Haju pan na badlaya books and stories free download online pdf in Gujarati

હજુ પણ ના બદલાયા

હજુ પણ ના બદલાયા ?..

A Concept that change your thoughts

By

Hardik Gandhi

અર્પણ ...

આ પુસ્તક માં મે જેમ કહ્યું છે એ બધી પ્રેરણા

મને આજ નવા સમાજ ના જૂના વિચારો જોઈને

મળી છે કે આધુનિક બન્યા છતાં વિચારોને આધુનિક

બનાવી શક્યા નથી.

- હાર્દિક ગાંધી

***

લેખક વિશે...

MSC.It /MCA આમ તો મારે કઈ કહેવાની જરૂર નથી કારણ કે આપના અભિપ્રાય જ સમજાવી જાય છે અને “સ્વપ્ન ન જડે ત્યાં સુધી ” સફળતા બાદ મારા લખતા એક એવો પણ વર્ગ ઉદભવ્યો છે કે જે હું કઈ પણ લખું તે વાંચવા માટે તૈયાર હોય છે પણ આજે ખાસ બીજી વાત એક કરવા જઇ રહ્યો છુ “હજુ પણ ના બદલાયા ” એક ધારદાર કટાક્ષ રૂઢિચુસ્ત સમાજ પર અને મિત્રો આજે કોઈ COPYRIGHT નથી આ વાત તમે ગમે ત્યાં શેર કરી શકો બદલાવ જ મારો હેતુ છે માટે ગમે તો અભિપ્રાય આપવા વિનંતી ...

***

આપણે હજુ તો બદલાયા નથી ઘણી વાતે તો આગળ ક્યાંથી આવીશું

ચાલો તો વાતની શરૂઆત કરું.....

આજે આધુનિક યુગમાં તમે જોતાં હશો કે બધુ જ નવી ટેક્નોલૉજી સાથે જોડાઈ રહ્યું છે તો જ વિચારો કેમ આમ જૂના જ રહે છે ક્યારેક તેને પણ નવા યુગ સાથે જોડવા પ્રયત્ન કરો.

હજુ પણ જૂના રૂઢિચુસ્ત વિચારો ને પકડી રાખવાથી સમજદાર લોકો તો એક જ વાત કહેશે “ ગમાર હજુ પણ ના સુધર્યા ”

તમે જેને દેવીનું બિરુદ આપતા હોય તેની સાથે

માણસ જેવુ વર્તન કરવામાં આવે તો પણ બોવ છે.

સાંભળ્યું હશે કે ,

અમને અમારા દીકરા માટે સુશીલ, ગોરી, ભણેલી-ગણેલી, ઘરેલુ છોકરી જોઈએ

છોકરીનો ફોટો સાડીમાં મોકલજો

ભણવામાં સારી છે તો શું કરીએ?

અમારે તો કામ કરવા વહુ જોઈએ છે..

આ અત્યાર ના સમય માં ખાસ વાક્યો થઈ ગયા છે પણ કોઈ છોકરી ને પૂછે છે કે તેને શું જોઈએ છે કે તેની શું ઇચ્છા છે..

ખોટું લાગી રહ્યું હશે તમને?

ઘણીવાર સાંભળ્યું હશે કે

તારે નોકરી કરવાની શું જરૂર ?

હું નોકરી કરું છું ને

તારે બહાર જવાની શી જરૂર ?

સારું ચલ ઠીક છે

ઘરમાં બ્યુટી પાર્લર ખોલી લેજે

કે સિલાઈ ના કોર્સ કરી લે ઘરેથી કામ મળી રહેશે.

બહાર કામ કરવાનો મતલબ એ તો નથી કે તું તારી ફરજો ભૂલી જાય

માટે જ કહું છુ ભલે તમારે પૈસાની જરૂર ના હોય પણ કામ કરવાની ઇચ્છા હોય તો તેને શા માટે રોકો છો?

તેની પણ એક જીંદગી હોય છે

તેને પણ એક સ્વપ્ન હોય છે .

ક્યારેક તો મોકો આપો.

અરે હા બીજી વાત સમાજ માં ઘણા પરિવારો માં એવું કહે છે કે,

તું સાડી નથી પહેરતી અથવા ઘરના બધા જ સાડી પહેરવા છૂટ આપે છતાં બીજા બધા કહે છે આ છોકરી તો કેવી છે, કે હમેશા સલવાર સુટ જ પહેરે છે એના મમ્મી-પપ્પા એ કઈ શીખવ્યું જ નથી?

પણ વાત એમના મમ્મી-પપ્પા ની નથી પણ વાત આવું વિચારવા વાળાની છે કે ભણ્યા ગણ્યા હોવા છતાં આવા તુચ્છ વિચારોથી સમાજ નું વાતાવરણ ગંદુ કરે છે પોતે તો આવા વાતાવરણ માં રહે જ છે પણ બીજા ને પણ કહે છે તમે પણ આવું કરો.

