Doshima-e daat valyo books and stories free download online pdf in Gujarati

Doshima-e daat valyo

“ડોસીએ દાટ વાળ્યો”

પ્રવીણકાન્ત શાસ્ત્રી

shastripravinkant@gmail.com


01-732-804-8045



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matru{úarti.


Matru{úarti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matru{úarti can challenge such illegal distribution / copies / usage in court.

“ડોસીએ દાટ વાળ્યો”

"ગંગા ફોઈ, તમે કંઈ રસ્તો કાઢી આપો. કંઈક કરવું જ પડશે"

રક્ષાભાભી, હેમાંગી, રૂપલ અને આરોહી એક મિશન લઈને; તેમના બૉસ અને ગાર્ગી પિક્લ્સના ઓનર ગંગાફોઈની ખબર કાઢવા ગયા હતા. થોડા સમય પહેલા જ ગંગાફોઈ બાથરૂમ માં લપસી પડેલાં. હિપ રિપ્લેસમેન્ટ કરવું પડયુ હતું. ગઈ કાલે જ હૉસ્પિટલ માંથી ઘરે આવ્યા હતા. હમણાં ઘરે બેઠા બેઠા જ કારોબાર સંભાળતાં હતાં.

ગંગાફોઈ ખાલી હાથે ફૂવા સાથે અમેરિકા આવેલા. ગંગાફોઈએ અમેરિકા આવીને ફેકટરીમા જોબ કરી. ન ફાવ્યુ. નોકરીને લાત મારી અથાણા-પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. અથાણા વેચાયા. વખણાયા. મોટા પાયે ફેક્ટરી શરૂ કરી. પાપડના મશીન, મસાલા માટે જાતજાતના બ્લેન્ડર્સ, ગ્રાઈન્ડર્સ, પેકેજીંગ મશીન વિગેરે ઘમઘમાટ ચાલવા લાગ્યા. ગંગાફોઈનું ફોર્મ્યુલેશન અને મેનેજમૅન્ટ. ગોરધનફૂવાનું મેન્યુફેક્ચરિંગ. વિકાસ થતો જ રહ્યો. જાતે ઈંગ્લિશ અને ડરાઈવિંગ શીખ્યા. બિઝનેશમાં ગાર્ગી મૅડમ તરીકે જાણીતા થયા. એમની ફેક્ટરીમાં ત્રીસ પાંત્રીસ માણસો કામ કરે. ઓફિસમાં પંદરેક માણસો કામ કરે. લગભગ બધા જ ઈન્ડિયન. અરે! મોટા ભાગે ગુજરાતીઓ જ. જાણે એક મોટું કુટુંબ. તહેવારો ઊંજવાય, ખાણીપીણી થાય અને ગરબા પણ ગવાય.

ઓફિસ મેનેજર તરીકે ભાઈનો દીકરો પેથાભાઈ અને એની સેક્રેટરી પેથાભાઈની વહુ, રક્ષાબેન. પેથાભાઈએ પણ નામ બદલેલું. પિટર.

પેથાભાઈ બૉસને ગંગાફોઈ કહે, એટલે સ્ટાફમાં પણ બધા ગંગાફોઈ કહે. એમને પણ એ વહાલું લાગતું. આમ તો હાયરિંગનું કામ બૉસ ગંગાફોઈ જ કરતા. જાહેરાત વગર, મોટે ભાગે ઓળખાણ અને ભલામણથી ગુજરાતીની જ નિમણુંક થઈ જતી; પણ આ વખતે જરા જુદું થયું.

ફોઈની માંદગી દરમ્યાન મીના મૅટર્ન્િાટી લીવ પર ગઈ. પીટરભાઈએ ટેમ્પરરી હેલ્પ માટે એજન્સીમાંથી બ્લોન્ડ, બોલ્ડ અને બ્યુટિફુલ મોનિકાને હાયર કરી. એના આવતાં જ ઑફિસ અમેરિકનાઈઝ થઈ ગઈ.

પેથાભાઈ પેન્ટ-શર્ટ કે કફની-પાયજામામાંથી ટાઈ અને જેકૅટ પહેરતા થઈ ગયા. જગદીશ જાડિયાએ ડાયેટિંગ અને જોગ્િાંગ શરૂ કરી દીધું. બલ્લુ બટકાએ હિડન હીલના પ્લેટફોર્મ સૂઝ ખરીદ્યા. ત્ર્‌યંબક ટાલીયાએ વીગ વસાવી. જીતુએ રોજ નવા નવા ડિઝાઈનર જીન્સ અને પોલો ટીશર્ટ પહેરવા માંડયા. બધાજ મોનિકાને ઈમ્પ્રેસ કરવા તેની આજુબાજુ ભટક્યા કરતા હતા.

