Pratham Prem kyarey Buddho thato nathi books and stories free download online pdf in Gujarati

Pratham Prem kyarey Buddho thato nathi

પ્રથમ પ્રેમ ક્યારેય

બુઢ્ઢો થતો નથી !

આશુતોષ દેસાઈ

મોબાઈલ : +91 7738382198

E-mail: ashutosh.desai01@gmail.com

સરનામુંઃ

્‌ - ૬૦૫, “શ્યામ” ગોકુલ ગાર્ડન, ૯૦ ફીટ રોડ,

ઠાકુર કોમ્પ્લેક્ષ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રથમ પ્રેમ ક્યારેય બુઢ્ઢો થતો નથી !

પ્રેમ કેવો સુંદર શબ્દ! બે એવા અક્ષરનો સમૂહ જેનું ઉચ્ચારણ કાનને અડતાં જ એક અતિ રોમાંચક ભાવ મનમાં આકાર લઈ લે. ખુદ ભાષાનેય પોતાને સમૃધ્ધિ અને કુમાશ બક્ષતો માત્ર બે અક્ષરોનો અજેય-અમર શબ્દ એટલે "પ્રેમ." ગુજરાતી ભાષાએ આ પ્રેમ શબ્દને એટલો પ્રેમ કર્યો છે કે તેના ચરણોમાં અનેક શબ્દો અને તેના અનેક અર્થ ધરી દીધાં. વ્હાલ, મમતા, સ્નેહ, લાગણી, મમત, ચાહત યા પ્યાર, દરેક શબ્દોનો ભાવ અલગ હોવા છતાં મૂળ અર્થ એક જ થાય અને તે પ્રેમ.

શું આપણે ક્યારેય એ વિચારવાની તસ્દી લીધી છે કે આ એક શબ્દ અને તેની ભીતરનો અર્થ આપણાં જીવનમાં ન હોત તો શું થાત ? તરત જ જવાબ આવશે ’ના.’ કારણ કે, આ શબ્દ આપણાં અસ્તિત્વ સાથે એટલાં ઐક્યપૂર્વક વણાઈ ગયો છે કે એની ગેરહાજરી સાથેના જીવનની આપણે કોઈ દિવસ કલ્પના સુધ્ધાંય કરી નથી. આપણે વિચારી જ નથી શકતાં કે, પ્રેમ વગર પણ કદી જીવન હોઈ શકે ખરૂં ?

પ્રેમ, કેવી રીતે બન્યો હશે આ શબ્દ ? એકદમ મખમલી અહેસાસવાળો, કોમળ એવો સર્વ સાપેક્ષ શબ્દ, જેની વ્યાખ્યા વ્યક્તિએ વ્યકતિએ અલગ જ હોવાની, અમારી દ્રષ્ટિએ પ્રેમને અમે શબ્દાર્થમાં તારવવાનો પ્રયત્ન કરીએ તો "પ્રે" એટલે પ્રથમ અને "મ" એટલે મમત. એટલે કદાચ એવું હશે કે દુનિયામાં સૌથી વધુ કીમતી યા મહામૂલી ચીજ કરતાં પણ વધુ, મતલબ આ સર્વથી વિશેષ તમને જેના માટે પ્રથમ મમત હોય તે પ્રેમ અને જ્યારે પ્રથમ મમત પથમવારનું હોય ત્યારે ? ત્યારે તો... સાહેબ દુનિયા આ દુનિયા સ્વર્ગ જેવી લાગવા માંડે, વગર વિમાને મન આસમાનની સફરે જી આવે, જિંદગી ઈન્દ્રલોકમાં વિતાવતા હોય એવું લાગવા માંડે. આજ પહેલાં કદી ફૂલોને ધ્યાનથી ન જોયાં હોય તેવા માણસ એને હાથમાં લઈ પંપાળવા માંડે, અરીસા સામે યા બરીએ બેઠાં બેઠાં એકલા એકલા મુસ્કારાવા માંડે, રસ્તે ચાલતાં ચાલતાં ઠેકડાં મારવાનું, નાચી લેવાનું, ઝુમી લેવાનું મન થઈ આવે. કદી કોઈનો ભાવ ન પૂછતો માણસ રસ્તે ચાલતા ને સામેથી બોલાવવા માંડે. આ તમામ પ્રકારનાં ગાંડપણ એ પ્રેમ અને એમાંય પ્રથમ પ્રેમ નામની બીમારીની નિશાની છે. માણસને આખેઆખો બદલી નાખવાની તાકાત છે આ પ્રથમ પ્રેમ નામના આસવથી ભરેલા શબ્દમાં. પ્રેમ નામની લાગણીને ઉદ્‌ભવવા માટે કોઈ શુભ ચોઘડિયાની કે તિથીની જરૂર નથી હોતી, એની અભિવ્યક્તિ માટે કોઈ વેલેન્ટાઈન ડેની ગરજ નથી હોતી, એ તો બસ ઉભરી આવે છે એકમેકની આંખમાં, હૈયામાં. વરસી પડે છે એકમેક માટેના ભાવમાં અને લપસી પડે છે ભીનાશથી યુક્ત હોંઠમાં. કહેવાય છે કે માણસ જીવનભર એના પ્રથમ પ્રેમને ભૂલી શકતો નથી.

