Mrugajal ni mamat - 6 books and stories free download online pdf in Gujarati

મૃગજળની મમત - 6

પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
---------------+------------
6

સમિર હડબડાયો..
બહારથી પ્રિયા બોલાવી રહી હતી..
હેલ્લો સ્વિટહાર્ટ..
કીતના ટાઈમ લગાઓગે..
બહાર આ જાઓ..
દૂધ પી લો.. ડીઅર..!"
સમિરે પાણીનો વેગ વધાર્યો.
હવે બહારનો અવાજ ધીમો આવતો હતો.
પાણી ફૂવારા રૂપે મસ્તિષ્ક પર પડવા છતાં
ભીતરથી એનુ બદન ધગતુ હતુ..
એને છેતરીને કેદ કરી લેવાયો હતો.
ટ્રેનમાં જે યુવતીઓ જોયેલી તે હોશમાં આવ્યા પછી એને નજરે પડી નહોતી.
એનો મતલબ કે આખુ ષડયંત્ર પૂર્વ નિયોજિત હતુ.
કેટલો ભોળો હતો.. ગમેતે મોહની માયાજાળ પાથરી છેતરી જાય..
પોતાનાં મમ્મી પપ્પાની એને ચિંતા થવા લાગેલી..
પોતાને ધરે ન પહોચેલો જોઈ કેટલો વિલાપ કર્યો હશે એમણે..?
એની આંખો તગતગી ગઈ..
તળાવ છલકાયુ.
પાણીમાં ખારુ પાણી ભળી ગયુ હતુ.
જો સમિર તૂમ બહાર નહી નિકલોગે તો મૈ અંદર આ જાઉંગી..
પ્રિયા બહારથી ચિલ્લાઇ..
સમિર ગભરાઈ ગયો..
ઉપરની ખૂલ્લી દિવારો તરફ એને ડરતા-ડરતાં નજર કરી..
બાથરુમ ઉપરથી ખૂલ્લાં હતાં.
એને યાદ આવ્યુ પોતે પણ ઉપર ચડી ગયેલોને જીયાને જોવા..?"
એણે ટોવેલથી ફટાફટ બદન લૂ્છ્યુ.
અને હડબડાહટમાં એજ ટોવેલ કમર નીચેના ભાગે વિંટાળી દીધો.
એકાએક દિવારને અઢેલી ટેબલ મૂકાયુ હોય
એવો અવાજ થયો.
સમિર બરાબરનો ફસાયો હતો.
પ્રિયાની વાત માને તો જિયા ક્રોધે ભરાવાનો પૂરો ખત્રો હતો..
મતલબ બન્ને બાજુ મરવાનુ પોતાને જ હતુ.

સમિર ઉભો હતો ત્યાં જ ઝકડાઈ ગયો.. એને એવુ લાગ્યુ જાણે એનુ માથુ કોઈએ પકડી પોતાના હોઠને દબાવી દીધા હતા.
સમિરની આંખોના ડોળા પહોળા થઈ ગયેલા.
એક શબ્દ બોલી શકતો નહોતો.
ઓહ માય ગોડ..! સમિર કૌન હૈ વો..?
તૂમ કીસસે ચિપકે હૂએ હો..?
સમિરે જોયુ કે પ્રિયા અવિશ્વાસ અને એક અજાણ્યો ખૌફ ઓઢી ભીતરથી ગબડી રહી હતી.
સમિરને બાથરુમમાં બઉ વાર લાગતાં એને સાદ દિધેલો.
પછી ન રહેવાતાં એ ટેબલ લાવી દિવાર પર ચડી ગયેલી.
અને એને જે દ્રશ્ય જોયુ એનાથી જાણે વિજળી પડી એના પર..
એનો ચહેરો સાફ દેખાતો નહોતો.
એ યુવતી સાવ નિર્વસ્ત્ર હતી.
માથાના ખૂલ્લા વાળ એના ચહેરાની સાથે ગરદન અને ઉરોજને ઢાંકતા હતા..
દૂધ જેવુ ઉજળુ બદન એની આંખમા કણાની જેમ ખૂચ્યુ.
એણે સમિરને કસકસાવી પકડ્યો હતો.
જેવી રીતે એ સમિરને ચૂસી રહી હતી.
એવો મોકો એને ક્યારેય મળ્યો નહોતો..
