Vaat ek ratni books and stories free download online pdf in Gujarati

વાત એક રાતની

યે… હિપ હિપ હુર્રરરાય!!! ચીસો પડતા અને તાળીઓ પાડતા બધી છોકરીઓ ખીલ ખીલ હસતી ભાડે લીધેલી સુમોમાંથી નીચે ઉતરી. સાંજના સાત વાગ્યાનો સમય હતો અને છોકરીઓનું ટોળું ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રવેશ્યું. બધાની નજર તે ટોળા પર હતી, અને કેમ ના હોય ?! સાત સાત છોકરીઓ એકબીજાથી ચડે એવી સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. કોઈએ ચણીયા ચોળી પહેર્યા હતા, તો કોઈએ સાડી, તો કોઈએ અનારકલી. પગથી માથા સુધી શણગાર કર્યો હતો. આજે તેમના ગ્રુપની બહેનપણી શીતલની બહેનની સીમંતની વિધિ હતી. અને બધીઓએ હાજરી આપવાનું નક્કી કર્યું હતું. કોલેજનું છેલ્લું વર્ષ હતું. અભ્યાસ તો તનતોડ ચાલુ હતો જ પણ સાથે સાથે મનોરંજનની એક પણ તક છોડવા માંગતા નહોતા. સવારના દસથી ચાર વિધિમાં હાજરી આપી. ચારથી છ શીતલના ઘરમાં ઘરકામમાં મદદ કરી જાણે કે અદ્દલ ઘરનો જ પ્રસંગ ના હોય એમ જ... અને સાંજે ડિનર હોટેલમાં કરીને છુટા પડવાનું નક્કી કર્યું. આમ આખો દિવસ યાદગાર બનવાનો સુંદર આયોજન કરીને બહાર નીકળ્યા હતા.

શીલા, રૂપલ, મિત્તલ આખા દિવસમાં કરેલી મજાની વાતો કરતા હતા, તો ડિમ્પલ અને નિશા મેનુ ની ચર્ચા કરતા હતા. દિશાની નજર ઇવા પર હતી. તે ક્યારની એ વાતની નોંધ લઇ રહી હતી કે આખો દિવસ ઇવા ખુશ હતી. અચાનક સુમોમાં બેસી કે એકદમ શાંત થઇ ગઈ છે. પહેલા તો ધ્યાન ના દીધું, પણ હોટેલમા પણ ચૂપ જ બેસી હતી. દિશા તેનો ચહેરો વાંચવા મથી રહી હતી. હવે ઇવા ઉભી થઇ અને રેસ્ટ રૂમ તરફ ચાલી ગઈ. બેસીન સામે આવીને હેરસ્ટાઇલ છોડી નાખી અને વાળ ખુલા છોડી દીધા. ફેસવોશથી ચહેરો ધોઈ નાખ્યો, કાનના ઇઅરિંગ્સ રાખ્યા અને બાકીના બધા જ આભૂષણ કાઢી નાખ્યા. એ ઘડીભર પોતાને અરીસામાં નિહાળી રહી. આહ!!! આ સફેદ સાડીમાં લાલ બોર્ડર કેટલી જચે છે!!! બીજી સ્ત્રીઓ રેસ્ટ રૂમમાં પ્રવેશી એટલે ઇવા સચેત થઇ અને રેસ્ટ રૂમની બહાર નીકળી ગઈ. સીટ પર બેસી એટલે દિશા તરત બોલી, “આટલી ઉતાવળી કેમ થઇ ? આખો દિવસ ગયો એમ શું એકાદ કલાક વધુ આભૂષણો પહેરી રાખ્યા હોત તો ?” ઈવાએ કઈ ઉત્તર ના આપ્યો. વેઈટર પ્લેટ્સ સર્વ કરી ગયો અને સોં જમવામાં મસ્ત થઇ ગયા. સાથે વાતોના વડા પણ તળાતા હતા, બસ ઇવા તેમાંથી બાકાત હતી.

