2 shining hearts - Chapter - 3 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts) 3

પ્રકરણ ૩

નવી આશા

મારા ભાઇના મૃત્યુ પછી હું દિશા સાથે જ ભિખ માંગવા જતો હતો. અમે રોજ અમારા ઝુંપડાવાળા વિસ્તારથી લગભગ ૨ km દુર એક બજાર આવેલી હતી. ત્યાં એક મેન રોડ હતો અને તેની બંને બાજું ઘણી બધી દુકાનો હતી. ત્યાંની મોટાભાગની દુકાનો ૯:૩૦ પર ખુલતી હતી. અહીંયા લગભગ ૧૦:૩૦થી તો ખુબજ ભીડ જોવા મળતી હતી અને જો રવિવાર હોઇ તો હાલવાની પણ જગ્યા ન મળે. હું અને દિશા ૯ વાગ્યા આજુ-બાજુ ઘરેથી નિકળતા. અમે 9:૩૦ પર ત્યાં પોહોચી જતા. ત્યાં ઘણી બધી દુકાનો હોવાથી અમે અઠવાડિયામાં દરેક વારે અલગ-અલગ દુકાનો પર જતા. દુકાન પર કોઇ દુકાનદાર રૂપિયા આપતુ જ્યારે કોઇ ન પણ આપતું પણ અમને અહીંથી ૧૨:૩૦ સુધિમા દરરોજના બંનેને ૬૦-૭૦ રૂપિયા મળી રહેતા હતા.

બપોરના સમયે અમે તે બજારથી થોડે દૂર એક મોટું ટ્રાફિક સર્કલ હતું. તેમા વચ્ચે અક સરસ મજાનુ ગાડર્ન હતું. અહીં ગાર્ડની ફરતે ઝાડ આવેલા હતા, અને દરેક ઝાડ નીચે બેસવાના બાકડાઓ આવેલા હતા. તેની મધ્યમાં એક મોટો ફુવારો આવેલો હતો. જે મોટા ભાગે કોઇ તેહવાર કે પછી રવિવારના દિવસે શરુ કરતા. ત્યાં એક સાઇડ રમવા માટે હિચકા અને લસરપટ્ટી હતી અને બાકીના વચ્ચેના ભાગમાં લીલું ઘાસ આવેલું હતું. અમે ત્યાં ઝાડની નીચે બપોરે જમવા માટે જતા હતા. જમીને પછી અમે બન્ને ત્યાં જ હિચકા પર જુલતાને વાતો કરતા અને ક્યારે 4 વાગી જતાએ ખબર જ ન રહેતી.

સાંજના સમયે અમે ત્યાં નજીક માં એક મોટો મોલ હતો ત્યાં જતા હતા. ત્યાં નાસ્તાની, કપડાંની, સલુન, રમકડાની મોટી મોટી દુકાનો આવેલી હતી અને મોલમાં સિનેમા પણ હતું. ત્યાં મોલથી થોડે દુર બેસવા માટે બેન્ચીસો હતી. તેની પાછળ એક પછી એક બેન્ચીસ મૂકીને લાઈટોના થાંભલા હતા, તેમની વચ્ચેની જગ્યામાં છોડવા હતા અને તેની પછી વાહન મૂકવાનું મોટું એવું પાર્કિંગ અને પાર્કિંગને અડીને મેન રોડ હતો. ત્યાં સાંજના સમયે ઘણા લોકો આવતા હતા. એટલે સાંજના સમયે અમે ત્યાં માંગવા જતા હતા. ત્યાં અમે બધા લોકો પાસે જ ભીખ માંગતા હતા. અમે લગભગ ૮ વાગ્યાં સુધીમાંતો મોલ પાસેથી જ ૪૦-૫૦ રૂપિયા માંગી લેતા હતા એટલે રોજના ૧૦૦ ઉપર આરામથી થઇ જતા હતા. ૧૦૦ ઉપર રૂપિયા થઇ જાય એટલે અમે ઝુપડી પર પાછા ફરતા…

સાંજે જમીને પછી ૮:૩૦ વાગે હું અને દિશા બંને ત્યાં હાઇવે નજીક બેઠા બેઠા મોડે સુધીય વાતો કર્તા અને પછી પોતાની ઝૂંપડી પર પાછા ફરતા હતા. આમ આવી રીતે મારા દિવસો ખુબ જ સારા જવા લાગ્યા હતા. કોઈ ટેન્શન હતું નહીં. હું જયારે દિશા સાથે હોવ ટાઇમ ક્યા જતો એ મને ખબર જ ન રહેતી…..