બાથરુમમાંથી મોગરાની ખૂશ્બુ મધમધી ઉઠી હતી.
પ્રિયાનુ માથુ ભમી ગયુ.
મનમાં એક અજાણ્યો ફફડાટ જન્મ્યો.
શાયદ વો તો નહી હોગી ન..?"
ના.. ના..
ઐસા નહી હો સકતા..!
એણે બે ત્રણવાર સમિરને ટોક્યા બાદ એ ચૂપ થઈ ગયેલી.
આ દ્રશ્ય પચાવવુ હવે પ્રિયા માટે મૂશ્કેલ હતુ.
સમિર કો બહાર નિકલને દો..!
સાલે કો કચ્ચા ચબા જાઉંગી.. જબ મૈ કીસ કરતી હૂં તો અપના થોબડા બિગાડતા હે ઓર ઈસ ચૂડેલસે કૈસા ચિપકા હૂઆ હૈ..?"
એવુ બબડતી નીચે ઉતરી એની બેડ પર બેસી ગઈ..
આજ ઈસ બ્રહ્મચારી કા તપોભંગ કરકે રહૂંગી..!
ઔર અગર વહ કૂત્તી વાપસ આઈ હોગી
તો છીન લૂંગી ઉસકી ચાહત કો.
મૈ જાનતી હું અબ ઈસે કૈસે રેડી કરના હૈ..
એ ઉભી થઈ...
એક વાર આદમકદ આઈના સામે ઉભી રહી..
શરીર પર પિન્ક કલરનુ નાભીથી ઉંચુ ગોળગળાનુ ટિશર્ટ એને ધારણ કરેલુ.
ગ્રે કલરની રેશમ જેવી લેંગિજ એની કમર નીચેના ઢોળાવોને ચિપકી ગયેલી.
કમરના ખૂલ્લા ભાગમાં દેખાતી નાભી આકર્ષક હતી.
કશી ઉણપ નહોતી.
ચહેરો રતાશભર્યો ગુલાબી હતો.
ભીના ભીના લાળથી ખરડાયેલા હોઠનુ મધ કોઈ પણ પુરૂષ પી જવા અધિરો બની ઉઠે..
સહેજ વાળની લટોને સરખી કરી એણે ફ્રીજ ખોલ્યુ.
હજુ હમણાં જ એ કેસર વાળુ દૂધ અને એપલ જ્યૂશ લઈ આવેલી.
દૂધ અને જ્યૂસ બન્નેના ગ્લાસ ઉઠાવી ટેબલ પર મૂક્યા.
વળી ફ્રીજ તરફ નમી.
વોડકાની બોટલ ઉઠાવી લીધી.
ફ્રીજ બંધ કરી ફટાફટ એણે બોટલ ખોલી..
જ્યૂસ અને દૂધમાં નમાવી.
સમિર સાવ લૂઢકી ન જાય એટલી માત્રા રાખી પછી બન્ને ગ્લાસમાં આઈસ ક્યૂબ નાખ્યા..
બોતલ પાછી ફ્રીજમાં મૂકી દઈ.. બન્ને ગ્લાસ ઢાંકી ટેબલ પર મૂકી.
રાહ જોવા લાગી.
આ બાજુ સમિર પ્રિયાને ઉપરથી ઝળુંબી રહેલી જોઈ સમજી ગયો હતો.
પોતાને આવી રીતે દબાવી સજ્જડ કરનારી જિયા જ હોય..
પ્રિયાએ પૂછ્યુ મતલબ એને એ દેખાઈ હતી.
જેવી પ્રિયા ગભરાઈને ભાગી કે તરત સમિરને ચિપકીને ઉભેલી જિયા દેખાઈ.
એના બદનની સ્નિગ્ધ મહેક નશો પાથરી દેનારી હતી..
"કૈસી રહી..?"
એણે પોતાની માંજરી આંખો પટપટાવી..
"ડરા દિયા થા મૂજે.. !"
"અછ્છા ..! ડરો મત પાગલ મૈ બસ ઉસે ઝટકા દેને આઈ થી...!
મેરી ચેતાવની કો નજર અંદાજ કરેગે યે લોગ તો બહોત પછતાયેંગે..!
તૂમ મેરી અમાનત હો..!"