....અને મોનિકા એટલે મોનિકા જ. હોટ અને સેક્સી. હસમુખી અને રમતિયાળ. એફિશિયન્ટ અને ઈન્ટેલિજન્ટ. મીના જે કામ આખા દિવસમાં કરતી તે કામ મોનિકા માત્ર દોઢ-બે કલાકમાંજ કરી નાંખતી. સપ્લાયર્સ અને કસ્ટમરોની પ્રોફાઈલ પણ કૉમ્પ્યુટર નવી અને સરળ રીતે સેટ કરી દીધી. બધાને કંઈને કંઈ મદદ કરતી જાય, નવું શિખવાડતી જાય તો યે મૂઈ નવરી ને નવરી. બ્લોન્ડ વાળ અને ચિત્તાકર્ષક ઉરોજો ઉછાળતી જુદા જુદા ટેબલ પર ભમતી જાય અને બધાને મદદ કરતી જાય. રંગીન પતંગ્િાયું ઊંડતું રહે અને દેશીઓને ઉડાવતું રહે.

એક દિવસ બલ્લુ બટકાએ મોનિકાને પૂછ્‌યું યે ખરૂં. ’તું ક્યારે અને કોની સાથે પરણવાની છે?’

મોનિકાએ જવાબ આપ્યો હતો. ‘તારી સાથે. જ્યારે તું મારા કરતાં એક ઈંચ ઉંચો થશે ત્યારે તરત જ.’ બિચારો બલ્લુ!...

અને સાંઠની ઉપર પહોંચેલા વિધુર છગનકાકા પણ વાળ રંગીને ઓફિસમાં આવતા. કોઈએ ટિખળ કરી. ‘મોનિકા! છગનકાકા ઈઝ મોસ્ટ સ્યૂટેબલ કેન્ડિડેટ ફોર યુ.’ મોનિકા હસીને જવાબ આપતી ’હી ઈઝ ટુ યંગ ફોર મી. ‘આઈ એમ લુકીંગ ફોર સમવન, હુ ઈઝ મલ્ટિમિલીયનર એન્ડ નાઈનટી ફાઈવ યર ઓલ્ડ.’ હસતી, રમતી, મીઠ્‌ઠી મોનિકા બધા પુરૂષોની માનીતી થઈ ગઈ.

પણ એ જ તો મોટો પ્રોબ્લેમ હતો ને!

પેથાભાઈ થોડી થોડી વારે નજીવા કામ માટે મોનિકાને પોતાની ઑફિસમાં બોલાવ્યા કરતા.

‘યસ પિટર, યસ પિટર’ કરતી મોનિકા પેથાભાઈની ઑફિસમાં ઘૂસી જતી. રક્ષાભાભીના પેટમાં તેલ રેડાતું.

એક વાર પેથાભાઈએ એને બોલાવીને કહ્યું કે ‘હું તને ત્રણ મહિનામાં પરમેનન્ટ કરી દઈશ.’ રક્ષાભાભીએ પરમેનન્ટને બદલે પ્રૅગનન્ટ સાંભળ્યું.

અને મોનિકાએ કહ્યું ’થેન્ક્યુ...થેન્ક્યુ...થેન્ક્યુ પિટર. યુ આર ગ્રેઈટ. આઈ ફિલ વેરી ગુડ’

રક્ષા ભાભીએ બહારથી મોનિકાનો સેક્સી અવાજ સાંભળ્યો.

બસ થઈ રહ્યું. સાંજે રસોડું બંધ. બોલવાનું બંધ. બધી જ વાતે કિટ્ટા. રક્ષાભાભીએ સંભળાવી દીધું કે ‘પટેલ! મીડલાઈફ ક્રાયસિસના તમારા લખ્ખણ કાબુમાં રાખ્જો. એ ધોળકી મોનિકા છે પણ લુઈન્સ્કી નથી. તમે બિલ ક્લિન્ટન નથી પ્રેસિડન્ટ નહીં, પિટર પણ નહીં પણ પેથા પટેલ છો. પટેલ. જો ચાળા કરવા જશો તો આ તમારી હિલેરી નથી પણ રક્ષા પટલાણી છે.’