***

એક દિવસની વાત છે. તે સમય ન્યુ યર પહેલાંનો હતો. હું અને દિશા સવારના સમયે માર્કેટ પર પોંહચીયા. ત્યારે બધા લોકો બજાર માંથી કપડાં, બુટ અને ઘર માટે મીઠાઈઓ એવું ખરીદી રહ્યા હતા.

આ બધું જોઈ દિશા નિસાસા સાથે બોલી “લોકો દરેક ન્યૂ યર પર નવા-નવા કપડાં ખરીદે પણ આપણે એવું કોઈ દિવસ ન આવે. આવા દિવસો ક્યારે આવશે.”

(હું થોડીવાર વિચારીને પછી બોલ્યો.)

“તારે નવા કપડા લેવા છે? હું તને અપાવીશ….” મેં ગર્વ સાથે કહ્યું

“કઈ રીતે?” આશ્ચર્ય સાથે તેને પૂછ્યું.

“હું હવે રોજ ૧૦૦ રૂપિયા ઉપર થાઇ જે પૈસા એ તારા માટે ભેગા કરીશ અને તને તુ કે તેવા કપડા લઇ દઈશ.” મેં તેને હાસ્ય સાથે જવાબ આપ્યો.

(પેહલા તો તે આશ્ચર્ય સાથે મારી સામે જોઈ રહી અને પછી બોલી.)

“તું મારી માટે ભેગા કરીશ!!!”

“હા, મને તને ખુશ જોવી ખુબ જ ગમે.” મેં કહ્યું.

આ વાત સાંભળી તેના બે હાથ વડે મારો હાથ પકડીને મારી આંખમાં આંખ પરોવીને કહ્યું.

“તેગી, મારા માટે આવું કોઈએ કહ્યું નથી. થૅન્ક યુ, મને આવી કોઈ પરવા નહીં કે તું મારે માટે લે બસ તુ હંમેશા સાથે રહીશને?.”

મેં ઊંડો શ્વાસ લીધો અને મારો બીજો હાથ તેના હાથ પર રાખી ને સ્મિત સાથે કહ્યું.

“હા, હંમેશા રહીશ.”

પછી અમે માર્કેટ માં જુદી જુદી દુકાનો પર માંગવા વયા ગયા. તે દિવસે મેં માર્કેટ માંથી જ ૧૧૭ રૂપિયા માંગ્યા હતા. મેં વિચાર્યું કે આજે હું મોલ પર જાવ ત્યારે દિશાને કાંઈક ખવરાવીશ. બપોરે અમે ગાર્ડન પર ગયા. ત્યાં મેં મારો જમવાનો ડબ્બો અને પાણી ની બોટલ કાઢી ત્યારે મેં જોયું કે થેલી ધસડાવાને કારણે થોડી ફાટી ગઈ હતી. મેં ત્યાંથી એક દોરી ગોતી. તેને બાંધી અને પછી હું અને દિશા સાથે લાગ્યા. જમીને પછી મેં ડબ્બો ધોઈ ને પછી તેમાં ૧૦૦ રૂપિયા નાખી દીધા અને બાકીના રૂપિયા ખીચામાં રાખ્યા.

સાંજના સમયે અમે મોલ પાસે ગયા ત્યાં પણ તહેવારને કારણે ખુબ ભીડ હતી મેં લગભગ ૨-૩ કલાક માં જ મેં ૬૭ રૂપિયા માંગી લીધા પછી હું એક નાસ્તાની દુકાન પર ગયો અને ત્યાંથી ૬૦ રૂપિયાની બે દહીંપૂરીની ડીશ લીધી. દિશા મોલ ની સામે પાર્કિંગ પાસે રહેલી બેંચીસ પાસે બેઠી પૈસા ગણી રહી હતી. મેં બંને ડીશ મારી પીઠ પાછળ સંતાડી દીધી પછી તેની પાસે ગયો અને તેને કહ્યું.

