The talk of the mind - Gazalo no fair books and stories free download online pdf in Gujarati

મન ની વાત - ગઝલો નો મેળો

મન ની વાત
ખભે થી ખભો મિલાવી બેઠા છીએ
પણ વાત કરવા હ્દયને શબ્દ નથી મળતા
મન મારું મુંજાય છે ઘણા પ્રશ્નોથી
પણ પહેલ કોણ કરે પહેલા પ્રશ્નથી
સમય ઘણો વીતી ગયો છે રાહ જોવામાં
છતોય એકબીજાને કહેવાતું નથી
પૂછવી છે એકબીજાના હદયની ખબર
પણ સિવાયેલા હોઠોથી કહેવાતું નથી
દિલની હાલત શબ્દોથી નથી કહેવાતી
આંખોથી સમજાય પણ પહેલ કરાતી નથી
*****

એક આશા

બસ એ મને અઢળક પ્રેમ કરે એજ આશા રાખું
એ મારા માટે જીવે ને મરે એ આશા રાખું


થાય લાગણીઓ એહસાસ ખુબ જ એજ આશા રાખું
આવે મુખ પર હાસ્ય એજ આશા રાખું


કિંમતી ઘરેણાં નો મોહ ના રહે એજ આશા રાખું
સુખ દુઃખ ની વાતો સાથે કરીયે એજ આશા રાખું


મારા થી થાય તને જિંદગી નો એહસાસ એજ આશા રાખું
દુનિયા બની જાઉ તારી એજ આશા રાખું


ખોવાઈ જાઉ તારા મા એજ આશા રાખું
હું તારો જ છું મળે સાંભળવા એજ આશા રાખું


હું છું સદાય તારો જ એજ આશા રાખું
મંગળસૂત્ર બની જાય અસ્તિત્વ મારુ એજ આશા રાખું

*****

મૌસમ

આ વરસાદ ની મૌસમ ને ટીપું પડે ચીર પર,

મોરલાઓ નાચે ને સ્મિત આવે તારા ચેહરા પર,


આ ભીની માટી ની સુગંધ રેલાગ શ્વાસ પર,

ને ટીપે ટીપે અવાજ થાય તારા પાયલ પર,


આભ જાણે વરસી રહ્યા છેં ધારા ના સપાટ પર,

જાણે કોઈ પ્રિયતમા ચૂમી રહી હોય પ્રીતમ ના લલાટ પર,


થાય મૌસમ ની હલચલ તારા દિલ પર,

દુનિયાને ભૂલી જુમી ઉઠું તારા સંગીત પર,


તુ દઈ દે અગર હાથ મારા હાથ પર,

ચાલી નીકળીએ આ દુનિયા ના ફલક પર

*****

પ્રેમ નું પૂર

જડતી નથી જોડ જીવવા માટે જીવું તો જીવું કોના માટે,

અણધારી મુશ્કેલી વધી રહી છે એક હ્દય માટે.


લાગણીઓ છેં અનેક પણ સમજવું મેશ્કેલ છેં,

આતો પ્રેમએ કહેવાની વાતો મારા માટે.


જીવન મા છેં અનેક તકલીફો તારા વગર નથી કોઈ સમજવા,

નહીં કરી શકે તું મને પ્રેમ તારા માટે.


પૂર આવ્યા છે સબંધમાં નથી કોઈ બચાવવા,

વિચારીલે નહિ છૂટે પછી આ સાથ તારા માટે.

સવાલોના મેળા આ અટવાઇશું મને જવાબ નથી મળતા,

ભલે જાય હવે પ્રાણ મારા તારા માટે.

*****

જિંદગી નો સાથ

સાથે જોઈએ છેં તારો આ જિંદગી જીવવા,

કરીલો ધરાઈને પ્રેમ આ જિંદગી જીવવા.


તને ના દેખી શકું દરદ મા આ જિંદગી જીવવા,

દરેક પળે સુખ મળે તને આ જિંદગી જીવવા.


પળ પળ રહીશું સાથે હરદમ આ જિંદગી જીવવા,

છોડીશું ના કદી આ હાથ જિંદગી જીવવા.


મેઘધનુષ્યના રંગો ભરું હું આ જિંદગી જીવવા,

રંગ મા નહિ થાય મિલાવટ આ જિંદગી જીવવા.


