Dhai akshar prem ka - marm ane vastvikta books and stories free download online pdf in Gujarati

ઢાઈ અક્ષર પ્રેમ કા – મર્મ અને વાસ્તવિક્તા

     ઢાઈ અક્ષર આ વસ્તુ એ છે કે જે બે વ્યક્તિના સંબંધો વચ્ચેની એક કડી છે કે જે બે માનવી વચ્ચે રહેલા વિચારોને સાંભળવાની , સમજવાની અને ટકાવી રાખવા, મિલાપ અને મદદની આશા સાથે બાંધેલ એક એવો સંબંધ છે કે જે મારતા દમ સુધી નિઃસ્વાર્થ પણે સાચાવવાની એક પહેલ છે અને આ બે વ્યક્તિ સાથે રહેલી લાગણીઓની કોમળ દોરી છે જેને જેમ લંબાવો તેમ લંબાય છે અને આ કોમળ દોરી એટલે જ પ્રેમ.

વાત આવે છે પ્રેમની તો એક માઁ જ સાચા પ્રેમનો મર્મ સમજી શકે છે અને સમજાવી શકે છે અને જ્યારે જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે આજની યુવા પેઢી આ બાબતે ખટકે છે અને આ ખટકવાની પ્રક્રિયાને મોકળાશ આપવી જરૂરી બને છે કેમ કે આ પેઢીએ વ્હાટ્સએપ અને ફેસબુક વગેરેના મધ્યમથી પ્રેમની વ્યાખ્યાને એક અલગ જ કાલ્પનિક દુનિયા સાથે જોડતા થઈ ગયા છે અને આ જ કાલ્પનિક દુનિયાએ માત્ર યુવાનોના ભવિષ્યને નહીં પરંતુ તેના સંપૂર્ણ જીવનને ચોક્કસ બરબાદ કરે છે કારણ એકનું એક જ છે : યુવાને પોતાનો સમય ક્યારે અને કઈ જગ્યાએ આપવો તેની સુધ્ધાં માત્ર પણ ભાન નથી. તેથી જ તેઓ વાસ્તવિક દુનિયાને બદલે કાલ્પનિક દુનિયા પર પોતાનું ધ્યાન વધારે આકર્ષે છે. કારણ કે વાસ્તવિક દુનિયા રંગીન છે કેમ કે ત્યાં માત્રને માત્ર કલ્પનાઓ પર જ આધાર હોય છે નહીં કે વાસ્તવિકતા પર. વળી, તેમાં કોઈ જાતનો શ્રમ પણ કરવો નથી પડતો બસ માત્રને માત્ર તેમાં રંગીન દુનિયાની વાતો અને એક કાલ્પનિક દુનિયાને રાચતા હોય છે.

પ્રેમ તો કેટકેટલા કરતાં હોય છે અને તે પણ અલગ અલગ પત્રો સાથે જેવા કે : માતા-પિતાનો તેના સંતાનો પ્રત્યે, મિત્રો-મિત્રો વચ્ચે, ભાઈ-બહેન વચ્ચે, સગાસંબંધી વચ્ચે તેમ જ એક યુવકનો યુવતી સાથે. આમ માનવી એક-બીજા સાથે પ્રેમરૂપી સંસાર ચલાવતો હોય છે. પરંતુ, આજના યુવાનો એ આ પ્રેમની પરિભાષાને એક અલગ જ વાચા આપી છે અને તે પણ એક માધ્યમરૂપિ કે જે યુવાનને સાચા પ્રેમને બદલે નિરર્થક અને તદ્દન કાલ્પનિક પ્રેમની અનુભૂતિ કરાવે છે અને ખરા પ્રેમનો મર્મ આજની યુવા પેઢીમાથી લુપ્ત થતો હોય તેવું ભાસે છે અને તેનું એક માત્ર કારણ એટલે મોબાઇલ અને ઇન્ટરનેટ જેવા સાધનો કે જેણે વોટ્સએપ અને ફેસબુક જેવા માધ્યમથી આજનો યુવા એક કાલ્પનિક પ્રેમની દુનિયામાં કલાકો ના કલાકો રાચતો હોય છે અને આ કાલ્પનિક દુનિયા પાછડ પોતાના કરિયરને પણ માત્રને માત્ર એક કાલ્પનિક સપનું જ બનાવી દે છે ને એ મસ્ત મજાની વાતો સાથે પોતાના કીમતી દિવસો અને પોતાની લાઇફને બરબાદ કરી નાખે છે અને આ જ તેમની કાલ્પનિક દુનિયાને હું સમય સંહારક સાધન કે કાર્ય ગણાવું છું કે જે આજની યુવા પેઢીને આગળ વધવામાં વધુ ને વધુ અવરોધક નીવડે છે. અરે આજનો યુવાન જો પોતાની જાતને પ્રેમ કરતો થઈ જાય તો ખરેખર તે આગળ વધી શકે છે અને પોતાનું કરિયર પોતાની જાતે જ ઘડી શકે છે. આ પરથી એક સુંદર શેર સ્મરણે ચઢે છે :

“ માત્ર પોતા સુધી જવાનું છે,

યાત્રા બહારની બહાનું છે.”

