Backfoot Panch - 3 books and stories free download online pdf in Gujarati

બેકફૂટ પંચ

પ્રકરણ-૩

આગળ ના ભાગમાં જોયું કે આદિત્ય કેવી રીતે ભારત ની ટીમ ને ઐતહાસિક જીત અપાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો, અને રાતોરાત ગુમનામી ની દુનિયા માં થી લાઈમ-લાઇટ માં આવી ગયો. આ એક જીત એના જીવન ના ટર્નિંગ પોઈન્ટ સમાન બની રહી. આ જીત પછી આદિત્ય ભારત ની વન-ડે, ટેસ્ટ, અને ટી-૨૦ ટીમ નો નીયમીત સદસ્ય બની ગયો.

દરેક ન્યુઝ ચેનલ એના ઇન્ટરવ્યૂ લેવા હોડ માં હતી, એમાં એ ટી-૨૦ વર્લ્ડ-કપ માં જોરદાર પ્રદર્શન અને ફાઇનલ માં ૪૧ બોલ માં ૧૦૮ રન ફટકારી ટીમ ને ટી-૨૦ વર્લ્ડ-કપ જીતાડયા બાદ તો ચારે તરફ આદિત્ય નામ ના રીતસર ના ડંકા વાગવા લાગ્યા. બધા એને બીજો સચિન તેંદુલકર પણ કહવા લાગ્યા, આદિત્ય જોડે આંતરાષ્ટ્રીય સ્તર ની એડવેટાઈસમેંટ આવવા લાગી, ભારત ની પણ બહુ મોટી મોટી કંપની પણ આદિત્ય ને મો માગી કિમતે પોતાની કંપની નો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવાવા તૈયાર હતા. આદિ ની કમાણી પણ વરસે ૧૦૦ કરોડ ને પાર થઈ ગઈ.

આ ૨ વરસ માં તો આદિત્ય એક મોટું નામ ક્રિકેટ જગત ની અંદર બની ગયો હતો. ક્રિકેટ વિવેચકો તો એની બેટિંગ ના રીતસર ના દીવાના બની ગયા હતા. લોકો ને એના શૉટ જોઈ વિવ-રિચર્સન ની યાદ આવતી હતી.

લોકો ને આદિત્ય ની અંગત જીંદગી જાણવાનો બહુ જ રસ હતો, ઘણીવાર ઇન્ટરવ્યૂ માં આદિ ને આ વીશે પૂછાયું, પણ આદિત્ય એ કોઈ જવાબ આપવાનું ટાળી દીધું. આદિત્ય ની આ જ વસ્તુ લોકો ને એની અંગત લાઈફ માં રસ લેવા વધારે ને વધારે મજબૂર કરતાં હતા.

ટ્વિટર પર આદિત્ય ના લગભગ ૧૦ કરોડ થી એ વધુ ફોલોવર હતા. ફેસબુક માં પણ આદિત્ય ની એક પોસ્ટ પર ૧૦ મિલિયન થી એ વધુ લાઈક આવી જતી. આદિત્ય ની પાસે હવે એક વિશાળ વીલા હતો અને એની પસંદ ની ગાડી ઓ ની લાઇન.

આ બધી ઝાકમઝોળ છતાં પણ આદિ પોતાની ક્રિકેટ કેરીયર પર પૂરતું ધ્યાન આપતો હતો, હજુ સુધી એને પોતાનો રોજિંદો જીવવાનો ક્રમ બદલ્યો નહોતો, ૬ વાગે ઉઠી જવાનું, ૨ કલાક જીમ, હળવો નાસ્તો, પછી ૨ કલાક બેટિંગ પ્રેક્ટિસ અને બપોરે માપસર નું જમવાનું, મેચ સીવાય ના દિવસે બપોરે ૧ કલાક સુવાનું, બૂક રીડ કરવાની, મૂવી જોવાનું, અને મુંબઈ માં હોય તો અઠવાડિયે એક વાર સિદ્ધિવિનાયક ના દર્શને જવાનું, રાતે ૮ વાગે જમી લેવાનું અને પછી ચાલવા જવાનું. આ એનો મેચ સીવાય ના દિવસ નો નિત્યક્રમ હતો.

