Vansaladi dot com - 5 books and stories free download online pdf in Gujarati

વાંસલડી ડોટ કોમ - 5

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે મિત,વેણુ તેમજ સ્કુલ ના વિધાર્થીઓ નાટક દ્વારા સેવા ના કાર્ય ની શરૂઆત કરે છે. જેમાં તેમને સફળતા મળે છે અને બાળકો તેમના એ કાર્ય માં રસ લેવા લાગ્યા છે. તેમના સ્કુલ ના આચાર્ય પણ વેકેશન પડતા પહેલા તેમના કાર્ય માટે સન્માન કરે છે.... હવે આગળ

પ્રકરણ-૫

કહેવાય છે ને કે સારો દિવસો નો સમયગાળો બહું ટૂંકો રહે છે. પણ તે સમય ઝિંદગીભર યાદ રહી જાય છે. વેણુ નો જન્મદિવસ થોડા દિવસો પછી આવતો હતો એટલે મિત વિચારતો હતો કે, વેણુ ને કેવી રીતે સરપ્રાઈઝ આપવી ? શું કરું જેથી વેણુ ખુશ થઇ જાય ? પછી થયું હજી તો ઘણા દિવસો ની વાર છે પછી જોઇશ.

વેકેશન પડ્યું એટલે બધા ને મજા જ મજા. મિતે વેણુ ને પૂછ્યું વેકેશન માં શું કરવાની છે ?

‘હું તો બહારગામ ફરવા જવાની છું. એટલે મિત ચમક્યો,”ક્યારે જવાની અને ક્યારે પાછી આવીશ”? હું આવતા અઠવાડિયે જઈશ અને ૧૦ દિવસ માં પાછી. મિતે વિચાર્યું એટલે તેના જન્મદિવસ પહેલા તો પાછી આવી જશે એટલે વાંધો નહિ.

થોડા દિવસ માં વેણુ તેમજ ઘણા મિત્રો ફરવા જતા રહ્યા. મિત ને વેણુ કે કોઈ મિત્રો ન હતા એટલે સુનું સુનું લાગતું હતું. તે સરલાબેન ને કહેતો જ હતો કે મમ્મી ચલ ને આપણે પણ ક્યાંક બહારગામ ફરવા જતા રહીએ. મને એકલા એકલા ગમતું નથી. હજી તો એવી વાતો જ કરે છે ત્યાજ દિવ્યેશભાઈ ઓફિસે થી આવ્યા. તે ખુબ ટેન્સન માં લગતા હતા એટલે સરલાબેને પૂછ્યું શું થયું તમે કેમ ટેન્શન માં છો ? એટલે દિવ્યેશભાઈ એ કહ્યું કે તેમની ટ્રાન્સફર મેગા સીટી બોમ્બે ના પરા વિસ્તાર માં થઇ ગઈ છે. એટલે સરલાબેન અને મિત બંને ને આચકો લાગ્યો અને હતપ્રત થઇ ગયા.

મિત, પપ્પા અચાનક કેમ ટ્રાન્સફર થઇ ?

દિવ્યેશભાઈ, નવી બ્રાંચ ખુલી છે ત્યાં મને પ્રમોશન આપ્યું છે, તેથી તરત હાજર પણ થવું પડશે. એટલે મિત તો ઊંડા વિચારો માં પડી ગયો. હજી તો વેણુ નો જન્મદિવસ આવે છે, તેને સરપ્રાઈઝ આપવાની છે, એતો હજી કઈ નક્કી નથી કર્યું. વેણુ સાથે કઈ વાત પણ થઇ નથી. ત્યાં કાયમ માટે અહી થી જતું રહેવાનું ? વેણુ નો કોઈ રીતે કોન્ટેક્ટ થઇ શકે તેમ ન હોવાથી મીતે ઘણું કહ્યું, પપ્પા આપણે વેકેશન પૂરું થાય પછી જઈશું. ના હવે કઈ થઇ સકે તેમ નથી, મેં એક્સ્ટેન્શન માટે ટ્રાય કરી જોઈ પણ ના પડી અને તાત્કાલિક હાજર થઇ જવાનું કહ્યું છે..