દુર્વા અને અભ્યુદય માટે પણ કંઈક એવું જ હતું. કોલેજનાં છેલ્લાં વર્ષમાં ભણતો હોંશિયાર, બોલકણો, સાધારણ દેખાવનો, કસાયેલા શરીરવાળો ઉત્સાહી છોકરો. કોલેજનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો હીરો કહો યા એકહથ્થું શાસન કરનારો રાજવી પણ એ વાત સામે કોઈ વિરોધ નહીં કરે કે અભ્યુદય દરેક સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં કોલેજને વિજેતાનું લેબલ ભેટ ધરનારો એકમાત્ર યોધ્ધા હતો. અને દુર્વા ? દુર્વા એટલે સુંદરતાની પરિભાષાનું નામ. દેવકન્યાની આબેહૂબ છબી, માખણમાં આરી સરી જાય તેમ જોનારની નજર સરકી પડે તેવી દેહયષ્ટિની સ્વામિની. ’ચામડીનો ગોરો નિખાર’ એમ કોને જોઈ કહેવું ? એ પ્રશ્નનો એકમાત્ર જવાબ એટલે દુર્વા. ચુંબક્ત્વથી ભારોભાર આંખો અને હ્ય્દયની લાગણીઓ જેને જોઈ ત્રાસવાદી થઈ આતંક મચાવવા માંડે તેવાં હોંઠ અને દંતાવલી. ઉંમરે બક્ષેલાં શરીરના ઉભારો અસંયમી થવા માટે આમંત્રણ-પત્રિકા એમની સાથે લઈને ફરતાં હોય એમ લાગે.

અભ્યુદય આજે એની લાગણીઓને દુર્વા સામે વાચા આપી રહ્યો હતો. તારી પાંપણના એક એક વાળને પણ હું જીવની સાચવીશ દુર્વા. તારી લાગણીઓને કદી સૂરજની કાળઝાળ ગરમીનું એક કિરણ પણ અડવા નહીં દઉં, ગુલમહોરનો મીઠો છાંયડો થઈ તારા પર હંમેશ હું ઝૂકેલો રહીશ. મારા પ્રેમાંકુરને તારા ખોળે એકવાર સ્થાન આપી દે દુર્વા, હું લાગણીઓનાં આવેગથી ઉઝરડાઈ ગયો છું. પ્રેમરૂપી મીઠાં ઘેનનો મલમ લગાડી મને તારા વ્હાલનાં ખોળામાં જીવવા દઈશ ? મારે તારી સાથે ઘરડા થવું છે દુર્વા અને છેલ્લાં શ્વાસ સુધી તને બસ, માત્ર તને જ ચાહવી છે. અભ્યુદયને આ પ્રથમ પ્રેમ નામની બિમારી લાગ્યા પછીનો લવારો હતો, જે દુર્વા નામની પરીની આરાધનામાં ખર્ચાઈ રહ્યો હતો.

