ખ્રીસ્તી હોય કે ઇસ્લામ! ભલે તે હિન્દુ ધર્મ હોય. દરેક ધર્મનો ઉદ્દેશ ઇશ્વર. God કે અલ્લાહને પામવાનો હોય છે. આપણા સૌને પાપ કરતાં અટકાવવા અને પુણ્ય દ્વારા જીવન સફળ કરવાનો છે. આ માટે જ આપણે સૌ અલગ-અલગ માર્ગે ચાલીને ઇશ્વરને પામવા પ્રયાસ કરતાં રહીએ છીએ. આ માટે સદીઓથી વિવિધ ગુરૂદેવ - સાધુ - સંત - યુગપુરૂષો પર્થદર્શક બનતાં રહે છે પણ. શું માત્ર ધર્મ જ એક જ એવો માર્ગ રહી ગયો છે કે જે આપણને મોક્ષના માર્ગે લઇ જાય? આજકાલના સમયમાં વિજ્ઞાન ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિઓ થઇ છે ત્યારે હજુ પણ આપણો દેશ અંધશ્રદ્ધા-વર્ણવ્યવસ્થા-જાદુ-તોટકામાંથી બહાર નથી નીકળ્યો. હજું પણ દેશમાં શિક્ષણનો વ્યાપ્ત વધ્યો નથી ત્યારે બની બેઠેલા self god men ના કારણે ધર્મ પ્રત્યે લોકોનો વિશ્વાસ અંધવિશ્વાસમાં પરીણમ્યો છે. જેનો ફાયદો કેટલાક અસામાજિક લોકો લઇ રહ્યા છે તેમાં પણ જ્યારે ધર્મકારણમાં રાજકારણ ભળે ત્યારે એ deadly combination એટલે જીવલેણ જોડાણ થઇ જાય જે સમાજને ક્યારેય ન પુરી સકાય તેવા નુકશાનના ખપ્પરમાં હોમી દે છે...” વક્તવ્યની શરૂઆતથી જ યુવરાજે સૌને ચોકાવ્યા,આશ્રમમાં સોંપો પાડી દિધો.

- “આ જોડાણે વિશ્વમાં ખાસ્સી એવી બર્બાદી કરી. મધ્ય-પશ્ચિમ આરબ વિશ્વ હોય કે યુરોપ...! સદીઓથી ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે છતાં કોઇ કશું જ મેળવી શક્યા નથી! અન્ય દેશની વાત શું કામ કરીએ? આપણા દેશે આ ધર્મકારણ અને રાજકારણના મિશ્રણને કારણે થયેલી તબાહી અનેક વખત સહી છે વર્ષોથી પાડોશીમાં રહેતાં અલગ-અલગ પરીવારોએ પોતાના ધર્મગુરૂઓ દ્વારા ખેલાતા વર્ચસ્વના યુદ્ધના કારણે અનેક ખુવારી સહેવી પડી છે..”

“યુવરાજ દિકરા!” યુવરાજનું વક્તવ્ય ચાલતું હતું ત્યારે જ સ્વામી સત્યાનંદથી ન રહેવાતા ઉભાં થઇ યુવરાજને રોક્યો, “આ તમે ક્યાં મુદ્દામાં ચાલ્યા ગયાં? શું તમને ખ્યાલ નથી તમારે ધર્મની કઇ વાત કરવાની છે? તમે જે કહો છો એ સર્વથા ઉચીત જ હશે પરંતુ આ ક્ષણ આ ચર્ચા માટે નથી. તમે આશ્રમમાં ગાળેલા અનુભવો અમારી સાથે વહેચો. કઇ નહીં તો ગુરૂદેવ દિવ્યરાજકાકા દ્વારા શિખવેલ જ્ઞાન અમારી સાથે વહેચો..” સભામાં ગણગણાટ થવા લાગ્યો.

