Are ek VIRUS thi vintada aapne books and stories free download online pdf in Gujarati

અરે! એક “VIRUS”થી વીંટાયાં આપણે..

"અરે! એક “VIRUS”થી વીંટાયાં આપણે.."

એક એવા જીવલેણ "VIRUS"ની વાત કરવા જઈએ છે જેને આજે વિશ્વભરમાં આતંગ મચાવ્યો છે અને એ જ "VIRUS"નો આપણે કયારેક ને કયારેક તો શિકાર બન્યા જ છીએ. શબ્દો કદાચ અઘરા લાગે પરંતુ ભાવાર્થ એકદમ સીધો ને સાદો છે. વાત છે અહીંયા કળિયુગના મહાખાતરનાક "VIRUS"ની જેનું નામ આપણે બધા એ આપ્યું છે એ છે "ચિંતા"... બરાબર ને? સાચું કીધું ને મેં??

"શબ્દની જુગલબંદી છે સાહેબ બાકી આ "ચિંતા" શબ્દ કેટલો નાનો લાગે છે ને! પરંતુ દુનિયાનો સૌથી ખતરનાક શબ્દ કહેવાય, જે કોઈને ગમતો નથી. બધા દૂર જ રહેવા ઈચ્છે છે આ "ચિંતા"થી.

"ચિંતા" શબ્દ સાંભળતા જ મનમાં કેવા ભાવ ઉદ્ભવે છે ને! બાળપણથી જ આપણે આ શબ્દ સાથે વણાઈ ગયા છીએ. બાળકોને ભણવાની ચિંતા, જુવાનીઓને નોકરીની ચિંતા અને સાથે સારી છોકરી મળે એની ચિંતા, છોકરીને સારો વર મળે એની ચિંતા ને વજન ના વધી જાય એની ચિંતા, ઘર-સંસાર ચલાવતા માણસને ઘર ચલાવવાની ચિંતા, ગૃહિણીઓને ઘરકામની ચિંતા, બિઝનેસમેનને પ્રોફિટની ચિંતા, રાજકારણીઓને ખુરશીની ચિંતા, નોકરિયાતને પગાર વધશે કે નહિ, પ્રમોશન મળશે કે નહિ એની ચિતા, ઘરડા બા--દાદાઓને પરિવારની ચિંતા, જેને બધું મળી ગયું છે એને બધું મળેલું સાચવી રાખવાની ચિંતા.. ETC ..... આમ ગણવા જઈએ તો બધા જ આજકાલ ચિંતા માં જ જીવે છે.

૨૧મી સદીમાં જેમ ટેકનોલોજીએ અધધધ.... પ્રગતિ કરી છે ત્યારે હવે મારે બધા જ વૈજ્ઞાનિકોને કેહવું છે કે સાહેબ હવે આ "ચિંતા" દૂર કરવાનું મશીન બનાવો એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઇ જાહે. ચિંતાના વાદળો વધારે ને વધારે ઘેરાતા જાય છે ને માણસ વધારે ને વધારે વિચારતો થઇ ગયો છે. જોવાનું એ છે કે આ ચિંતાના વાદળો જન્મે છે ક્યાંથી? કોણ આપે છે આ ચિંતા?? માર્કેટમાં ક્યાંય વેચાતી મળે છે? શું આપણે એને ખરીદવા જઈએ છે? નહિ ને???? છતાં એ આપણી પાસે આવી જ જાય છે ને આપણને શોધી જ લે છે.