હરજીવન દાફડાએ આ શેરમાં માનવીને પોતા સુધી જવાનું કહ્યું છે એટલે કે માનવીએ પેહલા પોતાની જાતને ચાહવી પડશે અને ત્યાર બાદ માનવી દ્વારા જે પ્રવૃતિ થાય છે તે કઇંક અલગ જ હોય છે અને પોતાની જાતને ઓળખ્યા પછી માનવીને પોતાને કઈ દિશામાં અને કેવી રીતે પોતાની જાતને ઘડવી તેની સમજ પણ તેનામાં આવે છે અને માનવી સાચી રાહ પર ચાલતો થઈ જાય છે.

કોઈએ સરસ કહેલું છે :

“ ભારતની સાચી શક્તિ તેના યુવાનોમાં રહેલી છે.”

ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને કહું તો આજે ભારતમાં લગભગ 30 લાખ કરોડ યુવાનો છે જો તે ધારે તો આવા કાર્યોને બદલે પોતાના જીવન ઘડતર તરફ વધી પોતાને અને દેશને ઉજજવળ બનાવી શકે છે. પરંતુ નહીં, આજના યુવાનોને તો માત્રને માત્ર મોજ, મસ્તી અને મોબાઇલ પર કોઈક વાત કરવા વાળું જ જોઈએ છે અને કહેતો એવું હો છે કે ‘I AM IN LOVE.’ પણ હ, આ તેનો LOVE માત્રને માત્ર કાલ્પનિક દુનિયામાં તે મોબાઇલમાં ને મોબાઇલમાં જ કેટકેટલી કલાકો વિતાવી દે છે અને પોતાના મૂળ કાર્યને વિસરી જાય છે અને આ ઉપર કહેલું વાક્ય કહેનાર યુવાનને ઑ સાચો પ્રેમ શું છે ? તેની સુધ્ધાં માત્ર પણ જાણ નથી અને આવા યુવાનોને તો સાચો પ્રેમ શું છે ? તે સમજાવવા માટે મીરાંબાઈ, શબરી, ગોપીઓ વગેરેના ઉદાહરણો સહે સમજાવવા પડે છે. બાકી તો આજના યુવાનોને કોઈ યુવતી સાથે બે ઘડી વાત કરવા શું મદિજય કે તે યુવતી ને શું કહેવા લાગે છે તેનું દ્રષ્ટાંત આપવું પડે તેવી જરૂર મને ક્ષણ માત્ર પણ લગતી નથી. બસ, જો આમને આમ ચાલતું રહ્યું છે તો આધુનિક યુગનો પ્રેમ માત્રને માત્ર મોબાઇલ સુધી જ સીમિત રહેવાનો છે. તેટલું જ નથી આ કાલ્પનિક દુનિયાની બે ઘડીની રંગીન પાળો માણવા આજ નો યુવા પોતાના કરિયર ના કેટકેટલા કલાકો વેડફી નાખતો હોય છે

“આપણે ટેક્નોલોજી તો વિકસાવી, પણ તેના ઉપયોગની સમજ નથી વિકસાવી શક્ય.”

બસ, સામ પિત્રોડાનું આ વાક્ય યુવા પેઢીને સમજાવવા માટે કાફી છે. જી હા, આજની યુવા પેઢીને મારા આ વાક્યો કડવા જરૂર લાગશે પણ તે સત્યનો સ્વીકાર આજના યુવાઓએ કરવો જ પડશે કેમ કે તેનો બીજો કોઈ ઓપ્શન જ નથી. હા આનો એક માત્ર ઓપ્શન હી તો તે માત્ર એક જ છે, મોબાઇલ દ્વારા ચાલતી આ કાલ્પનિક દુનિયાને વિરામ આપવો. આનાથી વિશેષ કોઈ ઓપ્શન નીકળી શકે તેમ પણ નથી અને હા બીજો ઓપ્શન કાઢવો હોય તો તેમાં યુવાન પોતાનું કરિયર મૂકી શકે છે કારણ એક જ છે કે આ કાલ્પનિક દુનિયા તેને વિનિપાતની દિશા તરફ જ દોરી જશે અને યુવાને આખી જિંદગી ઢસરડા કરવા શિવાય કોઈ કામ નહીં આવે તેની આ સમય સંહારક કાલ્પનિક દુનિયા. અંતમાં સંત કબીરની એક સુંદર પંક્તિ ટાંકીને અટકું :

“પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોઈ,

ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.”



- સંકેત જેઠવા