છેવટે બધા મને કમને સામાન પેક કરી નીકળવા ની તૈયારી કરવા લાગ્યા. બધી તૈયારી થઇ જતા સરલાબેને જોયું તો મિત ઘર માં ક્યાય ન હતો. તે તેને શોધવા નીકળ્યા. બધે જોઈ આવ્યા પણ મિત ક્યાય ન મળ્યો, છેલ્લે મહાદેવ ના મંદિરે ગયા. તો મિત ત્યાં બાકડા પર ગુમસુમ બેઠો છે. સરલાબેને મીતને પૂછ્યું કેમ બેટા અહી એકલો બેઠો છે? તો મિત કહે મને અહી થી મિત્રો ને છોડી ને જવું નથી ગમતું. વેણુ પણ શહેર માં નથી. પછી સરલાબેને તેને પ્રેમ થી સમજાવ્યો કે પછી રજા માં આપણે અહી બધા ને મળવા આવીશું. તને બધા મળશે ત્યારે, અત્યારે ઘરે ચાલ. ટ્રક પણ તૈયાર છે એટલે હવે જવું જ પડશે અને તે લોકો નવા શહેર માં જવા નીકળી ગયા.

નવા શહેર માં નવા લોકો વચ્ચે સેટ થવાનું હતું. વેકેશન તો ઘર સેટ કરવા માંજ પૂરું થઇ ગયું. મિત ને પણ નવી હાઈસ્કુલ માં એડમીશન લેવાનું હતું. ભણવામાં તો તે હોશિયાર હતો જ એટલે તેને સારી સ્કુલ માં તરત એડમીશન પણ મળી ગયું.

મિતને વેણુ તેમજ બધા મિત્રો ખુબ યાદ આવતા હતા. સાથે સાથે તેને મેહુલસર નું નાટક તેમજ મિત્રો પણ યાદ આવતા. તે વિચારતો હજી બધા એ સામાજિક સેવા નું કાર્ય કરતા હશે કે નહિ ? વેણુ શું કરતી હશે ? તે પોતાને યાદ કરતી હશે કે ભૂલી ગઈ હશે ?

વેણુ ને તો જોકે તે એક પલ પણ ભૂલી શકતો ન હતો. તેને હવે વેણુ તરફ ની પોતાની લાગણી કૈક સમજાવા લાગી હતી. મનોમન જ તે ઘણી વાતો કરી લેતો હતો વેણુ સાથે.

“ નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા પણ હવે સમજાયું કે,

અધૂરા સપના અને અધુરી લાગણીઓ કરતા,

અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડા વધુ સારા હતા”.

ધીમે ધીમે તેનો સમય નવી સ્કુલ, નવા મિત્રો તથા નવા વાતાવરણ માં સેટ થવા માં જતો રહેતો હતો અને નવા મિત્રો સાથે સમય ક્યાં જતો રહેતો હતો તે ખબર રહેતી ન હતી. સ્કુલ ની દરેક પ્રવૃત્તિ માં મિત હોય જ, ઉપરાંત સ્કુલ માં નાટક તો મિત વગર ભજવાતું જ નહિ. એમ કહો ને કે સ્કુલ ની દરેક પ્રવૃત્તિ ના આયોજન માં મિત હોય જ. સાથે સાથે ભણવામાં પણ પ્રથમ જ હોઈ. સાથે સાથે કોઈ ને મદદ કરવાનો, સેવા કરવાની કોઈ તક તે ચૂકતો નહિ. તે વિચારતો, ભલે પોતાના મિત્રો ની સાથે શરુ કરેલ કાર્ય માં સાથે આપી ન શક્યો પરંતુ આ રીતે પણ સેવા કરી શકે તેટલી જરૂર કરશે,

તેણે ઘણીવાર સરલાબેન અને દિવ્યેશભાઈ ને પોતાના જુના મિત્રો ને મળવા જવાની ઈચ્છા જતાવી. પણ મિત ની સ્કુલ અને દિવ્યેશભાઈ ની ઓફીસ ના ટાઈમિંગ માં ક્યારેય મેળ જ પડતો ના હતો. હવે તો આમ પણ મિત કોલેજ માં આવી ગયો હતો. કોલેજ ની લાઇફ આખી જુદી હતી. એ વાતાવરણ માં વેણુ તેને વધારે યાદ આવી જતી.