“માફ કરજો. સ્વામીજી!” યુવરાજે હાથ જોડી બોલ્યો. “..પણ! હું મુદ્દો ભટક્યો નથી. હું યોગ્ય જ દિશામાં જઇ રહ્યો છું હા! કદાચ મારી કહેવાની રીત અયોગ્ય હશે. પણ. મુદ્દો ખોટો નથી...”

“તો તમે ક્યાં મુદ્દા પર વાત કરવા ઇચ્છો છો. પ્રમુખશ્રી!!!” ગૃહમંત્રી નવિનભાઇ પટેલે પુછ્યું.

“કોમીરમખાણ!” યુવરાજના જવાબથી સૌ સ્તબ્ધ થઇ રહ્યા.

“યુવરાજ! આ સમય કોમીરમખાણ અંગેની ચર્ચાનો નથી, આપણે સૌ સ્વામીજીના સાનિધ્યમાં આવ્યા છીએ. આપણે તેમની વાત કરવી જોઇએ, તેમના ગુણગાન ગાવા જોઇએ.” Dr રમણ શાહે ચર્ચામાં કુદાવ્યુ...

“કેમ નથી. Doctor Uncle? શું આપણે સૌ નથી જાણતાં આ એ જ આશ્રમ છે જેણે કોઇપણ જાતનાં ભેદભાવ વગર તમામ કોમને કોમી રમખાણ દરમ્યાન આશરો આપ્યો હતો. શું આ વાત આશ્રમ સાથે સંકળાયેલ નથી? અહીં પધારેલા ભક્તોમાંથી અનેકે કોમીરમખાણના ખપ્પરમાં પોતાના પરીવારના સભ્યને હોમાતા જોયા છે... અનેક ભક્તો આશ્રમના અનુયાયી એ કારણે જ થયા છે કે આ આશ્રમે તેમને કોમીરમખાણના દુ:સ્વપ્નમાથી ઉગારીને નવજીવન બક્ષ્યું છે...”

“યુવરાજ! મેં કહ્યું જ છે કે તમારી વાતો સર્વથા યોગ્ય જ છે પરતું આ સમય...”

“તમને શામાટે યુવરાજનું વક્તવ્ય નડે છે. સ્વામીજી? પુરૂ કરવા દ્દોને તેનું વક્તવ્ય...” દિવ્યરાજદાદાએ હમેશાંની માફક યુવરાજનો પક્ષ લિધો. “જેમને નાપસંદ હોય એ સભાત્યાગ કરી શકે છે. કોઇનાં વક્તવ્યને અધવચ્ચે શામાટે રોકો છો? શું તમારી દુ:ખતી નસ દબાવી છે?...”

“એવું નથી. કાકા!...” નવિનભાઇ દલિલે ચડ્યાં. “પણ આ ધર્મસભા છે ધારાસભા નહીં! આ કોમીરમખાણ એ...”

“રાજકારણનો મુદ્દો છે?” દિવ્યરાજદાદા ગરમ થઇ ગયાં. “આ કોમીરમખાણ શું રાજકારણનો મુદ્દો છે? નવિનભાઇ! શું તમે પાસેની ખુરશીની સંગતના કારણે જાડી ચામડીના થઇ ગયાં છો?...”

“દાદાજી! તમે યુવરાજનો સાથ આપવા પપ્પા પર ખોટો આક્ષેપ કરી રહ્યાં છો...” અભિનવે પુરુષોતમ રાવળનો બચાવ કર્યો. CM રાવળ સિવાય સૌ ઉભા થઇ દિવ્યરાજદાદા-યુવરાજ વિરુદ્ધ ઉભા થઇ ગયાં.

“આ દાદા-યુવરાજની જોડી ક્યારેય આપણો પ્રસંગ સફળ થવા દેતાં નથી! મોટેરા સ્ટેડિયમમાં પણ પોતાના ધાર્યુ કરીને યુવરાજને પ્રમુખ તરીકે આપણાં પર થોપી દિધો...” Vicky એ આરોપ લગાવ્યો.