“દિશા એક સરપ્રાઈઝ છે તારી આંખ બંધ કરને.”

“કેમ? તારી પાછળ તું શું સંતાડે છો?” તેણે મને આશ્ચર્ય સાથે પૈસા ગણતા ગણતા પૂછ્યું.

“અરે, કરને તને કંઈક ગમતી વસ્તુ છે”

“ સારું”

તેણે આંખ બંધ કરી મેં બંને ડીશ બેંચીસ પર મૂકી અને પછી મેં એક દહીંપુરી લઈને અને તેને મોઢું ખોલવા કહ્યું અને તેના મોંમાં મેં દહીંપુરી મૂકી દીધી તેણે આંખો ખોલી અને ખાતાં-ખાતાં બોલી.

“વાહ, કેમ આજે શું છે તો તું આ લાવ્યો?”

મેં કહ્યું “આજનો દિવસ મારા માટે ખુબ જ સારો હતો અને હું ખુબ જ ખુશ છું. આજનો આ નાસ્તો આપણી કોઈ દિવસ ન તુટનારી દોસ્તી માટે.”

તે હસવા લાગી અને પછી અમે બંને તે ખાઈ ને ઝૂંપડી તરફ ચાલવા લાગ્યા. અમે જયારે ઝૂંપડી તરફ પહોચીયા અને મેં થેલી માં જોયું ત્યારે ખબર પડી કે ડબ્બો ખુલ્લી ગયો હતો અને મોટાભાગના પૈસા પડી ગયા હતા. મેં થેલીમાંથી કાઢીને રૂપિયા જોયા તો તે ખાલી ૧૨ રૂપિયા હતા અને મારા ખીચામાં ૨૩ રૂપિયા હતા. દિશા એ મને હસતાં કહ્યું.

“ચિંતા ના કર આજનો દિવસ તારો ખરાબ નથી તે જ મને કહ્યું હતું ને મારી પાસે વધારે જ છે.”

(એમ કહીને તેણે બાકીના ઘટતા રૂપિયા આપી દીધા.)

“મને માફ કરજે, પણ હું તને પાછા આપી દઈશ.” મેં કહ્યું.

“હા, કોઈ વાંધો નહીં. તું બસ મને કપડા લઇ દેજે.” તેણે હસ્તા હસ્તા ક્હ્યુ.

હું પછી મારી ઝૂંપડી તરફ ગયો અને તે તેની ઝુપડી તરફ ગઈ. મેં ઘરે બધા રૂપિયા મારા પપ્પાને આપ્યા. મારી બહેને જમવાનું બનાવ્યું હતું. તે ખાધું અને પછી હું દરરોજ ની જેમ દિશાને મળવા હાઇવે રોડ પાસે ગયો. હું ત્યાં થોડીવાર ઉભો રહ્યો પણ તે આવી નહીં. થોડીવાર પછી હું તેના ઝૂંપડા તરફ ગયો. તો મેં દૂરથી જોયું કે તેના પપ્પા તેને મારી રહ્યા હતા અને તે બોલી રહ્યા હતા તે સંભળાઈ રહ્યું હતું. તેઓ કહી રહ્યા હતા કે કેમ રૂપિયા પુરા નથી લાવી. તારો ભાઈ કહેતો હતો કે તું કોઈક સાથે નાસ્તો કરી રહી હતી. તને ખબર નહીં પડતી કે ઘરમાં પુરા પૈસા દેવા જોઈએ. પછી તેના પપ્પા એ કહ્યું, હાલ બહાર નીકળ આજ તને ખાવા નહીં મળે.