જોકે હવે તે પોતાની લાગણીઓ માટે ક્લીયર થઇ ગયો હતો. તેને રીઅલાઈઝ થયું કે વેણુ પ્રત્યેની લાગણી મિત્રતા તો નથી જ, તે લાગણી પ્રેમ નિ જ છે. એટલેજ પોતે દિવસ ની કોઈ પણ ક્ષણ માં તેને ભૂલતો નથી. સવારે જાગતા જ વેણુ યાદ આવે, તેની સાથેની યાદો થીજ દિવસ પૂરો થાય છે, એ પ્રેમ નહિ તો શું કહેવાય ? ખાસ તો તેને વેણુ ના જન્મદિવસ માં સરપ્રાઈઝ ન આપી શકયો તેનો અફસોસ ખુબ થતો.પણ તે વેણુ ના દરેક જન્મદિવસ માં તેને યાદ કરી લેતો હતો.

જયારે માણસ પ્રેમ માં પડે છે ત્યારે તેને દુનિયા આખી ખુબ સુંદર લાગે છે. તેને પંખી ના કલરવ માં પણ પ્રેમ દેખાય છે, તેને મોર ના નૃત્ય માં પણ પ્રેમ દેખાય છે. તેને વરસતા વરસાદ માં પોતાનો સાથી યાદ આવે છે. તેને ચારે તરફ વસંત ઋતુ મ્હોરી ઉઠી હોય એમ જ લાગે છે.

મિત ને પણ દુનિયા ની સુંદરતા જ નજરે પડતી હતી. તેના દિવસ ની દરેક પળ વેણુ સાથેજ પસાર થતી. મનોમન વેણુ સાથે ઘણી વાતો પણ કરી લેતો. પાછા વિચારો પણ આવી જતા, વેણુ મને યાદ કરતી હશે ? તેને મારા પ્રત્યે કઈ લાગણી હશે ? તે પણ મને પ્રેમ કરતી હશે ? પણ અમારે કઈ વાત તો થઇ ન હતી એટલે તે મને ભૂલી જ ગઈ હશે ?

જયારે બીજી તરફ પ્રેમ માં પડેલ માણસ વિરહ ની વેદના માં ઘેરાય જાય, ત્યારે તેને દુનિયા ની કોઈ પણ વાત માં રસ હોતો નથી, તેને આ વિરહ ની પલ જાણે પાનખર બની ને તેના જીવન થી દુર થતી હોય તેવું લાગે છે. તેને દરેક વસ્તુ ના નેગેટીવ વિચારોજ આવ્યા કરે છે. તેને દુનિયા ની કોઈ સુંદરતા લુભાવી શક્તી નથી. તેને તે બધું ક્ષણિક નુજ હોય તેવું લાગે છે. જીવન માત્ર જીવવા ખાત્ર જીવતા હોય તેવું લાગે છે. માનો ને કે દુઃખો નો પહાડ પોતાના પર પડ્યો હોય તેવી અનુભૂતિ થાય છે. વિરહ ની વેદના માં જાણે વ્યક્તિ ના જીવન માં સુનામી આવી ને તેના જીવન ને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું હોય.