“એ વિકિડા! તારામાં કે મારામાં આ politics ની જરાપણ ગતાગમ નથી! તું તો બોલવાનું રહેવા જ દે...” અધિવેશે vicky ને રોકડું પરખાવ્યું. ગૌરાંગી તુરત જ સ્વામી સત્યાનંદ પાસે ગયા. માહોલ ગરમ થઇ ગયો. સભામાં ગણગણાટ વધતો ગયો.

“હું મારું વક્તવ્ય પુરૂ કરૂં છું, કોઇનું દિલ દૂભાયું હોય તો માફ કરજો...” પરિસ્થિતિ વણસતા યુવરાજે પોતાનું વક્તવ્ય પુરૂ કર્યું. દિવ્યરાજદાદા-દેવિકાબહેન-કેટલાક પક્ષના કાર્યકરોએ પણ યુવરાજને વક્તવ્ય પુરૂ કરવા સમજાવ્યો. પણ. યુવરાજ ન માન્યો. સભા છોડીને પરીવાર સાથે ચાલ્યો ગયો. તો. સ્વામી સત્યાનંદ પણ પોતાના ધ્યાનગૃહ જતાં રહ્યા, CM રાવળ, Kevin broad, અભિનવ સહિત અન્ય AGP ના નેતાઓ સ્વામી સત્યાનંદના ધ્યાનગૃહ ગયાં.

“કેવા છોકરાંને તમે પ્રમુખ બનાવી દિધો! મારો મહોત્સવ બગાડી નાખ્યો. મારાથી રહેવાયું નહીં એટલે બોલવું પડ્યું...” સ્વામી સત્યાનંદે CM સાહેબનો ઉધડો લીધો.

“સ્વામીજી! તમારું મગજ કાબુમાં નઇ રહે તો અમ ભક્તોનું શું ભલું કરી લેવાનાં?..” નરૂભાએ ડબકું મુક્યું.

“નરૂભા! ચુપ મરો...” CM રાવળ જે પુરા ભવાડા દરમ્યાન ચુપ હતાં એ હવે નરૂભાને ચુપ કર્યા, “સ્વામીજી! તમારે બોલવાની જરૂર ન હતી, યુવરાજ છોકરૂં છે એ હજુ શિખાઉ છે જ્યાં સુધી એ રાજકારણના આટાપાટા સમજી જાશે ત્યાંસુધીમાં તો ઘણી બાજી અભિનવના હાથમાં આવી ગઇ હશે, મારે અભિનવ પાસે આ જ અપેક્ષા છે...”

“પણ! મોટાસાહેબ! ક્યાં આશ્રમનો પ્રાગટય મહોત્સવ અને ક્યાં કોમીરમખાણ? આવા સમયે ક્યાં મુદ્દા પર વાત કરવી જોઇએ તેની સમજ આપણાં પક્ષપ્રમુખને હોય તો એવા પક્ષપ્રમુખને રાખવા ન જોઇએ...”

“નવિનકાકા! Vicky એટલે જ કહ્યું કે યુવરાજને આપણાં પર થોપવામાં આવ્યો છે, મોટેરા સ્ટેડિયમના debate નાટક દરમ્યાન તમે બધાં દાદાજીની દાદાગીરી સામે માથું ન ઉચક્યું એટલે એ દાદા-પૌત્ર ફાવી ગયા...”

“અભિ! ચુપ!...” CM રાવળે અભિનવને પણ ચુપ કરાવ્યો. “તું તો બોલીશ જ નહીં...! યુવરાજ માથે ચડ્યો એ તારા પ્રતાપે! તારામાં આગેવાની કરવાની ત્રેવડ નથી એટલે યુવરાજ ફાવી ગયો...!” બધાંને CM સાહેબના ગુસ્સાનો પરચો મળી ગયો. બધાં હવે ચુપ રહ્યા. “સ્વામીજી! મારે આ સમસ્યાનો નિવેડો જોઇએ! અભિનવને સાધુ સમાજનો ટેકો મળી જાય તો ભક્તો-અનુયાયીનો સહેલાઇથી મળી જશે...”

