Stri Film review in Gujarati books and stories free download online pdf in Gujarati

સ્ત્રી ફિલ્મ રીવ્યુ - મર્દ કો દર્દ હોગા

સ્ત્રી ફિલ્મ રીવ્યુ.


વિચિત્ર સત્ય ઘટાના પર આધારિત ફિલ્મ સ્ત્રી. 

ફિલ્મ ૨ કલાક ૭ મિનિટ ની છે.
૧૨૭મિનિટ.
ડાયરેક્ટર:  અમર કૌશિક.
સ્ક્રીન પ્લે:  રાજ નિદીમોરું, ક્રિષ્ના ડી.કે.

લેખક( ડાયલોગ) : સુમિત આરોરા
મ્યુજીક-સચિન-જીગર.
ફિલ્મમાં ચાર ગીત છે. જેમાંથી ત્રણ આઈટમ સોંગ છે.
ગીત નંબર (૧) મિલગી મિલેગી (મિકા સીંગ)

ગીત નંબર(૨)  કમરીયા ( દિવ્યા કુમાર,આસ્થા ગિલ,સચિન,જીગર)
ગીત નંબર(૩) નજર ના લગ જાયે (એસ કિંગ,સચિન,જીગર)
ગીત નંબર:૪ આવો કભી હવેલી પર(બાદશાહ, સચિન,જીગર)
જેના ગીતો ઓનલાઈન ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. પણ ફિલ્મમાં તે બંધ નથી બેસતા,એટલે તે આઈટમ સોંગ  તરીકે ઉપયોગ થયો છે.

સ્ટાર કાસ્ટ:   રાજકુમાર રાવ- વિકી, જે એક લેડીઝ ટ્રેલર હોય છે. તેના જેવો ટ્રલર આસપાસના વિસ  પચીસ ગામડામાં કોઈ નથી હોતો.

પંકજ ત્રિપાઠી-  રુદ્રા,  તેનો કેરેકટર હટકે હોય છે. ગામ લોકોને સ્ત્રીથી બચવા માટે અલગ અલગ નુસખાઓ શીખવે છે.


અપારશક્તિ ખુરાના: બીટુ તે રાજકુમાર રાવ વિકી નો બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેની રેડીમેન્ટની દુકાન હોય છે.


અભિષેક બેનરજી: દના જે વિકી અને બીટુનો ખાસ મિત્ર હોય છે.

વિજય રાજ: શાસ્ત્રી

અતુલ શ્રીવાસ્તવ- વિકિના પિતા.

શ્રદ્ધા કપૂર: તેનો રોલ ફિલ્મમાં વિચિત્ર હોય છે. રાજકુમાર રાવ પાસે તે ઘાઘરો સિવડાવ આવે છે. પહેલી જ મુલાકાતમાં રાજકુમાર રાવને તે ગમી જાય છે. તે ક્યાંથી આવે છે.ક્યાં જાય છે. કોઈને ખબર નથી. ફિલ્મમાં તેનું કોઈ નામ નથી.

આઈટમ સોંગ્સ: કૃતિ સેનન,નોરા ફતેહી.




કથા વસ્તુ.

વાર્તાની શૂરવાત થાય છે. એક  મહિલા રાત્રીના સમય પુરુષનું નામ લઈને બોલે છે. તે દરેક પુરુષનું નામ ત્રણ વખત લે છે. ત્રીજી વખતમાં પુરુષને પાછળ ફરીને જોવું પડે છે. પુરુષના પાછળ જોતા જ તે તેને લઈ જાય છે. ફક્ત તેના કપડાં જ છોડી જાય છે.ભોપાલ શહેરનો એક ગામ હોય છે. ચંદેરી ત્યાં એક વિચિત્ર ઘટના ઘટે છે.  વર્ષમાં ચાર દિવસ માતાની પૂજા હોય છે. ત્યારે ગામની અંદર સ્ત્રી આવે છે. જે પુરુષોને લઈને જાય છે. ફક્ત તેના કપડાં જ રહી જાય છે. દર વર્ષ આજ રીતે તે સ્ત્રી આવે છે. અને પુરુષને લઈને જતી રહે છે.
ગામ લોકોએ તેનાથી બચવા માટે ઘરની દિવારની બહાર ओ स्त्री कल आना લખ્યું હોય છે.