તારા મંગલસૂત્રની માળા બનું હું જિંદગી જીવવા,

માળાના એક એક મોતીને તારા નામ કરું આ જિંદગી જીવવા.


ઢળતી શામની રોશની કરું આ જિંદગી જીવવા,

ઉગતા સુરજ ની કિરણ કરું આ જિંદગી જીવવા.

*****

હમસફર

તારી આ નજર મને ઘાયલ કરે છે,

હઠીલું મારુ હ્દય મને પરેશાન કરે છે.

ધામલ થઇ છે હવે આ જીવતરમાં

તારા હોઠ મને અહેશાન કરે છે.

આવી જા તુ મારા જોડે છોડી આ જગ,

આપણો આ પ્રેમ જોઈ લોકો પરેશાન કરે છે.


આવવા માગું પણ તુ નહિ સંભાળી શકે,

મારું જ હ્દય મને હેરાન કરે છે.


સાથ આમ મળે લતા ને પેડનો,

નહીં તો શ્વાસ પણ મારા વેરાન કરે છે.

*****

તારો સાથ

થાય જીવવાની ઈચ્છા તારા જોડે

જો તુ થામે હાથ જીવનભર માટે...


જો તુ ચાલી શકે મારી જોડે,

તારી સાથે ચાલુ નીકળું બસ નીરખતી વાતે...


જો તુ સોનેરી સવારે લઈને આવે મારી જોડે,

હું સંધ્યા ના રંગો રાખું તારી માટે...


હોય જો ભરોસો તને મારા જોડે,

તો મધુર મીઠું સંભારણું આપીયે જગત માટે...


હશે લાખ નું ઘરેણું તારી જોડે,

પણ એક હાસ્ય નું ઘરેણું હું રાખું તારા માટે...


જો થોડોક સમય હોય તારા જોડે,

તો આ રાહ ને પણ રાહ જોવડાવું તારા માટે...


જો હશે જિંદગી મા સાથ તારા જોડે,

તો શ્વાસ ને પણ રોકીશ તારા માટે...

*****

એક જ પ્રેમ

એકમેક માં તરબોળ હવે થવું છે,

બસ તારા માટે જ આ જીવન લખવું છે.


જગને ભૂલીને રાતે મોડા સુધી વાતો હવે કરવી છેં,

બસ તારા માટે જ જીવવું છેં.


મન મા ઉમટ્યા છેં વાવાજોડું આપણી લાગણી નું

બસ તારા માટે જ રેહવું છેં


હવે તેજ થઇ છેં ધડકન મારી તને સાભળવા ,

બસ તને ધરાઈને વાતો કરવી છેં.


વરસાદના નાના પડતા છોટને,

યાદો આજે આપણી પલળી છે.


હવે નથી કરતો દુનિયા ના શબ્દો નો ભાર,

બસ તારા માટે જ વેદના સહેવી છેં.

*****

મન

તારી યાદોમાં પળ પળ મારું મન પરોવાય,

કરું છું પ્રેમ ખુબ જ પણ કેવી રીતે કહેવાય.


આવ તું મારી પાસ તારા વગર ના રહેવાય,

આવવું તો છેં પણ દુનિયાને ભૂલી ને કેવી રીતે અવાય.


આદત બની ગઈ તું મારી હવે ના સહેવાય,

છેં યાદો તો ખુબ ભીતર મા પણ નથી કઈ કહેવાય.


જિંદગી તારા વગર એકલી કેમ જીવાય,

ઇચ્છા છે મને પણ, સાથે જીવવાની પણ નહિ રહી શકાય.


દૂર રહીને તારાથી હવે મારે ના રહેવાય,

નથી રહી સકતા સાથે, તો દુનિયા ને અલવિદા તો સાથે કહેવાય.

*****

ભવ

છેં ક્યાં તુ બહાર મોસમ છેં ખરાબ,

ફિકર કરું તારી તુ આપે જો જવાબ.


રાખી યાદોને સાથ તારી હું

રાણી બની હું સ્વપ્નમાં બનવું તને નવાબ.


છેં તુ મારા દિલ નો માલિક

ચાહું તને ખુબ જ આપું મારી જાન.


હોય અણધાર આશુ મારી આંખમાં,

છૂટે મારા હાથમાં થી તારો સાથ,


બસ મુલાકાતો હવે નથી નસીબમાં,

ઇન્તજાર છે તારો આવતા ભવમાં.