ઓર હા અપને માતા-પિતા કા ટેન્શન મત લો.
તુમ જિન્દા હો ઔર જલ્દ વાપસ લૌટોગે એસા મેસેજ તૂમ્હારે ફોનસે કર દીયા હૈ..!
પણ જિયાએ એને અળગો કરતાં કહ્યુ..
અબ જાઓ તૂમ..! મૈ તૂમ્હારે સાથ હૂં
સ્ફટીક જેવા બદનને છોડવાની ઈચ્છા નહોતી.
એતો ઈચ્છતો હતો કે જિયા એને મૂકે જ નહી.. સમિરના રોમે રોમને એનામાં આંગળી જવા દે..!
સમિરે કમરામાં પગ મૂક્યો.
ત્યારે બે નશીલી આંખો એના અદભૂત યૌવનમાં વિલૂપ્ત થઈ જવાનુ જાણે ઈજન આપતી હતી.
*** **** ******
સમિરને બાથરુમ બહાર નિકળતો જોઈ પ્રિયાએ નિરાંતનો દમ લીધો.
હજુય એની નજર બાથરુમના ડોર ને અડકેલી હતી.
એની સાથે કોઈ નહોતુ.
એ બેડ પરથી ઉતાવળે ઉભી થઈ ગઈ.
હવે એને કોઈ પણ ભોગે સમિરને પોતાનામાં આંગાળી લેવો હતો.
એ જિયા જ હતી.
એવુ સમજી ગયેલી પ્રિયા સમિર માટે વધુ આક્રમક બની ગયેલી.
દોડીને એણે સમિરને બાથ ભરી લીધી.
"કૌન થા સમિર.. બાથરુમ મૈ તૂમ્હારે સાથ..?"
"બાથરૂમ મે મેરે સાથ..?"
'મેરે ઔર તૂમ્હારે અલાવા ઔર હે ભી કૌન યહાં..?
સમિર ખૂલ્લુ જૂઠ્ઠુ બોલ્યો.
બાથ કે દૌરાન કૂછ પલ મૈને ખૂદકો અકડા હૂવા મહેસૂસ કિયા થા..
ઔર તૂમ ઉપર સે દેખકર ચિલ્લા ક્યુ રહી થી..?
સૂબ્હા સૂબ્હા ચઢા રખ્ખી હોગી...હૈ ના ?
પ્રિયાને યાદ આવ્યુ સમિર બાથરૂમમાં ગયો. પછી એણે બે પેગ મારેલા..!
શુ તે એની જ અસર હતી..?
ના..!!
એનુ મન માનવા તૈયાર નહોતુ..
વારંવાર મોગરાની ખૂશ્બુ એ ચુડેલ જ હોવાની પ્રતિતિ કરાવતી હતી.
જીવતીતી ત્યારે મોગરાના ગૂચ્છાથી માથુ ભરેલુ રાખતી.
એનુ મોગરા પ્રત્યેના લગાવનુ ગાંડપણ એને જ ખબર..!
સમિર એના વિશે જાણતો ન હોયતો એને કહેવુ નથી.
એમ મનોમન એણે નક્કી કરેલુ.
એને સમિરને દબાવીને પકડ્યો હતો.
ભીંસ વધારી.
** ***
સમિરે જોયુ કે પ્રિયા સાવ સમર્પિત હતી.
પણ એના મનમાં કેવુ કપટ હશે તે એજ જાણે..
આમ પણ સ્ર્ત્રીઓને ઓળખવામાં પુરુષ થાપ ખાતો રહ્યો છે.
આવી સ્ર્ત્રીઓ પોતાની વાસના પૂર્તી માટે પણ દેખાવડા ગમતા પૂરૂષ પર પસંદગી ઉતારે છે.
અને અત્યારે શરીર સૌષ્ઠવથી પરિપૂર્ણ સમિર એની સામે હતો.
સમિર જેવા અનેક છોકરાઓનો સંગ કર્યા પછી એ હેવાઈ થઈ ગઈ હતી..
જેટલા પણ યુવકો આજ દિન સુધી બલીનો બકરો બની આવ્યા હતા.
બધાને પ્રિયાએ પોતાના જોબનની ઝાળમાં લપેટી મદહોશ, તૃપ્ત કરી ટેન્શન ફ્રી રાખ્યા હતા .