આદિત્ય દર રવિવારે ભારત માં હોય તો સવારે ૫ વાગે પોતાની ગાડી લઈ એકલો ક્યાક નીકળી જતો, ડ્રાઈવર ને પણ જોડે આવવાની ના પાડી દેતો હતો. આદિત્ય જ્યારે નીકળતો ત્યારે માથે ટોપી, આંખો પર ગોગલ્સ અને ગાડી ના કાચ પણ બંધ હોય એમ નીકળતો. અને એ બાબત નું ધ્યાન રાખતો કે કોઈ જોતું નથી

ટીમ માં એ સૌથી ફીટ હતો. એની મજબૂત અને ફીટ સ્નાયુબદ્ધ શરીર, એકદમ તેજસ્વી ચેહરો, નીલી આંખો, ક્લીન શેવ અને કપડાં ની જોરદાર પસંદગી એને કોઈ હીરો થી પણ વધુ આકર્ષક બનાવતી હતી. છોકરીઓ તો એના પ્રત્યે પાગલ હતી. આદિત્ય ના ટ્વીટર પર તો રોજ હજારો છોકરીઓ એના ટ્વીટ નીચે લગ્ન નો પ્રસ્તાવ મૂકી દેતી.

આટલી બધી પ્રસિદ્ધિ છતાં આદિ બધા જોડે પ્રેમ થી રહેતો, કોઈને તું-તારી થી બોલાવતો નહીં, અને મીડિયા ના લોકો ના સવાલો નો પણ યોગ્ય જવાબ આપતો. આટલો વિવેકી માણસ પોતાના અંદર કેટલા રાઝ લઈ જીવતો હતો?એની માં ની કહાની શું હતી? કેસરી રૂમાલ નું રહસ્ય શું હતું?કેમ ધીમું રમવાનું કહવા છતાં એ આટલો આક્રમક બની ગયો?અને રવિવારે એ સવારે આ ચોરી-છૂપી થી કોને મળવા જતો?

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે રમાયેલ વન-ડે ટુર્નામેંટ માં ૪-૧ થી વિજય મેળવ્યા બાદ ભારત ની ટીમ ૧૫ દિવસ ના આરામ પર હતી. આદિ એ આ સીરિઝ માં પણ ૩૩૯ રન કરી મેન ઓફ ધ સીરિઝ નો ખીતાબ પોતાને નામ કર્યો હતો, ચારે બાજુ એના નામ ની વાહ-વાહ હતી. બધા ખેલાડી ઓ વેકેસન પર નીકળી ગયા હતા. આડી એ પોતાના પાનવેલ વાળા વીલા માં હતો. રવીવાર હતો, સવારે ૪-૩૦ વાગ આદિ પોતની ઓડી-Q-7 લઈ ન નીકલી ગયો, આ વખતે પણ એ એકલો હતો.

પનવેલ થી નીકળી લોનવાલા થઈ પુણે હાઇવે પર આદિ નીકળી પડ્યો, આગળ જય એને મહાબલેશ્વર વાળો રસ્તો પકડ્યો અને પંચગની થી આગળ પારસી પોઈન્ટ થી જમણી બાજુ ધોમ સરોવર ની બાજુ ના રસ્તે એક સાંકડા અને કાચા રસ્તા પર ગાડી મંદ ગતિ એ આગળ વધે જતી હતી.

નીલગીરી, આસોપાલવ, લીમડા ના ઘટાદાર વૃક્ષો રસ્તા ને એક અલગ જ દ્રશ્ય આપી રહ્યા હતા, ધોમ સરોવર પર થી આવતો ઠંડો પવન વાતાવરણ ને શીતળતા આપી રહ્યો હતો. ધીરે ધીરે સુરજ આકાશ ની મધ્ય તરફ ગાતી કરી રહ્યો હતો, અત્યારે 10 વાગ્યા જેટલો સમય થઈ ગયો હતો. આમતો તડકો હોય પણ ઘટાદાર વૃક્ષો ની વચ્ચે પસાર થતાં હોવાથી તડકા ની અસર વર્તાતી નહોતી. 20 કી. મી જેટલું અંતર કાપ્યા પછી એક ખુલ્લી પાકી સડક અને વ્યવસ્થિત રસ્તો, જાણે અંધારામાં થી અજવાળા માં આવી ગયા હોય એવું ભાસ થતું હતું.