હેમાંગી પણ અકળાયલી હતી. ઑફિસમાંનો હિમાંશુ એનો બોયફ્રેન્ડ હતો. બધા જ જાણતા હતા. શુક્રવારની સાંજથી રવીવારની મોડી રાત સુધી બન્ને સાથેજ ભટકતા. હવે ભાઈસાહેબને હેમાંગી મોળી અને ફરાળી લાગતી હતી.

રૂપેશ, જે રૂપલની પાછળ મરતો હતો તે મોનિકાની પાછળ પાછળ ફરતો થઈ ગયો હતો.

અને જીતુ કે જેના વેવિશાળ આરોહી સાથે ગંગાફોઈએ જ કરાવી આપ્યા હતા તે, ચાન્સ મળતા ખૂંણે-ખાંચરે આરોહીને કિસ પણ કરી લેતો હતો એજ જીતુ હવે મોનિકાને બીચ પાર્ટી માટે પ્રપોઝલ મુકતો હતો. નાલાયકતો મોનિકાને ‘ટોન્ગ’માં જોવા ઈચ્છતો હતો.

આતો હદ થઈ ગઈને!

ગંગાફોઈની ખબર કાઢવા જવાનું તો એક બહાનું જ હતું. ખરેખરતો હૈયાનો બળાપો અને મનની મુંઝવણ કહેવા ગયા હતા.

’ફોઈબા! હવે તો કંઈ રસ્તો કાઢવો જ પડશે. તમારા ભત્રીજાએ અને મોનકીએ તો મારી રાતોની ઊંંઘ ઉડાડી દીધી છે. એ ભમરીને આપણી કંપનીમાંથી કાઢો. જો એ પર્મેનન્ટ થશે તો મને તમારા ભત્રિજાની લાઈફમાંથી મ્ને લૅ-ઓફ મળી જશે.’ રક્ષાભાભી એના હૈયાનો ઉકળાટ બૉસ અને ફોઈસાસુ સામે વ્યક્ત કરતા રડી પડયા.

’દીકરી પહેલા તું શાંત થઈ જા. ફ્રીઝમાંથી આઈસ્ક્રીમ કાઢ. તું લે અને બધાને આપ. પછી આપણે વિચારીયે કે શું કરી શકાય.’ ગંગાફોઈએ વહાલથી સાંત્વન આપ્યું.

’મોનિકાનું ઑફિસનું કામકાજ કેવું છે?’

’એમાં તો જરાયે જોવાપણું નથી. અમારા કરતાંયે ઘણું સારૂં અને વ્યવસ્થિત કામ કરે છે.’

’સમયસર નોકરીએ આવે છે?’

’ઘણીવાર તો અડધો કલાક વહેલી આવીને ઓવરટાઈમ વગર કામ પર લાગી જાય છે.’

’તમારા કોઈની સાથે કંઈ લડાઈ ઝગડો કે તકરાર કરે છે?’

’ના ફોઈબા જુઠું તો કેમ બોલાય. મૂઈ મીઠડી તો પરાણે વહાલ કરાવે એવી છે.’

’બસ તો કેસ ક્લોઝ. આમાં કંઈ થઈ શકે નહીં. હું એને પરમેનન્ટ કરીશ અને પગાર પણ વધારી આપીશ. તમારી અદેખાઈને કારણે મારે સારી એમ્પ્લોયી ને ગુમાવવી નથી.’

’પણ ગંગાફોઈ...’.

’પણ બણ કંઈ નહીં. તમારા મરદને કેમ સાચવવા તે તમને આવડતું નથી. મારે તો મારો બિઝનેસ સાચવવાનો અને વધારવાનો છે. ફૂવા કહેતા હતા કે મારો આળસુ અને લધર-વધર પેથો પણ હવે વ્યવસ્થિત અને વહેલો ઑફિસે જાય છે.’

’ફોઈ તમને તો તમારા ધંધાની પડી છે. અને અમને અમારી લાઈફની ચિંતા છે. અમારૂં દાંપત્ય જીવન સળગી રહ્યું છે. ’ રક્ષાભાભી ફરી રડી પડયા. બધાની આંખોમાંથી રેલા ઉતરવા માંડયા.

