Space Travel of India books and stories free download online pdf in Gujarati

અવકાશ ની સફરે - ડૉ.વિક્રમ સારાભાઈ



      
                
            આપણો ભારત દેશ એટલે સભ્યતા અને સંસ્કૃતિનો દેશ.આપણા દેશમા અનેક એવા લોકો થઈ ગ્યા જેણે આપણા દેશનું નામ રોશન કર્યું હોય અને જેના પર પૂરા દેશની જનતાને ગર્વ હોય ચાહે ભલે તે dance હોય કે singing, રમત હોય કે રાજનિતિ,સાહિત્ય હોય કે વિજ્ઞાન  આપણા દેશ ના અનેક રત્નો એ દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવભર્યુ સ્થાન અપાવ્યું છે.

     પરંતુ કહેવાય છે ને કે 21 મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી ની સદી.વિજ્ઞાન ક્ષેત્રે પણ ભારતના કેટલાય વિજ્ઞાનનીઓ એ પોતાનો અમુલ્ય ફાળો આપ્યો છે જેમકે જગદિશચન્દ્ર બોઝ, સી.વી.રામન, ડૉ.હોમી ભાભા, ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ વગેરે.આ તમામ વિજ્ઞાનનીઓ ની મહેનત અને શોધ ને કારણે આજે ભારતે વિજ્ઞાન ક્ષેત્રે એક અલગ જ સ્થાન કાયમ કર્યું છે.

વિજ્ઞાન ક્ષેત્રે તો ખરી પણ એમાં પણ ખાસ કરીને અવકાશ વિજ્ઞાન માં તો ભારતે બીજા દેશોને પણ પાછળ છોડી દીધા છે.અનેક સંશોધનો અને સ્વ-નિર્મિત સેટેલાઇટ, રોકેટ લોન્ચ કરીને ભારતે બીજા દેશો ને આશ્ચર્ય માં મૂકી દીધા છે.

ભારતમાં અવકાશવિજ્ઞાનનો પાયો નાખનાર મહાન વિજ્ઞાનિક બીજું કોઈ નહીં પણ ડૉ.વિક્રમ સારાભાઈ છે. જેઓ ભારતીય "અવકાશવિજ્ઞાન ના પિતા" ગણાય છે.જેઓની મહેનત અને વિશ્વાસ ને કારણે ભારત આજે વિશ્વ મા વિજ્ઞાન ક્ષેત્રે ટોચ ઊપર છે.


ડૉ. વિક્રમ સારાભાઈ ના અંગત જીવનનો પરિચય મેળવીયે તો તેમનું પૂરું નામ વિક્રમ આંબાલાલ સારાભાઈ હતું.તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ ના એક અમીર કુટુંબમા 12 ઓગસ્ટ 1919 નાં રોજ થયો હતો.પિતા આંબાલાલ અને માતા સરલાદેવી નું તે આઠમુ અને સૌથી નાનુ સંતાન હતું. પિતા આંબાલાલ એક સફળ ઉદ્યોગપતિ હતા.ગુજરાતમાં અનેક મિલો ના તે માલિક હતા. વિક્રમભાઇના જીવન માં તેમના પરિવારનુ યોગદાન ખૂબ જ મહત્વનું હતું.

સારાભાઈ નો પરિવાર ગાંધીજીના વિચારોથી પ્રેરાઇને તેમની સાથે ભારતીય સ્વતંત્રતા અભિયાન માં જોડાયેલા હતા. એટલે અવારનવાર અનેક મહાનુભાવો અને સ્વતંત્રતાસેનાનીઓ ની તેમના ઘરે અવર-જવર રહેતી. નાનપણથી જ મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, મોતિલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ આવા અનેક મહાનુભાવો નાં સંપર્કમા હોવાથી તેમના જીવન પર આનો ખાસ્સો પ્રભાવ પડેલો અને તેમના વ્યક્તિગત જીવનમા પણ તેની અસર ને લીધે મદદ મળેલી.


વિક્રમભાઇએ matric ની પરીક્ષા અમદાવાદની ગુજરાત મહાવિદ્યાલયમાથી પાસ કરી અને પછી વધુ અભ્યાસ માટે England ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમા ગયા.જ્યાં તેમણે 1940 માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી. એ જ સમયે સમગ્ર વિશ્વમાં દ્રિતિય વિશ્વયુદ્ધ ફાટી નિકળતા તેઓ ભારત પરત ફર્યા.

ભારત પાછા આવીને તેમણે નોબેલ વિજેતા ડૉ.સી.વી.રામનના માર્ગદર્શન હેઠળ અંતરિક્ષ કિરણો ઉપર પોતાની શોધ-ખોળ શરૂ કરી.જ્યાં તેઓ ડૉ.હોમીભાભા અને ચંદ્રશેખર વેન્કટરામન જેવા વૈજ્ઞાનિકો નાં સંપર્કમા આવ્યા.