મિત પ્રેમ માં પડ્યા ની ખુશી મનાવવી કે વિરહ નું દુઃખ અનુભવવું તે નક્કી જ નહોતો કરી સકતો. ક્યારેક તે તન્દ્રાવસ્થા માં વેણુ ને પોતાની સાથે વાતો કરતો જોતો તો ખુશખુશાલ થઇ જતો, બંને અલક મલક ની વાતો કરતા. ઘડીક માં વેણુ અદ્રશ્ય થઇ જતી તો ઉદાસ થઇ જતો. સાથે વિતાવેલી એ સોનેરી પળો ને યાદ કરતો રહેતો અને પછી અચાનક એ પળ પોતાની પાસે થી ક્યારે છીનવાય ગઈ તેજ સમજાતું ન હતું. શા માટે ઈશ્વરે એ પળ છીનવી લીધી હશે ?

મિતે નક્કી કર્યું કે આ વેકેશન માં તો મમ્મી પપ્પા ન આવે તો પોતે એકલો જશે પણ વેણુ ને મળવું જ છે. સાથે સાથે પ્રણવ તેમજ બધા મિત્રો ને પણ મળાશે. પણ બધા ત્યાજ રહેતા હશે ? હું ક્યાં મળવા જઈશ બધા ને ?

કહેવાય છે ને કે ઈશ્વર પણ જયારે તમને આપે ત્યારે છપ્પર ફાડી ને આપે છે. બસ તમારે એ મોકો ઝડપી લેવાનો છે. ઈશ્વરે મિત ના દિલ ની વાત સાંભળી હોય તેમ વેકેશન માજ દિવ્યેશભાઈ ને ત્યાં ની બ્રાંચ માં ફંકશનમાં જવાનું નિમંત્રણ આવ્યું. એટલે મિત ને તો જાણે લોટરી લાગી હોય તેવી ખુશી થઇ. તેનાથી હવે રાહ જોવાતી ના હતી. તે દિવસો ગણવા લાગ્યો. તેણે કેટલીવાર સરલાબેન સાથે પણ તે અંગે વાતો કરી લીધી. સરલાબેન ને પણ નવાઈ લાગી એટલે પૂછ્યું, મિત તું ત્યાં જવા આટલો બધો કેમ ઉત્સાહિત છો ? હા મમ્મી આટલા બધા સમય પછી બધા મિત્રો મળશે, એટલે હું ખુબ ઉત્સાહિત છું.

મિત ની આતુરતા નો અંત આવ્યો. મિત મમ્મી પપ્પા સાથે ફંક્શન માં જવા નીકળ્યો. બોમ્બે બહુ દુર હતું એટલે મુસાફરી ખુબ લાંબી હતી. પણ ઉત્સાહ માં ને ઉત્સાહ માં મિત કઈ ખાતો પીતો પણ ન હતો. સરલાબેન અને દિવ્યેશભાઈ ને મિત ની ચિંતા થઇ આવી. વળી મિતે કહી દીધું હતું કે તે કોઈ ફન્કશન અટેન્ડ નહિ કરે ફક્ત મિત્રો સાથે જ રહેશે.

પહોચતા વેત જ મિત નીકળી તો ગયો પણ ક્યાં જવું એ નક્કી નહોતો કરી સકતો ? સોસાયટી માં જવું કે સ્કુલે ? પણ સ્કુલે હવે કોઈ મિત્રો થોડા હોય ? સારું સોસાયટી માંજ પહોચી જાવ અને વેણુ ને સરપ્રાઈઝ આપું. વેણુ ને પહેલા તો ડરાવી જ દેવી છે, વિચારો કરતો કરતો તે સોસાયટી માં પહોચી પણ ગયો. પરંતુ આ શું ? સોસાયટી ની તો આખી સિકલ જ બદલાય ગઈ હતી. મોટાભાગ ના મકાનો આધુનિક રંગે રંગાઈ ગયા હતા. પોતાનું મકાન ક્યાં છે આમાં ? એમ વિચારતા જ હસી પડ્યો, પોતાનું ક્યાંથી હવે ? ત્યાં તેને વેણુ નું ઘર બતાયું, એટલે તરત પગ માં ઝડપ આવી ગઈ. વેણુ નું ઘર પણ એકદમ આધુનિક બની ગયું હતું. પરંતુ ત્યાં તપાસ કરતા વેણુ ને એ લોકો ઘણા સમય થી જતા રહ્યા હતા. સોસાયટી ના ઘણા ઘર ફરી જોયા પણ મોટાભાગ ના નવા લોકો જ હતા. અને જુના હતા તે કોઈ ને વેણુ કે તેના પરિવાર વિષે કઈ પણ ખબર ન હતી. ત્યાં મિત ની નજરે મહાદેવ નું મંદિર પડ્યું. દર્શન કરી તે નિરાશ વદને ત્યાં બેઠો ત્યાજ મહાદેવે મદદ કરી અને તેને વિચાર આવ્યો, સ્કુલે જ જાઉં ત્યાં સર તો મલશેજ.

