The nun film review in gujarati books and stories free download online pdf in Gujarati

The nun-વર્ષ ની સૌથી મોટી હોરર ફિલ્મ

The nun : The darkest chapter of conjuring

દોસ્તો આજે આપણે રિવ્યુ કરીશું 7 septamber નાં રોજ રિલીઝ થયેલી હોલીવુડ ની મશહુર સિરીઝ conjuring ની સ્પીન ઓફ એવી હોરર ફિલ્મ The nun નો.આ ફિલ્મ નો હોરર મુવી નાં દર્શકો એનું ટ્રેલર રિલીઝ થયું એ દિવસથી ઇંતેજાર કરી રહ્યાં હતાં.

ડિરેકટર:- કોરિન હારડી

રાઈટર :- જેમ્સ વાન, ગેરી ડોબરમેન

સ્ક્રીનપ્લે:- ગેરી ડોબરમેન

પ્રોડ્યુસર:- જેમ્સ વાન, પીટર સેફ્રાન

ડિસ્ટ્રિબ્યુટર:- warner brother

ફિલ્મ ની લંબાઈ:- 96 મિનિટ

સ્ટાર કાસ્ટ:- ડેમીયન બીચીર, ટાઈસા ફારમીગા, જોનાસ બ્લ્યુકેટ, બોની આરોન્સ

પ્લોટ:-જો તમે the conjuring સિરીઝ ની ચાર ફિલ્મો the conjuring, the conjuring 2, annabbel, અને annabbel creation જોઈ હોય તો તમને એમાં conjuring 2 મુવી માં વાલક નામનાં શૈતાની પાત્રની નન (ચર્ચ ની મહિલા prist) સ્વરૂપે ઝલક જોઈ હશે..એ વાલક નામની nun હકીકતમાં શું રહસ્ય ધરાવે છે અને એનો પેરાનોર્મલ એક્ટિવિસ્ટ વોરેન સાથે શું સંબંધ હતો એ આ ફિલ્મ માં દર્શાવાયું છે.

સ્ટોરી લાઈન:-યુરોપ માં એક દેશ છે રોમાનિયા.રોમાનિયા માં એક જગ્યા છે એબે જ્યાં એક કેસલ(castle) એટલે કે મહેલ છે.સમયગાળો હોય છે ઈ.સ 1950 ની આજુબાજુ નો ત્યારે ત્યાં castle માં એક યુવાન નન નું અપમૃત્યુ થાય છે..આ નન નું મૃત્યુ કેમ થયું એની તપાસ કરવા માટે મોકલવામાં આવે છે ફાધર બર્ક અને સિસ્ટર એરિન ને.

ફાધર બર્ક અને સિસ્ટર એરિન જેવાં ત્યાં એ castle માં પહોંચે છે અને ત્યારથી જ એકપછી એક અગોચર ઘટનાઓ બનવાની શરૂવાત થઈ જાય છે.આગળ જતાં એમનો મુકાબલો થાય છે વાલક જોડે જે ત્યાં એક દુષ્ટ નન સ્વરૂપે જોવા મળે છે.ફાધર બર્ક અને સિસ્ટર એરિન ને ત્યાં ફ્રેંજી નામનો માણસ મળે છે જે એમની મદદ કરે છે.

આગળ જતાં બતાવાયું છે કે આ વાલક કેમ nun બની ને ત્યાં હાજર nun ની હત્યા કરી રહી હોય છે..એરિન હકીકતમાં એક પ્રોપર nun હોતી જ નથી કેમકે એ માટે ઈશ્વર એટલે કે જીસસ પ્રત્યે ન્યોછાવર થઈ જવું પડે પણ હજુ એ સંપૂર્ણપણે nun બની હોતી નથી અને અત્યારે nun બનવાની વિધિ ને શીખી રહી હોય છે.

હવે સ્ટોરી ધીરે ધીરે આગળ વધે છે જેમાં એરિન ને કોઈ વિઝન આવતાં હોવાનું બતાવાય છે..પણ આ વિઝન marry point the way નામની પ્રતિમા જોડે આવીને અટકી જાય છે.આ સિવાય castle ની અંદરના ગુપ્ત રસ્તાઓ પણ કોયડા સમાન માલુમ પડશે જ્યારે દર્શકો ફિલ્મ જોશે.

પોતાને આવી રહેલાં વિઝન નો તોડ નીકાળી સિસ્ટર એરિન કઈ રીતે nun નાં અપમૃત્યુ ની તપાસ પૂર્ણ કરી વાલક નાં nun સ્વરૂપ નો સામનો કરે છે..??અને વાલક નું શું થાય છે..? એ જાણવા તો ફિલ્મ જોવી રહી.

એક્ટિંગ:- સિસ્ટર એરિન નાં રોલ માં ટાઈસા ફારમીગા નું કામ વખાણવાલાયક છે..હોરર સીન વખતે એમનું ડરવું અને અંત માં વાલક નો મુકાબલો કરતી વખતે એમનાં ચહેરા પર જોવા મળતાં એકપ્રેશન ગજબનાં છે.