આ દરમિયાન 1942 માં તેમના લગ્ન પ્રસિદ્ધ ક્લાસિકલ ડાન્સર મ્રુણાલિનિ સારાભાઈ સાથે થયા.તેમના લગ્ન ચેન્નઇમા હતા પરંતુ તેમાં વિક્રમભાઇના પરિવાર નું કોઈ સભ્ય હાજર ના હતા કારણ કે એ જ સમયે ગાંધીજી નું ભારત છોડો આંદોલન અંતિમ તબક્કામાં હતું અને તેમનો પૂરો પરિવાર તેમાં સામેલ હતો.આ જ વર્ષે તેમણે અંતરિક્ષ કિરણો ની તીવ્રતા અને પરિવર્તન ઉપર પોતાનું શોધપત્ર રજૂ કર્યું.

 દ્રિતિય વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં તેઓ ફરીથી કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા ત્યાં એમને પોતાની અંતરિક્ષ કિરણો પરની થિસીસ અને શોધ બદલ 1947 માં Phd ની ઉપાધિ આપવામાં આવી.ત્યારબાદ તેમણે પોતાનું શોધકાર્ય કેમ્બ્રિજ યુનિવર્સિટી ની પ્રયોગશાળામા શરૂ રાખ્યું.


આઝાદી પછી ડૉ.વિક્રમભાઇ England થી ભારત પરત ફર્યા. અહી આવીને તેમણે દેશની જરૂરિયાતો અને તકલીફોને જોઈ અને સાથોસાથ પોતાના પરિવાર દ્વારા સ્થપાયેલી સમાજસેવી સંસ્થાઓને પણ ચલાવવા લાગ્યા.આ ઉપરાંત બાહ્ય અને આંતરિક અવકાશના અભ્યાસ માટે તેઓએ અમદાવાદ નજીક 11 નવેમ્બર 1947 નાં રોજ એક પ્રયોગશાળાની સ્થાપના કરી, જેનું નામ હતું Physical Research Laboratory (PRL). આ લેબના કર્તા-ધર્તા તેઓ પોતે હતા અને એ સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષની જ હતી.

વિક્રમભાઇના માર્ગદર્શન હેઠળ અહીં 1965 સુધી અંતરિક્ષ વિજ્ઞાનને ગતિ મળી.આ બાજુ સાથોસાથ 1955 માં તેમણે કાશ્મીરના ગુલમર્ગ, તિરુવનંતપુરમ્ અને કોડાઇકનાલમા પણ અંતરિક્ષ અધ્યયન કેન્દ્રની સ્થાપના કરી.

અંતરિક્ષ અનુસંધાન સંગઠનના અધ્યક્ષના રૂપમાં કામ કરતા તેઓએ રોહિણી, મેનકા,તથા 1975 માં આર્યભટ્ટ નામના ઉપગ્રહો છોડ્યા. ડૉ.વિક્રમભાઇ એ પૃથ્વી તથા સુર્યના વાયુમંડળ ના ચુંબકત્વ, સૂર્યની સ્થિતિ વગેરે વિષયો ઉપર સંશોધન કર્યા સાથોસાથ તેમણે ગુજરાત તથા બીજા દેશોમાં અનેક ઉદ્યોગોની સ્થાપના કરી, જેમાં Sarabhai Engineering, Research Center, Operation Research Group, ઔષધી નિર્માણ કેન્દ્ર વગેરે હતા.તેઓ અંતરિક્ષ પરમાણુ ઉર્જા એજન્સીના જનરલ કોન્ફરન્સના અધ્યક્ષ પણ રહિ ચુક્યા છે.


તેઓ વૈજ્ઞાનિક સેવાઓને ગામડા, સમાજ,અને દેશના હિતમા લગાવવા સતત પ્રય્ત્નશીલ હતા.આજે ભારતના 70% કરતા પણ વધારે ગામના લોકો પોતાના ઘરે દૂરદર્શન નો લાભ ઉઠાવે છે. એનો પૂરો શ્રેય વિક્રમભાઇને જાય છે. દૂરદર્શન નાં માધ્યમથી શિક્ષા, ખેતી, વિકાસ, મનોરંજન, ખેલ, ચિકિત્સા, સામાજિક સુધારણા વગેરે દરેક ક્ષેત્રોમાં ગામોને લાભ મળી રહ્યા છે. જેની પાછળની પૂરેપૂરી મહેનત વિક્રમભાઇની હતી.


તેમને તેમના આ કાર્યો બદલ શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.આ સાથે તેઓને ભારત સરકાર તરફથી 1966 મા પદ્મ ભૂષણ અને 1972 માં મૃત્યુ પર્યત પદ્મવિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યાં હતા.


થુમ્બા રોકેટ પ્રક્ષેપણ વખતે 30 December 1971 નાં રોજ તેમનું આકસ્મિક અવસાન થયું અને તેઓ પંચતત્વમા વિલિન થઈ ગયા.

એમના આ કાર્યો અને જીવન આવનારી પેઢી અને યુવા વિજ્ઞાનિકોને પ્રેરણા આપતા રહેશે.



Thank You Very Much For Reading. 

Please Comment Below and Give Me Rate Out Of Five.