હું આ બધું જોઈ રહ્યો હતો. મને ખુબ જ દુ:ખ થયું. આ બધું જોઈને, કે તેણે મારા માટે આવું કર્યું. મને મારા પર નફરત થઇ ગઈ કે જેને હું હસતી જોવા માંગુ છું. તે મારા લીધે જ રડી રહી છે અને પછી મેં જોયું કે તે રડતી રડતી બહાર આવી અને મેં તેને બોલાવી પણ તે દોડવા લાગી. હું તેની પાસે ગયો મેં મારા ટિ-શર્ટથી એના આંસુ લૂછ્યા તેના ગાલ લાફટો પડવાને કારણે લાલ થઇ ગયા હતા અને આંખો પણ લાલ થઇ ગઈ હતી. મેં તેને ત્યાં થોડીવાર બેસવા કહ્યું. પછી હું મારી ઝૂંપડી પરથી થોડું વધેલું જમવાનું લઇ આવ્યો અને તેને દીધું અને દુઃખ સાથે મેં કહ્યું.

“કેમ તે આવું કર્યું તારી પાસે રૂપિયા ન હતા તો પણ કેમ તે મને આપ્યા. તને મારા લીધે કેટલી મારી તારા પપ્પાએ. તારે આવું ન કરવું જોઈએ. મને તારા માટે ખુબ જ દુ:ખ થયું.”

“હું પણ તને હસતો જ જોવા માંગુ છું. જો તને તારા પપ્પા મારેત તો મને પણ ના ગમેંત. એટલે મેં તને ના મારે, માટે મારા પૈસા આપી દીધા.” તેણે આંસુ લૂછતાં-લૂછતાં કહ્યું.

તે દિવસે મેં અને તેણે મોડે સુધી વાતો કરી અને પછી હું તેની સાથે જ બહાર સુઈ ગયો.

***

દિશા સાથે બનેલી તે દિવસની ઘટનાથી હું ખુબ ટેન્શનમાં હતો. મને થતું કે કદાચ આખી જિંદગી આમ જ પસાર થઇ જશે અને કંઈ નહી થાય. હું માંગતો રહીશ અને એક દિવસ મરી જઈશ. હું કંઈ કરવાનું વિચારી રહ્યો હતો. ત્યાં જ એક દિવસ હું મોલ પાસે માંગતો હતો ત્યારે મેં એક વૃદ્ધ માંણસને હાથમાં પૈસા ગણતા ગણતા બહાર નીકળી રહ્યા હતા. હું તેમની પાસે ગયો અને હાથ લંબાવી પૈસા માંગ્યા અને કહ્યું.

"મહેરબાની કરીને મને થોડા પૈસા આપો, ભગવાન તમને મદદ કરશે."

(સામાન્ય રીતે તો એવું બનતું કે લોકો રૂપિયા આપે અથવા તો અવગણના કરી દેતા પણ તે હસવા લાગ્યા અને મને કહ્યું.)

“હું તેને રૂપિયા કરતા પણ કાંઈક વિશેષ આપું તો…. હું તારું એડમિશન સ્કૂલમાં કરાવી દવ અને તું ભણીને પછી કમાઈને જાતે જ રૂપિયા બનાવી લેજે અને જોતું સ્કૂલ જઈશ તો તને સારા કપડાં પણ મળશે, સ્કોલરશીપ પણ મળે તો કદાચ થોડા સમય પછી માંગવાની પણ જરૂર ન પડે.”

મેં પણ હસતાં હસતાં કહ્યું “સાહેબ, આવું તો બધા કે પણ કોઈ મદદ ન કરે. મને પણ માંગવુ નહીં ગમતું પણ જો હું નહીં માગું તો હું ખાઈશ શું. મારે માટે કોઈ કાંઈ નહીં કરે.”

તેમણે મારી સામે એકધારું જોયું અને પછી કહ્યું. “તારું નામ શું છે? તું કેટલાં વરસનો છે?”

“તેગી, હું ૧૦ વરસનો હઈશ, તમારું નામ?” મને પણ વાત કરવાની મજા પડી એટલે મેં પણ પૂછ્યું.

“મારુ નામ વીરસિંહભાઈ છે. તારે જો ભણવું જ હોઈને તો કાલે આજ જગ્યા પર સવારે વહેલો આવી જજે. હું તારું એડમિશન કરાવી દઇશ.”

મેં તેમની આંખોમાં જોયું અને કહ્યું “સારું, તો હું કાલે પાકું આવીશ.”