’ઓકે, ઓકે. હું બધું સરખું કરી આપીશ, પણ તે પહેલા મારે મોનિકાને મળવું પડશે.

રક્ષા! મારો પેથો ભોળીયો છે. સીધો સાદો છે. ચિંતા કરતી નહીં. તું પણ જરા નવી ફેશનના કપડા પહેરતી થા. લધર-વધર, નિરાશ્રિત પહેરતા તેવા પંજાબી અને થ્રીફટ સ્ટોરમાંથી લાવેલા હોય એવા પેન્ટ-શર્ટ પહેરીને ફર્યા કરો તે આજના જમાનામાં કેમ ચાલે? જાણો છોને? એક નૂર આદમી, હજાર નૂર કપડાં અને લાખ નૂર નખરા. ખરેખરતો ચાળીસે પહોંચ્યા પછી જ લેડિઝે સેક્સી દેખાવાની જરૂર છે. તમે બધા ભલે દેશી કંપનીમાં કામ કરો પણ જરા અમેરિકન ડરેસકૉડ સમજો અને અપનાવો. નવી પેઢીની ફેશન શીખો. જુઓ, હું તો ગામડાની સ્કુલમાં સાત ચોપડી જ ભણી છું પણ અમેરિકામાં જાતે જાતે ઘણું શીખી છું. ઘરમાં ભલે દેશી ચરોતણીયણ છું પણ જ્યારે ક્લાયન્ટને કે કોઈ ઑફિસિયલ કામ માટે બહાર જાઉં છું ત્યારે થ્રી પિસ બિઝનેસ સ્યૂટ પહેરીનેજ જ જાઉં છું ને! કાલથી જ તમારો દેખાવ અને રીતભાત બદલો. આપોઆપ જ તમારી એફિશિયન્સી વઘી જશે.’

ગંગાફોઈ અત્યારે ગાર્ગી મેડમ તરીકે, બૉસ તરીકે શિખામણ આપતા હતા. એણે આરોહિને આદેશ આપ્યો.

’આવતી કાલે લંચ વખતે મોનિકાને અહીં લઈ આવજે. આપણે ત્રણ લંચ સાથે જ લઈશું. સાથે મોનિકાના ટેમ્પ એજ્ન્સીના બધા પેપર્સ પણ લેતી આવજે. તમારા સિવાય બીજા કોઈને આ વાત કહેતી નહીં.’

બીજા દિવસે આરોહિની હાજરીમાં મોનિકાનો હોમ ઈન્ટર્વ્યૂ શરૂ થયો.

મોનિકા! ગઈ કાલે રક્ષા આવી હતી. તારા ખુબ વખાણ કરતી હતી. તને અમારી ઓફિસમાં ગમી ગયું ને?... ફાવે છે ને?...

યસ મેમ.

વ્હીલચેરમાં બેઠેલા જાજરમાન ગાર્ગી મેડમનાં હાથમાં મોનિકાની પર્સનલ ફાઈલ હતી.

‘આ પહેલા તું બેન્કમાં જોબ કરતી હતી ખરૂંને? બેન્કની જોબ કેમ છોડી દીધી?’

‘મેમ, અમારી બ્રાન્ચ બંધ થઈ ગઈ. બધાને લે ઑફ મળી ગયો.’

’બેન્કમાં કેટલો પગાર મળતો હતો?’

’વર્ષના તેત્રીસ હજાર.’

’અત્યારે એજન્સી શું આપે છે?’

’કલાકના માત્ર બાર ડોલર.’

’તારે કાયમને માટે મારી કંપનીમાં કામ કરવું છે?

’મને એ તક મળશે તો હું આપની આભારી રહીશ. કામની બાબતમાં તમને મારા વિશે કોઈ ફરિયાદ ન રહેશે તેની હું ખાત્રી આપું છું.’

’ઓકે. હું આજે જ એજન્સીને જણાવી દઈશ. કાલથી તને પરમેનન્ટ કરી દઈશું.

’અત્યારે તને કલાકના સોળ ડોલર આપીશ. છ મહિના પછી કામ અને જવાબદારી પ્રમાણે વધારાનું વિચારીશું. બરાબર છે? આર યુ હેપી નાવ?’

’યસ મેમ. આઈ ડોન્ટ હેવ વર્ડસ ટુ એક્ષપ્રેસ માય ગ્રેટિટ્‌યુડ.’