જમીને બહાર આવ્યા ત્યારે અંધારાએ સામ્રાજ્ય જમાવી લીધું હતું. એકદમ ઠંડા ઠંડા પવનના સુસવાટા આવી રહ્યા હતા. બધી બહેનપણીઓ એકબીજાને ગળે વળગીને પોતાના ઘરે જવા નીકળી પડી. ઇવાનું મન હજુ પણ ખિન્ન હતું. ઘરે જવાનું મન નહોતું થતું. ઈવાએ આખરે દિશા પાસે મન હળવું કરી જ લીધું… આજે તેને છોકરાવાળા જોવા આવવાના હતા, પણ તેને હમણાં પરણવાની કોઈ જ મરજી નહોતી પણ તેના મમ્મી પપ્પા નું કહેવું હતું કે જોવાનું તો ચાલુ કરીયે ના ગમે તો ના તો પાડવાની છૂટ છે જ. આ સાંભળીને દિશાએ પણ કહ્યું કે મમ્મી પપ્પા બરાબર કે છે તું ફક્ત જોઈ તો લે પણ ઈવા માનવા તૈયાર જ નહોતી, એટલે આજે એ ઘરે ના રહેતા સખીની બહેનના સીમંત વિધિમાં હાજરી આપવાના બહાને ઘરની બહાર રહી. ઇવા લગ્નના નામે એવી તો ગભરાઈ ગઈ કે એવું કાંઈ જ સુજ્યું નહિ અને મિટિંગ જ માંડી વાળી.

સાડા આઠ વાગ્યા હતા .અહીંથી ઘર હજી દૂર હતું. બસ મળે એ પછી ઓછામાં ઓછો એક કલાક પાક્કો. બહેનપણીઓથી છુટા પડીને તે બસ સ્ટોપ પર ઉભી રહી. જતા જતા દિશાએ ખાસ કહ્યું હતું વધારે ચિંતા કરતી નહિ અને મમ્મીને બીજી મિટિંગ માટે સમય આપી દેજે.

જોરદાર સુસવાટા મારતા પવનમાં ઇવા ઘડીકમાં સાડીનો છેડો સાંભળતી હતી તો ક્યારેક છુટ્ટા વાળને સરખા રાખવાની નાકામ કોશિશ કરતી હતી . ઠંડો પવન ઇવાની કમર પર ગુદગુદી કરતો હતો. ઈવાના શરીરમાં ઠંડીની આછી ધ્રુજારી ફરી વળી. પવનમાં લહેરાતા સાડીના છેડાને પકડીને આખરે ઈવાએ પોતાના નાજુક શરીર ફરતે લપેટી જ દીધો અને સાથે જ વરસાદની ઝીણી ઝીણી બૂંદો પડવા મંડી અને બસસ્ટોપ પર ઉભેલા તમામ બસસ્ટોપના છતનો આશરો લેવા અંદર ગયા. ઇવા પણ અંદર ગઈ, પણ જગા ખીચોખીચ ભરાઈ જવાથી એ થોડી ભીંજાઈ રહી અને ઠંડીને કારણે એ થરથરવા લાગી. એ પોતાની જાતને સંભાળે એ પહેલા તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. બે ત્રણ મિનિટમાં જ બસ આવી અને ઈવા પુર ઝડપે બસમાં ચડી ગઈ. બસમાં ચડ્યા પછી તો ભીના શરીર પર વિંઝાતી હવા ચાબુક જેવી લાગતી હતી પાંચ મિનિટમાં બસ ખોટકાય ગઇ. બસ એક ઝટકા સાથે ઉભી રહી ગઇ અને પ્રવાસીઓ હાફળા ફાફળા થઇ ગયા. બસ ના ટાયર નું પંચર પડી ગયુ અને નાછુટકે બીજી બસ પકડવી પડે તેમ થયુ. ધોધમાર વરસા,દ આકાશમા થતી વિજળી એક બિહામણુ વાતાવરણ સર્જી રહયુ હતુ. ઇવા ભીની સાડીમા શરીર સંકોચતી બસમાથી નીચે ઉતરી. પહેલાથી ભીંજાય ગઇ હતી એટલે હવે વરસતા વરસાદનો કોઇ અફસોસ નહતો .આમ તેમ નજર ફેરવી તો થોડે દુર એક ઇમારતનુ બાધકામ નજરે ચડયુ હાઇવે પર વાહનો પુરપાટ ગતી પર ભાગતા હતા. સહપ્રવાસીમા મોટાભાગના પુરુષો હતા જે વાહનો પાસે લિફટ લઇ રવાના થઇ રહયા હતા, ઇવાની સુંદર સફેદ સાડી તેને ઉતેજક રુપ પ્રદાન કરી રહયુ હતુ, વળી તેના ભીંજાયેલા વાળ જોનારાને મુગ્ધ કરી નાખતા હતા કોઇ ઇવા પર લોલુપ નજર મારતુ, તો કોઇ ગીત લલકારીને ચાલી જતુ.. દુરથી પીળો પ્રકાશ ફેલાવતો બલ્બ ઇવાની નજરે પડયો થોડી ઝડપી ચાલે ઇવા પેલી ઇમારતમા પહોચી ગઇ. ત્યા તો એક ઇમારતનુ ચણતર થઇ રહ્યુ હતુ છતની નીચે પહોચીને તેણે રાહતનો શ્વાસ લીધો ત્યા ઇમારતનુ બાંધકામ કરનારુ કડીયા કુટુંબ જમીન પર પોતાનો કબીલો બાંધીને વસ્યુ હતુ ઈમારતની મધ્યમા મજુર વર્ગ તાપણાનાં અંજવાળે રાતનુ વાળુ લઇ રહ્યા હતા જેમા બે પુરુષ બે સ્ત્રી અને ત્રણ બાળકો હતા કુટુંબની એક સ્ત્રીએ ઇશારાથી જ ઇવાને ધરપત આપી સાથે સ્મીતની આપ લે થઇ ઇવાને થોડી રાહત થઇ પોતાની જાતને સુરક્ષીત જાણી.