૫ કી. મી જેટલું અંતર કાપ્યા પછી એકદમ ધોમ સરોવર ના કિનારા પર એક સુંદર આશ્રમ દ્રશ્યમાન થતો હતો. લાકડા ના સુંદર કોતરણીકામ વાળા બોર્ડ પર સુંદર અક્ષરે લખેલું હતું “વૃંદાવન આશ્રમ”. ખરેખર આશ્રમ વૃંદાવન ને પણ ટક્કર મારે એવો હતો. આશ્રમ ના ગેટ પાસે ૪ ચોકીદાર ચોકી પહરો આપી રહ્યા હતા, જોડે એક નાનું કેબિન હતું, જેમાં ટેલિફોન, પીવાના પાણી ની સુવિધા હતી, કેબિન માં ૩ ખુરશી પડી હતી અને એક નાનું કબાટ હતું. આ ચોકીદારો ને બેસવા માટે નું કેબિન હતું.

આદિ એ કેબિન જોડે ગાડી ઊભી રાખી, ચોકીદાર આદિ ને ઓળખતો હતો, અને કેમ ના ઓળખે?ભારત નું નાના માં નાનું બાળક પણ આદિ ને ઓળખાતું હતું. ભારત નો સૌથી વધુ આશાસ્પદ અને ભરોષાપાત્ર ક્રિકેટર ને કોણ ના ઓળખે? તો પણ ચોકીદાર એ આદિ ને ૨ મિનિટ રાહ જોવા કીધું પછી કેબિન માં જઈ કોઈને ફોન જોડ્યો, થોડી વાત કરી ચોકીદાર બહાર આવ્યો અને પછી આદિ ને કીધું "હવે તમે અંદર જઇ શકો છો, "અને બીજા ચોકીદાર ને ગેટ ખોલવા આદેશ આપ્યો.

અંદર પ્રવેશતા ની સાથે તો એક અલગ દુનિયા માં આવી ગયા હોય એવો આભાસ થતો હતો, પાકી સડક, રસ્તા ની બંને બાજુ અલગ અલગ વૃક્ષો અને રંગબેરંગી ફૂલો ના છોડ બહુ જ સરસ રીતે વાવેલા હતા. વચ્ચે વચ્ચે મેહદી ના છોડ માં સુંદર કોતરણી કરી હાથી, ગાય, હરણ, હંસ વગેરે ના આકાર અપાયા હતા, રસ્તા માં આવતા વૃક્ષો પર નાની નાની બત્તી ઓ થી લાઇટિંગ કરેલું હતું, જે રાતે આશ્રમ ના નઝારા ને વધુ સુંદર બનાવતા હશે એ કલ્પવું જ રહ્યું.

મુખ્ય સડક ૪૦૦-૫૦૦ મી અંતર કાપ્યા પછી ૨ બાજુ ફાંટા માં વિભાજીત થતી હતી, જમણી બાજુ સુંદર બગીચો હતો, જેમાં પંખી આઓ માટે એક બહુ જ આકર્ષક ચબૂતરો હતો, સવાર હોવા થી એ ચબૂતરા પર હજુ એ ઘણા પંખીઓ બેઠા હતા, અને એમનો સુમધુર અવાજ વાતાવરણ ને વધુ આહલાયદાયક બનાવી રહ્યો હતો.

બગીચા માં બેઠક ની બહુ જ સરસ વ્યવસ્થા હતી. બગીચા થી સામે ના ભાગ માં એક પાકું વિશાળ બાંધકામ હતું, એક હોલ જેવુ, જેમાં ૫૦૦-૭૦૦ માણસ એકસાથે બેસી શકે એવી વ્યવસ્થા હતી. એના આગળ રહેણાક વિસ્તાર હતો અને એમાં નાના-મોટા ૧ માળ અને ૨ માળ ના બહુ જ સુંદર કારીગરી વાળા પાકા મકાન હતા, મકાન નું બાંધકામ જોઈ એવું લાગે જાણે રોમ કે વેનિસ ની ગલીઓ માં આંટા ના મારતા હોઈએ.