’રિમેમ્બર ઈન ઓફિસ, આઈ એમ યોર બોસ ગાર્ગી મેડમ. એટ હોમ આઈ એમ યોર લવીંગ આન્ટી. ધીસ ઈઝ ઈન્ડિયન ફેમિલી કંપની. યુ ઓલ આર માય ચિલ્ડરન. ફોર યુ, ઓલ ધ કો-વર્કર્‌સ આર યોર બ્રધર્સે એન્ડ સિસ્ટર્સ.’

’હવે થોડી પર્સનલ વાત. તારે જવાબ ન આપવો હોય તો મારો આગ્રહ નથી. તું સિંગલ છે. કોઈ બોયફ્રેન્ડ છે ખરો?’

’યસ મેમ.’

’એના વિષે તું કહી શકશે?’

મોનિકા જરા અચકાઈ, પણ પછી કહેવા માંડયું

’એનું નામ જ્યોર્જ છે. અમે હાઈસ્કુલમાં હતા ત્યારથી જ પ્રેમમાં છીએ. એ હાઈસ્કુલ અને કોલેજમાં સારો બાસ્કેટ બોલ પ્લેયર હતો. કેલોગ્સ કંપનીમાં પ્રોડક્શન સુપરવાઈઝર હતો. અમે લગ્ન કરવાના હતા પણ અમારા બન્નેની જોબ છુટી ગઈ એટલે હવે રાહ જોવી પડશે. બાય ધ વે હી ઈઝ બ્લેક.’ મોનિકાએ મોકળા મને જીવન કિતાબના પૃષ્ઠો ઉઘાડયા.

વેરી ગુડ. એને ફુડલાઈનનો અનુભવ છે. મારા હસબન્ડને મજબુત હાથની મદદની જરૂર છે. જો એને ફાવતું હોય તો એને માટે પણ કંઈ ગોઠવણ કરીશુ.

‘હવે સાંભળ, આવતી કાલથી તારે તારા બૉસને પિટર કહેવાને બદલે પેથાભાઈ કહેજે.‘

‘સે પેથાભાઈ.

’પેથાબહાઈ.’

‘નોટ પેથાબહાઈ. પેથાભાઈ.’ આરોહિએ સુધાર્યુ.

‘પેથાબહાઈ.’ બિચારી મોનિકાથી ભ નો ઉચ્ચાર ન્હોતો થતો.

’ચાલશે’. ગંગાફોઈએ હસતા હસતા એપ્રુવલ આપી દીધી.

માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો.

આરોહિને મોનિકાના પગારની વાત સાંભળીને થોડી ઈર્ષ્યા તો થઈ પણ તે સમજુ હતી. મોનિકા એ પગારને લાયક હતી. ગંગાફોઈ લાગણીશીલ છતાં યે કુશળ ધંધાધારી હતા. એમને મન જો એક વ્યક્તિની હાજરીથી બાર વ્યક્તિની એફિશિયન્સી અને પ્રોડકટિવિટી વધતી હોય, થોડું ઓફિસ કલ્ચર બદલાતું હોય તો બે પૈસા વધારે ખર્ચવામાં ફાયદો જ છે.

ત્રીજે દિવસે ઑફિસનો માહોલ જુદો જ હતો. બધો જ લેડિઝ સ્ટાફ પાર્ટી ડરેસમાં આવ્યો હતો. અરે! મોનિકા પણ સરસ ભરેલી સાડીમાં આવી હતી. માત્ર આરોહિ જીતુને શૉક ટ્રિટમેન્ટ આપવા ટૂંકુ હોટ પેન્ટ અને ટાઈટ લૉ-કટ ટી-શર્ટ પહેર્યુ હતું.

બધી મહિલાઓએ મૂંગે મોઢે દશ વાગ્યા સુધી બરાબર કામ કર્યા કર્યું. પેથાભાઈ અકળાયા. કેમ આજે આટલી બધી શાંતી છે. વિચારતા વિચારતા એ કેબિનમાંથી બહાર આવ્યા. રક્ષાભાભીને બદલે સીધા મોનિકા પાસે જ ગયા. એને સાડીમાં જોઈને મોંમાંથી ’ઓહ! વાઊંવ’ નીકળી ગયુ.