રાજકુમાર રાવ(વિકી) જબરદસ્ત લેટિસ ટ્રેલર હોય છે. તે જે રીતે કપડાં સીવે છે. તે આસપાસના ગામડાઓમાં કોઈ નથી સીવી શકતું. તે ફકત એક વખત નઝર ફરાવતા જ માપ લઈ શકે છે. તે જે રીતે કાતર સંચો ચલાવે છે. તે અધુભૂત છે. તેમ છતાં તે માને છે. તેનો જન્મ આ બધા કામ માટે નથી થયો. તેનો જન્મ કઈક અનોખો કરવા થયો છે.

 રાજકુમાર રાવ(વિકી) સાથે જે છત ઉપર સિગારેટના કસ લગાવી રહ્યો હતો. ત્યાં શ્રદ્ધા કપૂર( અનામી)  આવે છે. અને રાજકુમાર રાવ(વિકી) ને ઘાઘરો સીવી આપવાનું કહે છે. રાજકુમાર રાવ પંદર દિવસનો સમય માંગે છે. શ્રદ્ધા નારાજ થઈ જાય છે. રાજકુમાર રાવ(વિકી) તે ઘાઘરો બે દિવસમાં સીવી આપવાનો વચન આપે છે. જતા જતા શ્રદ્ધા કપૂર તેને મંદિર પાસે કાલે સાંજે મળવાનો વચન આપે છે. આ વાત જ્યારે બીટુ અને દના ને કહે છે. ત્યારે તે માનવા માટે તૈયાર નથી હોતા. તેની ઉપર હશે છે. બીજા દિવસે ફરી  રાજકુમાર રાવ(વિકી) શ્રદ્ધા કપૂરને મળે છે.  શ્રદ્ધા કપૂર તેને એક પ્રેમ પત્ર આપે છે. જે કાલે સ્નાન કરી વાંચવાનું કહે છે.ત્યાર પછી રાજકુમાર રાવ હવેલી પર જાય છે. જ્યાં તેના બધા મિત્રોઓએ પાર્ટીનું આયોજન કર્યું હોય છે. રાજકુમાર રાવ (વિકી) પાર્ટી દરમ્યાન બહાર લખેલો "ओ स्त्री कल आना" પર મૂત્ર વિસર્જન કરે છે. જેથી તે શબ્દ મિટાઈ જાય છે.ત્યાર પછી સ્ત્રી ત્યાં આવી એક જણને ઉઠવી જાય છે.
રાજકુમાર રાવ( વિકી)પોતાની જાતને આધુનિક પુરુષ માનતો હતો. આ બધું અંધશ્રદ્ધા છે. તેવું  કહી ખેખડી ઉડાડતો હતો. પણ આજે તેને નઝર સામે બધું જોયું હતું. 
બીજે દિવસે સવારે તે સ્નાસ કરી પત્ર વાંચે છે. જેમાં  સફેદ બિલાડીનો વાળ, ચીપકલીની પૂંછ  એક કિલો મટન, અને બ્રાડી મંગાવી હતી. આ જોઈને તેના મિત્રોને શ્રદ્ધા કપર ઉપર શક થાય છે. તે રાજકુમાર રાવ (વિકી) ના મનમાં શ્રદ્ધા જ સ્ત્રી છે. તેવી વાત મૂકે છે. પણ રાજકુમાર રાવ(વિકી) તેની એક વાત પણ નથી સાંભળતો.
ફરીથી એ મંદિરના બહારના મેદાનમાં મળે છે. ત્યાર શ્રદ્ધા બધી વસ્તુઓ લાવ્યો છો? તેવું પૂછે છે.
શાંત જગ્યાએ લઈ જવું છું. તેવું કહી તે રાજકુમાર રાવ(વિકી) ને જંગલમાં લઈને જાય છે. ત્યાં અચાનક ગાયબ થઈ જાય છે.
અપારશક્તિ ખુરાના(બીટુ), અભિષેક બેનરજી( દના) જ્યારે રાજકુમાર રાવ( વિકી)ને શોધવા જાય છે. ત્યારે બાઇકમાં પેટ્રોલ ખૂટી જાય છે. બીટુની રેડીમેન્ટની દુકાન હોવા છતાં પચાસ પચાસ રૂપિયાની પેટ્રોલ ભરવા બબાત પર   બને વચ્ચે બબાલ થઈ જાય છે. રોજ સાથે જવવાળા મિત્રો આજે અલગ અલગ નીકળે છે.
ત્યાં જ રસ્તામાં સ્ત્રી દનાને લઈને જાય છે.

