Break Pachhi - 3 books and stories free download online pdf in Gujarati

બ્રેક પછી ૩

(3)

અમદાવાદથી દિવ આવી રહ્યા હતા ત્યારે બધા મસ્તીના મૂડમાં હતા. જોરજોરથી પંજાબી ગીત વાગી રહ્યા હતા. શેમ્પેઇનના શાવરમાં નાહવાની વાતો ચાલતી હતી. હાસ્યના ઠહાકાઓ બોલી રહ્યા હતા.

અગિયાર કલાકનો રસ્તો... ક્યારે પસાર થઈ ગયો ખબર જ ન રહી..

પણ દિવથી અમદાવાદનો રસ્તો એકદમ બોરિંગ લાગતો હતો.

કાર તેની પૂરપાટ ઝડપે અમદવાદ તરફ જઈ રહી હતી.

દિવ છોડી.. ઉના શહેર તરફ ગતિ કરી રહી હતી.

જાણે શરીર સાથે આત્મા પણ એક એક કિલોમીટર દૂર જઈ રહી હોય તેમ લાગતું હતું.

અદિતિ આટલા સમય પછી મળી.. ફરી જૂની યાદો.. બધાના મગજમાં રમી રહી હતી.

અનિકેત માટે એક એક ક્ષણ ભારે થઈ રહી હતી.

જે વ્યક્તિને ખૂબ ચાહી, જ્યારે તેને ખરા દિલથી કહેવાનો દિવસ આવ્યો, આખી કોલેજ સામે, કોલેજ શુ આખી દુનિયા,

આ બ્રહ્માંડ, એક એક કણને કહેવાની ઈચ્છા હતી કે

હું અદિતિને કેટલો ચાહું છું.

કેટલો પ્રેમ કરું છું. મારી ચીખના પડઘા આખા બ્રહ્માંડમાં સંભળાય એમ મારે કહેવું હતું.

તે ક્ષણથી લઈ આજ દિન સુધી જાણે બોજ લઈ ફરતો હતો.

અદિતિ ત્રણ વર્ષ પછી મને મળી.... મસ્તીખોર, બિન્દાસ....છોકરીને મેં સાવ ગુમસુમ જોઈ..

એક ક્ષણ તો તેને ભેટી એને કહી દેવાનું મન થઇ ગયું.

આઈ લવ યુ અદિતિ...આઈ લવ યુ સો મચ....

મને હવે છોડીને ક્યાં ન જતી..

"આઇ એમ સોરી.... અનિકેત.."રિયાએ કહ્યું.

અને અનિકેત ધ્યાનમગ્ન અવસ્થાથી બહાર આવ્યો.

"સોરી ફોર વોટ ?"

"તે દિવસે મેં મજાક ન કર્યો હોત તો આજે તમે સાથે હોત.."

"કિસ્મતમાં લખ્યું હોય તે થઈને જ રહે "

"તું ક્યારેથી કિસ્મત પર માનતો થઈ ગયો.."

"આજ ક્ષણથી...

જ્યારે હું તેનાથી દૂર જઈ રહ્યો છું. પાસે હોવા છતાં કેટલા દૂર હતા અમે..."

"એમ કહો, કેટલા દૂર હોવા છતાં પાસે હતા તમે....

તમારી બંનેની આંખોમાં એકમેક માટે નો પ્રેમ હજુ પણ યથાવત છે. રિયાએ કહ્યું.

"શુ લાગે છે રિયા આ ત્રણ વર્ષના સમય ગાળામાં તે અનિકેતને ભૂલી ગઇ હશે?" રોહને કહ્યું.

"ના એક ક્ષણ માટે પણ નહીં, તેના ઘરે જમવામાં પણ તેને અનિકેતને ભાવતી વાનગીઓ બનાવી હતી.

એ રાતે કઈ રીતે તેને અનિકેતને બર્થડે વિશ કર્યું...

અનિકેતને ક્યારે શુ જોઈએ..