કળિયુગનો કાળામાથાનો માનવી હોય, એની પાસે દુનિયાની દરેક વસ્તુ, જાહોજલાલી ને સુખ-સગવડ હશે, બધી જ રીતે સુખી હશે, જીવનમાં જોઈતું બધું જ મળી ગયું હશે, છતાં પણ માણસ ને કોઈકને કોઈક વાતની "ચિંતા" હશે જ એ ૧૧૦% ની વાત છે દોસ્ત. માણસની પ્રકૃતિ છે સાહેબ, કોઈક ને કોઈક ચિંતા એને કોરી જ ખાય છે ભલે ને એ દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ જ કેમ ન હોય ! ઘણીવાર આપણે વિચારતા પણ હોઈએ છે અને એકલા બેઠા સવાલ પણ કરીએ છીએ કે, "હું જ મળ્યો તો તને ભગવાન?? આટલું બધું સહન કરવાનું, દુઃખ, ચિંતા ને બધું મારા જ નસીબમાં લખ્યું છે તે?? અને બીજું ઘણું બધું... અરે! દોસ્ત, એમાં ભગવાનને કેમ પૂછવાનું?? તકલીફ ક્યાં છે ખબર છે?? ચાલો જોઈએ,...

માણસને "સંતોષ" નથી અને એટલે જ જે મળ્યું છે એ માણવાના બદલે જે નથી મળ્યું એ પામવામાં લાગી જાય છે અને એ કયારે મળશે, કેવી રીતે મળશે, શુ કરીશું, આગળ એ બધાના વિચારો કરવામાં જ "ચિંતા" નામનો શત્રુ ઘર કરી જાય છે. એવું નથી કે બધું મળી ગયા પછી ચિંતા નથી થતી, એ તો થાય જ છે દોસ્ત,. પામ્યા પછી એ ખોવાઈ ના જાય એની ચિંતા હોય છે સાહેબ. માણસ "સિદ્ધાંતો"ને ભુલ્યો છે એટલે તકલીફ છે દોસ્ત. હવે એમાં ભગવાન શું કરે???

શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલું એ મહાજ્ઞાન "શ્રીમદ્ભાગવત ગીતા" સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે એમાં આપણને જીવનની દરેક પરિસ્થિતમાંથી બહાર કેવી રીતે નીકળવું એના માર્ગ પ્રભુએ ખુદ બતાવ્યા છે તો પછી ક્યારેક એ જ્ઞાનનો સહારો લઈએ તો આપણા જીવનની હાલકડોલક થતી નાવને કિનારો ન મળી શકે??? મળે જ ને દોસ્ત... પરંતુ આપણે છે ને થોડા આધ્યાત્મિક માર્ગથી દૂર થતા ગયા છીએ. જરૂર છે તો એક સાચા પ્રામાણિક સિદ્ધાંતોની, સાચી નીતિમત્તાની, સુઘડ વિચારોની, અમુક મર્યાદાઓની અને એક મજબૂત મનોબળની... કહેવાય છે ને કે જે વ્યક્તિનું મનોબળ મજબૂત હોય તો એ કઠોર પરિસ્થિતિમાં પણ પોતાની જાત પર કાબૂ મેળવી શકે છે અને એ જ પરિસ્થિથિનો સામનો ખુબ હિંમતભેર કરે છે. હવે વિચારો, આવી વ્યક્તિનું "ચિંતા" નામનો શત્રુ શું બગાડી શકવાનો??? સૌથી વધારે તકલીફ તો ત્યાં પડે છે જયારે આપણે તણાવ-ચિંતા, તકલીફમાં કે ઉતાવળમાં મગજને શાંત રાખ્યા વિના આડાતેડા નિર્ણયો કરી લઈએ છે અને એ જ નિર્ણયો આપણને સમય જાતે વધારે ચિંતાનો ભોગ બનાવે છે.