“સિર્ફ યુવરાજ હી નહીં વહ બુઢીયા તસ્લિમા જાફરી કા solution...” uncle broad એ તસ્લિમા જાફરી તરફ ધ્યાન દોર્યુ. “મેરા મતલબ હૈં કી દોનોં સમસ્યાઓ કા નિવારણ હો જાય તો હિ હમારા રાજ બરકરાર રહેગા...”

“યહ દો ક્યાં બડી સમસ્યા હૈં?” ગૌરાંગીજી નિષ્ફિકર રીતે બોલી. લાલચટાક સાડીમાં આકર્ષક લાગતી ગૌરાંગીજી પર અભિનવ-vicky-નકુળ મિટ માંડ્યાં વગર નજર રાખીને બેઠાં હતાં. “કુછ દિનોં કે બાદ હમ ધર્મસભા આયોજીત કરને વાલે હૈં તબ અભિનવ કો હમારા નેતા ઘોષિત કર દેગેં. હમારા નાયક! અધિનાયક!...અભિનવ હમારા અધિનાયક!...”

“વાહ! ગૌરાંગી! વાહ!...” નકુળ તો ઉભો થઇને ગૌરાંગીની વાહ-વાહ કરવા લાગ્યો. ગૌરાંગી સહિત સૌ નકુળને જોઇ રહ્યાં. નરૂભા તો આકરાં થયાં.

“હવે! બેહને! છાનોમાનો! બોવ આવ્યો વાહ-વાહ કરવાવાળો! અલ્યા! ઇ તારા જેવી સેં કે તુંકારાથી બોલાવે સે? ચુપ મર!” નરૂભા ખીજાયા. નકુળ તો ચુપ થઇ ગયો સાથે બીજા પણ ચુપ રહ્યા.

“CM સાહેબ! મારો પ્રસ્તાવ ખોટો છે? બોલીયે uncle broad! મેં ક્યાં ગલત કહ રહી હું? ગૃહમંત્રીજી તમે તો બોલો...” ગૌરાંગીજી પોતાના પ્રસ્તાવ અંગે સૌની સહમતિ લેવા લાગી.

“એ શું બોલે? તેમને તો મારા પર વિશ્વાસ જ નથી... પણ. ગૌરાંગીજી!...” અભિનવ કોઇનાં જવાબની રાહ જોયા વગર બોલી ઉઠ્યો, “તમે તૈયારીઓ શરૂ કરી દેજો. મને ધર્મસભામાં સાધુસમાજનો અધિનાયક જાહેર કરી દેજો. તે માટે તમારે યુવરાજની ચિંતા કરવાની નહી રહે. યુવરાજનો બંદોબસ્ત થઇ જશે...” છેલ્લાં શબ્દો કોઇની સમજમાં ન આવ્યા. છતાં ચુપ રહી અભિનવને મુંગી સહમતિ આપી દિધી. થોડીવાર બીજી વાતો કર્યા પછી સૌ રવાના થતાં ગયા.

-આ પ્રાગટય મહોત્સવનો live telecast ખબર ગુજરાત news સાગર પટેલની આગેવાનીમાં કરી રહ્યું હતું. તેમને 4 દિવસ રહેવાની વ્યવસ્થા આશ્રમ તરફથી કરાઇ હતી.

“સાગા! અફસોસ! આપણે reporting team માં નથી. મેં તને કિધુ”તું ને કે તું નહીં આવે team માં!” આશ્રમમાં ફરતા પિન્ટુ-સાગરીકા વાતો કરી રહ્યાં.

“પાડા! તને જે ખબર હોય ઇ તો મને ક્યારેય કહેતો જ નથી. એ તો સારું છે કે સાગરભાઇએ મને સાથે આવવા દેવા રાજી થયા...” સાગરીકા હસતી બોલી. “જો પાડા! ભલે આપણે બત્તૌર reporter ન હોયે પણ આપણી ખણખોદનીતિ છોડવાની નથી. જેનાં પર શંકા જાય તેની પાછળ પડી જવાનું. સમજ્યો?...”