રેહણાક વિસ્તાર જેવો પૂર્ણ થાય એટલે એક સીમેન્ટ ની પાકી દીવાલ હતી, દીવાલ ની એકબાજુ થઈ ને અંદર જવાનો રસ્તો હતો, પાછળ એક મેદાન જેવો ભાગ હતો, જેમાં ગાય-ઘોડા-બકરી ઓ રાખવાનો તબેલો હતો, એમાં અત્યારે ૧૫-૨૦ માણસ કામ કરી રહ્યું હતું. તબેલા ના ફરતે વીશાળ પાકી ૧૫-૨૦ ફૂટની દીવાલ નો વરંડો હતો જેના પર લોખંડ ના કાંટાળા તાર હતા, આ દીવાલ ને કૂદી ને જવું લગભગ અશક્ય હતું.

આદિત્ય એ પોતાની કાર ડાબી બાજુ ની તરફ વાળી, ડાબી બાજુ મોટાભાગે બાંધકામ જ હતું, જેમાં અલગ અલગ પ્રકાર ની ઇમારતો હતી. એકગૃહ ઉદ્ધયોગ ની ફેક્ટરી હતી, જેમાં અત્યારે ૧૫૦-૨૦૦ સ્ત્રી ઓ કામ કરી રહી હતી, આગળ જતાં જમવા માટે નું રસોડુ હતું, જેમાં ઘણા લોકો એક સાથે જમી શકે એવી વ્યવસ્થા કરેલી હતી, અત્યારે જમવાનું બનાવવાની તૈયાર ચાલુ હતી, રસોડા ની બાજુ માં ખુલ્લી જગ્યા હતી, જેમાં પાર્કિંગ ની સગવડ કરવામાં આવેલ હતી.

ફેક્ટરી, રસોડા, અને પાર્કિંગ ને સમાંતર સામે ની બાજુ એક વિશાળ બાંધકામ હતું. જોઈને જ એવું લાગતું હતું એ આશ્રમ નું આ મુખ્યાલય છે. આદિત્ય પોતાની ગાડી પાર્ક કરી નીચે ઉતર્યો અને મુખ્ય બિલ્ડિંગ માં પ્રવેશવા માટે આગળ વધ્યો.

મોટો કાચ નો દરવાજો હતો જેની જમણી બાજુ નાનકડી સ્કૂલ હતી. જેમાં ઉપર નીચે થઈ ને ૮-૧૦ રૂમ હતા, સ્કૂલ માં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. એક મેડમ આદિત્ય ને જોઈ અચાનક ભણાવતા અટકી ગયા. આંખો પર ના ચસ્મા સરખા કરી બહાર આવ્યા. આદિ એ પણ એમને આવતા જોઈ લીધા અને અટકી ગયો.

આદિત્યએ એ મહિલા શિક્ષક ને પગે પડી નમન કર્યા, એમને પણ આદિત્ય ના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું”બેટા દુનિયા ની બધી ખુશી તારા કદમ ચૂમે અને દુનિયા ની દરેક માં ને તારા જેવો જ દીકરો મળે, કાશ મારે પણ તારા જેવો દીકરો હોત”આટલું બોલતા બોલતા એ મહિલા ની આંખ માં થી આંસુ આવી ગયા.

આદિત્ય એ તરત જ પરિસ્થિતી ને હાથ માં લઈ લીધી અને કીધું, ” જયા માસી તમે આમ રડો ત્યારે શોલે ના જયા બચ્ચન જેવા લાગો છો, અને કોને કીધું હું તમારો દીકરો નથી. તમારો પણ મારા પર એટલો જ હક છે જેટલો હક મારી માં નો છે”.

આ સાંભળી જયા માસી નો ચેહરો ખીલી ઉઠ્યો અને કીધું”હા ચલ હવે મસકા ના મારીશ, તું બેસ હું હમણાં આ બાળકો ને કઈક લખવાનું આપી ને આવું છું. આદિત્ય થોડું ચાલી ને ડાબી તરફ વળ્યો, વળતાં ની સાથે એક વિશાળ રૂમ હતો, રૂમ ની આગળ એક પટાવાળો બેઠો હતો.