Bridge અને weeds નામની ખૂબ જ મશહુર tv series નાં એક્ટર ડેમીયન બીચર અહીં ફાધર બર્ક નાં રોલ માં છે..ઉંમર ની સાથે પોતાનાં ચહેરા પર mature હાવભાવ અને પોતાની અદાકારી થી ડેમીયન બીચર બધાનું દિલ જીતી લેશે.

આ સિવાય the nun મુવી ની કલ્પના પણ જેની વગર અધૂરી છે એવી the nun valak નો રોલ પ્લે કરવાવાળી બોની આરોન્સ ને મારાં તરફથી standing ovation..જ્યારે જ્યારે સ્ક્રીન પર બોની આરોન્સ આવે છે ત્યારે રીતસર હાથ ની મુઠ્ઠીઓ વાળી દેવી પડે છે..હા ચોક્કસ એમનાં બિહામણા રૂપ પાછળ મેકઅપ નો ફાળો હતો પણ એક્સપ્રેશન તો જાતે જ આપવા પડે ને.

ફિલ્મનાં સ્પોર્ટિંગ રોલ માં ફ્રેંજી નાં કિરદાર માં જોનાસ બ્લ્યુકેટ અને ડેનિયલ નાં રોલ માં જેક ફોલ નું કામ પણ સરસ છે..આ સિવાય ફિલ્મમાં મધર બનતી લાયનેટ ગાઝા નું કામ પણ સરાહનીય છે. ફિલ્મમાં જોવા મળતી અન્ય nun પણ પોતાનું કામ યોગ્ય રીતે ન્યાય આપી જાય છે.

સ્ક્રીનપ્લે, ડાયલોગ અને ડાયરેક્શન:- સાચું કહું તો ફિલ્મનો સ્ક્રીનપ્લે મને conjuring સિરીઝ ની આગળની ફિલ્મો કરતાં થોડો સરળ લાગ્યો..ફિલ્મમાં કોઈ સસ્પેન્સ જેવું લાગ્યું જ નહીં.મતલબ સ્ક્રીનપ્લે good but not the best.

સ્ક્રીનપ્લે માં સસ્પેન્સ આમ જોઈએ તો વધુ નથી પણ અંતમાં જે રીતે ફિલ્મને conjuring અને વોરેન સાથે જોડવામાં આવી છે એ intresting છે..ઈન્ટરવલ પહેલા ફિલ્મ થોડી સ્લો છે પણ ઈન્ટરવલ પછી ફૂલ ફ્લો માં ચાલે છે.બીજી વાત છે બૉલીવુડ મુવી ની જેમ હોલીવુડ માં evil sprite સંપૂર્ણ ખત્મ થતી નથી મતલબ તમે સમજી ગયાં હશો.

ફિલ્મમાં ડાયલોગ ઠીકઠાક છે..કેમકે જેમ્સ વોન થી મને અપેક્ષા વધુ હતી.વાત કરું ડાયરેક્શન ની તો holloween જેવી સરસ મુવી બનાવનારા કોરિન હારડી દ્વારા રજૂ કરેલ એ સમયનું રોમાનિયા આંખે ઉડીને વળગે એવું છે..હોરર સીન વખતે એમનું ડાયરેક્શન સારું લાગે છે.

The nun મુવી નું કેમેરા વર્ક, કોસ્ચ્યુમ ડિઝાઈન, VFX અને એડિટિંગ પણ દરેક સીન ને અનુરૂપ ઘણું સરસ રીતે કરવામાં આવેલું છે.મેકસાઇમ એલેક્ઝાન્ડર ની સિનેમેટોગ્રાફી મને ખુબ ઉત્તમ લાગી.એ સિવાય જેરેમી બ્રેમર નું મેકઅપ આર્ટિસ્ટ તરીકે નું કામ દાદ માંગી લે એવું છે.

મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:- એબલ કોરઝીનોવ્સકી નું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર અફલાતૂન છે..આમ પણ હોલીવુડ અને બૉલીવુડ ની હોરર મુવી માં મ્યુઝિક માં પણ ઘણી અસમાનતા જોવા મળે છે જે આ ફિલ્મમાં આંખે ઉડીને વળગે એવી છે.ફિલ્મનાં અમુક સીન માં પિન ડ્રોપ સાયલન્ટ અને પછી હોરર સીન વખતે અચાનક એક તેજ મ્યુઝિક બે ક્ષણ માટે તો હૃદય ની ગતિ ને થોભાવી મૂકે છે.એમાં પણ જ્યારે વાલક ધ નન ની એન્ટ્રી વખતે જે મ્યુઝિક વાગે છે એ પગ થી માથા સુધી રૂંવાટા ઉભી કરી દે એવું છે.