અરે ઘણા લોકો તો એવા રૂઢિચુસ્ત બની ગયેલા હોય છે કે કોઈ સ્ત્રી તેમને માન આપી સાડી પહેરે છતાં વધારે માન મેળવવા કામ ના હોવા છતાં સામે આવી પોતાની માનસિકતાના બધાને દર્શન કરાવે છે.

અને બીજોવર્ગ એવો પણ છે ભલેને ભણ્યા ગણ્યા પોતાને એવા ગણે છે સાથે થોડી સમજણ આવી જવાથી રૂઢિચુસ્ત બની જાય છે

ભણતર સમાજ ના વિકાસ માટે છે નઇ કે તેને જૂના વલણો માં ધકેલવા માટે ...

દરેક ને પોતાના અલગ અલગ સ્વપ્ન હોય છે તો શા માટે કોઈના સ્વપ્ન ને તોડી ને ખોટી બદદુવા લો છો. કોઈને નવું સ્વપ્ન આપી ન શકો તો કઈ નહીં, પરંતુ કોઈ ના સ્વપ્ન તોડવાનો તમને કોઈ અધિકાર નથી.

જીંદગી માં કોઇની દુવા ના મળે તો વાંધો નહી

પણ બદદુવા મળે એવા કામ તો ન કરો.

  • - હાર્દિક ગાંધી
  • મહિલા સશક્તિકરણ મેટ્રોમાં અલગ કોચ મળી ગયો અને 33% અનામત મળવાથી પતી જતું નથી, પરંતુ તેનો અમલ કરવો મહત્વ નો છે.

    હું બધાની વાત નથી કરતો પણ એવા કે જે આવા વિચારો કરે છે તે વાતાવરણ ને પ્રદૂષિત કરે છે

    મે “સ્વપ્ન ન જડે ત્યાં સુધી” માં વાત કરી હતી એમ નાની બાળકી કહે છે પિયર માં મમ્મી ખુશ હોય છે અને બધી જ છૂટ હોય છે ગમે ત્યારે ઉઠવાનું ગમેત્યારે ગમે તે કામ કરવાનું ..

    “મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય. સવારે નિરાંતે ઉઠે.

    બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય, સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ કહે .મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે...

    મને ખૂબ ગમે જયારે તું આ બધું કરે. તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”

    - માંડ નવ-દસ વર્ષની ઢીંગલી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ કે સમઝી નથી શકતો...

    અરે ઘણા માતા-પિતા પણ એવા હોય છે કે જે કહે છે છોકરીઓને સારી સુખ અને સગવડ આપવી જોઈએ નહી કદાચ તેને સાસરી માં આવી સગવડ મળે કે ના મળે.

    શું થઈ ગયું છે તમને તમે પોતાની છોકરી માટે જ સારું નથી વિચારી શકતા તો બીજા માટે શું સારું વિચારવાના છો?

    આવો ..... આપણા કુટુંબની સ્ત્રીઓ માટે થોડી ક્ષણો નહિ,

    આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ.....

    અને અત્યાર સુધી જે બન્યું હોય એ, પણ હવે આપણો સમય છે. આપણે બદલાવ લાવવાનો છે.

    માફ કરજો, કોઈના અંતર આત્માને વધારે ઠેસ પહોચી હોય તો કારણ કે હું આવો જ છુ, જીદ્દી કારણ કે મારા કામ અને શબ્દો માં પણ હું જ છુ માટે હું બદલાવ માટે હમેશા પ્રયત્ન કરીશ પણ સાથે ખુશી પણ છે કે હું આવા રૂઢિચુસ્ત વિચાર માં નથી માનતો.

    એકવાર વિચાર કરજો મારી વાત પર...

    સ્ત્રી એટલે...

    પાંચ વર્ષના બાળક સાથેTechnology અપનાવે...પતીની સાથે આજ કાલનેજીવે અને આવતીકાલનુંWell Planing કરે...સાઠ વર્ષના સાસુ સાથેમીઠા ઠપકા સાથે કરકસર કરે...એસી વર્ષના વડ સાસુની સેવાપણ કરે ને એમની આધ્યાત્મિકવાતોનું અનુકરણ પણ કરે...આમ એક જ ભવમાં ચાર ચારRole ને હસતાં હસતાં પુરાકરતું જગતનું અનન્ય પાત્રએટલે સ્ત્રી..

    કાલે તમને જીવનસાથી તરીકે કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે,

    પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો.

    આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે, એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે, એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી, એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી, એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો…

    આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે…

    પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો, એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે, એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય…

    તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે. એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે...એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,

    જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.

    એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં... હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ,કેમ કે તમને જ નહિ ગમે.

    કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે…

    એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે... બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો…

    તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ,

    તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે,

    તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ...

    એકવાર વિચાર કરજો મારી વાત પર...

    ***