આદિત્ય ને જોઈ એના ચેહરા પર એક હાસ્ય ફરી વળ્યું, એન ઊભો થઈ આદિત્ય ને પગે પડવા જતો હતો પણ આદિ એ એને અટકાવ્યો અને એના ગળે મળી ગયો. એ ભાઈ તો રડી જ પડ્યો અને કીધું "આદિત્ય ભાઈ તમે તો મારા માટે ભગવાન છો તમે ના હોત તો મારી માનું હ્રદયરોગ નું આટલું મોંઘું ઓપરેશન કેવી રીતે શક્ય બનત?"

આદિ એ કીધું "જો ભાઈ બાલુ મે કઈ મોટું કામ કર્યું નથી નાનપણ માં સવિતા માસી એ મને બહુ રમાડયો છે, મારા પાછળ બહુ દોડ્યા છે, મારી બહુ કાળજી રાખી છે, ક્યારેય તારા મા અને મારા મા કોઈ ફરક સમજ્યો નથી તો આ તો મે જે કર્યું એતો ઉપર થી મારા માટે નસીબ ની વાત છે. અને આટલું સાંભળતા તો બાલુ નાના બાળક ના જેમ આદિ ને વળગી ને રોવા માંડ્યો.

પછી આદિ એ બાલુ ને કીધું "ગુરુજી અંદર શું કરે છે?"

બાલુ એ કીધું "એમના ધ્યાન નો સમય તો વીતી ગયો હવે એ કોઈ પુસ્તક વાંચતાં હતા જ્યારે હું પાણી આપવા ગયો હતો. "

આદિ એ આ સાંભળી બાલુ ને કીધું "જા ગુરુજી ને બોલ આદિ આવ્યો છે.

બાલુ તરત જ અંદર જઈ ને પાછો આવ્યો અને કીધું "આદિ ગુરુજી તને અંદર બોલાવે છે. "

આદિત્ય ના અંદર જવા ની સાથે બાલુ એ દરવાજો બંધ કરી દીધો, આદિ એ અંદર પ્રવેશતા ની સાથે જ એ પરિચિત એવિ ગૂગલ અને મોગરા ની સુગંધ નાક માં પ્રવેશવા દીધી, રૂમ ની અંદર થોડો ધુમાડો હતો, જે હમણાં જ ગુરુજી ની પૂજા પૂર્ણ થઈ હશે એ વાત તરફ ઈશારો કરતો હતો.

રૂમ બહુ જ વિશાળ હતો, અંદર દરેક દીવાલ પર માંસરસ્વતી, હનુમાનજી, શંકર ભગવાન, ગણેશજી, વગેરે ની વિશાળકાય તસ્વીરો ફોટો ફ્રેમ માં લગાડેલી હતી. રૂમ ની ચાટ પર સુંદર લાકડાનું કોતરણી કામ હતું. રૂમ માં સાઈડ માં બંને તરફ આલમારી માં પુસ્તકો હતા, જાણે નાની કોઈ લાઇબ્રેરિ.

વચ્ચે એક વિશાળ ટેબલ અને એની પાછળ આલીશાન ખુરશીઓ, દરવાજા ની એકદમ સામે ટેબલ ના પાછળ કૃષણ ભગવાન ની એક ભવ્ય તસવીર લગાવેલી હતી. આદિ એ અંદર પ્રવેશતા ની સાથે જ પોતાના પગરખાં સાઈડ માં કાઢી દીધા અને એક પછી એક એમ બધા ભગવાન ને વંદન કર્યા. આદિ એ અંદર પ્રવેશતો જોઈ એક ૭૦-૭૫ વરસ ના એક વૃદ્ધ માણસે પોતાના હાથ માં રહેલું પુસ્તક ટેબલ ના ખાના માં મૂક્યું. અને પોતાના સ્થાન પર થી ઊભા થયા.

આદિ એ ભગવાન ને વંદન કર્યા બાદ તરત જ એ વૃદ્ધ માણસ ને પગે પડી દંડવત પ્રણામ કર્યા. અને એ વૃદ્ધ વ્યકતી એ પણ આદિ ને "આયુષમાન ભવ:સર્વદા સુખી થાજો "એવા આશીર્વાદ આપ્યા અને પછી આદિ ને પોતાની છાતી સાથે વળગાડી દીધો.