એક સાચી અને મહત્વની વાત: "દુનિયાભરનું જ્ઞાન બધા જ પાસે છે, બધાને બધું જ ખબર છે જે વાત આપણે અહીં કરી છે એ બધું જ, બધા જ સિદ્ધાંતોની જાણ છે, પાપ-પુણ્ય શું છે એ પણ ખબર છે, સાચું-ખોટું શું છે, ચિંતા કરવાથી કાંઈ જ વળવાનું નથી, સમય સાથે બધું જ ઠીક થઇ જાય છે ETC ...... તો પછી ફરી તકલીફ ક્યાં પડે છે દોસ્ત??? "બસ જરૂર પડે બધું જ જ્ઞાન હવામાં ગોળીની જેમ ગાયબ થઇ જાય છે. તકલીફનાં સમયે આપણને જ્ઞાનની ત્વરિત પ્રતીતિ નથી થતી અને આવેલી તકલીફ માંથી નીકળવા માટે આપણે પ્રામાણિકતા, નીતિમત્તા, સચ્ચાઈ બધું જ બાજુ પર મૂકી "SHORT CUT " શોધવા લાગી જઈએ છે કે જીવનમાં આવેલી આ મૂંઝવણનો નિકાલ જલ્દીથી થઇ જાય અને "ચિંતા" દૂર થાય, અરે! દોસ્ત, એમાં થાય છે શું ?? ચિંતા, તણાવ અને તકલીફો વધી જાય છે કારણ??? સિદ્ધાંતો છોડ્યા, સચ્ચાઈ છોડી, પછી તકલીફો વધશે જ એમાં ભગવાન પણ કઈ નહિ કરી શકે. આપણે આ હકીકત જાણતા હોવા છતાં એને સ્વીકારી નથી શકતા ને ત્યાં પડે છે તકલીફ દોસ્ત."

"ચિંતા" શબ્દને "શાંતિ"માં કન્વર્ટ કરવા શું કરવું એ બહુ અગત્યનું છે અને એ જ આપણે કરતા નથી પછી "શાંતિ" ક્યાંથી માને?? આપણે કોઈ મોટા ફિલિસોફર નથી કે મહાજ્ઞાની નથી કે નથી કોઈ જાતના એવા ખાસ અનુભવી નથી, છતાં મારા મતે ચિંતાનું સૌથી મોટું કારણ "અસંતોષ", પોતાની જ જાતની અવગણના, પોતાની જાતની બીજા સાથેની સરખામણી, માણસની પરિસ્થિતિ સામેની અસ્થિરતા, નબળું મનોબળ, જીવનમાં આવતી અણધારી તકલીફ, જે તકલીફનો સામનો કરવા આપણે પ્રત્યક્ષ ક્ષણે તૈયાર હોતા નથી. જીવનમાં જયારે જયારે કોઈ પણ તકલીફનો સામનો કરવો પડે ત્યારે આપણે "નિરાશા", "અસંતોષ", "ચિંતા"ની અનુભૂતિ કરીએ છે. તકલીફ ત્યારે જ વધારે પડે જયારે આપણું મગજ એ તકલીફનો સામનો કરવા તૈયાર જ નથી હોતું.

બીજી એક મહત્વની વાત જે દરેક વાતની ચિંતાનું મૂળ છે. ખબર છે એ વાત કાંઈ?? "COMPARISON " બરાબર ને? આપણે જે મળ્યું છે એમાં ખુશ નથી રેહવું પરંતુ બીજાને જે મળ્યું છે એ આપણને કેમ નથી મળ્યું અને એ મેળવવા માટે આપણે એવી દોટ મૂકીએ છીએ કે એમાં આપણને જે મળ્યું છે એ કેટલું કિંમતી છે એ જોવાનો સમય જ નથી રહેતો. હવે આવી પરિસ્થિતિમાં આપણે ભગવાનનો વાંક કાઢીશું ??? શું કરે ભગવાન?? એમને એ બધું જ તમને આપ્યું જે તમે ઇચ્છતા હતા, જેના તમે હકદાર હતા, હવે આપણને જે સર્વશ્રેઠ મળ્યું છે એને "FEEL" કરવાનો સમય નથી પરંતુ જે નથી મળ્યું એના માટે પ્રભુની સામે ફરિયાદ કરવાનો સમય છે એમાં ભગવાન શું કરશે?? હવે તો ભગવાન પણ "CONFUSE " થઇ ગયા છે કે આ કળિયુગમાં ચાલી શું રહ્યું છે!!!