આવી સ્ત્રીઓને પ્રેમ સાથે ક્યારેય નિસ્બત હોતી નથી.
પોતાનો સ્વાર્થ હોય ત્યાં લગી એ સંબધો બનાવી રાખવા આકાશ પાતાળ એક કરી નાખે છે.
સમિર આ સૂંવાળી જાળમાંથી મૂક્ત થવા માગતો હતો.
એક ખરાબ સ્વપ્ન સમજી મગજમાંથી બધુ ભૂસી નાખવા માગતો હતો..
બસ એક વાર અહીંથી છૂટે.
અને એટલે જ એ જાણી જોઈને છેતરાઈ રહ્યો હતો..
પ્રેમ તો જિયાનો હતો..
જેને મૃત્યુ પછી પણ એની ફીકર હતી.
પ્રેતયોનીમાં ભટકતી હતી.
અને સમિરને આ ખૌફનાક માનવભક્ષી કબિલાની મિજબાની બનતાં રોકવા માગતી હતી.

** *** **** **** ***
પ્રિયાનુ સંપૂર્ણ ધ્યાન અત્યારે સમિરને ઉત્તેજિત કરવામાં હતુ. સમિરના સ્નિગ્ધ વાળમાં એ પોતાની ગોરી આંગળીઓનો જાદુ પ્રસારી રહેલી.
એની આંખોમાં લોલૂપતા હતી.
એના હોઠ સમિરના મુખ પર રહેલી બૂંદોને પી રહ્યા હતા.
સમિર ધારે તો પણ આ જ એનાથી બચી શકવા સક્ષમ નહોતો.
રીતસરનો એટેક હતો એના પર..!!
પ્રિયા આટલી હદે આક્રમક બનશે એની કલ્પના નહોતી.
સમિરનુ લોહી ધીમે ધીમે ઉકળવા લાગ્યુ હતુ.
પરસેવો વળવા લાગેલો.
એક ક્ષણ માટે એને લાગેલુ કે એની રેશમજાળમાં પોતે બરાબરનો ફસાઈ ગયો છે.
આજે એ પોતાનુ ધાર્યુ કરી જ લેવાની.
તેમ છતાં એક અમર આશા જીવિત હતી.
જિયા..! એજ જિયા જે અત્યારે આ નજારો જોતી હશે તો બળીને રાખ થઈ જવાની.
સમિરે જિયાનો ખયાલ આવતાં જ પ્રિયાથી બચવાનો પ્રયાસ કર્યો.
પહેલાંથી જ સમજી ગઈ હોય એમ એને સમિરને છાતીના ઉભારો સાથે ભીંસી એનો હોઠ પર પોતાના રસાળ હોઠ ચિપકાવી દીધા.. ત્યાં જ....!!!
ત્યાં જ બન્ને ગ્લાસના બાઉલ ટેબલ પરથી નીચે પડતાં.. બેઉ જણ ધ્રૂજી ઉઠ્યાં.
સમિરનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો.
પ્રિયા હોંફી રહી હતી.
ટેબલ પર બન્ને સામે આંખોમાં અંગારા ભરી એક શ્વેત બિલ્લી તાકીને બેઠી-બેઠી પૂંછડી પટપટાવી રહેલી.
પ્રિયા બિલાડી પર બરોબરની ક્રોધે ભરાઈ.
કેમકે એણે પોતાની બધીજ મહેનત પર પાણી ફેરવી દિધેલુ.
પ્રિયાને એટલો ગુસ્સો આવ્યો કે સમિર અહીં હાજર ન હોત તો એ બિલાડીને રહેસી નાખતી..
બિલ્લી છંછેડાયેલી પ્રિયાને જોઈ કૂદીને ફર્શ પર આવી.
પછી દૂધ અને જ્યૂસમાં ભળેલી વોડકાના ક્રશને મસ્તીથી માણી રહી હતી.
સમિર પોતાનો ટૂવાલ ખૂલી જવાનો હોય એમ પકડીને મંદમંદ મરકતો બિલ્લીને જોઈ રહ્યો હતો.
અને બિલ્લી જાણે એને કહેતી ન હોય..
કૂછ દેર ન આતી તો ...!"
(ક્રમશ:)
-સાબીરખાન પઠાન
-મિનલ ક્રિશ્ચયન 'જિયા