ભરઉનાળાની નમતી બપોરે ઘણીવાર મુંબઈ મરીનડરાઈવ પરથી પસાર થતાં મને વિચાર આવી જાય છે કે મને હમણાં આ એ.સી. કારમાં બેસીને પણ પરસેવો છૂટે છે તો આવી ગરમીમાં આ દરિયાને અડતી પાળ પર બેઠેલાં પ્રમીપંખીડાઓને તાપ નહીં લાગતો હોય, પણ આ પ્રથમ પ્રેમ છે સાહેબ, જે એ લોકોને આટલી ગરમીમાંય એકમેકને વળગીને બેસાડી રાખે છે.

ક્યારેક રાજમહેલની રાણી જેવું અપ્રતિમ રૂપ હશે એ વાતનો ખ્યાલ એને જોતાં જ આવી જાય એવી વસુધા અને આ વૈભવી રૂપને આજીવન ચાહતો આવેલો સોહામણો ડોસે એટલે વૈભવ. જિંદગીના દાયકા આ બંનેએ એકમેકના સાથ સાથે જીવી નાખ્યાં છે પણ આજેય એમને મળું છું ત્યારે કોઈ મુગ્ધ ઉંમરના પ્રેમાંઘ જોડાં જેટલાં જ તરોતાઝા દેખાય છે બંને. કોઈ વાર એમને માનવસહજ જિજ્જ્ઞાસાથી પૂછી બેસું કે કાકા આ ઉંમરેય એકમેક માટે આટલો પ્રેમ તમે કેવી રીતે જાળવી શક્યાં છો ? ત્યારે હસતાં હસતાં એકમેકનો હાથ પકડી બંને ડોસલાંઓ મારી સામે રાઝની વાત છતી કરે છે કે જીવનમાં જ્યારે પણ અમને અમારા પ્રેમમાં નજીવી ઓટ પણ વર્તાઈ છે ત્યારે અમે અમારા એકબીજાં પ્રત્યેના એ પ્રથમ પ્રેમની લાગણીના દિવસો યાદ કરી લઈએ છીએ. એને મન ભરીને વાગોળીએ છીએ. અમારી એ એકબીજા પ્રત્યેની પ્રથમ ચાહતની સુવાસને આજેય એમની એમ સંકોરીને બેઠેલાં એ એક સ્થળે આંટો મારી આવીએ છીએ અને એ યાદ, એ પ્રથમ પ્રેમનો ઉત્સાહ અમને ફરી એ રોમાંચની ગલીઓનાં જીવની ભેટ આપી દે છે. પ્રથમ પ્રેમની લાગણી એ ખૂબ અદ્‌ભૂત છે દીકરા. એ માણસને શ્વાસ આપે છે, સહવાસ આપે છે અને લાગણીઓના દર્દમાં એનર્જી ટેબલેટ્‌સનું કામ કરે છે.

અભ્યુદય અન દુર્વા કે વસુધા અને વૈભવ એ આપણાંમાંના જ એક છે. પ્રેમ એકમાત્ર એવી લાગણી છે જેના પ્રથમ અહેસાસથી માણસ આખેઆખી જિંદગીને ચાહતો થઈ જાય છે, પ્રથમ પ્રેમ હ્લૈજિં ર્ન્દૃી જે શબ્દને કદી બુઢાપો નથી હોતો, ચિરકાળની યુવાનીનાં વરદાનવાળી આ લાગણીનો રોગ જેને લાગી ચૂક્યો છે, ખુદા કરે એનું હેંગઓવર કદી એમના માથા પરથી ન ઉતરે અને જેને હજુ આ રોગ લાગુ પડયો નથી એ સ્વસ્થ લોકોને આ બીમારી વહેલીતકે ભરખી જાય એવી કામના.

“પ્રથમ પ્રેમના ફોરાં અડયાં,

મને કેસુડે નાહ્યાંનો અહેસાસ.

સ્પર્શમાં તારાં એવું તે શું હતું ?

મારૂં હૈયું ભીંજાયાનો ભાસ.