તમને થશે કે લખવું, બોલવું અને ફિલોસોફર બનવું બહુ સહેલું છે બેન, એકવાર તકલીફનો સામનો કરો એટલે ખબર પડે!

સાચી વાત છે તમારી દોસ્તો, માણસ જે અનુભવથી શીખે એ જ્ઞાન એ કયારેય ભૂલી નાં શકે અને એ અનુભવ જ એને બધા જ પાઠ ભણાવીને જિંદગીમાં સફળતાનાં શિખરો સર કરાવે સાહેબ, કોને તકલીફ નથી પડી?? કોને ચિંતા નથી આવી જીવનમાં?? કોને તકલીફ નથી પડી? પ્રભુ રામ, ભગવાન કૃષ્ણ, સતી સીતા, પ્રભુભક્ત નરસિંહ મેહતા, સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા ETC ....ચિંતા તો ભગવાનને પણ થઇ હતી જયારે સીતાનું અપહરણ થયું હતું પરંતુ ધૈર્ય, બુદ્ધિમત્તા, કુશળતા, પ્રામાણિકતા, નીતિમત્તા, સચ્ચાઈ અને વિશ્વાસ સાથે બધી જ ચિંતાઓના શત્રુઓનો સામનો કર્યો, હા, સમય લાગ્યો, નિષ્ફ્ળતા મળી, ખુબ દુઃખી થયા, હારી પણ ગયા અમુકવાર, પરંતુ વિશ્વાસને ડગવા નથી દીધો અને પ્રયત્ન ચાલુ રાખ્યા એટલે મળી ને સફળતા?? તો પછી આપણે તો એક કાળામાથાનું કળિયુગનું પ્રાણી છીએ સાહેબ, ચિંતા, તકલીફ, નિષ્ફળતા બધું આવશે જ. જોવાનું એ છે એક આપણે એવું તો કયું "ANTI - VIRUS " આપણામાં "DOWNLOAD " કરીએ કે આ "ચિંતા" નામના "VIRUS "નું નામો-નિશાન નાં રહે.

અત્યારે મેં જે કાંઈ પણ લખ્યું છે અથવા તો હું જે કાંઈ પણ લખું છું એ મારા દરેક લખાણ પાછળ મારી ભાવનાઓ, લાગણીઓ, મારુ માર્કિંગ, મારો મારી જાત સાથેનો એકાંતિક વાર્તાલાપ, સારા વ્યક્તિનો સંગાથ, મારો સ્વભાવ, વ્યક્તિત્વ, મારા સિદ્ધાંતો, મારુ વાંચન ને મારી "માં"(મોથેર INDIA ) બધાનું બહુ મોટું યોગદાન છે, બધાનું એક મિશ્રણ એટલે મારા શબ્દો દ્વારા કલમથી કાગળ પર ઉતરતી મારા મનની વાત તમારી સમક્ષ હું કાંઈ પણ રજુ કરું એ પહેલા હું એ શબ્દોને, લાગણીઓને અને મારી એક-એક વાતને દિલથી સમજુ છે અને અનુભવું છું સાથે જીવનમાં પણ ઉતારું છું પછી જ એ કલમ દ્વારા કાગળ પર આપની સમક્ષ રજુ થાય છે.

આજનો આ મહાખાતરનાક "VIRUS " આપણા મનમાંથી અને જીવનમાંથી દૂર કરવા આપશ્રી શું કરો છો અને તમારા હિસાબે શું કરવું જોઈએ એવા " ANTI - VIRUS "નો પ્રકાશ અમારી સમક્ષ પાથરો એટલે જરાક અમને પણ આમ જીવનમાં નવું જાણવા મળે, આપણા વિચારોની આપ-લે થાય એટલે ચર્ચા વધારે ઝામે ને! તો પછી આપના અભિપ્રાયમાં "સફર મારો સાથ તમારો"નાં એક નવા જ સફરમાં આપની સાથે...”

-બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