પછી હું અને દિશા ઘરે જઈ રહ્યા હતા ત્યારે મેં તેને બધી વાત કરી. દિશાએ મને કહ્યું કે એ ભાઈ ખોટુ બોલતા હશે કઈ કોઈ કરે નહીં.

મેં તેને કહ્યું જો હું કંઈ નહીં કરું ને તો હું આખી જિંદગી ભીખ જ માંગીશ જો તેમણે મદદ કરી તો… દિશા એ કહ્યું કે સારું, તને ઠીક લાગે તેમ કર.

***

પછીના દિવસે હું સવારમાં વહેલા જાગી ગયો. મારી બહેન કાંઈ જાગી હતી નહીં. કાલ રાત નું જે કાંઈ થોડું જમવાનું પડ્યું હતું તે ખાઈને પછી હું મારી બહેનને કહીને નીકળી ગયો. હું ત્યાં મોલ પાસે પોહોંચ્યો પણ કોઈ હતું નહીં. હું ઘણી વાર ઉભો રહ્યો પણ કોઈ આવ્યું નહીં, પછી અંતે હું કંટાળીને જયારે જતો જ હતો. ત્યાં તે ભાઈ આવ્યા અને મને કહ્યું.

“હું ક્યારનો આવી ગયો હતો પણ હું તને જોતો હતો કે તું કેટલી રાહ જોઈ શકે છે. સારું, તેગી તું સામે પડેલી કારમાં બેસી જા.”

એવું કહીને તે હસવા લાગ્યા અને હું તેમને જોતો જ રહ્યો પછી તે વાઈટ કલરની કાર પાસે ગયો. હું કોઈવાર કારમાં બેસેલો નહિ એટલે મને કંઈ કારનો દરવાજો ખોલતા પણ આવડતું ન હતું. હું ત્યાં જ ઉભો રહ્યો અને થોડી જ વારમાં તે પાણી ની બોટલ લઇને આવ્યા મને કીધું કે પાણી પીવું છે. મેં ના કહ્યું પછી તેણે દરવાજો ખોલી આપ્યો અને હું તેમાં બેસી ગયો. અમે એક ગવેર્નમેન્ટ સ્કૂલ પર ગયા. ત્યાં પ્રિન્સિપાલ વીરસિંહભાઈના કોઈ સબંધી હતા.

તે સ્કૂલમાં બે ફ્લોર હતા, તેની સામે મોટું એવું રમવા માટે ગ્રાઉન્ડ હતું, ત્યાં સ્કૂલની ડાબી તરફ નાની એવી દુકાનમાં કેન્ટીન હતી અને સ્કુલની ફરતે ખુબ જ ઝાડવાં હતા. ત્યાં નીચે ૧૦ ક્લાસ રૂમ હતા. તેમની વચ્ચે એક પ્રિન્સિપાલની ઓફિસ અને સ્ટાફ-રૂમ હતો અને ઉપરના ફ્લોરમાં બીજા ૧૨ ક્લાસ રૂમ હતા. હું અને વીરસિંહભાઈ તે સ્કૂલની પ્રિન્સિપાલની ઑફિસમાં ગયા. ત્યાં તેમને મારા ભણવાં વિષે વાત કરી અને ત્યાં મારુ એડમિશન થઇ ગયું. મને ત્યાં પહેલા ધોરણમાં એડમિશન મળ્યું હતું પણ ત્યાં અડધું વરસ તો વયુ ગયું હતું. તો પણ મને લઇ લીધો હતો. ત્યાંથી મને સ્કૂલ ડ્રેસ, એક સ્કૂલ બેગ, ચોપડીઓ, આઇ-કાર્ડ અને દર વર્ષે સ્કોલરશિપ માટે એક બેન્ક એકાઉન્ટની પાસબુક મળી. મને વીરસિંહભાઈએ કહ્યું કે મારું કોઈ કામ હોય તો પ્રિન્સિપાલને કઈ દે જે તે મારો સંપર્ક કરી દેશે. આમ કહી ને પછી તે મને માર્કેટ પાસે મૂકી ગયા અને હું મારા રોજીંદા જીવન ની જેમ માંગવા વયો ગયો.