જ્યારે જ્યારે nun ની એન્ટ્રી થાય ત્યારે આવતું creepy મ્યુઝિક થિયેટરમાં હાજર દરેક ને ડરાવી મૂકે છે..આ ઉપરાંત jump scare વખતે પણ હોરર સીન ની સાથે પ્રેક્ષકો ને ડરાવવામાં મ્યુઝીકે અડધો ભાગ ભજવ્યો છે એવું કહું તો ખોટું નથી જ.

વાલક સાથે જોડાયેલી વાતો:-જે દિવસથી The nun નું ટ્રેલર જોયું હતું એ દિવસથી આ ફિલ્મ જોવા ની તીવ્ર ઈચ્છા હતી..ગયાં અઠવાડિયે હોરર કોમેડી સ્ત્રી જોયાં પછી આ શુક્રવારે પણ જોવાની થઈ હોલીવુડ ની ખ્યાતનામ સિરીઝ The conjuring નો એક ભાગ અને ટ્રેલર માં કહ્યા મુજબ આ સિરીઝ નું સૌથી ડરાવાનું પ્રકરણ એટલે the nun.

હકીકતમાં conjuring સિરીઝ ની બીજી ફિલ્મમાં જે વાલક નું પાત્ર ઉમેરવામાં આવ્યું હતું એ હકીકતમાં હતું જ નહીં..હડસન ફેમિલી જોડે હકીકતમાં બનેલી ઘટનામાં વાલક નામનું પાત્ર દેખાતું જ નથી..પણ જેમ્સ વાને ફિલ્મ ની સ્ટોરી ને દર્શકો ને પસંદ પડે એવી કરવા માટે આ પાત્ર ને ઉમેરવામાં આવ્યું હતું..એમાં પણ mrs. વોરેન દ્વારા એકવખત આ વાલક ને જોવામાં આવી ત્યારે એનો પોશાક કોઈ ચર્ચ ની nun જેવો હતો એટલે ડિરેક્ટરે આ વાલક નામનાં શૈતાન ને nun નું સ્વરૂપ આપ્યું.

વાલક એ ખ્રિસ્તી પૌરાણિક ગ્રંથો માં આલેખાયેલ એક શૈતાની જીવ છે..જે મૂળ તો એક બાળકનાં રૂપ માં હોય છે..એની જોડે અલગ અલગ ત્રીસ જેટલી શૈતાની શક્તિઓની સેના છે.વાલક નાં હાથ માં સાપ હોય છે અને એ બે મોંઢાવાળા ડ્રેગન ની સવારી કરે છે.

કહેવાય છે કે વાલક ખજાના ને સુંધી શકે છે..એટલે લોકો એને તંત્ર વિધિ વડે આહવાન કરી પોતાની મદદ કરવા બોલાવે છે જેથી છુપાયેલા ખજાના શોધી શકાય.વાલક લોકો ની મદદ તો જરૂર કરે છે પણ જો એને વશ માં કરવા અપાર શક્તિ ની જરૂર પડે છે..જો એવું ના થાય તો વાલક એમનો ખાત્મો કરી દે છે..વાલક એક ક્રિશ્ચિયન લોકવાયકા નું પાત્ર છે એટલે એની ઉપર અમુક લોકો વિશ્વાસ કરે છે અને અમુક લોકો એને મિથ્યા એક વાર્તા જ માને છે.

રેટિંગ:-.

જો તમને હોરર મુવી પસંદ હોય અને સાચે માં ડરવું હોય તો The nun એકવાર જોવા જેવી ફિલ્મ તો ખરી.ફિલ્મ નું બજેટ 22 મિલિયન ડોલર જેટલું છે પણ the conjuring નો મોટો ચાહક વર્ગ આ ફિલ્મ સુપરડુપરહિટ કહેવાય એટલું તો ચોક્કસ કમાઈ આપશે.

Conjuring મુવી સિરીઝ નો હું બહુ મોટો ચાહક છું..પણ aennabel ની માફક the nun એ મને થોડો disappoint જરૂર કર્યો..મારી અપેક્ષાઓ આ મુવી માટે બહુ હતી પણ જે મુજબ નો hype આ મુવી માટે ક્રિએટ થયો હતો એ લેવલ ની મુવી નથી.IMDB જે વર્લ્ડ ની MOST TRUSTABLE FILM RATING SITE છે..એને પણ આ મુવી ને શરુઆતમાં 7.2 રેટિંગ આપ્યું હતું જે વધવાની બદલે ફિલ્મ રિલીઝ પછી અત્યારે 6.5 થઈ ગયું છે જે દર્શાવે છે કે THE NUN અપેક્ષાઓ પર ખરી નથી ઉતરતી.

હું આપું છું આ મુવી ને 5 માંથી 3.5 સ્ટાર.તો દોસ્તો આ હતો રિવ્યુ ફિલ્મ the nun નો..આપ સૌને મારો રિવ્યુ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો..!!

-જતીન. આર. પટેલ

7 સપ્ટેમ્બર (બોપલ, અમદાવાદ)