તે અનિકેતના કહ્યા પહેલા જ તે આપી દેતી... એકદમ સાધ્વી જેવી, સરળ થઈ ગઈ છે. તેની વાતો ઘણી વખત સમજાય, ઘણી વખત ઉપરથી જતી હતી.

કોઈ જ્ઞાની બાબાની જેમ વાતો કરતી હતી...." રિયાએ કહ્યું.

"જે દિવસે, આપણે તેને નાગવા બીચ ઉપર મળ્યા, ત્યારે પણ એકલી જ બેઠી હતી..

આટલા વર્ષો પછી પણ, તેનો અહીં એક પણ મિત્ર નથી...

સ્ટ્રેનજ..." રાજે કહ્યું.

"એક વાત કહ્યું...

કોઈએ અદિતિને ઓરડાની ધ્યાનથી જોયું?"

"નહિ તો...હું તો તેના રૂમમાં ગયો જ નથી.." અનિકેતે કહ્યું.

"તેના રૂમમાં ઘણા બધા ન્યૂઝપેપરના કપાયેલાં આર્ટિકલ દિવલોમાં ચિપકાવ્યા હતા.

સ્ટેજ પર કઈ બોલી રહી હોય તેવો ફોટો પણ હતો....

આપણી અદિતિ મોટી લેખક બની ગઈ છે. લેખક..."

રિયાએ કહ્યું.

"લેખક.......ક્યાં લખે છે."

"એતો કઈ ખબર નહિ....

પણ મને એવું લાગે છે." રિયાએ કહું.

દિવથી પાછા આવ્યા તે વાતને છ મહિનાનો સમય થઇ ચુક્યો હશે. બધા પોતાના કામમાં વળગી ગયા હતા.

એ જ જીવનું રૂટિન શુરું થઈ ગયું હતું. અગીયારથી છ ઓફિસ..

રવિવારે એક નવી ફિલ્મ જોવી..

આખું ગ્રુપ ભાગ્યે જ ભેગું થતું... અદિતિને નંબર બધા પાસે હતા.

વોટ્સએપમાં એક ગ્રુપ પણ બનાવ્યું હતું. પણ

અદિતિ તો દિવસોના દિવસો સુધી મેસેજ સીન નોહતી કરતી,

એટલે ગ્રુપ સમુસાન રહેતું...

" હૈ.... રિયા..."

અજાણયો નંબર હતો પણ અવાજ પરિચિત હતું.

"અદિતિ બોલું છું."

"હા બોલ અદિતિ..

ક્યાં છો.. કેમ વાત નથી કરતી.

કેમ કોલ નથી ઉપાડતી..

મેસેજના પણ કોઈ જવાબ નહિ..." રિયા એક શ્વાસે બોલી ગઈ.

"એ બધું છોડ, હું આજે અહમદાવાદમાં છું. અને અહીં નાનકડા કાર્યક્રમમાં ભાગ લેવા આવી છું.

તું ફ્રી......"

"અરે તારા માટે જાન હાજર..

બસ મને મેસેજ કરી દે તું ક્યાં એરિયામાં છો."

"ફોન કટ થતાની સાથે જ..

તેને આખા ગ્રુપને બોલાવી લીધો...

એજ કાફે, એજ ટેબલ,

પણ ઈન્ટીરિયલ ડિઝાઇન બદલાઈ ગઈ હતી.

કાફે વધુ સારું અને આધુનિક થઈ ગયું હતું.

સ્ટાફ પણ વધી ગયો હતો.

અને કાફેના માલિક એ કાકાને હવે થોડા-થોડા ધોળા પણ આવી ગયા હતા.

"આ તો એ જ કાફે છે. ને કાકાનું કાફે...."

"હા એ જ કાકાનું કાફે... "

"બધું બદલાઈ ગયું છે..." આદિતિએ કહ્યું.

"હા, આ ત્રણ વર્ષમાં લોકો પણ બદલાઈ ગયા છે." અનિકેતે અદિતિની સામે જોતા કહ્યું.