ફટાફટ સ્કુલે પહોચ્યો તો તેના સારા નસીબે મેહુલસર તેને ઓફીસ માંજ મળી ગયા. તેના આશ્ચર્ય વચ્ચે સરે તેને જોતા જ ઓળખી લીધો અને ભેટી પડ્યા. મિત પણ આટલા વર્ષે સર ને મળી ને ખુબ ખુશ હતો.

“સર, તમે મને કેવી રીતે ઓળખી ગયા?” મિત.

“મિત તારા એક વિચારે મારી ઝીંદગી નો રાહ જ બદલાઈ ગયો તો હું તને કેવી રીતે ભૂલી શકું?”..સર.

“સર હજી પણ તે પ્રવૃત્તિ શરુ છે ?”.મિત.

“ હા મિત તું જતો રહ્યો પણ એ પ્રવૃત્તિ બંધ નથી થઇ. હવે તેનું સંચાલન તારા મિત્રો પ્રણવ તેમજ વેણુ કરે છે, હૂતો ફક્ત માર્ગદર્શન જ આપું છું. હવે તો તેઓ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે, અનાથ બાળકો ની સેવા, શિક્ષા અભિયાન- તેમાં બાળકો ની સાથે મોટોઓ ને પણ સમાવી લેવાયા છે, બ્લડ ડોનેશન કેમ્પ.. પણ એ શબ્દ બોલતા સર થોડા અચકાયા એ મિત ની નજર માં આવી ગયું.

“સર સાથે ઘણી વાતો કાર્ય પછી તેને પૂછ્યું સર તમને વેણુ ક્યાં રહે છે એ વિષે કઈ ખબર છે ?

“ના, વેણુ ની તો નથી ખબર પણ પ્રણવ તો મારા ઘર પાસે જ રહે છે, ચલ મારી સાથે જ તને તેના ઘરે લઇ જાવ. “સર.

મિત ખુશ થઇ ગયો ચાલો પ્રણવ ને તો મળશે. પ્રણવ પણ જોતા વેત જ મિત ને ઓળખી ગયો અને ભેટી પડ્યો. બંને મિત્રો વર્ષો પછી મળ્યા એટલે બંને ની આંખ માં ખુશી ના આંસુ હતા. પછી તો બંને મિત્રોએ ખુબ વાતો કરી.

પ્રણવે ફરિયાદ કરી તું કેમ અચાનક અમને મળ્યા વગર જતો રહ્યો ? એટલીસ્ટ એકવાર પાછો ફરી ને મળવા પણ ન આવ્યો ? વેણુ તને કેટલો યાદ કરે છે ?

વેણુ નું નામ સાંભળી મિત ચમક્યો, “તને ખબર છે વેણુ ક્યાં રહે છે ? મારે તેને મળવું છે ? પ્લીઝ યાર મને કહે”..મિત.

મિત તે આવવા માં બહુ મોડું કર્યું છે, બોલતા બોલતા પ્રણવ ગળગળો થઇ ગયો.

મિત ને આવવમાં શેનું મોડું થઇ ગયું હશે ? એવી શી વાત હશે કે પ્રણવ ગળગળો થઇ ગયો ?

(ક્રમશઃ)