“સમજ્યો!” પિન્ટુના મોઢે પાણી રેલાઈ રહ્યું હતું જ્યારે તેના નાકમાં સુગંધ લહેરાવા લાગી. સાગા સાથે વાત કરતાં-કરતાં પ્રસાદીગૃહ તરફ જવા લાગ્યો. સાગરીકાએ માથું કુટ્યું. પિન્ટુ વારેઘડીએ પ્રસાદીગૃહમાં ઘુસીને એક પાનના પાત્રમાં વાનગી લઇ આવે. સાગરીકા હસતી રહેતી.

***

- “યુવરાજ! મને તારા ગર્વ થાય છે કે તને સાચું બોલવામાં કોઇની શેહશરમ નથી નડતી. હાઁ! હિમ્મત કરીને વધારે રોકાયો હોત તો તારું વક્તવ્ય પુરૂ કરી શક્યો હોત..” દિવ્યલોક ભવન પહોંચ્યા પછી દિવ્યરાજદાદા યુવરાજના વખાણ કરતાં થાકતા ન હતાં. Dr યુવિકા સૌને માટે નાસ્તો તૈયાર કરવા નોકરોની મદદ રસોડે ગઇ.

“યુવરાજભાઇ! પપ્પા તમારી against બોલ્યા તે બદલ હું..” નિત્યા પણ સૌનાં સાથે વ્હેલી આવી ગઇ હતી, સૌની સામે ગૃહમંત્રી નવિનભાઇ તરફથી માફી માંગવા ગઇ, યુવરાજ તરતજ તેણીની પાસે આવીને બેઠો.

“નિત્યા! તું તો મારી નાની બહેન છે. તારે માફી માંગવાની ન હોય...” યુવરાજે નિત્યાને માથે હાથ મુકીને અટકાવી. “બસ મને અફસોસ એ વાતે છે કે હું મારી વાત લોકો સમક્ષ ન મુકી શક્યો...”

“યુવરાજ! સ્વામી સત્યાનંદ તો ખુબ તપસ્વી સંત છે. પોતાના ભુતકાળના કર્માને ભસ્મ કરીને પોતાના જીવનને સંસારની સમસ્ચાઓ દુર કરવા આ અઉમ સત્ય આશ્રમ સ્યાપ્યો. 20 વર્ષ પહેલાં એક નાની કુટીર બનાવી આશ્રમ શરુ કર્યો. તેઓ કોમીરમખાણ દરમ્યાન ભક્તોને આશ્રચ આપવાના કારણે વિશ્વસ્તરે પ્રસિદ્ધી પામ્ચા. પણ. મને ખરેખર Personally લાગે છે કે આ સમચ કોમીરમખાણ અંગે ચર્ચા કરવાનો ન હતો...” Dr રમણ શાહની સ્વામી-ભક્તી સ્પષ્ટ દેખાય આવતી હતી.

“પણ સારૂ થયૂ મોટાભાઈની સાથે કોણ છે અને વિરૂધ્ધ કોણ છે એ દેખાય આવ્ચુ. કેવો vicky બોલવા લાગ્યો. બાકી એને રાજકારણના ‘ર’ ની પણ ગતાગમ નથી... બાકી અભિનવ always ready જ હોય પુરૂષોત્તમકાકાનો બચાવ કરવા માટે! સ્વામી સત્યાનંદ પણ exposed થઈ ગયા..” અધિવેષ જોશમાંને જોશમાં બોલી ઊઠ્યો. જોકે. પાસે બેઠેલા યુવરાજે ઈશારો કરીને ચૂપ કર્યો. ત્યા યૂવરાજનો mobile રણક્વા લાગ્યો. Screen પર રાધિકાનું નામ આવવા લાગ્યું.