આ વૃદ્ધ વ્યકતી એટલે વૃંદાવન આશ્રમ ના મુખ્ય કર્તા-હર્તા સ્વામિ હરીપ્રસાદ. મૂળ નામ તો ત્રીભુવન દેસાઇ, મૂળ વતન ગુજરાત નું નવસારી.

સંસાર ની મોહમાયા માં થી જીવ ઉઠી ગયો અને ૨ જોડ કપડાં લઈ ઘર નો ત્યાગ કરી નીકળી ગયા મુંબઈ આવવા, મુંબઈ માં રખડતા ભિખારી અને ગરીબ લોકો ને જોઈ માં વિહવળ બની ગયું પોતે પણ કોઈ રેહવા માટે આશરો નહોતો અને ખાવા ના ઠેકાણા ન્હોતા, તો પણ પોતે જેઇ કઈ માગી લાવે એમાથી બધુ આવા લોકો ને આપી દેતાં.

ધીરે ધીરે એમને એક ભજન મંડળી પણ બનાવી લીધી, ૧૦-૧૨ ગરીબ લોકો પણ એમના જોડે જોડાયા, ભજન કરે લોકો જે આપે એ ગરીબો ને અને ભિખારી લોકો ને આપી દે, એકવર એ પંચગની પાસે એક ગામ માં ગયા હતા ભજન માટે અને એમને વૃંદાવન આશ્રમ જ્યાં છે એ જગ્યા ગમી ગઈ. પછી તો એમને અને એમના અનુયાયી ઑ એ અહીં ઝૂંપડી બનાવી અને રહવાનું ચાલુ કર્યું, શરુવાત માં તો થોડી ખેતી કરે, ૪-૫ ગાયો હતી અને આજુ બાજુ ના ગામ માં ભજન કીર્તન કરી અને બધા નો ગુજારો કરતાં.

પણ પછી તો જ્યારે મુંબઈ જતાં ત્યારે કોઈ ભિખારી સ્ત્રી, બાળકો, અપંગ વગેરે જરૂર વાળા લોકો ને લેતા આવતા હતા, સંખ્યા વધી ગઈ અને ધીમે ધીમે તો ૪૦૦-૫૦૦ માણસ આશ્રમ માં થઈ ગયું.

આ બધા નું ગુજરાન ચલાવવા ગુરુજી એ એક મોટો તબેલો બનયો, ખેતી પણ વધારી દીધી. સ્ત્રી ઑ પોતાનો ગુજારો કરી શકે અને પોતાની જાત ને બોજરૂપ ના સમજે એ માટે ગૃહ ઉધ્યોગ જેવુ ચાલુ કર્યું, જેમાં ખાખરા, અથાણાં, પાપડ, મસાલા બનાવતા.

બસ પછી તો શું ભગવાન જેના માથે હાથ રાખે એને શેનું દુખ? ગુરુજી તો લોકો ની સેવા માટે બધુ કરતાં હતા તો એમનો ઇષ્ટ દેવ એમના થો મોં કેમ નું ફેરવે, ગૃહ ઉધ્યોગ ની વસ્તુઓ મુંબઈ માં જય ને વેચી આવતા અને જે આવક થાય એમાં થી આશ્રમ ના લોકો ની જીવન જરૂરિયાત માટે ની સામગ્રી અને સગવડો પૂરી પાડતા, પછી તો આશ્રમ ના બાળકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય માટે પણ એમને શાળા અને નાનું દવાખાનું બનાવ્યું. અને સાચા અર્થ માં આશ્રમ ને વૃંદાવન બનાયો.

આદિત્ય એ ગુરુજી ના જોડે સ્થાન ગ્રહણ કર્યું. ગુરુજી એ આદિત્ય ને કીધું "બેટા તું બહુ સરસ રીતે આગળ વધી રહ્યો છે. તારું આદિત્ય નામ જેનો અર્થ સૂર્યદેવ થાય, એને તું સાચી રીતે ચરિતાર્થ કરી રહ્યો છે. "

આટલું કહી "ગુરુજી એ ટેબલ ના ડ્રૉઅર માં થી એક કેસરી રંગ નો રૂમાલ કાઢી આદિ ને આપ્યો અને કીધું "બેટા મે એવું સાંભળ્યુ છે કે હવે તું ક્યાક વિદેશ માં જવા નો છે બહુ મોટી ટુર્નામેંટ રમવા માટે. "

આદિ એ કીધું " હું ઇંગ્લૈંડ જવાનો છું ચેમ્પિયન ટ્રોફી રમવા, આ ટ્રોફી માં વિશ્વ ની સૌથી મજબૂત ૮ ટીમ ઓ જ ભાગ લે. એક રીતે જોઈએ તો આને મિનિ વર્લ્ડ કપ પણ કહે છે.