***

હું જ્યારથી સ્કૂલ જવા લાગ્યો ત્યારથી હું અને દિશા સ્કૂલ પૂરી થાય પછી અમે ગાર્ડન પર જ મળતા હતા. મને શરૂઆતમાં ભણવામાં પ્રોબ્લેમ ખુબ જ પડતો પણ પછી ફાવી ગયું. સ્કૂલ પર જવાથી મને વાંચતાં અને લખતાં બંને આવડી ગયું. હું ગાર્ડન પર દિશાને પણ થોડું શીખવતો અને પછી સાંજે મોલ પર જઈએ અને પછી સાથે ઘરે જતા હતા. મારે સ્કૂલને લીધે હું પુરા પૈસા માગી શકતો નહતો એટલે મારે દિશા પાસેથી માંગવા પડતાં પણ એ મને ગમતું નહીં .

શનિવાર પર અમે વહેલાં સ્કૂલ પરથી છુટી જતા હતા એટલે હું ગાર્ડન પર જ વયો જતો. ત્યાં એક વાર મેં એક ભાઈને જોયા. જે પ્લાસ્ટિકની બોટલ, થેલીઓ વીણી રહ્યા હતા. હું તેની પાસે ગયો અને હું જેમ પૈસા માંગતો હતો તેમ માંગ્યા. તેણે પેલા મારી સામે જોયું અને કહ્યું કે હું તને કંઈ કારણ વગર પૈસા ન આપુ. મારા પૈસા મારી મહેનતના છે પણ જો તું મને બોટલો અને પ્લાસ્ટીકની કોથળીઓ વીણવામાં મદદ કરે તો હું તને આપીશ. મેં તેની મદદ કરી પછી જયારે મેં તેને પ્લાસ્ટિકની બોટલ અને થેલીઓ ભેગી કરીને તેને આપી ત્યારે તેણે મને ૧૫ રૂપિયા આપ્યા. મને પહેલા આશ્ચર્ય થયું કેમ આટલા બધા? પછી મેં તેને કહ્યું કે હું તમને રોજ ભેગું કરીને આપું તો… તેણે કહ્યું કે સારું, તું મને માર્કેટ છે ત્યાં આપી જજે. હું તને રોજના ૫૦ રૂપિયા આપીશ. હું ખુબ ખુશ થઇ ગયો કારણ કે હવે દિશા પાસેથી પૈસા માંગવાનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો હતો.

હવે જયારે હું સવારે વહેલા ઘરેથી નીકળતો હતો ત્યારે માર્કેટ પરથી જતો અને બધી પ્લાસ્ટિકની વસ્તુ વીણીને કોથળામાં ભરી લેતો. હું સ્કૂલ પર પણ કેંટીન પાસેથી બધી પ્લાસ્ટિકની વસ્તુ લઇ લેતો અને પછી હું પ્લાસ્ટિકનો કચરો તે ભાઈની દુકાન પર દઈ આવતો. તેમાંથી મને પૈસા મળતા અને હવે મારે ભીખ માંગવી ઓછી પડતી હતી.

એક વાર મારા પ્રિન્સિપાલ મને પ્લાસ્ટિકનો કચરો વીણતા જોઈ ગયા. તેણે મને પછીના દિવસે જયારે સ્કૂલમાં સવારે ગ્રાઉન્ડમાં પ્રાથના પુરી કરી બધાયે પછી મને પ્રિન્સીપાલે બોલાવી મને ૫૦૧ રૂપિયા આપી મારું સન્માન કર્યુ. હું ખુબ જ ખુશ થઇ ગયો. જયારે રજા પડી ત્યારે હું તે પૈસા લઇ માર્કેટ ગયો અને મીઠાઈ અને દિશા માટે કપડાં લીધા પછી જયારે હું ગાર્ડન ગયો ત્યારે મેં તેને આપ્યા તે ખુબ ખુશ થઇ ગઈ. મેં અને તેણે મીઠાઈ પણ ખાધી બાકીની વધેલી મીઠાઈઓ હું ઘરે લઇ જઇ મારી બહેન અને ભાઈને પણ આપી. તે બંને પણ ખુબ ખુશ થઇ ગયા…

***