“Excuse me!” યુવરાજ ઉભો થઇ બધાથી દુર ગયો, call up કરી વાત કરી. વાત કરીને પાછો ફર્યો ત્યા સામે યુવિકા પ્રશ્નાર્થ નઞરે જોઈ રહી. “યુવિકા! રાધિકા ગાંધિનગર આવી ગઈ છે. મને મળવા ઈચ્છે છે. બધા proof દેખાડવા માંગે છે. હું તેણીને મળવા જાવ છું...” યુવરાજ હજુ બોલતો હતો કે યુવિકા તેની પાસે આવી ખભે હાથ મુકી જોઇ રહી,

“એકવાર દાદાજીને વાત કરી દિધી હોત તો સારૂં થાત,”

“યુવિકા! દાદાજીને ખોટા ચિંતામાં નથી નાખવા...! આમપણ. એ વળી પાછા નવિનકાકાને આડેહાથ લેશે તો વાત બગડી જશે. નવિનકાકાને એમ થશે કે મે દાદાજીને ચડાવ્યા અને રાધિકાના case માં અસર થશે...” યુવરાજે દલીલ કરી. “પણ, તુ ચિતાં ન કર. જે થાશે એ તને સૌથી પહેલાં કહીશ... હવે હું જાવ... દાદાજીને કહેજે કે urgent કામ આવતા office ગયો છું...Bye!”

“Ok! પોતાનુ ધ્યાન રાખજે...” યુવિકા સંમત થઈ. યુવરાજ ચાલતો થયો. યુવિકા hall માં પાછી વળી અને સૌને urgent કામને કારણે યુવરાજ કાર્યાલય ગયો હોવાની જાણ કરી.

- યુવરાજને રાધિકા મળી અને proof આપ્યા, તેના father રામભાઈનું accident થવા પર થયેલ FIR ની copy, રામભાઈના bank ના લગતા certificate-ID, Scooter damage થયાના photos, Hospital ને લગતા papers વગેરે તમામ proof આપ્યા. યુવરાજને વિશ્વાસ બેઠો. રાધિકાને બનતી મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો. તેણીએ આપેલા proof પોતાની પાસે રાખ્યા. ગૃહમંત્રી નવીન પટેલને સાંજે જ આ proof આપવાનું નક્કી કર્યું. કાર્યકરોની ચહલ-પહલ વધવા લાગી. પક્ષના મહત્વના નેતાઓ તો સત્યાનંદ આશ્રમે હતાં. બધા સાંજ damage સુધીમાં આવી જવાના હતાં.

***

- લાવણ્યા આશ્રમથી CM house આવી. હવે તો તેણી અભિનવના Room માં અવર-જવર બેરોકટોક કરી શક્તી હતી. પાસેના Room માં સાફ-સફાઈ થઈ રહી હતી. જોકે લાવણ્યાને આશ્ચર્ય થયૂં. જ્યારથી અભિવનવની PA તરીકે આવી છે ત્યારથી આ room બંધ જ જોયો છે. ન તો કોઇને આ room માં જતાં જોયા છે. લાવણ્યા તો અભિનવ ના room જઈ પોતાનૂં કામ કરવા લાગી. કલાક બાદ બહાર આવી ત્યારે તેણીનું મન લલચાયું એ જાણવા કે આખરે એ room માં છે શું ? તેણી અભિનવના room અને પેલ્લાં room નાં વચ્ચે ઊભી રહીને હજુ તો ડોકીયું કર્યૂં જ હતુ,

“ક્યાં કર રહી હો, લડકી...?” પાછળથી uncle broad ની ત્રાડ સંભળાઈ. લાવણ્યને ધ્રાસાકો પડ્યો, પાછળ વળી. Uncle broad નો ગોરો ચહેરો લાલચોળ નઝરે લાવણ્યાને જોઈ રહી. લાવણ્યા હજુ બોલવા જતી હતી. “કૂછ બોલોગી યા નહી, room મેં અંદર જાના ચાહતી થી ન તુમ? કીસકી મરઝી સે તુમને યહ સોચને કી જરૂરત કી? ક્યાં તુમ્હે પતા નહી, કીસીકો ભી અદર જાના allow નહી?” લાવણ્યા તો થરથર ધ્રુજતી હતી. “અબ ખડી ક્યાં હો? ભાગો યહાં સે...”