મોનિકાએ ઉભા થઈ કહ્યું ’પેથાબહાઈ નમસ્ટે’

’પિટરને બદલે પેઠાબહાઈ, ગુડ મોર્ન્િાંગ ને બદલે નમસ્તે અને સ્કર્ટને બદલે સાડી! પેથાભાઈ વધુ વિચારે તે પહેલા મોનિકાએ ડેસ્કના ડરોઅરમાંથી પૂજાની થાળી કાઢી. તેમાં તૈયાર રાખેલી આરતી સળગાવી. બાઘા બનેલા પેથાભાઈની આરતી ઉતારી. કપાળ પર તિલક કર્યું. ગોખી રાખેલું ગાવા માંડી. ’બહૈયા મેરે રાખી બહન્કો નિભાના. બહૈયા મેરે...ગાતાં ગાતાં પેથાભાઈના જમણા હાથ પર મોટ્ટી રાખડી બાંધી દીધી. પેથાભાઈ કંઈ બોલવા જાય તે પહેલા મોનિકાએ બે-ત્રણ પેંડા એમના મોંમાં ડાબી દીધા.

હા, આજે બળેવ હતી.

પછી તો બસ નાચતા-કુદતા મોનિકાએ જગદીશ જાડિયા, બલ્લુ બટકા, ત્ર્‌યંબક ટાલિયા, હિમાંશુ અને જીતુને પણ રાખડી બાંધી દીધી. છગનકાકાને પણ રાખડી બાંધી પ્રણામ કર્યા. બધી મહિલાઓ દરેક વખતે હસતાં હસતાં ગાતી હતી. ‘બહૈયા મેરે મોના બહનકો નિભાના....

ડઘાઈ ગયેલા જીતુ સામે રાખડી હલાવતા આરોહિએ મારકણી અદાથી તેને પૂછ્‌યું. મારી પાસે પણ બંધાવવી છે? કે પછી....

આરોહિ વધુ બોલે તે પહેલાં જ જીતુએ એને બધાની હાજરીમાં જ ખેંચીને એના બે હોટ પર પોતાના બે હોટ ચાંપી દીધા. દિવેલીયા ડાચા સાથે બધા ભાઈઓએ મોનિકા પાસે રાખડી બંધાવી.

આરોહિ અને જીતુનું દીર્ઘ ચુંબન ચાલતું હતું તે જ સમયે ગંગાફોઈ અને ફૂવા ઓફિસમાં આવ્યા. ગંગાફૉઈની વ્હિલચેર, પૂરા છ ફૂટ નવ ઈંચનો, કાળા ચમકતા ચહેરાવાળો, જાણે કોઈ મહેસાણાનો કાળો પાડો પાડો હોય તેવો માણસ પુશ કરતો હતો.

ગાર્ગી મેડમે ઓર્ડર કર્યો. ’હવે બઘા ભાઈઓ મોના બહેનને અગિયાર-અગિયાર ડોલર આપી દો.’

રક્ષાભાભીએ પેથાભાઈને કહ્યું મારી નાની નણંદને અગિયાર નહીં પણ એકવીસ આપજો.

બધાએ કટાણાં મોંહ્યે વોલેટ ખોલ્યાં.

ગંગાફોઈએ જાહેર કર્યું કે આ છે જ્યોર્જ, આપણી મોનેકાનો આ બોય ફ્રેન્ડ છે. એ હવેથી આપણે ત્યાં પ્રોડક્શનમાં કામ કરશે.

‘આઈ વોન્ટ ટુ આસ્ક સમથીંગ ટુ મોનિકા ઈન પ્રેઝન્સ ઓફ્ફ્ લવીંગ ફ્રેન્ડસ. મે આઈ?’ જ્યોર્જે પેથાભાઈ બોસ ને નમ્રતાથી પૂછ્‌યું.

‘સ્યોર માઈ ફ્રેન્ડ. ગો એહેડ.’

જ્યોર્જે ગજવામાંથી એક લાલ ડબ્બી કાઢી. મોના સામે ઘૂંટણીએ બેઠો. ‘મોનિકા માય ડાર્લિંગ, વીલ યુ મેરી મી.’

‘યસ માય લવ. યસ આઈ વીલ.’

તાળીઓના ગડગડાટ વચ્ચે પેથાભાઈનો બડબડાટ કોઈએ ન સાંભળ્યો. પેથાભાઈ બબડતા હતા...આ “ડોશીએ તો દાટ વાળ્યો.”