"ગુરુજી એ કીધું વિજયી ભવ:. "પણ બેટા થોડું સાચવજે, અને આ રૂમાલ હમેશા તારા જોડે રાખજે.

આ એવો જ રૂમાલ હતો જે અદિતી એ પોતાની પ્રથમ ટેસ્ટ માં અંતિમ સમય માં આવોજ રૂમાલ હાથ પર વીંટયો હતો, જ્યારે પણ આદિ કોઈ સારા કામ માટે કે વિદેશ યાત્રા પર જતો ત્યારે અવશ્ય ગુરુજી આવો રૂમાલ આપતા. આ રૂમાલ ગુરુજી એ પોતાની મંત્ર શક્તિ અને સાધના થી સિધ્ધ કરેલો હતો, જે આવનારી મુસીબતો નો સામનો કરવાની તાકાત આપતો.

આદિત્યએ તરત જ ગુરુજી ના ચેહરા પર આવેલા વિષાદ ના ભાવ વાંચી લીધા અને પૂછ્યું કે "ગુરુજી સાચું બોલું ને કેમ આટલા ચિંતાતુર છો??"

ગુરુજી એ કીધું "કઈ નહીં પણ આતો ઉમર અને થોડી તબીયત ઠીક નથી એટલે. તું નકામી મારી ચિંતા ના કરીશ. આમ કહી ગુરુજી એ વાત ને વાળી લીધી અને કીધું "બેટા આપનો પેલો ઘોડો છે ને પવન એને પગ માં વાગ્યું હતું. "

પણ આદિત્ય ના મન અને એમની વાત સાંભળવા માં રસ જ નહોતો, એને તો બસ ગુરુજી નો ચેહરો જ મગજ માં આવતો એમના શબ્દો મન માં કઈક ખૂંચતા હતા. એનું કારણ પણ હતું આદિ એ ક્યારેય ગુરુજી ને આવા ચિંતા માં કે હતાશ જોયેલા નહોતા.

ગુરુજી માટે એને વિશેષ માન હતું, આદિત્ય માટે તો ભગવાન થી પેહલા ગુરુજી હતા. અને ગુરુજી પણ આદિત્ય ને જીવ થી પણ વધુ પ્રેમ કરતાં. અને એટલે જ આદિત્ય ને થયું કે ગુરુજી એ નક્કી મારા ભવિષ્ય માં કઈક જોયું છે જે એમને મારી ચિંતા કરવા મજબૂર કરે છે.

ગુરુજી એ પોતાની વાત પૂર્ણ કરી આદિ એ તો બસ હોંકારો આપતો હોતી એમ ખાલી માથું જ હલાવ્યું હતું, બાકી એનું મન તો બીજે જ હતું. ગુરુજી પણ આ સમજી ગયા હતા કે આદિત્ય એમની ચિંતા સમજી ગયો છે.

આદિત્ય એ અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ ઉભો થઇ પોતાનું વોલેટ બહાર કાઢ્યું અને એમાં થી ૨ ચેક કાઢ્યા. એક ૫૦ લાખ નો અને બીજો ૨૫ લાખ નો. અને એ બંને ચેક ગુરુજી ના હાથ માં મૂકી દીધા.

"બેટા આ શું છે?હાલ માં આશ્રમ જોડે ઘણું ધન ભંડોળ છે, ગઈ વખતે તે આપેલા ૧ કરોડ રૂપિયા પણ એમને એમ જ પડ્યા છે. ?ગુરુજી એ આદિ ને જણાવ્યું

"ગુરુજી મારુ જે છે એ આ આશ્રમનું જ છે, હું મારી જાત વેચી નાખું તો પણ તમારો અને આ આશ્રમ નો ઋણ ચૂકવી ના શકું. "આદિ ને ગુરુજી ને સમજાવવા કીધું.