“જી...જી...” લાવણ્યા તો દોડતી ગઈ. ઝડપી car હકાંરી ‘અભિનવમ્’ કાર્યાલય પહોંચી. અભિનવની cabin આવી. અભિનવ mobile માં લાગ્યો હતો. લાવણ્યા ચુપચાપ બેસી ગઇ. તેણી હજું પણ ધ્રુજતી હતી. Table પરનો glass હાથમાં લીધો એ પણ છટકી ગયો. લાવણ્યા ભડકી ગઈ.

“શું થયું? લાવા..” અભિનવ પોતાની જગ્યાએથી ઊભો થઈ લાવણ્યા પાસે આવ્યો. લાવણયા ભરાઇ આવી અને રડવા લાગી. “લાવણયા! હવે કાઈ બોલીશ કે...” અભિનવથી મોટેથી બોલાઈ ગયું તો લાવણ્યા વધુ મોટા અવાજે રડવા લાગી. અભિનવ પાસે આવી અને ફરીથી પુછ્યું. તો પણ લાવણ્યા રડતી રહી, “લાવણ્યા...! ગાંડાવેળા ન કર, શું વાત છે? બોલ તો હવે...” લાવણ્યાએ રડતા-રડતા બધી વાત કરી.

“શું? તું મમ્મીના room તરફ પુછ્યાં વગર ગઈ?” અભિનવ બોલી ઊઠ્યો. લાવણ્યા સ્તબ્ધ થઈ ગઈ.

“What? પેમેલા aunty નો room?.. એ પેમેલા aunty નો room છે અને તમે મને ક્યારેય જણાવ્યું પણ નહી..” લાવણ્યા બોલી ઊઠી.

“કેમ? તને જણાવવૂં જરૂરી છે? અને એ મારી માંનો room હોવા છતાં મને પણ જવાની મનાઈ છે..” બોલતાં-બોલતાં અભિનવની આંખો ભીની થવા લાગી. “Mummy ની યાદ ન આવે એટલે જ પપ્પા-uncle એ કોઈને પણ જવાની મનાઈ છે. એટલે uncle તારા પર ગૂસ્સે થયા...” લાવણ્યા આશ્ચર્ય વચ્ચે અભિનવ બોલતો ગયો. “5 વર્ષનો હતો ત્યારે મમ્મી આ દૂનિયા છોડીને જતી રહી. મારી મમ્મી સાથે કોઈ યાદ નથી. પપ્પાએ એ બધી યાદોને mummy ના room માં સંઘરી રાખી છે. પણ. ત્યાં કોઈને પણ જવાની મંજુરી નથી. ક્યારેક-ક્યારેક યાદ આવે ત્યારે આમ. એકાતંમાં રડી નાખૂં છું..” આંખો લુછતાં-લુછતાં અભિનવ બોલ્યો. “જવા દે એ વાત...” વાત બદલતાં અભિનવ બોલ્યો, “યૂવરાજ કાર્યાલય આવી ગયો?”

“યુવરાજ sir હમણાં આવ્યા કાર્યકરો meeting કરતાં હતાં. હવે કદાચ પોતાની cabin એ હશે...” લાવણ્યા હજું જવાબ આપે એ પહેલાં અભિનવે બોલતાં અટકાવી,

“એને હું મળી આવું. સવારે જે ભાગળાં વાટ્યાં એને કારણે બેવકૂફને સમજાવી આવું! તું તારુ કામ કર..” અભિનવ સુચન કરતોં ગયો.

“કમાલ છે, યાદ ન આવે માટે એ યાદોને નાશ કરવાના હોય. આ તે કેવું? યાદોને નાશ પણ ન કર્યા અને store room ની માફક સંઘરી રાખી કોઈને ન જવાનો ફતવો બહાર પાડ્યો. એ room માં એવું તો કંઈક હોવું જ જોઈએ જે દુનિયા સામે લાવવા જેવું હોય..” લાવણ્યાના મનમાં શંકાનો કિડો સરવળ્યો. “..અને એ હું એ રહસ્ય દુનિયા સામે લાવીને જ રહિશ...”