સુમસાન રસ્તા પર ભેંકાર ઇમારત, દુરથી કુતરાના ભસવાના અવાજથી સતેજ ઇવા એક એક પગલુ ફુંકીને ભરતી હતી હવાથી બચવા તેણે અર્ધ ચણેલા દાદરની આડશ લીધી. ઇવા દાદર પર જઇ બેસી. મુશળધાર વરસતા વરસાદના સતત ફોરાએ ઇવા પર એવો તો કબજો કર્યો હતો કે લાગલગાટ પાંચ છ છિંકો આવી ગઇ. વરસાદની ઠંડી ધારાથી ભીંજાયેલી ઇવાનુ રુપસૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયુ હતુ અને સફેદ સાડીમાં તેનુ જોબન અપ્રતિમ . દીસતું હતુ એમ તો હજી રાતના આઠ જ વાગ્યા હતા પરંતુ ઓચિંતા વરસાદને કારણે થોડુ ઝટ અંધારુ થઇ ગયુ હતુ એક તો તો તે પુરી ભીંજાય ગઇ હતી સાડીમા તે હવે અકળાઇ ઉઠી હતી હળવેકથી તેણે પોતાનુ પર્સ ખોલ્યુ, અંદરથી નેપ્કીન કાઢયુ અને ચહેરો લુછયો અને વાળ ઝાટકયા. ખાલીખમ ઇમારત ઇવાની બંગડીના રણકારથી ગુંજી ઉઠયુ અને તેના કાન પર એક પુરુષ સ્વર અથડાયો અને હાથ અટકી ગયા ઉફ્ફ્ફ્..... આહ.... એક પુરુષ અવાજ તેના કાન પર પડયો અને ઇવા ચમકી આમ તેમ નજર ફેરવવા માંડી અને એક જગા પર સ્થીર થઇ અને તે જડ થઇ ગઇ એક સોહામણો યુવક પસાર થઇ રહયો હતો અને વાળ ઝાપટતા પાણીની બુંદો તેના પર પડી બન્ને એકબીજાને અપલક જોઇ રહયા અદલ જેમ રામ સીતાનુ ઉપવનમા તારામેત્રક રચાયુ હતુ તેમ.. આ ખંડેર જેવા મકાનમા આ સ્વપ્ન પુરુષ ક્યાથી ? ઇવા આશ્ચર્યસહ તેને તાકી રહી તેનુ મજબુત શરીર જાણે ચુંબકની જેમ આકર્ષતુ હતુ તો સામી તરફ પણ નયનો નયનને ચુમી રહયા હતા આકાશમા અચાનક ગડગડાટ થયો અને તારામૈત્રક તુટ્યુ ઇવા અચાનક થયેલા અવાજથી મૃગલીની માફક ડરી ઉઠી. બે પગલા પાછળ હટી તેણે પોતાનુ સંતુલન ગુમાવ્યુ અને પડી પણ એ પહેલા જ તેના સ્વપ્ન પુરુષે તેને બન્ને હાથેથી કમરથી પકડી લીધી. અને દિલમા ઉપડેલો થડકારો હોઠ અને આંખો પર આવી ગયો આહહહહહ્!!! સ્વપ્ન પુરુષે સભાનતાથી પોતાના હાથ સંકોરી લીધા ઠંડીથી ધૃજતી ઇવા અત્યારે ગરમ ઉચ્છવાસે હાંફી રહી હતી

( ક્રમશઃ)