"પણ આદિ " ગુરુજી એ ચેક લેવાની આનાકાની કરતા કીધું.

"એટલે તમે હવે પોતાનો નથી ગણતા"આદિ એ નાના બાળક જેમ મોઢું બનાવતા કીધું.

"તું હજી એવો જ છે, કોઈપણ રીતે પોતાની વાત મનાવતા તને બહુ સારી રીતે આવડે છે. સારું લાવ આ ચેક, આ બને ચેક અને આગળ આપેલા ૧ કરોડ રૂપિયા સ્કૂલ અને અદ્યતન દવાખાનું બનાવવા કરીશું. "

"તમને જે યોગ્ય લાગે એ, હું તો મારા થી બનતી સહાય કરી છુટો. "આદિ એ હસતા હસતા કીધું.

થોડીવાર પછી બારણે ટકોરા પડ્યા, ગુરુજી એ જે હોય એને અંદર આવવા જણાવ્યું.

આગંતુક મહિલા જયા માસી હતા. પતિ ના અવસાન પછી સાસરિયા પક્ષ ના ત્રાસ થી ઘર છોડી હવે આશ્રમ માં જ રહેતા. શાળા માં બધી વ્યવસ્થા ની જવાબદારી ઉપરાંત દવાખાના માં જરૂરી ચીજ વસ્તુઓ લાવવાની જવાબદારી એમના શિરે હતી.

"બેસ જયા"ગુરુજી એ જયા માસી ને બેસવા કીધું.

"જો તારો લાડકવાયો આદિ આવ્યો છે"ગુરુજી એ આદિત્ય ના અહીં આવવાના સમાચાર આપતા જયા બેન ને કીધું.

"હું મારા દીકરા ને પેહલા મળી ચુકી, અહીં આવી ને એ પોતાની જયા માસી જોડે જ આવ્યો"હરખ માં જયા માસી એ કીધું.

"હા હા તમારો દીકરો, બહુ માથે ચડાવ્યો છે નાનપણથી"ગુરુજી એ પણ હસતા હસતા કીધું.

પછી તો જયા બેન, ગુરુજી અને આદિ વાતો ના વડા કરવા લાગ્યાં. ગુરુજી એ આદિ માટે ચા નાસ્તો મંગાવ્યો. આદિ સવાર નો ભૂખ્યો હતો તો બધો નાસ્તો સફાચટ કરી ગયો.

"બેટા મને ખબર છે તું અહીં કેમ આવ્યો છે" જયા માસી એ આદિના ખભે હાથ મૂકી કીધું.

"હા માસી તમેં ના પાડી છતાં મારુ મન નથી માનતું એટલે અહીં આવવું પડ્યું" આદિ એ પોતાના ચેહરા ના ભાવ છુપાવીને જણાવ્યું.

"પણ બેટા તું આવે છે એનાથી સારું થવાના બદલે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે" ગુરુજી ચિંતાતુર અવાજે બોલ્યાં.

"ચાલ આદિ મારી સાથે, તું આવ્યો છે તો તારા મન ને પણ શાંતિ મળે એ માટે તને ત્યાં તો લઇ જવો જ પડશે" જયા માસી એ કીધું.

ત્યારબાદ જયા માસી, ગુરુજી અને આદિ ગુરુજી ના રૂમ માંથી બહાર નીકળી હોસ્પિટલ તરફ આગળ વધ્યા.

ક્રમશઃ

આદિ કોને મળવા આવ્યો હતો, ?..... એની માં વિશે નું રહસ્ય શું છે?.. . . કેમ પોતાના ફેમિલી ના પ્રશ્નો ને એ ટાળતો હતો?. . . . ગુરુજી ના ચેહરા પર ચિંતા કેમ હતી?. . . શું જોયું હતું એમને આદિ ના ભવિષ્ય માં? આ જાણવા માટે વાંચતા રહો બેકફૂટ પંચ. . . આપ આ નવલકથા અંગેનો પોતાનો અભિપ્રાય મારા whatsup નંબર 8733097096 પર જણાવી શકો છો.

--જતીન. આર. પટેલ