"થેન્ક ગોડ અદિતિ તું ફાઇનલી અમદાવાદ આવી..."રિયાએ કહ્યું.

"હા થોડુ કામ હતું..."

"સોરી અદિતિ....."

અનિકેત કહ્યું.

"એ વાતને ભૂલી જા હવે અનિકેત... પાછળ વળીને જોશું તો દુઃખ જ દુઃખ મળશે. આ ક્ષણનો આનંદ માણો...જુવો આ મારી પહેલી બુક છે.

પંખ....

પૂજાના સપનાઓની ઉડાન..."

"અમે જરૂર વાંચીશું...." બધાએ એક સૂરમાં કહ્યું.

"શુ છે આ બુકમાં?"

"એક એવી છોકરી, જે પોતાના સપનાઓ અને પ્રેમ વચ્ચે એવી તો ગોથે ચડી છે. એક તરફ તેના પિતા, તેના સંસ્કારો...

બીજી તરફ આનંદનો અડીયલ સ્વભાવ... હું આટલું જ કહીશ... બાકી તામાંરે ખુદ વાંચવી પડશે."

નાસ્તો પતાવી, વાતો કરતા કરતા બધા આગળ જઈ રહ્યા હતા.

અદિતિ પાછળ હતી.

અનિકેત તેની પાસે જાય છે.

"અદિતિ મને એકાંતમાં મળવું છે.

"હા ઓકેય કેમ નહિ...."

બધાને બહાનું કાઢી,

જ્યારે તે પહેલી વખત મળ્યા હતા. એ જ ઉસ્માનપુરાના ગ્રાર્ડનમાં બેઠા..

સામેથી અનિકેત કટીંગ ચા લઈ આવ્યો.

ફરીથી એક્ટિવા પર બને આખું શહેર ભમયા...

પાલડી, એલિસ બ્રિજ....

કાંકરિયાની એ રાઈડ્સ...

બોટિંગ....

પહેલી વખત જે હોટેલમાં ગયા હતા ત્યાં કેન્ડલ લાઈટ ડિનર..

બને ખુશ હતા.

"અદિતિ જે થયું એ અજાણતા થયું, તું તો જાણે જ છે. અદિતિ હું કેટલો ફટ્ટુ છું.

હિંમત જ નોહતી થતી તને કહેવાની.

રિયાએ કહ્યું કે અદિતિને પણ તું ગમે છે. હવે કહી દે ,તે હા કરશે..

વાત હા ના ની નોહતી અદિતિ,

મને થયા કરતું કે,

જો તું ના કરીશ તો હું એક સારી ફ્રેન્ડ પણ ખોઈ બેસીશ...

મારુ બધું જ તું છો..

હું ઇચ્છું છું કે આપણે દરેક સવારે આમ જ સાથે ચા પીતા હોઈએ.. આજ રીતે રખડવા નીકળી જઈએ.. દુનિયાને ભૂલી જઈએ...

હું તને જ પ્રેમ કરું છું. કરતો રહીશ..

નિર્ણય તારા ઉપર છે." અનિકેત નીચું જોઈ ગયો.

"હું શું કહું... જેની સાથે બેન્ચ શેર કરી છે. જેની સાથે એક એક ક્ષણ કોલેજની ઇન્જોય કરી હતી. ખબર નહિ ક્યારે હું તને ચાહવા લાગી ગઈ હતી.

કોલેજમાં જેના નામના ગુણગાન ગાતી, જેની સાથે સપનાઓ જીવવાની ઈચ્છા થતી.

જેની સાથે વરસાદમાં બાઇક પાછળ બેસી પલળવાની ઈચ્છા થતી... બધાને જોતી, મને પણ ઈચ્છા થતી...

ક્યારે મને અનિકેત પ્રપોઝ કરે અને ક્યારે હું હા કહું..

હું તો આજ ક્ષણની રાહ જોહતી હતી.

હું કેમ ના કહી શકું...

આઈ લવ યુ......

અનિકેત....આઇ લવ યુ..."

અને બને ભેટી પડ્યા....

સમાપ્ત