બીટુ અને વિકી પંકજ ત્રિપાઠી પાસે મદદ માંગવા જાય છે. તે વિશાળ પુસ્તકાલયમાં બેઠા હોય છે. તેનો કેરેકટર મજેદાર હોય છે. જે હર સમય દારૂના નશામાં દુઃત હોય છે. શાસ્ત્રીજીએ લખેલ પુસ્તક પ્રમાણે ચારે જણા પુરાણીક મહેલમાં જાય છે. જ્યાં બધાને સ્ત્રી દેખાય છે.
રાજકુમાર રાવ(વિકી)ને પણ સ્ત્રી દેખાય છે. પણ તેને શ્રદ્ધા કપૂર બચાવી લે છે.
ત્યાર પછી દનો ગામમાં ફરી પાછો આવી જાય છે. જે દિવસે દનો પાછો આવે છે. તે દિવસે ગામમાંથી વિસ પુરુષોને સ્ત્રી લઈને જતી રહી હોય છે.

દનાનો શરીર વિચિત્ર રીતે વળી ગયો હોય છે. તેના શરીરમાં ભૂત ઘૂસી ગયો હોય છે.દીવાલો પરથી લખેલું તેને જ મિટાવ્યું  હતું.
ત્યાર પછી શ્રદ્ધા કપૂર, વિકી, બીટુ    અને પંકજ ત્રિપાઠી (રુદ્રા)સ્ત્રી ને હંમેશા હમેશા માટે ભગાડવા માટે એક ઉપાય ઘડે છે.રાજકુમાર રાવ (વિકી) અને સ્ત્રીની શૂહાગરાત...
ત્યાર પછી આગળ શું થાય છે. એ માટે તમારે મુવી જોવું પડશે..

                    ★
ફિલ્મમાં પંકજ ત્રીપાઠીની એક્ટિંગ અધભૂત હોય છે. અભિષેક બેનરજી પણ ખાસો એવું હાસ્ય વિખેરયુ છે. હોરર ફિલ્મ હોવા છતાં પંકજ ત્રીપાઠીએ લોકોને ખૂબ હસાવ્યા છે. રાજકુમાર રાવે તેનું સંપૂર્ણ અપાયુ છે. શ્રદ્ધા કપૂર પાસે જેટલી અપેક્ષા હતી. તેટલું સારું કામ થયું નથી.ફિલ્મ હોરર,કૉમેડીનું મિશ્રણ છે. જે બને ઉપર ખરી ઉતરે છે.  લોકોમાં તે વિચિત્ર મહિલા પ્રત્યે ખૂબ ડર હોય છે. ગામમાં તેના નામનો ખોફ હોય છે.દરેકને સ્ત્રી મુવી અવસ્ય જોવી જોઈએ.એક અલગ વિષય પર બૉલીવુડમાં ઘણા સમય પછી ફિલ્મ આવી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી સારી લાગે છે. આ એક કલાસિક રિવેન્જ સ્ટોરી છે. જે ખુભ જ સારી રિતે ફિલ્મી પરદા ઉપર નિર્માણ પામી છે. ટિપિકલ ભૂતિયા હોરર મુવી કરતા જુદી પડે છે. સ્ત્રીનો કેરેક્ટર ગામમાં ખોફ ફેલાવે છે. તેમ છતાં ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનો કેરેકટર ખૂબ હસાવે છે.શ્રદ્ધા કપૂર  અંત સુધી પોતાનું નામ નથી કેહતી. ફિલ્મ ખરેખર એક વખત જોવા લાયક છે.અંત થોડી વધુ સારો થઈ શક્યો હોત.....


                સમાપ્ત